________________
૧૮
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨/ ચાધ્યાયની સૂ૭, ૮, ૯ ત્રેપન ભેદોથી યુક્ત એવા ઓપશમિક આદિ આ પાંચ ભાવો જીવનું સ્વતત્ત્વ છે જે જીવનું લક્ષણ છે અને અસ્તિત્વ આદિ ભાવો જીવનું સ્વતત્ત્વ છે, જે જીવનું જ અન્યથી વ્યાવર્તન કરે એવું લક્ષણ નહીં હોવા છતાં જીવનું સ્વરૂપ છે. તેથી આવા ભાવવાળો જીવ છે તેમ ફલિત થાય છે. રામ ભાષ્ય :
किञ्चान्यत् - ભાષાર્થ:
અન્ય શું છે?=ઓપશમિક આદિ ભાવવાળો જીવ છે તેનાથી અન્ય શું છે? તેને કહે છે – સૂત્ર -
૩૫યો નક્ષત્ ા૨/૮ાા. સુત્રાર્થ - ઉપયોગલક્ષણ જીવ છે. |રાતા
ભાગ -
उपयोगो लक्षणं जीवस्य भवति ।।२।८।। ભાષ્યાર્થ :
૩યો . પતિ | જીવનું ઉપયોગ લક્ષણ છે. ર/૮ ભાવાર્થ :
જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે. તેથી સંસારીઅવસ્થામાં પાંચ ઇન્દ્રિયવાળો હોય ત્યારે જેમ ઉપયોગવાળો હોય છે તેમ બે આદિ ઇન્દ્રિયવાળો અથવા નિગોદમાં એક ઇન્દ્રિયવાળો હોય ત્યારે પણ અવશ્ય ઉપયોગવાળો હોય છે. તે જ રીતે યોગમાર્ગની સાધનાકાળમાં પણ ઉપયોગવાળો છે.
ઉપયોગ વગરનો જીવ ક્યારેય પ્રાપ્ત થતો નથી. ફક્ત જીવનો આ ઉપયોગ અત્યંત મોહને વશ પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગ દ્વારા સંસારની પરંપરાનું સર્જન થાય છે. કર્મની કાંઈક લઘુતા થવાથી જીવનો ઉપયોગ
જ્યારે કંઈક અંશે જિનવચનાનુસાર બને છે ત્યારે તે ઉપયોગ જ સંસારના ઉચ્છેદનું કારણ બને છે તથા સિદ્ધઅવસ્થામાં સર્વ કર્મથી રહિત એવો શુદ્ધ ઉપયોગ સદા વર્તે છે. I/ અવતરણિકા -
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શનનું લક્ષણ કરેલ કે તત્વાર્થદ્ધાન સમ્યગ્દર્શન છે. ત્યાં જિજ્ઞાસા થયેલી કે તત્વ શું છે? તેથી પ્રથમ અધ્યાયમાં જીવ આદિ સાત તત્વો છે તેમ બતાવ્યું. બીજા અધ્યાયના પ્રારંભમાં શંકા કરેલી કે જીવ કોણ છે અને કેવા લક્ષણવાળો છે? તેથી બતાવ્યું કે