________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દર્શનમોહનીય કર્મબંધના વિશેષ કારણો :उम्मग्ग देसणा- मग्गनासणा-देव दव्व हरणेहिं । ટૂંપળમોટું નિળ-મુનિ-ચેડ્ય-સંયાપડિળીઓ ॥ ૧ ॥
उन्मार्ग देशना - मार्गनाशना देवद्रव्यहरणैः । ર્શનમોઢું બિન-મુનિ-ચૈત્ય-સંધાવિપ્રત્યની
બ
ગાથાર્થ ઃ- ઉન્માર્ગનો ઉપદેશ આપનાર, મોક્ષમાર્ગનો નાશ કરનાર, દેવદ્રવ્યનું હરણ કરનાર, તેમજ તીર્થંકર, મુનિ, જિનપ્રતિમા તથા સંઘાદિકનો વિરોધ કરનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન :- (૧) ‘સંસારની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો તે ઉન્માર્ગદેશના કહેવાય.” દા. ત. સંસારના ભોગો, વિષય-કષાયોની વાસના વગેરે જે સંસારનાં કારણો છે. તેને મોક્ષના કારણો કહેવા. દેવદેવીની મૂર્તિ સમક્ષ પશુ વગેરેનું બલિદાન આપવુ તે ધર્મ કહેવાય. ઇત્યાદિ જે ઉપદેશ આપવો તે ઉન્માર્ગ દેશના કહેવાય. ઉન્માર્ગનો ઉપદેશ આપનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.
(૨) “સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો અપલાપ કરવો તે માર્ગનાશના કહેવાય.”
,,
જેમકે :- મોક્ષ, બંધ, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ જેવી કોઇ ચીજ નથી. પરલોક પુનર્જન્મ વગેરે કાલ્પનિક છે. તેથી સ્વર્ગાદિ મેળવવા માટે શરીરને કષ્ટ આપવુ તે હંબક વાત છે. ‘‘ૠળમ્ ઋત્વા ધૃતં પિવેત્ ' દેવુ કરીને પણ ઇન્દ્રિયજન્ય સુખ ભોગવી લો. તપ ત્યાગ કરીને શરીરને નિરર્થક સુકવી ન નાખો આવી વાતો કરીને ભદ્રિક લોકોને સન્માર્ગથી દૂર કરનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.
(૩) ‘દેવદ્રવ્ય હરણ’:- દેવોને અર્પણ કરેલ દ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવી. અથવા દેવદ્રવ્યને પોતાના કામમાં ખરચવું તેનો અંગત વ્યાપારમાં ઉપયોગ કરવો. તેની ગેરવ્યવસ્થા કરવી. કોઇ તેનો દુરૂપયોગ કરતો હોય અને પોતે સમર્થ હોય છતાં પ્રતિકાર ન કરે તેમજ દેવદ્રવ્યને નુકશાન પહોંચે એવી પ્રવૃત્તિ કરે તો જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.
૨૨૮
For Private and Personal Use Only