________________
તાર્યાવિગભગ ભાગ-૨/ અધ્યાય-૨/ સુસ-૭ દેહમાં વર્તે છે, સમગ્ર લોકાલોકમાં વર્તતો નથી, માટે તેનામાં અસર્વગતત્વ છે, તે જ રીતે મુક્ત જીવ લોકાગ્ર ભાગે પરિમિત ક્ષેત્રમાં રહે છે, માટે તે પણ અસર્વગત છે. કેવલીસમુદ્ધાતકાળમાં આત્મા લોકવ્યાપી બને છે, તોપણ લોક-અલોક વ્યાપી નથી, માટે અસર્વગત છે. જેમ અસર્વગતત્વધર્મ જીવમાં છે તેમ પરમાણુ આદિ અન્ય દ્રવ્યમાં પણ છે; કેમ કે આકાશ સિવાય અન્ય સર્વ દ્રવ્યોમાં અસર્વગતત્વ છે. અનાદિકર્મસંતાનબદ્ધત્વ -
અનાદિકર્મસંતાનબદ્ધત્વ એ જીવનો પારિણામિકભાવ છે. આ ભાવ સંસારી અવસ્થામાં જ વર્તે છે, સિદ્ધઅવસ્થામાં વર્તતો નથી. સંસારી જીવ, અનાદિકાળથી કર્મના પ્રવાહથી બંધાયેલો છે, તેથી તેનામાં અનાદિકર્મસંતાનબદ્ધત્વ નામનો પારિણામિકભાવ વર્તે છે. વળી આ ભાવ કાર્મણશરીરમાં પણ છે; કેમ કે જે નવાં કર્મ બંધાય છે તે વર્તમાનના કાર્યણશરીરની સાથે બદ્ધ બને છે. અનાદિકાળથી બંધાતાં કર્મ જેમ આત્મા સાથે બંધાય છે તેમ વિદ્યમાન એવા કાર્યણશરીર સાથે એકમેકભાવ પામે છે, માટે અનાદિકર્મસંતાનબદ્ધત્વ આત્મક પરિણામિકભાવ જીવ અને કર્મ ઉભયસાધારણ હોવાથી આદિ પદથી ગ્રહણ કરાયેલ છે. પ્રદેશવત્વ -
વળી પ્રદેશવન્દ્ર જીવનો પારિભામિકભાવ છે; કેમ કે જીવ અસંખ્યાત આત્મપ્રદેશવાળો છે. પ્રદેશવત્વ ધર્મ સંસારી જીવમાં છે અને સિદ્ધના જીવોમાં છે તેમ પરમાણુ સિવાયના પુદ્ગલ, ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યોમાં છે. તેથી પ્રદેશવત્ત્વ સર્વદ્રવ્યસાધારણ હોવાથી આદિ પદથી ગ્રહણ કરેલ છે. આરૂપિત્ર -
વળી આત્મામાં અરૂપિસ્વધર્મ છે; કેમ કે તે રૂ૫ આદિ ધર્મ વગરનો છે. આ અરૂપિસ્વધર્મ સંસારી જીવોમાં કથંચિત્ છે. સિદ્ધના જીવોમાં અરૂપિન્દુ ધર્મ છે અને ધર્માસ્તિકાય આદિમાં પણ અરૂપિન્દુ ધર્મ છે. ફક્ત પુદ્ગલમાં અરૂપિન્દુ ધર્મ નથી. માટે અરૂપિન્દુ ધર્મને આદિ પદથી ગ્રહણ કરેલ છે. નિત્યતઃ
વળી જેવદ્રવ્ય નિત્ય છે; કેમ કે દ્રવ્યરૂપે જીવનો ક્યારેય નાશ થતો નથી. તેથી જીવમાં વર્તતું નિત્યત્વ પારિશામિકભાવ છે, તે જ રીતે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો પણ નિત્ય છે તેથી નિત્યત્વધર્મ સર્વદ્રવ્ય સાધારણ છે. માટે આદિ પદથી ગ્રહણ કરેલ છે. નિત્યત્વાદિમાં “આદિ પદથી જોયત્વ આદિ પારિણામિક ભાવોનો સંગ્રહ છે. પ્રસ્તુત અધ્યાયના પ્રારંભમાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે જીવ કોણ છે ? અને કેવા લક્ષણવાળો છે? તેથી જીવ પથમિક આદિ પાંચભાવોવાળો છે. તે અત્યાર સુધી બતાવ્યું. આ સર્વનું નિગમન કરતાં ભાષ્યકારશ્રી કહે છે –