________________
તાર્યાયિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-૯
પથમિક આદિ ભાવવાળો જીવ છે અને ઉપયોગ લક્ષણવાળી જીવ છે. ત્યાં જિજ્ઞાસા થાય કે ઉપયોગના કેટલા ભેદો છે? તેથી હવે ઉપયોગના ભેદો બતાવે છે –
સૂત્ર:
સ વિથોડષ્ટચાર્મેતાર/શા સૂત્રાર્થ :
તેaઉપયોગ, બે પ્રકારનો છે. તે બે પ્રકારમાંથી પ્રથમ પ્રકારના આઠ ભેદો છે અને બીજા પ્રકારના ચાર ભેદો છે. II/II
ભાગ :
स उपयोगो द्विविधः-साकारोऽनाकारश्च ज्ञानोपयोगो दर्शनोपयोगश्चेत्यर्थः स पुनर्यथासङ्ख्यमष्टचतुर्भेदो भवति, ज्ञानोपयोगोऽष्टविधः - मतिज्ञानोपयोगः, श्रुतज्ञानोपयोगः, अवधिज्ञानोपयोगः, मनःपर्यायज्ञानोपयोगः, केवलज्ञानोपयोग इति, मत्यज्ञानोपयोगः, श्रुताज्ञानोपयोगः, विभङ्गज्ञानोपयोग इति, दर्शनोपयोगश्चतुर्भेदः, तद्यथा - चक्षुर्दर्शनोपयोगः, अचक्षुर्दर्शनोपयोगः, अवधिदर्शनोपयोगः, केवलदर्शनोपयोग इति ।।२/९।। ભાષાર્થ:
સ - ત્તિ તે=ઉપયોગ બે પ્રકારનો છે – સાકાર અને અનાકાર=જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ. તે વળી–ઉપયોગ વળી, યથાસંખ્ય યથાક્રમ, આઠ અને ચાર ભેદવાળો છે. જ્ઞાનનો ઉપયોગ આઠ પ્રકારનો છે – મતિજ્ઞાનનો ઉપયોગ, શ્રુતજ્ઞાનનો ઉપયોગ, અવધિજ્ઞાનનો ઉપયોગ, મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ, અને કેવળજ્ઞાનનો ઉપયોગ.
ત્તિ' શબ્દ સાકારઉપયોગ પૈકી જ્ઞાનના ઉપયોગના ભેદોની સમાપ્તિ અર્થે છે. મતિઅજ્ઞાનનો ઉપયોગ, અતઅાનનો ઉપયોગ અને વિભંગશાનનો ઉપયોગ. “તિ' શબ્દ સાકારઉપયોગ પૈકી અજ્ઞાનના ઉપયોગના ભેદોની સમાપ્તિ અર્થે છે. દર્શનનો ઉપયોગ ચારભેદવાળો છે. તે આ પ્રમાણે – ચક્ષદર્શનનો ઉપયોગ, અચકુદર્શનનો ઉપયોગ, અવધિદર્શનનો ઉપયોગ, અને કેવળદર્શનનો ઉપયોગ.
ત્તિ' શબ્દ દર્શનના ઉપયોગના ભેદની સમાપ્તિ અર્થક છે. 1ર/૯ ભાવાર્થ -
ઉપયોગ એ બોધને અનુકૂળ જીવના પરિણામરૂપ છે. તે ઉપયોગ દ્રવ્યને આશ્રયીને અનાકારરૂપ છે અને પર્યાયને આશ્રયીને સાકારરૂપ છે. જે સાકારઉપયોગ છે તે જ્ઞાનઉપયોગ છે અને અનાકાર છે તે દર્શનઉપયોગ છે.