________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મસિદ્ધાંતની આવશ્યકતા છે.
(૧) જીવનમાં સુખદુઃખની ઘટમાળ ચાલુ જ હોય છે. જીવન વિઘવિનાનું હોય એવું તો ઓછું જ બને. ક્યારેક તો ચારે તરફથી અચાનક ચઢી આવેલું વિધ્વવાદળ એવું તો વરસી પડે કે જાણે માનવીને યમરાજનાં શરણે ગયા વગર છૂટકો જ ન રહે ! એ વખતે કાંઈક ઉદું જ બને છે. મૃત્યુનાં મુખમાં પહોંચી ગયેલાં માનવીને નવું જીવન મળે છે. તે બચી જાય છે. તેનું કારણ છે.
• “જીવતો જાગતો ગુરુ કર્મસિદ્ધાંત” • ગુરુની જેમ કર્મ સિદ્ધાંતનું જ્ઞાન આંતરિક પ્રેરણા કરે છે કે
“હે જીવ ! આ દુઃખનું કારણ તો તું જ છે. તારા હાથે જ તારી જીવનભૂમિમાં વવાયેલું પૂર્વકૃત કર્મ જ છે. આપઘાતથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. કર્મોનું મૃત્યુ થતું નથી. કર્મો તો પરભવમાં તારી સાથે જ આવવાનાં છે. પરભવમાં પણ કર્મો તને સુખદુઃખાદિફળનો અનુભવ કરાવ્યા વિના રવાના થવાનાં નથી. માટે હે જીવ ! તું અહીં જ કર્મોને સમભાવે ભોગવીને કર્મરાજાનું દેવું ચૂકવી દે. જુનુ દેવું ચૂકવતાં નવું દેવું ઉભું ન થાય તેનું ધ્યાન રાખજે. જેથી ફરીવાર આવું વિન ન આવે”
" આ પ્રમાણે ગુરુની જેમ કર્મસિદ્ધાંતનું જ્ઞાન, મીઠાં આશ્વાસનપૂર્વક વિનોને સમભાવે સહન કરવાની પ્રેરણા કરતું હોવાથી, “ભાવિ જીવનને સુખી બનાવવા માટે ગુરુ તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૨) અનાદિકાળથી સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલાં જીવને, “સન્માર્ગ મોક્ષમાર્ગ તરફ વાળવા માટે દીવાદાંડી” તુલ્ય કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે.
૧૮
For Private and Personal Use Only