________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
(૨) વૈક્રિયશરીર -
ૐ શરીર એકમાંથી અનેક થાય, અનેકમાંથી એક થાય. નાનામાંથી મોટું થાય, મોટામાંથી નાનું થાય. આકાશમાં ઉડતું ઉડતું નીચે જમીન પર ચાલે, જમીન પર ચાલતું ચાલતું એકદમ આકાશમાં ઉડે. દૃશ્ય થઈને અદશ્ય થાય, અદશ્ય થઈને દેશ્ય થાય. ઇત્યાદિ, વિવિધ પ્રકારની ક્રિયા કરતું હોય તે વૈક્રિયશરીર કહેવાય.” તે બે પ્રકારે છે. (૧) “ભવધારણીયવૈક્રિયશરીર (૨) ઉત્તરવૈક્રિયશરીર.
(જે જે શરીર જન્મથી માંડીને મરણ સુધી રહે તે ભવધારણીય કહેવાય.”
દેવો અને નારકોને વૈશ. જન્મથી માંડીને મરણ સુધી રહે છે. તેથી તે ભવધારણીય વૈશિ.કહેવાય.
() મૂળશરીરથી ભિન્ન જે કૃત્રિમવૈશિ. બનાવવું તે ઉત્તર વૈશ. કહેવાય.”
દેવો અને નારકો કારણવશાત્ પોતાના મૂળ શરીરથી ભિન્ન જે કૃત્રિમવૈ.શ. બનાવે છે. તે ઉત્તર .શ. કહેવાય. તથા વૈક્રિયલબ્ધિધારી મનુષ્યો, તિર્યંચપંચેન્દ્રિય અને વાયુકાયનો જીવ પોતાના મૂળ શરીરથી ભિન્ન જે કૃત્રિમ વૈશિ. બનાવે તે ઉત્તર વૈ.શ. કહેવાય. - જીવ એકીસાથે જેટલા ઉત્તર વૈશ. બનાવે તેટલા ઉ.વૈ.શરીર અને મૂળ શરીરની વચ્ચે આત્મપ્રદેશની લાંબી શ્રેણી રચાય છે, તે વખતે મૂળશરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળે છે. પરંતુ ૮ રૂચક પ્રદેશો ક્યારેય મૂળશરીરમાંથી બહાર નીકળતા નથી.
દારિકશરીરની જેમ વૈશિ.માં સાતધાતુઓ હોતી નથી. તે વૈક્રિયપુદ્ગલસ્કંધોનું બનેલું છે. તેનું કારણ વૈક્રિયશરીરનામકર્મ છે.
વૈક્રિયશરીરનામકર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને વૈક્રિયશરીર બનાવે છે.”
જો વૈક્રિયશરીરનામકર્મ ન હોયતો વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી શકાતા ન હોવાથી વૈશિ. બનાવી શકાય નહીં.
A. લબ્ધિ = તપોજન્ય આત્મિકશક્તિ.
૧૭૨
For Private and Personal Use Only