Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi

View full book text
Previous | Next

Page 323
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવયવો અસંખ્યાત જીવયુક્ત કહ્યાં છે. પરંતુ તે મનુષ્યની જેમ અખંડ એક શરીરવાળા જણાય છે. તો તેમને પ્રત્યેક નામકર્મનો ઉદય કેમ કહી શકાય?કેમ કે દરેક જીવનું ભિન્ન ભિન્ન શરીર દેખાતું નથી.” જવાબ-આંબાદિ વૃક્ષનાં મૂલાદિકમાં રહેલા અસંખ્યાત જીવોમાં દરેકના શરીર જુદા જુદા છે. પરંતુ જેમ તલ સાંકળીમાં દરેક તલ જુદા જુદા હોવા છતાં સાકરની ચીકાશને કારણે બધા તલ એક પદાર્થમાં એકત્રિત થયેલા જણાય છે. તેમ આંબાદિ વૃક્ષના મૂલાદિકમાં દરેક જીવનાં શરીર જાદા જુદા હોવા છતા પ્રબળ રાગદ્વેષના પરિણામથી બંધાયેલ પ્રત્યેકનામકર્મના ઉદયથી તે સર્વ શરીરો પરસ્પર સંયુકત થયેલા છે. તેથી દરેક જીવનાં શરીર જુદા જુદા હોવા છતાં એક શરીર જેવું લાગે પ્રશ્ન:- ૧૦૯સાધારણનામકર્મના ઉદયવાળા એક શરીરધારી અનંતજીવોના જન્મ, મરણ અને શ્વાસોચ્છવાસ એકી સાથે અને એક સરખી રીતે થાય છે તેથી તે સર્વે જીવોનો કર્મબંધ પણ સરખો જ થાય ને? જવાબ:- એકશરીરધારી અનંતજીવો એક સરખો કર્મબંધ કરતા નથી. કારણ કે તે સર્વે જીવોનું ઔદારિક શરીર એક હોવા છતાં તેજસશરીર, કાર્મણશરીર અને આત્મિક પરિણામો (અધ્યવસાયો) જુદા જુદા હોય છે, તેથી તે દરેક જીવો એક સરખો કર્મબંધ કરતાં નથી. એટલે ત્યાંથી મરીને કોઈ જીવ બાદરપૃથ્વીકાયાદિમાં જન્મે છે. અને કોઈ જીવ પાછો ત્યાંને ત્યાં જ જન્મે છે. પ્રશ્ન ૧૧૦ - સૌભાગ્ય, આદેય અને યશનામકર્મમાં શું તફાવત છે? જવાબઃ- જે કર્મના ઉદયથી જીવે કોઇના ઉપર બીલકુલ ઉપકાર કર્યો હોવા છતાં સર્વલોકોને પ્રિય લાગે તે સુભગનામકર્મ. જે કર્મના ઉદયથી જીવનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોકો માન્ય કરે તે આદેયનામકર્મ. જે કર્મના ઉદયથી દાનાદિ કાર્યોથી જીવની પ્રશંસા થાય તે યશકીર્તિનામકર્મ. પ્રશ્ન :- ૧૧૧ તીર્થકર ભગવંતોને સૌભાગ્ય અને આદેયનામકર્મનો ઉદયહોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીઓ તેમના પ્રત્યે દ્વેષ કેમ કરે છે? જવાબ : જેમ સૂર્યનો પ્રકાશ ઘુવડ જોઈ શકતો નથી તેમાં ઘુવડનો દોષ છે. જ્યારે વરસાદ વરસે ત્યારે જવાસો સુકાય છે. તેમાં જવાસી વનસ્પતિનો દોષ ૨૭૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338