________________
વાયગમન ભાગ-૨/ અધ્યાય-૨| સુદ-૯ સાકારઉપયોગના આઠ પ્રકારઃ મતિજ્ઞાનોપયોગ આદિ પાંચ
વળી સાકારઉપયોગના આઠ ભેદો છે. મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ મોક્ષને અનુકૂળ ઉચિત પરિણામ કરવાનું કારણ બને છે, તેથી મોક્ષનાં કારણ છે. આથી જ રત્નત્રયીરૂપ મોક્ષના કારણ અંતર્ગત જ્ઞાન શબ્દથી પાંચેય જ્ઞાનનું ગ્રહણ છે. જીવની કાંઈક મતિ નિર્મળ થાય છે ત્યારે તેનો મતિજ્ઞાનનો ઉપયોગ યથાર્થ તત્ત્વને બતાવે છે. તેથી મતિજ્ઞાનથી તત્ત્વના યથાર્થ સ્વરૂપને જોવા માટે અભિમુખ થયેલો જીવ શાસ્ત્ર ભણીને શ્રુતજ્ઞાન પ્રગટ કરે છે, જે શ્રુતજ્ઞાનનો ઉપયોગ જિનવચનાનુસાર તત્ત્વને જોવા માટે વ્યાપારવાળો બને છે. વળી સાધક અવસ્થામાં અવધિજ્ઞાનાવરણીયકર્મનો અને મનપર્યવજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય તો તે બે નિર્મળ જ્ઞાનો પ્રગટ થાય છે, જેના બળથી જીવ વિશેષ પ્રકારે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી આત્મહિત સાધી શકે છે. સંપૂર્ણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય ત્યારે પૂર્ણ એવું કેવલજ્ઞાન પ્રગટે છે. કેવલજ્ઞાન ઉપયોગના બળથી જીવ યોગનિરોધ કરીને સર્વ કર્મ રહિત સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી આ પાંચ જ્ઞાનો મોક્ષ પ્રત્યે કારણભાવવાળાં છે. વળી, સિદ્ધાવસ્થામાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે તે જીવના સહજ જ્ઞાન-દર્શનના પરિણામરૂપ છે. મતિઅજ્ઞાનોપયોગ આદિ ત્રણ:
વળી મિથ્યાત્વથી વિપર્યસ્ત બુદ્ધિવાળા જીવોને મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિભંગશાનનો ઉપયોગ વર્તે છે. આ ત્રણેય ઉપયોગો કર્મબંધ દ્વારા સંસારનું જ કારણ બને છે. આથી જ મતિઅજ્ઞાનના ઉપયોગને વશ જીવ અનાદિથી કર્મ બાંધીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. કોઈક રીતે શ્રુતનો અભ્યાસ કરે આમ છતાં વિપર્યાસબુદ્ધિ સ્થિર હોય ત્યારે તે શ્રતને પણ વિપરીત પરિણમન પમાડીને સંસારનું જ કારણ બનાવે છે, તેથી તેવા જીવોને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. વળી કોઈક રીતે અવધિજ્ઞાનનું આવારક કર્મ લયોપશમભાવને પામે તોપણ બુદ્ધિમાં અત્યંત વિપર્યા હોવાને કારણે તેઓનું અવધિજ્ઞાન વિભંગજ્ઞાનરૂપ બને છે. આ વિર્ભાગજ્ઞાન પણ સંસારનું કારણ બને છે. માટે આવા મિથ્યાત્વથી ગ્રસ્ત વિપર્યાસયુક્ત થયેલ મતિ આદિ ત્રણેય જ્ઞાનનો ઉપયોગ સંસારની પ્રાપ્તિનું કારણ છે. આમ છતાં મિથ્યાત્વની મંદતામાં જે મતિઅજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાનમાંથી કોઈક ઉપયોગ તત્ત્વને સન્મુખ થયેલ હોય ત્યારે તે ઉપયોગ અજ્ઞાન આત્મક હોવા છતાં કંઈક સમ્યજ્ઞાનનો હેતુ બને છે. આથી જ મંદમિથ્યાદૃષ્ટિ જીવો ઉપદેશ આદિને પામીને તત્ત્વને જાણવા યત્ન કરતા હોય છે ત્યારે તેમનો ઉપયોગ અજ્ઞાનરૂપ હોવા છતાં સમ્યજ્ઞાનને અભિમુખ હોવાથી હેતુથી સમ્યજ્ઞાન કહેવાય છે.
દર્શનઉપયોગ ચારભેદવાળો છે. સંસારી જીવો ચક્ષુથી દ્રવ્યનું દર્શન કરીને જે બોધ કરે છે તે પર્યાયને સ્પર્શનારો ન હોય ત્યારે તે ચક્ષુદર્શનઉપયોગ કહેવાય છે. સંસારી જીવો ચક્ષુ સિવાય અન્ય ઇન્દ્રિયો દ્વારા દ્રવ્યનો બોધ કરે છે, તે પર્યાયને સ્પર્શનારો ન હોય ત્યારે તે અચક્ષુદર્શનઉપયોગ કહેવાય છે. વળી કોઈ જીવને અવધિજ્ઞાન થયેલું હોય કે વિભંગશાન થયેલું હોય તે જીવો અવધિજ્ઞાનથી કે વિર્ભાગજ્ઞાનથી વસ્તુને જાણવા યત્ન કરે ત્યારે પ્રથમ દ્રવ્યનો બોધ થાય છે, જે પર્યાયના સ્પર્શ વગરનો હોય છે, જેને અવધિદર્શન-ઉપયોગ કહેવાય છે. અવધિજ્ઞાનમાં જેમ વિપર્યય છે તેથી વિર્ભાગજ્ઞાન કહેવાય છે, તેમ