________________
તાવિગમસૂત્ર ભાગ-૨/ અષા-૨| સૂ-૭
આદિ ગ્રહણઃસૂત્રમાં અભવ્યત્વ આદિમાં રહેલ આદિ શબ્દ, કયા અર્થમાં છે? એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે –
ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિમાં છે. અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ, ગુણવત્વ, અસીંગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવાનપણું, અરૂપત્ય, નિત્યત્વ એ વગેરે પણ અનાદિ પારિણામિકજીવના ભાવો થાય છે. વળી ધમદિની સાથે=ધમસ્તિકાય આદિની સાથે, અસ્તિત્વ આદિ સમાન છે, એથી આદિ ગ્રહણથી સૂચિત છે. જે જીવતા જ વૈશેષિકભાવો છે તે સ્વશદથી કહેવાયા છે–સૂટમાં કહેવાયા છે.
તિ' શબ્દ પથમિકભાવ આદિ પાંચના ભેદોની સમાપ્તિ માટે છે. આ ત્રેપન ભદવાળા પાંચ ભાવો જીવનું સ્વતત્વ થાય છે. અને અસ્તિત્વ આદિ ભાવો જીવનું સવતત્વ થાય છે. ગર/શા ભાવાર્થ :પારિણામિકભાવના ભેદો અને ઉત્તરભેદોઃ જીવત્વ, ભવ્યત્વ અને ભવ્યત્વ -
જીવમાં રહેલું જીવત્વ, સંસારી જીવોમાં રહેલું ભવ્યત્વ કે અભવ્યત્વ આ ત્રણે ભાવો કર્મના ઉદયકૃત, ક્ષયોપશમફત કે કર્મના અભાવકૃત નથી, પરંતુ જીવના સહજ ભાવો છે. માટે પારિણામિકભાવો છે. જીવમાં રહેલું જીવત્વ સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં એમ બંનેમાં હોય છે. તેથી જીવત્વ પારિણામિભાવ છે. સંસારવર્તી કેટલાક જીવોમાં ભવ્યત્વ છે અને કેટલાક જીવોમાં અભવ્યત્વ છે. ભવ્યત્વ અને અભવ્યત્વ જીવનો પોતાનો સહજ ભાવ છે, કર્મકૃત ભાવ નથી, તેથી ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિકભાવ છે, ઔદયિકભાવરૂપ નથી. અભવ્યત્યાદિમાં આદિ પદથ ગ્રહણ કરાતા પારિણામિકભાવો -
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભાવોને સૂત્રમાં સાક્ષાત્ બતાવ્યા છે. જીવને આશ્રયીને આ ત્રણ જ મુખ્ય પારિણામિકભાવો છે. તેથી ઔપશમિકભાવ આદિ પાંચ ભાવ અંતર્ગત પરિણામિકભાવના ઉત્તરભેદરૂપે આ ત્રણ ભાવોનો જ સંગ્રહ કરેલ છે. આમ છતાં સૂત્રમાં અભવ્યત્યાદિ શબ્દ મૂકેલ છે, તેથી “આદિ' શબ્દથી અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્નત્વ, ગુણવત્ત્વ, અસર્વગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્ત્વ, અરૂપત્વ, નિત્યત્વ આદિ અન્ય પણ ભાવોનો સંગ્રહ છે, જે જીવના પારિણામિકભાવો છે. “આદિ શબ્દથી સંગૃહીત સર્વ ભાવો જીવ-ધર્માસ્તિકાય આદિ સર્વસાધારણ ભાવો છે.
અસ્તિત્વ -
જીવમાં અસ્તિત્વભાવ છે તે કર્મકૃત ભાવ નથી, પણ જીવના પરિણામરૂપ છે. તે અસ્તિત્વભાવ જેમ જીવમાં છે તેમ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યોમાં પણ છે.