________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૭
અન્યત્વ
વળી જીવ અન્ય સર્વ દ્રવ્યોથી અન્ય છે, તેથી જીવમાં અન્યત્વભાવ છે. આ અન્યત્વભાવ પણ કર્મકૃત ભાવ નથી; પરંતુ જીવનો પારિણામિકભાવ છે. વળી આ અન્યત્વભાવ જીવની જેમ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યોમાં પણ સમાન છે.
૧૭
કર્તૃત્વ
જીવમાં શુભાશુભ કર્મનું કર્તૃત્વ છે; કેમ કે જીવ મન, વચન અને કાયાના યત્નવાળો થાય છે, ત્યારે શુભાશુભ કર્મ બાંધે છે. આ કર્તૃત્વભાવ પણ કર્મકૃત નથી, પરંતુ ભવ્યત્વ-અભવ્યત્વની જેમ કર્મવાળી અવસ્થામાં ૨હેનારો સહજ ભાવ છે. તેથી પારિણામિકભાવરૂપ છે. આ કર્તૃત્વભાવ જેમ કર્મવાળા જીવમાં છે, તેમ સિદ્ધના જીવોમાં પણ છે; કેમ કે સિદ્ધના જીવો શબ્દનય આદિ નયના મતે ઉત્તર ઉત્તરના પર્યાયને કરનારા છે. તેથી પ્રથમ સમયના સિદ્ધના જીવ બીજા સમયના સિદ્ધના વર્તનાપર્યાયનો કર્તા છે. વળી આ કર્તૃત્વભાવ જેમ જીવમાં દેખાય છે તેમ સૂર્યકાંતમણિમાં પણ દેખાય છે; કેમ કે સૂર્યનાં કિરણો અને ઇંધણ એવા છાણાં આદિનો સંગ થાય ત્યારે સૂર્યકાંતમણિના બળથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તેથી કર્તૃત્વ જીવ અને સૂર્યકાંતમણિ સાધારણ હોવાથી સૂત્રમાં ‘આદિ’ શબ્દથી ગ્રહણ કરેલ છે.
:
ભૌતૃત્વ
--
વળી જીવ સ્વકર્મના ફળનો ભોક્તા છે તેથી તેમાં ભોક્તત્વભાવ છે જે કર્મકૃત નથી; પરંતુ જીવના પરિણામરૂપ છે, માટે પારિણામિકભાવ છે. વળી મદિરાદિમાં ભોક્તત્વ અત્યંત પ્રસિદ્ધ છે; કેમ કે મદિરા વડે ગોળ ભોગવાયો તે પ્રકારનો વ્યવહાર છે. તેથી જીવ-મદિરાદિ સાધારણ ભોક્તત્વ હોવાથી સૂત્રમાં આદિ પદથી ભોતૃત્વનું ગ્રહણ છે.
ગુણવત્ત્વ ઃ
વળી જીવમાં ગુણવત્ત્વ છે એટલે જીવ ગુણવાન છે અને તે ગુણનો આધાર જીવ છે. માટે ગુણના આધારત્વરૂપ ગુણવત્ત્વ જીવનો પારિણામિકભાવ છે. તે ગુણો ક્રોધ આદિરૂપ પણ છે અને જ્ઞાન આદિરૂપ પણ છે. તેથી ક્રોધાદિમત્ત્વ કે જ્ઞાનાદિમત્ત્વરૂપે ગુણવત્ત્વ પારિણામિકભાવ છે. જોકે ક્રોધ આદિ ભાવો કર્મજન્ય છે, તેથી ઔદયિક છે જ્યારે જ્ઞાન આદિ ભાવો કર્મના ક્ષય કે ક્ષયોપશમથી જન્ય છે તેથી ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવરૂપ છે તોપણ તે ગુણો ઔયિક, ક્ષાયોપશમિકરૂપ કે ક્ષાયિકરૂપ હોવા છતાં તે ગુણનો આધાર જીવદ્રવ્ય છે. અને તે આધારત્વરૂપ ગુણવત્ત્વ એ જીવનો પારિણામિકભાવ છે. આવું ગુણવત્ત્વ જેમ સંસારી જીવો અને સિદ્ધના જીવોમાં છે, તેમ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યોમાં પણ છે, તેથી ગુણવત્ત્વને આદિ શબ્દથી પારિણામિકભાવમાં ગ્રહણ કરેલ છે.
અસર્વગતત્વઃ
વળી જીવમાં અસર્વગતત્વ ધર્મ છે, જે પારિણામિકભાવરૂપ છે. સંસારી જીવ પોતાના પ્રાપ્ત થયેલા