________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મતિજ્ઞાન”
“શ્રુતજ્ઞાન” (૪) મતિજ્ઞાનના ૨૮ પ્રકાર છે. (૪) શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. (૫) શબ્દાર્થની વિચારણા હોતી નથી. (૫) શબ્દાર્થની વિચારજ્ઞાવાળું છે. (૬) સ્વ પ્રકાશક છે.
() સ્વ-પર પ્રકાશક છે. (૭)શ્રુતજ્ઞાન વિના પણ મતિજ્ઞાન (૭)મતિજ્ઞાનવિનાશ્રુતજ્ઞાન થતું નથી.
થાયછે. પ્રશ્નઃ- ૩૧ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિયથી થાય છે. તો તેમાં ભેદ કેવી રીતે પડે?” જવાબ:- શબ્દ, આપ્તોપદેશ કે શ્રુતથી રહિત. માનસિક ચિંતન-મનન એ મતિજ્ઞાન કહેવાય અને શબ્દાદિ સહિત ચિંતન-મનન એ શ્રુતજ્ઞાન કહેવાય. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન-મનન શ્રતગ્રન્થોની સહાયતા વિના કરે તો મતિજ્ઞાન કહેવાય અને શાસ્ત્રોની સહાયતાથી ચિંતનમનન કરે તો શ્રુતજ્ઞાન કહેવાય. એટલે માનસિક ચિંતન શબ્દોલ્લેખ સહિત હોય તો શ્રુતજ્ઞાન કહેવાય અને માનસિક ચિંતન શબ્દોલ્લેખરહિત હોય તો મતિજ્ઞાન કહેવાય. પ્રશ્ન- ૩ર “જૈન શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનીને કેવળીની ઉપમા કેમ આપી છે?” જવાબઃ- જૈન શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવળી કહ્યાં છે કારણ કે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીની દેશના કેવળજ્ઞાની જેવી જ હોય છે. એક બાજુ કેવળજ્ઞાની નિગોદાદિનું સ્વરૂપ સમજાવતા હોય અને બીજી બાજા સંપૂર્ણ શ્રુતજ્ઞાની નિગોદાદિનું સ્વરૂપ સમજાવતા હોય તો, તે વખતે કેવળજ્ઞાની કોણ છે? અને શ્રુતજ્ઞાની કોણ છે? એનો ભેદ વિશિષ્ટ જ્ઞાની સિવાય થઈ શકતો નથી. માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાનીની ઉપમા આપી છે. પ્રશ્ન - ૩૩ મહાવીરસ્વામીના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન ક્યાં સુધી રહ્યું?” જવાબ-મહાવીરસ્વામીના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન ૧૦00 વર્ષ સુધી રહ્યું. ત્યારપછી કાળક્રમે તે વિસ્તૃત થવા લાગ્યું. A. આત્મામાં જે અનંતજ્ઞાનનો પ્રકાશ છે. તે દીપકની જેમ સ્વ-પર પ્રકાશક છે. દીવો જેમ સ્વ અને પરવસ્તુને જણાવે છે. દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તેમ જ્ઞાન પોતાને અને અન્ય વસ્તુને જણાવે છે. જ્ઞાનને પોતાને જાણવામાં બીજા કોઇની જરૂર પડતી નથી. માટે જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે.
૨૪૮
For Private and Personal Use Only