________________
તાર્યાદિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂચ-૬, ૭ તેઓમાં અસંમતપણું ક્ષયોપશમભાવરૂપે વર્તે છે. તેઓ પણ જ્યારે પ્રમાદવશ બને છે, ત્યારે તેટલા અંશમાં અસંયતત્વરૂપ ઔદયિકભાવ આવે છે. ક્ષાયિકભાવના સંયતને સર્વથા અસંતપણાનો અભાવ છે. અસિદ્ધત્વઃ
અસિદ્ધપણાનો એક ભેદ છે. ચૌદમા ગુણસ્થાનક સુધીના સંસારવર્તી સર્વ જીવોમાં ઔદયિકભાવરૂપ અસિદ્ધપણું છે. કુષ્ણલેથા આદિ છ
વળી લેશ્યરૂપ ઔદયિકભાવના છ ભેદ છે. તેમાં ત્રણ અશુભલેશ્યારૂપ ઔદયિકભાવ અને ત્રણ શુભલેશ્યારૂપ ઔદવિકભાવ છે. કેવલીને શુક્લલેશ્યારૂપ શુભલેશ્યા છે તે પણ ઔદયિકભાવરૂપ છે. આથી જ કેવલી અવસ્થામાં ઉપદેશ આદિની પ્રવૃત્તિ કાલે વર્તતી શુક્લલેશ્યા ઔદયિકભાવરૂપ છે. તેરમા ગુણસ્થાનકના અંતે યોગનિરોધ માટે જે ઉદ્યમ કરાય છે, તે શુદ્ધતર શુક્લલેશ્યારૂપ હોવાથી ઔદયિકભાવ આત્મક છે. ચૌદમા ગુણસ્થાનકે સર્વથા લશ્યાનો અભાવ થાય છે, તેથી લેક્ષારૂપ ઔદયિકભાવ યોગનિરોધકાળમાં નથી. રાજા અવતરલિકા -
કમપ્રાપ્ત જીવના પારિણામિકભાવના ભેદોને બતાવે છે – સૂત્ર -
जीवभव्याभव्यत्वादीनि च ।।२/७॥ સૂત્રાર્થ:
જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ પારિણામિકભાવ છે. રા. ભાષ્ય :
जीवत्वं, भव्यत्वं, अभव्यत्वमित्येते त्रयः पारिणामिका भावा भवन्ति, आदिग्रहणं किमर्थमिति ?, अत्रोच्यते - अस्तित्वं, अन्यत्त्वं, कर्तृत्वं, भोक्तृत्वं, गुणवत्त्वं, असर्वगतत्वं, अनादिकर्मसन्तानबद्धत्वं, प्रदेशवत्त्वं, अरूपत्वं, नित्यत्वमित्येवमादयोऽप्यनादिपारिणामिका जीवस्य भावा भवन्ति, धर्मादिभिस्तु समाना इत्यादिग्रहणेन सूचिताः, ये जीवस्यैव वैशेषिकास्ते स्वशब्देनोक्ता इति, एते पञ्च भावास्त्रिपञ्चाशद्भेदा जीवस्य स्वतत्त्वं भवन्ति, अस्तित्वादयश्च ।।२/७।। ભાષ્યાર્થ:
ગીવત્વ શસ્તિત્કાલ ૪ | જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ત્રણ પારિણામિકભાવો છે.