________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ અધ્યાય-૨ / સૂત્ર-૯, ૧૦, ૧૧
૧
અવધિદર્શનમાં વિપર્યય નથી; કેમ કે પર્યાયના સ્પર્શ વગરના સામાન્ય બોધમાં વિપર્યય સંભવે નહીં. તેથી અવધિદર્શનમાં વિપર્યયને આશ્રયીને ભેદ નથી. વળી કેવળજ્ઞાન પ્રગટ થયા પછી જે સામાન્ય બોધ છે તે કેવળદર્શનનો ઉપયોગ છે. આ ચારેય પ્રકારના દર્શનના ઉપયોગમાંથી કોઈપણ દર્શનનો ઉપયોગ વિપર્યયરૂપ નથી, તેથી તે સંસારનું કારણ બને નહીં. આમ છતાં ચક્ષુદર્શનઉપયોગ, અચક્ષુદર્શનઉપયોગ અને અવધિદર્શનઉપયોગ ગૌણરૂપે જ્ઞાન કે અજ્ઞાનના ઉપયોગથી સંવલિત છે. તેથી જે ચક્ષુદર્શન આદિનો ઉપયોગ જ્ઞાનના ઉપયોગથી સંવલિત છે તે આત્મહિતનું કારણ છે અને જે અજ્ઞાનના ઉપયોગથી સંવલિત છે તે સંસારનું કારણ છે. કેવલદર્શનનો ઉપયોગ કેવલીને જ હોય છે, તેથી તે ઉપયોગ એકાંતે આત્મહિતનું જ કારણ છે. II૨/લા
અવતરણિકા -
બીજા અધ્યાયના પ્રારંભમાં શંકા કરેલ કે જીવ કોણ છે અને કેવા લક્ષણવાળો છે ? તેથી ઔપશમિકભાવવાળો જીવ છે અને ઉપયોગ લક્ષણવાળો જીવ છે, તેમ અત્યાર સુધી બતાવ્યું. હવે તે જીવોના ભેદો બતાવતાં કહે છે
ચ -
સંતારિખો મુાત્મ્ય ।।૨/૨૦।।
સૂત્રાર્થ
સંસારી અને મુક્ત એમ બે પ્રકારના જીવો છે. II૨/૧૦/I
:
ભાષ્ય
ते जीवाः समासतो द्विविधा भवन्ति
-
ભાષ્યાર્થ :
.....
ते • મુમ ચ ।। તે જીવો=પૂર્વમાં લક્ષણથી જીવો બતાવ્યા તે જીવો, સંક્ષેપથી બે પ્રકારના છે. સંસારી અને મુક્ત. II૨/૧૦/
ભાવાર્થ
किञ्चान्यत्
સંસારનો મુખ્ય ।।૨/૦।।
ઉપયોગલક્ષણવાળો જીવ છે એમ પૂર્વમાં બતાવ્યું તે ઉપયોગવાળા જીવો સંખ્યાથી અનંત છે, તોપણ તેના સંક્ષેપથી ભેદો વિચારીએ તો બે પ્રકારના છે. એક પ્રકારના જીવો કર્મવાળા છે, તેથી સંસારી કહેવાય છે. બીજા પ્રકારના જીવો સાધના-કરીને કર્મોથી મુક્ત થયા હોવાથી મુક્ત કહેવાય છે. II૨/૧૦
ભાષ્યઃ
-