Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi

View full book text
Previous | Next

Page 325
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિકવીર્ય હોય છે. તેથી સિદ્ધ ભગવંતને ક્ષાયિક દાનાદિ લબ્ધિ વ્યર્થ નથી. પ્રશ્ન :- ૧૧૫ જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે તેનું શું કારણ? જવાબ :- જે જીવે કોઇના આંખ, કાન, નાક, હાથ, પગ કાપ્યા હોય કે ડામ દીધા હોય તે જીવ દર્શનાવરણીયકર્મને બાંધે છે. તેનો ઉદય થતાં જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે. પ્રશ્નઃ - ૧૧૬ “અશાતા વેદનીય કર્મબંધના કારણો દુઃખ શોકાદિ કહ્યાં છે તો કેશલુંચનાદિ વખતે જીવને દુઃખ થતું હોવાથી અશાતા વેદનીયને બાંધે ને?” જવાબ-અહીં ક્રોધાદિ કષાયના આવેશથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે અશાતા વેદનીયકર્મ બંધનું કારણ બને. પરંતુ કેશ લુચનાદિના દુઃખને, કે પૂર્વકૃત કર્મોદયથી આવી પડેલા દુઃખને અદ્યાત્મ પ્રેમી જીવો સમભાવે સહન કરતા હોવાથી તે વખતે ક્રોધાદિ કષાયનો આવેશ હોતો નથી પણ મનની પ્રસન્નતા હોય છે માટે અશાતા વેદનીયકર્મ બંધાતું નથી. પ્રશ્ન :- ૧૧૭ મિથ્યાત્વમોહનીય કર્મ શાનાથી બંધાય છે? જવાબ :- વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેનાથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, અથવા તીર્થંકરાદિની નિંદા કરવાથી મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય છે. પ્રશ્ન :- ૧૧૮ નીચગોત્રકર્મ શાનાથી બંધાય? જવાબ :- (૧) પોતાને પ્રાપ્ત થયેલી ઉત્તમજાતિ કે કુળનું અભિમાન કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. માતાના કુળને જાતિ કહેવાય. અને પિતાના કુળને “કુળ” કહેવાય. હરિકેશીએ પૂર્વભવમાં પોતાની જાતિનું અભિમાન કરીને નીચગોત્રકર્મ બાંધેલું તેથી પછીના ભવમાં તેને ચંડાલ તરીકે જન્મ લેવો પડ્યો. મરિચીએ પોતાના કુળનું અભિમાન કરીને નીચગોત્રકર્મ બાંધેલું તેથી તેમને છેલ્લે છેલ્લે ૨૭માં તીર્થંકરના ભવમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં વ્યાસી દિવસ રહેવું પડ્યું. (૨) બીજી વ્યક્તિના દોષ જોવાથી, નિંદા કરવાથી કે ખોટા આક્ષેપ કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. (૩) પોતાની પ્રશંસા કરવાથી, ધર્મીજનોની મશ્કરી કરવાથી, ધર્મીજનોને વેદીયા, ઢોંગી, ધરમના પૂંછડા વગેરે શબ્દો દ્વારા બોલાવવાથી કે સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રોને જોઈને દુર્ગછા કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. ૨૭૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338