Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi

View full book text
Previous | Next

Page 324
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેમ તીર્થકર ભગવંતો સૌભાગ્ય અને આદેયનામકર્મવાળા હોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીને પ્રિય લાગતા નથી. તેમનું વચન અહિતકારી લાગે છે. તેમાં અભવ્યો અને મિથ્યાત્વીનો દોષ છે, તેઓ ગાઢ મિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી તેમને તીર્થકર ભગવંત ઉપર દ્વેષભાવ થયા કરે છે. પ્રશ્ન- ૧૧૨ “વ્યવહારિક દૃષ્ટિએ અને નૈયિક દૃષ્ટિએ અંતરાયકર્મમાં શું તફાવત પડ્યો?” જવાબ-વ્યવહારિકનયથી અંતરાયકર્મ દાનાદિને યોગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી. જ્યારે નૈૠયિકનયથી અંતરાયકર્મ દાનાદિક કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી. વ્યવહારિક દષ્ટિએ અંતરાયકર્મના ક્ષયોપશમથી દાનાદિને યોગ્ય સાધન સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને નૈૠયિક દૃષ્ટિએ અંતરાયકર્મનાં યોપશમથી દાનાદિક કાર્ય કરવાના પરિણામ જાગૃત થાય છે. પ્રશ્નઃ - ૧૧૩ કર્મપ્રકૃતિમાંથી શુભ કેટલી છે અને અશુભ કેટલી છે? જવાબઃ- શાતાવેદનીય, દેવાયુ, મનુષ્પાયુ, તિર્યંચાયુ, દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકાદિ-પ શરીર, ૩ અંગોપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણાદિ.૧૧, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, ઉપવાત વિના પ્રત્યેક પ્રકૃતિ-૭ ત્રણ-૧૦ ઉચ્ચયોગ એમ કુલ ૬૯ શુભપ્રકૃતિ છે અને જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૯ અશાતા વેદનીય, મોહનીય-૨૮, નરકાયુ, તિર્યંચગતિ, નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ સિવાયના પ સંઘયણ, પ્રથમ સિવાયના-૫ સંસ્થાન, વર્ણાદિ-૯, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, સ્થાવર-૧૦, નીચગોત્ર, અંતરાય૫ એમ કુલ ૮૯ અશુભ કર્મપ્રકૃતિ છે. પ્રશ્ન - ૧૧૪ સિદ્ધભગવંતોને “આપવું”, “મેળવવું” વગેરે વ્યવહારિક પ્રવૃત્તિ હોતી નથી તો તેમને ક્ષાયિકદાનાદિલબ્ધિ વ્યર્થ થશે ને?” જવાબ-સિદ્ધ ભગવંતોને “આપવું” “મેળવવું વગેરે વ્યવહારિક પ્રવૃતિ હોતી નથી પણ નૈઋયિક દાનાદિ લબ્ધિ અવશ્ય હોય છે. જેમકે - (૧) સર્વ વસ્તુના ત્યાગ રૂપ દાન (૨) આત્મિકગુણની પ્રાપ્તિ રૂપ લાભ (૩) આત્મિકગુણના ભોગ-ઉપભોગ રૂપ ભોગ-ઉપભોગ તેમજ (૫) ૨૭૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338