________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) “ વિર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રગટ થયેલું જે વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય.” (૩) “લબ્ધિવીર્યમાંથી જે વીર્યને મન-વચન અને શરીર દ્વારા વપરાશ થઇ રહ્યો છે. તે કરણવીર્ય કહેવાય.”
દરેક સંસારી જીવો પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન, નાડીના ધબકારા, કે લોહીનું પરિભ્રમણથી માંડીને મેરૂપર્વતને હલાવવો કે આત્મપ્રદેશોને સંપૂર્ણલોકમાં વિસ્તારવા સુધીની તમામ નાની-મોટી ક્રિયાઓ આત્મિકવીર્ય (બળ) વિના કરી શકતો નથી. આત્મિકવીર્ય વિનાનું એકલું શરીર જડ હોવાથી, કોઈ જ કાર્ય કરી શકતું નથી. આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે. ત્યારે મજબૂત શરીર પણ કાષ્ટની માફક નિશ્ચષ્ટ પડ્યું રહે છે. એટલે આત્મિકવીર્યના અભાવમાં શારીરિક બળ વ્યર્થ છે. માટે નૈૠયિક દૃષ્ટિએ “વર્યાન્તરાયકર્મના ઉદયથી યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં જીવ પરાક્રમ ફોરવી શકતો નથી. અથવા જીવને કોઇપણ કાર્ય કરવા માટે ઉત્સાહ જાગતો નથી.”
યદ્યપિ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશયથી લબ્ધિવીર્ય આત્મિકશક્તિ પ્રગટ થાય છે. પરંતુ શરીરાદિ વિના જીવ આત્મિકશકિતનો ઉપયોગ કરી શકતો નથી. જેમ ચૂલા ઉપર ચઢાવેલા ચરૂમાં પાણી હોવા છતા ગરમી ન મળવાથી પાણીનાં બિન્દુઓ ગતિક્રિયા (આંદોલન) કરતા નથી. સ્થિર રહે છે. તેમ આત્મામાં લબ્ધિવીર્ય પ્રગટેલું હોવા છતા શરીરાદિ નિમિત્ત ન મળે તો સ્થિર પડ્યું રહે. પણ અનાદિકાળથી સર્વે સંસારીજીવો તૈજસ અને કાર્મણ શરીરધારી હોવાથી ફક્ત આઠ રૂચક પ્રદેશોને છોડીને સર્વે આત્મપ્રદેશો ઉકળતા પાણીની માફક સતત ચલાયમાન હોય છે. એટલે જેમ નદીના પાણીનો ઉપયોગ નહેરાદિ દ્વારા થાય છે. તેમ વીતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલી આત્મિકશક્તિ (લબ્ધિવીર્ય) નો ઉપયોગ મન, વચન અને કાયા દ્વારા થાય છે. તેથી (૧) શારીરિક પ્રવૃત્તિને કાયયોગ કહેવાય. (૨) વાણીને વચનયોગ કહેવાય. (૩) શુભાશુભ ચિંતનને મનોયોગ કહેવાય. જેટલા પ્રમાણમાં કાયયોગ A. સિદ્ધના જીવોને ક્ષાયિકભાવનું લબ્ધિવીર્ય હોવા છતાં શરીરાદિ ન હોવાથી તેમના આત્મ પ્રદેશો તદ્દન સ્થિર રહે છે.
૨૧૯
For Private and Personal Use Only