Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi
Catalog link: https://jainqq.org/explore/020577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રથમ કર્મગ્રંથ આંખે પાટા જેવું www.kobatirth.org ક વિપાક અદિરા જેવું ઘાતી ક Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only સ્થાવર િ B રમ્યરેણુ ર જેવું રાજભંડારી જેવું Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ઝીંઝુવાડામંડન શાંતિનાથાય નમઃ શ્રી ભદ્ર-૩ૐકારસૂરિ ગુરુભ્યો નમઃ - પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા રચિત પ્રથમ કર્મગ્રંથ કર્મવિપક (કર્મબોધ પીઠીક, પ્રશ્નોત્તરી, ટીપ્પણ, ચિત્ર વિવેચન સહ) લેખિકા - સંપાદિકા : પૂ. સાધ્વીશ્રી સુવણ શ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી હર્ષગુણાશ્રીજી મ. સા. પ્રકાશક : શ્રી ૐકાર સાહિત્ય નિધિ C/o. પાર્થભક્તિનગર હાઇવે, ભીલડી (બનાસકાંઠા) For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથનું નામ : કિર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ) વિવેચન-ચિત્રો સહ લેખિકા : પૂ. સા. શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા | પૂ. સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. સા. વિ. સં. ૨૦૫૧, અષાઢ સુદ 9 બુધવાર, તા. પ-૭-૧૯૯૫. આવૃત્તિ પ્રથમ નકલ : ૨૦૦૦ મૂલ્ય : રૂ. ૭૫ - ૦૦ પાર્શ્વ ભક્તિનગર હાઇવે, ભીલડીયાજી તીર્થ પીન : ૩૮૫૫૩૦ (બ. કાં.) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. સુઘોષા કાર્યાલય શેખનો પાડો, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ મુદ્રક : “ભરત પ્રિન્ટરી,” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૩૮૭૯૬૪ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન NAYAA M , MUTAV रम्यास्य- दिव्यदीपस्य हेमज्योतिः सुहर्षदम् । स्यात्सदा भव्यलोकानां श्रीशङ्खेश्वर पार्श्व ! ते ||१|| , Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન रम्यास्य- दिव्यदीपस्य, हेमज्योतिः सुहर्षदम् । स्यात्सदा भव्यलोकानां, श्रीशळेश्वरपार्च ! ते ।।१।। For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ આ. ભ. શ્રીમદ્ અરવિન્દસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા તરફથ્રી આશીર્વચન સાધ્વીજી હર્ષગુણાશ્રીજીએ અપાર શ્રમ લઈને પ્રસ્તુત ગ્રન્થની વિવેચના લખી છે. મહાપુરુષોની પ્રસાદી સમા આવા ગ્રન્થોની વિશેષતાઓનો ખ્યાલ આવી વિવેચનાઓથી આવતો હોય છે. પ્રસ્તુત લેખન દ્વારા સાધ્વીજીએ ઊંડો સ્વાધ્યાય કર્યો છે. અભ્યાસી વાચકો આના વાચન દ્વારા સ્વાધ્યાયથી સ્વાનુભૂતિની યાત્રા પ્રારંભે એ જ મંગળ કામના. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય) ] અનેકાનેક વિચિત્રતા ને વિષમતાથી ભરેલો છે. આ સંસાર ક્યારેક હર્ષ તો ક્યારેક રુદન. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. ક્યારેક તડકો તો ક્યારેક છાયો. ક્યારેક પ્રસન્નતા તો ક્યારેક વિષાદ. ક્યારેક પ્રગતિ તો ક્યારેક અધોગતિ..... આવા આવા કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર ભાવો સંસારમાં સર્વત્ર નજરે પડે છે. એનું મૂળ કારણ છે કે તે જીવોના તે તે કર્મો.. કયા કયા કર્મોથી આવા ભાવોનો પ્રભાવ આપણા જીવનમાં અસર કર્તા બની રહે છે, તે જાણવા-સમજવા માટે અત્યંત ઉપયોગી પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે કર્મ વિપાક. વિપાકોની સમજણ આપતું આ પુસ્તક પૂજ્ય સાધ્વી શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય સાધ્વી શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ. બા.મ.)ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજીએ ભારે જહેમત અને ખંતપૂર્વક તૈયાર કર્યું છે... બીજું પુસ્તક કર્મસ્તવ પણ છપાઈ રહ્યું છે. પ્રથમ કર્મગ્રંથ પર સુવિસ્તૃત વિવેચન જેમાં છે એવા આ ‘કર્મવિપાક પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ૩ૐ કારસૂરીશ્વરજી મહારાજાની પાવન સ્મૃતિમાં “ૐકારસાહિત્યનિધિદ્વારા અમે થોડા સમય પૂર્વે ગ્રંથપ્રકાશન કાર્યનો પ્રારંભ કર્યો. અને ટૂંકાગાળામાં અમે સુંદર સાહિત્ય સેવા કરવા સમર્થ બન્યા છીએ. ૪ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂ. આ.ભગવંતશ્રી અરવિંદસૂરિજી મ. સા. અને પૂ. આ. ભ. શ્રી યશોવજિયસૂરિજી મ.સા.નું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી ઝીંઝુવાડા તથા શ્રી સાંચોર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના જ્ઞાનખાતામાંથી રકમ મળી છે. અમે તેઓશ્રીનો આભાર માનીએ છીએ.... Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાન્તે પૂ. સા.શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. દ્વારા આવા તાત્ત્વિક પુસ્તકો લખાય અને અમને પ્રકાશનનો લાભ મળતો રહે એજ મંગલકામના. કર્મગ્રંથના અભ્યાસીઓ સુંદર સ્વાધ્યાય કરી કર્મની ગ્રંથીઓથી મુક્ત થવાનો માર્ગ મેળવે એજ અભિલાષા.... સ્થળ : શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, પાર્થભક્તિનગર, હાઈવે ભીલયાડીજી, જિ. બનાસકાંઠા 圆 (તા. કે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી ક૨વી....) ૫ લિ. ૐકાર સાહિત્યનિધિ ટ્રસ્ટીગણ... For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્પણ ચહેરા પરથી નિરંતર વહેતી આરાધનાની અમીધારા હૈયામાંથી સતત ઝરતું વાત્સલ્યઝરણું રોમે રોમથી પ્રગટતા તીવ્ર તપસ્યાનાં અનુપમ તેજ... કોમલ હાથમાં નૃત્ય કરતી સદાય સંગાથિની જપમાળા.. નયનોમાંથી વરસતાં સહુ પ્રત્યેનાં સ્નેહ ફુવારા. પરમોપકારી, માતૃહૃદયી, વાત્સલ્યવીરડી... અનેક શિષ્યાના સૌભાગ્યમણી સમા પૂ. ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. સા. આપ સિધુ, અમે બિન્દુ આપ સરોવર, અમે હંસ આપ વેલ, અમે ફૂલ આપ પુષ્પ, અમે પરાગ આપે સિંચેલું આપથી જ પાંગરેલું આપના પરમ પાવન કર કમલે અહોભાવે અર્પણ -કૃપાકાંક્ષી રમ્મણ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સંપાદકીયા કર્મ નચાવે તિમહિ જ નાચત....” ભવમંડપમાં રે નાટક નાચીયો..” માત્ર અઢી જ અક્ષરના આ શબ્દનો પ્રભાવ કેટલો વિસ્તૃત છે તેની પ્રતીતિ પૂ. શ્રી માનવિજયજી ઉપાધ્યાજીએ તથા પૂ. ઉપાધ્યાજી શ્રી વિનયવિજયજી મ. સા. એ સરળ ગુજરાતીમાં ઉપરની પંક્તિમાં કરાવી છે. શબ્દથી અલ્પ કાર્યથી અનલ્પ એવું આ કર્મ સમસ્ત સંસારી જીવો સાથે અનાદિથી અતૂટ નાતો ધરાવે છે. જીવના ઐશ્વર્યને એને જાણે બાનમાં લીધું છે. વ્યવહારમાં આવતી દુનિયાની મોટાભાગની ચીજોને સમજી પણ શકાય ને અનુભવી પણ શકાય ને કદાચ અનુભવવી શકય ન બની શકે તો સમજી તો શકાય. પરંતુ આધ્યાત્મિક જગતમાં આ કર્મ માટે એવી એક ખૂબી સર્જાઈ છે કે અનુભવવાં છતાં પૂરેપૂરું સમજી શકાતું નથી. ને એટલે જ કર્મના ગહન વિપાકોમાંથી કાંઈક તો તેના વિષે સમજવું રહ્યું. આ ગણત્રીને નજર સમક્ષ રાખી કર્મસિદ્ધાન્ત વિષે ઘણાં ઘણાં વિદ્વાન પૂજ્યોએ ઘણું ઘણું લખ્યું છે. પ્રભુકૃપાએ અને પૂજ્યશ્રીનાં આશિષે એનો અભ્યાસ કરતાં કરતાં ફુરણા થઈ કે હું પણ સિધુમાંથી બિન્દુનાં લેશ તુલ્ય કાંઈક લખું ! રોપાયું સંકલ્પનું બીજ અને સિંચાયા પ્રેરણાના પીયૂષ.... ને છેવટ અંકુરિત જ નહીં પુષ્પિત થયાં એ પ્રકાશનનાં સોણલાં. કર્મજ્ઞાન પિપાસુ વર્ગ સમક્ષ પ્રસ્તુત પુસ્તક મૂકતાં અંતર અત્યંત આનંદ અનુભવે છે. પુસ્તક પ્રકાશનની પૂર્વવેળાએ ઉપકારીઓનાં ઉપકારને યાદ કરતાં દિવ્યાશીષદાતા યુગમહર્ષિ - સંઘસ્થવિર પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા સંઘ એકતા શિલ્પી સંયમરત્નદાતા પૂજ્યપાદ આ. ભગવંતશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા. અપ્રમત્તયોગી નિઃસ્પૃહી પૂજ્યપાદ આ.ભગવંતશ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા તથા પરમવાત્સલ્યસિન્ધપ્રસન્નતાનાં પાયોનિધિપ્રેરણાદાતા પૂ.ગુરુદેવશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા તથા કર્મસિદ્ધાંતનિપુણ દૃષ્ટિતલે સંપૂર્ણ મેટરને For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરપેક્ષભાવે ભિન્ન ભિન્ન જવાબદારી વચ્ચે પણ સાઘત તપાસી ક્ષતિ રહિત કરનાર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કુલચંદ્રવિજયજી મહારાજા.. તથા પુસ્તક લેખનમાં ઉપયોગી પુસ્તકોને તાત્કાલિક પ્રાપ્ત કરી આપવા તથા પ્રેસ આદિનાં કામકાજમાં પણ જેઓશ્રીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે, એવા પૂજ્ય પંન્યાસશ્રી મુનિચંદ્રવિજયજી મ. સા. તથા સુંદરતમ સંસ્કારનું ચિંતન. સદ્ગુરુદેવોનો સમાગમ-શાસ્ત્ર સ્વાધ્યાયાદિનાં વૈરાગ્યપોષક નિમિત્તોનાં દાન દ્વારા જીવનબાગમાં સંયમની શ્રેષ્ઠ હરિયાળી સર્જાવી છે એવા પરમ તપસ્વી પૂજનીય પિતા મુનિરાજશ્રી ચન્દ્રયશવિજયજી મ. સા. તથા સાઈઝ-પોઈન્ટ, આર્ટિસ્ટ વિગેરેનાં યથાયોગ્ય સૂચનો સાથે પ્રસ્તુત પુસ્તકની તમામ જવાબદારી શિરે લીધી છે એવા બધુ મુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ. સા., પૂ. મહાયશવિજયજી મ. સા. ૯૩-૯૩ વર્ષની જૈફવયે પણ એક ટેકો આપવા જેટલો પણ પ્રમાદ સેવ્યો નથી એવા અપ્રમત્તતાના અવતારસમા પ્રવર્તિની પદે વિરાજમાન વયોવૃદ્ધસ્થવિરા દાદી ગુરુણીજી શ્રી મનકશ્રીજી મ. સા. જેઓશ્રીની હેતભરી હૂંફાળી ગોદમાં આ પુસ્તકનું આલેખન થયું. વાત્સલ્યની ગંગોત્રી સમા પરમ તપસ્વિની પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. સા. માત્ર જન્મદાત્રી જ નહીં સુસંસ્કારોનાં દાન દ્વારા જીવનદાત્રી, સંયમદાત્રી એમ ત્રિવેણી ઉપકારનાં આરે ઊભેલાં, આશિષ અમૃતથી છલકાતું અંતર મુકામનો તમામ કાર્યભાર પોતાના શિરે લઈ લેખન માટેની તમામ સુવિધા આપનાર અસીમોપકારી ગુરુમાતાશ્રી પૂ. રમ્યગુણાશ્રીજી મ. સા. આદિ પૂજ્યોનાં પાવન પાદપધમાં ભાવભીની વંદનાવલિ.... લેખનપૂર્વે જેમને અભ્યાસ કરાવ્યો અને લેખન બાદ સંપૂર્ણ મેટર ચિત્રો વિગેરેનું સૂક્ષ્માવલોકન કરી આપ્યું એવા પ્રાધ્યાપકશ્રી ચંદ્રકાંતભાઈ તથા અમારા બિન અનુભવી મેટરમાં ઘણી ઘણી લેખન ક્ષતિઓને સુધારીને ભારે જહેમત ઉઠાવીને કંટાળ્યા વિના પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય આપનાર ભરત પ્રિન્ટરીને કેમ ભૂલી શકાય? પ્રાન્ત -પુસ્તક લેખનમાં શ્રી વીતરાગપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ તથા કર્મગ્રંથના રચયિતા પૂજ્યપાદ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ક્ષમાયાચના.....“ મિચ્છામિ દુક્કડમ્'.. - અજ્ઞતા તથા છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાનું પૂજ્યોએ સુધારવી એટલી વિજ્ઞપ્તિ સાથે વિરમું છું. -કૃપાકાંક્ષી રમ્યરેણુ. For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . Yksie SE - MAS 9. WWW For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! ! ! I ! ! ! ! ' ! , ' ', ' ', ' , ' , ' ', ' ' ' 'ક, 'f ' ,'' /1 , , ' ય છે, કેમ ' ' કે, ' // } } $ ', ' '' '' , વાદના ની ભSિ * શ્રી ક ફાર . - વિદરિ . , શો શ્રી થક આ વિજળ્યું , પ. હી.. ની For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખર સૂરીશ્વરેભ્યો નમ: નમ: વિલક્ષણ બેન્કઃ કર્મ... • સમસ્ત વિશ્વવ્યાપી છે એક “બેન્ક”.... • ખૂબજ ન્યારી અને ખૂબજ નિરાળી.... • લેણુમાફ કરવા બેસે ત્યારે “ઉદારતા”“દયાળુતા” પણ એવી.... • લેણુ વસુલ કરવા બેસે ત્યારે “કૂરતા”“કઠોરતા” પણ એવી.... • પોતાની પાસે જમા-ઉદ્ધારની કોઈ નોંધ રાખે નહીં.... • પાસબુકો ખાતેદાર પાસે જ રહે.... • ખાતેદારે સ્વયં એમાં જમા-ઉદ્ધારની નોંધ કરવાની..... • આની વિશિષ્ટતા એ જ છે કે, બીજાના ખાતે જમા થયેલી રકમ પોતાના ખાતે જમા કરી શકે.છતાં બીજાના જમા ખાતેથી એ ઓછી ન થાય અને બીજાના ખાતે ઉધારાયેલી રકમ પોતાના ખાતે ઉધારી પણ શકે છતાં બીજાના ખાતે ઉધારાયેલી રકમ ઓછી ન થાય.... • પોતાના ખાતે કો'કનવી રકમ જમા કરાવો એટલે જુની ઉદ્ધારાયેલી રકમમાંથી કેટલીક રકમ જમામાં ટ્રાન્સફર થઈ જાય. એ જ રીતે, નવી રકમ ઉદ્ધારતી વખતે જૂનીજમારકમમાંથી કેટલીક રકમઉદ્ધારમાં ટ્રાન્સફર થઈ જાય. જે કાંઈ રકમો ઉદ્ધારાઈ હોય તે ખાતેદાર ચાહે તો ભૂંસી શકે....પણ એને ભૂંસતા આવડવું જોઈએ...તો ઉદ્ધાર પાસાની બધી જનોંધ ગાયબ થઈ જાય. બીજી રીતે કહીએ તો આ બેન્ક જ સામેથી ખાતેદારોને કહે છે કે માત્ર પાંચ-પચ્ચીશ હજારની રકમ નહીં પણ કરોડો કે અબજોની રકમ અમારે લેણી નીકળતી હશે તો પણ જ્યાં સુધી એ Due નહીં થાય. અને બેંક વસુલાત કરવાનું ચાલુ નહીં કરે ત્યાં સુધીમાં ખાતેદાર જો યોગ્ય રીતે અરજી કરે તો ભારે ઉદારતાપૂર્વક બેંક એ બધું લેણું માફ કરી દેશે... એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. પણ જો ખાતેદાર એ કરવામાં નિષ્ફળ રહે અને બેંક વસુલાત ચાલુ કરી દે. તો પછી એક પાઈ પણ માફ કરવામાં નહીં આવે પૂરેપૂરા લેણાની વસુલાત માટે જે કાંઈ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઠોરતા, કડકાઈ, ક્રૂરતા અપનાવવા પડે, એ બધુંજ આ બેંક અપનાવી શકે છે. ખાતેદારને એક નહીં.... અનેક કરુણ મોત આવે તો પણ આ બેંક જરાય દયા દાખવતી નથી... દાખવશે પણ નહીં. હવે આપણે પણ આવી બેન્કના એકાઉંટ હોલ્ડર હોઈએ તો શું કરીએ... આ “નોખી અને સાવ “અનોખી” બેંકનું નામ છે “કર્મસત્તા...” સંસારના સમસ્ત જીવો એના ખાતેદાર છે. ખાતુ ખોલાવવા માટે કોઈ ફોર્મ ભરવાનું નહીં. કે, કોઈની ભલામણની જરૂર નહીં, કારણ કે કોઈએ ખાતુ ખોલાવ્યું જ નથી અનાદિકાળથી બધા ખાતેદાર જ છે. • ખાતેદારે જ બધી નોંધ કરવાની... “જે કાંઈ સારું કામ કર્યું એ આત્માની પાસબુકમાં પુણ્યરૂપે જમા થઈ ગયું” અને “જે કાંઈ ગલત પ્રવૃત્તિ કરી તે પાપરૂપે ઉદ્ધારાઈ જાય”. • “બીજાઓ સુકૃત કરીને જે કાંઈ પોતાના ખાતે જમા કરાવે....એને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં જમા પણ કરી શકે.” અને “બીજાઓ હિંસા વગેરે પાપકરીને જે કાંઈ પોતાના ખાતે ઉદ્ધારે એને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં પણ ઉદ્ધારી શકે.” • જ્ઞાનીઓ કહે છે કે જીવ શુભભાવમાં રહીને જયારે શાતા વેદનીય વગેરે પુણ્યકર્મ બાંધે છે ત્યારે પૂર્વે અશુભભાવથી બાંધેલું અશાતા વેદનીય વગેરે કેટલુંક પાપકર્મ પણશતાવેદનીય વગેરે પુણ્યકર્મમાં ટ્રાન્સફર થઈ જાય છે. • હિંસા વગેરે દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા બંધાયેલા પાપો તરત ઉદયમાં નથી આવતા... એટલે કર્મસત્તા નામની બેંક જીવને એક ચાન્સ એ આપે છે. જો એ વસુલાત ચાલુ થવા પૂર્વે પશ્ચાત્તાપ પૂર્વક આલોચના,પ્રાયશ્ચિત્ત રૂપે જીવ અરજી કરે તો આકર્મસત્તાની બેન્કએનું બધું દેવું માફ કરી દે છે. પણ જો જીવનફિકરો બની આ બાબતની ઉપેક્ષા દાખવે છે, તો આબેંકજીવની કલ્પના પણ ન હોય એટલી કડક રીતે પઠાણી વ્યાજ સાથે પાઈએ પાઈની વસુલાત કરે છે. જીવનાવિવિધ પ્રકારના સુખ પર ટાંચ આવે ને આફતોની વણઝાર ઉતરી પડે... અને તેથી જીવ રોવા બેસે, આકંદન કરે, કરુણવિલાપ કરે, આ પદ્ધતિથી થતી વસુલીમાંથી પોતાને મુક્ત કરવા હવે ગમે તેટલું કરગરે... આજીજી કરે દીનતા દાખવે... પણ કશું જ વળતું નથી. તે વખતે ભારે મજબૂરીથી પણ બધો જ હિસાબ ચો કરવો પડે છે.. ૧૦ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • આ જીવડો પણ આજની ભારત સરકાર જેવો જ મૂઢ છે. આજની સરકાર લોન અને લોનના વ્યાજની ચૂકવણી માટે નવું મોટું દેવું કરતી રહે છે. તેમ આ જીવડો જુનો હિસાબ ચોખ્ખો કરતા કરતા ભારે હાયવોય વગેરે કરીને નવું ગંજાવર દેવું ઉભું કરી દે છે. એટલે અનાદિકાળથી “દેવું”, “કડક વસુલાત”, નવું દેવું” આ પરંપરા ચાલતી જ રહે છે... • સાવ ચિત્ર અને વિચિત્ર જણાતી આ “કર્મસત્તા નામની બેન્કના આપણે સહુ પણ એકાઉન્ટ હોલ્ડરો જ છીએ.”બેન્કની ઉદારતાનો લાભ ઉઠાવી લેવો કે અનાદિકાળથી એની કઠોરતાનો ભોગ બની રહ્યા છીએ એ જ પરંપરા ચાલુ રાખવી આપણી મરજીની વાત છે. • જેઓ બેન્કની કરૂણાનો લાભ ઉઠાવતા શીખી જાય છે તેઓ એ દ્વારા ક્રમશઃ એક દિવસ બધોજ હિસાબ ચૂક્ત કરી દે છે ને એ જ ક્ષણે એનું ખાતુ ક્લોઝ થઈ જાય છે. ને જીવ કર્મ બેંકના ક્રૂર સકંજામાંથી મુક્ત થાય છે. આવી નિરાળી બેન્કના ખાતેદાર હોવું એ અનિચ્છનીય છે કે જેથી એમાંથી મુક્ત થવાની વાત કરો છો? • હા... અત્યંત અનિચ્છનીય છે. આ બન્ને કાંઈ મફતમાં જીવોને પોતાના ખાતેદાર નથી બનાવી દીધા... “જીવના અનંત સુખને ડીપોઝીટ તરીકે રાખીને ખાતેદાર બનાવ્યા છે.” એટલે તો આગળ કહી ગયા કે અરે કોઈની ભલામણ ચીઠ્ઠી પણ માંગતી નથી. અબજો રૂપિયાથી પણ જેનું મૂલ્યાંકન ન થઈ શકે એવી પોતાની કેવળજ્ઞાન, શાશ્વત સુખ વગેરે મૂડી જીવે ડીપોઝીટ કરાવી રાખી હોય પછી બેંક અન્યની ભલામણ માંગે પણ શા માટે? • આટલી જંગી બેલેન્સની સામે આ બેન્ક જીવને જે ક્રેડીટ આપે છે એનો વિચાર જો કરવામાં આવે તો જીવડાની મૂર્ખામી ભાસ્યા વગર ન રહે... અબજોની સામે ખાલી પાંચ-પચ્ચીસ રૂપિયા જેટલી લોન પણ આ બેન્ક સીધે સીધી નથી આપતી. એના કાંઈક સુકૃતને ગીરવે મુકાવીને જ આપે છે. અને પાછી એ પાંચ-પચ્ચીસ રૂપિયાની વસુલાત કેવી રીતે કરે છે? જાણવું છે? મારુંશાશ્વત સુખબેંકમાંબેલેન્સપડેલું છે.-ડીપોઝીટરૂપે રહેલું છે. મારે એ પોતાનું (આત્મિક)સુખનઉપાડવું જોઈએ=માણવું જોઈએ આવાતને આજીવડો સાવભૂલી ગયો છે. ગમારછેને?વળી,આબેન્કને આમહત્ત્વની વાત ભૂલાયેલી રહે એમાં જ રસ છે, એટલે પછી જીવડો પૌદ્ગલિક સુખ માટે બેન્ક પાસે હાથ લંબાવે છે. ૧૧ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંભૂતિમુનિએ આત્મિક સુખ માંગી લેવાને બદલેચક્રવર્તીના સ્ત્રીરત્નનું પૌદ્ગલિક સુખ માંગ્યું.. બેન્કે કહ્યું.. લોન એમ ને એમ નહી મળે...ગીરવે શું મૂકે છે? • બેન્કની દાદાગીરી તો જુઓ...શાશ્વત સુખ દબાવીને બેઠી છે એને યાદ પણ નથી કરતી. અને આ જીવડો થોડું પણ માંગે તો પૂછે છે કે બોલ ગીરવે શું મૂકે છે? અને આ બેન્કની કુટિલતા પણ કેવી છે કે એ જે સુકૃતને ગીરો તરીકે લે છે એ, લોનની વસુલાત કર્યા પછી પણ પાછી આપવાની તો વાત જ નથી કરતો. • સંભૂતિમુનિએ નિર્મળ સંયમ પાલન, અભૂત ત્યાગ, કઠોર તપશ્ચર્યા,દીર્ઘકાલીન જ્ઞાન- ધ્યાનની સાધના... આ બધું જ ગીરવે મૂક્યું થોડા વર્ષો માટે લોન મળી ગઈ. અને પછી વસુલાત શરૂ કરી. વસુલાત પેઠે બે આંખો જ લઈ લીધી. એટલું જ નહીં છ ખંડનું સામ્રાજ્ય છીનવી લીધું અતિદુર્લભ એવુ મનુષ્યપણું ઝુટવી લીધું અને ૩૩ સાગરોપમના જંગી કાળસુધી હવા પાણીનું સુખ પણ ન માણી શકે એવા બેહાલ કરી દીધા. • રૂપસેને સુનંદાના રૂપદર્શનના સુખની લોન માંગી... અને વસુલાત માટે સાત સાત ભવ કરવા પડ્યા દરેક વખતે અકાળે મરવું પડ્યું.. • આર્યમંગુએ સ્વાદનો આસ્વાદ માંગવાનું કર્યું... અને વસુલાત માટે વૈમાનિક દેવલોકની અદભૂત સમૃદ્ધિ છીનવાઈ ગઈ... નગરની દુર્ગધ ભરેલી ગટરના અધિષ્ઠાયક યક્ષ બનવું પડ્યું. મરીચિએ કુલના અહંકારનું સુખ માંગી લીધું... અને વસુલાત માટે નીચકુળમાં ઉત્પન્ન થવું પડ્યું...એ પણ ચૂકવણી કરતાં કરતાં થોડું બાકી રહી ગયું એટલે પ્રભુ મહાવીરના ભવમાં ૮૨ દિવસ સુધી નીચ કુલમાં રહેવું પડ્યું. આ બેન્ક તો કહે છે કે અનંતકાળે થનાર અચ્છેરું મને માન્ય છે, પણ દેવાનો હાથી નીકળી ગયો છે માત્ર પુછડું રહી ગયું છે એટલું પણ માફ કરી દેવું મને માન્ય નથી.” • શું એમ નથી લાગતું કે આ બેન્કની ચૂંગાલમાંથી શીધ્રાતિશીધ્ર છૂટી જવું જોઈએ? જો કર્મસત્તા નામની બેન્કમાંથી છૂટવું હોય તો એ બેન્કનાં બધા કારનામાં જાણવા જોઈએ. એ બેન્કે જીવડાની કેવી કેવી લખલૂંટ સમૃદ્ધિ જપ્ત કરી લીધી છે, એ સમજવું જોઈએ. વસુલાત કરવાની એની વિવિધ નિર્દય પદ્ધતિઓને પિછાણી લેવી જોઈએ. ૧૨ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન-વચન અને કાયાની કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાથી શાતાવેદનીય વગેરે શુભનામકર્મ રૂપે શું શું જમા થાય છે? અને એનાથી વિપરીત કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાથી અશાતાવેદનીયાદિ અશુભનામ કમરૂપે શું શું ઉદ્ધાર થાય છે? આ જમા કે ઉધાર થયેલી રકમમાં શી રીતે ફેરફાર થાય છે ? છેવટે “આ બેન્કની ભેદી” જાળમાંથી છૂટકારો મેળવવા માટે શું કરવું જોઈએ ? એ બાબતોને ઝીણવટથી સમજાવતું વિશાળ કર્મસાહિત્ય આજે પણ આપણા પર અપરંપાર ઉપકાર કરી રહ્યું છે. • જૈનાગમમાં કર્મ સાહિત્યને “હૃદય”ની ઉપમા આપવામાં આવી છે. “જેમ શરીરમાં મહત્ત્વનું અંગ હૃદય છે. તેમ જૈનાગમમાં મહત્ત્વનો વિષય કર્મશાસ્ત્ર છે.”ચૌદ પૂર્વમાં બીજા અગ્રાયણીયપૂર્વને “કર્મપ્રાભૃત”નામનો એક વિભાગ કર્મવિષયક હતો. તેમજ આઠમું “કર્મપ્રવાદ પૂર્વ મુખ્યતયા કર્મવિષયક હતું એ પૂર્વોમાંથી ઉદ્ભત “કર્મપયડી”, “પંચસંગ્રહ”, “સપ્તતિકા”, “પ્રાચીન છ કર્મગ્રન્થ”વગેરે આજે પણ વિદ્યમાન છે. જેના પર વિવિધ ગ્રન્થકારોએ ભાષ્ય, ચૂર્ણિ, ટીકા કે ટીપ્પણ વગેરે કર્મસાહિત્ય રચેલું છે. તદુપરાંત “સાર્ધશતક', “મન સ્થિરીકરણ પ્રકરણ”, “સંસ્કૃત ચાર કર્મગ્રન્થ”, “ભાવ પ્રકરણ”, “બંધહેતુદયત્રિભંગી”, “બન્યોદયસત્તા પ્રકરણ”, “કર્મસંવેધભંગ પ્રકરણ”, “ભૂયસ્કારાદિવિચારપ્રકરણ”વગેરે ગ્રન્થો કર્મ અંગે વિશદ પ્રકાશ ફેલાવી રહ્યા છે. દિગમ્બર સંપ્રદાયમાં પણ “કષાયપ્રાભૃત”, “પખંડાગમ્”, “ગોમાસાર”, “લબ્ધિસાર”, “ક્ષપણાસાર”, “પંચસંગ્રહ''વ.કર્મવિષયક સાહિત્યવિદ્યમાન છે. શ્રી ગર્ગષિમુનિ વગેરે વિવિધ ગ્રન્થકારોએ ક્રમશઃ (૧) “કર્મવિપાક", (૨) “કર્મસ્તવમાં, (૩) “બન્ધસ્વામિત્વ”, (૪) “ષડશીતિ”, (૫) “શતક” અને (૬) “સપ્તતિકા”નામે પ્રાચીન છ કર્મગ્રન્થની રચના કરી છે. તેમાંથી ઉદ્ધત, તે જ વિષયને સરળભાષામાં જણાવતા અર્વાચીન પાંચ કર્મગ્રન્થની રચના પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ કરી છે. ગ્રન્થકર્તાનો પરિચય :પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ના ગુરુજીનું નામ “શ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજા” હતું. તેઓ સવિશેષ તપ આચરતા હોવાથી, તેઓના તપ પ્રભાવથી પ્રસન્ન થયેલા ચિત્તોડના મહારાજા જૈત્રસિંહે તેઓને “તપા” બિરૂદ આપ્યું હતું. ત્યારથી આ ગચ્છ “તપાગચ્છ”ના નામે પ્રસિદ્ધિ પામ્યો, વિક્રમની ૧૩ કે ૧૪ મી સદીમાં ગ્રન્થકારશ્રી દેવેન્દ્રસૂરિમહારાજાએ ૧૩ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપજ્ઞટીકા સહિત કર્મવિપાકાદિ ૫ કર્મગ્રન્થની રચના કરી. તેઓનું “ચંદ્રકુલ” હતું. વિક્રમસંવત “૧૩૨૭માં ગ્રન્થકર્તા સ્વર્ગવાસી થયા છે. તેઓએ આ પાંચ કર્મગ્રન્થ ઉપરાંત શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ, સિદ્ધ પંચાશિકાવૃત્તિ, સુદર્શન ચરિત્ર વગેરે અનેક ગ્રન્થોની રચના કરી છે. તેમને બનાવેલી ટીકા વગેરેનું સંશોધન વિદ્વત્ન શ્રી“ધર્મકીર્તિસૂરિજી મ.”તથા શ્રી“વિદ્યાનંદસૂરિજી મ.”એ કર્યું છે. કર્મવિપાકાદિ ૫ કર્મગ્રન્થ ઉપર થઈને ૨૯૫૮ શ્લોક પ્રમાણ શ્રી મુનિશેખરસૂરજીિએ ટીકા બનાવી છે. અને ૫૪૦૭ શ્લોક પ્રમાણ આ૦ ગુણરત્નસૂરીજીએટીકા બનાવી છે. તથા શ્રી કમલસંયમ ઉપાધ્યાયજીએ માત્ર કર્મસ્તવ ઉપર ૧૫૦ શ્લોક પ્રમાણ વિવરણ લખેલ છે. તેમજ ત્રણ બાલાવબોધ ક્રમશઃ શ્રી જયસોમસૂરિજી મ. આઈશ્રીમતિચન્દ્રસૂરિજી મ.તથાજીવવિજયજી મ.દ્વારાલખાયેલા છે. છેલ્લે છેલ્લે સિદ્ધાન્ત મહોદધિ સ્વ. “પૂજય આચાર્યદેવશ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા”ની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓશ્રીના શિષ્ય -પ્રશિષ્યાદિએ “બન્ધવિહાણમહાગ્રન્થ” તથા “ખવરસેઢી”, “ઉવસમસેઢી” વગેરે મૂળગ્રન્યો પ્રાકૃતમાં અને એના વિસ્તૃત વિવેચન ગ્રન્થો સંસ્કૃતમાં રચ્યા છે. કર્મવિષયક આવિશાળ “શ્રુતસાગર”માં પ્રવેશ માટે “કર્મવિપાકનામા પ્રથમ કર્મગ્રન્થ” એ નાવ સમાન છે. આ ગ્રન્થનું મહત્ત્વ, આજ સુધીમાં એના પર સંસ્કૃત અને ગુજરાતી વગેરે ભાષામાં જે અનેક વિવેચનો લખાયા છે, એ જ દર્શાવી દે છે. અભ્રકને જેટલી પુટ મળે એટલા એના ઔષધીય ગુણો ખીલતા જાય છે. એમ આ કર્મગ્રન્થ એવો વિષય છે કે એના પર જેટલું વધુને વધુ ખેડાણ થાય એટલો એ વધુ સ્પષ્ટ થતો જાય.. એ ન્યાયને અનુસાર તથા મન્દમતિ જીવો પર કંઈક પણ ઉપકાર થાય અને પોતાનો સ્વાધ્યાય થાય તદર્થ વિદુષી સાધ્વીશ્રી હર્ષગુણાશ્રીજીએ પણ આ પ્રથમ કર્મગ્રન્થ પર ભારે પરિશ્રમ ઉઠાવીને એક સુંદર વિવેચન ગુજરાતી ભાષામાં તૈયાર કર્યું છે. જે આ પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યું છે. “તે તે દરેક પારિભાષિક વિષયની વધુમાં વધુ અને સરળમાં સરળ સ્પષ્ટ સમજણ આપી દઉં.” આવી એમના દિલની લાગણી ઠેર ઠેર વ્યક્ત થયા વિના રહેતી નથી.' પ્રકૃતિ, અવિદ્યા, વાસના, ધર્મ-અધર્મ વગેરે શબ્દોથી અન્યદર્શનકારોએ પણ જે “કર્મ” નામના તત્ત્વને માન્યતા આપી છે. તેના અગાધજ્ઞાનના અખૂટ ખજાનાસમાં કર્મ સાહિત્યમાં પ્રવેશ કરવા માટે પ્રસ્તુત પ્રકાશનનો ઉપયોગ કરી સૌ કોઈ જિજ્ઞાસુ તેમના પુરુષાર્થને સફળતા બક્ષે એવી વિનંતી સાથે.... ૧૪ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય કર્મબોધપીઠિકા કર્મવિપાકગ્રન્થ મંગલાચરણ અનુબંધ ચતુષ્ટય કર્મ શબ્દનો અર્થ કર્મબંધનું સ્વરૂપ કર્મબંધના હેતુ જીવ અને કર્મનો સંબંધ કર્મમાં મૂર્તત્વની સિદ્ધિ કર્મનો વિયોગ કર્મબંધના-૪ પ્રકાર લાડુના દૃષ્ટાંતથી પ્રકૃતિબંધાદિની સમજુતિ જીવનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ ૮ કર્મના ક્રમનું પ્રયોજન જ્ઞાન પ્રકરણ મતિજ્ઞાનાદિ-પનું સ્વરૂપ કેવળશબ્દનો ભિન્ન ભિન્ન અર્થ કેટકુટયાધાવરણ રૂપ મત્યાદિક્ષાયો૦ જ્ઞાનની સમજુતિ જ્ઞાનના ક્રમનું પ્રયોજન અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન શ્રુતનિશ્રિતમતિજ્ઞાન વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહાદિ ઇહા-અપાય-ધારણા www.kobatirth.org વિષયાનુક્રમ પૃષ્ઠ વિષય ૧થી૧૯ | મતિજ્ઞાનના-૩૪૦ ભેદ Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી મતિજ્ઞાન-૪ ૨૦ પ્રકારે ૭૧ ૨૧ | શ્રુતજ્ઞાનના-૧૪ પ્રકાર ૭૨ ૨૫ | શ્રુતજ્ઞાનના-૨૦ પ્રકાર ८० ૨૫ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શ્રુતજ્ઞાન-૪ પ્રકારે૮૩ ૨૬ | અવધિજ્ઞાનના ભેદ ૮૪ ૨૭ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અવધિજ્ઞાન-૪ પ્રકારે ૮૭ ८८ ૨૮ | મન:પર્યવજ્ઞાનના ભેદ ૨૯ | દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ૩૦ | મન:પર્યવજ્ઞાન-૪ પ્રકારે શાનના ૫૧ ભેદનું યંત્ર ૩૨ | કર્મવિપાક ૩૫ | જ્ઞાનાવરણીય કર્મ ૪૦ | દર્શનાવરણીય કર્મ નિદ્રાપંચક ૪૨ | વેદનીય કર્મ ૪૬ મોહનીય કર્મ ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ૪૮ | એકસ્થાનકાદિ રસની સમજુતિ ૫૦ | કોદ્રવ સરખું દર્શન મોહનીય ૫૨ | સમ્યક્ત્વનું લક્ષણ પર સદૃષ્ટાંત અવગ્રહાદિનીસમજુતિ ૬૧ મતિજ્ઞાનના ૨૮ ભેદ શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના-૬૦ ભેદ સમ્યક્ત્વના-૬ પ્રકાર ૫૩ મિશ્રમોહનીયનું સ્વરૂપ ૫૮ | મિથ્યાત્વમોહનીયનું સ્વરૂપ ૫૯ | ચારિત્ર મોહનીયના ભેદ કષાયની સ્થિતિ અને કાર્ય ૬૩ | સદૃષ્ટાંત ક્રોધાદિની સમજુતિ કષાય સ્વરૂપદર્શક કોઠો ૬૪ | નોકષાયના ભેદ ૧૫ For Private and Personal Use Only પૃષ્ઠ ૭૧ ૮૯ ૯૧ ૯૨ ૯૫ ૧૦૧ ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૭ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૩૨ ૧૩૬ ૧૩૯ ૧૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ ૨૧૬ વિષય પૃષ્ઠ વિષય ઘાતી-અઘાતીનું સ્વરૂપ ૧૪૬ | અગુરુલઘુ-તીર્થકર ૨૦૦ પુગલ વિપાકી-ભવવિપાકી નિર્માણ-ઉપઘાત ૨૦૨ ક્ષેત્રવિપાકી-જીવવિપાકી ૧૪૬ | ત્ર-સ્થાવર ૨૦૩ આયુષ્યકર્મના ભેદ ૧૪૭ | બાદર-સૂમ ૨૦૪ આયુષ્ય ક્યારે બંધાય ? ૧૫૦ પર્યાપ્ત- અપર્યાપ્ત ૨૦૫ અપવર્તનીય-અન૫૦ આયુ ૧૫૨ પ્રત્યેક-સાધારણ ૨૦૯ નામકર્મ ૧પ૩. સ્થિર-અસ્થિર ૨૧૦ પિંડપ્રકૃતિનું સ્વરૂપ ૧૫૫ શુભ-અશુભ ૨૧૧ પ્રત્યેક ત્રસ દસક સ્થાવર દસક ૧૬૨ સુસ્વર-દુઃસ્વર ૨૧૨ પારિભાષિક સંજ્ઞાઓ ૧૬૩ | આદેય-અનાદેય ૨૧૩ પિંડપ્રકૃતિના ઉત્તરભેદની સંખ્યા ૧૬૪ યશકીર્તિ-અયશકીર્તિ ૨૧૪ - નામકર્મના ૯૩,૧૦૩, ૬૭ ભેદ ૧૬૫ | ગોત્રકર્મ ૨૧૪ બંધાદિયોગ્ય કર્મપ્રકૃતિની સંખ્યા ૧૬૫ અંતરાયકર્મ ગતિના ભેદનું સ્વરૂપ ૧૬૮ | કર્મબંધના હેતુ જાતિના ભેદનું સ્વરૂપ ૧૬૯ | જ્ઞાનાવરણીય અને શરીર નામકર્મના ભેદ ૧૭૧ | દર્શનાવરણીયના બંધ હેતુ ૨ ૨૩ કાર્યણશરીર અને કાશ. નામકર્મ વર્તમાનમાં થતી જ્ઞાનની જુદા કેવી રીતે? ૧૭૪ | આશાતના ૨૨૫ જીવની સાથે તૈo શ૦ અને | શાતા-અશાતાના બંધહેતુ ૨૨૬ કાશ૦ના અનાદિ સંબંધની સિદ્ધિ ૧૭પ |દર્શનમોહનીયના બંધહેતુ અંગોપાંગના ભેદ ૧૭૬ ચારિત્ર મોહનીયના બંધહેતુ ૨૨૯ બંધનનામકર્મ-૫ પ્રકારે ૧૭૮ નિરકાયુના બંધહેતુ ૨૩૧ સંઘાતન નામકર્મના ભેદ ૧૮૦ તિર્યંચાયું અને મનુષ્યાયુના બંધન નામ કર્મ-૧૫ પ્રકારે ૧૮૧ ૨૩૧ સંઘયણ નામ કર્મના ભેદ ૧૮૪ | દેવાયુના બંધહેતુ ૨૩૨ સંસ્થાન નામ કર્મના ભેદ ૧૮૮ નામકર્મના બંધહેતુ ૨૩૩ વર્ણાદિનામ કર્મના ભેદ ૧૮૯] ગોત્રકર્મના બંધહેતુ ૨૩૪ આનુપૂર્વીના ભેદ ૧૯૪ ] અંતરાય કર્મના બંધહેતુ ૨૩૫ વિહાયોગતિના ભેદ ૧૯૬ પ્રશ્નોત્તરી ૨૩૭ થી ૨૭૮ પરાઘાત-શ્વાસોચ્છવાસ ૧૯૭ | કર્મવિપાકની મૂળગાથા ૨૭૯ થી ૨૮૪ તપ ૧૯૮ | શુદ્ધિપત્રક ૨૮૫ ઉદ્યોત ૧૯૯] સંદર્ભ ગ્રન્થ સૂચિ ૨૮૮ ૨૨૮ બંધહેતુ ૧૬ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્ર-3ૐકાર ગુસભ્યો નમઃ પૈ નમ: Kકર્મબોધ પીઠિકા) કર્મસિદ્ધાંતની મહત્તા. કર્મસિદ્ધિ. કર્મવાદ. (ભારતીયદર્શનમાં કર્મની માન્યતા). (ભારતીયદર્શનમાં કર્મબંધના હેતુ અંગેની માન્યતા). કર્મનું સ્વરૂપ (દ્રવ્ય કર્મ અને ભાવકર્મ). કાર્મણવર્ગણાનું સ્વરૂપ. જીવ અને કર્મનો સંબંધ. (તર્કદષ્ટિએ અનાદિની સિદ્ધિ). કર્મસિદ્ધાંતની આવશ્યકતા. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ કર્મસિદ્ધિ | વિશ્વમાં વિશાલ પૃથ્વીપટ પર સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરનાર મનુષ્યને ઘણી ઘણી વિચિત્રતા જોવા મળે છે. જૈનો તેમજ કેટલાક અન્યદાર્શનિકોએ આત્માને શાશ્વતઃપરિણામી નિત્ય માન્યો છે. એટલે આત્માની અવસ્થા (પર્યાયો) બદલાયા કરે છે. ક્યારેક આત્મા મનુષ્ય બને છે. તો ક્યારેક તિર્યંચ (પશુ-પક્ષી) બને છે. તો ક્યારેક દેવ બને છે. તો ક્યારેક નારકી પણ બને છે. તેમાં પણ માનવની દૃષ્ટિએ દરેક મનુષ્ય સમાન હોવા છતાં પણ કોઈ રાજા છે, કોઈ રંક છે, કોઈ વિદ્વાન છે, કોઈ મૂર્ખ છે, કોઈ જન્માંધ છે તો કોઈ માઈક્રોસ્કોપ દૂરબીન કે ચશ્મા વિના પણ સુદૂર સુધી જોઈ શકે છે. કોઈ જન્મથી લંગડો, બહેરો, બોબડો છે તો કોઈ ચાલાક વાકપટુ છે. કોઇ નિરોગી છે, તો કોઈ કોઢાદિરોગથી પીડાય છે. કોઈ ક્ષમાશીલ, નમ્ર, સરલ, સંતોષી છે. તો કોઈ ક્રોધી, અભિમાની, માયાવી, લોભી છે. કોઈ દીર્ધાયુવાળા હોય છે તો કોઈ ગર્ભમાં કે જન્મતાંની સાથે જ યમપુરીમાં પહોંચી જાય છે. કોઈ રૂપાળો છે તો કોઈ બેડોળ છે. એક જ ગ્રહનક્ષત્રમાં જન્મેલા બે બાળકો માં પણ એક રાજાને ત્યાં રાજકુંવર થાય છે. તો બીજો ખેડૂતને ત્યાં ખેતી કરે છે. એક પિતાના બે પુત્રોમાંથી એક થોડી જ મહેનતે લાખો રૂા. કમાય છે. તો બીજો આખો દિવસ મજૂરી કરવા છતાં પણ પેટનો ખાડો પૂરો કરી શકતો નથી. આવી બધી વિચિત્રતા-વિષમતા નિર્દેતુકકનિષ્કારણ બનતી નથી અને તેથી જ આનું કોઈપણ “કારણ” માનવું જ પડશે. જો સંસારની વિચિત્રતા નિર્દેતુક (કારણ વિનાની) છે. એમ કહેશો તો તર્કદષ્ટિએ “જે વસ્તુ નિર્દેતુક હોય એ વસ્તુનું કાં તો કાયમી અસ્તિત્વ હોય, કાં તો સદાને માટે ન જ હોય. (નાસ્તિત્વ હોય.)” એ નિયમનો ભંગ થશે. A. નિત્ય સાત્ત્વિ વાતોરચાનપેક્ષતા अपेक्षातश्च भावानां, कादाचित्कस्य सम्भवः ॥ ३५ ॥ (પ્રમાણવાર્તિક ત્રીજો પરિચ્છેદ, શ્લોક નં. ૩૫) For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. ત.- આત્મા, આકાશ વિગેરે સત્ વસ્તુનું કોઈ કારણ નથી. માટે તેઓનું અસ્તિત્વ કાયમી હોય છે. અને ખપુષ્પાદિ અસત્ વસ્તુનું કોઈ કારણ ન હોવાથી તેઓનું અસ્તિત્વ સદાને માટે ન હોય= સદાને માટે નાસ્તિત્વ જ હોય માટે આત્મા આકાશ ખપુષ્પાદિનું અસ્તિત્વ, નાસ્તિત્વ નિર્દેતુક સિદ્ધ થાય છે. પરંતુ જગતની વિચિત્રતા- રૂપ કાર્યો સદાને માટે હોય જ, કે સદાને માટે ન જ હોય, એવો કોઈ નિયમ નથી. જગતની વિચિત્રતા અસ્થિર છે. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. માટે તર્કદષ્ટિએ જગતની વિચિત્રતા નિર્દેતુક સિદ્ધ થતી નથી પરંતુ સહેતુક સિદ્ધ થાય છે. માટે જગતની વિચિત્રતારૂપ કાર્યોનું કોઈ પણ કારણ માનવું જ પડશે. જે કારણને અમે “કર્મ” કહીએ છીએ. જે આત્મા પરિણામી નિત્ય છે. અવિનાશી છે. તે આત્માનો પૂર્વજન્મ, પરલોકગમનાદિ કર્મને માન્યા વિના ઘટી શકે તેમ નથી. માટે કર્મને માનવું જ રહ્યું ! કેટલાક લોકો જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” માને છે. પણ એમાં મોટો વાંધો એ છે કે ઈશ્વર દયાળુ હોય તો એકને દુઃખી અને બીજાને સુખી શા માટે કરે ? કચવાટ, કકળાટવાળી દુનિયા શા માટે બનાવે ? ઈશ્વર હિંસાના સાધનોનું સર્જન શા માટે કરે ? સર્વશક્તિમાન ઈશ્વર હલકાં, અધૂરાં સર્જનો કેમ કરે ? પહેલાં ઈશ્વર જીવ પાસે પાપ કરાવે અને પછી કર્મપ્રમાણે એને સજા કરે. આવું બધું ઈશ્વરને કરવાનું શું પ્રયોજન માટે જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” નહીં માનતાં, કર્મને જ કારણ માનવું જોઈએ. A. વૈદિક દર્શનકાર એવું માને છે કે આત્માને સ્વર્ગ કે નરકમાં મોકલનાર, સુખ કે દુઃખ આપનાર સર્વશક્તિમાન ઈશ્વર જ છે. આત્મામાં સ્વયં કોઈ જ કાર્ય કરવાની શક્તિ નથી માટે તેની સર્વપ્રવૃત્તિ ઈશ્વર પ્રેરિત છે. ન્યાય દર્શનકારનું એવું માનવું છે કે કર્મ તો જડ છે. એનામાં જીવને સુખ કે દુઃખ આપવાની કોઈ જ તાકાત નથી. જેથી ન્યાયદર્શનનાં આદ્યપ્રણેતા ગૌતમત્રષિએ જીવને શુભાશુભકર્માનુસાર ફળ આપી શકે તેવા તટસ્થ ન્યાયાધીશ તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો. તે ઈશ્વર સર્વ જીવનાં કર્મનો હિસાબ-ક્તિાબ કરે. કર્મનાં ચોપડા રાખે. સ્વકર્માનુસારે જીવને સુખદુઃખ આપવાનું કામ પણ પોતે જ કરતો હોવાથી, તે કોઈ જીવને સુખી કરે, તો કોઈ જીવને દુઃખી કરે, કોઈને સ્વર્ગમાં મોકલે તો કોઈને નરકમાં પણ મોકલે. આવું બધું કામ ઈશ્વર કરતો હોવાથી જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” છે. એવું કેટલાક લોકો માને છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | કર્મવાદ (ભારતીય દર્શનોમાં કર્મની માન્યતા.) ભારતમાં અનેક દર્શનો છે. તે સર્વનાં સિદ્ધાંતો પરસ્પર ભિન્ન અને વિરૂદ્ધ હોવા છતાં પણ કર્મવાદમાં પ્રાયઃ એકમત છે. પ્રાણી “જે કાંઈ વાવે તેનું ફળ તે જ ભોગવે છે. સારાનું ફળ સારૂં, માઠાનું ફળ માઠું” “હાથનાં કર્યા હૈયે વાગ્યા,” “ખાડો ખોદે તે પડે આ સર્વે કહેવતો સર્વસિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. એ સૂચવે છે કે પ્રાણી જેવું કર્મ કરે તેવું ફળ ભોગવે. આ વાત સર્વમાન્ય હોવાથી ભારતીય દર્શનો પૈકી સર્વદર્શનોમાં કર્મ અને કર્મના ફળમાં કોઈ વિરોધ નથી. પરંતુ દરેક દર્શનકારો કર્મને જુદાજુદા નામે ઓળખાવે છે. તદુપરાંત કર્મનાં સ્વરૂપમાં પણ મતભેદો છે. જૈન મતે પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ કહ્યું છે. તથા અન્ય દાર્શનિકોનાં મતે સંસ્કારાત્મક કર્મ કહ્યું છે. . • બૌદ્ધદર્શન છે. બૌદ્ધદર્શનના આ પ્રણેતા “ગૌતમબુદ્ધ” છે, તેમનું એવું માનવું છે કે, જીવ રાગ, દ્વેષ અને મોહને લીધે, મન-વચન અને કાયા દ્વારા જે કાંઈ પ્રવૃતિ કરે છે તે “કર્મ” કહેવાય છે. અને તે પ્રવૃતિને લીધે ચિત્તમાં જે કાંઈ સંસ્કાર પડે છે. તે પણ કર્મ કહેવાય છે. તેમાં માનસિક ક્રિયાજન્ય સંસ્કારને “વાસના” કહેવાય છે. અને વચન તથા કાયાજન્ય સંસ્કારને અવિશમિ કહેવાય છે. એટલે બૌદ્ધો કર્મને “વાસના” કે “અવિન્નતિ કહે છે. ૦ યોગદર્શન : યોગદર્શનના આદ્યપ્રણેતા “પતંજલરાષિ” છે. તેમનું એવું માનવું છે કે, જીવ કલેશપૂર્વક જે કાંઈ પ્રવૃતિ કરે છે. તેનાં સંસ્કાર ચિત્તમાં પડે છે. તે સંસ્કારને કર્મ કહેવાય છે. તેમાં એક જન્મમાં સંચિત થયેલા જે કર્મ હોય તેને “કર્ભાશય” કહેવાય. અને અનેક જન્મ સંબંધી કર્મના સંસ્કારની . . For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પરંપરા તે “વાસના” કહેવાય. એટલે યોગદર્શનમાં કર્મને “કર્ભાશય” કે “વાસના” કહે છે. • સાંખ્યદર્શન : સાંખ્યદર્શનના આદ્યપ્રણેતા “કપિલદ્રષિ” છે. તેમનું એવું માનવું છે કે, આત્મા ફૂટસ્થ નિત્ય છે. અકર્તા છે, અભોક્તા છે. પરંતુ પ્રકૃતિનાં સંસર્ગથી આત્માને સંસારમાં ભટકવું પડે છે. જેમ લંગડો માણસ ગમનાગમનની ક્રિયામાં નિષ્ક્રિય હોવાં છતાં પણ આંધળા માણસની સહાયતાથી, તેના ખભા ઉપર ચઢીને નગરમાં ફરતો વિવિધ પ્રકારના નાટકોને જાએ છે. તેમ પંગુતુલ્ય આત્મા નિષ્ક્રિય છે, તો પણ અંધ માણસ તુલ્ય પ્રકૃતિના સંસર્ગથી સક્રિય બની ને સંસારમાં ભટકી રહ્યો છે. જ્યારે આત્માને પ્રકૃતિથી વિયોગ થાય છે. ત્યારે આત્માનો મોક્ષ થાય છે. માટે સાંખ્યમતમાં કર્મને “પ્રકૃતિ” કહે છે • ન્યાયદર્શન તથા વૈશેષિકદર્શન • તૈયાયિકદર્શનના આદ્ય પ્રણેતા ગૌતમ ઋષિ છે. વૈશેષિકદર્શનના આદ્ય પ્રણેતા “કણાદઋષિ" છે. તેમનું એવું માનવું છે કે, જીવ રાગ દ્વેષ અને મોહને લીધે જે કંઈ કરે છે. તે પ્રવૃત્તિથી ધર્મ-અધર્મની ઉત્પત્તિ થાય છે. તેમાં સારી પ્રવૃત્તિ દ્વારા ધર્મની ઉત્પત્તિ થાય છે. અને ખરાબ પ્રવૃત્તિ દ્વારા અધર્મની ઉત્પત્તિ થાય છે. તે લોકો કર્મને ધર્મ-અધર્મ [પુણ્ય-પાપ] કહે છે તેનું બીજું નામ “અદષ્ટ” છે. તેમનું એવું માનવું છે કે ક્રિયા=પ્રવૃત્તિ ક્ષણિક છે ક્ષણવારમાં ક્રિયાનાશ પામતી હોવાથી તેનું ફળ જન્માંતરમાં કેવી રીતે મળે ? . આ પ્રશ્નના સમાધાન માટે અદષ્ટની કલ્પના કરી છે ક્રિયા દ્વારા આત્મામાં અદષ્ટ જન્મે છે ક્રિયાજન્ય અદષ્ટ આત્મામાં પડ્યું રહે છે તે અદષ્ટ ક્રિયા અને ફળની વચ્ચે કડી સમાન હોવાથી વિપાક કાળે સુખ દુઃખ રૂપે ફળનો અનુભવ કરાવીને ચાલ્યું જાય છે. પરંતુ અદષ્ટ પોતે પોતાની મેળે કશું કરી શકતું નથી માટે અદષ્ટને અનુસારે કર્મફળને આપનાર ઈશ્વર છે તેમ તેઓનું માનવું છે. એટલે કર્મફળનું કારણ માત્ર કર્મ નથી પણ કર્મ ઉપરાંત સર્વશક્તિમાન ઈશ્વર પણ કર્મફળનું કારણ છે. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જેમ વૃક્ષની ઉત્પત્તિનું કારણ માત્ર બીજ નથી પણ બીજ ઉપરાંત હવા-પાણી-પ્રકાશાદિ છે તેમ કર્મફળનું કારણ માત્ર કર્મ નથી પણ કર્મ ઉપરાંત ઈશ્વર પણ છે. તે તટસ્થ ન્યાયાધીશ તરીકે સર્વે જીવોના કર્મોનો હિસાબ-કિતાબ કરી સ્વ-સ્વ કર્માનુસારે જીવોને સુખદુ:ખ આપવાનું કામ પોતે જ કરે છે. આમ, ઈશ્વર પોતે જ કોઇને સુખી, તો કોઇને દુઃખી, કોઇને રાજા, તો કોઇને રંક કરતો હોવાથી, જગતની વિચિત્રતાનું કારણ ઈશ્વર છે. જગતનો સંચાલક ઈશ્વર છે. જગતનો વિનાશક પણ ઈશ્વર છે. આવું માનનારા લોકોને ઈશ્વરકર્તૃત્વવાદી કહેવાય છે. આ વાત જૈનો તેમજ કેટલાક અન્યદાર્શનિકોને માન્ય નથી. કારણ કે જૈનમતાનુસાર ઈશ્વર તો વીતરાગ છે. માટે કોઇ જીવને સુખી કરવો કે કોઇ જીવને દુઃખી કરવો તે ઈશ્વરનું કામ નથી. સુખ કે દુઃખ જે કાંઇ જીવ ભોગવી રહ્યો છે. તેનો નિર્માતા જીવ પોતે જ છે. પૂર્વકૃત અધર્મ=પાપથી જીવ દુઃખી થાય છે. અને પૂર્વકૃત ધર્મપુણ્યથી જીવ સુખી થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ શુભાશુભ વૃત્તિ કે પ્રવૃતિને અનુરૂપ કર્મબંધ કરે છે. તે વખતે જીવના પ્રયત્નથી કર્મપુદ્ગલો સુખદુઃખ આપવા સમર્થ બનતા હોવાથી કાર્મિક પ્રક્રિયાનાં સ્વાભાવિક નિયમાનુસાર યોગ્યક્ષેત્રે યોગ્યકાળે ફળપ્રાપ્તિ થાય જ છે. માટે કર્મ અને કર્મના ફળની વચ્ચે કર્મફલદાતા તરીકે ઈશ્વરને લાવવાની જરૂર નથી. યદ્યપિ આપણે (જૈનો) ઇશ્વર-પરમાત્માને માનીએ છીએ પણ તેમાં દૃષ્ટિ જુદી જ છે. જિનેશ્વરદેવોએ આપણને દુઃખમય સંસારથી મુક્ત થવા માટે સરળ, સાચો રાજમાર્ગ બતાવ્યો છે. મોહ નિદ્રામાંથી જાગૃત કરી મોક્ષમાર્ગે સ્થિર થવા માટે પ્રેરક ઉપદેશ આપ્યો છે, માટે ૫૨માત્મા પરમ ઉપકારક, તારક, દુઃખોથી ઉગારનારા, બોધિલાભ પ્રદાન કરનાર છે. તેમની ભક્તિ ન કરીએ તો કૃતઘ્નતાનો મહાદોષ લાગે વળી આપણા કર્તાપણાનું અભિમાન ટાળવા માટે જે કાંઇ છે તે ભગવાનના પસાયથી મળ્યું છે.” એમ વ્યવહાર ઉચિત કહીએ પણ છીએ એટલે ઈશ્વર -પરમાત્માને આપણે વ્યવહારથી કર્તા માનીએ છીએ. પણ "" ઈશ્વરકર્તૃત્વવાદી નથી. દ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • મીમાંસાદર્શન • મીમાંસાદર્શનના આદ્યપ્રણેતા ‘જૈમિનીય” છે. તેમનું એવું માનવું છે કે, મનુષ્ય જે કાંઇ યજ્ઞાદિ અનુષ્ઠાન કરે છે. તે ક્રિયારૂપ હોવાથી ક્ષણિક છે. તરત નાશ પામી જાય છે. અને તેનું ફળ તો જન્માંતરમાં મળે છે. તો ક્રિયાની સાથે ક્રિયાના ફળનું અનુસંધાન કેવી રીતે થાય? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે એવી કલ્પના કરવામાં આવી છે કે મનુષ્ય જ્યારે યજ્ઞાદિ અનુષ્ઠાન કરે છે. ત્યારે તેનાં આત્મામાં “અપૂર્વ” નામનો અમૂર્ત પદાર્થ ઉત્પન્ન થાય છે. એ અપૂર્વ પદાર્થ યજ્ઞાદિ ક્રિયા અને સ્વર્ગાદિ ફળની વચ્ચે કડી સમાન બનતો હોવાથી તે પુરુષને જન્માંત૨માં સ્વર્ગફળની પ્રાપ્તિ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં કર્મનો અપૂર્વ નામથી વ્યવહાર ચાલે છે. એટલે મીમાંસકો કર્મને “અપૂર્વ” કહે છે. જ ભારતીય દર્શનોમાં યોગદર્શન, સાંખ્યદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, મીમાંસાદર્શન વગેરેનું સહિયારુ આગમ એક “વેદ” જ છે. માટે આ બધા દર્શનોનો સમાવેશ ‘વૈદિક” દર્શનમાં થઇ જાય છે. એટલે મુખ્ય દર્શન ત્રણ છે. (૧) જૈનદર્શન, (૨) બૌદ્ધદર્શન, (૩) વૈદિકદર્શન. અથવા (૧) બૌદ્ધદર્શન, (૨) ન્યાયદર્શન, (૩) સાંખ્યદર્શન. (૪) જૈનદર્શન, (૫) વૈશેષિકદર્શન, (૬) મીમાંસાદર્શન આ દૃ^ દર્શનો મુખ્ય છે. • જૈનદર્શન - જૈનોનું એવું માનવું છે કે, લોકમાં કુદરતી જ અત્યંત સૂક્ષ્મ રજસ્વરૂપ કર્મયોગ્ય પુદ્ગલદ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. તેમાંથી જે પુદ્ગલ દ્રવ્ય જીવના રાગ-દ્વેષને લીધે આકર્ષાઇને જીવની સાથે ચોંટી જાય છે, તે કર્મ કહેવાય છે. આમ જૈનો અત્યંત સૂક્ષ્મ ૨જ A. હિરભદ્રસૂરિ મહારાજે યદર્શનસમુચ્ચયમાં કહ્યું છે કે, बौद्धं नैयायिकं सांख्यं, जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि, दर्शनानाममून्यहो ॥ ३ ॥ 9 For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વરૂપ પૌદ્ગલિક ચીજને કર્મ કહે છે. અને જૈન સિવાયના સર્વ દર્શનકારોનું એવું માનવું છે કે જીવ જે કાંઈ સારી કે ખોટી પ્રવૃતિ કરે છે તેનાં સંસ્કાર આત્મામાં મૂકતો જાય છે. આ સંસ્કાર એ જ કર્મ છે. એટલે જૈનમતમાં “પુગલ દ્રવ્યાત્મક કર્મ” છે. અન્ય દાર્શનિકોના મતે “સંસ્કારાત્મકકર્મ” છે. આ પ્રમાણે કર્મના સ્વરૂપમાં મતભેદો છે. તેમજ અન્યદાર્શનિકો સંસ્કારાત્મક કર્મને વાસના, અવિજ્ઞપ્તિ, કર્ભાશય, પ્રકૃતિ, ધર્માધર્મ, અષ્ટ, અપૂર્વ વિગેરે અલગ અલગ નામથી ઓળખાવે છે.' કેટલાક પાશ્ચાત્ય ફિલોસોફર કર્મને ગુડલક, બેડલક, દૈવ, ભાગ્ય, નસીબ વિગેરે કહે છે. ભારતીય દર્શનોમાં કર્મબંધના હેતુ અંગેની માન્યતા • જૈનદર્શનમાં કર્મબંધનું કારણ “મિથ્યાત્વાદિ” કહ્યું છે. બૌદ્ધદર્શનમાં કર્મબંધનું કારણ “રાગ-દ્વેષ-મોહાદિ” કહ્યું છે. યોગદર્શનમાં કર્મબંધનું કારણ પ્રકૃતિ પુરુષનું “અભેદજ્ઞાન” કહ્યું છે. નૈયાયિક વૈશેષિકદર્શનમાં કર્મબંધનું કારણ “મિથ્યાજ્ઞાન” કહ્યું છે. • વેદાન્તાદિમાં કર્મબંધનું કારણ “અવિદ્યા” કહ્યું છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (... કર્મનું સ્વરૂપ .) કાજળની ડબ્બીમાં જેમ કાજળનાં કણીયાં ઠાંસી ઠાંસીને ભરેલાં હોય છે. તેમ ૧૪ રાજલોકરૂપ વિશ્વમાં કામણવર્ગણાના પુગલો ઠાંસી ઠીંસીને ભરેલા છે. જેથી જીવ જે જગ્યાએ રહેલો હોય તે જગ્યાએથી જ શારીરિકાદિ પ્રવૃત્તિરૂપ યોગ દ્વારા કાર્મણસ્કંધોને પ્રતિસમયે ગ્રહણ કરે છે. તે વખતે જીવના રાગાદિ વિકૃત સ્વભાવને કારણે કાર્મણસ્કંધોમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થવાથી કાર્યણસ્કંધો કર્મ” રૂપે બને છે. જેમ દીવો, શકોરામાંથી પોતાને સ્પર્શી રહેલાં તેલાદિને વાટ દ્વારા ખેંચીને ઉષ્ણતાનાં સંસર્ગથી જ્યોતિ=પ્રકાશરૂપે પરિણમાવે છે. તેમ જીવ લોકમાંથી પોતાને સ્પર્શીને રહેલાં કાર્માસ્કંધોને યોગદ્વારા ગ્રહણ કરીને રાગાદિ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કામણ સ્કંધોને “કર્મ"રૂપે પરિણાવે છે. અહીં ઉષ્ણતાનાં સંસર્ગથી જેમ તેલાદિ દ્રવ્યો સ્વયં જ જ્યોતિ=પ્રકાશરૂપે બની જાય છે. તેમ રાગાદિ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કાર્માસ્કંધો સ્વયં જ “કર્મ” રૂપે બની જાય છે. યદ્યપિ લોકમાં રહેલાં અત્યંત સૂક્ષ્મજ સ્વરૂપ કાર્મણસ્કંધો જડ છે. જ્યાં સુધી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરતો નથી ત્યાં સુધી તો તેમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની કે સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન ન થતી હોવાથી કાર્મણસ્કંધો કર્મસંશક બનતા નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલાં કાર્યણ સ્કંધો રાગાદિને લીધે કર્મસંશક બને છે. જેમ વિષ=ઝેર જડ છે. તે જડ પદાર્થને ભલે કાંઈ જ ઘાતક અસર કરતું નથી પરંતુ રાગ-દ્વેષ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી જડ એવા વિષમાં પણ જીવને મૃત્યુદંડની સજા કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ કામણજીંધો જડ છે. તે જડ પદાર્થોને કાંઈ જ અસર કરતાં નથી. પરંતુ રાગ-દ્વેષયુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કાર્પણકંધોમાં જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થતી હોવાથી જીવનાં સંસર્ગથી કાર્મણસ્કંધો “કર્મ” સંજ્ઞક બને For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્માસ્કંધ પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી, કાર્મણરૂંધાત્મકકર્મને “દ્રવ્યકર્મ” કહેવાય છે. દ્રવ્યકર્મનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં “ભાવકર્મ” કહેવાય છે. તેમાંથી મિથ્યાત્વ અને અવિરતિનો સમાવેશ “કષાયમાં થઈ જાય છે. જેથી સંક્ષેપમાં કહીએ તો દ્રવ્યકર્મબંધનું કારણ મુખ્યતયા “કષાય” છે. કષાયનાં કારણે જીવમાં અનેક પ્રકારનાં વિકારો ઉત્પન્ન થાય છે. મહાપુરુષોએ આ સર્વે વિકારોનું વર્ગીકરણ કરીને તેને રાગ અને દ્વેષ એમ બે વિભાગમાં વહેંચી દીધા છે. કારણ કે જીવનો કોઇપણ જાતનો માનસિક વિકાર રાગમૂલક અથવા વૈષમૂલક હોય છે. તેથી જીવના વિવિધ વિકારોનો સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. એટલે દ્રવ્યકર્મબંધનું કારણ રાગ-દ્વેષ છે. જેમ કરોળિયો પોતાની જ પ્રવૃતિથી પોતે જ બનાવેલી જાળમાં ફસાય છે. તેમ જીવ પણ પોતાની અજ્ઞાનતાના કારણે રાગ-દ્વેષાત્મકપરિણામથી પોદ્ગલિકકર્મની જાળ બનાવી તેમાં ફસાય છે. પૌગલિક (દ્રવ્ય) કર્મની જાળનું કારણ રાગદ્વેષાત્મક ભાવકર્મ છે. અને ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે. જ્યારે બાંધેલું દ્રવ્યકર્મ પરિપકવ થઈને જીવને સુખ-દુઃખાદિ આપતું હોય છે. ત્યારે તેને શાસ્ત્રીય પરિભાષામાં “કર્મોદય” કહેવાય છે. જીવને દ્રવ્યકર્મનો ઉદય થતા જ રાગ-દ્વેષાત્મક પરિણામ ઉત્પન્ન થઇ જાય છે. માટે દ્રવ્યકર્મોદય એ ભાવકર્મનું કારણ બને છે. આમ દ્રવ્યકર્મોદયથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મની પરસ્પર કાર્યકારણભાવની પરંપરા અનાદિકાળથી ચાલુ છે માટે કર્મ બે પ્રકારે કહ્યું છે. (૧) દ્રવ્યકર્મ, (૨) ભાવકર્મ ૧૦ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાર્મણવર્ગણાનું સ્વરૂપ જૈનદર્શનાનુસારે, ક્ષેત્રની દૃષ્ટિએ Aચૌદરાજલોક સ્વરૂપ વિશ્વ છે. પદાર્થ=દ્રવ્યની દૃષ્ટિએ ષદ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે. (૧) જીવાસ્તિકાય, (૨) પુદ્ગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, (૫) આકાશાસ્તિકાય, (૬) કાળ, આ છ સિવાય સાતમી કોઇપણ ચીજ-વસ્તુ વિશ્વમાં નથી. આ છ દ્રવ્ય પૈકી પુદ્ગલદ્રવ્ય વિશ્વ(લોક)માં ઠાંસીઠાંસીને ભરેલું છે. જેને આધુનિક ભાષામાં Matter-મેટર કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં, કૈરૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળું જે હોય તેને પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય બે પ્રકારે છે. પુગલ વ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir અણુ=અંશ. પરમાણુ છેલ્લામાં છેલ્લો અંશ. (૧) જેના કેવળી ભગવંત પણ બે વિભાગ ન કરી શકે એવો પુદ્ગલદ્રવ્યનો છેલ્લામાં છેલ્લો જે વિભાગ (અંશ) તે પરમાણુ કહેવાય. (C) મળવ: ન્યાશ (૧. ૨) (૧) પરમાણુ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. (૨) સ્કંધ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. પરમાણુ = પરમ + અણુ પરમ=અંતિમ. (A) રાજનું પ્રમાણ : (૧) આંખનાં પલકારામાં એક લાખ યોજન જનારો દેવ ૬ મહિનામાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય. (૨) ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર થાય. આવા ૧૦૦૮ ભારનો ગોળો કોઇ દેવતા જોરથી ફેંકે તો તે ૬ માસ, ૬ દિવસ, o પ્રહર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય. (B) તત્ત્વાર્થ સૂત્ર : સ્પર્શ-સ-ધ-વર્ણવન્તઃ ખુલ્લાલા: (બ. ૨૨) ૧૧ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) બે વિગેરે પરમાણુઓ પરસ્પર જોડાઈને જે જથ્થો બને તે દ્વિપ્રદેશી વિગેરે સ્કંધ કહેવાય. (૩) સંખ્યાની દૃષ્ટિએ સરખા પરમાણુવાળા કાર્મણસ્કંધોનાં સમૂહ (વર્ગ)ને “વર્ગણા” કહેવાય. વિશ્વમાં એકેક છૂટા પરમાણુઓ અનંત છે. એ અનંત છૂટા પરમાણુઓનાં સમૂહ (વર્ગ)ને “પહેલી વર્ગણા” કહેવાય. વિશ્વમાં દ્વિપ્રદેશમસ્કંધો પણ અનંતા છે. એ અનંતઢિપ્રદેશીસ્કંધના સમૂહને બીજી વર્ગણા” કહેવાય. આ રીતે ત્રિપ્રદેશમસ્કંધનાં સમૂહને “ત્રીજી વર્ગણા” કહેવાય. સંખ્યાતપ્રદેશી સ્કંધના સમૂહને “સંખ્યાતમી વર્ગણા” કહેવાય. અસંખ્યાતપ્રદેશી સ્કંધના સમૂહને “અસંખ્યાતમી વર્ગણા” કહેવાય. અનંતપ્રદેશી સ્કંધના સમૂહને “અનંતમી વર્ગણા” કહેવાય. પહેલી વર્ગણાથી માંડીને અનંતમી વર્ગણા સુધીની તમામ વર્ગણાનો એક વિભાગમાં સમાવેશ કરીને તેને “પ્રથમ મહાવર્ગણા” કહેવાય છે. પ્રથમ મહાવર્ગણાગત સ્કંધો જીવને કોઈપણ રીતે ઉપયોગી બનતાં ન હોવાથી તે સ્કંધોને જીવ ગહણ કરતો નથી માટે તેને “અગ્રહણયોગ્ય પ્રથમ મહાવર્ગણા” કહેવાય છે. મહાવર્ગણાની અંદર રહેલી અનંતી વર્ગણાને પેટાવર્ગણા કહે છે. - પ્રથમ મહાવર્ગણા પૈકી છેલ્લી પેટા વણાગત સ્કંધોમાં એક પરમાણુ ઉમેરવાથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિનાં અનંતમા ભાગ પ્રમાણ પરમાણુનાં બનેલાં સ્કંધો જીવને ઔદારિકશરીર બનાવવા માટે ઉપયોગી બનતા હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરી શકે છે માટે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાં ભાગ જેટલી સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોનાં સમૂહ (વર્ગ)ને ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય પ્રથમ વર્ગણા કહેવાય. આ રીતે એકેક પરમાણુ અધિક હોય એવા સ્કંધોના સમૂહની બીજી-ત્રીજી એમ અનંતવર્ગણા હોય છે. ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય પ્રથમ વર્ગણાથી માંડીને ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય છેલ્લી વર્ગણા સુધીની અનંતવર્ગણાઓનો સમાવેશ એક વિભાગમાં કરીને તેને “બીજી મહાવર્ગણા” કહેવાય છે. ૧૨ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી મહાવર્ગણાગત તમામ સ્કંધો જીવને દારિક શરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તેને “ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય બીજી મહાવર્ગણા” કહેવાય છે. ત્યારબાદ એકેક પરમાણુ અધિક હોય એવા સ્કંધોનાં સમૂહરૂ૫ પહેલી, બીજી, ત્રીજી, એમ અનંત વર્ગણા હોય છે. એ વર્ગણાગત સ્કંધો જીવને ઔદારિક શરીર અને વૈક્રિયશરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. માટે એ અનંત વર્ગણાના એક વિભાગને “ઔદારિક શરીર અને વૈક્રિયશરીરને માટે અગ્રહણ યોગ્ય ત્રીજી મહાવર્ગણા” કહેવાય છે. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને વૈક્રિયશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તે અનંતવર્ગણાનાં એક વિભાગને “વૈક્રિયશરીરને માટે ગ્રહણ યોગ્ય ચોથી મહાવર્ગણા” કહેવાય છે. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને વૈક્રિયશરીર અને આહારક શરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરતો નથી માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “વૈદિયશરીર અને આહારકશરીરને માટે અગ્રહણયોગ્ય પાંચમી મહાવર્ગણા” કહેવાય છે. - ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને આહારકશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી, તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “આહારક શરીરને માટે ગ્રહણયોગ્ય છઠ્ઠી મહાવર્ગણા” કહેવાય છે.. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને આહારકશરીર અને તૈજસ શરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “આહારકશરીર અને તૈજસશરીરને માટે અગ્રહણયોગ્ય સાતમી મહાવર્ગણા” કહેવાય છે - ત્યારબાદ અનંતીવર્ગણામાં રહેલાં સ્કંધો જીવને તેજસશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તે અનંતવર્ગણાનાં એકવિભાગ ને, “તૈજસ શરીરને માટે ગ્રહણયોગ્ય આઠમી મહાવર્ગણા” કહેવાય છે. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને તેજસશરીર અને ભાષાને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી માટે S For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે અનંત વર્ગણાનાં એક વિભાગને “તૈજસશરીર અને ભાષાને માટે અગ્રહણયોગ્ય નવમી મહાવર્ગણા” કહેવાય છે. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને ભાષા બોલવા), માટે ઉપયોગી થતા હોવાથી જીવને જ્યારે બોલવું હોય ત્યારે તે સ્કંધોને ગ્રહણ કરે છે માટે તે અનંતીવર્ગણાનાં એક વિભાગને, “ભાષાને માટે ગ્રહણ યોગ્ય દસમી મહાવર્ગણા” કહેવાય છે. * ત્યાર બાદ, અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને ભાષા અને શ્વાસોચ્છવાસને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને “ભાષા અને શ્વાસોચ્છવાસને માટે અગ્રહણયોગ્ય અગિયારમી મહાવર્ગણા” કહેવાય. - ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને શ્વાસોચ્છવાસને માટે ઉપયોગી બનતાં હોવાથી જીવને જ્યારે શ્વાસોચ્છવાસ લેવો મૂકવો હોય ત્યારે તે સ્કંધોને ગ્રહણ કરે છે. માટે તે અનંતીવર્ગણાનાં એક વિભાગને, “શ્વાસોચ્છવાસને માટે ગ્રહણ યોગ્ય બારમી મહાવર્ગણા કહેવાય છે.” ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને શ્વાસોચ્છવાસ અને મનને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “શ્વાસોચ્છવાસ અને મનને માટે અગ્રહણયોગ્ય તેરમી મહાવર્ગણા” કહેવાય. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને મનન- ચિંતન કરવા માટે ઉપયોગી બનતાં હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરે છે. માટે તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “મનને માટે ગ્રહણયોગ્ય ચૌદમી મહાવર્ગણા” કહેવાય. ત્યારબાદ અનંતીવર્ગણામાં રહેલાં સ્કંધો જીવને મન અને કર્મને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “મન અને કર્મને માટે અગ્રહણયોગ્ય પંદરમી મહાવર્ગણા” કહેવાય. ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલા સ્કંધો જીવને કાર્મણશરીર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મબંધને માટે ઉપયોગી બનતાં હોવાથી જીવ તેને ૧૪ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિસમયે ગ્રહણ કરે છે. માટે તે અનંતી વર્ગણાઓનાં. એક વિભાગને, “કાર્મરણશરીર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મને માટે ગ્રહણ યોગ્ય સોળમી મહાવર્ગણા” કહેવાય. આમ, પુગલદ્રવ્ય= એિકેક છૂટા પરમાણુની પહેલી વર્ગણાથી માંડીને છેલ્લી કાર્મણવર્ગણા સુધીની અનંતાનંતવર્ગણાઓ] દારિકશરીરાદિ કાર્યની અપેક્ષાએ ૧૬ વિભાગમાં વહેંચાયેલું છે. એ ૧૬વિભાગગત સર્વ વર્ગણાઓ કુદરતી રીતે જ લોકમાં સર્વઠેકાણે હોય છે. જેથી જીવ જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી ઔદારિકાદિ ગુગલ સ્કંધો ગ્રહણ કરીને દારિકશરીરાદિ બનાવે છે. સોળમી મહાવર્ગણામાં રહેલા તમામ્ પુલસ્કંધો કર્મ અવસ્થાને પામવાની યોગ્યતાવાળા હોવાથી તેને “કાર્મણસ્કંધો” કહેવાય છે. તથા સંખ્યાની દૃષ્ટિએ સરખા પરમાણવાળા કાર્મણસ્કંધનાં સમૂહ (વર્ગ)ને “કાર્મણ વર્ગણા” કહેવાય છે. કાજળની ડબ્બીમાં જેમ કાજળના કણીયાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. તેમ સંપૂર્ણ લોકમાં કાર્મણ વર્ગણા ઠાંસી ઠાંસીને ભરેલી છે. પણ તે અત્યંત સૂક્ષ્મ રજ (ધૂળ) સ્વરૂપ છે. કારણ કે પુદ્ગલનો એવો સ્વભાવ છે કે જેમ જેમ સ્કંધમાં પરમાણુ ઓછા હોય તેમ તેમ તેનો પરિણામ સ્થૂલ હોય અને જેમ જેમ સ્કંધમાં પરમાણુ વધતા જાય તેમ તેમ તેનો પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મ બનતો જાય છે જેમ રૂની ગાંસડીમાં પરમાણુ ઓછા હોય છે. પણ તેનું કદ ધૂલ=મોટું હોય છે અને સોનાની લગડીમાં પરમાણું વધારે હોય છે પણ તેનું કદ સૂક્ષ્મનાનું હોય છે. તેમ ઔદારિક સ્કંધ નું કદ ધૂલ હોય છે. અને કાશ્મણ સ્કંધમાં પરમાણુ સૌથી વધારે હોવાથી તેનું કદ અત્યંત સૂક્ષ્મ હોય છે. માટે અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કાર્મણ સ્કંધને આપણે ઇન્દ્રિય કે યંત્રની મદદથી જોઈ શકતાં નથી. પરંતુ કેવળજ્ઞાની કે વિશિષ્ટ અવધિજ્ઞાની તેને દેખી શકે છે. આપણે તો કર્મનું ફળ. સુખદુઃખાદિ અનુભવીએ છીએ, તે કર્મફળનું કારણ દ્રવ્યકર્મ છે. અને દ્રવ્યકર્મનું ઉપાદાન કારણ “કાર્પણ વર્ગણા” છે. ૧૫ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s | જીવ અને કર્મનો સંબંધ છે (તર્કદષ્ટિએ અનાદિની સિદ્ધિ) જગતમાં પહેલું કોણ ? જીવ કે કર્મ ? આ બે વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પહેલાં હતી અને પછી બીજી વસ્તુ ઉત્પન્ન થઈ. એવું નક્કી થાય તો અમુકવખતે જીવ અને કર્મનાં સંયોગ ની આદિ થઈ કહેવાય. દા.ત. અહીં ટેબલ પડ્યું છે. અને કોઈક વ્યક્તિએ તેના ઉપર પેન મૂકી તો ટેબલ અને પેનનાં સંયોગ = સંબંધની આદિ= શરૂઆત થઇ કહેવાય. આ પ્રમાણે જીવ અને કર્મમાં પણ પહેલું “આ” પછી “આ” એવો નિર્ણય થાય તો જીવ અને કર્મનાં સંયોગની “આદિ” સિદ્ધ થાય. પરંતુ જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. જેમ મરઘી અને ઈડામાં, અથવા પિતા-પુત્રમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી તેમ જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. - જો તમે એમ કહેશો કે પહેલાં મરઘી હતી પછી ઈડું થયું તો ઈડા વિના મરઘી કેવી રીતે હોઈ શકે ? વળી, જો તમે એમ કહેશો કે પહેલું ઈંડુ હતુ અને પછી મરઘી થઈ. તો પ્રશ્ન થશે કે મરઘી વિના ઈડુ ક્યાંથી આવ્યું ? અથવા જો તમે એમ કહેશો કે પહેલાં પિતા હતા પછી પુત્ર થયો. તો તે વ્યક્તિ કોઈનો પણ પુત્ર થયા વિના પિતા ક્યાંથી બન્યો ? વળી જો તમે એમ કહેશો કે પહેલાં તે પુત્ર હતો પછી પિતા થયો. તો તેનો પિતા કોઈક તો હોવો જોઈએ ને ? કારણકે પિતા વિના પુત્ર કેવી રીતે હોય ? આમ પિતા-પુત્ર, અને મરઘી-ઈડુ એ યુગલમાં પહેલું કોણ તેનો નિર્ણય થઈ શક્તો નથી તેમ જીવ અને કર્મમાં પણ પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. જો તમે એમ કહેશો કે પહેલું કર્મ છે. અને પછી જીવ છે. તો જીવ વિના કર્મ કેવી રીતે હોઈ શકે? કારણકે જીવના સંસર્ગથી જ કાર્માસ્કંધો કર્મસંશક બને છે. માટે જીવ વિના કર્મ ન હોય. For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હવે જો તમે એમ કહેશો કે પહેલો જીવ અને પછી કર્મ છે. તો અનિષ્ટાપત્તિ આવશે. કારણ કે પહેલાં કર્મરહિત શુદ્ધજીવ હતો અને પાછળથી શુદ્ધ જીવને કર્મ વળગ્યું એમ માનવું પડશે. માટે જે જીવો સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાને પામેલાં છે. તેમને પણ કર્મો વળગી જશે. જેથી સિદ્ધજીવોને ફરી સંસારમાં આવવું પડે. તેથી મોક્ષ અને ધર્મ નિરર્થક બને. આ વાત ઈષ્ટ નથી. તેથી અનિષ્ટાપત્તિ આવે છે. માટે પહેલાં જીવ શુદ્ધ હતો અને પછી તે કાર્યણસ્કંધોને ગ્રહણ કરીને, કર્મનાં સંયોગવાળો થયો, એવું તો માની શકાશે નહીં. આમ, જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. કારણકે જીવ વિનાનું એકલું કર્મ હોતું નથી અને કર્મ વિનાનો સંસારી જીવ હોતો નથી, બન્ને પરસ્પર સાપેક્ષ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પિતા-પુત્ર, મરઘી-ઈંડુ, વૃક્ષ-બીજ, દ્રવ્યકર્મ-ભાવકર્મ વિગેરે યુગલો સાપેક્ષ છે. તેમ જીવ-કર્મ સાપેક્ષ છે. આવા સ્થળે પરસ્પર કાર્યકારણભાવની પરંપરા ચાલુ જ હોય. એટલે “જે જે સ્થળે પરસ્પર કાર્યકારણભાવની પરંપરા ચાલુ જ હોય તે તે સ્થળે પહેલું કોણ ? તેનો નિર્ણય થઇ શકતો નથી. માટે જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઇ શકતો નથી. માટે જીવ અને કર્મનાં સંયોગની “આદિ' સિદ્ધ થઇ શકતી નથી. તેથી પરંપરાએ પ્રવાહની અપેક્ષાએ જીવ અને કર્મનાં સંબંધની “અનાદિ” સિદ્ધ થઇ જાય છે. ૧૭ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મસિદ્ધાંતની આવશ્યકતા છે. (૧) જીવનમાં સુખદુઃખની ઘટમાળ ચાલુ જ હોય છે. જીવન વિઘવિનાનું હોય એવું તો ઓછું જ બને. ક્યારેક તો ચારે તરફથી અચાનક ચઢી આવેલું વિધ્વવાદળ એવું તો વરસી પડે કે જાણે માનવીને યમરાજનાં શરણે ગયા વગર છૂટકો જ ન રહે ! એ વખતે કાંઈક ઉદું જ બને છે. મૃત્યુનાં મુખમાં પહોંચી ગયેલાં માનવીને નવું જીવન મળે છે. તે બચી જાય છે. તેનું કારણ છે. • “જીવતો જાગતો ગુરુ કર્મસિદ્ધાંત” • ગુરુની જેમ કર્મ સિદ્ધાંતનું જ્ઞાન આંતરિક પ્રેરણા કરે છે કે “હે જીવ ! આ દુઃખનું કારણ તો તું જ છે. તારા હાથે જ તારી જીવનભૂમિમાં વવાયેલું પૂર્વકૃત કર્મ જ છે. આપઘાતથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. કર્મોનું મૃત્યુ થતું નથી. કર્મો તો પરભવમાં તારી સાથે જ આવવાનાં છે. પરભવમાં પણ કર્મો તને સુખદુઃખાદિફળનો અનુભવ કરાવ્યા વિના રવાના થવાનાં નથી. માટે હે જીવ ! તું અહીં જ કર્મોને સમભાવે ભોગવીને કર્મરાજાનું દેવું ચૂકવી દે. જુનુ દેવું ચૂકવતાં નવું દેવું ઉભું ન થાય તેનું ધ્યાન રાખજે. જેથી ફરીવાર આવું વિન ન આવે” " આ પ્રમાણે ગુરુની જેમ કર્મસિદ્ધાંતનું જ્ઞાન, મીઠાં આશ્વાસનપૂર્વક વિનોને સમભાવે સહન કરવાની પ્રેરણા કરતું હોવાથી, “ભાવિ જીવનને સુખી બનાવવા માટે ગુરુ તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૨) અનાદિકાળથી સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલાં જીવને, “સન્માર્ગ મોક્ષમાર્ગ તરફ વાળવા માટે દીવાદાંડી” તુલ્ય કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. ૧૮ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અશુભ પ્રવૃતિ તરફ જવા ટેવાયેલાં મનને કર્મસિદ્ધાંત લાલબત્તીની જેમ “રૂક જાવ”નું એલાન કરતું હોવાથી “અધ્યવસાય = વિચારની વિશુદ્ધિ માટે લાલબત્તી તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૪) આત્માપર પડેલાં કર્મડાઘને બતાવનાર “દર્પણતુલ્ય” કર્મસિદ્ધાંતનું જ્ઞાન, આત્મવિશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. જેમ માનવી દર્પણદ્વારા મુખ ઉપર રહેલાં ડાઘને જોતાંની સાથે પાણી, સાબુ વિગેરે દ્વારા સાફ કરવા મથે છે. તેમ કર્મસિદ્ધાંત દ્વારા આત્મા પર રહેલાં કર્મડાઘને જોતાંની સાથે જ વિશિષ્ટ ધર્મારાધના દ્વારા સાફ કરવા મથે છે. તેથી “આત્મવિશુદ્ધિ માટે દર્પણ તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૫) આત્મિકવિકાસયાત્રાર્થે શ્રેષ્ઠભોમિયાતુલ્ય કર્મસિદ્ધાંતનું જ્ઞાન જીવનમાં ખાસ જરૂરી છે. હું ક્યાંથી આવ્યો છું ? ક્યાં સુધી પહોંચ્યો છું ? ક્યાં જવું છે ? કયો રસ્તો લેવો ? ઇત્યાદિ માર્ગદર્શક શ્રેષ્ઠ ભોમિયા તુલ્ય કર્મસિદ્ધાંત છે. જીવનું મૂળવતન છે સૂક્ષ્મનિગોદ. જીવ સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળીને એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય દેવ, નારકી વિગેરે ૮૪ લાખ યોનિમાં ભટકતો ભટકતો માનવભવ સુધી પહોંચ્યો છે. પણ ચતુર્ગતિરૂપ સંસારમાં મુસાફરી કરીને ખૂબ જ થાકી ગયો છે. હવે જલ્દી સ્વગૃહે=મોક્ષનગરે પહોંચવું છે. માટે શોર્ટકટ લેવો છે. તેથી આત્મિકવિકાસયાત્રાર્થે શોર્ટકટના જાણકાર કર્મસિદ્ધાંત પાસે જાય છે. ત્યાંથી સમ્યક ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે સ્ટેશનોવાળા શોર્ટકટની માહિતી મેળવીને આત્મિકવિકાસયાત્રામાં આવતાં સમ્યક ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાદિ સ્ટેશન વટાવીને જલ્દીથી સ્વગૃહે=મોક્ષનગરે પહોંચી જાય છે. માટે “આત્મિકવિકાસયાત્રાર્થે શ્રેષ્ઠ ભોમિયાતુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. - ઇતિ કર્મબોધ પીઠિકા : ૧૯ ૧૯ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મવિપાકનામા પ્રથમ કર્મગ્રંથ મંગલાચરણ અને કર્મનું સ્વરૂપसिरिवीरजिणं बंदिय, क म्मविवागं समासओ वुच्छं, कीरइ जिओण हेउहिं, जेणं तो भन्नो कम्मं ॥१॥ श्री वीरजिनं वन्दित्वा कर्मविपाकं समासतो वक्ष्ये । क्रियते जीवेन हेतुर्भियेन ततो भण्यते कर्म ॥१॥ ગાથાર્થ - શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને હું કર્મના ફળને ટૂંકાણથી કહીશ. જીવવડે હેતુલારા જે કરાય છે. તેથી તે “કર્મ કહેવાય છે. વિવેચન-ગ્રન્થકાર શ્રી દેવેન્દ્રસૂરિમહારાજા “સિરિવીરજિસંવંદિય” પદ દ્વારા, બાહ્ય અને અત્યંતર લક્ષ્મીથી યુક્ત મહાવીર જિનેશ્વરનાં ગુણનું સ્મરણ કરવા દ્વારા મનથી, સ્તુતિ કરવા દ્વારા વચનથી, પ્રણામ કરવા દ્વારા કાયાથી, મંગલાચરણ કરી રહ્યા છે. સિરિ=શ્રી લક્ષ્મી લક્ષ્મી ૨ પ્રકારે છે. • A.જ્યારે પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે પ્રત્યુત્તરની શરૂઆત કરતાં યેન, તટ કે યમદ્િ અવ્યયો મૂકાય છે. અને પ્રત્યુત્તરનો ઉપસંહાર કરતી વખતે તત, તે, તમત, અવ્યયો મૂકાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં પ્રત્યુત્તરની શરૂઆતમાં ન = જેથી શબ્દ બહુ વપરાતો નથી પણ તેની સાથે સંબંધ રાખતો તે = તેથી શબ્દ અવશ્ય વપરાય છે. દા.ત. કોઈકે પ્રશ્ન કર્યો કે, માં પહુન્ન કર્થ થ્થતે ? કમળને પંકજ કેમ કહો છો ? સંસ્કૃત ભાષામાં પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, વેર - ત પ ગાયતે (ततः) तेन पङ्कजम् इति भण्यते । ગુજરાતી ભાષામાં - તે કાદવમાં ઉત્પન્ન થયેલું છે. તેથી તેને પંકજ કહેવાય છે. આ પ્રમાણે કર્મની બાબતમાં પ્રશ્રકારોએ પ્રશ્ન કર્યો કે. આત્મા સાથે ચોંટેલી કામણવર્ગણાનાં પગલોને તમે “કર્મ” કેમ કહો છો? પ્રત્યુત્તર આપતાં ગ્રન્થકાર શ્રી કહે છે કે, ૨૦. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) બાહ્યલક્ષ્મી, (૨) અત્યંતરલક્ષ્મી, તીર્થંકરદેવોની અશોકવૃક્ષ” વિગેરે આઠપ્રાતિહાર્ય તેમજ ચોત્રીશ અતિશય વિગેરે જે બાહ્ય ઋદ્ધિ છે. તેને બાહ્ય લક્ષ્મી કહેવાય છે. અને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય વિગેરે આત્માનાં સ્વાભાવિક ગુણોને અત્યંતર લક્ષ્મી કહેવાય છે. આ બન્ને પ્રકારની લક્ષ્મી તીર્થંકરભગવંતને જ હોય છે. “કર્મવિપાક' ગ્રન્થની શરૂઆત કરતાં ગાથાનાં પૂર્વાર્ધમાં ગ્રન્થકારશ્રીએ, ગ્રન્થની નિર્વિબે પરિસમાપ્તિ કરવાને માટે, “સિરિવીરજિર્ણ વંદિય” પદ દ્વારા બાહ્યા અને અત્યંતર લક્ષ્મીથી યુક્ત મહાવીર જિનેશ્વરને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને, “કમ્મવિવાગ” પદ દ્વારા વિષય બતાવ્યો છે. તથા “સમાસઓ” પદ દ્વારા પ્રયોજન બતાવ્યું છે. તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીનું પણ સૂચન કર્યું છે. (૧) વિષય :- ગ્રન્થમાં જે બાબતની મુખ્યતા હોય તેને વિષય કહેવાય. પ્રસ્તુત ગ્રન્થમાં કર્મનાં વિપાક = ફળની મુખ્યતા હોવાથી આ ગ્રન્થનો વિષય “કર્મવિપાક” છે. (૨) પ્રયોજન :- જે ઉદ્દેશ (હેતુ) થી પ્રવૃતિ કરાય. તે પ્રયોજન કહેવાય. પ્રયોજન બે પ્રકારે છે. (૧) અનંતર પ્રયોજન. ચેન- નીવેન હેતુષિ ચિતે | તત: 4 રૂતિ મળ્યતે | ગુજરાતી ભાષામાં - જીવવડે હેતુદ્વારા જે કરાય છે. એટલે કે કાશ્મણવર્ગણાનાં પુદ્ગલોમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તેથી તે કર્મ કહેવાય છે. એટલે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ એવો કરવો કે, “જીવવડે હેતુદ્વારા જે કરાય છે.” તેથી તે “કર્મ” કહેવાય છે. A. અશોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ, દ્વિવ્યધ્વનિશ્ચામરમાસ ૨ | भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ ૨૧ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) પરંપર પ્રયોજન. અનંતર = તરત, શીધ્ર. (૧) ગ્રન્થરચનાદિ કાર્ય કરવાથી જે તાત્કાલિક ફળ પ્રાપ્ત થાય તે અનંતર પ્રયોજન. પરંપર = અંતિમ, છેલ્લું. (૨) ગ્રન્થરચનાદિ કાર્ય કરવાથી જે કાલાન્તરે ફળ પ્રાપ્ત થાય તે પરંપરપ્રયોજન. અનંતરપ્રયોજન બે પ્રકારે છે. (૧) ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન. (૨) શ્રોતાનું અનંતર પ્રયોજન. (૧) પંચમકાળમાં ઉત્પન્ન થયેલા મહાનુભાવોનાં બુદ્ધિ, બળ, આયુષ્ય વિગેરે કાળક્રમે ઘટતાં હોવાથી અલ્પાયુષ્યવાળા તથા અલ્પબુદ્ધિવાળા જીવો આગમાદિ દ્વારા કર્મવિપાકનું જ્ઞાન મેળવી શકતાં નથી. જેથી મંદબુદ્ધિવાળા જીવોને, કર્મવિપાકનો “સંક્ષેપમાંથી બોધ કરાવનારી ઉપકારક બુદ્ધિથી થતી કર્મનિર્જરા તથા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તીવ્ર થવો એ સર્વે “ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન” (શીધ્રફળ) છે. (૧) ગ્રન્થ ભણવાથી, વાંચવાથી કે સાંભળવાથી કર્મવિપાકનો બોધ કરવો. કર્મવિપાકનાં અભ્યાસારા અપૂર્વ કર્મનિર્જરા કરવી. કર્મવિપાકનાં અભ્યાસ દ્વારા આત્મપરિણતિમાં સુધારો થવો. એ સર્વે શ્રોતાનું અનંતર પ્રયોજન (શીધ્રફળ) છે. પરંપર પ્રયોજન પણ બે પ્રકારે છે. (૧) ગ્રન્થકર્તાનું પરંપર પ્રયોજન. (૨) શ્રોતાનું પરંપર પ્રયોજન. કર્મવિપાકને જાણીને કર્મમાંથી મુક્તિ મેળવવી એ “ગ્રન્થકર્તા અને શ્રોતાનું પરંપર પ્રયોજન” (અંતિમફળ) છે. (૩) સંબંધઃ- બે વસ્તુની પરસ્પર સાપેક્ષતાને સંબંધ કહેવાય. બે વસ્તુનો પરસ્પર સંબંધ અનેક પ્રકારે થાય છે. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) ગ્રન્થ અને વિષયની વચ્ચે Aવાચ્યવાચકભાવ સંબંધ છે. કારણકે આપણે જે શબ્દ બોલીએ છીએ તે જ વસ્તુનો બોધ થાય છે. પણ બીજી વસ્તુનો બોધ થતો નથી. એનું કારણ એ જ છે કે “તે” શબ્દનો “એ” વસ્તુની સાથે કાંઈક સંબંધ છે માટે તે શબ્દદ્વારા તે વસ્તુનો બોધ થાય છે. દા.ત. ઘટ શબ્દ સાંભળતાં જ તુંબડાકારવાળી વસ્તુનું જ્ઞાન થયું. એ જ સૂચવે છે કે ઘટશબ્દને ઘટવસ્તુની સાથે કાંઈક સંબંધ છે. માટે જ ઘટ શબ્દ દ્વારા ઘટવસ્તુ જણાય છે એટલે અહીં ઘટવસ્તુને જણાવનાર = વાચક ઘટશબ્દ છે. અને ઘટ શબ્દદ્વારા જાણવા યોગ્ય = વાગ્યે ઘટવસ્તુ છે. માટે ઘટશબ્દ અને ઘટવસ્તુની વચ્ચે વાચ્યવાચકભાવસંબંધ આ પ્રમાણે, કર્મવિપાક વિષયને જણાવનાર = વાચક ગ્રન્થ છે. અને ગ્રન્થદ્વારા જાણવા યોગ્ય = વાચ્ય કર્મવિપાક વિષય છે માટે ગ્રન્થ અને વિષય વચ્ચે વાચ્ય-વાચકભાવસંબંધ છે. જો વાચક ગ્રન્થની સાથે વા કર્મવિપાક વિષયને કોઈ જ સંબંધ ન હોય તો આ ગ્રન્થદ્વારા કર્મવિપાકનું જ્ઞાન થાય નહીં. (૨) ગ્રન્થ અને ગ્રન્થકર્તાની વચ્ચે કાર્યકારણભાવ સંબંધ છે. ગ્રન્થની રચના એ કાર્ય છે. અને ગ્રન્થકર્તા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ એ કારણ છે માટે ગ્રન્થ અને ગ્રન્થકર્તાની વચ્ચે કાર્યકારણભાવસંબંધ છે. (૩) ગ્રન્થનો મૂળગ્રન્થકર્તાની સાથે ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ છે. સૌ પ્રથમ ભગવાન મહાવીર સ્વામીએ કર્મવિપાક વિષયની અર્થરૂપે દેશના આપી અને તેની સૂત્રરૂપે રચના સૌ પ્રથમ ભગવાન સુધર્માસ્વામીએ કરી હતી. A. બૌદ્ધદર્શનકારનું એવું માનવું છે કે, શબ્દનો અર્થ પદાર્થની સાથે વાસ્તવિક સંબંધ નથી. પરંતુ કાલ્પનિક સંબંધ છે. જેથી શબ્દાત્મક ગ્રન્થનો પદાર્થાત્મક વિષયની સાથે કોઇ જ સંબંધ ન હોવાથી ગ્રન્થ દ્વારા કર્મવિપાક વિષયનું જ્ઞાન થતું નથી. આ વાતનું ખંડન કરતાં ગ્રન્થકાર શ્રી કહે છે કે, જો ગ્રન્થ અને વિષયની વચ્ચે કોઈ જ સંબંધ ન હોય તો ગ્રન્થદ્વારા વિષયનું જ્ઞાન થાય નહીં. પરંતુ ગ્રન્થદ્વારા કર્મવિપાક વિષયનું જ્ઞાન થાય છે એ જ સૂચવે છે કે ગ્રન્થ અને વિષયની વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ અવશ્ય છે. ૨૩ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે સૂરની અપેક્ષા કર્મવિપાકગ્રન્થનાં પ્રથમ રચયિતા ગુરુ સુધર્માસ્વામીની સાથે આ ગ્રન્થનો ગુરુપર્વક્રમ લક્ષણસંબંધ છે. (૪) અધિકારીઃ- જે વ્યક્તિ કર્મવિપાકને જાણવાની ઈચ્છાવાળા હોય અને તેનામાં સમજવાની યોગ્યતા હોય તે આ ગ્રન્થ ભણવાનાં અધિકારી છે. દરેક ગ્રન્થકારશ્રી પ્રાયઃ પોતાના ગ્રન્થની શરૂઆતમાં વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી આ જ વસ્તુ બતાવે છે. તેને “અનુબંધચતુષ્ટય” કહેવાય. અનુબંધ = હેતુ=કારણ. ગ્રન્થરચનાદિ કાર્યમાં વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી એ. ૪ વસ્તુ કારણભૂત હોવાથી, એને અનુબંધચતુષ્ટય કહેવાય છે કારણ કે બુદ્ધિશાળી મનુષ્યો અભ્યાસાદિમાં પ્રવૃતિ કરતાં પહેલાં, ગ્રન્થનો મૂળ વિષય શું છે? ગ્રન્થ કયા વિષય પર લખાયેલો છે, એની માહિતી મેળવે છે. ત્યાર પછી, આ ગ્રન્થ ભણવાથી મને શું લાભ થશે ? અથવા આ ગ્રન્થ રચવાથી શું શું લાભ થશે? એ વિચારે છે. કારણ કે વિષય ગમવા માત્રથી કે વિષયનું જ્ઞાન હોવામાત્રથી બુદ્ધિશાળી લોકો અભ્યાસ કે ગ્રન્થરચનાદિકાર્યમાં પ્રવૃતિ કરતાં નથી કેમકે વિષય જાણ્યા પછી પણ અભ્યાસાદિ કાર્ય દ્વારા મને કાંઇક લાભ થશે એવું લાગે તો જ લોકો અભ્યાસાદિમાં પ્રવૃતિ કરે છે. માટે વિષય જાણ્યા પછી પણ પ્રયોજનની જરૂર રહે છે. વિષય અને પ્રયોજન જાણ્યા પછી પણ ગ્રન્થ અને વિષય વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં ? એ જાણવાની ઈચ્છા થાય છે. કારણ કે જો ગ્રન્થ અને વિષય વચ્ચે કોઈ સંબંધ ન હોય તો “તે” ગ્રન્થ દ્વારા “તે જ વિષયનું જ્ઞાન થતું નથી. માટે વિષય, પ્રયોજન પછી સંબંધની પણ જરૂર રહે છે. વિષય, પ્રયોજન અને સંબંધ જાણ્યા પછી પણ આ ગ્રન્થ ભણવાની મારામાં યોગ્યતા છે કે નહીં ? એવું દરેક જીવો વિચારે છે. માટે દરેક જીવો વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારીપણાનો વિચાર કરીને ગ્રન્થ ભણવાની કે રચવાની શરૂઆત કરતાં હોવાથી ગ્રન્થરચનાદિ કાર્યનું કારણ વિષયાદિ ૪ છે. એટલે વિષયાદિ ૪ ને અનુબંધચતુટ્ય કહેવાય છે. કોઈપણ વ્યક્તિ વિષયાદિ ૪ ને જાણ્યા વિના ગ્રન્થનું અધ્યયન કે રચનાદિ કાર્યનો પ્રારંભ કરતી નથી. માટે ગ્રન્થકારશ્રીએ ગાથાનાં પૂર્વાર્ધમાં જ વિષયાદિ અનુબંધચતુષ્ટય કહ્યું છે. ૨૪ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ . OOO TO AT For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૉંગ્રહણની પ્રક્રિયા દર્શક ચિઝ નં. ૧ cits - લોકમાંથી દવ. સ્થાવાઢ કાર્ભા હ૪ઘોળે ગ્રહણ૮ કી ૨હ્યો છે. કાર્મણ સ્કંધો - લોકમાંથી માનવ વાવ.ગાઢ કર્મિશ સ્કંધોને ગ્રહણ કહી હ્યૉ છે. - લોકમાંથી નાટક સ્વાવગાઢકાર્મહા છંદોને અહet કી દૃો છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મશબ્દનો અર્થ :કર્મની વ્યુત્પત્તિ -ક્રિય તત્ વર્ષ (જે કરાય તે કર્મ). કર્મશબ્દમાં કૃ ધાતુને “મન' પ્રત્યય લાગ્યો છે. 5 +મન્ = કર્મ અહીં કુ ધાતુ ને મનું પ્રત્યય કર્મણિ પ્રયોગમાં લાગેલો હોવાથી ગ્રન્થકારશ્રી એ “જીવવડે જે કરાય તે કર્મ.” કહેવાય, એમ આખું વાક્ય કર્મણિપ્રયોગમાં મૂક્યું છે. વાક્યમાં જીવ ક” છે. “જે” શબ્દ “કર્મ” સૂચક છે. “જીવ વડે મિથ્યાત્વાદિ હેતુકારા, જે કરાય છે એટલે કે કાર્મણસ્કંધોમાં જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તેથી તે [કાર્મણસ્કંધો] “કર્મ" કહેવાય છે. કર્મબંધનું સ્વરૂપ :કાજળની ડબ્બીમાં કાજળના કણીયાં, જેમ ઠાંસી ઠાંસીને ભરેલાં હોય છે. તેમ સંપૂર્ણલોકમાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તેથી જીવ જે જગ્યાએ રહેલો હોય, એ જગ્યાએથી શારીરિકાદિ પ્રવૃતિરૂ૫ યોગદ્વારા અનંતાનંત કાર્મણ સ્કંધોને ગ્રહણ કરે છે. તે વખતે જીવદ્વારા ગ્રહણ કરાયેલા કાર્મણસ્કંધોમાં મિથ્યાત્વાદિને લીધે જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થતી હોવાથી કાર્મણસ્કંધો કર્મસંજ્ઞક બને છે. તે વખતે જેમ તપાવેલાં લોખંડનાં એક એક કણીયામાં અગ્નિ ઓતપ્રોત થઈ જાય છે. તેમ કર્મરૂપે બનેલા કાર્મણસ્કંધો, આત્મપ્રદેશોની સાથે ઓતપ્રોત થઈ જાય છે. અથવા દૂધમાં પાણી નાંખતાં જેમ દૂધની સાથે પાણીના બિન્દુઓ એકમેક થઈ જાય છે. તેમ કાર્મણ સ્કંધો (કર્મો) આત્માના એકેક પ્રદેશની સાથે એકમેક થઈ જાય છે. તેને “કર્મબંધ” કહેવાય છે. A. સર્વથતુષ્યનિનાએ ઉણાદિ સૂત્રથી કૃધાતુને મનું પ્રત્યય લાગીને વર્ષનશબ્દ બન્યો છે. નાનો નો ૨૧૩૧ ... (સિ.લે. શબ્દાનુશાસન) થી નું નો લોપ થયો છે. B. શતકનામા પંચમ્ કર્મગ્રન્ય ગાથા નં.૭૮ સ્વપત ટીકા :- “અvi તપ'' fસ ... - પ્રવત્તિअभव्येभ्योऽनन्तगुणैः सिद्धेभ्योऽनन्तगुणहीनैः परमाणुभिर्निष्पन्नमेकैकं कर्मस्कंन्धं गृह्णाति, तानपि स्कन्धान्, प्रतिसमयमभव्येभ्योऽनन्तगुणान् सिद्धानापन्नभागवर्तिन . एव गृह्णातीति ॥७८॥ ૨૫ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદાહરણમાં ઘટના - ધૂળિયા રસ્તામાં આરસની સુંદર હવેલી છે. પવન સતત ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે ધૂળ ચારે તરફ ઉડતી ઉડતી હવેલીની ભીંત સાથે અથડાઈ રહી છે. આ વખતે જો હવેલીની ભીંત ચીકણી ન હોય તો ધૂળ ભીંત સાથે અથડાઈને ખરી પડે છે. અને હવેલીની ભીંત ચીકણી હોય તો ધૂળ ભીંત સાથે ચિટકી જાય છે. : આ પ્રમાણે, ૧૪ રાજલોકરૂપ રસ્તામાં અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કામણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. એટલે ૧૪ રાજલોકરૂપ ધૂળીઓ રસ્તો છે. તેમાં સંસારી જીવ રહેલો છે. જીવ શરીરધારી હોવાથી યોગરૂપ પવન સતત ફૂંકાઈ રહ્યો છે. યોગરૂપ પવનનાં કારણે કાર્મણવર્ગણારૂપ ધૂળ ઉડતી ઉડતી જીવ સાથે અથડાય છે. આ વખતે જીવ જો મિથ્યાત્વાદિ (રાગદ્વેષાદિ)નાં અભાવે ચીકણો થયેલો ન હોય તો કાર્મણસ્કંધરૂપ ધૂળ આત્મા સાથે અથડાઈને ખરી પડે છે. અને જો આત્મા મિથ્યાત્વાદિ = રાગદ્વેષાદિને લીધે ચીકણો થયેલો હોય તો કાર્માસ્કંધો કર્મસંશક બનીને આત્મપ્રદેશ પર ચિટકી જાય છે. તેને કર્મબંધ” કહેવાય છે. કર્મબંધના હેતુ :કર્મબંધના હેતુ ૨ પ્રકારે છે (૧) બાહ્ય હેતુ (૨) અત્યંતર હતુ. (૧) બાહાહેતુ :- “પડિણીયgણ” ઇત્યાદિ ગાથા નં. પ૩થી૬૦માં જણાવ્યા મુજબ, જ્ઞાનાદિ, તેનાં સાધનો તેમજ જ્ઞાની વિગેરેની આશાતનાં કરવી તે.... (૨) અત્યંત રહેતુ :- મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ જ છે. (૧) મિથ્યાત્વ :- સર્વજ્ઞ ભગવંતે જે પદાર્થ જેવા સ્વરૂપે બતાવ્યો છે. તે પદાર્થ તેવા સ્વરૂપે ન માનતાં, વિપરીત સ્વરૂપે માનવો તે મિથ્યાત્વ કહેવાય. દા.ત. સર્વજ્ઞ ભગવંતે સંસાર-પાપ તત્ત્વને હેય = છોડવા લાયક કહ્યો છે. તેને હેય ન માનતાં ઉપાદેય = આદરવાયોગ્ય માનવો તે મિથ્યાત્વ કહેવાય. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથ્યાત્વ એ સંસારવૃક્ષનું મૂળ છે. કપાયાદિ ત્રણ તો સંસારવૃક્ષની ડાળીઓ છે. મિથ્યાત્વ ગયા બાદ બાકીનાં ત્રણનો અવશ્ય નાશ થાય છે. (૨) અવિરતિ - વિ+રમ્ ધાતુ વિરમવું (અટકવું). હિંસાદિ અઢાર પાપસ્થાનકથી વિરમવું તે વિરતિ અને હિંસાદિ અઢાર પાપસ્થાનકથી નહિ વિરમવું તે અવિરતિ કહેવાય. (૩) કષાય - ક૬ = સંસાર આય = લાભ. જેના વડે સંસારનો લાભ થાય તે કપાય. ક્રોધ, માન, માયા અને લોભ એમ ૪ પ્રકારે કષાય છે. કર્મબંધનું મુખ્ય કારણ કષાય છે. કેમકે કષાયો સંસારવૃક્ષનાં મૂળમાં પાણી સિંચીને સંસારને લીલોછમ રાખે છે. (૪) યોગ - મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃતિને યોગ કહેવાય છે. યોગ-૩ પ્રકારે છે. (૧) મનોયોગ - શુભાશુભ ચિંતન-મનનને મનોયોગ કહેવાય. (૨) વચનયોગ - વાણીને, વચનયોગ કહેવાય. (૩) કાયયોગ :- શારીરિક ક્રિયાને કાયયોગ કહેવાય છે. મિથ્યાત્વાદિ સ્વરૂપ આત્મિકપરિણામને ભાવકર્મ કહેવાય છે. અને તેના દ્વારા જે પૌદ્ગલિક કર્મબંધ થાય છે. તેને દ્રવ્યકર્મ કહેવાય. દ્રવ્યકર્મોદયથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને ભાવકર્મદ્વારા દ્રવ્યકર્મબંધ થાય છે. જેથી દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવમરઘી અને ઈડાની માફક “અનાદિ છે. પરંતુ જ્યારે મિથ્યાત્વાદિનો નાશ થાય છે. ત્યારે આત્માનો કર્મપુદ્ગલોની સાથે સંબંધ છૂટી જાય છે. માટે જીવની સાથે કર્મપુદ્ગલોનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત = અંતવાળો છે. જીવ અને કર્મનો સંબંધ :વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનો સંબંધ સાદિસાંત છે. (૨) પ્રવાહરૂપે જીવની સાથે કર્મનો સંબંધ અનાદિસાંત તથા અનાદિ અનંત છે. (૧) સાદિસાંત :- જીવ સમયે સમયે નવાકર્મો બાંધે છે. તે બાંધેલાં કર્મો અમુકકાળે પોતાનું ફળ આપીને આત્મપ્રદેશથી છૂટા પડી જાય છે. એટલે કર્મોનો અંત આવી જાય છે. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org = જીવ જ્યારે કર્મોનો બંધ કરે છે. ત્યારે વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનાં સંયોગ (સંબંધ)ની આદિ (શરૂઆત) થઇ કહેવાય. અને તે કર્મો ફળ આપીને જ્યારે છૂટા પડી જાય છે. ત્યારે તે કર્મોનો ‘‘અંત’ (નાશ) થયો કહેવાય. એટલે વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનો સંબંધ સાદિ શરૂઆતવાળો અને સાંત= અંતવાળો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) અનાદિ સાંત :-^ભવ્ય જીવોની અપેક્ષાએ, જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહરૂપે મરઘી અને ઈંડાની માફક અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે રાગાદિભાવોનો નાશ થાય છે ત્યારે જીવની સાથે પૌદ્ગલિક કર્મનો સંબંધ છૂટી જાય છે. જેથી ભવ્યજીવોની સાથે કર્મપુદ્ગલોનો સંબંધ અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ કાલાન્તરે અંત આવતો હોવાથી, પ્રવાહરૂપે કર્મનો સંબંધ અનાદિ-સાંત છે. (૩) અનાદિ-અનંતઃ- Bઅભવ્ય જીવોની અપેક્ષાએ, જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહરૂપે મરઘી અને ઇંડાની માફક અનાદિકાળથી ચાલુ છે. અને અભવ્યજીવોને ક્યારેય રાગાદિભાવોનો અંત આવવાનો નથી. તેથી અભવ્યજીવો ક્યારેય કર્મબંધમાંથી મુક્તિ મેળવી શકતાં નથી. માટે પ્રવાહરૂપે કર્મનો સંબંધ અનાદિ-અનંત છે. કર્મમાં મૂર્તત્વની સિદ્ધિ : દ્રવ્યકર્મ પુદ્ગલ સ્વરૂપ હોવાથી મૂર્ત= રૂપી છે. કર્મો અત્યંત સૂક્ષ્મરજ સ્વરૂપ હોવાથી આંખે દેખી શકાતા નથી. પરંતુ કાર્યણસ્કંધો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી મૂર્ત છે. જેમ ધ્વનિ (શબ્દ)માં ઉદ્ધૃત રૂપ ન હોવાથી દેખી શકાતો નથી પરંતુ શબ્દનાં શ્રવણથી જીવને અનુગ્રહ (ઉપકાર) કે ઉપઘાત (નુકશાન) થતો દેખાય છે. તેથી ધ્વનિમાં જેમ મૂર્તત્વની સિદ્ધિ થાય છે. તેમ આત્મા પર થતા અનુકૂલતા અને પ્રતિકૂલતાનાં સંવેદનથી તથા ગ્રહણશાટનથી કર્મમાં મૂર્તત્વની સિદ્ધિ થાય છે. A. જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા (લાયકાત) હોય તે ભવ્ય કહેવાય. B. જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા (લાયકાત) ન હોય, તે અભવ્ય કહેવાય. ૨૮ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જો કર્મને અરૂપી માનવામાં આવે તો આકાશની જેમ આત્માને કર્મો દ્વારા સુખદુઃખનો અનુભવ થશે નહીં પરંતુ એવું તો બનતું નથી જેમ મૂર્ત ભોજનાદિથી જીવને સુખદુઃખનો અનુભવ થાય છે તેમ મૂર્ત કર્મો દ્વારા પણ જીવને સુખદુઃખનો અનુભવ થતો હોવાથી દ્રવ્યકર્મમાં મૂર્તત્વની સિદ્ધિ થાય છે. ભાવકર્મ એ આત્માનાં અશુદ્ધ પરિણામ સ્વરૂપ હોવાથી અરૂપી છે. શંકા - મૂર્તકર્મોની અમૂર્ત આત્મા પર અસર થાય ખરી ? સમાધાન :- મૂર્તવસ્તુની અમૂર્તવસ્તુ પર કાંઈ જ અસર ન થાય એવો એકાંતે નિયમ નથી. કારણકે જ્ઞાન અમૂર્ત છે. છતાં મદિરા, વિષ વિગેરે મૂર્ત વસ્તુથી જ્ઞાનશક્તિનો નાશ થવાથી ડાહ્યો માણસ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દે છે. ગાંડો બની જાય છે. ગટરમાં પડે છે. અને ઘી, દૂધ, બદામ વિગેરે પદાર્થો દ્વારા જ્ઞાનશક્તિની વૃદ્ધિ થાય છે. માટે જેમ મદિરાદિ મૂર્તવસ્તુઓ અમૂર્ત જ્ઞાનને નુકશાન (ઉપઘાત) કરે છે. અને ઘી, દૂધ વિગેરે મૂર્ત પૌષ્ટિક પદાર્થો ઉપકાર (અનુગ્રહ) કરે છે. તેમ અશુભ મૂર્તકર્મો અમૂર્ત આત્માને દુઃખી (ઉપઘાતો કરે છે અને શુભ મૂર્તકર્મો આત્માને સુખી (અનુગ્રહ) કરે છે. તેથી મૂર્ત વસ્તુની અમૂર્ત વસ્તુપર સારી કે માઠી અસર થઈ શકે છે. જો કે સંસારી જીવ એકાંતે (સર્વથા) અમૂર્ત નથી પણ કથંચિત્ મૂર્ત છે. કારણકે જેમ અગ્નિ અને લોખંડનો સંબંધ થતા લોખંડ અગ્નિરૂપ બની જાય છે. તેમ જીવ અને કર્મોનો સંબંધ અનાદિકાલીન હોવાથી જીવ કર્મપરિણામ- રૂપ બની જાય છે. તેથી જીવ કથંચિત મૂર્તિ છે. માટે મૂર્તકર્મની કથંચિત્ મૂર્ત આત્મા પર સારી કે ખોટી અસર થવામાં કોઇ જ વાંધો આવતો નથી. કર્મનો વિયોગ.. જેમ સોનાની ખાણમાં પ્રથમથી જ સોનું માટીથી યુક્ત હોય છે. માટી અને સોનાનો સંયોગ ક્યારે થયો તેનો નિર્ણય કરી શકાતો નથી. તેથી સોનું અને માટીનો સંયોગ અનાદિકાલીન છે. તો પણ તેને તેજાબ ૨૯ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે અગ્નિવડે તપાવવાથી સોનાથી માટીને જુદી પાડી શકાય છે. એટલે તેજાબાદિ દ્વારા સોનાથી માટીનો વિયોગ થઈ શકે છે. એ રીતે, જીવ અને કર્મોનો સંબંધ અનાદિકાલીન હોવા છતાં પણ જીવ સમ્યગુદર્શનાદિ હેતુ દ્વારા નવા કર્મબંધને અટકાવીને તપાદિ દ્વારા જૂના કર્મમલનો ક્ષય કરીને, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યારે જીવ અને કર્મોનો પણ વિયોગ થાય છે. લાડુનાં દષ્ટાંત દ્વારા કર્મબંધનાં પ્રકારની સમજુતિ, અને મૂળ પ્રકૃતિ તથા ઉત્તપ્રકૃતિની કુલ સંખ્યા : पयइ-ठिड्-रस-पएसा, तं चहा मोयगस्सदिटुंता, मूलपगइट्ठ उत्तर, पगई अडवनसयभेयं ॥२॥ प्रकृति-स्थिति-रस-प्रदेशात् तत्-चतुर्धा मोदकस्य दृष्टान्तात् । मूलप्रकृत्यष्ट उत्तर प्रकृत्यष्टपञ्चाशत् शतभेदम् ॥२॥ ગાથાર્થ :- પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધની અપેક્ષાએ કર્મબંધ-૪ પ્રકારે છે. તે લાડુનાં દૃષ્ટાંતથી સમજવું. મૂળપ્રકૃતિ ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ પ્રકારે છે. વિવેચન :- સંપૂર્ણલોકમાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તેમાંથી જીવ જે સમયે જે કાર્માસ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે. “તે જ સમયે” “તેમાં” (૧) પ્રકૃતિ = શુભાશુભ ફળ આપવાનો સ્વભાવ. (૨) સ્થિતિ = તે સ્વભાવ કેટલો વખત કર્મદલિકોમાં ટકી રહેશે એ નક્કી થયું (૩) રસ = ઓછા વધતા પ્રમાણમાં શુભાશુભ ફળનો અનુભવ કરાવનારી શક્તિ. (૪) પ્રદેશ = સંખ્યાની દૃષ્ટિએ ચોક્કસ પ્રમાણયુક્તકર્મદલિકનો જથ્થો. આ ચારેયનો નિર્ણય થઈ જાય છે. - જેમ ગાયાદિ જ્યારે ઘાસ ખાય છે. ત્યારે તે ઘાસ દૂધરૂપે પરિણમે છે. તે જ વખતે, તેમાં, (૧) મીઠાશ જેવો સ્વભાવ બંધાય છે. (૨) એ મીઠાશ કેટલો ટાઈમ ટકી રહેશે તેનો નિર્ણય પણ તે જ વખતે થઈ જાય છે. ૩૦ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) દૂધમાં મીઠાશ ઓછી છે કે વધુ એ પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. (૪) તે ગાયાદિ કેટલું દૂધ આપશે ? તેનું પ્રમાણ (માપ) પણ એ વખતે જ નક્કી થઈ જાય છે. આ રીતે, જીવ જે સમયે કાર્મણસ્કંધો ગ્રહણ કરીને કર્મરૂપે પરિણાવે છે. “તે જ સમયે” “તેમાં,” (૧) આત્માના જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિ આપવાની શક્તિ= સ્વભાવ ઉત્પન્ન થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં પ્રકૃતિ કહેવાય. (૨) તે સ્વભાવ કર્મદલિકોમાં કેટલો વખત ટકી રહેશે તેનો પણ તે જ સમયે નિર્ણય થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં સ્થિતિ કહેવાય. (૩) વળી તે સ્વભાવ કેવા પ્રકારના જુસ્સા (પાવર) થી, શુભાશુભ ફળનો અનુભવ કરાવશે એ પણ તેજ સમયે નક્કી થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં રસ કહેવાય. (૪) જીવ દ્વારા ગ્રહણ કરાતા કાર્મણસ્કંધો, ભિન્ન-ભિન્ન સ્વભાવ રૂપે પરિણામ પામતી વખતે સ્વભાવ દીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મદલિકોના જથ્થાને શાસ્ત્રીય પરિભાષામાં પ્રદેશ કહેવાય. (૧) પ્રકૃતિબંધ :- સ્વભાવનો નિર્ણય થવાપૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે પ્રકૃતિબંધ કહેવાય. (૨) સ્થિતિબંધ -તે તે સ્વભાવનો અમુક સમય સુધી કર્મદલિકોમાં રહેવાનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે સ્થિતિબંધ કહેવાય. (૩) રસબંધ :- ઓછા-વધતાં પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે રસબંધ કહેવાય. (૪) પ્રદેશબંધ - સ્વભાવદીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મ દલિતોનું આત્મપ્રદેશની સાથે એકાકાર થવું તે પ્રદેશબંધ કહેવાય. આ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની અપેક્ષાએ કર્મબંધ ૪ પ્રકારે છે. ૩૧ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -: લાડુનાં દૃષ્ટાંતદ્વારા પ્રકૃતિબંધાદિની સમજુતિ : પ્રકૃતિબંધ - જેમ જુદા જુદા પ્રકારનાં દ્રવ્યોથી બનેલા લાડુમાં, ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન થાય છે. તેમ જીવની જુદી-જુદી જાતની પ્રવૃત્તિને લીધે, કાર્મણસ્કંધમાં જુદી-જુદી જાતનો સ્વભાવ ઉત્પન્ન થાય છે. દા. ત. સૂંઠ, મરી વગેરે વાયુનાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ વાયુને શાંત કરવાનો છે. પિત્ત નાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો છે. ગુંદરના લાડુનો સ્વભાવ શરીરમાં શક્તિ (તાકાત) આપવાનો છે. ચુરમાદિ લાડુનો સ્વભાવ શરીર ને પુષ્ટ કરવાનો છે. આ રીતે જીવની જુદી જુદી જાતની પ્રવૃતિને લીધે, કાર્મણસ્કંધમાં જુદી જુદી જાતનાં ફળનો અનુભવ કરાવી શકે એવી શક્તિ = સ્વભાવ ઉત્પન્ન થાય છે. દા. ત. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, જે કાર્મણસ્કંધોમાં જ્ઞાનગુણને ઢાંકવાની શક્તિ (સ્વભાવ) ઉત્પન્ન કરાય છે. તે કાર્મણસ્કંધોને “જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. જ્ઞાનાવરણીયકર્મ વિપાકકાળે અજ્ઞાનતા, મૂર્ખતાનો અનુભવ કરાવે છે. દાન, દયા, સંયમાદિ દ્વારા જે કાર્મણસ્કંધોમાં જીવને સુખ આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તે કાર્માસ્કંધોને શાતાવેદનીય કર્મ કહેવાય. શતાવેદની કર્મ વિપાકકાળે સુખનો અનુભવ કરાવે છે. યદ્યપિ જ્ઞાનાવરણીયાદિ ભિન્ન ભિન્ન સ્વભાવને કારણે, કર્મપુદ્ગલો જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જતાં હોવાથી કર્મનાં સૂક્ષ્મદૃષ્ટિથી અસંખ્યાતભેદ થઈ શકે છે. પરંતુ મહાપુરુષોએ સ્થૂલદૃષ્ટિથી તે સર્વેનો મુખ્ય ૮ વિભાગ અને પેટાભેદની અપેક્ષાએ ૧૫૮ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. માટે શાસ્ત્રમાં મૂળ કર્મપ્રકૃતિ- ૮ અને પેટાકર્મ=ઉત્તરકર્મપ્રકૃતિ ૧૫૮ કહી છે. A. જ્ઞાન, જ્ઞાનનાં સાધનો કે જ્ઞાનીની આશાતનાં કરીએ તો જ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અન્યથા નહીં, એવું ન સમજવું કારણકે મિથ્યાત્વાદિને લીધે જીવ પ્રતિસમયે ૭ કે ૮ કર્મો બાંધે છે. આયુષ્ય બંધાતું હોય ત્યારે જીવ ૮ કર્મો બાંધે છે અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જીવ ૭ કર્મો બાંધે છે. એટલે દરેક સમયે મિથ્યાત્વાદિને લીધે જ્ઞાનાવરણીયાદિ કર્મો તો બંધાય જ છે તે વખતે જે જે કર્મપ્રકૃતિનાં જે જે બાહ્ય હેતુ કહ્યા છે. તે બાહ્ય હેતુનું સેવન ચાલુ હોય તો, તે કર્મની સ્થિતિ અને રસમાં વધારો થાય છે. પણ જ્ઞાનાદિની આશાતનારૂપ બાહ્યકેતુનાં સેવનથી જ જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે. અન્યથા નહીં એવું ન સમજવું. ૩૨ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિબંધનું કારણ “યોગ” છે. જો મન, વચન અને કાયાની પ્રવૃતિ = યોગ શુભ હોય તો જીવ શુભ = પુણ્ય પ્રકૃતિ બાંધે છે. અને જો મન-વચન અને કાયાની પ્રવૃતિ = યોગ અશુભ હોય તો જીવ અશુભ= પાપ પ્રકૃતિ બાંધે છે. સ્થિતિબંધ : જેમ ચુરમાના લાડુ એક-બે દિવસ સુધી, ગુંદરનો લાડુ અઠવાડિયા સુધી, સૂંઠનો લાડુ પંદર દિવસ સુધી, પિત્તનાશક લાડુ મહિના સુધી ખાદ્ય પદાર્થ તરીકે સારો રહે છે. પછી વિકૃત બની જતાં પોતાના સ્વભાવને છોડી દે છે. તેમ નામ અને ગોત્ર કર્મનાં પુલો વધુમાં વધુ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી, જ્ઞાનાવરણીયાદિ કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૩૦ કોડાકોડી સાગરોપમ સુધી અને મોહનીય કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી પોતાના સ્વભાવને છોડ્યાં વિના આત્મપ્રદેશો પર ચોંટી રહે છે. એટલે લાડુની જેમ દરેક કર્મની સ્થિતિ (કાળ) જુદી જુદી હોય છે. જ્યારે જે કર્મની સ્થિતિ પૂરી થઈ જાય ત્યારે તે કર્મ પોતાની મેળે જ આત્મપ્રદેશથી છૂટું પડી જાય છે.. સ્થિતિબંધનું કારણ “કષાય” છે. કષાયની માત્રાનુસારે કાર્મણસ્કંધમાં સ્થિતિનો નિર્ણય થાય છે. જો કષાયની માત્રા વધુ હોય તો. તે વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશ પર વધુ વખત ચોંટી રહે છે. અને જો કષાયની માત્રા ઓછી હોય તો, તે વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશ પર થોડો વખત ચોંટી રહે છે. દા. ત. તીવ્ર કષાયોદય વખતે ગ્રહણ કરાતાં કાર્માસ્કંધો આત્મપ્રદેશોની સાથે ૭0 કોડાકોડી સાગરોપમ સુધી ચોંટી રહે છે. અને મન્દકષાયોદય વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશોની સાથે અંતર્મુહૂર્ત સુધી ચોંટી રહે છે. રસબંધ - જેમ કોઈ લાડુમાં ગળપણ વધુ નાંખવામાં આવે તો, તે લાડુમાં મીઠાશ વધુ હોય છે. અને ગળપણ ઓછું નાંખવામાં આવે તો, લાડુમાં મીઠાશ ઓછી હોય છે. તથા કોઈ લાડુમાં મેથી વધુ A. શતકનામાપંચકર્મગ્રંથ जोगापयडिपएसं, ठिइअणुभागं कसायाओ ॥ ९६ ॥ ૩૩. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાંખવામાં આવે તો તે લાડુમાં કડવાશ વધુ હોય છે. અને કોઈ લાડુમાં મેથી ઓછી નાંખવામાં આવે તો તે લાડુમાં કડવાશ ઓછી હોય છે. તેમ શુભ કર્મમાં ક્યારેક શુભરસ વધુ હોય છે, તો ક્યારેક શુભરસ ઓછો હોય છે તથા અશુભ કર્મમાં ક્યારેક અશુભરસ વધુ હોય છે તો કયારેક અશુભરસ ઓછો હોય છે. એટલે કર્મો ઓછા વધતા પ્રમાણમાં શુભાશુભ ફળનો અનુભવ કરાવી શકે છે. રસબંધનું કારણ “કષાય” છે. કષાયની માત્રાનુસારે શુભાશુભકર્મપ્રકૃતિમાં મંદ, તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ રસ ઉત્પન્ન થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં, એકસ્થાનિક, દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, કે ચતુઃસ્થાનિક રસબંધ કહેવાય છે. જો કષાયની માત્રા વધુ હોય તો અશુભકર્મમાં તીવ્રરસ અને શુભકર્મમાં પંદરસ ઉત્પન્ન થાય છે. અને જો કષાયની માત્રા ઓછી હોય તો અશુભકર્મમાં મંદરસ અને શુભકર્મમાં તીવ્રરસ ઉત્પન્ન થાય છે. શુભકર્મમાં ઉત્પન્ન થતો શુભરસ શેરડીના રસની જેમ સુખદાયક છે. અને અશુભકર્મમાં ઉત્પન્ન થતો અશુભરસ લીંબડાનાં રસની જેમ દુઃખદાયક છે. માટે તીવ્રરસવાળા અશુભકર્મનાં ઉદય વખતે જીવ અત્યંત દુઃખી હોય છે. અને મંદરસવાળા અશુભકર્મનાં ઉદયવખતે જીવ થોડોક દુઃખી હોય છે. તથા મંદરસવાળા શુભકર્મનાં ઉદય વખતે જીવ થોડોક સુખી હોય છે. અને તીવ્રરસવાળા શુભકર્મનાં ઉદય વખતે જીવ અત્યંત સુખી હોય છે. કષાય વિના સ્થિતિબંધ અને રસબંધ થતો નથી. પ્રદેશબંધ :- જેમ જુદા જુદા લાડુમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ ન્યૂનાધિક હોય છે. કોઈ લાડુ ૫૦ ગ્રામનો હોય છે, તો કોઈ લાડુ ૧૦૦ ગ્રામનો હોય છે. તો કોઈ લાડુ ૨૦૦ ગ્રામનો પણ હોય છે. તેમ કોઈ કર્મમાં કાર્મણજીંધો અલ્પ હોય છે. તો કોઈ કર્મમાં કામણજીંધો તેનાથી વધારે હોય છે તો કોઈ કર્મમાં કાર્યણસ્કંધો તેનાથી પણ વધારે હોય છે. એમ જુદા જુદા કર્મમાં ન્યૂનાધિક પ્રમાણમાં કાર્મણસ્કંધો હોય છે. પ્રદેશબંધનું કારણ “યોગ” છે. જીવ મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગાનુસારે જૂનાધિક પ્રમાણમાં કાર્મણસ્કંધને ગ્રહણ કરે છે. જેમ મુસાફર ધીમી ગતિએ ચાલે તો ૩૪ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir KC દાંતાવરણ Olo Hoid અથર / હતા. દર્શન jes en મોહનીય Cett * જો આ વેદનીય કમી * IT'S For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડાનાવણ કર્મ ગૉઝ કર્મ અનંત SOL teen૩. અશ. અનંત દર્શીના લઘુતા નામ કર્મ અરૂણતા, S Mવ - અયાદીમાં મોહનીય કર્મ ૩ વીતરાગતા અભય : સ્થિતિ ત, અલત વીણ આયુષ્ય કમ ) આવ્યા, આહિ અંતરાય કમ - વેદનીય કર્મ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓછો રસ્તો કપાય. અને ઝડપથી ચાલે તો વધુ રસ્તો કપાય, તેમ જીવની પ્રવૃત્તિ મંદ હોય તો થોડા કાર્યણસ્કંધો ગ્રહણ થાય. અને જીવની પ્રવૃતિ ઝડપી હોય તો વધુ કામર્ણકંધો ગ્રહણ થાય. જો જીવ થોડા કાર્યણસ્કંધો ગ્રહણ કરે તો દરેક કર્મનાં ભાગોમાં થોડા થોડા કાર્મણસ્કંધો આવે અને જીવ વધુ કાર્યણસ્કંધો ગ્રહણ કરે તો દરેક કર્મનાં ભાગમાં વધું વધુ કાર્યણસ્કંધો આવે. એટલે જીવ યોગાનુસારે ન્યૂનાધિક પ્રમાણમાં કાર્યણસ્કંધો ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવીને, તેની વહેંચણી કરી દે છે. આમ, જીવદ્વારા એક જ સમયે ગ્રહણ કરાતાં કાર્યણસ્કંધોનું કર્મરૂપે પરિણમન થતી વખતે એકી સાથે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એ ૪ વસ્તુનો નિર્ણય થતો હોવાથી કર્મબંધ ૪ પ્રકારે કહ્યો છે. કર્મની મૂળપ્રકૃતિનાં નામ અને તેનાં ઉત્તરભેદની સંખ્યા :इह-नाण- दंसणावरण वेअ मोहाऽऽउनाम - गोआणि, વિષં = પળ-નવ-ટુ-અછુવીસ-વડ-તિષય-ટુ-પવિત રૂા इह ज्ञान - दर्शनावरण - वेद्य- मोहाऽऽयुर्नाम गोत्राणि । વિí = પદ્મ-નવ-ચટ્ટાવિંશતિ ચતુ-સ્પ્રિંશત-દ્વિ-પશ્ચવિધર્ારૂ। ગાથાર્થ :-આ શાસ્ત્રમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ ૮ કર્મો માનેલાં છે. તેનાં અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસોત્રણ, બે અને પાંચ ભેદ છે. વિવેચન :-આત્મા પોતે જ પરમાત્મા છે. જેમ લીંબડાનો સ્વભાવ કડવો, સાકરનો સ્વભાવ મીઠો, મરચાનો સ્વભાવ તીખો છે તેમ આત્માનો સ્વભાવ જ્ઞાનાદિ છે. આત્મા જ્ઞાનાદિ અનંતગુણમય હોવાથી તે સર્વેગુણોનું વર્ગીક૨ણ કરીને તે સર્વેનો મહાપુરુષોએ ૮ વિભાગમાં સમાવેશ કરી આપ્યો હોવાથી આત્માના મુખ્ય (મૂળ) ગુણો ૮ કહ્યાં છે. તેનાં ઉપર કાર્મિક રજકણો (કાર્યણસ્કંધ) નાં “થર” ઉપરાઉપરી જામી ગયા હોવાથી આત્મા બે વિભાગમાં વહેંચાઇ જાય છે. (૧) શુદ્ધાત્મા (૨) અશુદ્ધાત્મા. અનંતજ્ઞાનાદિગુણથી યુક્ત શુદ્ધાત્મા સૂર્ય જેવો તેજસ્વી છે. ૩૫ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેનાં ઉપર “જ્ઞાનાવરણીયાદિ-કર્મવાદળ” આવી જવાથી આત્માનું અનંતજ્ઞાનાદિ શુ=અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, આત્માનું અંધકારમય અજ્ઞાનાદિ અશુદ્ધ નકલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. જેમકે :- આત્માનો પ્રથમ ગુણ “અનંતજ્ઞાન” છે. જ્ઞા” ધાતુનો અર્થ “જાણવું” થાય છે. લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોની અતીત- અનાગત અને વર્તમાનકાળની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણે પ્રકારની પરિણતિને એકીસાથે, એકસમયમાં જાણી શકવાની આત્મિકશક્તિને અનંતજ્ઞાન કહેવાય. “અનંતજ્ઞાનગુણને ઢાંકનાર કાર્મણઔધોને, જ્ઞાનાવરણીયકર્મ કહેવાય.” જ્ઞાનાવરણીય કર્મવાદળને લીધે જીવનું અનંતજ્ઞાનાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, અજ્ઞાનતા, મૂર્ખતાદિ નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અનંતજ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની, મૂર્ખ કહેવાય છે. (૨) આત્માનો બીજો ગુણ “અનંતદર્શન” છે. દ” ધાતુનો અર્થ જોવું, દેખવું થાય છે. લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોની અતીત-અનાગત અને વર્તમાનકાળની ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એ ત્રણે પ્રકારની પરિણતિને એકીસાથે, એક સમયમાં દેખી શકવાની આત્મિક શક્તિને અનંતદર્શન કહેવાય છે. અનંતદર્શનગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને, દર્શનાવરણીયકર્મ કહેવાય.” દર્શનાવરણીય કર્મવાદળને લીધે જીવાત્માનું અનંતદર્શનાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી અંધાપો, પંગુત્વ, મૂકત્વ, બહેરાશ, નિદ્રાધીનતા વિગેરે નકલી સ્વરૂપે પ્રગટ થયું છે. માટે જીવ અનંતદર્શની હોવા છતાં પણ આંધળો, લૂલ, મંગો, બહેરો કહેવાય છે. (૩) આત્માનો ત્રીજો ગુણ “અવ્યાબાધ સુખ” છે. - વિ + મા + વાધુ ધાતુને ભાવ અર્થમાં પન્ પ્રત્યય લાગીને “વ્યાબાધ” શબ્દ બન્યો છે. વ્યાબાધ = પીડા, દુઃખ. અવ્યાબાધ = પીડા રહિત, દુઃખ રહિત. ૩૬ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવ્યાબાધ સુખ = દુઃખનિરપેક્ષ“સુખ, શાશ્વત સુખ. શુદ્ધાત્મા દરેક ક્ષણે પૂર્ણાનંદમય છે. ક્યારેય પૌદ્ગલિક સુખ કે દુઃખની લાગણી ઉત્પન્ન થતી નથી. માટે તે દુઃખ નિરપેક્ષ શાશ્વત=અક્ષય સુખનો ભોકતા છે) “અવ્યાબાધ સુખને ઢાંકનાર કાર્મણસ્કંધોને, વેદનીયકર્મ કહેવાય છે.” વેદનીય કર્મવાદળને લીધે જીવનું અવ્યાબાધ સુખાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, વ્યાબાધાત્મક સુખ, દુઃખને અનુભવે છે. માટે જીવ અક્ષયસુખનો ભોક્તા હોવા છતાં સુખી-દુઃખી કહેવાય છે. (૪) આત્માનો ચોથો ગુણ અક્ષયચારિત્ર છે. ર, ધાતુનો અર્થ ગતિ કરવી અથવા ભોજન કરવું થાય છે. જેનાથી મોક્ષ પ્રતિ ગતિ થાય અથવા નિજ જ્ઞાનાદિ ગુણોનું ભોજન=ભોગવટો કરવો તે ચારિત્ર કહેવાય. આત્માનું અસલી સ્વરૂપ જ્ઞાનમય, દર્શનમય, પૂર્ણાનંદમય છે. તેનો ભોગવટો કરવો. એટલે કે શુદ્ધ જ્ઞાનોપયોગ, શુદ્ધદર્શનોપયોગાદિમાં રમવું તે સ્વગુણમાં રમણતારૂપક્ષાયિકચારિત્ર કહેવાય. “અક્ષય ચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને “મોહનીય કર્મ” કહેવાય. મોહનીય કર્મવાદળને લીધે જીવનું સમ્યગ્દર્શન અને અક્ષય ચારિત્રાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, વૈષ કામ હાસ્યાદિ નકલી સ્વરૂપે પ્રગટ થયું છે. તેથી જીવ પરભાવમાં રમણતાને લીધે પારકી વસ્તુને પોતાની માનીને મુંઝાયા કરે છે. માટે ક્ષાયિકક્યારિત્રને ઢાંકનાર કાર્મણ સ્કંધોને મોહનીય કર્મ કહ્યું છે. મોહનીય કર્મને લીધે જીવ વીતરાગી હોવા છતાં રાગી, દ્વેષી કહેવાય છે. પુરુષ ન હોવા છતાં પુરુષ કહેવાય છે. સ્ત્રી ન હોવા છતાં સ્ત્રી કહેવાય છે. (૫) આત્માનો પાંચમો ગુણ “અક્ષયસ્થિતિ” છે. અક્ષયસ્થિતિ=અક્ષયજીવન. અક્ષયજીવન=સદા કાળને માટે જીવવું, અથવા જન્મ, જરા, મરણ રહિત જીવન. “અક્ષય સ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને આયુષ્યકર્મ કહેવાય છે.” A. પૌદ્ગલિક સુખ, દુઃખ સાપેક્ષ હોય છે. આત્મિક સુખ, દુઃખ નિરપેક્ષ હોય છે. માટે તે શાશ્વત અક્ષયસુખ કહેવાય છે. - ૩૭ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આયુષ્યકર્મવાદળને લીધે જીવનું અક્ષયસ્થિત્યાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, સીમિત જીવન જન્મ, જરા, મરણરૂપ નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. તેથી આત્મા અક્ષય જીવનવાળો હોવા છતાં પણ સીમિત જીવનવાળો કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) આત્માનો છઠ્ઠો ગુણ “અરૂપી, અનામી” છે. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે હોય તે ‘‘રૂપી’’ દ્રવ્ય કહેવાય. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે ન હોય તે ‘અરૂપી’’ દ્રવ્ય કહેવાય. આત્મા વર્ણવાળો નથી, ગંધવાળો નથી, રસવાળો નથી, સ્પર્શવાળો નથી માટે આત્મા અરૂપી છે. “અરૂપીપણાને ઢાંકનાર કાર્યણ સ્કંધોને “નામકર્મ’ કહેવાય.’’ નામકર્મવાદળને લીધે જીવનું અરૂપીપણું ઢંકાઇ જવાથી મનુષ્યાદિ અવસ્થા, શરીર, ઈન્દ્રિય, સૌભાગ્ય, દુર્ભાગ્ય, યશ, અપયશ વિગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અરૂપી હોવા છતાં પણ રૂપી, નામી કહેવાય છે. (૭) આત્માનો સાતમો ગુણ “અગુરૂલઘુ” છે. દરેક વ્યક્તિનું આત્મત્વ એક સરખું જ છે. તેમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી. તેથી આત્મા અગુરૂલઘુગુણવાળો છે. “અગુરૂલઘુગુણને ઢાંકનાર કાર્યણ- સ્કંધોને “ગોત્રકર્મ’ કહેવાય છે.” અથવા ગોત્રકર્મવાદળને લીધે જીવનું અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી ઉચ્ચકુળપણું, નીચકુળપણું વગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ ઉંચ્ચનીચનાં ભેદ વિનાનો હોવાં છતાં પણ ઉચ્ચકુળ-નીચકુળવાળો કહેવાય છે. (૮) આત્માનો આઠમો ગુણ “અનંતવીર્ય” છે. આત્મા અનંતશક્તિનો માલિક છે. “અનંતશક્તિને ઢાંકનાર કાર્મણસ્કંધોને અંતરાયકર્મ કહેવાય.” અંતરાયકર્મવાદળને લીધે, જીવનું અનંતદાનાદિ અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી કૃપણતા, દરિદ્રતા, ભોગોપભોગમાં વિઘ્નતા, દુર્બળતા વિગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અનંતશક્તિનો માલિક હોવા છતાં પણ કંજૂસ, ગરીબ, નમાલો કહેવાય છે. આમ, આત્માનાં મૂળ ગુણો ૮ હોવાથી મૂળકર્મો ૮ કહ્યાં છે. જ્ઞાનાવરણીયાદિ કર્મવાદળને લીધે જીવનું સ્વરૂપ, શુદ્ધ-અશુદ્ધ અસલી અને નકલી એમ બે વિભાગમાં વહેંચાઇ ગયું છે. પણ ૩૮ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુખ For Private and Personal Use Only ૩૯ શુદ્ધ - અશુદ્ધ આત્મ રવરૂપો ક્રમ આત્માનું કર્મવાદળનું નામ આત્માનું ભેદ ઉપમા અસલી સ્વરૂપ નકલી સ્વરૂપ ૧) અનંતજ્ઞાન | જ્ઞાનાવરણયાણકર્મ અજ્ઞાનતા, મૂર્ખતા | ૫ | આંખે બાંધેલા પાટા જેવું ૨ અનંત | દર્શનાવરણીયકર્મ અંધાપો-બહેરાશ, ૯ | દ્વારપાળ જેવું દર્શન મૂકત્વ પંગુતા-નિદ્રા. અવ્યાબાધ | વેદનીયકર્મ સુખી દુઃખી અવસ્થા ૨ | મધથી લેપાયેલી તરવારની ધાર જેવું ૪ અક્ષય મોહનીયકર્મ મિથ્યાત્વ. રાગ, દ્વેષ. | ૨૮ | મદિરાનાં પાન જેવું ચારિત્ર હાસ્યાદિ | | આયુષ્યકર્મ જન્મ સીમિત જીવન, ૪ | બેડી જેવું સ્થિતિ જરા-મૃત્યુ ૬ અરૂપીપણું નામ કર્મ ગતિ. શરીર, ઈન્દ્રિયાદિ અનામીપણું ૧૦૩ ચિત્રકાર જેવું યશ. અપયશ. સૌભાગ્ય દુર્ભાગ્ય-વર્ણાદિ. | | અગુરુલઘુ | ગોત્ર કર્મ. | ઉચ્ચકુળ - નીચકુળ ૨ | કુંભાર જેવું ૮ અનંત | અંતરાયકર્મ કૃપાણતા, દરિદ્રતા, | ૫ | ભંડારી જેવું. દાનાદિ ભોગપભોગમાં વિદ્યતાઅનુત્સાહ પરમાત્મા બની જાય છે.” છે. જ્યારે સંપૂર્ણ “થર” ઉખડી જાય છે, ત્યારે “આત્મા પોતે જ જેમ જેમ કર્મના થર ઉખડતાં જાય છે.તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય www.kobatirth.org [ પ અક્ષય Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -: જ્ઞાનાવરણીયાદિકર્મના ક્રમનું પ્રયોજન : ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તેના ૨ પ્રકાર છે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. આ બેમાં જ્ઞાનોપયોગ મુખ્ય છે. કારણ કે જ્ઞાનથી કર્મવિષયક શાસ્ત્ર અથવા બીજા શાસ્ત્રનો વિચાર કરી શકાય છે. (જાણી શકાય છે, જ્યારે કોઇપણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે જીવ જ્ઞાનોપયોગયુક્ત જ હોય છે. મોક્ષની પ્રાપ્તિ વખતે પણ જ્ઞાનોપયોગ જ હોય છે. માટે જ્ઞાનને ઢાંકનારૂ જ્ઞાનાવરણીય કર્મ પ્રથમ કહ્યું છે. જ્ઞાનોપયોગમાંથી શ્રુત આત્મા અવશ્ય દર્શનોપયોગમાં સ્થિર થાય છે. માટે જ્ઞાનાવરણીયકર્મ પછી દર્શનગુણને ઢાંકનારૂ દર્શનાવરણીયકર્મ કહ્યું છે. જ્ઞાનાવરણીયકર્મનાં ઉદયવાળો જીવ સૂક્ષ્મ પદાર્થોને જાણી શકતો ન હોવાથી દુઃખી થાય છે. અને જ્ઞાનાવરણીયકર્મોનાં ક્ષયોપશમવાળો જીવ સૂક્ષ્મ, સૂક્ષ્મતર પદાર્થને જાણી શકતો હોવાથી આનંદ-સુખનો અનુભવ કરે છે. | દર્શનાવરણીયકર્મનાં ઉદયવાળો જીવ આંખે જોઈ શકતો ન હોવાથી અથવા ઓછું દેખી શકતો હોવાથી દુઃખી થાય છે. અને દર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમવાળો જીવ ચક્ષુદ્વારા સ્પષ્ટ રીતે વસ્તુને જોઈ શક્તો હોવાથી આનંદ-સુખનો અનુભવ કરે છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના કારણે જીવને સુખદુઃખનો અનુભવ થતો હોવાથી ત્રીજું વેદનીયકર્મ કહ્યું છે. વેદનીયકર્મના ઉદયથી જીવને સુખદુઃખનો અનુભવ થતા, સુખનાં સાધન પ્રત્યે રાગ થાય છે. અને દુઃખનાં સાધન પ્રત્યે દ્વેષ થાય છે. માટે વેદનીય કર્મ એ રાગદ્વેષરૂપ મોહનીયકર્મનું કારણ હોવાથી વેદનીયકર્મ પછી ચોથું મોહનીયકર્મ કહ્યું છે. મોહનીયકર્મનાં ઉદયવાળા મૂઢાત્માઓ આરંભ અને પરિગ્રહાદિમાં આસક્ત થઇને નરકાદિ આયુષ્ય બાંધે છે. તેથી મોહનીયકર્મ એ આયુષ્યકર્મનું કારણ હોવાથી મોહનીય કર્મ પછી પાંચમું આયુષ્યકર્મ કહ્યું છે. નરકાદિ આયુષ્યનો ભોગવટો શરીર વિનાં થઈ શક્તો નથી. માટે નરકાદિ આયુષ્યનાં ઉદય વખતે આયુષ્યનાં ઉદયાનુસાર શરીર, ઇન્દ્રિય, ગતિ ૪૦ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વગેરેનો ઉદય થઇ જાય છે. માટે આયુષ્યકર્મ એ નામકર્મનું કારણ હોવાથી આયુષ્યકર્મ પછી નામકર્મ કહ્યું છે. નામકર્મનો ઉદય થયા પછી જીવને આશ્રયીને ઉચ્ચ-નીચનો વ્યવહાર થાય છે. માટે નામકર્મ પછી ગોત્રકર્મ કહ્યું છે. ગોત્રકર્મનાં ઉદય વખતે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા રાજા વિગેરેને દાનાંતરાય, લાભાન્તરાય, વિગેરે કર્મોનો ક્ષયોપશમ થવાથી દાનાદિ આપી શકે છે. અને નીચકુળમાં જન્મેલાને દાનાન્તરાય, લાભાન્તરાયાદિનો ઉદય હોવાથી દાનાદિની ખાસ તક મળતી નથી માટે ઊંચ-નીચ ગોત્રનો ઉદય એ અંતરાયકર્મનું કારણ હોવાથી ગોત્રકર્મ પછી અંતરાયકર્મ કહ્યું છે. આમ, મૂળ કર્મ ૮ છે અને તેનાં પેટા ભેદ ૧૫૮ છે. મૂળકર્મોનાં ઉત્તરભેદની સંખ્યા :જ્ઞાનાવરણીયકર્મનાં ઉત્તરભેદ -૫ છે. દર્શનાવરણીયકર્મનાં ઉત્તરભેદ -૯ છે. -૨ છે. -૨૮ છે. -૪ છે. -૧૦૩ છે. -૨ છે. (૧) (૨) (૩) વેદનીયકર્મનાં ઉત્તરભેદ (૪) મોહનીયકર્મનાં ઉત્તરભેદ (૫) આયુષ્યકર્મનાં ઉત્તરભેદ (૬) નામકર્મનાં ઉત્તરભેદ ગોત્રકર્મનાં ઉત્તરભેદ (6) (૮) Acharya Shri Kailassagarsuri Gyanmandir -૫ છે. ઉત્તરભેદ છે. અંતરાયકર્મનાં ઉત્તરભેદ જ્ઞાનાવરણીયાદિ. ૮ મૂળકર્મનાં કુલ ૧૫૮ જ્ઞાનનાં પાંચભેદનું સ્વરૂપ અને મતિજ્ઞાનનાં ભેદ :મ-યુગ-ઓફ્રી-મળ-વાળિ, નાળાળિતત્વ મનાળ, वंजणवग्गह चउहा, मण नयण विणिंदिय चउक्का ॥४॥ मति - श्रुतावधि - मन:- केवलानि ज्ञानानि तत्र मतिज्ञानम् ॥ व्यञ्जनावग्रहश्चतुर्धा मनो-नयनं विनेन्द्रियचतुष्कान् ॥४॥ ગાથાર્થ :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન છે. તેમાં પહેલું મતિજ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારે છે. ૪૧ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે આ પ્રમાણે, મન અને ચક્ષુવિના બાકીની ચાર ઈન્દ્રિયોની અપેક્ષાએ વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. વિવેચન :- ગ્રન્થકારશ્રી આઠેકર્મની ઉત્તર પ્રવૃતિઓ ક્રમશઃ બતાવે છે. તેમાં પહેલું જ્ઞાનાવરણીયકર્મ હોવાથી, સૌ પ્રથમ જ્ઞાનનાં ભેદ બતાવે છે. કારણ કે જ્ઞાનનાં પાંચભેદનું સ્વરૂપ જાણ્યું હોય તો જ જ્ઞાનાવરણીયકર્મનાં ઉત્તરભેદો સરલતાથી સમજી શકાય. માટે સૌ પ્રથમ જ્ઞાનનાં ભેદનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાનનાં મુખ્ય ભેદ ૫ છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન. (૧) મતિજ્ઞાન - યોગ્યદેશમાં રહેલી વસ્તુનો મન અને ઈન્દ્રિય દ્વારા, જે બોધ થાય તે મતિજ્ઞાન કહેવાય. મતિજ્ઞાનમાં શબ્દની સાથે પદાર્થનાં સંબંધની વિચારણા હોતી નથી, દા. ત. (૧) કાનદ્વારા “ઘટ” શબ્દ સાંભળ્યો ત્યારે માત્ર ઘટશબ્દનો જે બોધ થયો તે શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થયું. તે વખતે ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે. અને જલહરણાદિ અર્થક્રિયા કરવામાં સમર્થ કબુગ્રીવાદિમાન્ આકૃતિવાળી વસ્તુ એ ઘટશબ્દથી વાચ્ય છે. માટે ઘટશબ્દની સાથે ઘટપદાર્થનો વાચ્યવાચકભાવ સંબંધ છે. આવી કોઈ જ વિચારણા હોતી નથી માટે “શબ્દની સાથે પદાર્થનાં સંબંધની વિચારણા વિનાનું, મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન, તે મતિજ્ઞાન કહેવાય.” (૨) આંખ દ્વારા ઘટ જોયો ત્યારે માત્ર ઘટપદાર્થનો જે બોધ થયો તે ચક્ષુરિન્દ્રિયજન્ય મતિજ્ઞાન થયું. તે વખતે ઘટપદાર્થ એ ઘટશબ્દથી વાચ્ય છે. અને ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે. માટે ઘટ પદાર્થની સાથે ઘટશબ્દનો વાચ્યવાચકભાવ સંબંધ છે. આવી કોઈ જ વિચારણા હોતી નથી. માટે પદાર્થની સાથે શબ્દનાં સંબંધની વિચારણા વિનાનું મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનનું બીજું નામ “Aઆભિનિબોવિકજ્ઞાન” છે. અભિ = સન્મુખ, નિ = નિશ્ચિત્ (સ્પષ્ટ) બોધ = જ્ઞાન. સન્મુખ રહેલાં પદાર્થનો જે સ્પષ્ટ બોધ કરાવે તે આભિનિબોધિક જ્ઞાન. જૈન વાયગ્રન્થોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે. કર્મગ્રન્થ, A. મતિઃ તિઃ સંજ્ઞા દિનામિનિકોય નનામ્ (સાર્થા) ર-રા B. તદ્ વિરમ સાંવ્યાવિ પારમાર્થિવ ૨ (પ્રમાણનયતવા0) ર-જા ૪૨ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વાર્થદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન :- શાસ્ત્રાદિનાં શ્રવણથી કે વાંચનથી, શબ્દાર્થની પર્યાલોચનાવાળું, મન અને ઇંદ્રિયદ્વારા થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય. દા. ત. શ્રોસેન્દ્રિય દ્વારા ઘટ શબ્દ સાંભળ્યો ત્યારે, “માત્ર ઘટશબ્દ”નો જે બોધ થયો તે મતિજ્ઞાન થયું. ત્યાર પછી ઘટશબ્દ એ ઘટઅર્થ= પદાર્થનો વાચક છે. અને ઘટપદાર્થ એ ઘટશબ્દથી વાચ્ય છે. માટે ઘટ શબ્દનો ઘટપદાર્થની સાથે વાવાચકભાવસંબંધ છે. એવી વિચારણાવાળું, મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય. શંકા - શાસ્ત્રમાં સર્વજીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યું છે. પરંતુ શ્રુતજ્ઞાન તો શબ્દશ્રવણાદિ અને વાવાચકભાવસંબંધની વિચારણા દ્વારા થતું હોવાથી શ્રોત્રેન્દ્રિય (કાન) અને મનવાળા જીવોને ઘટી શકે. પરંતુ શ્રોત્રેન્દ્રિય અને મન વિનાનાં એકેન્દ્રિયાદિ જીવોને શ્રુતજ્ઞાન કેવી રીતે ઘટી શકે ? સમાધાન :- શ્રોત્રેન્દ્રિય અને મનવિનાનાં એકેન્દ્રિયાદિ જીવોને પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. કારણકે એકેન્દ્રિયાદિને રસનાદિ દ્રવ્યેન્દ્રિય નથી. પરંતુ ભાવેન્દ્રિય તો હોય જ છે. માટે તેને શ્રુતજ્ઞાનાવરણનાં ક્ષયોપશમજન્ય જૂદી જ જાતનું શ્રુતજ્ઞાન હોય છે. તેથી તેને આહારાદિ ગ્રહણનો અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. A. આના ખુલાસા માટે જુઓ પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન નં. ૨૫. B. (૧) મધુર સંગીત સાંભળતાં વિરહાદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે એકેન્દ્રિયમાં શ્રવણેજિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૨) સુંદરીનાં નયનોનાં કટાક્ષથી તિલકાદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે ચક્ષુરિન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૩) સુગંધી નિર્મળ જળનાં સિંચનથી ચંપાદિવૃક્ષોમાં જલ્દીથી પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે ધ્રાણેન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૪) સુંદર સ્ત્રીનાં સ્વાદિષ્ટ જળનાં કોગળા દ્વારા બકુળાદિવૃક્ષોમાં કુસુમાદિ ઉત્પન્ન થાય છે. માટે રસનેન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. આ રીતે, એ કેન્દ્રિયમાં રસનેન્દ્રિયાદિ દ્રવ્યેન્દ્રિયનો અભાવ છતાં ભાવેન્દ્રિયજન્ય જ્ઞાન લોક પ્રસિદ્ધ છે. માટે એકેન્દ્રિયાદિમાં રસનાદિ દ્રવ્યેન્દ્રિય નથી પરંતુ ભાવેન્દ્રિય તો હોય જ છે. માટે તથાવિધ શ્રુતજ્ઞાનાવરણનાં ક્ષયોપશમજન્ય જ્ઞાન ઘટી શકે છે. ૪૩ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. ત. કીડીને સાકરની ગંધનાં અણુ સાથે ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થતા “અહીં કંઇક છે.’” એમ મતિજ્ઞાન થાય છે. પછી તુરત ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે” એવું જ્ઞાન થાય છે. જો કે કીડીને શબ્દોનું જ્ઞાન નથી. કાન નહીં હોવાથી ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે'' એવું સાંભળ્યું પણ નથી. છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારનાં શ્રુતનાં બળે ‘‘આ વસ્તુ મારે ખાવા લાયક છે.” એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી એ તુરત જ સાકરનાં ટુકડા તરફ દોડીને તેને ચોંટી પડે છે. જો કીડીને શ્રુતજ્ઞાન ન હોય તો તે આ પ્રમાણે પ્રવૃતિ કરી શકે નહિ. પણ તેને આહારાદિ ગ્રહણનો જે અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. તે જ બતાવે છે. કીડી વિગેરેને શ્રુતજ્ઞાન છે. આ પ્રમાણે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયમાં પણ સમજવું. (૩) અવધિજ્ઞાન :- અધિ મર્યાદા. મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિનાં, સાક્ષાત્, આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોને જાણવારૂપ મર્યાદાવાળો, જે બોધ થાય તે અવધિજ્ઞાન કહેવાય. (૪) મન:પર્યવજ્ઞાનઃ- મનઃ પર્યવ=મનનાં વિચારો. મન અને ઇંદ્રિયની સહાયતાં વિનાં, અઢીદ્વીપમાં રહેલાં સંક્ષી પંચેન્દ્રિય (મનવાળા) જીવોનાં મનનાં વિચારો જેનાવડે જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન કહેવાય. મનઃપર્યવ-જ્ઞાનનું બીજું નામ મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યાયજ્ઞાન છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઇપણ વસ્તુનો વિચાર કરતી વખતે કાયયોગદ્વારા પોતે જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી મનોયોગ્ય પુદ્ગલસ્કંધો (મનોદ્રવ્ય) ને ગ્રહણ કરીને, ચિંતનીય વસ્તુને અનુરૂપ^ પરિણમાવીને, તેનું જ અવલંબન (ટેકો) લઇને, તેને છોડી મૂકે છે. તે છૂટા પડેલાં પરિણત મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જેમ બંધ મકાનમાં બેઠેલો માણસ T.V. દ્વારા પરદેશમાં રમાતી મેચાદિનાં દૃશ્યોને જોઇ શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની પોતાના સ્થાને બેઠો A. સંજ્ઞી પંચેન્દ્રિય જ્યારે કોઇ પણ વસ્તુ સંબંધી વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોદ્રવ્ય જુદા જુદા આકારે ગોઠવાય છે. તેને દ્રવ્યમન કહેવાય અને મનરૂપે પરિણામ પામેલા પુદ્ગલોને છોડી દેવા તે વિચાર કહેવાય. એ વિચારને મન:પર્યવ જ્ઞાની અનુમાનથી જાણી શકે છે. ૪૪ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેઠો મન:પર્યવજ્ઞાન દ્વારા અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં વિચારને અનુરૂપ જે જે આકારે મનોદ્રવ્ય ગોઠવાઈ ગોઠવાઈને આકાશમાં ફેંકાય છે તે તે મનોદ્રવ્યની આકૃતિને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવે જે જે વસ્તુ સંબંધી વિચાર કર્યો હોય તે તે વસ્તુનાં આકાર પ્રમાણે ગોઠવાયેલાં મનોદ્રવ્યને જ મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષ જોઈ શકે છે. વસ્તુને નહીં. વસ્તુ તો અનુમાનથી જણાય છે. જેમ કુશળ વૈદ્ય મુખાકૃતિ વિગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલાં રોગને અનુમાનથી જાણી શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યની આકૃતિને પ્રત્યક્ષ જોઈને અનુમાન કરે છે. કે આ જીવે આ વસ્તુ સંબંધી અમુક વિચાર કર્યો હશે. દા. ત. કોઈ જીવ મેરૂપર્વત સંબંધી ચિંતન કરતો હોય તો એ વખતે મનોયોગ્યપુદ્ગલસ્કંધો મેરૂપર્વતનાં આકારે ગોઠવાઈ જાય છે. એ મેરૂ પર્વતની મનોદ્રવ્યાકૃતિને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ દેખી શકે છે. અને તે મનોદ્રવ્યાકૃતિ ઉપરથી મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે આ જીવે મેરૂપર્વત સંબંધી અમુક વિચાર કર્યો હશે. કેમકે એવા વિચાર વિના મેરૂ પર્વતની આવી આકૃતિ હોઈ શકે નહીં. આ પ્રમાણે, મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યાકૃતિરૂપી લિંગથી મેરૂપર્વતરૂપી લિંગીનું અનુમાન કરે છે. માટે મન:પર્યવજ્ઞાની અનુમાનદ્વારા સંજ્ઞી જીવનાં વિચારોને જાણી શકે છે. આ અનુમાન સત્ય હોય છે. તેનો સમાવેશ ^મતિજ્ઞાનમાં થાય છે. કેવળજ્ઞાન -સંપૂર્ણ લોકાલોકમાં રહેલી, ત્રણેકાળની, સર્વવસ્તુની, સર્વ અવસ્થાઓ અર્થાત્ સર્વદ્રવ્યોનાં સર્વપર્યયોને એકી સાથે સાક્ષાત આત્મા A. મતિજ્ઞાન. ૨ પ્રકારે છે. (૧) પ્રત્યક્ષમતિજ્ઞાન. (૨) પરોક્ષમતિજ્ઞાન. (૧) શબ્દાર્થની વિચારણા વિનાનું, ઇન્દ્રિય અને મન દ્વારા થતું સ્પષ્ટ જ્ઞાન તે પ્રત્યક્ષમતિજ્ઞાન કહેવાય. (૨) લિંગ ઊપરથી લિંગીનું અનુમાન કરવું તે પરોક્ષ મતિજ્ઞાન કહેવાય. ધૂમ દ્વારા અગ્નિનું, “ધજા દ્વારા જિનાલયનું, મેરૂ પર્વતાકારે ગોઠવાયેલાં મનોદ્રવ્ય ઉપરથી મેરૂપર્વતનું અનુમાન કરવું તે પરોક્ષમતિજ્ઞાન કહેવાય. ૪૫ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વારા જાણે, તે કેવળજ્ઞાન કહેવાય. જેમ હથેળીમાં રહેલો આમળો ચારેબાજુથી સ્પષ્ટ જણાય છે. તેમ કેવળજ્ઞાની સંપૂર્ણ લોકાલોકમાં રહેલાં, ત્રિકાલ સંબંધી સર્વદ્રવ્યોનાં સર્વપર્યાયોને એકીસાથે સ્પષ્ટ રીતે જાણી શકે છે. જેમ આરિસામાં એકી સાથે અનેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ કેવળજ્ઞાનીના આત્મામાં સર્વ દ્રવ્યનું સર્વ પર્યાય સહિત એકી સાથે વિલક્ષણ પ્રતિબિંબ પડે છે. તેથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યના સર્વ પર્યાયને એકી સાથે જાણી શકે છે. દ્રવ્ય એટલે મૂળ પદાર્થ. પર્યાય એટલે મૂળ પદાર્થની વિવિધ અવસ્થાઓ. દા. ત. આત્મા એ મૂળપદાર્થ છે. અને આત્માની દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય વિગેરે અવસ્થાઓ એ આત્માનાં પર્યાય કહેવાય. એક એક દ્રવ્યનાં અનંતા પર્યાયો હોય છે. કેવળ શબ્દનો ભિન્ન ભિન્ન અર્થ :(૧) કેવળ = એક. કેવળ શબ્દનો અર્થ એક થતો હોવાથી કેવળજ્ઞાનને મત્યાદિ-૪ જ્ઞાનરહિત એકલું જ્ઞાન કહેવાય છે. એટલે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે અત્યાદિ-૪ જ્ઞાન હોતાં નથી કેવળજ્ઞાન એકલું જ હોય છે. આ બાબતમાં બે મત છે. કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, જેમ સૂર્યનાં પ્રકાશમાં ગ્રહ-નક્ષત્ર-તારા વિગેરેનો પ્રકાશ સમાઈ જાય છે. તેમ કેવળજ્ઞાનમાં અત્યાદિ-૪ જ્ઞાન સમાઈ જાય છે. માટે કેવળજ્ઞાન “એકલું” છે. (૨) કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મત્યાદિ-૪ જ્ઞાનો નાશ પામે છે. કારણકે કેવળજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પણ અત્યાદિ-૪ જ્ઞાનો આત્માનાં સ્વભાવરૂપ નથી. કેવળજ્ઞાનાવરણીયકર્મને લીધે ઉત્પન્ન થતા હોવાથી કર્મ સાપેક્ષ છે. કારણકે ઘનઘોર વાદળથી ઢંકાયેલાં સૂર્યની જેમ કેવળજ્ઞાન ઘનઘાતી કર્મો દ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ જ્ઞાનનો થોડો પ્રકાશ તો ખુલ્લો રહી જ A. આરિસો અને તેમાં પડતું પ્રતિબિંબ પુદ્ગલસ્વરૂપ હોવાથી રૂપી છે. આત્મા અરૂપી છે તેમાં પડતું પ્રતિબિંબ રૂપી તથા અરૂપી હોવાથી વિલક્ષણ કહ્યું છે. ૪૬ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય છે. તે મત્યાદિ-૪ સ્વરૂપ છે. એટલે કેવળજ્ઞાનાવરણીયકર્મને લીધે (અપેક્ષાએ) મત્યાદિ-૪ જ્ઞાનો ઉત્પન્ન થતા હોવાથી મત્યાદિ-૪ જ્ઞાનનું કારણ કેવલજ્ઞાનાવરણીય કર્મ છે. તેનું કાર્ય મત્યાદિ-૪ જ્ઞાન છે. વળી, “કારણનો નાશ થતા કાર્યનો નાશ થઇ જાય એ નિયમાનુસાર જેમ અગ્નિનો નાશ થતા ધૂમનો નાશ થઇ જાય છે. તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મનો નાશ થતા મત્યાદિ–૪ જ્ઞાનનો નાશ થઇ જાય છે. માટે કેવળજ્ઞાનની હાજરીમાં મત્યાદિ-૪ જ્ઞાન હોતાં નથી તેથી કેવળજ્ઞાન ‘‘એકલું” જ છે. શંકા :- જે રીતે અનંતચારિત્રગુણમાં, જેમ જેમ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થતો જાય છે. તેમ તેમ ચારિત્રગુણ વિકાસ પામતો હોવાથી, છેલ્લે ચારિત્રમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થઇ જવાથી ક્ષાયિકભાવનું અનંતચારિત્ર પ્રાપ્ત થાય છે. તે રીતે, મત્યાદિ-૪ જ્ઞાનમાં પણ, જેમ જેમ સ્વસ્વાવરણનો ક્ષયથવાથી મત્યાદિ-૪ જ્ઞાન વધુ ને વધુ વિકાસ પામતાં હોવાથી છેલ્લે સંપૂર્ણ સ્વસ્વાવરણનો ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવનાં મત્યાદિ-૪ શાન પ્રગટ થવા જોઇએ ને ? તો મત્યાદિ—૪ જ્ઞાનનો અભાવ કેમ કહો છો ? 99 સમાધાન :- અનંતચારિત્રગુણ એ આત્માનો મૂળસ્વભાવ છે. તે ચારિત્રમોહનીય કર્મદ્વારા ઢંકાઇ ગયેલો હોવાથી સંપૂર્ણ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થવાથી અનંતચારિત્રગુણ પ્રગટે છે. પરંતુ મત્યાદિ-૪ જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. પણ કેવળજ્ઞાનાવરણીય કર્મને લીધે, મત્યાદિ-૪ જ્ઞાન ઉત્પન્ન થતા હોવાથી મત્યાદિ-૪નું કારણ કેવળજ્ઞાનાવરણીયકર્મ છે માટે કારણનો નાશ થતાં કાર્યનો નાશ થઈ જતો હોવાથી જ્યારે કેવળજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય છે. ત્યારે મત્યાદિ-૪ જ્ઞાન નાશ પામે છે. For Private and Personal Use Only દા. ત. સૂર્ય ઘનઘોર વાદળથી ઢંકાયેલો હોવા છતાં પણ દિવસ-રાત્રિનો સ્પષ્ટભેદ સમજાય એવો મંદ પ્રકાશ પૃથ્વી પર ફેંકાય છે. એ રીતે, કેવળજ્ઞાન ઘનઘાતી કર્મદ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ જ્ઞાનનો મંદ પ્રકાશ તો કાયમ માટે ખુલ્લો હોય જ છે. તે ૪૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'જ્ઞાનાવરણીયકર્મ ૩) સૂર્યનો મંદ પ્રકાશરૂપ અત્યાદિ-૪ જ્ઞાનો મત્યાદિજ્ઞાનનો મંદપ્રકાશ મત્યાદિ-૪ (૧) સૂર્યરૂપY જ્ઞાન સ્વરૂપ છે. તેને કેવળજ્ઞાન ક્ષાયોપથમિકે મત્યાદિ સૂર્યનો IFMS જ્ઞાન કહેવાય. વળી, જેમ પ્રકાશ ઘનઘોર વાદળથી ઢંકાયેલો ૨) વાદળા જેવું કેવળ સૂર્યનો મંદપ્રકાશ પણ સાદડીની ઝુંપડીનાં છિદ્રો કેવળજ્ઞાનની પ્રભા અથવા|p5 Ri[૫) ઝુંપડીના છિદ્રોરૂપ દ્વારા ઝુંપડીની અંદર ૪) ઝુંપડી સદશ મત્યાદિ- શયોપશમ પ્રવેશીને ઘટપટાદિ વસ્તુને જ્ઞાન નું આવરણ છે પ્રકાશિત કરે છે તેમ ઝુંપડીની અંદર કેવળજ્ઞાનરૂપી પ્રકાશ રહેલો પ્રકાશ – કેવળજ્ઞાનાવરણીય કર્મ દ્વારા ઢંકાયેલો હોવા છતાં પણ ઝુંપડીનાં છિદ્રો રૂપ મત્યાદિ જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા જીવાદિનું જ્ઞાન કરાવે છે વળી, જેમ ઝુંપડીની અંદર રહેલો પ્રકાશ તે ઝુંપડીનો સ્વતંત્ર નથી પણ સૂર્યનો છે. તેમ કેવળજ્ઞાનની પ્રભા(મંદપ્રકાશ)રૂપ મત્યાદિ જ્ઞાનો સ્વંતત્ર નથી પણ કેવળજ્ઞાનના અંશો છે અર્થાત્ મત્યાદિજ્ઞાનનો પ્રકાશ કેવળજ્ઞાનનો જ છે. વળી, જેમ સૂર્યનાં મંદપ્રકાશનું આવરણ સાદડીની ઝુંપડી હોવા છતાં ઝુંપડીનાં છિદ્રો દ્વારા પ્રકાશ અંદર પ્રવેશીને ઘટપટાદિનું જ્ઞાન કરાવે છે. તેમ મત્યાદિજ્ઞાન પણ સ્વસ્વાવરણથી ઢંકાયેલા હોવા છતાં પણ ઝુંપડીનાં છિદ્રરૂપ ક્ષયોપશમ દ્વારા જીવાદિનું જ્ઞાન કરાવે છે. જેમ જેમ ઝુંપડીનાં છિદ્રો મોટા થતા જાય છે તેમ તેમ ઝુંપડીની અંદર પ્રકાશ વધતો જાય છે. એ રીતે, જેમ જેમ મત્યાદિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વધતો જાય છે. તેમ તેમ મત્યાદિ જ્ઞાનો વિકાસ પામતાં જાય છે. પણ જ્યારે ઝુંપડી દૂર થતાની સાથે ' જ વાદળ ખસી જવાથી સૂર્યનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. એ ૪૮ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતે જેમ ઝુંપડીનાં છિદ્રો રહેતાં નથી, તેમજ વાદળથી ઘેરાયેલો મંદપ્રકાશ પણ રહેતો નથી. તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે કેવળજ્ઞાનના પ્રકાશની હાજરીમાં કેવળજ્ઞાનની પ્રભા(મંદપ્રકાશ) રૂ૫ મત્યાદિ ૪ જ્ઞાનો નાશ પામતા હોવાથી તે વખતે ઝુંપડીનાં છિદ્રરૂપ મત્યાદિજ્ઞાનનો ક્ષયોપશમભાવ ક્યાંથી હોય ? માટે, સ્વસ્વાવરણનો સંપૂર્ણ ક્ષય થયે છતે ક્ષાયિકભાવનાં મત્યાદિ-૪ જ્ઞાનો પ્રગટ થતા નથી. (૨) કેવળ = શુદ્ધ. કેવળજ્ઞાન એ કર્મલ વિનાનું હોવાથી, તેને “શુદ્ધશાન” કહેવાય છે. કેવલ = સકલ. કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારથી જ જાણવા યોગ્ય સર્વ પદાર્થોનો એકી સાથે બોધ થતો હોવાથી તેને “સંપૂર્ણજ્ઞાન” કહેવાય છે. (૫) કેવલ = અસાધારણ. જેની સાથે કોઈ પણ વસ્તુની સરખામણી થઈ શકતી ન હોવાથી તે જ્ઞાનને “અસાધારણ જ્ઞાન” કહેવાય છે. કેવલ = અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને એક એક હોવા છતાં પણ જોય=જાણવાલાયક વસ્તુ અનંત હોવાથી, અનંતયના વિશેષધર્મ અને સામાન્યધર્મનો બોધ કરાવનાર કેવળજ્ઞાન અને કેવળદર્શનને અનંતજ્ઞાન અને અનંતદર્શન કહેવાય છે. કેવલ = નિર્ચાઘાત લોક કે અલોકમાં કોઇપણ ઠેકાણે વ્યાઘાત નહીં પામતું હોવાથી આને “નિર્ચાઘાતજ્ઞાન” કહેવાય છે. ૪૯ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ જ્ઞાનના ક્રમનું પ્રયોજન :મત્યાદિ પાંચે ય જ્ઞાનનો પૂર્વાપર (આગળ-પાછળ) સંબંધ હોવાથી તેને અનુક્રમે કહ્યાં છે. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષપણાની અપેક્ષાએ તુલ્ય છે. કારણકે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સ્વામી એક જ છે. જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. અને જેને શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય છે. માટે એ બન્ને જ્ઞાનના સ્વામી એક હોવાથી સ્વામીની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ હોવાથી કાળની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનું કારણ ઇન્દ્રિય અને મન હોવાથી, કારણની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો હોવાથી, વિષયની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાન પરોક્ષ હોવાથી, પરોક્ષની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. આમ, સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાન સરખા હોવાથી તથા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય તો જ બાકીના અવધિ વિગેરે ત્રણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે અવધિજ્ઞાનાદિની પૂર્વે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યાં છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સહચારી હોવા છતાં મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કારણકે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન થતું નથી. માટે મતિજ્ઞાન પ્રથમ કહ્યું છે અને શ્રુતજ્ઞાન પછી કહ્યું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની કાળ, વિપર્યય, સ્વામી અને લાભની દૃષ્ટિએ સમાનતા હોવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવધિજ્ઞાન કહ્યું છે. (૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ અવધિજ્ઞાનનો કાળ પણ ૬૬ સાગરોપમ છે. તેથી કાળની સમાનતા છે. (૨) મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેમ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પલટાઈ જાય છે. તેમ અવધિજ્ઞાન પણ અવધિઅજ્ઞાન=વિર્ભાગજ્ઞાનમાં પલટાઈ જાય છે. માટે વિપર્યયમાં સમાનતા છે. (૩) જેને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે તેને જ અવધિજ્ઞાન હોય છે. તેથી સ્વામિમાં સમાનતા છે. ૫૦ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) જ્યારે કોઈ મિથ્યાદૃષ્ટિ દેવ વિગેરેને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. ત્યારે ત્રણે જ્ઞાન સાથે જ પ્રાપ્ત થાય છે. માટે લાભની પણ સમાનતા છે. આ રીતે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનના કાલાદિ સમાન હોવાથી મંતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાનની સાથે છબસ્થતા આદિની સમાનતા હોવાથી ' અવધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છvસ્થોને જ થાય છે. માટે છvસ્થની સમાનતા છે. (૨) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્યો હોવાથી બન્નેમાં વિષયની સમાનતા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન લાયોપથમિકભાવવાળુ છે. માટે તે બન્નેમાં ભાવની સમાનતા છે. આ બન્ને જ્ઞાન પ્રત્યક્ષ છે. માટે પ્રત્યક્ષપણાની સમાનતા છે. આ પ્રમાણે અવધિજ્ઞાનની સાથે છબસ્થાદિની સમાનતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. મન:પર્યવજ્ઞાનની સાથે અપ્રમત્તયતિની સમાનતા હોવાથી તથા કેવળજ્ઞાન સર્વોત્તમ અને સૌથી છેલ્લું પ્રાપ્ત થતું હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહ્યું છે. (૧) જેમ મન:પર્યવજ્ઞાન અપ્રમત્તથતિને થાય છે. તેમ કેવળજ્ઞાન પણ અપ્રમત્તયતિને થાય છે. માટે અપ્રમત્તયતિની દૃષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૨) કેવળજ્ઞાન સર્વે જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી પછી કહ્યું છે. (૩) બીજા બધા જ્ઞાન પ્રાપ્ત થયા પછી છેલ્લે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી મન:પર્યવજ્ઞાનની પછી કેવળજ્ઞાન કહ્યું છે. આ પ્રમાણે પાંચે જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે તેનાં અવાજોર (ઉત્તર) ભેદો કહે છે. તેમાં મતિજ્ઞાન ૨ પ્રકારે છે. (૧) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. (૨) શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. A. જ્યાં સુધી જીવને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે જીવ છદ્મસ્થ કર છે ૫૧ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન - વ્યવહારકાળ પૂર્વે, શ્રુતજ્ઞાન દ્વારા જેની બુદ્ધિ સંસ્કારવાળી થયેલી નથી એવા જીવોને, મતિજ્ઞાનાવરણીયકર્મનાં વિશિષ્ટ ક્ષયોપશમથી સ્વાભાવિક રીતે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે અમૃતનિશ્રિતમતિજ્ઞાન કહેવાય. અશ્રુતનિશ્રિતમતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) ઔત્યાત્તિકી બુદ્ધિ : પૂર્વે નહીં જોયેલાં, નહીં સાંભળેલા કે નહીં વિચારેલાં વિશિષ્ટ પ્રસંગે કાર્યસિદ્ધ કરવા માટે અચાનક જ ઉત્પન્ન થતી જે બુદ્ધિ તે ઔત્પારિકી બુદ્ધિ, કહેવાય. દા. ત. અભયકુમાર, બીરબલ, રોહકની બુદ્ધિ. (૨) વૈનાયિકી બુદ્ધિ : ગુરુનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી, ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનારી, આ લોક અને પરલોકમાં ફળદાયી એવી જે બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ કહેવાય. દા. ત. પગલાના દર્શનથી હાથીણી વગેરેને જાણનાર શિષ્યની બુદ્ધિ. (૩) કાર્મિકી બુદ્ધિ - વિદ્વાનો વડે પ્રશંસનીય એવી જે કામ કરતા કરતા ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. દા. ત. ખેડૂતની ખેતી સંબંધી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ : અનુમાન, હેતુ અને દષ્ટાંતથી અર્થને સાધનાર, અભ્યદય અને મોક્ષરૂપ ફળવાળી તથા વયનો પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપરનાં અનુભવથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ કહેવાય. દા. ત. વજસ્વામીની બુદ્ધિ. (૨) કૃતનિશ્ચિત : વ્યવહારકાળપૂર્વે, શ્રુતજ્ઞાન દ્વારા સંસ્કારવાળી જેની બુદ્ધિ થયેલી છે એવા જીવોને, વ્યવહારકાળે શ્રુતની અપેક્ષા વિના, રોજિંદા વ્યવહારમાં આવતાં પદાર્થોનું જે મતિજ્ઞાન થાય છે. તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. - દા. ત. એક નાના બાળકે પ્રથમવાર જ હાથી જોયો, ત્યારે તેને એક માણસને પુછ્યું કે આ શું છે ? માણસે કહ્યું કે “આ હાથી છે.” એ વખતે તે બાળકને આવી આકૃતિવાળા પ્રાણીને હાથી કહેવાય એવું વાચ્યવાચકભાવ ૫૨ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબંધવાળુ શ્રુતજ્ઞાન થયું ત્યારે તે પદાર્થ (હાથી)ના સંસ્કાર મનમાં પડી ગયા. એટલે શ્રુતજ્ઞાન દ્વારા સંસ્કારવાળી બુદ્ધિ થઈ ગઈ. હવે કાલાન્તરે તે બાળકે ફરીથી હાથી જોયો ત્યારે શ્રતની અપેક્ષા વિના જ, પૂર્વના સંસ્કારને કારણે “આ હાથી છે.” એવું જે જ્ઞાન થયું તે ધૃતનિશ્રિતમતિજ્ઞાન કહેવાય. શ્રતનિશ્રિત મતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય, (૪) ધારણા. આવપ્રદ ધાતુનો અર્થ “જાણવું” થાય છે. તેને અન્ પ્રત્યય લાગીને અવગ્રહ શબ્દ બન્યો છે. વહેંજ્ઞાન. જ્ઞાનનો વિષય વ્યંજન અને અર્થ એ બે હોવાથી અવગ્રહ ર પ્રકારે છે. (૧) વ્યંજનાવગ્રહ. (૨) અર્થાવગ્રહ. Aવ્યંજનાવગ્રહ :-વ્યંજન = સંબંધ. અવગ્રહ = અસ્પષ્ટ બોધ. (૧) ઉપકરણેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થતા જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે વ્યંજનાવગ્રહ કહેવાય. વ્યંજન = શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યસમૂહ. ઉપકરણેન્દ્રિયની સાથે શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યનો જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે વ્યંજનાવગ્રહ કહેવાય. A (૧) “ચચતે નેતિ ચનન” જેના વડે શબ્દાદિ પદાર્થ (વિષય) પ્રગટ કરાય [જણાય] તે વ્યંજન કહેવાય. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ (સંયોગ) વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી જો ઉપકરણેન્દ્રિય અને પદાર્થનો પરસ્પર સંબંધ થાય તો જ ઇન્દ્રિય સ્વવિષયનું જ્ઞાન કરી શકે છે. માટે ઉપકરણેન્દ્રિય અને પદાર્થનો જે સંબંધ તે વ્યંજન કહેવાય. અથવા- (૨) જેના વડે = ઇન્દ્રિય વડે પણ શબ્દાદિ પદાર્થ પ્રગટ કરાય = જણાય છે. કારણકે ઇન્દ્રિય વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી માટે ઇન્દ્રિયને વ્યંજન કહેવાય. અથવા (૩) “થને તિ વનનિ' જે પ્રગટ કરાય = જણાય તે વ્યંજનો કહેવાય. શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યસમુહ (ભાષાવર્ગણાનાં પુદ્ગલો વિગેરે) પ્રગટ કરાય છે. તેથી તે (શબ્દાદિ પદાર્થ) વ્યંજન કહેવાય. આમ વ્યંજન શબ્દનાં ત્રણ અર્થ થયાં. એટલે (૧) ઉપકરણેન્દ્રિયની સાથે શબ્દાદિ પદાર્થનો સંયોગ = સંબંધ થતા જે અત્યંત અસ્પષ્ટબોધ થાય છે. તે વ્યંજનાવગ્રહ કહેવાય. અથવા- વ્યંજનરૂપ ઉપકરણેન્દ્રિય વડે શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યાત્મક વ્યંજનનો જે અત્યંત અસ્પષ્ટબોધ તે વ્યંજનાવગ્રહ કહેવાય. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા. -૧૨૯. ૫૩ For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Aઇન્દ્રિયોનો પદાર્થની સાથે સંબંધ થાય કે તુરત જ સ્વવિષયનો બોધ થતો નથી. પણ ધીમે ધીમે બોધાત્મક અસર થાય છે. પ્રથમ સમયે ઇન્દ્રિયને સ્હેજ અસર થાય છે. બીજે સમયે થોડી વધારે અસર થાય છે. ત્રીજે સમયે તેથી થોડી વધારે અસર થાય છે. આમ ‘‘અસંખ્યાત’’ સમય સુધી ઉત્તરોત્તર અસર વધતી રહે તો, છેલ્લે “અહીં કાંઇક છે” એવો અસ્પષ્ટ બોધ થાય છે. જેમ કોઇ માણસ માટીનાં નવા કોડીયા (શરાવ) ઉપર પાણીનું ટીંપુ નાખે તો, તેટલા માત્રથી કોડીયું ભીંજાતું નથી, પણ સ્હેજ અસર થાય છે. બીજું ટીંપુ નાંખવાથી થોડી વધારે અસર થઇ, ત્રીજું ટીંપુ નાંખવાથી, તેનાં કરતા થોડી વધારે અસર થઇ. આમ લગાતાર અનેક ટીંપા નાંખવાથી કોડીયું ભીનું થયું એટલે પહેલી વખત જ કોડીયાની ભીનાશ નજરે પડે, તે પૂર્વે પણ ધીમે ધીમે પાણી દ્વારા કોડીયું ભીનું થઇ રહ્યું હોવાથી તેમાં પાણી અવશ્ય હતું. પણ દેખાતું ન હતુ. જ્યારે અનેક ટીંપા ભેગા થયા ત્યારે કોડીયાની ભીનાશ બહાર દેખાવા B. ઇન્દ્રિય દ્રવ્યેન્દ્રિય Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવેન્દ્રિય લબ્ધિભાવે ઉપયોગભાવે નિવૃત્તિ બાહ્યનિવૃત્તિ અત્યંતરનિવૃત્તિ નિવૃત્તિ=ઇન્દ્રિયનો આકાર (૧) શ્રોત્રેન્દ્રિય વગેરેનો આપણને પ્રત્યક્ષ દેખાતો જે બહારનો આકાર તે બાહ્યનિવ્રુત્તીન્દ્રિય કહેવાય. બાહ્ય આકાર અનેક પ્રકારે છે. ઉપકરણ (૨) દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલા ઇન્દ્રિયનો જે આકાર તે અભ્યન્તર નિવૃતીન્દ્રિય કહેવાય. તેમાં સ્પર્શેન્દ્રિયનો આકાર, સૌ સૌના શરીર પ્રમાણે છે. અને રસેન્દ્રિયાદિ અન્ના, અતિમુક્તપુષ્પ, ચંદ્ર અને કદંબપુષ્પના આકારે છે. (૩) અત્યંતર નિવૃતિ માં રહેલી પોતપોતાના વિષયને જાણવાની જે શક્તિ તે ઉપકણેન્દ્રિય કહેવાય. (૪) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આત્મામાં ઉત્પન્ન થયેલી વિષયને જાણવાની જે શક્તિ તે લબ્ધિભાવેન્દ્રિય કહેવાય અને તે શક્તિનો વપરાશ તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. (જુઓ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨ સૂત્ર નં. ૧૬,૧૭,૧૮) ૫૪ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંડી એ રીતે, કોઈ માણસે ઊંઘતા માણસને બૂમ પાડી ત્યારે સૌ પ્રથમ સહેજ અસર થાય. બે ચાર વખત બૂમ પાડવાથી જ્યારે કાનમાં પૂરતાં પ્રમાણમાં શબ્દ પુદ્ગલો ભરાઈ જાય છે. ત્યારે ભીના થયેલા કોડીયાની જેમ તે માણસને “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” એવો અસ્પષ્ટબોધ થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “અર્થાવગ્રહ” કહેવાય. અર્થાવગ્રહની પૂર્વે ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ થતા, જે સ્વવિષયક પુદ્ગલોની અસર થવા રૂપ અત્યંત અસ્પષ્ટ બોધ થાય છે. તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. યદ્યપિ વ્યંજનાવગ્રહમાં મનોવ્યાપાર ન હોવાથી માણસને જ્ઞાનનો અનુભવ થતો નથી. પણ જ્ઞાનનો સદ્ભાવ તો છે જ. જેમ કોડીયાની ભીનાશ પહેલી વખત નજરે પડી તે પહેલાં તેમાં પાણી દેખાતું ન હોવાં છતાં પણ પાણી અવશ્ય હતુ. એ રીતે, સૌ પ્રથમ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે” એવો અસ્પષ્ટ બોધ થાય છે. તેની પૂર્વ અવસ્થામાં શબ્દનો અનુભવ ન થતો હોવા છતાં પણ શબ્દનો સદ્ભાવ તો છે જ, માટે જ બે ચાર બૂમ પછી પણ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “એવું અસ્પષ્ટ જ્ઞાન થાય છે. જો વ્યંજનાવગ્રહ જ્ઞાન સ્વરૂપ ન હોય તો ઇન્દ્રિયનો પુદ્ગલની સાથે સંબંધ થયા બાદ અસંખ્યાત સમય પછી “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “અહીં કંઈક છે.” એવો અસ્પષ્ટબોધ ન થાય. પરંતુ ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ થયા પછી અસંખ્યાત સમય બાદ પણ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “અહીં કંઈક છે.” એવું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તેનું કારણ એ જ છે કે તેની પૂર્વ અવસ્થામાં વ્યંજનાવગ્રહ જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન સ્વરૂપ નથી પરંતુ અત્યંત અસ્પષ્ટ જ્ઞાન સ્વરૂપ હોવાથી, તે જ્ઞાનનો આપણને અનુભવ થતો નથી. અહીં ખાસ ધ્યાન રાખવું કે, ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંબંધ થતા દરેક ઇન્દ્રિય સ્વસ્વ વિષયનું જ્ઞાન કરે છે. જેમકે (૧) ચામડીની સાથે કોઈપણ વસ્તુનો સંબંધ થાય ત્યારે ચામડી દ્વારા, ઠંડુ–ગરમ, કોમળ-કઠણ, ભારે-હલકું, સ્નિગ્ધ-રૂક્ષ એ ૮ સ્પર્શનો અનુભવ થતો હોવાથી સ્પર્શનેન્દ્રિયના વિષય આઠ છે. (૨) જીભ દ્વારા, ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો એ પાંચ રસનો ૫૫ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ થતો હોવાથી રસનેન્દ્રિયના વિષય પાંચ છે. (૩) નાક દ્વારા, સુગંધ, અને દુર્ગધ એ બેનો અનુભવ થતો હોવાથી ઘ્રાણેન્દ્રિયના વિષય બે છે. (૪) આંખ દ્વારા, સફેદ, પીળો, લાલ, લીલો અને કાળો એ પાંચ વર્ણનો અનુભવ થતો હોવાથી ચક્ષુરિજિયના વિષય પાંચ છે. (૫) કાન દ્વારા, સચિત્તશબ્દ, અચિત્તશબ્દ અને મિશ્રશબ્દનો અનુભવ થતો હોવાથી શ્રોત્રેન્દ્રિયનાં વિષય ત્રણ છે. આમ, પાંચ ઇન્દ્રિયનાં કુલ ૨૩ વિષય છે. પરંતુ દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયનો જ અનુભવ કરી શકે છે. અન્યનો નહીં. તેમાં, ચક્ષુઃ અને મન સિવાયની બાકીની સ્પર્શેન્દ્રિયાદિ-૪ તો, પોતાની સાથે પદાર્થનો સંયોગ (સંબંધ) થાય તો જ સ્વવિષયનું જ્ઞાન કરી શકે છે. જ્યારે (૧) શબ્દો કાનમાં પડે, (૨) સાકર જીભને અડે, (૩) પુષ્પનાં રજકણ નાકમાં પ્રવેશે અને (૪) પાણી શરીરને અડે, તે વખતે જ (૧) શબ્દ સંભળાય, (૨) સાકરનો સ્વાદ આવે, (૩) ફૂલની સુગંધ આવે અને (૪) પાણી ઠંડુ છે કે ગરમ છે તેની ખબર પડે. અન્યથા નહીં માટે શ્રોત્રેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયને શાસ્ત્રમાં “પ્રાપ્યકારી” ઈન્દ્રિયો કહી છે. Aસ્પર્શેન્દ્રિય વગેરે પ્રાપ્યકારી હોવાથી વિષયદ્વારા કરાયેલ ઉપઘાત કે અનુગ્રહ જણાય છે. દા.ત. કર્કશ કામળીનાં સ્પર્શથી, લીંબડાનાં સ્વાદથી, અશુચિની દુર્ગધથી અને ભેરી વિગેરેનાં અવાજથી, ત્વચા છોલાવી, કટુતા, પ્રતિરોગ (નાસિકા સડી જવી) બહેરાશ વગેરે ઉપઘાત જણાય છે. અને ચંદન, મધુરસ્વાદ, કર્પરાદિની સુગંધ અને મધુર અવાજથી શીતલતાદિ અનુગ્રહ જણાય છે. પરંતુ ચક્ષુ: અને મન અપ્રાપ્તકારી હોવાથી વિષયથી કરાયેલ ઉપઘાત કે અનુગ્રહ જણાતો નથી. જો મન અને ચક્ષુ પ્રાપ્યકારી હોય તો અગ્નિ, જળ કે શૂલી વગેરેનું ચિંતવન કરવાથી કે જોવાથી દાહાદિ થાય. અપ્રાપ્યકારી માટે એવો નિયમ છે કે તે વિષયદેશ અગ્નિથી વ્યાપ્તપ્રદેશ સ્થળે જઈને અગ્નિનાં રૂપને જોતી નથી તેમજ અન્ય સ્થળેથી આવેલ રૂપના પુદ્ગલો (અંજન-ધૂળાદિ) ચામદેશને પ્રાપ્ત થયેલ હોય તો તેને પણ જોતી નથી. પરંતુ યોગ્યદેશમાં રહેલ અપ્રાપ્ત વિષયને જ જોતી હોવાથી ઉપઘાત કે અનુગ્રહ જણાતો નથી. શંકા - સૂર્યાદિકને જોવાથી ચક્ષુને ઉપઘાત, અને જળાદિને જોવાથી અનુગ્રહ થતો જણાય છે. માટે વિરોધ ઉભો નહીં થાય ? સમાધાન :- અહીં જે ઉપઘાત કે અનુગ્રહની વાત કરી છે. તે માત્ર ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંબંધ થાય ત્યારે જે ઉપઘાત કે અનુગ્રહ થાય તે સમજવો. પરંતુ વિષયને જાણ્યા પછી પાછળથી કોઇપણ ઉપઘાત કે અનુગ્રહ થાય તે ન સમજવો. વિષયને જાણ્યા પછી ચક્ષુને મૂર્તિમાન સૂર્યકિરણવડ ઉપઘાત અને ચંદ્રકિરણવડે અનુગ્રહ થાય છે. તેનો શાસ્ત્રમાં નિષેધ નથી કર્યો માટે વિરોધ નહીં આવે. ૫૬ - - - For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir v + માન્ ધાતુનું સંબંધ ભૂતકૃદન્ત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ય= પ્રાપ્ત કરીને કારી = કરનાર પદાર્થને પ્રાપ્ત કરીને (સંબંધ કરીને) સ્વવિષયનો બોધ કરનાર ઇન્દ્રિયને પ્રાપ્યકારી ઈન્દ્રિય કહેવાય છે. અને પદાર્થને નહીં પ્રાપ્ત કરીને (સંબંધ કર્યા વિના જ) સ્વવિષયનો બોધ કરનાર ઇન્દ્રિયને અપ્રાપ્યકારી ઇન્દ્રિય કહેવાય છે. મન અને “ચક્ષુ અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. કેમકે મનનો વિષય ચિંતનમનન છે. ઘટાદિ પદાર્થોનો વિચાર કરતી વખતે મનની સાથે ઘટાદિ પદાર્થોનો સંયોગ થતો નથી. તેમજ આંખ હજારો માઈલ દૂર રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિ ને દેખે છે. ત્યારે તેની સાથે આંખનો સંયોગ થતો નથી. એટલે મન અને ચક્ષુરિન્દ્રિય, પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ સ્વવિષયનું જ્ઞાન કરી લે છે. માટે મને અને ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી કહેવાય છે. અપ્રાપ્યકારી ઇન્દ્રિયો, પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ સ્વવિષયનો બોધ કરી લેતી હોવાથી તેનો વ્યંજનાવગ્રહ થતો નથી. પરંતુ પ્રાપ્તકારી ઇન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. માટે વ્યંજનાવગ્રહ ૪ પ્રકારે કહ્યો છે. (૧) સ્પર્શેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી શીતોષ્ણાદિનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે સ્પર્શેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) રસનેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી મધુરાદિ રસનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે રસનેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. A. નૈયાયિકો ચક્ષુરિજિયને પ્રાપ્તકારી ઇન્દ્રિય માને છે. તે લોકો કહે છે કે ચક્ષુમાંથી તેજનાં કિરણો બહાર નીકળીને, તેજો દ્રવ્યની સાથે વ્યાઘાત પામ્યા વિના, પદાર્થની સાથે સંયોગ પામીને વસ્તુનો બોધ કરાવે છે. માટે ચક્ષુરિન્દ્રિય પ્રાપ્યકારી છે. જો ચક્ષુનો પદાર્થની સાથે સંયોગ થયા વિના જ વસ્તુનું જ્ઞાન થતુ હોય તો પડદા પાછળ રહેલી વસ્તુ કેમ ન દેખી શકાય? આ વાતનું ખંડન કરતાં જૈનો કહે છે કે, જો ચક્ષુનો પદાર્થની સાથે સંયોગ થાય તો જ વસ્તુનું જ્ઞાન થતુ હોય તો આંખમાં રહેલાં અંજન રજ મેલ વગેરેને આંખ કેમ જોઈ શકતી નથી ? આંખની સાથે સંબંધિત અંજનનાં કૃષ્ણવર્ણનું ચક્ષુરિન્દ્રિય જ્ઞાન કરી શકતી નથી તેમજ દાવાનલાદિને વિષે વ્યાઘાત દેખાતો હોવાથી ચક્ષુરિન્દ્રિય પ્રાણકારી નથી. તેમજ ચક્ષુરિન્દ્રિય પડદાની પાછળ રહેલી વસ્તુને જોઈ શકતી નથી એવો એકાંતે નિયમ નથી કારણકે કાચ, અબરખ કે સ્ફટિકની પાછળ રહેલી વસ્તુને જોઈ શકે છે. પરંતુ ભીંત વગેરેની પાછળ રહેલી વસ્તુને જોઈ શકાતી નથી. જેમ લોહચુંબકની શક્તિ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જ ખેંચી શકવાની છે. તેમ ચક્ષુરિન્દ્રિયની શક્તિ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જ જોઈ શકવાની છે. માટે આંખ પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જોઈ શકતી હોવાથી અપ્રાપ્યકારી છે. ૫૭. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩) ઘ્રાણેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી સુગંધાદિનો જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે ઘ્રાણેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. (૪) શ્રોત્રેન્દ્રિયની સાથે ભાષાવર્ગણાના પુદ્ગલોનો સંબંધ થવાથી શબ્દનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. વ્યંજનાવગ્રહનો કાળ ઃ = જઘન્યથીઆવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલો છે.ઉત્કૃષ્ટથી શ્વાસોશ્વાસ પૃથ= ૨ થી ૯ શ્વાસોચ્છ વાસપ્રમાણછે. (પૃથકત્વએ જૈનદર્શનનોપારિભાષિક શબ્દ છે. ૨ થી ૯ ની સંખ્યાને પૃથક્ત્વ કહેવાય છે.) મતિજ્ઞાનના શેષભેદ તથા શ્રુતજ્ઞાનના ભેદની સંખ્યા ઃअत्युग्गह ईहावाय धारणा करण माणसेहिं छहा, इअ अट्ठवीसभेअं, चउदसहा वीसहा व सुअं ॥५ ॥ अर्थावग्रह इहाऽपायधारणा करणमानसैः षोढा । इत्यष्टाविंशतिभेदं चतुर्दशधा विंशतिधा वा श्रुतम् ॥५॥ ગાથાર્થ :-અર્થાવગ્રહ, ઇહા, અપાય, અને ધારણા. એ દરેક પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે. માટે એ દરેક છ છ પ્રકારે છે. એ પ્રમાણે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થયાં. અને શ્રુતજ્ઞાન ચૌદ અથવા વીસ પ્રકારે છે. વિવેચન :- અર્થ પદાર્થ (વસ્તુ), અવગ્રહ = અસ્પષ્ટબોધ. ઇન્દ્રિય દ્વારા પદાર્થનો જે અસ્પષ્ટબોધ થાય તે અર્થાવગ્રહ કહેવાય. દા. ત. સામે કાંઇક દેખાય છે' એવો જે અસ્પષ્ટ બોધ થાય તે અર્થાવગ્રહ કહેવાય. શંકા ઃ- ઇન્દ્રિય અને મનદ્વારા શીતસ્પર્શાદિ ગુણ (વિષય) નો બોધ થાય છે. વસ્તુનો નહીં. તો અર્થાવગ્રહ પદાર્થનો અસ્પષ્ટ બોધ આવો અર્થ કેમ કરી શકાય ? Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૫૮ સમાધાન :- યદ્યપિ ઇન્દ્રિય અને મન દ્વારા શીતસ્પર્શદિગુણનો બોધ થાય પરંતુ ગુણ એ દ્રવ્ય = પદાર્થથી જુદા નથી. સ્પર્શાદિ ગુણ યુક્ત પદાર્થ હોવાથી સ્પર્શાદિ ગુણની સાથે જ દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઇ જાય છે. આંખથી સફેદાદિ વર્ણનું જ્ઞાન થતાની સાથે જ આ અમુકદ્રવ્ય છે. એમ પદાર્થનો બોધ અવશ્ય થઇ જાય છે. માટે સ્થૂલદૃષ્ટિએ ‘ઇન્દ્રિય દ્વારા પદાર્થનો અસ્પષ્ટ બોધ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે.” એમ કહી શકાય પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ તો ઇન્દ્રિય દ્વારા સ્વવિષયનો જ બોધ થાય છે. માટે વાસ્તવિક રીતે, સ્પર્શાદગુણનો અવગ્રહ થાય છે એમ * સમજવું. અર્થાવગ્રહ, પાંચ ઇન્દ્રિય અને મનથી થતો હોવાથી ૬ પ્રકારે છે. (૧) સ્પર્શેન્દ્રિયાર્થવગ્રહ (૨) રસનેન્દ્રિયાર્થાવગ્રહ (૩) ઘ્રાણેન્દ્રિયાર્થાવગ્રહ (૪) ચક્ષુરિન્દ્રિયાર્થાવગ્રહ (૫) શ્રોત્રેન્ટિયાર્થાવગ્રહ (૬) મનોજન્યાર્થાવગ્રહ. મન અને ચક્ષુસિવાય બાકીની ૪ ઈન્દ્રિયોનો સૌ પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે. પછી તેનો અર્થાવગ્રહ થાય છે. મન અને ચક્ષનો વ્યંજનાવગ્રહ થતો નથી પણ તેવા પ્રકારના ક્ષયોપશમથી સીધો પ્રથમસમયે અર્થાવગ્રહજ થાય છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરાપણ અભિવ્યક્તિ થતી નથી પણ અર્થાવગ્રહમાં “અહીં કંઇક છે.” એવો સામાન્ય બોધ થતો હોવાથી વ્યંજનાવગ્રહની દૃષ્ટિએ અર્થાવગ્રહ, વ્યક્તજ્ઞાન સ્વરૂપ છે. પણ અપાયની દૃષ્ટિએ અર્થાવગ્રહ અવ્યક્ત = અસ્પષ્ટ જ્ઞાનસ્વરૂપ છે. અર્થાવગ્રહનો કાળ ૧ સમયનો છે. (૨) ઈહા : Aઈહા = વિચારણા. અન્વય (વિદ્યમાન) ધર્મની ઘટના અને વ્યતિરેક(અવિદ્યમાન)ધર્મના નિરાકરણદ્વારા વસ્તુના નિર્ણય તરફ ઢળતી વિચારણાવાળું જ્ઞાન તે ઈહા કહેવાય છે. દા.ત. સામે કાંઈક દેખાય છે. એવો અર્થાવગ્રહ થયા પછી તે માણસ, “આ અરણ્ય છે”. સૂર્યાસ્ત થયો છે. કોઈ માનવ અહીં દેખાતો નથી માટે આ સ્થાણુ = વૃક્ષનું ઠુંઠું હોવું જોઈએ. એમ વિચારે છે અહીં “આ અરણ્ય છે.” સૂર્યાસ્ત થયો છે.” એ અન્વય ધર્મની ઘટના અને માનવ અહીં દેખાતો નથી એ વ્યતિરેક ધર્મનું નિરાકરણ સમજવું તેના દ્વારા “આ વૃક્ષનું ઠુંઠું હોવું જોઈએ એમ નિર્ણયાભિમુખી વિચારણાવાળું જે જ્ઞાન થયું તે ઈહા કહેવાય. ઈહા, પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતી હોવાથી ૬ પ્રકારે છે. (૧) સ્પર્શેન્દ્રિયજન્ય ઈહા (૨) રસનેન્દ્રિયજન્ય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિયજન્ય ઈહા (૪) ચક્ષુરિન્દ્રિયજન્ય ઈહા (૫) શ્રોત્રેન્દ્રિયજન્ય ઈહા (૬) મનોજન્ય ઈહા. A. ઈહા એ સંશયથી ભિન્ન છે. સંશયમાં આ મનુષ્ય છે કે હંઠું છે ? એવી શંકા થાય છે. ત્યારે મનુષ્ય અને કુંઠું એ બન્નેનાં સદ્ભાવ અથવા અભાવનું જ્ઞાન સરખું હોય છે. એકેય બાજુ ઢળતું જ્ઞાન હોતું નથી. જ્યારે ઈહામાં “આ ઠુંઠું હોવું જોઇએ માણસ નહીં” એમ પદાર્થનાં નિર્ણય તરફ ઢળતો બોધ થાય છે. એટલે ઈહા નિર્ણયાભિમુખી હોવાથી સંશયથી ભિન્ન છે. ૫૯ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇહાનો કાળ અંતર્મુહૂર્ત છે. (૩) અપાય :- ઈહા દ્વારા વસ્તુનો નિર્ણયાભિમુખી બોધ થયા પછી “તે આ જ છે” એવો જે નિશ્ચયાત્મક બોધ થાય છે. તે અપાય કહેવાય. દા.ત. ‘‘આ વૃક્ષનું ઠૂંઠું જ છે. મનુષ્ય નથી” એવો જે નિર્ણય કરવો તે અપાય કહેવાય. અપાય, પાંચે ઇન્દ્રિય અને મનથી થતો હોવાથી છ પ્રકારે છે (૧) સ્પર્શેન્દ્રિયજન્યાપાય (૨) રસનેન્દ્રિયજન્યાપાય (૩) ઘ્રાણેન્દ્રિયજન્યાપાય (૪) ચક્ષુરિન્દ્રિયજન્યાપાય (૫) શ્રોત્રેન્દ્રિયજન્યાપાય. (૬) મનોજન્યાપાય. અપાયનો કાળ અંતર્મુહૂર્ત છે. એક વસ્તુનું નિશ્ચયાત્મક જ્ઞાન થયા પછી, તે જ વસ્તુનું ઉંડાણથી જ્ઞાન કરવા માટે ફરીથી તે વસ્તુ અંગે વિચારણા શરૂ થાય છે. એટલે અપાય પછી ઈહા થાય છે. અને એ ઈહા પછી ફરીવાર અપાય થાય છે. એ પ્રમાણે એક જ વસ્તુનું ઉંડાણથી જ્ઞાન કરવા માટે જ્યાં સુધી નવા નવા વિશેષધર્મોની વિચારણા ચાલુ રહે ત્યાં સુધી ઈહા અને અપાયની ધારા ચાલુ રહે છે. તેથી પ્રથમ અપાયને છોડીને દ્વિતીયાદિ અપાયને વ્યવહારિક અર્થાવગ્રહ કહેવાય છે. અને વ્યંજનાવગ્રહ પછી જે પ્રથમ અર્થાવગ્રહ થાય છે તેને નૈૠયિક અર્થાવગ્રહ કહેવાય છે. નૈૠયિક અર્થાવગ્રહ સામાન્યગ્રાહી છે. અને વ્યવહારિક અર્થાવગ્રહ સામાન્યવિશેષાવગ્રાહી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ધારણા :- અપાયમાં થયેલા નિર્ણયને વર્ષો સુધી યાદ રાખવો અથવા અપાયથી નિર્ણીત થયેલા પદાર્થનું કાલાન્તરે પણ સ્મરણ થઇ શકે એવાં સંસ્કારવાળા જ્ઞાનોપયોગને ધારણા કહેવાય છે. ધારણા ૩ પ્રકારે છે. (૧) અવિચ્યુતિ ધારણા, (૨) વાસનાધારણા, (૩) સ્મૃતિધારણા. (૧) અવિચ્યુતિધારણા - અ = નહીં વિચ્યુતિ = નાશ. - ઉપયોગ (બુદ્ધિવ્યાપાર) નો નાશ ન થવો તે અવિચ્યુતિ. - અપાયથી નિદ્ભૂત થયેલી વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્તકાળ સુધી એવો – ને એવો ટકી રહે તે અવિચ્યુતિધારણા કહેવાય અવિચ્યુતિધારણાનો કાળ અંતર્મુહૂર્તનો છે. (૨) વાસના ધારણા :- અવિચ્યુતિથી આત્મામાં તે વસ્તુનાં સંસ્કાર પડે છે. એ સંસ્કારને વાસના કહેવાય. વાસનાનો કાળ સંખ્યાત કે અસંખ્યાત ૬૦ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષનો છે. સંખ્યાતવર્ષનાં મનુષ્યાદિની અપેક્ષાએ વાસનાનો કાળ સંખ્યાતવર્ષની છે. અને અસંખ્યાતવર્ષના યુગલિક મનુષ્યાદિની અપેક્ષાએ વાસનાનો કાળ અસંખ્યાત વર્ષનો છે. (૩) સ્મૃતિધારણા - આત્મામાં દૃઢ થયેલા સંસ્કાર (વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતા “તે એ જ વસ્તુ છે કે જેને મેં પહેલાં જોઇ હતી”(અનુભવી હતી) આવું જે જ્ઞાન થાય છે તે સ્મૃતિ કહેવાય છે. જાતિસ્મરણ જ્ઞાનનો સમાવેશ “સ્મૃતિ” માં થાય છે. (૧) સ્પર્શેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ - અંધારામાં ચાલતાં કોઈક વસ્તુનો સ્પર્શ થવાથી “અહીં કંઈક છે” એવું જે અસ્પષ્ટશાન થયું “તે સ્પર્શેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યાર પછી, આ દોરડું છે કે સર્પ ? એવી શંકા થતા વિચારે છે કે જો સર્પ હોત તો હુંફાડો માર્યો હોત. પણ સ્થિર છે. હલન-ચલનની ક્રિયા દેખાતી નથી માટે “દોરડું હોવું જોઇએ સર્પ ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “સ્પર્શેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યાર પછી, “આ દોરડું જ છે. સર્પ નથી” એવું જે નિર્ણયાત્મક જ્ઞાન તે “સ્પશેન્દ્રિયજન્યાપાય” કહેવાય. “બરછટ સ્પર્ધાદિ ધર્મવાળી વસ્તુને દોરડું કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “સ્પર્શેન્દ્રિયજન્યધારણા” કહેવાય. (૨) રસનેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ - જીભની સાથે વસ્તુનો સ્પર્શ થતા “કાંઇક સ્વાદ આવ્યો” એવું જે અસ્પષ્ટજ્ઞાન થાય તે “રસનેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય ત્યારપછી, એ સ્વાદે મીઠો છે. ખટમીઠો નથી માટે “સાકરનો સ્વાદ હોવો જોઈએ. દ્રાક્ષનો ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “રસનેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સાકરનો જ સ્વાદ છે. દ્રાક્ષનો નથી” એવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે “રસનેન્દ્રિયજન્યાપા” કહેવાય. ત્યારપછી, “આવા સ્વાદવાળી વસ્તુને સાકર કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “રસનેન્દ્રિયજન્યધારણા” કહેવાય. (૩) ઘ્રાણેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ : બગીચા પાસેથી પસાર થતા “સુગંધ આવી રહી છે” એવો જે For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસ્પષ્ટ બોધ થાય તે “ધ્રાણેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, બગીચામાં ફૂલ દેખાય છે. ચંદનવૃક્ષો દેખાતાં નથી માટે “ફૂલની સુગંધ હોવી જોઇએ ચંદનની નહીં” આવી વિચારણાવાળું જે જ્ઞાન તે “ધ્રાણેન્દ્રિય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સુગંધ ફૂલની જ છે. ચંદનની નથી” એવું નિર્ણાયાત્મક જે જ્ઞાન તે “ધ્રાણેજિયજન્યાપાય” કહેવાય. ત્યારપછી, “આવી સુગંધવાળી વસ્તુને ગુલાબ કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “ધ્રાણેન્દ્રિયજન્યધારણા” કહેવાય. ૪. ચક્ષુરિન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ : રસ્તામાં ચાલતા “સામે કાંઈક દેખાય છે” એવો જે અસ્પષ્ટ બોધ થયો તે ચક્ષુરિન્દ્રિયજન્ય અર્થાવગ્રહ કહેવાય. ત્યારપછી, એ સ્થિર છે, ઉપર કાગડો બેઠો છે, પણ હલન-ચલનની ક્રિયા દેખાતી નથી માટે “વૃક્ષનું ઠુંઠું હોવું જોઇએ, માસણ ન હોય” આવી વિચારણાવાળું જે જ્ઞાન તે ચક્ષુરિન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ વૃક્ષનું ઠુંઠું જ છે. માણસ નથી” એવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે “ ચક્ષુરિન્દ્રિયજન્યાપા” કહેવાય. ત્યારપછી, “આવા આકારવાળી વસ્તુને ઠુંઠું જ કહેવાય એવું વર્ષો સુધી યાદ રાખવું તે “ચક્ષુરિન્દ્રિયજન્ય ધારણા” કહેવાય. પ. શ્રોત્રેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ - ઊંઘતા માણસને કોઈ વ્યક્તિ બે ચાર બૂમ પાડે ત્યારે “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે” એવું જે અસ્પષ્ટજ્ઞાન થાય તે “શ્રોત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, એ અવાજ મધુર છે, તણો છે, ગંભીર નથી માટે તે “સ્ત્રીનો અવાજ હોવો જોઈએ પુરુષનો ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “શ્રોત્રેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સ્ત્રીનો જ અવાજ છે પુરુષનો નથી એવું નિર્ણાયાત્મક જે જ્ઞાન તે “શ્રોત્રેન્દ્રિયજન્યાપાય” કહેવાય. ત્યારપછી “આવો મધુર અવાજ સીનો જ હોય” એવુ વર્ષો સુધી યાદ રાખવું તે શ્રોત્રેન્દ્રિયજન્યધારણા કહેવાય. ૬. મનોજન્યઅવગ્રહાદિની સમજુતિ : “મેં સ્વપ્નમાં કાંઇક જોયું” એવો જે અસ્પષ્ટબોધ થાય તે “મનોજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, પહાડ ઉપર બાવન જિનાલયમાં ૬૨ For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્યામવર્ણનાં આદેશ્વર-ભગવાન છે, જિનાલયમાં કોતરણી ખૂબ જ સુંદર છે. નવટુંક, સુરજકુંડાદિ દેખાતા નથી માટે “આબુનું જિનાલય હોવું જોઇએ શત્રુંજયનું ન હોય’’ એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “મનોજન્યઈહા” કહેવાય. ત્યારપછી, “આ આબુનું જ જિનાલય છે. શત્રુંજયનું નહીં’ એવુ નિર્ણયાત્મક જે જ્ઞાન તે “મનોજન્ચાપાય” કહેવાય. ત્યારપછી, “પહાડ ઉપર શ્યામવર્ણનાં આદેશ્વ૨ભગવાનવાળું બાવનજિનાલય દેલવાડામાં જ છે” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “મનોજન્યધારણા' કહેવાય. આમ, કોઇપણ વસ્તુનું જ્ઞાન આપણને અવગ્રહાદિનાં ક્રમે જ થાય છે. પરંતુ કમળનાં સો પત્રનાં ભેદની જેમ અતિ શીવ્રતાથી થતુ હોવાથી આપણને અવગ્રહાદિનો ખ્યાલ આવતો નથી સીધો અપાય જ થતો હોય એવુ લાગે છે. પણ વ્યંજનાવગ્રહ વિના અર્થાવગ્રહ ન થાય, અર્થાવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અપાય ન થાય, અને અપાય વિના ધારણા થતા નથી. માટે વ્યંજનાવગ્રહાદિનાં ક્રમે સ્પર્શેન્દ્રિયજન્યાદિ મતિજ્ઞાનની ઉત્પત્તિ થતી હોવાથી, સ્પર્શેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ ઘ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ ચક્ષુરિન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ મનોજન્મમતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૪ -૪ મતિજ્ઞાનનાં કુલ ૨૮ ભેદ થયાં. A. સ્વપ્રમાં ઇન્દ્રિયનો વ્યાપાર (પ્રવૃતિ) હોતો નથી પરંતુ મનની વિચારણા જ હોય છે. એટલે કેવલ મની વિચારણા દ્વારા અવગ્રહાદિના ક્રમે જે વસ્તુનુ મતિજ્ઞાન થાય તે મનોજન્મમતિજ્ઞાન કહેવાય. તેમજ કોઇ વસ્તુનું વિસ્મરણ થઇ ગયા પછી અવગ્રહાદિના ક્રમે તે વસ્તુનું સ્મરણ થતા જે મતિજ્ઞાન થાય તે મનોજન્યમતિજ્ઞાન કહેવાય. દા.ત. ‘‘આ વ્યક્તિને મેં ક્યાંક જોયેલી છે” એવું જે સ્મરણ થાય તે મનોજન્ય અર્થાવગ્રહ, પછી ચિત્તની એકાગ્રતાથી તદ્ગત ધર્મોનું સ્મરણ થાય તે મનોજન્ય ઈહા, પછી ધર્મનાં સ્મરણથી આ તે જ વ્યક્તિ છે એવો જે નિર્ણય થાય તે મનોજન્યાપાય કહેવાય. પછી તેના સંસ્કાર પડી જાય તે મનોજન્ય ધારણા કહેવાય. આમાં ઇન્દ્રિયનો વ્યાપાર હોતો નથી માત્ર મનનો વ્યાપાર હોય છે. (જુઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોકનં.-૭૨૨-૭૨૩) ૬૩ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ મતિજ્ઞાનના ૨૮ ભેદનું જ્ઞાનપણ અનેકજીવને આશ્રયીને કે એક જીવને આશ્રયીને ક્ષયોપશમની વિચિત્રતા કે વિષયની વિવિધતાને લીધે સદાકાળને માટે એક સરખું હોતું નથી. માટે મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદ પૈકી દરેકભેદનાં “બહુવિગેરે બાર બાર પ્રકાર થાય છે. તેથી મતિજ્ઞાનના ૨૮ x ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. તેમાં સ્પર્શેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ X ૧૨ (બહુવિગેરે) ૬૦ રસનેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ x ૧૨ ધ્રાણેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ X ૧૨ ૬૦ શ્રોત્રેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ x ૧૨ ૬૦ ચક્ષુરિન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૪ x ૧૨ ४८ મનોજન્યવ્યંજનાવગ્રહાદિ ૪ x ૧૨ ૪૮ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કુલ ૩૩૬ ભેદ થાય શ્રોત્રેન્દ્રિયજન્યમતિજ્ઞાનના ૬૦ ભેદ (૧) બહુગ્રાહી : બહુ = ઘણાં, તીવ્રબુદ્ધિશાળી મનુષ્ય ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને જાણી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા. ત. ઓરકેસ્ટ્રા ચાલતી હોય તેની સાથે ફીડલ, હારમોનિયમ, દિલરૂબા, સિતાર, તબલાં, વીણા વિગેરે વાજિંત્રો એકી સાથે વાગતાં હોવાથી તે બધા વાજિંત્રોનો નાદ કાને અથડાય છે. એ વખતે “આ હારમોનિયમનો અવાજ છે.” “આ તબલાંનો અવાજ છે” “આ વીણાનો અવાજ છે” એ રીતે અલગ અલગ શબ્દોને એકીસાથે સાંભળી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન કહેવાય. -: શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન ૫ પ્રકારે છે :(૧) ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોનો જે અત્યંત અસ્પષ્ટબોધ તે બહુગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. A. વહુ-વહુવિધ-પ્રિ-નિકિતા-સંધિથુંવાણાં લેતા ૧,૨૬ I ૬૪ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોનો જે અસ્પષ્ટ બોધ તે “બહુગ્રાહી મૂઅર્થાવગ્રહ” કહેવાય. ઘણાં વાજિંત્રોનાં નાદમાંથી, આવા પ્રકારનો અવાજ હારમોનિયમ વગેરેનો હોવો જોઈએ, “શંખ' વગેરેનો ન હોય એવી જે વિચારણા તે “બહુગ્રહિણી ઈહા” કહેવાય. ઘણા વાજિંત્રનાં નાદમાંથી “આ હારમોનિયમ વગેરેનો જ અવાજ છે. શંખ વગેરેનો નહીં” એવો જે નિર્ણય કરવો તે “બહુગ્રાહી અપાય” કહેવાય. ઘણા વાજિંત્રનાં જુદાજુદા નાદને વર્ષો સુધી યાદ રાખવો તે બહુગ્રહિણી ધારણા” કહેવાય. (૨) અલ્પગ્રાહી :- (અબહુગ્રાહી) મંદબુદ્ધિવાળો મનુષ્ય ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહને અપૃથફભાવે સાંભળે તે શ્રોસેન્દ્રિયજન્ય અલ્પગ્રાહીમતિજ્ઞાન કહેવાય. દા.ત. ઘણાં વાજિંત્રોનો અવાજ કાને અથડાવા છતાં પણ સામાન્ય રીતે “આ વાજિંત્રોનો અવાજ છે” એવું જે જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્યઅલ્પગ્રાહી મતિજ્ઞાન કહેવાય તે ૫ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહનો અપૃથફભાવે, અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અલ્પગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનાં શબ્દસમૂહનો અપૃથભાવે અસ્પષ્ટ બોધ થાય તે અલ્પગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. A. શંકા:- બહુવિગેરે ૧૨ ભેદોદ્વારા વિશેષ ધર્મનો બોધ થાય છે. અને અર્થાવગ્રાહદ્વારા સામાન્યધર્મનો બોધ થાય છે. વ્યંજનાવગ્રહ દ્વારા તો સામાન્યધર્મનો પણ બોધ થતો નથી તો અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહનાં બહુવિગેરે ૧૨ ભેદ કેવી રીતે હોઈ શકે ? - સમાધાન :- અર્થાવગ્રહ સામાન્ય ધર્મગ્રાહી હોવાથી, તેમાં વિશેષ ધર્મગ્રાહી બહુ વિગેરે ૧૨ ભેદો ન સંભવે. એ વાત યોગ્ય છે. પરંતુ ઈહાદિનું કારણ અવગ્રહ છે. અવગ્રહ વિના ઈહા થતી નથી તેમજ સામાન્ય અવગ્રહથી બહુગ્રાહી ઈહાદિ ન થાય. કારણકે વિશિષ્ટ કારણ દ્વારા જ વિશિષ્ટકાર્ય ઉત્પન્ન થાય છે. પરંતુ અવિશિષ્ટ કારણ દ્વારા વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થતું નથી જેમ માટીમાંથી પિત્તળનો ઘટ ન થાય તેમ અવિશિષ્ટ=સામાન્ય અવગ્રહ દ્વારા વિશિષ્ટ બહુગ્રાહી ઈહાદિ ન થાય. પણ બહુગ્રાહી અવગ્રહ હોય તો જ બહુગ્રાહી હાદિ થઈ શકે છે. માટે બહુગ્રાહી ઈહાદિનાં કારણભૂત અવગ્રહ પણ બહુ વિગેરે ભેદોથી યુક્ત છે. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અવાજ મધુર છે. બિહામણો નથી માટે વાજિંત્રોનો હોવો જોઇએ. મેઘગર્જનાનો ન હોય. એવી વિચારણાવાળું જ્ઞાન તે અલ્પગ્રાહિણી ઈહા કહેવાય. ' “વાજિંત્રોનો જ અવાજ છે. મેઘગર્જના નથી” એવો જે નિર્ણય કરવો તે અલ્પગ્રાહી અપાય કહેવાય. (૫) “આવા પ્રકારનો અવાજ વાજિંત્રોનો જ હોય એવું વર્ષો સુધી યાદ રાખવું તે અલ્પગ્રાહિણીધારણા કહેવાય. (૩) બહુવિધગ્રાહી:- તીવ્રબુદ્ધિવાળો મનુષ્ય ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને અનેક ધર્મ (ગુણ) યુક્ત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય બહુવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા.ત. ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં છે. તેમાં “આ શંખનો અવાજ છે. તે યુવાન પુરુષજન્ય છે.” “આ વીણાનો અવાજ છે તે પ્રૌઢ સ્ત્રીજન્ય છે આ હારમોનિયમનો અવાજ માધુર્યાદિ ગુણોથી યુક્ત છે. એ રીતે, અનેકગુણયુક્ત શબ્દને જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય બહુવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. તે ૫ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો અનેકધર્મયુક્ત જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે બહુવિધગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો અનેકધર્મયુક્ત જે અસ્પષ્ટ બોધ થાય તે બહુવિધગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. ' વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી આ શંખનો અવાજ યુવાનપુરુષજન્ય હોવો જોઈએ સ્ત્રીજન્ય નથી” એવી વિચારણાવાળું જ્ઞાન તે બહુવિધગ્રાહિણી ઈહા કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી આ શંખનો અવાજ યુવાન પુરુષજન્ય જ છે સ્ત્રી જન્ય નથી” એવો જે નિર્ણય તે બહુવિધગ્રાહી અપાય કહેવાય. (૫) “આવા પ્રકારનો શંખનો અવાજ યુવાન પુરુષ જન્ય હોય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે બહુવિધગ્રાહિણીધારણા કહેવાય. (૪) અલ્પવિધગ્રાહી :- (અબહુવિધગ્રાહ) મંદબુદ્ધિવાળો મનુષ્ય ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને એકાદ બે ધર્મસહિત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અલ્પવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. ત. ઘણાં વાજિંત્રો વાગી રહ્યા છે. તેમાં “તબલાનો અવાજ તીવ્ર છે.” “હારમોનિયમનો અવાજ મધ્યમ છે, મધુર છે.” આ રીતે ઘણાં વાજિંત્રોનાં નાદ પૈકી અલગ અલગ નાદને એક-બે ધર્મ યુક્ત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અલ્પવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો એકાદ-બે ધર્મયુક્ત જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અલ્પવિગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો એકાદ-બે ધર્મયુક્ત જે અસ્પષ્ટબોધ થાય તે અલ્પવિધગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી, “આ તબલાનો અવાજ પુરુષજન્ય હોવો જોઇએ, સ્ત્રીજન્ય ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે અલ્પવિધગ્રાહિણી ઈહા કહેવાય. “આ તબલાનો અવાજ પુરુષજન્ય જ છે, સ્ત્રીજન્ય નથી” એવો જે નિર્ણય તે અલ્પવિધગ્રાહી અપાય કહેવાય. (૫) એ અવાજને વર્ષો સુધી યાદ રાખવો તે અલ્પગ્રાહિણી ધારણા કહેવાય. (૫) ક્ષિપ્રગ્રાહી :- પ્રિ = જલ્દી. જે વ્યક્તિ વાજિંત્રનાં નાદને જલ્દીથી જાણી (ઓળખી) શકે તે ક્ષિપ્રગ્રાહી કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વાજિંત્રોનો નાદ કાને અથડાતાં જલ્દીથી અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે ક્ષિપ્રગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનો નાદ કાને અથડાતાં જલ્દીથી અસ્પષ્ટ બોધ થાય તે ક્ષિપ્રગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. આ વાજિંત્રોનો અવાજ હોવો જોઇએ, મેઘગર્જનાનો નહીં” એવી વિચારણા પણ ઝડપી હોય તે ક્ષિપ્રઝાહિણી ઈહા કહેવાય. (૪). આ અવાજ વાજિંત્રનો જ છે. મેઘનો નહીં” એવો નિર્ણય પણ ઝડપી લેવાય તે ક્ષિપ્રગાહી અપાય કહેવાય (૫) એ અવાજનાં સંસ્કાર મગજમાં જલ્દીથી જામ થઈ જાય તે ક્ષિકગ્રાહિણીધારણા કહેવાય. (૬) અક્ષિપ્રગ્રાહી :- જે વ્યક્તિ લાંબાકાળ સુધી વિચાર કરીને શબ્દને ઓળખે (જાણે) તે અક્ષિપ્રગ્રાહી કહેવાય. આને ચિરગ્રાહી પણ કહેવાય. તે મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) લાંબા કાળે શબ્દનો અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અક્ષિકગ્રાહી ૬૭ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) લાંબાકાળે શબ્દનો અસ્પષ્ટબોધ થાય તે અક્ષિકગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) આ વાજિંત્રોનો અવાજ હોવો જોઈએ, મેઘગર્જના ન હોય. એવું લાંબાકાળે વિચારી શકે તે અક્ષિકગ્રાહિણી ઈહા કહેવાય. (૪) આ વાજિંત્રોનો જ અવાજ છે, મેઘગર્જના નથી. એવો લાંબાકાળે નિર્ણય કરે તે અક્ષિકગ્રાહી અપાય કહેવાય. (૫) એ અવાજનાં સંસ્કાર લાંબાકાળે મગજમાં જામ થાય તે અક્ષિકગ્રાહિણી ધારણા કહેવાય. (૭) નિશ્રિતગ્રાહી - નિશ્ચિત લિંગ-ચિત. જે વ્યક્તિ અમુક ચિહ્નકનિશાની દ્વારા અમુક વસ્તુને જાણી શકે તે નિશ્રિતગ્રાહી કહેવાય. દા. ત. જૈન ધર્મના મંત્રોચ્ચાર સંભળાય છે. માટે જિનાલય હોવું જોઈએ. વિશિષ્ટ મંત્રોચ્ચાર એ લિંગ છે. અને જિનાલય એ લિંગી છે. વિશિષ્ટ મંત્રોચ્ચારરૂપ લિંગ દ્વારા જિનાલયનું જ્ઞાન થવું તે નિશ્રિતગ્રાહી શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાન કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા જિનાલયનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તો નિશ્રિતગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા જિનાલયનો જે અસ્પષ્ટબોધ થાય તે નિશ્રિતગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) જેનધર્મનાં મંત્રોચ્ચાર સંભળાય છે. હિન્દુધર્મનાં મંત્રોચ્ચારનથી માટે જિનાલય હોવું જોઈએ. આવી વિચારણાવાળું જે જ્ઞાન તે નિશ્રિતગ્રાહિણી ઈહા કહેવાય. (૪) જૈનધર્મનાં જ મંત્રોચ્ચાર છે, માટે જિનાલય છે. મંદિર નથી એવો જે નિર્ણય તે નિશ્રિતગ્રાહી અપાય કહેવાય. (૫) આવા પ્રકારનો મંત્રોચ્ચાર જિનાલયમાં જ થઈ શકે છે. એવુ વંર્ષો સુધી યાદ રાખવું તે નિશ્ચિતગાહિણી ધારણા કહેવાય. (૮) અનિશ્રિતગ્રાહી તીવ્રબુદ્ધિશાળી માણવિશિષ્ટ મંત્રોચ્ચારાદિ લિંગ વિના જ જિનાલયને ઓળખી લે તે અનિશ્રિતગ્રાહી કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વિશિષ્ટ મંત્રોચ્ચારરૂપલિંગ વિના જ જિનાલયનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અનિશ્રિતગ્રાહી વ્યંજનાગ્રહ કહેવાય. ૬૮. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) જૈનધર્મના મંત્રોચ્ચારરૂપ લિંગ વિના જ જિનાલયનો જે અસ્પષ્ટબોધ થાય તે અનિશ્રિતગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) લિંગ વિના પણ આ જિનાલય હોવું જોઈએ મંદિર ન હોય એવી જે વિચારણા તે અનિશ્રિતગ્રાહી ઈહા કહેવાય. (૪) જૈનધર્મનાં મંત્રોચ્ચારાદિ ન હોવા છતાં પણ આ જિનાલય જ છે. મંદિર નથી. એવો જે નિર્ણય કરવો તે અનિશ્રિતગ્રાહી અપાય કહેવાય. (૫) એ નિર્ણયને વર્ષો સુધી યાદ રાખવો તે અનિશ્રિતગ્રામિણી ધારણા કહેવાય. (૯) અસંદિગ્ધગ્રાહી : કોઈપણ સંદેહ વિનાં ચોક્કસપણે શબ્દોને સાંભળી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા.ત. આ મેઘગર્જના જ છે. સિંહનાદ નથી. શ્રોત્રેન્દ્રિયજન્ય અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) શબ્દોનો ચોક્કસપણે અત્યંત અસ્પષ્ટ બોધ થવો તે અસંદિગ્ધગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) શબ્દોનો ચોક્કસપણે અસ્પષ્ટ બોધ થવો તે અસંદિગ્ધગ્રાહી અથવગ્રહ કહેવાય. (૩) આકાશમાં ઘનઘોર વાદળું દેખાય છે માટે મેઘગર્જના જ હોવી જોઈએ સિંહનાદ ન હોય. એવું નિશ્ચિતાત્મક વિચારણાવાળું જે જ્ઞાન તે અસંદિગ્ધગ્રાહિણી ઈહા કહેવાય. (૪) આ મેઘગર્જના જ છે. સિંહનાદ નથી એવો નિશ્ચિતાત્મક નિર્ણય તે અસંદિગ્ધગ્રાહી અપાય કહેવાય. (૫) એ નિશ્ચિતાત્મક મેઘગર્જનાને વર્ષો સુધી યાદ રાખવી તે અસંદિગ્ધગ્રાહિણી ધારણા કહેવાય. (૧૦) સંદિગ્ધગ્રાહી - સંદેહ સહિત શબ્દોને સાંભળે તે શ્રોત્રેન્દ્રિયજન્ય સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા.ત. આ મેઘગર્જના છે કે સિંહનાદ છે ? શ્રોત્રેજિયજન્ય સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) સંશયાત્મક શબ્દોનો અત્યંત અસ્પષ્ટ બોધ થવોતે સંદિગ્ધગ્રાહી વ્યંજનાવગ્રહ. (૨) સંશયાત્મક શબ્દોનો અસ્પષ્ટ બોધ થવો તે સંદિધગ્રાહી અર્થાવગ્રહ. (૩) સંશયાત્મક શબ્દોની વિચારણા તે સંદિગ્ધગ્રાહિણી ઈહા. (૪) સંશયાત્મક શબ્દોનો નિર્ણય તે સંદિગ્ધગ્રાહી અપાય. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) સંશયાત્મક શબ્દોને વર્ષો સુધી યાદ રાખવા તે સંદિગ્ધગ્રાહિણી ધારણા. (૧૧) ધ્રુવગ્રાહી - એક જ વાર સાંભળેલાં શબ્દો કાયમી યાદ રહી જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા.ત. એક વર્ગમાં ૨૫ વિદ્યાર્થી હોય, તેમાં તીવ્રતમ બુદ્ધિશાળી વિદ્યાર્થીને શિક્ષકે એક જ વાર આપેલું લેક્ટર કાયમી યાદ રહી જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન કહેવાય. શ્રોસેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) એક જ વાર સાંભળેલા શબ્દોનો ગાઢ સંસ્કારાત્મક અત્યંત અસ્પષ્ટ બોધ તે ધૃવગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) એક જ વાર સાંભળેલાં શબ્દોનો ગાઢ સંસ્કારાત્મક અસ્પષ્ટ બોધ તે ધ્રુવગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) તે અંગેની વિચારણા તે ધ્રુવગ્રાહિણી ઈહા કહેવાય. (૪) તે અંગેનો નિર્ણય તે ધ્રુવગ્રાહી અપાય કહેવાય. (૫) એક જ વાર સાંભળેલાં શબ્દો પાકાપાયે મગજમાં ચોંટી જાય તે ધ્રુવગ્રામિણી ધારણા કહેવાય. (૧૨) અધુવગ્રાહી :એક જ વાત અનેકવાર સાંભળવા છતાં યાદ ન રહે. ભૂલી જવાય. કદાચ યાદ રહે તો પણ ફેરફાર થઈ જાય, તે શ્રોત્રેન્દ્રિયજન્ય અધુવગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા.ત. એક વર્ગમાં ૨૫ વિદ્યાર્થી હોય તેમાં મંદક્ષયોપશમવાળા વિદ્યાર્થીને એક જ વાત દશવાર સમજાવે તો પણ યાદ ન રહે. અને કદાચ યાદ રહે તો પણ તેમાં ફેરફાર થઈ જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય અપ્રૂવગ્રાહી મતિજ્ઞાન કહેવાય. શ્રોન્દ્રિયજન્ય અધુવગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) એક જ વાત, અનેકવાર સાંભળતાં જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે અપ્રૂવગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) એક જ વાત અનેકવાર સાંભળતાં જે અસ્પષ્ટ બોધ થાય તે અપ્રૂવગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) તે અંગે વારંવાર વિચારણા કરવી તે અધૂવગ્રાહિણી ઈહા કહેવાય. (૪) તે અંગે કાચાપાયે નિર્ણય થાય તે અધુવગ્રાહી અપાય કહેવાય. (૫) એક જ વાત, અનેકવાર સાંભળવા છતાં કાચા પાયે મગજમાં ચોંટે તે અધૂવગ્રામિણી ધારણા કહેવાય. ૭૦ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે બહુવિગેરે ૧૨ ભેદ પૈકી એકેકનાં કુલ પાંચ પ્રકાર થાય છે. તેમાં વ્યંજનાવગ્રહ બહુવિગેરે ૧૨ પ્રકારે, અર્થાવગ્રહ બહુવિગેરે ૧૨ પ્રકારે, ઈહા બહુવિગેરે ૧૨ પ્રકરે, અપાય બહુ વિગેરે ૧૨ પ્રકારે અને ધારણા બહુવિગેરે ૧૨ પ્રકારે થતી હોવાથી શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. એ પ્રમાણે, ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. સ્પર્શેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. વ્યંજનાવગ્રહ નાં ૧૨ ભેદ વિના ચક્ષયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૪૮ ભેદ થાય છે. વ્યંજનાવગ્રહનાં ૧૨ ભેદ વિના મનોજન્યમતિજ્ઞાનનાં કુલ ૪૮ ભેદ થાય છે. કૃતનિશ્રિત મતિજ્ઞાનનાં કુલ ૩૩૬ ભેદથયા. અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનનાં ૧૪ ભેદ. - મતિજ્ઞાનનાં કુલ ૩૪૦ ભેદ થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ મતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) મતિજ્ઞાની દ્રવ્યથી આગમદ્વારા જાણેલાં ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને ચિંતન મનનકાળે મૃતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણે. દા.ત. ધર્માસ્તિકાય લોકાલોકપ્રદેશ પ્રમાણ છે. અરૂપી છે. તેના ૩ ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ, આ રીતે દ્રવ્યનું સ્વરૂપ જાણી શકે છે. યદ્યપિ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને તે સાક્ષાત્ દેખી શકતો નથી. પરંતુ કેટલાક ઘટપટાદિ રૂપી દ્રવ્યોને સાક્ષાત્ દેખે છે. (૨) મતિજ્ઞાની ક્ષેત્રથી આગમદ્વારા જાણેલાં લોકાલોક રૂપ સર્વક્ષેત્રને, ચિંતન-મનનકાળે શ્રુતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે છે. પરંતુ ક્ષેત્રને સાક્ષાત્ દેખી શકતો નથી. (૩) મતિજ્ઞાની કાળથી આગમ દ્વારા જાણેલાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને ચિંતન-મનનકાળે શ્રુતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે પરંતુ સાક્ષાત્ દેખી શકતો નથી. (૪) મતિજ્ઞાની ભાવથી આગમદ્વારા જાણેલાં ઔદાયિકાદિ સર્વ ભાવોને ચિંતન મનનકાળે મૃતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે પણ સાક્ષાત્ દેખી ન શકે. ( ૭૧ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતજ્ઞાનનાં ૧૪ અથવા ૨૦ પ્રકાર છે. તે હવે પછીની ગાથામાં ગ્રન્થકાર શ્રી સ્વયં બતાવે છે. ઇતિ મતિજ્ઞાન સ્વરૂપ શ્રુતજ્ઞાનનાં ચૌદ ભેદ :अक्खर सन्नी सम्म, साइअं खलु सपजवसिअं च, गमियं अंगपविटुं, सत्तवि ए ए सपडिवक्खा ॥६॥ अक्षर संज्ञि सम्यक् सादिकं खलु सपर्यवसितं च । गमिकमङ्गप्रविष्टं सप्तापि एते सप्रतिपक्षाः ॥६॥ ગાથાર્થ :- અક્ષરધૃત, સંશિશ્રુત, સમ્યકશ્રુત, સાદિક્ષુત, સપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત અને અંગપ્રવિષ્ટદ્યુત એ સાતભેદ તેનાં પ્રતિપક્ષ ભેદ સહિત જાણવા. વિવેચન :- ૧. અક્ષરદ્યુત ૨. અનરશ્રુત ૩. સંન્નિશ્રુત ૪. અસંશ્રુિત ૫. સમ્યફથ્થત ૬. મિથ્યાશ્રુત ૭. સાદિધૃત ૮. અનાદિઠુત ૯. સપર્યવસિતશ્રુત ૧૦. અપર્યવસિતશ્રુત. ૧૧. ગમિકહ્યુત ૧૨. અગમિકશ્રુત ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત. ૧૪. અંગબાહ્યશ્રુત. આ ચૌદ શ્રુતજ્ઞાનનાં ભેદ છે. અક્ષરદ્યુત :- અક્ષર =જ્ઞાન જો કે પાંચ જ્ઞાન સામાન્યથી અક્ષર સ્વરૂપ છે. તો પણ અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી “અક્ષર શ્રુતજ્ઞાન જ જાણવું. જ્ઞાનાત્મક અક્ષર એ ભાવથુત છે. અને અકારાદિ વર્ણાત્મક અક્ષર એ દ્રવ્યશ્રત કહેવાય. અક્ષરોથી અભિલાખ=વચનવડે કહી શકાય એવા પદાર્થોનો જે બોધ થાય તે અક્ષરદ્યુત કહેવાય. અક્ષરગ્રુત ૩ પ્રકારે છે. (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લમ્બર. :(૧) સંજ્ઞાક્ષર :- ૧૮ પ્રકારની લિપિ (અક્ષરો) ને સંજ્ઞાક્ષર કહેવાય. જેમ કે (૧) હંસલિપિ (૨)ભૂતલિપિ (૩)યાલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉડીલિપિ (૬) યવનીલિપિ (૭) તુકલિપિ (૮) કીરાલિપિ (૯) દ્રાવિડલિપિ (૧૦) સિંધીલિપિ (૧૧) માળવીલિપિ (૧૨) નટીલિપિ. (૧૩) નાગરી લિપિ (૧૪) લાટલિપિ (૧૫) પારસીલિપિ (૧૬) અનિમિત્તકલિપિ (૧૭) ચાણક્યલિપિ (૧૮) મૂળદેવીલિપિ. “ક” “ખ” “ગ” વિગેરે ગુજરાતી અક્ષર, ઉઅક્ષર, એ, બી, સી, ડી, A જુઓ મલયગિર્ભાચાર્ય પ્રણીતવૃત્તિયુત નંદીસૂત્ર (સૂત્ર નં. ૩૯) ૭૨ -- - - - For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only સ્પર્શેન્દ્રિયજન્ય મતિજ્ઞાન ૧૨ વંજનાગ્રહ રસનેન્દ્રિયજન્ય મતિ.. ૧૨ ૧૨ ૧૨ ૧૨ વંજનાગ્રહ અર્થાવગ્રહ ઇહા અપાય ધારણા કુલ ૬૦ ભેદ ૧૨ વનાગ્રહ ૧૨ વેર અર્થાવગ્રહ ઇહા ૧૨ અર્થાવગ્રહ ૧. શ્વેર્તનિશ્ચિત મતિજ્ઞાનના ૩૪૦ ભેદનું યંત્ર ૧૨ ઇહાં કુલ ૬૦ ભેદ ઘ્રાણેન્દ્રિયજન્ય મતિ. ૧૨ અપાય કુલ ૬૦ ભેદ ૧૨ ધારણા ૧૨ અપાય ૨. અશ્રુતનિશ્રિત ૨ ૩ * ઔત્પોતિકી વૌનયિકી કાર્મિકી પારિણામિકી * ચક્ષુરિન્દ્રિયજન્ય મતિ. ૧૨ ૧૨ ૧૨ ૧૨ અર્થાવગ્રહ ઇહા અપાય ધારણા કુલ ૪૮ ભેદ ૧૨ વંજનાવગ્રહ ૧૨ ધારણા શ્રોત્રેન્દ્રિયજન્ય મતિ ૧૨ ૧૨ ૧૨ ૧૨ અર્થાવગ્રહ ઇહા અપાય ધારણા કુલ ૬૦ ભેદ મનોજન્ય મતિ. ૨ ૧૨ ૧૨ અર્થાવગ્રહ ઇહા અપાય કુલ ૪૮ ભેદ ૧૨ ધારણા Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરે સર્વ લિપિ=અક્ષરનો સમાવેશ સંજ્ઞાક્ષરમાં થાય છે. “ક” “ખ” વિગેરે પુસ્તકમાં લખેલા અક્ષરને (લિપિને) વાંચવાથી જે બોધ થાય તે સંજ્ઞાક્ષરશ્રુતજ્ઞાન કહેવાય. (૨) વ્યંજનાક્ષર :- “અ” થી “હ” સુધીનાં બોલાતાં અક્ષરોને વ્યંજનાક્ષર કહેવાય. ક” “ખ” વિગેરે અક્ષરો બોલાય ત્યારે તેનાં ઉચ્ચારથી જે જ્ઞાન થાય તે વ્યંજનાક્ષર શ્રુતજ્ઞાન કહેવાય. (૩) લધ્યક્ષર :- શબ્દો અથવા અક્ષરોને સાંભળવાથી કે વાંચવાથી જે બોધ થાય તે બોધમાં હેતુભૂત ક્ષયોપશમને લક્ઝક્ષર કહેવાય. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યકૃત છે. અને લધ્યક્ષર એ ભાવકૃત છે. માટે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્યશ્રત એ અજ્ઞાન સ્વરૂપ છે. પરંતુ ભાવકૃતનું કારણ હોવાથી તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. દ્રવ્યશ્રત અને ભાવકૃત એ બન્ને પરસ્પર કાર્યકારણભાવ સંબંધવાળું છે. તેમાં શ્રોતાને આશ્રયીને દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનું કારણ છે. કેમ કે વક્તાનાં મુખમાંથી નીકળી રહેલાં શબ્દો એ દ્રવ્યદ્ભુત છે. અને તે શબ્દો દ્વારા શ્રોતાને પદાર્થનો જે બોધ થાય છે તે ભાવકૃત કહેવાય. માટે ભાવૠતનું કારણ દ્રવ્યશ્રુત છે. અને બોધાત્મક (જ્ઞાનાત્મક) ભાવશ્રુત એ કાર્ય છે. વક્તાને આશ્રયીને ભાવશ્રુત એ કારણ છે. કેમકે વક્તાને પદાર્થનું જ્ઞાન હોય તો જ શબ્દનું ઉચ્ચારણ થઈ શકે છે. માટે જ્ઞાનાત્મક ભાવકૃત એ દ્રવ્યશ્રુતનું કારણ છે. અને દ્રવ્યશ્રુત એ કાર્ય છે. અનક્ષરશ્નત :ખોંખારો, ઓડકાર કે છીંક ખાવી, ચપટી કે ઘંટડી વગાડવી, તાળી પાડવી, શ્વાસ લેવો, નિઃશ્વાસ મૂકવો, થુકવું, ઉધરસ ખાવી વગેરે ક્રિયા દ્વારા અંતરનાં ભાવો સામા માણસને જણાવવા તે અનક્ષરગ્રુત કહેવાય. શંકા :- અક્ષરદ્યુત અને અનન્નરશ્રત એ બે ભેદમાં જ બાકીનાં સર્વભેદનો સમાવેશ થઈ જાય છે. તો બીજા ભેદ કેમ બતાવ્યા ? A. પ્રથમકર્મગ્રન્થની ટીકામાં“નક્ષશ્રત સ્પેડિતશિરઃ પુનઃ ''કહ્યું છે અને વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં. ૫૦૩ માં કહ્યું છે કે “જે સંભળાય તે મૃત” એ ન્યાયે ખોંખારો વિગેરે ધ્વનિરૂપ હોવાથી અનરશ્રુત કહેવાય. પરંતુ શિર કંપન, આંખનાં મચકારા, હાથાદિની ચેષ્ટામાં શબ્દનું શ્રવણ થતું નથી તેથી તે ધૃતરૂપ નથી. પણ અનફર સંકેતરૂપ છે. તે મતિજ્ઞાનનો વિષય છે. ૭૪ For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાધાન :- મંદબુદ્ધિવાળા શિષ્યને અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત એ બે ભેદમાત્રથી બાકીનાં ભેદનો બોધ થતો નથી. તેથી મંદબુદ્ધિવાળા શિષ્યને ભિન્નભિન્ન દૃષ્ટિથી બાકીનાં ભેદનો બોધ કરાવવા માટે ચૌદ ભેદ બતાવ્યા છે. તેમાં અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુતથી ઉચ્ચાર અને લિપિરૂપ દ્રવ્યાક્ષરનો તથા લબ્ધિ= ઉપયોગરૂપ ભાવાક્ષરનો બોધ થાય છે. સસંશિશ્રુતથી સ્પષ્ટ અને અસંશિશ્રુતથી અસ્પષ્ટ ભાવશ્રુતનો બોધ થાય છે. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુતથી તત્ત્વદૃષ્ટિએ યથાર્થ-અયથાર્થ ભાવશ્રુતનો બોધ થાય છે. સાદિ સાંત અને અનાદિ અનંત. એ ચાર ભેદ સમ્યભાવશ્રુતની અપેક્ષાએ બતાવેલા છે. ગમિક અગમિક એ બે ભેદ શાસ્ત્રીય દ્રવ્યશ્રુતનાં સમાનપાઠ અને અસમાનપાઠની અપેક્ષાએ બતાવેલાં છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદ દ્રવ્યશ્રુતનાં કર્તાની અપેક્ષાએ બતાવેલા છે. ગણધરકૃત શાસ્ત્રીય દ્રવ્યશ્રુત તે અંગ્રપ્રવિષ્ટ અને સ્થવિકૃત તે અંગબાહ્ય કહેવાય. આ પ્રમાણે ભિન્ન-ભિન્ન દૃષ્ટિથી ભેદનો બોધ થાય માટે ચૌદ ભેદ બતાવ્યા છે. શંકા :- અક્ષરોથી જે અભિલાપ્ય ભાવોનો બોધ થાય તે અક્ષરશ્રુત કહ્યું તો શું અભિલાપ્ય સિવાયનાં બીજા ભાવો છે ? સમાધાન :- શાસ્ત્રમાં બે પ્રકારનાં ભાવો વર્ણવ્યા છે. તેમાં શબ્દથી કહી શકાય એવા જે ભાવો છે તેને અભિલાપ્યભાવ કહેવાય અને શબ્દથી ન કહી શકાય એવા જે ભાવો છે તેને અનભિલાપ્યભાવ કહેવાય. અભિલાપ્યભાવ કરતાં અનભિલાપ્યભાવ અનંતગુણ છે. કે એટલે અભિલાપ્યભાવો અનભિલાપ્યભાવના અનંતમાં ભાગે છે. અને તે અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ગણધર ભગવંતોએ રચેલો છે. કારણકે ચૌદપૂર્વી શબ્દની અપેક્ષાએ સમાનપણે ચૌદપૂર્વનાં જાણકાર હોવા છતાં ક્ષયોપશમની વિચિત્રતાથી શ્રુતગમ્ય અભિલાપ્યભાવની અપેક્ષાએ તેઓનું જ્ઞાન ન્યૂનાધિક હોય છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર સર્વ અભિલાપ્ય વસ્તુને જાણે છે. બીજા ચૌદપૂર્વધરો હીન-હીનત૨૫ણે અભિલાપ્ય વસ્તુને જાણે ! માટે ઋચૌદ પૂર્વધરોના જ્ઞાનમાં ન્યૂનાધિકતા હોય છે. (૩) સંશિશ્રુત :- સંશા=સારી રીતે જાણવું. સંજ્ઞાવાળા જીવોને સંશી કહેવાય. સંજ્ઞા ૩ પ્રકારે છે. (૧) દીર્ઘકાલિકીસંજ્ઞા :- દીર્ઘલાંબાકાળનો વિચાર કરવાની જે શક્તિ તે દીર્ઘકાલિકીસંજ્ઞા કહેવાય. A. કહેવાય. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૪૧, ૧૪૨, ૧૪૩. ૭૫ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. ત. મેં અમુક કામ કર્યું, અમુક કામ કરી રહ્યો છું અને અમૂક કામ કરીશ, એ રીતે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનો વિચાર કરવાની જે શક્તિ તે દીર્ઘકાલિકીસંજ્ઞા. (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા ઃ- પોતાના શરીરનાં રક્ષણ માટે, ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ માટે, માત્ર વર્તમાનકાલિક વિચાર કરવાની શક્તિ તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા :- વિશિષ્ટ શ્રુતજ્ઞાનનાં ક્ષયોપશમવાળા અને હેયોપાદેયની પ્રવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવની વિચારણાને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. આ રીતે ૩ સંજ્ઞા છે. તેમાં હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવોને શાસ્ત્રકાર ભગવંતે સંશી નથી કહ્યા કારણ કે જેમ સામાન્ય જ રૂપ હોય તો તે રૂપાળોન કહેવાય. પરંતુ સારૂં રૂપ હોય તો જ તે રૂપાળો કહેવાય. સો બેસો રૂપિયા પાસે હોય તો તે ધનવાન ન કહેવાય. પણ લાખોપતિ હોય તો તે ધનવાન કહેવાય છે તેમ અહીં સંજ્ઞાવાળો હોય તે સંજ્ઞી ન કહેવાય. પણ પ્રશસ્ત (સારી) સંજ્ઞાવાળો હોય તે સંશી કહેવાય છે. એટલે હેતુવાદોપદેશિકીસંશાની અપેક્ષાએ દીર્ઘકાલિકીસંજ્ઞા વિશેષબોધરૂપ હોવાથી પ્રશસ્ત છે. માટે દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા જીવોને સંજ્ઞી કહ્યા છે. આ સંજ્ઞાવાળા સર્વ જીવોને મન હોય છે. માટે તેઓ કોઇપણ પદાર્થને સારી રીતે જાણી કે વિચારી શકે છે. એટલે સારી રીતે જાણી કે વિચારી શકવાની શક્તિવાળા (મનવાળા)જીવોને સંશી કહેવાય. દીર્ઘકાલિકી સંજ્ઞા કરતાં પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ઉત્તમ છે. માટે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો પણ સંશી કહેવાય. સંશી જીવોનું જે શ્રુતજ્ઞાન તે સંશિશ્રુત કહેવાય. (૪) અસંશિશ્રુત :- મન વિના માત્ર ઇંદ્રિયથી ઉત્પન્ન થતું જે શ્રુતજ્ઞાન તે અસંશિશ્રુત કહેવાય. મનવાળા જીવોને સંજ્ઞિશ્રુત હોય છે. અને મન વિનાનાં એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અસંશિશ્રુત હોય છે. A. સંશિન: સમના: તત્ત્વાર્થસૂત્ર-૨, ૨૧ ॥ टीका : यथा वाऽविशुद्ध चक्षुषो मन्द मन्द प्रकाश रूपोपलब्धिः । एवमसंज्ञिनः पञ्चेन्द्रियसंमूर्च्छनजस्यात्यल्प मनोद्रव्यग्रहण - शक्तेरर्थोपलब्धिः ॥ અર્થાત્ જેમ નબળા આંખવાળા મનુષ્યને અત્યંત ઝાંખા પ્રકાશમાં અસ્પષ્ટ રૂપ જણાય છે. તેમ અસંજ્ઞીપંચેન્દ્રિય સંમૂર્છિમને અત્યંત અલ્પ મનોદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિ હોવાથી પદાર્થનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે. ૭૬ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) સમ્યકશ્રુત :- સમ્યક દૃષ્ટિએ રચેલાં આચારાંગાદિ ગ્રન્થો એ સમ્યકશ્રુત કહેવાય અને મિથ્યાદષ્ટિએ રચેલાં મહાભારતાદિ ગ્રન્થો એ મિથ્યાશ્રુત કહેવાય. એ મિથ્યાશ્રુત જો સમ્યકત્વીના હાથમાં આવે તો સમ્યકશ્રુત બની જાય કારણ કે સમ્યગૃદૃષ્ટિજીવ મિથ્યાશ્રુતને સમ્યફપણે પરિણાવે છે. (૬) મિથ્યાશ્રુત -: સમ્યગૃષ્ટિએ રચેલાં શાસ્ત્રો જો મિથ્યાત્વીનાં હાથમાં આવે તો, તે મિથ્યાશ્રુત બની જાય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ જીવ સમ્યકશ્રુતને મિથ્યાપણે પરિણાવે છે. માટે મિથ્યાત્વીના હાથમાં આવેલું લા પૂર્વ સુધીનું સમ્યકશ્રુત એ મિથ્યાશ્રુત બની જાય છે. શંકા - મિથ્યાદૃષ્ટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સમ્યગૃષ્ટિની જેમ તદાવરણકર્મનો ક્ષયોપશમ થવાથી પ્રગટ થતું હોવાથી તે પણ સમ્યગુદૃષ્ટિની જેમ કબુગ્રીવાદિમાન્ય વસ્તુને ઘટાદિ જ કહે છે. માટે મિથ્યાદૃષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કેમ કહો છો ? સમાધાનઃ- અહીં જ્ઞાન-અજ્ઞાનની વિવફા આધ્યાત્મિક દૃષ્ટિએ કરી છે. માટે અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ ન કરવો પરંતુ વિપરીતજ્ઞાન કરવો. કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો “યથાર્થ બોધ થાય તે જ્ઞાન કહેવાય. અને જેનાથી વિપરીત બોધ થાયતે બાહ્યદૃષ્ટિએ જ્ઞાન હોવા છતાં પણ આધ્યાત્મિકદૃષ્ટિએ અજ્ઞાન જ છે. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાનસ્વરૂપે હોવાના મુખ્ય ૪ કારણો છે.? સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે (૧) દરેક વસ્તુ સત્ પણ છે. અને અસત્ પણ છે દરેક વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. દરેક વસ્તુ સ્વરૂપે સત્ છે. અને પરરૂપે અસત્ છે. જેમ કે ઘટ એ ઘટ સ્વરૂપે સત્ છે. અને ઘટ એ પટ=પરરૂપે અસત્ છે. આત્મા નિત્ય છે, અને આત્માના પર્યાયો મનુષ્યાદિ અનિત્ય છે. આ રીતે દરેક વસ્તુ અનેકધર્મયુક્ત હોવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ એકાંતવાદી હોઈ “ઘટ સત્ જ છે.” “આત્મા નિત્ય જ છે.” એમ એક જ ધર્મનો સ્વીકાર કરીને બાકીનાં બધાં જ ધર્મોનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. A. સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જ સ્વરૂપે જાણવી. તે યથાર્થબોધ અને સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તેનાથી વિપરીત પણે જાણવી તે મિથ્યા અથવા વિપરીતબોધ. 8. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં. ૧૧૫. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨) યજ્ઞમાં પશુવધ કરવો, મૈથુન સેવવું, જળમાં પ્રવેશીને સ્નાન કરવું વગેરે સંસાર વધારનારા સાધનોને ધર્મના સાધનો માને છે. માટે તેનું જ્ઞાન સંસારવૃદ્ધિનાં કારણભૂત હોવાથી અજ્ઞાન સ્વરૂપ કહ્યું છે. (૩) ગાંડા માણસની જેમ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન સ્વચ્છંદી હોવાથી અજ્ઞાન સ્વરૂપ છે. = (૪) જ્ઞાનનું ફલ હેયનો ત્યાગ, ઉપાદેયનું ગ્રહણ છે. સંસાર હેય છે. મોક્ષ ઉપાદેય છે. એમ માનીને સંસારનો ત્યાગ અને મોક્ષની પ્રાપ્તિ માટે સર્વવિરતિનો સ્વીકાર કરવો જોઇએ. અથાત્ સર્વથા હિંસાદિ પાપ પ્રવૃતિનો ત્યાગ કરવો જોઈએ પરંતુ મિથ્યાર્દષ્ટિમાં જ્ઞાનનાં ફલરૂપ વિરતિનો અભાવ છે માટે તેનું જ્ઞાન, અજ્ઞાન સ્વરૂપ છે. (૭) સાદિશ્રુત :- જે શ્રુતજ્ઞાનની શરૂઆત સાદિશ્રુત કહેવાય. આદિ થતી હોય તે (૮) અનાદિશ્રુત :- જે શ્રુતજ્ઞાનની શરૂઆત આદિ ન હોય તે અનાદિશ્રુત કહેવાય. (૯) સપર્યવસિતશ્રુત :- જે શ્રુતજ્ઞાનનો અંત થતો હોય તે સપર્યવસિત= સાંતશ્રુત કહેવાય. (૧૦) અપર્યવસિતશ્રુત :- જે શ્રુતજ્ઞાનનો અંત ન થતો હોય તે અપર્યવસિત અનંતશ્રુત કહેવાય. આ ૪ ભેદ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ૪ પ્રકારે છે. દ્રવ્યથી, Acharya Shri Kailassagarsuri Gyanmandir = - એક વ્યક્તિને જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક શ્રુતની આદિ થાય છે અને તે વ્યક્તિ જ્યારે સમ્યક ત્વથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે સભ્યશ્રુતનો અંત થાય છે. માટે સભ્યશ્રુત સાદિ-સાંત છે. તથા સભ્યષ્ટિ દેવતાદિની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિથી છે. અને અનંતકાળ સુધી રહેવાનું છે. માટે સમ્યક્દ્ભુત અનાદિ - અનંત છે. - ક્ષેત્રથી, For Private and Personal Use Only પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રમાં સમ્યશ્રુતની આદિ થાય છે. અને અંત પણ થાય છે. માટે ક્ષેત્રની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ સાંત છે. ૭૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ મહાવિદેહક્ષેત્રમાં હંમેશા તીર્થંકર ભગવાનની હાજરી હોય છે. ક્યારેય શ્રુતજ્ઞાનનો નાશ થતો નથી. માટે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સમ્યફ્યુત અનાદિ – અનંત છે. કાળથી, ઉત્સર્ણિકાળ અને અવસર્પિણી કાળની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ ઐરવતમાં સમ્યકશ્રુત સાદિ - સાંત છે. કારણકે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના ત્રીજા આરામાં દ્વાદશાંગશ્રુતની ઉત્પત્તિ થાય છે. તેથી સમ્યકશ્રુતની સાદિ થઈ અને ઉત્સર્પિણીકાળનાં ત્રીજા આરાના અંતે તથા અવસર્પિણીકાળના પાંચમાં આરાના અંતે તે શ્રુતનો નાશ થાય છે. ત્યારે સમ્યકશ્રુત સાંત થયું. આ રીતે કાળની અપેક્ષાએ સમ્યકશ્રુત સાદિ-સાંત છે. મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળ હોતો નથી માટે ત્યાં સમ્યકશ્રુત ક્યારેય નાશ પામતું નથી. એટલે નોઉત્સર્પિણી કાળ અને નોઅસર્પિણી કાળને આશ્રયીને સમ્યકશ્રુત અનાદિ – અનંત છે. ભાવથી, કોઈ વક્તા જિનભાષિતભાવની પ્રરૂપણા કરતો હોય ત્યારે તે ભાવને આશ્રયીને સમ્યફઘુતની સાદિ થાય છે. અને તે પ્રરૂપણા પૂર્ણ થાય ત્યારે સમ્યગ્રુત સાંત થાય છે. માટે ભાવની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ- સાંત છે. તથા લાયોપથમિકભાવની અપેક્ષાએ સમ્યક્ષુત અનાદિ અનંત છે. (૧૧) ગમિકહ્યુત - જે શાસ્ત્રમાં એક સરખા આલાવ = પાઠ હોય તે ગમિકહ્યુત કહેવાય. દા.ત. દૃષ્ટિવાદ નામનું બારમું અંગ. (૧૨) અગમિકશ્રુત - જે શાસ્ત્રમાં ગાથાદિની રચના હોવાથી એક સરખા પાઠ ન હોય તે અગમિકશ્રુત કહેવાય. દા.ત. કાલિકશ્રત. કાળગ્રહણના વિધિપૂર્વક ભણી શકાય તેવા આગમસૂત્રોને કાલિકશ્રુત કહેવાય. આચારાંગ, સૂયગડાંગ વિગેરે કાલિકશ્રુત કહેવાય. A. જે કાળમાં આયુષ્ય, બળ, બુદ્ધિ, શરીરની અવગાહના વિગેરે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે ઉત્સર્પિણિકાળ કહેવાય અને જે કાળમાં આયુષ્યાદિ ઉત્તરોત્તર ઘટવા મંડે તે અવસર્પિણિકાળ કહેવાય. For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) અંગપ્રવિષ્ટશ્રુત :- શ્રી ગૌતમસ્વામી વિગેરે ગણધર ભગવંતોએ રચેલું દ્વાદશાંગરૂ૫ શ્રુત તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય. (૧૪) અંગબાહ્યશ્રત - ગણધરભગવંત પછી શ્રી ભદ્રબાહુસ્વામીજી વિગેરે સ્થવિર પુરુષોએ અવસર્પિણીકાળમાં આયુષ્ય, બળ, બુદ્ધિ ક્ષીણ થતાં જોઈને લોકોનાં ઉપકારને માટે અંગપ્રવિષ્ટદ્યુતના આધારે જે જે ગ્રન્થો લખેલાં છે. તે અંગબાહ્યશ્રુત કહેવાય. દા.ત.આવશ્યકનિયુક્તિ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતકલ્પ, વ્યવહાર, નિશીથ વગેરે. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કહ્યા. શ્રુતજ્ઞાનના વિશભેદનું સ્વરૂપ :पजय-अक्खर-पयसंघाया पडिवत्ति तहय अणुओगो, पाहुडपाहुड- पाहुड-वत्थु-पुव्वा य ससमासा ॥७॥ પર્યાયા-ક્ષરપર-સંધાતા પ્રતિપત્તિતથા વાનુયોઃ . પ્રાકૃતપ્રાકૃત-પ્રાકૃત-વસ્તુ-પૂર્વાળિ સમાસનિ | ૭ || ગાથાર્થ -પર્યાયશ્રુત, અક્ષરદ્યુત,પદદ્ભુત, સંઘાતકૃત,પ્રતિપત્તિશ્રુત,તેવી રીતે, અનુયોગશ્રુત, પ્રાભૃતપ્રાભૃતધૃત, પ્રાભૃતશ્રુત, વસ્તુશ્રુત, પૂર્વશ્રુત, આ દશભેદની સાથે “સમાસ” શબ્દ જોડવાથી બીજા દશ ભેદ થાય છે. વિવેચન :- (૧) પર્યાયશ્રુત - શ્રુતજ્ઞાનનાં એક સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પર્યાય કહેવાય. લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદીયા જીવને ભવના પ્રથમ સમયે સૌથી અત્યંત જે અલ્પ શ્રુતજ્ઞાન તે સર્વજઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય. તેનાં કરતાં બીજા લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવને શ્રુતજ્ઞાનનો એક અંશ વધારે હોય તે પર્યાયશ્રુત કહેવાય. (૨) પર્યાયસમાસશ્રુત - અનેક પર્યાયશ્રુતને પર્યાયસમાસશ્રુત કહેવાય. A. અંગપ્રવિષ્ટશ્રુત બાર અંગ =વિભાગમાં વહેંચાયેલું છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય. ૧૨ અંગના નામ ઃ (૧)આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતીસૂત્ર (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદસા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિદસા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧)વિપાક (૧૨) દૃષ્ટિવાદ. આમાંથી હાલમાં અગિયાર અંગ મળે છે. બારમું દષ્ટિવાદ નામનું અંગ વિચ્છેદ પામ્યું છે. ૮૦ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અક્ષરદ્યુત - અ” થી “હ” સુધીનાં અક્ષરો પૈકી કોઈ પણ એકાદ અક્ષરનું જ્ઞાન તે અક્ષરશ્રુત કહેવાય. (૪) અક્ષરસમાસશ્રુતક એકથી વધારે અક્ષરનું જ્ઞાન તે અક્ષરસમાસશ્રુત કહેવાય. (૫) પદધૃત :- આચારાંગ ૧૮૦૦૦ પદ પ્રમાણ છે. સૂયગડાંગ ૩૬૦૦૦ પદ પ્રમાણ છે. તેમાંના કોઇપણ એક પદનું જ્ઞાન તે પદદ્ભુત કહેવાય. [અહીં અર્થપરિસમાપ્તિરૂપ તથા વિભકત્યન્તરૂપ પદ લેવાનું નથી પરંતુ આચારાંગાદિ-૧૨ અંગોમાંનું કોઈ એક પદ લેવું. ] (૬) પદસમાસશ્રુત - આચારાંગાદિના એકથી વધારે પદનું જ્ઞાન તે પદસમાસશ્રુત કહેવાય. (૭) સંઘાતશ્રુત - ગતિ, ઈન્દ્રિય વિગેરે ૧૪ “મૂળમાર્ગણામાંથી કોઈ પણ એક માર્ગણા પૈકી એક ભેદનું જ્ઞાન તે સંઘાતશ્રુત કહેવાય. દા. ત. ગતિમાર્ગણાનાં ચાર ભેદ છે. (૧) દેવગતિ, (૨) નરકગતિ, (૩) તિર્યંચગતિ, (૪) મનુષ્યગતિ. આમાંથી કોઈપણ એક પેટાભેદનું જ્ઞાન તે સંઘાતકૃત કહેવાય. (૮) સંઘાતસમાસશ્રુત - ગતિ, ઈન્દ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી કોઈ પણ એકમાર્ગણાના એકથી વધારે પેટાભેદનું જ્ઞાન તે સંઘાતસમાસશ્રુત કહેવાય. દા. ત. (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ. (૩) નરકગતિ, (૪) તિર્યંચગતિ, એ ચાર ગતિમાંથી કોઇ પણ બે કે ત્રણ ગતિનું જ્ઞાન તે સંઘાતસમાસ શ્રુત કહેવાય. (૯) પ્રતિપત્તિકૃત :- ગતિ, ઇન્દ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી કોઈ પણ સંપૂર્ણ એક માર્ગણાનું જ્ઞાન તે પ્રતિપત્તિશ્રુત કહેવાય. દા. ત. મનુષ્યાદિ ૪ ગતિનું જ્ઞાન થવું તે પ્રતિપત્તિશ્રુત. (૧૦) પ્રતિપત્તિસમાસથુત :- ગતિ, ઇંદ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી એકથી વધારે માર્ગણાનાં બધા જ પેટાભેદનું જ્ઞાન થયું તે પ્રતિપત્તિસમાસશ્રુત કહેવાય. દા. ત. ગતિમાર્ગણામાં, મનુષ્યગતિ વિગેરે ૪ પેટાભેદોનું જ્ઞાન અને ઇંદ્રિયમાર્ગણામાં એ કેન્દ્રિયાદિ પાંચ પેટાભેદનું જ્ઞાન થવું તે પ્રતિપત્તિસમાસશ્રુત. A. "ફ ત્રેિ મ લાગે, ગોગે વેગે સાથ નાખે , संजम दंसण लेसा, भव सम्मे सनि आहारे ॥ ४५ ॥ [नवतत्त्व] અર્થાતુ ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યત્વ, સંશી, આહારી. કુલ ૧૪ માર્ગણા છે. ૮૧ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) અનુયોગશ્રુત :- સત્પરાદિ દ્વારા જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો તે અનુયોગ કહેવાય. અનુયોગનું જે દ્વાર [ઉપાય] તે અનુયોગદ્વાર કહેવાય. તેનો ઉપયોગ કોઈપણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. - જેમકે મોક્ષાદિ તત્ત્વની વિચારણા સતપંદાદિ નવ રીતે થઈ શકતી હોવાથી મોક્ષાદિ તત્ત્વના જ્ઞાન માટે સત્પદાદિ નવ અનુયોગ દ્વાર કહ્યાં છે. એ નવ અનુયોગ દ્વારમાંથી કોઈ પણ એક અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગશ્રુત કહેવાય. (૧૨) અનુયોગસમાસશ્રુત :- સત્પદાદિ નવ અનુયોગદ્વારમાંથી એકથી વધારે અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગસમાસશ્રુત કહેવાય. (૧૩) પ્રાભૃતપ્રાભૃતશ્રુત - દૃષ્ટિવાદ નામનું બારણું અંગ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. ૧. પરિકર્મ ર. સૂત્ર ૩. પૂર્વાનુયોગ ૪. પૂર્વગત ૫. ચૂલિકા. આમાં પૂર્વગતનાં ચૌદ ભેદ છે. તેને ચૌદપૂર્વ કહેવાય છે. એ પૂર્વમાં વસ્તુ નામે અનેક પ્રકરણો છે. એ વસ્તુમાં પ્રાભૃતનામે અનેક પ્રકરણો છે. તે A. સંત પથપવા , બ્રામા વ fuત્ત સાથ, તો અંતર માળે, ભાવે કપા વર્લ્ડ વેવ | ૪રૂ [નવતત્ત] B. પૂર્વક્રમ પૂર્વનું નામ પૂર્વગતવસ્તુની વસ્તુગતપ્રાભૂતની પૂર્વની પદ સંખ્યા સંખ્યા ૧ ઉત્પાદન ૧૦ ૨૦૦ ૧કોડ અગ્રાયણી ૨૮૦ ૯૬ લાખ વીર્યપ્રવાદ ૭૦ લાખ અસ્તિનાસ્તિ પ્રવાદ ૬૦ લાખ જ્ઞાનપ્રવાદ ૧ જૂનકરોડ સત્યપ્રવાદ ૧ કરોડ, ૬ આત્મ પ્રવાદ ૩૨૦ ૨૬ ક્રોડ કર્મપ્રવાદ ૪૦૦ ૧ ક્રોડ, ૮૦લાખ પ્રત્યાખ્યાનપ્રવાદ ૬૦૦ ૮૪ લાખ ૧૦ વિદ્યાપ્રવાદ ૩૦૦ ૧ ક્રોડ ૧૦, હજાર કલ્યાણપ્રવાદ ૨૦૦ - ૨૬ કોડ ૧૨ પ્રાણપ્રવાદ ૨૦૦૧ ક્રોડ, પ૬ લાખ ૧૩ ક્રિયાવિશાલ ૨૦૦ ૯ ક્રોડ ૧૪ લોક બિન્દુસાર • ૨૫ ૨૦૦ ૧૨ ક્રોડ, ૫૦લાખ પૂર્વગતવસ્તુની સંખ્યા માટે જુઓ નંદીસૂત્ર સૂિત્રનં- ૫૬] સંખ્યા ૧૪ છે જ ૨ ૩૦૦ ૨૪૦ ૪૦ ૧ ૦ ૧ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાભૂતમાં પ્રાભૃતપ્રાભૃત નામે અનેક પ્રકરણો છે. તેમાંથી પ્રાભૃતપ્રાભૃતનામના એક પ્રકરણનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતકૃત કહેવાય. (૧૪) પ્રાભૃતપ્રાભૃતસમાસશ્રુત - એકથી વધારે પ્રાકૃતપ્રાભૃત પ્રકરણનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતસમાસશ્રુત કહેવાય. (૧૫) પ્રાભૃતશ્રુત :- વસ્તુમાં પ્રાભૃત નામના અનેક પ્રકરણો છે. તેમાંથી એક પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભૃતશ્રુત કહેવાય. (૧૬) પ્રાભૃતસમાસશ્રુત - એકથી વધારે પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાકૃતસમાસશ્રુત કહેવાય. (૧૭) વસ્તુશ્રુત :- પૂર્વમાં વસ્તુનામે અનેક પ્રકરણો છે. તેમાંથી એક વસ્તુનું જ્ઞાન તે વસ્તુશ્રુત કહેવાય. (૧૮)વસ્તુસમાસશ્રુત -એકથી વધારે વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસશ્રુત કહેવાય. (૧૯) પૂર્વશ્રુત :- ૧૪ પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વશ્રુત કહેવાય. (૨૦) પૂર્વસમાસથુત - એકથી વધારે પૂર્વનું જ્ઞાન તે પૂર્વસમાસશ્રુત કહેવાય. અહીં જે શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદ કહ્યાં ને શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને આધારે થાય છે. જીવને સૌથી અલ્પ ક્ષયોપશમ હોય ત્યારે પર્યાયશ્રુતનું જ્ઞાન હોય છે. તેનાથી થોડોક ક્ષયોપશમ વધે ત્યારે અક્ષરદ્યુતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી થોડોક ક્ષયોપશમ વધે ત્યારે, પદદ્ભુતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે જેમ જેમ ભયોપશમ વધતો જાય છે. તેમ તેમ સંઘાતશ્રુતાદિનું જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે. જ્યારે તીવ્ર ક્ષયોપશમ થાય ત્યારે પૂર્વસમાસકૃતનું જ્ઞાન ઉત્પન્ન થાય આ પ્રમાણે ટૂંકમાં શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદ કહ્યાં. વિસ્તારથી શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદનું સ્વરૂપ “બૃહત્કર્મપ્રકૃતિ” થી જાણવું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને જાણે-દેખે. પ્રજ્ઞાપના સૂત્રનાં ત્રીશમાં પદની અંદર શ્રુતજ્ઞાનમાં પશ્યતા કહી છે. પશ્યતાનો અર્થ “સારી રીતે જોવું” એવો થાય છે. એટલે પશ્યતાની અપેક્ષાએ શ્રુતજ્ઞાની “જુએ છે.” એમ કહેવું યોગ્ય છે. (જુઓ વિશેષાવશ્યભાષ્ય ગાથા નં. ૫૫૫) નંદીસૂત્રમાં કહ્યું છે કે દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યને જાણે પણ દેખે નહીં ક્ષેત્રથી શ્રુતજ્ઞાની સર્વક્ષેત્રને જાણે પણ દેખે નહીં. કાળથી શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે પણ દેખે નહીં. ભાવથી શ્રુતજ્ઞાની સર્વભાવને જાણે પણ દેખે નહીં. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં.પપ૩] ૮૩ For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ક્ષેત્રથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા લોકાલોકરૂપ સર્વ ક્ષેત્રને જાણે-દેખે. (૩) કાળથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા સર્વકાળને જાણે-દેખે. (૪) ભાવથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા ઔદયિકાદિ સર્વભાવને જાણે-દેખે. અવધિજ્ઞાનાદિના ભેદ - अणुगामिवड्डमाणय, पडिवाइयरविहा छहा ओही । रिउमइ विउलमइ, मणनाणं केवलमिगविहाणं ॥४॥ आनुगामि-वर्द्धमानक-प्रतिपातीतरविधात् षोढाऽवधिः । ऋजुमति-विपुलमति मनोज्ञानं केवलमेकविधानम् ॥ ८॥ ગાથાર્થ :- આનુગામી, વર્ધમાન અને પ્રતિપાતિ તથા તેનાથી ઈતર= ઉલટા પ્રકારના અનાનુગામી, હીયમાન અને અપ્રતિપાતિ એમ અવધિજ્ઞાન ૬ પ્રકારે છે. તથા ગ્રામતિ અને વિપુલમતિ એ બે પ્રકારે મન:પર્યવજ્ઞાન છે. તથા કેવલજ્ઞાન એક જ પ્રકારનું છે. વિવેચન :- અવધિજ્ઞાનનાં મુખ્ય બે ભેદ છે. (૧) ભવપ્રત્યય (૨) ગુણપ્રત્યય. ભવનાં કારણે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય. જીવને જેમ પક્ષીનો ભવ મળતાં પાંખો અવશ્ય મળે છે. ચક્રવર્તી વિગેરેના ભવમાં વિશિષ્ટ બળ વગેરેની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તેમ દેવ અને નરકનો ભવ મળતાં, અવશ્ય અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે તેને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય. • યદ્યપિ દેવ-નારીને પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનાં કયોપશમ વિના અવધિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, માટે દેવ-નારકીને પણ અવધિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ અવધિજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે. અને મનુષ્ય, તિર્યંચના અવધિજ્ઞાનનું કારણ પણ ક્ષયોપશમ છે. એટલે ભયોપશમ એ સાધારણ કારણ હોવાથી તેની ગૌણતા છે. અને ભવ એ અસાધારણ કારણ હોવાથી તેની પ્રધાનતા છે માટે દેવ નારકીને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન કહ્યું છે. B. અહીં ઔદયિકાદિ પાંચ ભાવ લેવા પણ દ્રવ્યનાં ધર્મ [ભાવ]ન લેવાં કારણ કે શ્રુતજ્ઞાની દ્રવ્યનાં સર્વ ધર્મને જાણી શકતો નથી. જુઓ તત્ત્વાર્થસૂત્ર :- વિકૃતયોતિન્ય: સર્વ સર્વપર્યાપુ ! -ર૭ ] ८४ For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય-તિર્યંચને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષયોપશમ પ્રત્યયિક અથવા “ગુણપ્રત્યયિક” અવધિજ્ઞાન કહેવાય. ગુણપ્રત્યધિક અવધિજ્ઞાન ૬ પ્રકારે છે. (૧) આનુગામિક :- જે અવધિજ્ઞાન આંખની જેમ જીવ જ્યાં જાય ત્યાં સાથે જ જાય તે આનુગામિ અવધિજ્ઞાન કહેવાય. જીવને જે સ્થળે આનુગામિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થળેથી જીવ જે રીતે ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. તે જ રીતે બીજી જગ્યાએ જઈને પણ ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. સ્થાનનું પરિવર્તન થવા છતાં પણ જ્ઞાનમાં જરાય અલના થતી નથી. દા.ત. કોઈ વ્યક્તિને શંખેશ્વરમાં આનુગામિ અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી જે રીતે તે શંખેશ્વરની ચારેય તરફ ૧૦૦ માઇલમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે તે જ રીતે તે અમદાવાદમાં જઈને પણ અમદાવાદની ચારેય તરફ ૧૦૦ માઇલમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. ' (૨) અનાનુગામિક - સાંકળથી બાંધેલા દીવાની જેમ, જીવને જે સ્થળે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થળેથી તે ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલાં રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. પણ તે જીવ - ત્યાંથી બીજા સ્થળે જાય તો તે અવધિજ્ઞાન સાથે જતું નથી માટે તેને અનાનુગામિ અવધિજ્ઞાન કહેવાય. જેમ કોઇ વ્યકિત એક મોટું જ્યોતિ = પ્રકાશ સ્થાન કરીને, તે પ્રકાશ સ્થાનની ચારેય તરફના છેડાઓમાં પરિભ્રમણ કરતો તે પ્રકાશિત-ક્ષેત્રમાં રહેલા પદાર્થોને દેખી શકે છે. પણ તે વ્યકિત પ્રકાશિતક્ષેત્રની બહાર નીકળી ગયા પછી ત્યાં પ્રકાશ ન હોવાથી ત્યાં રહેલા પદાર્થોને દેખી શકતો નથી. તેમ જે વ્યકિતને જે સ્થળે અનાનુગામિક અવધિજ્ઞાન ઉત્પન્ન થતું હોય, તે વ્યક્તિ અવધિજ્ઞાન રૂપ પ્રકાશ જેટલા યોજન સુધી ચારેય તરફ ફેલાયેલો હોય તેટલાં યોજનામાં રહેલા રૂપી દ્રવ્યોને દેખી શકે છે. પણ તે વ્યક્તિ અવધિજ્ઞાનરૂપ પ્રકાશવાળા સ્થાનની બહાર નીકળી જાય તો ત્યાં અવધિજ્ઞાન રૂપ પ્રકાશના અભાવે ત્યાં રહેલા રૂપીદ્રવ્યોને સાક્ષાત્ આત્માદ્વારા દેખી શકતો નથી, કારણ કે અનાનુગામિક અવધિજ્ઞાન જે સ્થળે For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉત્પન્ન થયું હોય તે જ સ્થળે સાંકળે બાંધેલા દીવાની જેમ સ્થિર રહી જાય છે. પણ અન્ય સ્થળે સાથે જતું નથી માટે તે વ્યકિત અવધિજ્ઞાન દ્વારા જેટલા યોજન સુધી સાક્ષાત્ આત્માદ્વારા પદાર્થોને દેખી શકે છે. તેટલાં યોજનની બહાર નીકળી જાય તો તે સાક્ષાત્ આત્માદ્વારા પદાર્થોને દેખી શકતો નથી. વિશેષાવશ્યકભાષ્ય ગાથા નંબર ૭૧૫ માં કહ્યું છે કે; Acharya Shri Kailassagarsuri Gyanmandir આંખની જેમ જે અવધિજ્ઞાન અન્ય સ્થળે જનાર પુરુષની સાથે જાય તે આનુગામિક અવધિજ્ઞાન કહેવાય અને સ્થિર દીપકની જેમ જે અવધિજ્ઞાન અન્યસ્થળે જનાર પુરુષની સાથે ન જાય તે અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય. (૩) વર્ધમાન :- ઘણાં લાકડા નાંખવાથી જેમ અગ્નિની જ્વાળા વધતી જાય છે. તેમ વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાયથી જે અવધિજ્ઞાન વધતું જાય તે વર્ધમાન કહેવાય. સૌ પ્રથમ ઉત્પત્તિકાળે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રને જુએ છે. પછીથી પ્રતિસમયે ક્રમશઃ વધતાં છેવટે અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્યાતા ખંડુક [ટુકડા] ને દેખે છે. યદ્યપિ અવધિજ્ઞાની માત્ર રૂપી દ્રવ્યોને જ જોઇ શકે છે. અરૂપી દ્રવ્યોને જોઇ શકતો નથી. અલોકમાં માત્ર આકાશાસ્તિકાય જ છે. તે અરૂપી છે માટે અવધિજ્ઞાનીને અલોકમાં જોવા લાયક કાંઇ જ નથી છતાં પણ ‘અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્યાતા ખંડુકને દેખે” એમ જે કહ્યું છે તે ક્ષાયોપમિક શક્તિનું માપદંડ બતાવ્યું છે. જ્યારે અલોકમાં લોક-પ્રમાણ અસંખ્યાતા ખંડુકને દેખી શકે એવી શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે તે વ્યક્તિ લોકમાં રહેલા સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્કંધોને જોઇ શકે છે. તેમજ પરમાણુને પણ જોઇ શકે છે. આને પરમાવધિજ્ઞાન કહેવાય છે. પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તકાળમાં અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૪) હીયમાન :- જે અવધિજ્ઞાન પરિણામની અશુદ્ધિના કારણે અથવા તથાવિધસામગ્રીના અભાવે દિવસે દિવસે ઘટતું જાય તે હીયમાન કહેવાય. (૫) પ્રતિપાતિ ઃ- જેમ સળગતો દીવો હવાની ઝાપટ લાગવાથી કે જોરદાર ફૂંક મારવાથી એકદમ બુઝાઇ જાય છે. તેમ જે અવધિજ્ઞાન નિમિત્ત મળતાં એકદમ ચાલ્યું જાય તે પ્રતિપાતિ કહેવાય. જેમકે, કાજો કાઢતાં મુનિને અવધિજ્ઞાન થયું. મુનિએ અવધિજ્ઞાન વડે ‘ઇન્દ્ર ઇન્દ્રાણીને પગે પડી રહ્યો છે.” એવું દૃશ્ય જોયું, તેથી મુનિ હસી પડ્યા. અવધિજ્ઞાન તુરત જ ચાલ્યું ગયું. ૮૬ For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) અપ્રતિપાતિ :- જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય પણ નાશ ન પામે તે અપ્રતિપાતિ કહેવાય. : આ અવધિજ્ઞાની સંપૂર્ણલોક ઉપરાંત અલોકનાં એક આકાશપ્રદેશને પણ જાણી-દેખી શકે છે. જો કે અલોકમાં અવધિજ્ઞાનીને કાંઈ જ જાણવાનું-જોવાનું હોતું નથી. તો પણ તેની શક્તિનું માપદંડ બતાવ્યું છે. જ્યારે સંપૂર્ણલોક ઉપરાંત અલોકને વિષે એક અકાશપ્રદેશને જાણી શકવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ત્યારે જીવ પરમાવધિજ્ઞાનને પામે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળમાં નિયમો કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનના સ્વામી - સામાન્યથી મનુષ્યાદિ ૪ ગતિના જીવોને અવધિજ્ઞાન થઈ શકે છે. પરંતુ મનુષ્યને અવધિજ્ઞાનના સર્વભેદો ઘટી શકે છે. તિર્યંચને અપ્રતિપાતિ સિવાયનાં પાંચ ભેદો ઘટી શકે છે. દેવી -નારકને આનુગામિક અવધિજ્ઞાન હોય છે. મિથ્યાત્વદશામાં જીવને અજ્ઞાનતા જ હોય છે માટે મિથ્યાદષ્ટિ જીવોનાં મતિ-શ્રુત-અવધિને, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન = વિર્ભાગજ્ઞાન કહેવાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા અનંતરૂપી દ્રવ્યોને જાણી શકે દેખી શકે. તથા વધુમાં વધુ લોકમાં રહેલા સંપૂર્ણ દ્રવ્યોને જાણી શકે છેદેખી શકે છે. (૨) ક્ષેત્રથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા અંગલના અસંખ્યાતમા ભાગમાં રહેલા રૂપીદ્રવ્યોને જાણી શકે છે અને દેખી શકે છે. તથા વધુમાં વધુ લોક જેવડા અસંખ્યાતા ખંડૂક જાણે-દેખે. (૩) કાળથી - અવધિજ્ઞાની ઓછામાં ઓછાં આવલિકાનાં અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળમાં થનાર રૂપી દ્રવ્યોને જાણી શકે અને દેખી શકે પણ બે ચાર કે સંખ્યાતા સમયોમાં જે પ્રસંગ કે પદાર્થ ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે. તેને અવધિજ્ઞાની જાણી શકતા નથી કારણ કે છબીને કોઈપણ A. अणुगामिओ य ओही नेरइयाणं तहेव देवाणं । [જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નાં. ૭૧૪] B. ક્ષેત્ર અને કાળ અરૂપી હોવાથી અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને જોઈ શકતો નથી માટે અહીં ક્ષેત્રથી તેટલાં ક્ષેત્રમાં અને કાળથી તેટલા કાળમાં રહેલાં રૂપી દ્રવ્યો સમજવા. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુ જાણવી કે જોવી હોય તો અંતર્મુહૂર્તકાળ લાગે છે માટે ઓછામાં ઓછા અસંખ્યાતા સમયોમાં થનાર પદાર્થને જાણી શકે છે. તથા વધુમાં વધુ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પ્રમાણ ભૂતકાળમાં થયેલાં અને ભવિષ્યકાળમાં થવાના, રૂપી દ્રવ્યોને [પદાર્થોને જાણી કે જોઈ શકે છે. (૪) ભાવથી - અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોના ઓછામાં ઓછા અનંતપર્યાય=ધર્મને જાણી અને જોઈ શકે છે. તથા વધુમાં વધુ પણ રૂપી દ્રવ્યના અનંતપર્યાયોને જાણી તથા જોઈ શકે છે. અહીં અનંતના અનંતભેદ હોવાથી જઘન્ય અનંતુ નાનું લેવું અને ઉત્કૃષ્ટ અનંતુ મોટું લેવું. આ અનંતભાવો પણ સર્વભાવોને અનંતમે ભાગે જાણવા. અવધિજ્ઞાનના દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ અનંતભેદ જાણવા અને ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અસંખ્યાતભેદ જાણવા. કારણ કે શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ થાય છે. શેયરૂપ દ્રવ્ય અનંત વિષયવાળું હોવાથી દ્રવ્યથી અવધિજ્ઞાન અનંતભેદે કહ્યું છે. અને શેયરૂપ ક્ષેત્ર અને કાળ અસંખ્ય વિષયવાળું હોવાથી ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાન અસંખ્યભેદે કહ્યું છે. મન:પર્યવજ્ઞાનનાં ૨ ભેદ છે. (૧) જુમતિમન:પર્યવજ્ઞાન, (૨) વિપુલમતિમન:પર્યવજ્ઞાન. (૧) અજુમતિમન:પર્યવજ્ઞાન :- અઢીદ્વિપ તથા બે સમુદ્રમાં રહેલા સંશિ પંચેન્દ્રિય જીવોના મનના વિચારોને સામાન્યરૂપે જાણે તથા જોવે તે જામતિમન:પર્યવજ્ઞાન કહેવાય. દા.ત. કુંભાર ઘટ સંબંધી વિચાર કરતી વખતે મનને યોગ્ય પગલ સ્કંધોને ગ્રહણ કરીને ઘટાકારે પરિણાવી = ગોઠવીને આકાશમાં છોડી મૂકે છે. તે મનોદ્રવ્યને જોઈને જુમતિ મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે કુંભાર હાલમાં “ માટીના ઘટનો વિચાર કરી રહ્યો છે.” એ રીતે સામાન્યજ્ઞાન થાય પણ તે ઘટ અમદાવાદી છે. શિયાળુ છે એવું વિશેષજ્ઞાન ન થાય તે ઋજુમતિમન:પર્યવજ્ઞાન કહેવાય. (૨) વિપુલમતિ :- અઢીદ્વીપ તથા બે સમુદ્રમાં રહેલાં સંક્ષિપંચેન્દ્રિયજીવોના મનના વિચારને વિશેષરૂપે જાણે તથા જોવે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય. દા.ત. કુંભાર ઘટ સંબંધી વિચાર કરતી વખતે, પોતે જે આકાશપ્રદેશને ८८ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પર્શીને રહેલો હોય તે આકાશ પ્રદેશમાંથી મનોદ્રવ્યને ગ્રહણ કરીને ઘટાકારે પરિણામાવીને આકાશમાં છોડી મૂકે છે. પરિણામ પામીને [ગોઠવાઇને છૂટા પડેલાં તે મનોદ્રવ્યને જોઈને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે કુંભાર હાલમાં, દ્રવ્યથી માટીનો, ક્ષેત્રથી અમદાવાદી, કાળથી શિયાળુ, ભાવથી લાલવર્ણનો ઘટ બનાવવાનો વિચાર કરી રહ્યો છે. આ રીતે, વિશેષસ્વરૂપે પદાર્થને જાણે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાની કહેવાય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયમીનેજ થાય છે. તીર્થંકરભગવંતને તો દીક્ષા લેતી વખતે ““કરેમિ ભંતે” પાઠનું ઉચ્ચારણ કરતી વખતે જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને મન:પર્યવજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી - જામતિ મનોદ્રવ્યનાં અનંતાનંત પ્રદેશવાળા સ્કંધોને જાણે અને દેખે. વિપુલમતિ તે જ સ્કંધોને અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે. (૨) ક્ષેત્રથી - ઋજુમતિ અધોલોકમાં અધોગ્રામસુધી, ઉર્ધ્વલોકમાં જ્યોતિશ્ચક્રના ઉપરના તળીયા સુધી, તિસ્કૃલોકમાં અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંજીવોના મનના વિચારોને જાણે તથા દેખે, વિપુલમતિ તે જ ક્ષેત્રને લંબાઇ-પહોળાઈ અને જાડાઇમાં અઢીઆંગળ અધિક અને નિર્મળપણે જાણે અને દેખે. (૩) કાળથી :- ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યકાળમાં થનાર મનોગત ભાવને જાણે અને દેખે. દા.ત. કુંભારે ઘટ બનાવવાનો વિચાર કર્યો હોય ત્યારે મનોદ્રવ્યને ગ્રહણ કરીને, ઘટાકારે પરિણાવીને છોડી મૂકેલા તે મનોદ્રવ્યને જુમતિ મન:પર્યવજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી દેખી શકે તથા જાણી શકે. A. આ પ્રમાણે ભગવતીસૂત્ર, નંદીસત્ર, વિશેષાવશ્યકવૃત્તિ અને કર્મગ્રન્થવૃત્તિમાં કહ્યું છે તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ઉપપાતિકવૃત્તિ અને જ્ઞાનસૂરિ કૃત આવશ્યકની ચૂર્ણમાં કહ્યું છે કે જુમતિ અઢી આગળ ન્યૂન અઢીદ્વિીપમાં રહેલા સંશીજીવોનાં મનનાં વિચારોને જાણે વિપુલમતિ એનાથી અઢી આંગળ અધિકક્ષેત્રમાં રહેલા સંજ્ઞીજીવનાં મનના વિચારોને જાણે. ૮૯ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા કોઇ જીવે જે મનોદ્રવ્યને હજુ ગ્રહણ કર્યાં નથી માટે અમુક આકારરૂપે પરિણામ પામ્યું નથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભવિષ્યકાળમાં આ મનોદ્રવ્ય અમુક આકારરૂપે પરિણામ પામશે એવું ઋજમતિમનઃપર્યવજ્ઞાની જાણી તથા દેખી શકે છે. વિપુલમતિ તેને વધારે સ્પષ્ટ જાણે તથા દેખી શકે છે. (૪) ભાવથી :- ૠમતિ સર્વપર્યાયરાશિના અનંતમા ભાગે, દ્રવ્યમનના જે ચિંતાનુગત રૂપાદિ, અનંત પર્યાયો છે તેને જાણે છે પણ ભાવમનના પર્યાયોને જાણતો નથી કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે. અને જ્ઞાન અમૂર્ત છે. છદ્મસ્થ અમૂર્તને જાણી શકતા નથી. તેથી મન:પર્યવજ્ઞાની ચિન્તનાનુગત મનોદ્રવ્યના પર્યાયોને જ જાણે છે પરંતુ ચિંતનીય બાહ્યઘટાદિ પદાર્થોને સાક્ષાત્ જાણતો નથી. અનુમાનથી જાણે છે તથા ઋમતિની અપેક્ષાએ વિપુલમતિ થોડા વધુ પર્યાયોને જાણે અને દેખે તેમજ મતિ કરતાં વિપુલમતિ અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે. કેવળજ્ઞાન :- કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે. કા૨ણ કે તે પ્રથમથી જ દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવથી સર્વને સમકાળે સાક્ષાત્ જાણે છે. માટે તેના અવાંતર ભેદો નથી. તે તદ્ભવ મુક્તિગામીને જ થાય છે. અન્યને નહિ. કેવળજ્ઞાન એ લોકાલોક પ્રકાશકશાન છે. તેથી કેવળજ્ઞાની સર્વજ્ઞ કહેવાય છે. કેવળજ્ઞાન એ તે જ ભવમાં મોક્ષ મેળવવાનો પાસપોર્ટ છે. આ પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ ભેદ, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ, અવધિજ્ઞાનના ૬ ભેદ, મન:પર્યવજ્ઞાનના ૨ ભેદ અને કેવળજ્ઞાનનો એક ભેદ. એમ પાંચ જ્ઞાનના કુલ ૫૧ ભેદ થાય છે. જૈનદર્શનમાં જ્ઞાન. “સ્વપરપ્રકાશક” કહ્યું છે કારણ કે જ્ઞાન એ સ્વયં પ્રકાશિત છે અને બીજાને પ્રકાશિત કરે છે. દીવો જેમ પોતે પ્રકાશે છે અને બીજી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન સ્વયં પ્રકાશિત છે અને અન્યને પ્રકાશિત કરે છે. જેમ દીવાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી તેમ એક જ્ઞાનને માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. માટે તેને ‘‘સ્વપર વ્યવસાયીજ્ઞાનં'' કહ્યું છે. જ્ઞાન ૨ પ્રકારે છે. (૧) પ્રત્યક્ષ, (૨) પરોક્ષ. ૯૦ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિ+અક્ષ = પ્રત્યક્ષ. અહીં અક્ષ શબ્દનો અર્થ આત્મા કરવો. (૧) સાક્ષાત્ આત્મા દ્વારા વસ્તુનો જે બોધ થાય તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાનને ““સકલ પ્રત્યક્ષ' કહેવાય છે તથા અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને “દેશ પ્રત્યક્ષ” કહેવાય છે. (૨) જેમ લંગડા માણસને ચાલવાની સાહજિક શક્તિ ગુમાવી દેવાથી, લાકડીની સહાયતાં લેવી પડે છે. તેમ જ્ઞાનાવરણીયકર્મને લીધે “જાણવાની" સાહજિક આત્મિક શક્તિ ઢંકાઈ જવાથી સાક્ષાત્ આત્મા દ્વારા વસ્તુનો બોધ નથી થતો ત્યારે, જીવને ઇંદ્રિય અને મનની સહાયતા લેવી પડે છે. કારણ કે ઇંદ્રિયનો પદાર્થની સાથે સંયોગ થાય ત્યારે ઈદ્રિયને વસ્તુનાં વિષયનો બોધ થતાં તુરત જ તે મનને ખબર આપે છે. મન તુરત આત્માને ખબર આપે છે. ત્યારે આત્માને તે વસ્તુના વિષયનો બોધ થાય છે. એટલે મન અને ઈદ્રિયની સહાયતાથી આત્માને જે બોધ થાય છે તેને પરોક્ષજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. જ્ઞાનના ભેદ-પ્રભેદનું યંત્ર , પક્ષ પ્રત્યક્ષ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવ-જ્ઞાન કેવળજ્ઞાન ૨૮ + ૧૪ + ૬ + ૨ + ૧ + કુલ= ૫૧ S For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir fજ્ઞાનાવરણીયકર્મ ? જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મનું સ્વરૂપ તથા તેના ભેદ - एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसणचउ पणनिद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥ एषां यदावरणं पट इव चक्षुषस्तत्तदावरणम् । दर्शनचतुष्कं पञ्चनिद्रा वेत्रिसमं दर्शनावरणम् ॥ ९ ॥ ગાથાર્થ :- આંખના પાટાની જેમ, પાંચે જ્ઞાનને ઢાંકનાર જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. દર્શનાવરણીય ચતુષ્ક અને પાંચનિદ્રા એ નવપ્રકારે દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. - વિવેચન :- ગ્રન્થકારશ્રીએ સૌ પ્રથમ ભેદ-પ્રભેદ સહિત જ્ઞાનનું સ્વરૂપે વર્ણવ્યું કેમકે જ્ઞાનનું સ્વરૂપ જાણ્યા વિના જ્ઞાનાવરણીયકર્મનું સ્વરૂપ જાણી શકાતું નથી માટે પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ કહીને હવે જ્ઞાનાવરણીય કર્મનું સ્વરૂપ બતાવી રહ્યા છે. તેમાં, (૧) કેવળજ્ઞાનને ઢાંકનાર કાર્યણસ્કંધોને કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય.” જેમ સૂર્ય ઘનઘોરવાદળથી ઢંકાયેલો હોવા છતાં પણ યત્કિંચિત્ પ્રકાશ તો અવશ્ય ખુલ્લો રહી જાય છે. તેમ કેવળજ્ઞાન ઘનઘાતી કર્મોદ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ યત્કિંચિત્ જ્ઞાનશક્તિ તો અવશ્ય ખુલ્લી રહી જાય છે. એ જ્ઞાનશક્તિને “ક્ષાયોપથમિકશાન લબ્ધિ” (શક્તિ) A. જ્ઞાનગુણ ૩ પ્રકારે છે. (૧) આવૃત્તજ્ઞાન. (૨) ક્ષાયોપથમિકશાનલબ્ધિ. (૩) ઉપયોગરૂપ પ્રવૃત્તિજ્ઞાન. આત્મા અનંતજ્ઞાન શક્તિનો માલિક છે. તેમાંથી જેટલું જ્ઞાન કર્મોદ્વારા ઢંકાયેલું છે તેને આવૃત્તજ્ઞાન” કહેવાય અને કર્મો દૂર થતા જેટલા અંશે શાનશક્તિ ખુલ્લી થાય તેને લાયોપશકિજ્ઞાનલબ્ધિ કહેવાય છે. તેમાંથી જેટલા અંશે જ્ઞાનનો વ્યાપાર થઈ રહ્યો છે તે પ્રવૃત્તિરૂપજ્ઞાન અથવા જ્ઞાનોપયોગ કહેવાય. ટેલીફોન કનેકશન જેવી ક્ષાયોપથમિકજ્ઞાનલબ્ધિ છે. અને ટેલીફોનનોનંબર જોડી વાતચિત કરવા જેવું પ્રવૃત્તિરૂપજ્ઞાન કે જ્ઞાનોપયોગ છે. અથવા બેંકમાં જમા કરાયેલી બધીમુદતની રકમ જેવું આવૃતજ્ઞાન છે. ચાલખાતામાં રહેલી રકમ જેવું લાયોપશમિકશાન છે. અને ચાલુખાતામાંથી રકમ ઉપાડવા જેવું પ્રવૃત્તિરૂપજ્ઞાન જ્ઞાનોપયોગ છે. For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જી જ્ઞાનાવરણીયકર્મનું ભેદભર્શક ચિત્ર આ છે કારણ છે જ એક આ વળા પાનનો પ્રકા છે, મા E કરે છે . આ ક * . કેવળજ્ઞાનાવરણીયકર્મ મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ અવવિજ્ઞાનાવરણયકર્મ થતજ્ઞાનાવરણીયકર્મ મતિજ્ઞાનાવરણીયકર્મ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનાવરણીયકર્મનું ભેદ દર્શક ચિત્ર હેવળજ્ઞાનનો પ્રકાશ P) અતિજ્ઞાન છે અલવિદા ' Lyr નtપ | 000000 * રીત : ૧૦૦૦૦ છે. રેવળજ્ઞાન (ક્ષાવિજ્ઞાન) TET ) T જામિાન 1 1 1 1 કેવળજ્ઞાનાવરણીયકર્મ > મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ >અવધિજ્ઞાનાવરણીયકર્મ શ્રુતજ્ઞાનાવરણીયકર્મી >મતિજ્ઞાનાવરણીયકમી For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાય છે. એ ક્ષાયોપથમિકજ્ઞાનશક્તિદ્વારા જીવ લોકમાં રહેલાં માત્ર રૂપી દ્રવ્યોને જાણી શકે છે. પરંતુ અરૂપી દ્રવ્યોને જાણી શકતો નથી કારણકે કેવળજ્ઞાન ઘનઘાતી કર્મોદ્વારા ઢંકાઈ જવાથી જ્ઞાનશક્તિમર્યાદિત (સંકુચિત) બની જાય છે. માટે મર્યાદિત જ્ઞાનશક્તિદ્વારા જીવ માત્ર રૂપી દ્રવ્યોને જાણી શકે છે. એમાં પણ “માત્ર મનોદ્રવ્યને જણાવનારી આત્મિકશક્તિને “મન:પર્યવજ્ઞાન” કહેવાય છે. તેમજ (૨) “મન:પર્યવજ્ઞાનને ઢાંકનાર કાર્મણસ્કંધો ને મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ કહેવાય” - તથા લોકમાં રહેલાં સંપૂર્ણ રૂપી દ્રવ્યોને જણાવનારી આત્મિકશક્તિને “અવધિજ્ઞાન” કહેવાય છે. તેમજ (૩) “અવધિજ્ઞાનને ઢાંકનાર કાર્યણસ્કંધો ને અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય.” લાયોપશકિજ્ઞાનશક્તિરૂપ મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન પણ કર્મો દ્વારા ઢંકાઈ જતાં, જ્ઞાનશક્તિ વધુ સંકુચિત (ઘાયલ) થઈ જવાથી સાક્ષાત્ આત્મા દ્વારા રૂપી દ્રવ્યો જાણી શકાતા નથી પરંતુ જેમ લંગડો માણસ સ્વતંત્ર રીતે ચાલવામાં અસમર્થ હોવાથી લાકડીની સહાયથી ચાલે છે, તેમ જીવ સાક્ષાત્ આત્મા દ્વારા રૂપી દ્રવ્યોને ઓળખવામાં અસમર્થ હોવાથી ઈદ્રિય અને મનની સહાયતાથી કેટલાક રૂપી દ્રવ્યોને જાણી શકે છે. તેમાં પણ, શાખાભ્યાસ, વાંચન કે સાંભળવા દ્વારા રૂપી દ્રવ્યનો બોધ કરાવનારી આત્મિકશક્તિને “શ્રુતજ્ઞાન” કહેવાય છે. (૪) “શ્રુતજ્ઞાનને ઢાંકનાર કાર્માસ્કંધોને શ્રુતજ્ઞાનાવરણીયકર્મ કહેવાય” તથા, શ્રુતની અપેક્ષા વિના, ઇંદ્રિય અને મનની સહાયતાથી રૂપી દ્રવ્ય નો બોધ કરાવનારી આત્મિક શક્તિને “મતિજ્ઞાન” કહેવાય. A. શાસ્ત્રકાર ભગવંતોએ આત્મિક વિકાસક્રમની દૃષ્ટિએ પહેલું મતિજ્ઞાન અને છેલ્લે કેવળજ્ઞાન કહ્યું છે. પરંતુ અહીં અભ્યાસુવર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ અને પદ્ગલિકકર્મની ભિન્નતાને સ્પષ્ટ રીતે સમજી શકે એ દૃષ્ટિએ પહેલું કેવળજ્ઞાન અને છેલ્લું મતિજ્ઞાન છે. ૯૯ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) “મતિજ્ઞાનને ઢાંકનાર કાર્મણસ્કંધોને મતિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય” યદ્યપિ કર્મમલની તરતમતાને લીધે જ્ઞાનગુણ અસંખ્યવિભાગમાં વહેંચાઈ જવાથી જ્ઞાનાવરણીયકર્મના પણ અસંખ્યપ્રકાર થાય. પરંતુ તે સર્વેનો મહાપુરુષોએ, કાર્યની અપેક્ષાએ પાંચ વિભાગમાં સમાવેશ કરીને જ્ઞાનાવરણીયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે.' વિપાકની અપેક્ષાએ જ્ઞાનાવરણીયકર્મના ભેદનું સ્વરૂપ (૧) જે કર્મનાં ઉદયથી જીવને ઔત્પાત્તિકી વિગેરે બુદ્ધિ ઉત્પન્ન ન થાય, જોયેલું, સાંભળેલું, અનુભવેલું ભૂલી જાય, કાંઈપણ યાદ ન રહે તે મતિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મનાં ઉદયથી જીવને ભણવું ન ગમે, ભણાવતાં ન આવડે, ભણેલું ભૂલી જાય, તેને શ્રુતજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા, રૂપી દ્રવ્યોને જાણી ન શકાય તે અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મના ઉદયથી જીવ અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞીજીવના મનના વિચારોને જાણી ન શકે તે મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. (૫) જે કર્મના ઉદયથી જીવ ત્રણે કાળનાં સર્વદ્રવ્યનાં સર્વ પર્યાયોને એકીસાથે જાણી ન શકે તે કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. આમ, મતિજ્ઞાનાવરણીયાદિ કર્મ પાંચ પ્રકારે હોવા છતાં પણ પાંચ આંગળીની બનાવેલ એક મુઠ્ઠી, ઘી, ગોળ, લોટ વિગેરે નાં સમૂહથી બનાવેલો લાડુ, મૂળ, છાલ, પત્ર, શાખાદિના સમુદાયરૂપ વૃક્ષની જેમ મતિજ્ઞાનાવરણીયાદિ પાંચનાં સમુદાયને સામાન્યથી જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. આંખે બાંધેલા પાટા જેવું જ્ઞાનાવરણીયકર્મ :સાંખે પાટા જેવું 1 જ્ઞાનાવરણીયકર્મનો સ્વભાવ આંખે બાંધેલા પાટા જેવો છે. જેમાં નિર્મળ આંખે બાંધેલો વસ્ત્રનો પાટો ગાઢ, ગાઢર, કે ગાઢતમ હોય તો જીવને અલ્પ, અલ્પતર કે અલ્પતમ દેખાય છે. તેમ જ્ઞાનગુણ ઉપર કર્મમલનું થર ગાઢ, ગાઢતર કે જ્ઞાનાવરણીય કર્મ ગાઢતમ હોય તો જીવને પદાર્થનો બોધ A. વિપાક એટલે કર્મનો ઉદય, કર્મનું ફળ, કર્મની આત્મા પર થતી સારી કે ખોટી અસર. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ અલ્પતર કે અલ્પતમ થાય છે. એટલે જેમ જેમ જ્ઞાનગુણ વધુ ને વધુ ઢંકાતો જાય છે તેમ તેમ અજ્ઞાનતા, મૂર્ખતા વધતી જાય છે. અને જેમ જેમ કર્મમલ ઓછો થતો જાય છે. તેમ તેમ જ્ઞાનગુણને વધુ ને વધુ પ્રગટ થતો જાય છે. તેથી જ્ઞાનને બહારથી મેળવવાનું હોતું નથી પણ યોગ્ય પ્રયત્નદ્વારા અંદરથી પ્રગટ કરવાનું હોય છે. જેમ આંખે બાંધેલો પાટો છૂટી જતાં વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તેમ આત્મામાં સદાને માટે કેવળજ્ઞાન એક સરખુ જ ઝગમગતું રહેતું હોવાથી, જ્ઞાનાવરણીયકર્મ રૂ૫ પાટો ખસી જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે હથેળીમાં રહેલા આમળાની જેમ લોકાલોકમાં રહેલી સંપૂર્ણ વસ્તુ દેખાય છે. | દર્શનાવરણીયકર્મ દ્વારપાળ જેવું દર્શનાવરણીયકર્મ : દર્શનાવરણીયકર્મનો સ્વભાવ દ્વારપાળ જેવો છે. જેમ રાજા દ્વારપાળ જવું તમને મલવા ઇચ્છતા હોય. તમે રાજાને મલવા ઇચ્છતા હોય પરંતુ દ્વારપાળ નારાજ હોય તો તે તમને રાજાની પાસે જતા અટકાવી દે. તેથી તમે રાજાને મળી શકશે નહીં કે રાજા તમને મળી શકે નહીં. જીવરૂપી રાજાની ઇચ્છા વિરણીય ઘટાદિ પદાર્થોને જોવાની છે. પરંતુ દ્વારપાળની - જેમદર્શનાવરણીયકર્મઆત્માની દર્શન શક્તિને ઢાંકી દે છે. માટે જીવ ઘટાદિ પદાર્થોને જોઈ શકતો નથી. ગાથામાં “સંસવ” એ પદથી દર્શનાવરણીય ચતુષ્કનું ગ્રહણ કરવું કેમકે “પદનો એક દેશ કહ્યો હોય તો આખાપદનું ગ્રહણ કરવું A.“ક્ષય અને ઉપશમની કાર્મિકપ્રક્રિયાને ક્ષયોપશમ કહેવાય છે.” “ક્ષયોપશમથી ઉત્પન્ન થતા જ્ઞાનને ક્ષાયોપથમિકશાન કહેવાય છે. અને “જ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતા જ્ઞાનને શાયિકજ્ઞાન કહેવાય છે.” મત્યાદિ ૪ જ્ઞાન લાયોપામિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. તેથી મત્યાદિ ૪ શાનમાં વધઘટ થાય છે. પરંતુ કેવળજ્ઞાનમાં ક્યારેય વધઘટ થતી નથી. ૯૫ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવો ન્યાય છે” જેમ “ભીમ” કહેવાથી “ભીમસેન” સમજાય છે. તેમ “હંસU/as” કહેવાથી દર્શનાવરણીય ચતુષ્ક સમજવું. દર્શનાવરણીય ચતુષ્ક અને પાંચ નિદ્રા મળીને દર્શનાવરણીયકર્મ ૯ પ્રકારે કહ્યું છે તેનું સ્વરૂપ ગ્રન્થકાર શ્રી સ્વયં જ આગળ બતાવે છે. દર્શનાવરણીય ચતુષ્કનું સ્વરૂપ : चक्खु-दिट्टि-अचक्खु-सेसिंदिय-ओहि केवलेहिं च । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥ १० ॥ રક્યુર્વષ્ટિ-વધુઃ-શેન્દ્રિય-અવધિ-વૈવર્તશ | दर्शनमिह सामान्यं, तस्यावरणं तच्चतुर्धा ॥ १० ॥ ગાથાર્થ :- ચક્ષુ એટલે આંખ, અચશુ એટલે ચક્ષુસિવાયની બાકીની ઈન્દ્રિયો અને મન, અવધિ અને કેવળ વડે થતા દર્શનને જૈનશાસામાં સામાન્યબોધ કહેવાય છે. તેનું આવરણ ચાર પ્રકારે છે. વિવેચન - દર્શનાવરણીયકર્મનું સ્વરૂપ જાણતાં પહેલાં દર્શનગુણનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ. દર્શન શબ્દમાં “દશ” ધાતુ છે. તેનો અર્થ જોવું થાય છે. પરંતુ જેનશાસ્ત્રમાં “જોવું” તદુપરાંત “વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું” એવો પણ અર્થ થાય છે. દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ ધર્માત્મક હોય છે. તેમાંથી “વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું તે દર્શન” કહેવાય. અને “વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તે શાન” કહેવાય. દા.ત. “સામે વૃક્ષ દેખાય છે.” એવું જે જ્ઞાન થયુ તે સામાન્ય બોધ કહેવાય. અને “તે વૃક્ષ પીપળો છે.” એવું જે જ્ઞાન થયું તે વિશેષબોધ કહેવાય. સામાન્યમાં જ વિશેષ રહેલુ છે. જે સામાન્યથી વૃક્ષ છે, તે જ વિશેષથી પીપળો છે. જે સામાન્યથી જીવ છે, તે જ વિશેષથી મનુષ્ય છે. જે સામાન્યથી મનુષ્ય છે, તે જ વિશેષથી રમેશ છે. અહીં પૂર્વપૂર્વના બોધની અપેક્ષાએ પછી પછીનો બોધ એ જ્ઞાન છે. અને તેની પૂર્વનો બોધ એ દર્શન છે. કારણ કે પૂર્વનાં બોધની અપેક્ષાએ પછીના બોધમાં કાંઈક વિશેષતા જણાય છે. માટે “લાયોપથમિકશાનની પૂર્વનો બોધ તે દર્શન ૯૬ For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શનાવરણીયકર્મનું ભેદભર્શક ચિત્ર તેવળદનની ખાણ > કેવળદર્શનાવરણીયકર્મ અવધિદર્શનાવરણીયકર્મ ચક્ષુદર્શનાવરણીયકર્મ >અચક્ષુદર્શનાવરણીયકર્મ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શનાવરણીયકર્મનું ભેદભર્શક ચિત્ર કેવળદનનો પ્રકાશ જ / વાથી શા ET) કેવળ દર્શના (ક્ષાયિક દર્શન) વાપરોનિક પશકિદર્શન > કેવળદર્શનાવરણીયકર્મ > અવધિદર્શનાવરણીયકર્મ >ચક્ષુદર્શનાવરણીયકર્મ -> અચક્ષુદર્શનાવરણીયકર્મ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાય કેમકે છદ્મસ્થજીવોને કોઇપણ વસ્તુનું સૌપ્રથમ દર્શન થાય છે અને ‘અંતર્મુહૂર્ત પછી તે જ વસ્તુનું જ્ઞાન થાય છે. તથા કેવળી ભગવંતને પ્રથમ સમયે જ્ઞાન થાય અને બીજા સમયે દર્શન થાય માટે જ્ઞાન મુખ્ય હોવાથી સૌ પ્રથમ જ્ઞાન અને જ્ઞાનાવરણીયકર્મ કહીને, હવે દર્શન અને દર્શનાવરણીયકર્મને કહે છે. લોકાલોકમાં રહેલાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્ય-પર્યાયનું એકીસાથે સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને “કેવળદર્શન” કહેવાય છે. “કેવળદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને કેવળદર્શનાવરણીકર્મ કહેવાય” ઘનઘોર વાદળથી ઢંકાયેલાં સૂર્યની જેમ કેવળદર્શન ઘનઘાતીકર્મોથી ઢંકાયેલું હોવા છતાં પણ દર્શનશક્તિનો અમૂકભાગ તો અવશ્ય ખુલ્લો રહી જાય છે. એ દર્શનશક્તિને “ક્ષાયોપશમિક^દર્શનલબ્ધિ” કહેવાય છે. તે ક્ષાયોપશમિકદર્શન શક્તિદ્વા૨ા જીવ લોકમાં રહેલા માત્ર રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે. પરંતુ અરૂપી દ્રવ્યોને જાણી શક્તો નથી. કારણકે કેવળદર્શન ધનઘાતી કર્મોદ્વારા ઢંકાઈ જવાથી દર્શનશક્તિ મર્યાદિત (સંકુચિત) બની જાય છે મર્યાદિત દર્શનશક્તિ દ્વારા જીવ માત્ર રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે. માટે લોકમાં રહેલાં સંપૂર્ણ રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને ‘અવધિદર્શન'' કહેવાય છે. “અવધિદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને અવધિદર્શનાવરણીયકર્મ” કહેવાય. અવધિદર્શન પણ કર્મો દ્વારા ઢંકાઈ જતાં દર્શનશક્તિ વધુ A. જ્ઞાનની જેમ દર્શન ૩ પ્રકારે છે. (૧) આવૃતદર્શન. (૨) ક્ષાયોપમિકદર્શનલબ્ધિ. (૩) પ્રવૃત્તિરૂપદર્શન અથવા દર્શનોપયોગ. આત્મા અનંત દર્શનશક્તિનો માલિક છે. તેમાંથી જેટલું દર્શન કર્મોદ્વારા ઢંકોયલું છે તેને આવૃત્તદર્શન કહેવાય છે. અને કર્મો દૂર થતા જેટલા અંશે દર્શનશક્તિ ખુલ્લી થાય તે શાયોપશમિકદર્શનલબ્ધિ કહેવાય. તેમાંથી જેટલા અંશે દર્શનનો વ્યાપાર થઇ રહ્યો છે તે દર્શનોપયોગ. અથવા પ્રવૃત્તિરૂપદર્શન કહેવાય. દા.ત. પૂજારીવડે બંધ કરાયેલ નિચ્છિદ્ર દરવાજાની અંદર રહેલી પ્રતિમા જેવું આવૃત્તદર્શન છે. -પૂજારી વડે બંધ કરાયેલ સચ્છિદ્ર દરવાજાની અંદર રહેલી પ્રતિમા જેવુ ક્ષાયોપશિમક દર્શન છે. (જેમ છિદ્રમાંથી પ્રતિમાજીનાં દર્શનની શક્યતા છે તેમ· ક્ષાયોપશમિકદર્શનલબ્ધિને કારણે પદાર્થનો સામાન્યબોધ થવાની શક્યતા છે.) સચ્છિદ્ર દ્વારા પ્રતિમાજીનાં દર્શન કરવા જેવું દર્શનોપયોગ છે. ૭ ૯૭ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંકુચિત (ઘાયલ) થઈ જવાથી, સાક્ષાત્ આત્માદ્વારા, રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકાતું નથી પરંતુ લાકડીની સહાયથી ચાલતાં લંગડામાણસની જેમ જીવ ઇન્દ્રિય અને મનની સહાયતાથી કેટલાક રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે માટે ઈદ્રિય અને મનની સહાયતાથી પદાર્થનું સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને “ઇંદ્રિયદર્શન” કહેવાય છે. “ઇંદ્રિયદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને ઇંદ્રિયદર્શનાવરણીયકર્મ કહેવાય છે” ઇંદ્રિયદર્શન બે વિભાગમાં વહેંચાયેલું છે. કારણકે જગતમાં વ્યાવહારિકદષ્ટિએ દર્શન શબ્દનો અર્થ આંખથી જોવું એવો પ્રચલિત છે. માટે લૌકિકવ્યવહારને અનુસરીને ચક્ષુદર્શનને જુદુ પાડ્યું છે. ચક્ષુદર્શન જુદુ પડવાથી ચક્ષુ સિવાયની બાકીની ઇંદ્રિયો દ્વારા થતા સામાન્ય બોધને અચસુદર્શન કહેવાતું હોવાથી ઇંદ્રિયદર્શન ૨ પ્રકારે છે (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન. આંખદ્વારા વસ્તુનો જે સામાન્ય બોધ થાય તેને “ચક્ષુદર્શન” કહેવાય. “ચક્ષુદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધો ને ચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય.” તથા, આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનદ્વારા વસ્તુનો જે સામાન્યબોધ થાય છે તેને અચક્ષુદર્શન કહેવાય છે. “અચક્ષુદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને અચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય.” - (૧) તેમાં, ચામડી દ્વારા વસ્તુ ઠંડી છે કે ગરમ ? સુંવાળી છે કે ખરબચડી ? ભારે છે કે હલકી ? ચીકણી છે કે લક્ષ્મી ? એવો જે સામાન્યબોધ થાય તેને “સ્પર્શનદર્શન” કહેવાય. “સ્પર્શનદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને સ્પર્શનદર્શનાવરણીયકર્મ કહેવાય.” (૨) જીભદ્વારા ખાટું, મીઠું, તીખું, તુરું, કડવું વગેરે રસનો જે સામાન્યબોધ થાય છે. તે “રસનદર્શન” કહેવાય. • “રસનદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને રસનદર્શનાવરણીયકર્મ કહેવાય.” (૩) નાકદ્વારા, સુગંધ કે દુર્ગધનો જે સામાન્યબોધ થાય તે “ઘાણદર્શન” કહેવાય. ઘાણદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને ઘાણદર્શનાવરણીયકર્મ કહેવાય.” ૯૮ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કાનદ્વારા, શબ્દોનો જે સામાન્યબોધ થાય તે “શ્રોત્રદર્શન' કહેવાય. “શ્રોત્રદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને શ્રોત્રદર્શનાવરણીયકર્મ કહેવાય.” (૫) મનદ્વારા, હું કાંઈક વિચારી રહ્યો છું એવો જે સામાન્યબોધ થાય તે મનોદર્શન કહેવાય. “મનોદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને મનોદર્શનાવરણીયકર્મ કહેવાય.” આ પાંચભેદનો સમાવેશ અચક્ષુદર્શનાવરણીયકર્મમાં થઈ જાય છે. યદ્યપિ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બન્ને મતિજ્ઞાનની જ પૂર્વભૂમિકાઓ છે. પરંતુ તે બન્નેને મતિદર્શન કહેવાતું નથી કારણકે લૌકિકવ્યવહારમાં ચક્ષુરિન્દ્રિયનું મહત્ત્વ અધિક છે “આંખથી જોવું” એવા અર્થમાં ચક્ષુદર્શન પ્રસિદ્ધ હોવાથી મતિદર્શન ન કહેવાય. શ્રુતજ્ઞાનની પૂર્વ શ્રુતદર્શન થતું નથી. કારણકે શ્રુતજ્ઞાન, શબ્દાર્થપર્યાલોચનજન્ય હોવાથી મન:પર્યવજ્ઞાનની જેમ પહેલેથી જ સ્પષ્ટાર્થગ્રાહક છે. અર્થાત્ વિશેષગ્રાહી છે. પણ સામાન્યગ્રાહી નથી. માટે શ્રુતજ્ઞાનની પૂર્વે શ્રુતદર્શન થતું નથી. અવધિજ્ઞાનની પૂર્વે અવધિદર્શન થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાનની પૂર્વે મન:પર્યવદર્શન થતું નથી. કારણકે મન:પર્યવજ્ઞાનીને તથાવિધ ક્ષયોપશમનાં કારણે પહેલેથી જ વસ્તુનો વિશેષબોધ થાય છે. માટે તે પ્રથમથી જ વિશેષગ્રાહી છે. પણ સામાન્યગ્રાહી નથી. તેથી મન:પર્યવજ્ઞાનની પૂર્વે મન:પર્યવદર્શન થતું નથી. - કેવળી ભગવંતને કેવળજ્ઞાન પછી કેવળદર્શન થાય છે. એ રીતે જ્ઞાન પાંચ પ્રકારે હોવા છતાં પણ દર્શનગુણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ ૪ વિભાગમાં વહેંચાયેલો હોવાથી દર્શનાવરણીયકર્મ પણ ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અવધિદર્શનાવરણીય અને કેવળદર્શનાવરણીય એમ ૪ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેને દર્શનાવરણીયચતુષ્ક કહેવાય છે. A. ( જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા - ૫૫૩ ) ૯૯ For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપાકની અપેક્ષાએ દર્શનાવરણીય ચતુષ્કનું સ્વરૂપ (૧) જે કર્મના ઉદયથી જીવોને આંખો મળતી જ નથી. આંખો મળે તો પણ જન્માંધતા, મોતીયો, ઝામરો કે રતાંધળાપણું વગેરેને કારણે બિલકુલ દેખાય નહીં કે અસ્પષ્ટ દેખાય તે ચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- ચક્ષુદર્શનાવરણીયકર્મનાં ઉદયથી એકેન્દ્રિય બેઇન્દ્રિય અને તેઇન્દ્રિયને આંખો મળતી જ નથી. ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને આંખો મળે તો પણ જન્માંધતા, મોતીયો વગેરેને કારણે બિલકુલ દેખાય નહી અથવા અસ્પષ્ટ દેખાય છે. (૨) જે કર્મનાં ઉદયથી બહેરાશ બોબડાપણું શારીરિકખોડ, લકવો (પેરેલીસીસ) વગેરે થાય તે અચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય. ૧- જે કર્મનાં ઉદયથી જીવને લકવો કે ચામડીનાં દર્દો થવાથી ચામડીની સામાન્ય સ્પર્શશક્તિ બુઠ્ઠી થાય તે સ્પર્શનદર્શનાવરણીયકર્મ કહેવાય. ૨- જે કર્મનાં ઉદયથી જીવને જીભ મળે જ નહીં અને જીભ મળે તો પણ ખાટું, મીઠું વગેરેનો સામાન્યબોધ કરાવનારી ૨સશક્તિ નાશ પામી જાય તે રસનદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- રસનદર્શનાવરણીયકર્મના ઉદયથી એકેન્દ્રિયજીવોને જીભ મળતી જ નથી બેઇન્દ્રિયાદિ જીવોને જીભ મળે તો પણ સામાન્યબોધ કરાવનારી રસશક્તિ નાશ પામી જાય કે બોબડા થવાય છે. ૩- જે કર્મનાં ઉદયથી જીવને નાક મળે જ નહીં અને નાક મળે તો પણ સામાન્યબોધ કરાવનારી ગંધશક્તિ નાશ પામી જાય તે ઘ્રાણદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- ઘ્રાણદર્શનાવરણીયકર્મનાં ઉદયથી એકેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવોને નાક મળતું જ નથી. તેઇન્દ્રિયાદિ જીવોને નાક મળે તો પણ સામાન્યબોધ કરાવનારી ગંધશક્તિ નાશ પામી જવાથી સુગંધ અને દુર્ગંધની ખબર પડતી નથી. ૪- જે કર્મનાં ઉદયથી જીવને કાન ન મળે, અને કાન મળે તો પણ બહેરો થાય તે શ્રોત્રદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- શ્રોત્રદર્શનાવરણીયકર્મના ઉદયથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ૧૦૦ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચઉરિન્દ્રિય જીવોને કાન મળતાં જ નથી. અને પંચેન્દ્રિયજીવોને કાન મળે તો પણ બહેરો થાય છે. ૫- જે કર્મનાં ઉદયથી જીવને મન ન મળે, અને મન મળે તો પણ સામાન્ય વિચાર શક્તિ બુટ્ટી થઈ જાય તે મનોદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- મનોદર્શનાવરણીયકર્મના ઉદયથી અસંજ્ઞી જીવને દ્રવ્યમન મળતું નથી. અને સંજ્ઞીજીવોને દ્રવ્યમન મળે તો પણ સામાન્ય વિચારશક્તિ બુટ્ટી થઈ જાય છે. આ પ્રમાણે અચદર્શનાવરણીયકર્મ ૫ પ્રકારે છે. (૩) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા રૂપીદ્રવ્યોનો સામાન્ય બોધ ન થાય તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય. (૪) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્ય-પર્યાયનો એકીસાથે સામાન્ય બોધ ન થાય તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય. દર્શનના ભેદ્ર-પ્રભેદનું યંત્ર કેવળદર્શન અવધિદર્શન સુદર્શન ઇંદ્રિયદર્શન અચકુદર્શન ચક્ષુદર્શન સ્પર્શનદર્શન રસનદર્શન ઘાણદર્શન શ્રોત્રદર્શન મનોદશન નિદ્રાપંચકનું સ્વરૂપ :सुह पडिबोहा निद्दा, निद्दानिद्दा दुक्ख पड़िबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥ सुखप्रतिबोधा निद्रा, निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य प्रचलाप्रचला तु · चक्रमतः ॥ ११ ॥ ગાથાર્થ - સુખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા, દુઃખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા-નિદ્રા, ઉભેલાં અને બેઠેલાને નિદ્રા આવે તે પ્રચલા, ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલાપ્રચલા. ૧૦૧ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનઃ-પૂર્વે કહ્યા મુજબ ચક્ષુદર્શન-અચક્ષુદર્શનશક્તિકર્મોદ્વારા ઢંકાઈ જવા છતાં પણ અત્યંત અલ્પ દર્શનશક્તિ તો અવશ્ય ખુલ્લી રહી જાય છે. તે ચક્ષુઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમરૂપ છે. તેનાં કારણે આપણે ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવું, સાંભળવું વગેરે ક્રિયા કરી શકીએ છીએ. પરંતુ નિદ્રાનો ઉદય થતા જીવ નિશ્ચષ્ટ થઈ જાય છે. ત્યારે જોવું, સાંભળવું વગેરે ક્રિયારૂપદર્શનોપયોગ અટકી જાય છે માટે નિદ્રાપંચકને સર્વઘાતી કહ્યું છે, તે ચક્ષુદર્શનાદિનો ઘાત કરે છે. અર્થાત્ સ્થૂલદર્શનોપયોગને અટકાવે છે. જ્યારે દર્શનાવરણીય ચતુષ્ક ભાયિક કે કક્ષાયોપથમિક દર્શનલબ્ધિને દબાવે છે. માટે તે બન્નેનું કાર્ય અલગ હોવાથી દર્શનાવરણીયકર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. (૧) દર્શનાવરણીયચતુષ્ક. (૨) નિદ્રાપંચક. જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિત અસ્પષ્ટપણાને પામે તે “નિદ્રા” કહેવાય. શુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર કાર્મણસ્કંધોને નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ કહેવાય.” અહીં નિદ્રા એ કાર્ય છે. તેનું કારણ નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને, નિદ્રા નામના દર્શનાવરણીયકર્મને પણ “નિદ્રા” કહેવાય છે.તે કર્મમલની તરતમતાને કારણે પાંચવિભાગમાં વહેંચાઈ જતી હોવાથી પાંચ પ્રકારે છે. તેને “નિદ્રાપંચક” કહેવાય છે. (૧) ચપટી વગાડવા માત્રથી સુખપૂર્વક જાગી શકાય એવી ઊંઘને “નિદ્રા” કહેવાય. તેનું કારણ નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. સુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન-શક્તિને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.” A. નિદ્રાપંચક સર્વઘાતી હોવા છતાં પણ સર્વથા દર્શનોપયોગને અટકાવી શકતું નથી. અત્યંતગાઢ નિદ્રાનાં ઉદય વખતે પણ અતિસૂક્ષ્મ દર્શનોપયોગ ચાલુ જ હોય છે. જો અતિસૂક્ષ્મ દર્શનોપયોગ પણ અટકી જાય તો જીવ જડ જ બની જાય. B. કેવળદર્શન ક્ષાયિક છે અવધિ, ચક્ષુ, અચલુદર્શન ક્ષાયોપથમિક છે. દર્શના વરણીય કર્મના ક્ષય અને ઉપશમની કાર્મિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતી દર્શનશક્તિને ક્ષાયોપશમકિદર્શન લબ્ધિ કહેવાય છે. અને દર્શનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતી. દર્શનશક્તિને ક્ષાયિકદર્શનલબ્ધિ કહેવાય. C. નિતિ કુલ્લિતત્વ ગતિ ચૈતચં ચાલુ તો નિદ્રાઃ ૧૦૨ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ખૂબ જ મુશ્કેલીથી જાગી શકાય એવી ઊંઘને “નિદ્રાનિદ્રા” કહેવાય. તેનું કારણ નિદ્રાનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. ચઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્રરસયુક્તકર્મણસ્કંધોને નિદ્રાનિદ્રાનામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.” (૩) બેઠા અથવા ઉભા રહેલાને જે ઊંઘ આવે તે “પ્રચલા” કહેવાય. તેનું કારણ પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ છે. ( “ચક્ષુઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્રતરરસયુક્તકર્મણસ્કંધોને પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.” (૪) ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે “પ્રચલાપ્રચલા” કહેવાય. તેનું કારણ પ્રચલામચલા નામનું દર્શનાવરણીયકર્મ છે. ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્ર તમરસયુકત કાર્માસ્કંધોને પ્રચલાપ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.” વિપાકની અપેક્ષાએ નિદ્રાપંચકનું સ્વરૂપ (૧) જે કર્મનાં ઉદયથી જીવને ચપટી વગાડવામાત્રથી સુખપૂર્વક જાગી શકાય એવી ઊંઘ આવે, તે નિદ્રા અથવા નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. દા.ત. કુતરાની ઊંઘ. (૨) જે કર્મનાં ઉદયથી જીવને ખૂબ જ મુશ્કેલીથી જાગી શકાય એવી ઊંઘ આવે, તે નિદ્રાનિદ્રા અથવા નિદ્રાનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. દા.ત. કુંભકર્ણની ઊંઘ. (૩) જે કર્મનાં ઉદયથી જીવને બેઠાં બેઠા અથવા ઉભા ઉભા ઊંઘ આવી જાય તે પ્રચલા અથવા પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. (૪) જે કર્મનાં ઉદયથી જીવને ચાલતા ચાલતા ઊંઘ આવી જાય તે પ્રચલપ્રચલા અથવા પ્રચલા પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. ૧૦૩ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થીણદ્ધિનિદ્રા તથા વેદનીયકર્મનું સ્વરૂપ : दिणचिंतिअत्थकरणी थीणद्धी अद्धचक्किअद्धबला । महुलित्तखग्गधारालिहणं व दुहा उ वेयणीअं ॥१२॥ दिनचिन्तितार्थकरणी स्त्यानर्द्धिरर्द्धचक्रयर्द्धबला । मधुलिप्तखङ्गधारालेहनमिव द्विधा तु वेदनीयम् ॥ १२ ॥ ગાથાર્થ - દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરનારી જે નિદ્રાવસ્થા તે થિણદ્ધિ કહેવાય. આ નિદ્રામાં જીવને અદ્ધચક્રવર્તી (વાસુદેવ)થી અર્ધ બળ હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સરખું બે પ્રકારે વેદનીયકર્મ જાણવું. વિવેચન :- થિણદ્ધિકસ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ. “સ્યાન=એકઠી થયેલી, રદ્ધિશક્તિ અથવા આસક્તિ એકઠી થયેલી છે આત્મિકશક્તિ અથવા આસક્તિ જે અવસ્થામાં તે થિણદ્ધિ કહેવાય.” થીણદ્ધિનિદ્રાનાં ઉદય વખતે, જીવ દિવસે ચિંતવેલું કાર્ય, જે જાગૃત અવસ્થામાં પણ ન થઈ શકે એવું હોય, તે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં, જ ત્યાં જઈને કરે અને કામ પતાવીને, પાછો સ્વસ્થાને આવીને, સૂઈ જાય છે. તે જાગે ત્યારે “મને રાત્રે આવું સ્વત આવેલું” એમ માને છે. દૃષ્ટાંત :- (૧) કોઈ એક સાધુ મહારાજા ગોચરી લેવા ગયા ત્યારે ગૃહસ્થનાં ઘેર સુગંધીત લાડુ જોયા, લાડુ ખાવાની તીવ્ર લાલસા જાગી, તેને તાકી તાકીને જોઈ રહ્યા પણ લાડુ મળ્યો નહીં, લાડુ પ્રત્યેની તીવ્ર આસક્તિ મનમાં ઘર કરી ગઈ. રાત્રે સિદ્ધિનિદ્રા આવવાથી ઊંઘમાં ને ઊંઘમાં જ તે મહારાજ ગૃહસ્થનાં ઘેર ગયા. બારી-બારણા તોડી લાડુ ખાધા, અને કેટલાક લાડુ પાત્રમાં ભરીને સાથે લીધા. પછી ઉપાશ્રયમાં આવીને, પાત્ર પોતાને સ્થાને મૂકીને, સૂઈ ગયા. સવારે ઉઠીને ગુરુને કહ્યું કે મને રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે લાડુ ખાધા. માટે આલોચના આપો. ગુરુએ આલોચના આપી પછી પડિલેહણ કરતાં બીજા સાધુએ પાત્રમાં લાડુ જોયા. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ સાધુને થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો છે. ગુરુએ તે સાધુનો સાધુવેશ લઈને રજા આપી દીધી. (૨) કોઈ એક સાધુ મહારાજને દિવસે એક હાથીએ ખૂબ હેરાન કર્યા. તે સાધુને હાથી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આવેશમાં રાત્રે સૂઈ ગયા. ૧૦૪ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થીણદ્ધિ-નિદ્રાનો ઉદય થયો, તે ઊંઘમાં ને ઊંઘમાં જ ત્યાંથી ઉઠીને નગરનાં દરવાજા તોડીને, હાથીની પાસે ગયા. ત્યાં હાથીને મારીને, તેનાં દાંત ઉખેડીને, ઉપાશ્રયનાં બારણા પાસે મૂકીને સૂઈ ગયા. સવારે ઉઠીને ગુરુમહારાજાને કહ્યું કે મને રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે મેં હાથીને મારી નાખ્યો માટે મને આલોચના આપો. ગુરુએ આલોચના આપી. પછી હાથીના દાંત જોયાં, ગુરુમહારાજને ખ્યાલ આવી ગયો કે, આ સાધુને થીણદ્ધિનિદ્રાનો ઉદય થયો છે. માટે તેનો વેશ લઈને રજા આપી દીધી. આ રીતે, તીવ્રમોહની સાથે આત્મિકશક્તિ ખૂબ જ વધી જવાથી જીવ દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં જ કરીને પાછો સ્વસ્થાને આવીને સૂઈ જાય છે તે જાગે ત્યારે હું રાત્રે ઊંઘ માં આવું કામ કરી આવ્યો છું “તેનો ખ્યાલ પણ ન હોય. આવા પ્રકારની ભયંકર ઊંઘને થીણદ્ધિનિદ્રા કહેવાય છે. તેનું કારણ થિણદ્ધિનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. ચક્ષુ-અચદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર અતિતીવ્રતમરસયુકત કાર્મણસ્કંધોને થીણદ્ધિનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય” થીણદ્ધિનિદ્રાના ઉદય વખતે પ્રથમ સંઘયણવાળા જીવને વાસુદેવનાં બળ કરતાં અધું બળ હોય છે. વર્તમાનકાળમાં યુવાન પુરુષનાં બળ કરતાં આઠગણું બળ વધી જાય છે. તે જીવ મરીને અવશ્ય નરકમાં જાય છે. | વેદનીયકર્મ ( શુદ્ધાત્મા અવ્યાબાધ સુખનો માલિક છે. દરેક ક્ષણે પૂર્ણાનંદમયશાશ્વત સુખનો ભોક્તા છે. તે સુખ કોઇપણ કર્મજન્ય નથી પરંતુ સ્વતઃ છે. માટે તેને “વિશુદ્ધસુખ” અથવા “અવ્યાબાધ” (દુઃખ નિરપેક્ષ) સુખ કહેવાય છે. એ અવ્યાબાધસુખ અનાદિકાળથી કર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી જીવને “સુખદુઃખની લાગણી” ઉત્પન્ન થાય છે. તેમાં (૧) “અનુકૂળ સામગ્રી મળતા જીવને સુખનો અનુભવ થાય છે. તેને “શાતાવેદનીય” કહેવાય છે. તેનું કારણ શાતાવેદનીયકર્મ છે. અને પ્રતિકૂળ સામગ્રી મળતા જીવને દુઃખનો અનુભવ થાય છે. તેને ૧૦૫ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “અશાતાર્વેદનીય” કહેવાય છે. તેનું કારણ અશાતા વેદનીયકર્મ છે. ૧ અવ્યાબાધ સુખને ઢાંકનાર શુભેરસયુકત કાર્મણાર્કંધોને શતાવેદનીયકર્મ કહેવાય છે. ૨. અવ્યાબાધ સુખને ઢાંકનાર અશુભરસયુકત કાર્માસ્કંધોને અશાતા વેદનીયકર્મ કહેવાય. મધુલિતખગ્નધારા સરખું વેદનીયકર્મ મધલિપ્તતલવાર જે વેદનીયકર્મનો સ્વભાવ મધથી લેપાયેલી તલવારની _ Iછે. ધારને ચાટવા જેવો છે. જેમ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટતાં મધ મીઠું લાગવાથી પહેલાં સુખનો અનુભવ થાય છે. અને પછી જીભ કપાઈ વંદનીય કર્મ જવાથી દુઃખનો અનુભવ થાય છે. તેમ ઈષ્ટ સાધનનાં ભોગવટા વખતે જીવને સુખનો અનુભવ થાય છે. અને અનિષ્ટ-સાધનનો સંયોગ થતા જીવને દુઃખનો અનુભવ થાય છે. માટે સુખનાં અનુભવરૂપ શતાવેદનીય અને દુઃખનાં અનુભવરૂપ અશાતાવેદનીય હોવાથી વેદનીયકર્મ ૨ પ્રકારે કહ્યું છે. અહીં મધુલિસખગધારાનું દૃષ્ટાંત સાર્થક છે. કારણકે જેમ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટતાં “ક્ષણમાત્ર” સુખનો અનુભવ થાય છે. પછી તે સુખ જીભ કપાતાં, દુઃખમાં પલટાઈ જાય છે. તેમ વેદનીયકર્મોદયથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક હોવાથી સુખ પછી દુઃખ આવીને ઉભુ જ રહે છે. તેથી દુઃખસાપેક્ષ સુખ શાશ્વત નથી. માટે મધુલિમખગધારા દૃષ્ટાંત સાર્થક છે. ગતિને આશ્રયીને વેદનીયનો વિપાક તથા મોહનીયનું સ્વરૂપ અને તેનાં ભેદ : ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ ओसन्नं सुरमनुजे सातमसातं तु तिर्यङ्नरकेषु । .. मद्यमिव मोहनीयं द्विविधं दर्शनचरणमोहात् ॥ १३ ॥ ૧૦૬ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથાર્થ - દેવો અને મનુષ્યોને પ્રાયઃ શાતાવેદનીયનો ઉદય હોય છે તથા નારક અને તિર્યંચોને પ્રાયઃ અશાતાવેદનીયનો ઉદય હોય છે. મોહનીયકર્મ મદિરા જેવું છે. તેનાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. વિવેચન - મોન્ન=પ્રાય=ઘણું કરીને. ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકતો જીવ વેદનીયકર્મોદયજન્ય સુખદુઃખને પરાવર્તમાનપણે અનુભવે છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ચક્ર ચાલ્યા જ કરે છે. પરંતુ દેવગતિ અને મનુષ્યગતિમાં દેવો અને મનુષ્યો ઘણું કરીને શાતાવેદનીયના ઉદયથી સુખને અનુભવે છે. તથા તિર્યંચગતિ અને નરકગતિમાં તિર્યંચો અને નારકો ઘણું કરીને અશાતાવેદનીયના ઉદયથી દુઃખને અનુભવે છે. યદ્યપિ દેવોને ચ્યવનકાળે, સ્ત્રીવિયોગાદિકાળે, તથા મનુષ્યોને ગર્ભાવાસમાં, ઠંડી-ગરમી વગેરે પ્રતિકૂળ સંયોગમાં કે રોગાદિ કષ્ટ વખતે અશાતાનો ઉદય હોય છે. અને તિર્યંચોમાં પટ્ટહસ્તિ, ઘોડા, કૂતરા, પોપટાદિનું પ્રેમપૂર્વક પાલનપોષણ થતું હોય ત્યારે શાતાવેદનીયનો ઉદય હોય છે. અને નારકોને તીર્થંકરભગવંતોનાં જન્મકલ્યાણકાદિ વખતે શાતાવેદનીયનો ઉદય હોય છે. માટે ગાથામાં “સ” શબ્દ મૂક્યો છે. દેવોને શાતાવેદનીયનો ઉદય તીવ્ર હોવાથી શારીરિક સુખ ઘણું જ અનુભવે છે. તેનાં કરતાં મનુષ્યોને શાતાવેદનીયનો ઉદય ઓછો હોવાથી શારીરિક સુખ ઓછું અનુભવે છે. નારકીને અશાતાવેદનીયનો ઉદય તીવ્ર હોવાથી શારીરિક દુઃખ ઘણું જ અનુભવે છે. તેનાં કરતાં તિર્યંચોને અશાતાનો ઉદય ઓછો હોવાથી શારીરિક દુઃખ ઓછું અનુભવે છે. મોહનીયકર્મ આત્મા ક્ષાયિકચારિત્ર ગુણનો માલિક છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયિકસમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતું નથી. કારણકે સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે. તે વસ્તુ તેવા જ સ્વરૂપે સમજી કે માની શકાય એવી આત્મિકશક્તિને સમ્યગુદર્શન કહેવાય છે.” તેનું કાર્ય “સદ્દષ્ટિ” છે. અને ક્ષાયિકચારિત્રનું કાર્ય “શુદ્ધપ્રવૃત્તિ” છે. “જીવની જેવી ૧૦૭ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૃષ્ટિ તેવી પ્રવૃત્તિમાં હોવાથી, જ્યાં સુધી “દૃષ્ટિ” શુદ્ધ ન બને ત્યાં સુધી “પ્રવૃત્તિ” શુદ્ધ બનતી નથી. તેથી ક્ષાયિકસમ્યગદર્શન વિના ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતુ નથી. એટલે ક્ષાયિકસમ્યગુદર્શન + ક્ષાયિક-ચારિત્ર=વીતરાગતા હોવાથી, વીતરાગતાને ઢાંકનાર કાર્મણસ્કંધો બે વિભાગમાં વહેંચાઈ જવાથી મોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે. તેમાં, (૧) “ક્ષાયિકસમ્યગદર્શનગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને દર્શનમોહનીય કર્મ અથવા મિથ્યાત્વમોહનીયકર્મ કહેવાય.” સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેનાથી વિપરીત સ્વરૂપે સમજી કે માની શકાય એવી આત્મિકશક્તિને” અથવા “સર્વજ્ઞકથિત વચનોથી વિપરીત માન્યતાવાળી આત્મદશાને મિથ્યાદર્શન કહેવાય.” મિથ્યાદર્શનને ટૂંકમાં મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વને લીધે, જીવ પારકી વસ્તુને પોતાની માનીને મુંઝાયા કરતો હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને ક્ષાયિકસમ્યગદર્શનને ઢાંકનાર કર્મણસ્કંધો (કારણ) ને મિથ્યાત્વમોહનીયકર્મ કહ્યું (૨) “ક્ષાયિકચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ચારિત્રમોહનીયકર્મ કહેવાય.” આ રીતે મોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે. મદિરા સરખુ મોહનીયકર્મ જેમ મદિરા એ માણસની વિચાર-વિવેકશક્તિને દબાવે છે. મદિરાજેવું દારૂનાં કેફમાં માણસ પોતાની જાતને ભૂલી જઈ, ગતરાદિમાં પડતું મૂકે છે. સોનાને કથીર માનીને ફેંકી દે છે. પોતાની માતા, બેન, બેટી ને પોતાની સ્ત્રી માને છે. પોતાની સ્ત્રીને “માતા માને છે. એ વખતે દૃષ્ટિ ઉલ્ટી બની જાય છે. મોહનીયર્મ તેમ મોહનીયકર્મવિતરાગતાને ઢાંકી દબાવી દેતું હોવાથી મોહના નશામાં રાગાંધ બનેલો જીવ અઢારદોષથી રહિત અરિહંતાદિ સુદેવને કુદેવ માને છે. પંચમહાવ્રતધારી સુસાધુને કુસાધુ માને છે. અહિંસા, સંયમ, સત્ય અદત્તાદિ ધર્મને અધર્મ માને છે. અને કુદેવ, કુગુરુ, કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મ માને છે. શરીર અને આત્માને એક માનતો હોવાથી સ્વ= “આત્મા” ને ભૂલી જઈ પર=શરીર, લક્ષ્મી, પત્ની પુત્રાદિ જે પોતાના નથી તેને પ્રાણપ્રિય માને છે. ૧૦૮ For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતરકટણની પ્રક્રિયા દર્શક ચિત્ર-૫ દ્વિતીય સ્થિતિ . . . . . . . * નક છે ઈ) અંતકણ નો પ્રારંભ પ્રથમ સ્થિતિ, દર્શાનમોહનીયની અંતઃ કૉડા કડી સાગછોપમની સ્થિતિ અનિવૃતિ ક૨ાણા, ગ્રંથભેદની ક્રિયા ટડી ક૨ણ રાગટેલની તીવ્રશis ગ્રંથિદેશે આવેલો ભવ્યાત્મા યથાપ્રવૃત કહ, ' ડાળા ગઈ A A A For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Jag Jehlici]S]9 is]ક :p ]ple]9]p]33 દ્વિતીયસ્થિતિ અંતટકરણની પ્રક્રિયા દર્શક ચિત્ર-પ પ્રથમ સ્થિતિ અનિવૃત્તિ ક૨ણ અપૂર્વક www.kobatirth.org યથાપ્રવૃત કણ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only અંતકચ્છનો પ્રારંભ ગ્રંથિભેદની ક્રિયા રાગદ્વેષની તીવ્રાંઠ ગ્રંથિશ આવેલી ભવ્યાત્મા Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વગુણમાં રમણતા કરવાને બદલે પૌદ્ગલિક ચીજમાં મજા માણે છે તેથી સ્વભાવ દશામાંથી વિભાવદશામાં લઈ જનાર મોહનીયકર્મને મદિરા સરખુ કહ્યું છે. દર્શનમોહનીયકર્મનાં ભેદ :दसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो॥१४॥ दर्शनमोहं त्रिविधं सम्यग् मिश्रं तथैव मिथ्यात्वम् । शुद्धमर्द्धविशुद्धमविशुद्धं तद् भवति क्रमशः ॥ १४ ॥ ગાથાર્થ - દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વમોહનીય (૨) મિશ્રમોહનીય (૩) મિથ્યાત્વમોહનીય. સમ્યકત્વમોહનીયનાં કર્મદલિક શુદ્ધ હોય છે. મિશ્રમોહનીયનાં કર્મલિક અદ્ધશુદ્ધ હોય છે અને મિથ્યાત્વમોહનીયનાં કર્મલિક અશુદ્ધ હોય છે. વિવેચન - અનાદિકાળથી આત્માનું ક્ષાયિક સમ્યગુદર્શનાત્મક અસલી સ્વરૂપ ઘનઘાતકર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી, મિથ્યાદર્શનાત્મક નકલી સ્વરૂપને લીધે, જીવ સતત તીવ્રખ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુઃસ્થાનિકરસયુક્તમિથ્યાત્વમોહનીયકર્મને બાંધ્યા કરે છે. બંધ સમયે તો માત્ર મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય છે. પરંતુ ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ થતા વિશુદ્ધ અધ્યવસાયો દ્વારા મિથ્યાત્વમોહનીયકર્મમાં ચૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થતો હોવાથી, મિથ્યાત્વમોહનીયકર્મ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. માટે દર્શનમોહનીયકર્મ ૩ પ્રકારે કહ્યું છે. ઉપશમસમ્યકત્વનું સ્વરૂપ (અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરતો, અનાદિ મિથ્યાદિષ્ટ સંશી પંચેન્દ્રિયપર્યાયો જીવ “તથાભવ્યત્વનો પરિપાક થવાથી” સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ત્રણ કરણ કરે છે. " (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. ૧. યથાપ્રવૃત્તિકરણ : નદીધોલપાષાણન્યાયે” એટલે કે જેમ પર્વતમાંથી નીકળતી ૧૦૯ For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | નદીનો પત્થર વારંવાર આમતેમ અથડાવાથી પોતાની મેળે જ ગોળ બની જાય છે તેમ “આયુષ્ય વિના સાતે કર્મની દીર્ઘ સ્થિતિને અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરી નાખે એવો અનાભોગે (અજાણપણે) જ ઉત્પન્ન થયેલો આત્માનો શુભ પરિણામ તે યથાપ્રવૃત્તિકરણ “કહેવાય” યથાપ્રવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. \ જ્યારે જીવ આયુષ્ય સિવાયની સાતેકર્મની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ રાખીને બાકીની સર્વે સ્થિતિસત્તાનો નાશ કરે છે. ત્યારે ગ્રન્થી પાસે=“ગ્રન્થીદેશે” આવ્યો કહેવાય. ગ્રન્થી =ગાંઠ, “રાગદ્વેષની તીવ્રગાંઠ=રાગદ્વેષનો તીવ્રપરિણામ.” એભવ્ય જીવો ઘણીવાર ગ્રન્થ દેશે આવીને પાછા ફરી જાય છે ગ્રન્થીદેશે આવેલા બધા જ ભવ્ય જીવો ગ્રન્થીભેદ કરી શકતા નથી કારણકે ગ્રન્થીભેદ કરવા માટે અત્યંત વર્ષોલ્લાસ ફોરવવો પડે છે. જે જીવો તેવા પ્રકારનો વીર્ષોલ્લાસ ફોરવી શકતા નથી તે જીવો ત્યાંથી પાછા ફરે છે અર્થાત્ આયુષ્ય સિવાય સાતે કર્મની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને જે જીવ આસન્ન ભવ્ય હોય તે અપૂર્વ વર્ષોલ્લાસ વડે ગ્રન્થીભેદ કરવા માટે અપૂર્વકરણમાં પ્રવેશે છે ૨. અપૂર્વકરણ : પૂર્વે ક્યારેય નહીં આવેલો એવો જે વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય.” અપૂર્વકરણનો કાળ અન્તર્મુહૂર્ત છે. આસન્નભવ્ય (જે જીવમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે તે) જીવો તીક્ષ્ણ કુહાડાની ધાર સરખા અપૂર્વકરણવડે રાગદ્વેષની તીવ્રગાંઠને ભેદીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણ - કરણ = અધ્યવસાય. નિવૃત્તિ = અટકી જવું. અનિવૃત્તિ = અટકવું નહીં તે. સમ્યકત્વ પ્રાપ્ત કરાવ્યા વિના અટકે નહીં એવા ઉત્તરોત્તર વિશુદ્ધ અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય.” અનિવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂત A. પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગે ન્યૂન એક કોડાકોડીસાગરોપમ પ્રમાણ સ્થિતિને અંત:કોડાકોડી સાગરોપમ કહેવાય છે. ૧૧૦ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેમાંથી સંખ્યાતાભાગ ગયા પછી માત્ર એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરે છે. દા.ત. અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦૦ સમય એક સંખ્યાતમો ભાગ = ૧૦ સમય અનિવૃત્તિકરણના ૯૦ સયમ ગયા બાદ માત્ર ૧૦ સમય બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરવાની શરૂઆત કરે છે, અંતરકરણ એટલે આંતરૂ પાડવાની ક્રિયા. અનિવૃત્તિકરણના એક સંખ્યામાં ભાગ (અંતર્મુહૂર્ત) પ્રમાણ સ્થિતિની ઉપર અંતર્મુહૂર્તકાલ પ્રમાણ સ્થિતિમાં રહેલાં મિથ્યાત્વના દલિકને ત્યાંથી ખસેડીને, કેટલાક દલિકોને નીચેની સ્થિતિમાં અને કેટલાક દલિકોને ઉપરની સ્થિતિમાં નાખીને, તે સ્થિતિને ઘાસ વિનાની ઉખરભૂમિની જેમ મિથ્યાત્વના દલિક વિનાની કરવાની ક્રિયાને અંતરકરણ કહેવાય છે.” અંતરકરણની શરૂઆત થતા દર્શનમોહનીયકર્મની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં અનિવૃત્તિકરણના એક સંખ્યામાં ભાગ પ્રમાણ નીચેના ભાગને પ્રથમસ્થિતિ” અથવા “નીચે ની સ્થિતિ” કહેવાય છે. અને અંતરકરણની ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ” અથવા “ઉપરનીસ્થિતિ” કહેવાય છે. પ્રથમ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોનો ભોગવટો કરતી વખતે મિથ્યાદૃષ્ટિજીવ પ્રથમ સ્થિતિની ઉપર “અંતર્મુહૂર્તકાલ પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોને ત્યાંથી ખસેડી કેટલાક દલિકને નીચેની સ્થિતિમાં નાખે છે. અને કેટલાક દલિકોને ઉપરની સ્થિતિમાં નાંખે છે. આ ક્રિયાને અંતરકરણ કહેવાય છે. પ્રથમ સ્થિતિમાં નાંખેલાં દલિકોને ભોગવીને ક્ષય કરે છે અને દ્વિતીયસ્થિતિમાં રહેલા દલિકોને પ્રતિસમયે ઉપશમાવે છે. જ્યારે પ્રથમ સ્થિતિ ભોગવાઈને નાશ પામે છે. ત્યારે તેની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિમાં એક પણ મિથ્યાત્વનું દલિક રહેતું નથી. “મિથ્યાત્વના દલિક વિનાની ૧૧૧ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધભૂમિને ઉપશમાદ્ધ કહેવાય છે. તેમાં પ્રવેશ કરતાંની સાથે જ જીવને “ઉપશમસમ્યકત્વ” પ્રાપ્ત થાય છે. જેમ દાવાનલ સળગતો સળગતો ઘાસ વિનાની ઉડ (ઉખર) ભૂમિમાં પ્રવેશ કરતાંની સાથે જ ઓલવાઈ જાય છે. તેમ મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલિકનો ભોગવટો કરતો કરતો આગળ વધી રહ્યો છે પણ મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિમાં પ્રવેશ કરતાંની સાથે જ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાનલ ઓલવાઈ જતાં ઉપશમસમ્યત્વને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ‘જીવ અંતર્મુહૂર્તકાળ પર્યન્ત મિથ્યાદર્શનાત્મક નકલી સ્વરૂપને છોડીને સમ્યદર્શનાત્મક અસલી સ્વરૂપને અનુભવે છે” એ વખતે “જન્માંધ માણસને એકાએક આંખો મલી જતાં જેટલો આનંદ થાય તેના કરતાં પણ જીવ વધુ આનંદને અનુભવે છે.” અથવા “ભયંકર દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને રોગ દૂર થવાથી જેટલો આનંદ થાય તેના કરતાં પણ જીવ વધુ આનંદને અનુભવે છે.” ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા, દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થવાથી મિથ્યાત્વમોહનીયના દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં, (૧) જે દલિકોમાંથી રસ ઘટીને “એકસ્થાનિક કે મંદદ્ધિસ્થાનિક થઈ જાય છે. તેવા દલિકોનો જે વિભાગ તે શુદ્ધિપું જ છે. તેને સમ્યકત્વમોહનીય કહેવાય. (૨) જે દલિકોમાંથી રસ ઘટીને મધ્યમદ્રિસ્થાનિક થઈ જાય છે તેવા દલિકોનો જે વિભાગ તે અદ્ધશુદ્ધપુંજ છે. તેને મિશ્રમોહનીય કહેવાય છે. (૩) જે દલિકોમાંથી બીલકુલ રસ ઘટતો નથી એવા દલિકોનો જે વિભાગ છે તે અશુદ્ધપું જ છે. તેને મિથ્યાત્વમોહનીય કહેવાય. A. એક સ્થાનિકાદિ રસની સમજુતિ :- ૧, ઇશુ અથવા લીંબડાનો જે સ્વાભાવિક રસ તે એક સ્થાનિકરસ કહેવાય. ૨, ઇસુ અથવા લીંબડાનાં એક સ્થાનિક ૬૦૦ ગ્રામ રસને ઉકાળવાથી અર્ધ ૧૧૨ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપટ્ટામસમ્યક્ત્વની પ્રાપ્તિ દર્શકચિત્ર નં.૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir → Ul ]pa]]09>= ohpfzpyelo " ક ક :p ]ore]8]£9]૩ ohpfpe Play lore]p?PP] ઉપાનાહ્યા દલિક વિનાની શદ્ધ ભૂમિ) For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપ2ામપ્સમ્યકત્વની પ્રાપ્તિ દર્શકચિત્ર નં.૬ +શુછપુંજ દર્શીનમોહનીયની અંત: કો. કો. સા. ની સ્થિતિ ક્ષમ્યક્ત્વમૉહનીયની સ્થિતિ મિથ્યાત્વમોહનીયની સ્થિતિ અશુદ્ધપુર અર્ધાદ્ધપુંજ + મિશ્રમૉહનીયની સ્થિતિ - ઉપઠ્ઠામા. (દલિક વિનાની શુદ્ધ ભૂમિ) For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનકોદ્રવ ધાન્યદ્વારા દર્શનમોહનીયના ભેદની સમજાતિ(૧) મદનકોદ્રવ એ એક પ્રકારનું ધાન્ય છે તે ખાવાથી, જીવને નશો 'ન્ચઢતા વિકાર ઉત્પન્ન થાય છે. પણ જો તે ધાન્યને ખાંડવાથી દાણામાંથી સર્વથા ફોતરા દૂર થઈ જાય તો શુદ્ધ થયેલા તે ધાન્યના પુજને છાશાદિથી ધોઈને ખાવાથી વિકાર ઉત્પન્ન થતો નથી એ રીતે શુદ્ધ થયેલા મિથ્યાત્વનાં દલિકો અર્થાત સમ્યકત્વમોહનીયના દલિકોનો ભોગવટો કરતાં જીવને વિકાર ઉત્પન્ન થતો નથી. માટે “શુદ્ધ થયેલા કોદ્રવનાં ધાન્ય જેવું સમ્યકત્વમોહનીય કર્મ છે.” (૨) મદનકોદ્રવનું ધાન્ય ખાંડવા છતાં પણ કેટલાક દાણામાં અડધા ફોતરા રહી જવાથી અદ્ધશુદ્ધ થયેલા તે ધાન્યનાં પુંજને ખાવાથી જીવને કાંઈક અંશે વિકાર ઉત્પન્ન થાય છે એટલે અર્ધશુદ્ધ થયેલા કોદ્રવધાન્યની જેમ મિશ્ર મોહનીયના દલિકોનો ભોગવટો કરતી વખતે જીવને કાંઈક અંશે વિકાર ઉત્પન્ન થાય છે. માટે “અદ્ધશુદ્ધ થયેલા કોદ્રવના ધાન્ય જેવું મિશ્રમોહનીયકર્મ છે.” 130 ગ્રામ પાણી બળી જવાથી માત્ર ૩૦૦ ગ્રામ રસ બાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ બમણી થઈ જવાથી તેને દ્વિસ્થાનિકરસ કહેવાય છે. * ૩, ઈક્ષુ અથવા લીંબડાનાં એકસ્થાનિક 500 ગ્રામ રસને ખૂબ ઉકાળવાથી બે ભાગ=૪૦૦ગ્રામ પાણી બળી જવાથી માત્ર એકભાગ=૨૦૦ગ્રામ રસ બાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ ત્રણગણી વધી જવાથી તેને ત્રિસ્થાનિકરસ કહેવાય છે. ૪, ઈસુ અથવા લીંબડાનાં એકસ્થાનિક ૬૦૦ ગ્રામ રસને ખૂબ જ ઉકાળવાથી ત્રણભાગ=૪૫૦ ગ્રામ પાણી બળી જવાથી માત્ર એકભાગ=૧૫૦ ગ્રામ રસબાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ ચારગણી વધી જવાથી ચતુઃસ્થાનિક રસ કહેવાય છે. જેમ ઇસુ અને લીંબડાનો રસ ઉકાળવાથી તીવ્ર (દ્ધિસ્થાનિક) તીવ્રતર (ત્રિસ્થાનિક), તીવ્રતમ (ચતુઃસ્થાનિક) થતો જાય છે. તેમ અશુભ અધ્યવસાયદ્વારા, અશુભ કર્મમાં રસ તીવ્ર (દ્ધિસ્થાનિક) તીવ્રતર (ત્રિસ્થાનિક) અને તીવ્રતમ (ચતુઃસ્થાનિક) થાય છે અને શુભકર્મમાં રસ મંદ-મંદતર અને મંદતમ થાય છે. તથા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા, શુભકર્મમાં રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ થાય છે. અને અશુભ કર્મમાં રસ મંદ, મંદતર, મંદતમ થતો હોવાથી મિથ્યાત્વમોહનીયકર્મ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. ૧૧૩ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) મદનકોદ્રવનું ધાન્ય ખાંડવા છતાં પણ કેટલાક દાણામાંથી બીલકુલ ફોતરા દૂર થતાં નથી તેવા અશુદ્ધ ધાન્યનાં પુંજને ખાવાથી જીવને વિકાર ઉત્પન્ન થાય છે એટલે અશુદ્ધ કોદ્રવધાન્યની જેમ મિથ્યાત્વના દલિકોનો ભોગવટો કરતી વખતે જીવને વિકાર ઉત્પન્ન થાય છે. માટે “અશુદ્ધકોદ્રવના ધાન્ય જેવું મિથ્યાત્વમોહનીયકર્મ છે” એમ ત્રણ પ્રકારે દર્શન મોહનીયકર્મ કહ્યું. સમ્યક્ત્વનું સ્વરૂપ :जिअ-अजिअ-पुण्ण-पावासव-संवर बंधमुक्ख निज्जरणा । जेणं सद्दहइ तय, सम्मं खइगाइबहुभेअं ॥ १५ ॥ जीवाऽजीवपुण्यपापाऽऽस्रवसंवर बन्धमोक्षनिर्जरणानि । येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम् ॥ १५ ॥ ગાથાર્થ :- જે કર્મના ઉદયથી જીવ, અજીવ, પુણય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા એ નવતત્ત્વ ઉપર જીવને શ્રદ્ધા થાય તે સમ્યકત્વ કહેવાય. તેના ક્ષાયિકાદિ ઘણા ભેદ છે. વિવેચન :- (મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં આત્માના “વિશુદ્ધપરિણામને સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વ ઉત્પન્ન થવાથી જીવને તત્ત્વો ઉપર સમ્યક્ શ્રદ્ધા કે રૂચિ ઉત્પન્ન થાય છે. માટે સમ્યક્ત્વનું કાર્ય “તત્ત્વશ્રદ્ધા” કે “તત્ત્વરૂચિ” છે. પણ અહીં કાર્યમાં કારણનો આરોપ કરીને તત્ત્વશ્રદ્ધારૂપ કાર્યને સમ્યક્ત્વ કહ્યું છે. ' સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જે સ્વરૂપે માનવી કે સ્વીકારવી તે સભ્યશ્રદ્ધા કહેવાય.” દા.ત. સર્વજ્ઞ ભગવંતે જીવાદિ તત્ત્વો હેયોપાદેયાદિ જે સ્વરૂપે બતાવ્યા છે. તે જ સ્વરૂપે માનવા તે સમ્યક શ્રદ્ધા કહેવાય. જીવાદિ તત્ત્વનું સ્વરૂપ :(૧) જીવ :- Aવેતનાતળો નીવઃ | જેનાથી વસ્તુ ઓળખાય A. તત્ત્વાર્થમાં “ઉપયોો નક્ષ'' કહ્યું છે. નવતત્વમાં “નાણં ચ દંસણ” ગાથાથી જીવના લક્ષણમાં જ્ઞાનાદિ-૬ ગુણો તથા કર્મગ્રન્થમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ-૪ મૂળભૂત ગુણો બતાવ્યા છે. અહીં સર્વત્ર ભિન્નતા જણાય છે. પણ વિસંવાદ નથી કારણકે ચૈતન્ય એ જીવનો સ્વભાવ છે. ૧૧૪ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે લક્ષણ કહેવાય. સંસારી અને મુક્ત જીવનું સામાન્ય લક્ષણ “ચૈતન્ય છે. પરંતુ વિશેષ લક્ષણ નીતિ-પ્રાણન ધારિતીતિ નીવઃ | જે જીવે, અર્થાતુ પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. પ્રાણ ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યપ્રાણ (૨) ભાવપ્રાણ. પાંચ ઈન્દ્રિય, મનબળ, વચનબળ, કાચબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ૧૦ દ્રવ્યપ્રાણ છે તથા જ્ઞાન-દર્શનચારિત્રાદિ આત્માના સ્વાભાવિકગુણોને ભાવપ્રાણ કહેવાય છે. સંસારીજીવને બન્ને પ્રકારનાં પ્રાણ હોય છે. મુક્તજીવને ભાવપ્રાણ જ હોય છે. જીવતત્ત્વનાં ૧૪ ભેદ છે. (૨) અજીવ - જે ચૈતન્યલક્ષણથી રહિત હોય તે અજીવ કહેવાય. દા.ત. આકાશ, સુકું લાકડું વગેરે..અજીવતત્ત્વનાં - ૧૪ ભેદ છે. (૩) પુણ્ય :- જીવને ઈષ્ટ સામગ્રી મળતાં સુખનો અનુભવ થાય છે. તેના કારણભૂત જે શુભકર્મ તે પુણ્ય કહેવાય. પુષ્યતત્ત્વનાં - ૪૨ ભેદ છે. (૪) પાપ :- જીવને અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખનો અનુભવ થાય છે. તેના કારણભૂત અશુભકર્મને પાપતત્ત્વ કહેવાય છે. પાપતત્ત્વનાં ૮૨ ભેદ છે. (૫) આશ્રવ :- જે દ્વારા શુભાશુભકર્મોનું આત્મામાં આવવું તે આશ્રવ કહેવાય. જેમ સરોવરમાં નદી, નીક કે વરસાદ દ્વારા જળનો પ્રવેશ થાય છે. તેમ જીવ રૂપી સરોવરમાં મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કર્મો આવે છે. તેને આશ્રવ કહેવાય. આશ્રવતત્ત્વનાં-૪૨ ભેદ છે. (૬) સંવર :- આત્મામાં આવતા કર્મોને રોકવા તે સંવર કહેવાય. જેમ સરોવરમાં ગરનાળુ કે નીકનાં દ્વાર બંધ કરી દેવાથી નવુ આવતુ પાણી અટકી જાય છે તેમ સમિતિ, ગુપ્તિ દ્વારા નવાકર્મોને આવતાં અટકાવી દેવા તે સંવર કહેવાય. સંવરતત્ત્વનાં-પ૭ ભેદ છે. ચૈતન્યશક્તિનાં વ્યાપારને ઉપયોગ કહેવાય છે. એટલે ઉપયોગ એ ચૈતન્યનું કાર્ય છે. માટે ઉપયોગ એ ચેતન સ્વરૂપ જ છે. તથા કર્મ વિશારદો એ જ્ઞાનદર્શનમાં ઉપયોગ અને ચારિત્રમાં તપનો સમાવેશ કરીને, જ્ઞાનાદિ-૪ મૂળભૂત ગુણો બતાવ્યા છે. અને નવતત્વમાં જ્ઞાનાદિ-૯ગુણો બતાવ્યા છે. તે સર્વે ચૈતન્યનાં જ પર્યાયો હોવાથી ચૈતન્યસ્વરૂપ છે માટે વિસંવાદ નથી. ૧૧૫ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) બંધ :- કષાયનાં કારણે જીવની સાથે કર્મોનો ક્ષીરનીર કે લોહાગ્નિવત્ સંબંધ થવો તે બંધ કહેવાય. બંધતત્ત્વના ૪ ભેદ છે. (૮) નિર્જરા - કર્મયુગલોનું આત્મપ્રદેશથી ખરવું, છૂટા પડવું તે નિર્જરા કહેવાય. ઠંડી, ગરમી, ભૂખ, તરસાદિને ઇચ્છાપૂર્વક સહન કરવાથી સકામનિર્જરા થાય છે. અને ઠંડી વગેરેને અનિચ્છાએ સહન કરવાથી અકામનિર્જરા થાય છે. નિર્જરાતત્ત્વનાં ૧૨ ભેદ છે. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મનો ક્ષય તે મોક્ષ કહેવાય. મોક્ષતત્ત્વનાં ૯ ભેદ છે. આ નવતત્ત્વો પૈકી જીવ, અજીવ, શેય સ્વરૂપે છે. પાપ, આશ્રવ અને બંધ હેયસ્વરૂપે છે. સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય સ્વરૂપે છે. વ્યવહારિક દૃષ્ટિએ પુણ્ય ઉપાદેય સ્વરૂપે છે. અને નૈઋયિકદષ્ટિએ પુણ્ય હેયસ્વરૂપે છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવંતોએ જે તત્ત્વો જે સ્વરૂપે કહ્યા છે. તે તત્ત્વો તે જ સ્વરૂપે માનવા તે સભ્યશ્રદ્ધા કહેવાય. તેનું કારણ સમ્યકત્વ છે. સમ્યકત્વને લીધે જ્ઞાન અને દર્શન શુદ્ધ બને છે. તેથી જીવ સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જ સ્વરૂપે ઓળખી કે જાણી શકે છે. અને સ્વીકારી શકે છે. સમ્યજ્ઞાન અને સમ્યગદર્શનની જોડી સમ્યફચારિત્રને ખેંચી લાવે છે. છે માટે “જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિનું કારણ સમ્યકત્વ છે ? અર્થાત્ સજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક્યારિત્રનું કારણ સમ્યકત્વ છે. સમ્યત્વ વિનાનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અશુદ્ધ હોવાથી “એકડા વગરનાં મીંડા જેવું છે.” અભથ્થોને નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય પણ સમ્યક્ત્વ ન હોવાથી તે જ્ઞાનને અજ્ઞાન જ કહેવાય છે. અને સમ્યકત્વસહિત ફક્ત અવચનમાતા જેટલું જ જ્ઞાન હોય તો પણ તેને જ્ઞાન કહેવાય છે. એટલે મિથ્યાત્વ અને સમ્યકત્વને લીધે જ્ઞાનગુણ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. (૧) અજ્ઞાન (૨) જ્ઞાન. (“અજ્ઞાન=કુત્સિતજ્ઞાન, સદસનાં વિવેક વગરનું જ્ઞાન. અજ્ઞાનને શાસ્ત્રીય પરિભાષામાં “મિથ્યાજ્ઞાન” કહેવાય છે. તેનું કારણ મિથ્યાત્વ મોહનીયકર્મ છે. ૧ ૧૬ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્યાં સુધી જીવને મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય છે. ત્યાં સુધી “અજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું શાયોપશમિકભાવનું અજ્ઞાન જ હોય છે.'' જ્ઞાન હોતું નથી. માટે મિથ્યાર્દષ્ટિ જીવને ક્ષાયોપશમિકભાવનું મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન હોય પણ મત્યાદિજ્ઞાન ન હોય. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય ત્યારે “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને ક્ષાયોપમિકભાવનું જ્ઞાન પ્રગટ થાય છે.” માટે સમ્યગ્દૃષ્ટિ જીવોને ક્ષાયોપશમિકભાવનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને અપ્રમત્ત સંયમીને મન: પર્યવજ્ઞાન પણ હોય અહીં સમ્યક્શ્રદ્ધારૂપ કાર્યને સમ્યક્ત્વ કહ્યું છે. તે ઔપચારિક સમ્યક્ત્વ કહેવાય છે. અને દર્શનમોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતો આત્માનો વિશુદ્ધ પરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ કહેવાય છે. તેના ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ, મિશ્ર, સાસ્વાદન, વેદકાદિ ઘણા પ્રકાર છે, (૧) ક્ષાયિકસમ્યક્ત્વ ઃ દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થતાં અત્યંત-વિશુદ્ધ પરિણામને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવાય છે. ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ સાદિ-અનંત છે. (૨) ઉપશમસમ્યક્ત્વ ઃ મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશ કરતાની સાથે “મિથ્યાત્વના અનુદયથી ઉત્પન્ન થતાં વિશુદ્ધપરિણામને ઉપશમસમ્યક્ત્વ કહેવાય છે.” ઉપશમસમ્યગ્દષ્ટિ જીવે મિથ્યાત્વમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય નથી કર્યો પણ ઉપશમાવ્યા છે. માટે મિથ્યાત્વના દલિકોનું અસ્તિત્વ(સત્તા)તો છે જ. પરંતુ તેનો ઉદય (ભોગવટો) નથી કોઇપણ કર્મનો ઉદય ૨ રીતે હોય. (૧) વિપાકોદય (૨) પ્રદેશોદય. 4. તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યનિમ્ । (તત્ત્વાર્થસૂત્ર) ॥ ૧-૨ | ૧૧૭ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧) “જે કર્યો પોતાના મૂળ સ્વભાવને છોડ્યા વિના, સ્વરૂપે જ ફળનો અનુભવ કરાવે તે વિપાકોદય કહેવાય.” વિપાકોદયનું બીજું નામ રસોદય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) “જે કર્યો પોતાના મૂળ સ્વભાવને છોડીને સ્તિબુક સંક્રમથી અન્ય સજાતીયકર્મરૂપે ફળનો અનુભવ કરાવે તે પ્રદેશોદય^ કહેવાય.” દા.ત. (૧) મિથ્યાત્વમોહનીયકર્મ મિથ્યાત્વરૂપે જ ફળનો અનુભવ કરાવે તે મિથ્યાત્વનો વિપાકોદય કહેવાય. (૨) મિથ્યાત્વમોહનીયકર્મ મિશ્રમોહનીય કે સમ્યક્ત્વમોહનીયના ઉદય સાથે સ્તિબુકસંક્રમથી પર રૂપે ઉદયમાં આવીને ભોગવાય તે મિથ્યાત્વનો પ્રદેશોદય કહેવાય. ઉપશમસમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. ઉપશમ સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી માટે તેને અપૌદ્ગલિક સમ્યક્ત્વ કહેવાય છે. (૩) ક્ષયોપશમસમ્યક્ત્વ : જેમ ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી થોડા સમય માટે કચરો નીચે બેસી જતાં પાણી શુદ્ધ બને છે. તેમ ફટકડીરૂપ વિશુદ્ધ અધ્યવસાયદ્વારા, A પ્રદેશોદય એટલે સર્વથા રસવિનાનાં કર્મોનો ઉદય એવો અર્થ ન કરવો. 3. જ્યારે જીવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમોહનીય કર્મ ત્રણ વિભાગમાં વહેંચાઇ જાય છે. તે વખતે અસત્કલ્પનાથી, ૧ થી ૧૦,૦૦૦ પાવર સુધીના એકઠાણિયા કે મંદદ્વિઠાણિયા રસવાળા કર્મપુદ્ગલોનો જે વિભાગ તે શુદ્ધપુંજ કહેવાય. તેને સ૦ મો૦ કહેવાય. અને ૧૦,૦૦૧ થી ૨૫,૦૦૦ પાવર સુધીના મધ્યમ દ્વિઠાણિયા રસવાળા કર્મ પુદ્ગલોનો જે વિભાગ તે અદ્ભુશુદ્ધપુંજ કહેવાય. તેને મિશ્રમોહનીય કહેવાય. અને ૨૫,૦૦૧ થી ૧,૦૦,૦૦૦ (૧ લાખ) પાવર સુધીના તીવ્રક્રિઠાણિયા, ત્રિઠાણિયા અને ચાર ઠાણિયા મિથ્યાત્વમોહનીય કર્મપુદ્ગલોનો જે વિભાગ તે અશુદ્ધ પુંજ કહેવાય. તેને મિથ્યાત્વમોહનીય કહેવાય. આ ત્રણ પુંજમાંથી વિશુદ્ધ અધ્યવસાયના વશથી સ૦ મોનો ઉદય થાય તે વખતે જીવ માયોપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ૧૧૮ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચરારૂપ મિથ્યાત્વના ઉદયને અટકાવી દેવાથી અંતર્મુહૂર્તકાળ પર્યન્ત શુદ્ધદર્શન =ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થતાં જ જીવ દ્વિતીય સ્થિતિમાં પ્રવેશ કરે છે. ત્યારે ત્રણ પુંજમાંથી કોઇપણ એકjજનો ઉદય થઈ જાય છે. જો શુદ્ધપુંજરૂ૫ સમ્યકત્વમોહનીયનો ઉદય થાય તો એ વખતે પ્રદેશોદયવતી મિથ્યાત્વ અને વિપાકોદયવતી સમ્યક્તના પુદ્ગલોનો ક્ષય કરે છે. અને ઉદયમાં નહીં આવેલા સત્તાગત મિથ્યાત્વના પુદ્ગલોમાં રસ ઘટાડીને સ્વરૂપે ફળ ન આપી શકે એવી સ્થિતિમાં મૂકી દે છે, તે ઉપશમ કહેવાય. એટલે “ક્ષય અને ઉપશમની મિશ્રભાવે થતી કાર્મિક પ્રક્રિયાદ્વારા ઉત્પન્ન થતાં વિશુદ્ધ પરિણામને ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે.” આ સમ્યકત્વ ભવચક્રમાં “અસંખ્યાતીવાર” આવે અને ચાલ્યું પણ જાય ક્ષયોપશમ સમ્યક્ત્વમાં સમ્યકત્વ મોહનીય કર્મનું વદન હોવાથી તે પૌદ્ગલિક સમ્યકત્વ કહેવાય છે તેનો કાળ ૬૬ સાગરોપમ છે. (૪) મિશ્રસમ્યકત્વ : જો અર્દશુદ્ધપુંજરૂપ મિશ્રમોહનીયનો ઉદય થાય તો, સમકાળે અધું સમ્યકત્વ અને અમિથ્યાત્વ એમ “મિશ્રભાવનો અનુભવ થવાથી, તે વખતે ઉત્પન્ન થતાં આત્મિક પરિણામને “મિશ્રદર્શન” અથવા “મિશ્રસમ્યકત્વ” કહેવાય છે. (૫) સાસ્વાદન સમ્યકત્વ : જેમ ફટકડી દ્વારા શુદ્ધ કરેલા પાણીમાં કાંકરી નાંખતા પાણી ડહોળાઈ જાય છે. તેમ ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઉપશમાદ્ધાનો ઉત્કૃષ્ટથી ૬ આવલિકા અને જઘન્યથી ૧ સમય જેટલો કાળ બાકી રહે ત્યારે, કાંકરી પડવારૂપ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી ઉપશમસમ્યકત્વથી પડીને મિથ્યાત્વ તરફ ઝૂકી રહેલાં જીવને, “ખીરખાધેલા મનુષ્યને ખીરનું વમન કરતી વખતે જેમ ખીરનો સ્ટેજ સ્વાદ અનુભવાય છે, તેમ ઉપશમ સમ્યકત્વનું વમન કરતી વખતે જીવને સમ્યકત્વનો હેજ સ્વાદ અનુભવાતો હોવાથી સમ્યકત્વનાં સહેજ ૧૧૯ For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્વાદવાળી અવસ્થામાં ઉત્પન્ન થતાં આત્મિક પરિણામને સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે.” સાસ્વાદન સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટથી ૬ આવલિકાકાળ પૂરો થયા બાદ અવશ્ય અશુદ્ધપુંજનો ઉદય શરૂ થઈ જવાથી જીવ મિથ્યાત્વે ચાલ્યો જાય છે. વેદક સમ્યક્ત્વ : (s) Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વમોહનીયના છેલ્લા સમયના પુદ્ગલોનું વેદન કરતી વખતે ઉત્પન્ન થતાં વિશુદ્ધપરિણામને વેદક સમ્યક્ત્વ કહેવાય છે. ક્ષયોપશમસમ્યક્ત્વનાં છેલ્લા સમયે સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનું માત્ર વેદન હોય છે. સત્તામાં સમ્યક્ત્વ મોહનીયકર્મના પુદ્ગલો નહિ હોવાથી ઉપશમ ન હોય માટે એને વેદક સમ્યક્ત્વ કહેવાય છે. ક્ષયોપશમ સમ્મદૃષ્ટિ જીવને સમ્યક્ત્વ મોહનીયના છેલ્લા સમયનું દલિક ભોગવી રહ્યા બાદ તુરત જ ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. વેદકસમ્યક્ત્વનો કાળ “એકસમય” છે. આ પ્રમાણે, સમ્યક્ત્વના ઘણા પ્રકાર છે. પરંતુ તે દરેકનો સમાવેશ ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષાયિકમાં થઇ જવાથી મુખ્ય સમ્યક્ત્વ ૩ છે. વેદકસમ્યક્ત્વનો સમાવેશ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં થઈ જાય છે. તથા સાસ્વાદન અને મિશ્ર એ વાસ્તવિકરીતે સમ્યક્ત્વ નથી. કારણ કે તેમાં તત્ત્વશ્રદ્ધા કે તત્ત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું લક્ષણ ઘટતું નથી. માટે ક્ષાયિક, ક્ષયોપશમ અને ઉપશમ એ ત્રણ સમ્યક્ત્વ મુખ્ય છે. તેના લીધે જીવને નવ તત્ત્વો પ્રત્યે સમ્યક્શ્રદ્ધા કે તત્ત્વરુચિ થાય છે. મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયનું સ્વરૂપ :मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्म विवरीअं ॥ १६ ॥ मिश्राद् न रागद्वेषौ जिनधर्मे अन्तर्मुहूर्तं यथा अन्ने । नालिकेरद्वीप मनुजस्य मिथ्यात्वं जिनधर्म विपरीतम् ॥ १६ ॥ ગાથાર્થ ઃ- જેવી રીતે નાલિકેર દ્વીપના મનુષ્યને અનાજ ઉપર રાગ ૧૨૦ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કે દ્વેષ હોતો નથી. તેવી રીતે મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હોતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મ જૈનધર્મથી વિપરીત શ્રદ્ધા (દર્શન) રૂપ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન :- જે દ્વીપમાં કેવળ નાલિયેર થાય છે. તેને નાલિકેરદ્વીપ કહેવાય છે. ત્યાંના મનુષ્યોનો ખોરાક નાલિયેર જ છે. ત્યાં રહેનારા મનુષ્યોએ ક્યારેય અનાજને જોયું નથી કે સાંભળ્યું પણ નથી. તેથી તેમને અનાજ ઉપ૨ રાગ (રુચિ) કે દ્વેષ (અરુચિ) થતો નથી. તેવી રીતે મિશ્રમોહનીયના ઉદયથી જીવને અરિહંતદેવે જે અહિંસાપ્રધાન ધર્મ કહ્યો છે. તે ધર્મ પ્રત્યે રાગ (રુચિ) કે દ્વેષ (અરુચિ) થતો નથી માટે તે મિશ્રદર્શન કહેવાય. મિશ્રમોહનીયનો ઉદય માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે. પછી જીવ જો અશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો મિથ્યાત્વમોહનીયનો ઉદય શરૂ થાય છે. અને જો વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો સમ્યક્ત્વમોહનીયનો ઉદય શરૂ થાય છે. મિથ્યાત્વમોહનીયનું સ્વરૂપ ઃ આત્માનું સમ્યગ્દર્શનાત્મક અસલી સ્વરૂપ મિથ્યાત્વમોહનીયકર્મ દ્વારા ઢંકાયેલું હોવાથી, તે મિથ્યાદર્શન રૂપ બની ગયો છે. તેથી તાવના દર્દીને જેમ પથ્યકારી ખાદ્યપદાર્થ અપ્રિય લાગે છે. ભાવતો નથી. પણ અપથ્યકારી ખાદ્યપદાર્થ પ્રિય લાગે છે. વધારે ખાવાનું મન થાય છે. તેમ મિથ્યાદૃષ્ટિને સુદેવ, સુગુરુ, સુધર્મ અપ્રિય લાગે છે. અને કુદેવ, ફુગુરુ, કુધર્મ પ્રિય લાગે છે. માટે (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭)રાગ (૧૮)દ્વેષ. આ અઢારદોષથી રહિત સર્વજ્ઞ-જિનેશ્વરદેવને સુદેવ ન કહેતાં રાગદ્વેષ વગેરે અઢારદોષથી યુક્ત દેવને ઇષ્ટદેવ તરીકે માને છે. તથા પંચમહાવ્રતધારી, કંચનકામિનીના સર્વથા ત્યાગી, મોક્ષમાર્ગના સાધક, મોક્ષપ્રાપ્તિના ઉપદેશક, ભૌતિક સામગ્રીને તુચ્છ નજરે જોનારા, સદ્ગુરુને ગુરુ ન કહેતાં જંતર-મંતર કે ચમત્કારને બતાવનારા, કંચન, કામિની કે પુત્રાદિભોગ્ય સામગ્રીને બતાવનારા કુગુરુને ઇષ્ટગુરુ તરીકે માને છે. તથા અહિંસાપ્રધાન ધર્મને, ધર્મ ન કહેતાં યજ્ઞાદિને વિષે થતી હિંસાને ધર્મ કહે છે. આ પ્રમાણે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની વિપરીત માન્યતા એ જ મિથ્યાદર્શન કહેવાય. ૧૨૧ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ સર્પનું ઝેર ચડ્યું હોય ત્યારે લીંબડો મીઠો લાગે છે અને સાકર ફિક્કી લાગે છે તેમ મિથ્યાત્વના ઉદયરૂપ ઝેર ચઢેલું હોય ત્યારે સંસાર સારો લાગે છે. માટે સંસારને ઉપાદેય અને મોક્ષને હેય માને છે. સંસારનો રાગી અને મોક્ષનો દ્વેષી બને છે એમ જૈનધર્મથી ઉલ્ટો અનુભ એ જ મિથ્યાદર્શન કહેવાય. ચારિત્રમોહનીય કર્મનાં ભેદ :सोलस कसाय नव नोकसाय दुविहं चरित्तमोहणियं । अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ षोडशकषाया नवनोकषाया द्विविधं चारित्रमोहनीयम् । अनन्ता अप्रत्याख्यानाः प्रत्याख्यानाश्च संज्वलनाः ॥ १७ ॥ ગાથાર્થ :- સોળકષાય અને નવનોકષાય એમ બે પ્રકારે ચારિત્રમોહનીયકર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ ચારે વિભાગ ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર-ચાર પ્રકારે હોવાથી કષાયચારિત્રમોહનીયકર્મ કુલ-૧૬ પ્રકારે છે. વિવેચન :- આત્મા ક્ષાયિકથાખ્યાત ચારિત્રગુણનો માલિક છે. યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાવાતચારિત્ર કહેવાય.” જિનેશ્વર ભગવંતોએ કપાયરહિત ચારિત્રને શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે માટે “અકષાય ચારિત્ર (વીતરાગ ચારિત્ર) ને યથાખ્યાત ચારિત્ર કહેવાય.” તે બે પ્રકારે છે. (૧) સ્વગુણમાં રમણતા કે સ્થિરતારૂપ નથયિક યથાખ્યાતચારિત્ર. (૨) યોગની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારિક યથાપ્યાતચારિત્ર. સિદ્ધ ભગવંતો તથા અયોગી કેવલી ભગવંતોને યોગ નહિ હોવાથી યોગની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારિક ચારિત્ર નથી પરંતુ મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટ થયેલ સ્વગુણમાં રમણતા કે સ્થિરતારૂપ નૈઋયિકચારિત્ર અવશ્ય હોય છે. માટે “સિદ્ધ તથા અયોગી કેવલી ભગવંતોને આશ્રયીને સ્વગુણમાં રમણતા કે સ્થિરતા એ જ યથાખ્યાત ચારિત્ર સમજવું. ૧૨૨ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સિદ્ધ તથા અયોગી કેવળીભગવંતો સિવાયના વીતરાગી જીવો યોગવાળા હોવાથી તે સયોગી કહેવાય. તેમને માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ-નિવૃત્તિ અવશ્ય હોય છે. માટે “સયોગી વીતરાગી જીવોનું પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ જે વ્યવહારિકચારિત્ર એ જ યથાખ્યાતચારિત્ર સમજવું.” “ક્ષાયિક યથાખ્યાતચારિત્ર ગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” આત્માનું અસલી સ્વરૂપ સ્વભાવરમણતારૂપ ક્ષાયિક ચારિત્ર છે. પરંતુ તે કર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી, જીવને પૌદ્ગલિક ચીજ પ્રત્યે રાગદ્વેષ થાય છે તેથી જીવ પરભાવમાં રમ્યા કરે છે. જેમ જેમ રાગદ્વેષ ઘટતો જાય છે. તેમ તેમ જીવ સ્વભાવદશા તરફ ઝૂકતો જાય છે. જ્યારે “સંપૂર્ણ રાગદ્વેષનો નાશ' થાય છે ત્યારે વીતરાગતા પ્રાપ્ત થતાંની સાથે જ પરભાવદશાનો ત્યાગ કરીને જીવ સ્વભાવ=સ્વગુણમાં સ્થિર થઈ જાય છે. માટે વીતરાગતા અને સ્વગુણમાં સ્થિરતા સહચારિણી છે. પરસ્પર સાપેક્ષ છે. તે બન્નેનાં સમૂહરૂપ યથાખ્યાતચારિત્ર છે. એટલે, “વીતરાગતા + સ્થિરતા યથાખ્યાતચારિત્ર” હોવાથી, તેને ઢાંકનાર કાર્યણસ્કંધો પણ બે વિભાગમાં વહેંચાઈ જવાથી ચારિત્રમોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે. (૧) “વીતરાગતાને ઢાંકનાર કાર્યણસ્કંધોને કષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. " Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) “સ્થિરતાગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને નોકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. કણ્ = જન્મમરણરૂપ સંસાર, આયલાભ. “સંસારનો લાભ (વૃદ્ધિ) થાય એવો જે આત્મિક પરિણામ તે કષાયભાવ કહેવાય.” ૧૨૩ = અહીં કષાયચારિત્રમોહનીયકર્મ એ કારણ છે. તેનાથી ઉત્પન્ન થતો કષાયભાવ એ કાર્ય છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને વીતરાગતાને ઢાંકનાર કાર્યણસ્કંધોને કષાયચારિત્રમોહનીયકર્મ કહ્યું છે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનું અસલી સ્વરૂપ જે વીતરાગતા છે. તે ક્ષમા + નમ્રતા + સરલતા + સંતોષનાં સમૂહરૂપ છે. એટલે “ક્ષમાનમ્રતા+ સરલતા સંતોષ = વીતરાગતા” હોવાથી તેને ઢાંકનાર કાર્મણસ્કંધો પણ ૪ વિભાગમાં વહેંચાઈ કે જાય છે. માટે કષાયમોહનીયકર્મ ૪ પ્રકારે કહ્યું છે. (૧) “ક્ષમાગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ક્રોધકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” ક્ષમાગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી, ઈષ્ટ વસ્તુને ઝુંટવી લેનાર, ચોરી જનાર, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં વિધ્ર ફેંકનાર, વગેરે પ્રત્યે જીવને ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તેનું મોંઢું લાલચોળ થઈ જાય, શરીર ધ્રુજવા મંડે ઇત્યાદિ વિકૃત સ્વભાવને શાસ્ત્રીય પરિભાષામાં “ક્રોધ” કહેવાય છે. તેનું કારણ ક્રોધકષાયમહનીયકર્મ છે. (૨) “નમ્રતાનુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને માનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” - નમ્રતા ગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી પુણ્યોદયે અનુકૂળ પદાર્થ મળી જતા, જીવમાં અહંકાર આવી જાય છે. જીવના એ વિકૃત સ્વભાવને શાસ્ત્રીય પરિભાષામાં “માન” કહેવાય છે. તેનું કારણ માનકષાય મોહનીયકર્મ છે. (૩) “સરલતા ગુણને ઢાંકનાર કાર્મણકંધોને માયાકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” સરલતાગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને અનુકૂળ પદાર્થની પ્રાપ્તિ માટે કપટ કરવાનું મન થઈ જાય છે. એ વિકૃતવૃત્તિને શાસ્ત્રીય પરિભાષામાં “માયા” કહેવાય છે. તેનું કારણ માયાકષાય ચારિત્રમોહનીયકર્મ છે. (૪) “સંતોષ ગુણને ઢાંકનાર કાર્માસ્કંધોને લોભ કષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” સંતોષગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગ થતાં, તેને મેળવવાની ઈચ્છા થાય છે. મેળવ્યા પછી મમત્વને કારણે ૧૨૪ For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મોહનીયકર્મનું ભેદદર્શક ચિત્ર રિતિ સવા ક્ષાચિક યયાખ્યાત ચારિત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir માખ્યાનીગ થાય મોતની તમ મિયાત્વ મોનીચર્ચ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહનીયકર્મનું ભેદભર્શક ચિત્રા છે છે 4 દશન ) કે . STD કાદિસતિ , ) હડકવવિગત : ' ' 8 1 in - ' r 1 1 5 ના ( ક્ષાયિક થયાખ્યાત ચારિત્ર 1 : કે R) > સંજવલનકષાય મોહનીસકર્મ -પ્રત્યાખ્યાનીથકષાય મોહનીસકર્મ > અપ્રત્યાસ્થાનીયકષાય મોહનીયમી > અનંતાનુબંધી કષાય મોહનીસકર્મ > મિથ્યાત્વ મોહનીસકર્મ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહ કરવાની ઇચ્છા થાય છે. એ વિકૃતવૃત્તિને શાસ્ત્રીય પરિભાષામાં “લોભ” કહેવાય છે. તેનું કારણ લોભકષાય ચારિત્રમોહનીયકર્મ છે. ' કારણમાં ક્રોધાદિકાર્યનો ઉપચાર કરીને કારણને (કા.સ્કંધોને) ક્રોધાદિકષાય ચારિત્ર મોહનીયકર્મ કહ્યું છે. આ પ્રમાણે કષાય ૪ પ્રકારે કહ્યાં, પરંતુ દરેક જીવને ક્રોધ, માન, માયા, લોભ એકસરખાં હોતાં નથી કોઈને ક્રોધાદિ તીવ્ર હોય છે. તો કોઈને તીવ્રતર કે તીવ્રતમ હોય છે. તો કોઇને મંદ, મંદતર કે મંદતમ પણ હોય છે. માટે રસની તરતમતાને કારણે ક્રોધાદિ એકેકના અસંખ્યાત ભેદ થાય છે. તે દરેક ભેદ સહેલાઈથી સમજી શકાતા નથી માટે મહાપુરુષોએ તે સર્વનું વર્ગીકરણ કરીને તેનો ચારભેદમાં સમાવેશ કરી આપ્યો છે તેમાં, () સ્વગુણમાં રમણતારૂપ યથાખ્યાતચારિત્રગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણધોને સંજ્વલનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. સાયિક યથાવાતચારિત્રગુણ કર્મોદ્વારા અલ્પાંશે ઢંકાઈ જવાથી, જીવને ક્યારેક ક્યારેક મંદ રાગ-દ્વેષ થઇ જાય છે. પરંતુ સંયમશક્તિ તો પૂરેપૂરી ખુલ્લી હોય છે. સર્વ વિરતિ ગુણ ઢંકાતો નથી. પણ વીતરાગતા ગુણ ઢંકાઈ જવાથી જીવને પરિષહ કે ઉપસર્ગ વખતે રાગદ્વેષ થઈ જતાં સર્વવિરતિચારિત્રમાં અતિચાર લાગી જાય છે. એટલે યથાખ્યાતચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધો સર્વવિરતિ ગુણને ઢાંકતા નથી. પરંતુ સર્વવિરતિને અતિચાર દ્વારા સંaહેજ જવલન=બાળે છે. માટે યથાખ્યાતચારિત્રને ઢાંકનાર કાર્મણસ્કંધોને સંજવલનકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. (૧) “ક્ષમાગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણકંધોને સંજવલન ક્રોધકwાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” ક્ષમાગુણ મંદરસયુક્ત કર્મો દ્વારા ઢંકાઈ જવાથી જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુમાં વિઘ્ર ફેંકનારની તરફ ગુસ્સો થઈ જાય છે. તે “સંજવલન ક્રોધ” કહેવાય. તેનું કારણ સંજવલન ક્રોધકષાય ચારિત્રમોહનીયકર્મ છે. ૧ ૨૫ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) “નમ્રતા ગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને સંજવલનમાનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. નમ્રતાનુણ મંદરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, શરીર, બુદ્ધિ, બળાદિ અત્યંત નીકટની વસ્તુઓની સુંદરતાને લીધે, જીવમાં અહંકાર, આવી જાય છે. તે “સંજવલનમાન” કહેવાય તેનું કારણ સંજ્વલનમાનકષાયમહનીયકર્મ છે. (૩) “સરલતા ગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્માસ્કંધોને સંજ્વલનમાયાકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” સરલતા ગુણ મંદરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુને સાચવવા માટે કપટ કરવાનું મન થઈ જાય છે. તે “સંજવલનમાયા” કહેવાય. તેનું કારણ સંજવલનમાયાકષાય ચારિત્રમોહનીયકર્મ છે. (૪) સંતોષગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને સંજ્વલનલોભકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.” સંતોષગુણ મંદરસયુક્તકર્મદ્વારા ઢંકાઈ જવાથી, જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુઓ પ્રત્યે મમત્વ, અને અપ્રાપ્ત મહત્તાદિ પ્રત્યે તૃષ્ણા જન્મે છે. તે “સંજવલનલોભ” કહેવાય. તેનું કારણ સંજ્વલનલોભ કષાયચારિત્ર મોહનીયકર્મ છે. સંજવલન કષાયને લીધે જીવને, શરીરાદિ અત્યંત નીકટની વસ્તુ પ્રત્યે રાગદ્વેષ થઈ જાય છે તેથી તે “સરાગસંયમી” કહેવાય છે. પરંતુ તે રાગ-દ્વેષ અત્યંત અલ્પ હોવાથી સંયમશક્તિનો ઘાતક બનતો નથી. સંયમશક્તિ તો પૂરેપૂરી ખુલ્લી હોય છે. માટે સરાગસંયમી હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી શકે છે. તે સર્વવિરતિચારિત્ર કહેવાય. વિરતિમાં વિ+રમ્ ધાતુનો અર્થ અટકવું, ત્યાગ કરવો કે પ્રત્યાખ્યાન કરવું એવો થાય છે. હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો તે સર્વવિરતિચારિત્ર કહેવાય.” ૧ર૬ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) “સર્વવિરતિચારિત્રગુણને ઢાંકનાર તીવ્રરસયુક્ત કાર્મણસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ કષાયમોહનીયકર્મ કહેવાય છે.” હિંસાદિ પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ થઈ શકે એવી આત્મિકશક્તિ રૂપ સર્વવિરત ગુણકર્મ દ્વારા ઢંકાઈ જવાથી હિંસાદિ-પાપપ્રવૃત્તિના કારણભૂત સાધનસામગ્રીમાંથી જે આજીવિકા માટે ખૂબ જ ઉપયોગી હોય એવી વસ્તુનો જીવ ત્યાગ કરી શકતો નથી. પરંતુ જે સાધનો આજીવિકા માટે ઉપયોગી નથી તેનો ત્યાગ કરી દેતો હોવાથી, અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિપાપપ્રવૃત્તિ અટકી જાય છે. પરંતુ સર્વથા હિંસાદિ-પાપપ્રવૃત્તિ અટકી શકતી નથી માટે સર્વથા હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન થઈ શકે એવી આત્મિકશક્તિને ઢાંકનાર (આવરણ કરનાર) કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ કષાયમોહનીયકર્મ કહ્યું છે.” તે જ પ્રકારે છે. (૧) “કામાગુણને ઢાંકનાર તીવ્ર રસયુકત કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય.” ક્ષમાગુણ તીવ્રરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આજીવિકાના સાધનોમાં વિઘ ફેંકનારની તરફ ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તે “પ્રત્યાખ્યાનાવરણક્રોધ” કહેવાય છે. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાય મોહનીયકર્મ છે. (૨) નમ્રતા ગુણને ઢાંકનાર તીવ્રરસયુક્ત કાર્માસ્કંધોને - પ્રત્યાખ્યાનાવરણ માનકષાયમોહનીયકર્મ કહેવાય છે. નમ્રતાનુણ તીવ્રરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, પુણ્યોદયે જીવને મોટર, બંગલો પરિવારાદિ આજીવિકાના સાધનો મળી જતાં, જીવમાં અહંકાર, આવી જાય છે. તે “પ્રત્યાખ્યાનાવરણમાન” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ માનકષાય મોહનીયકર્મ છે. (૩) “સરળતા ગુણને ઢાંકનાર તીવરસયુક્ત કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ માયાકષાયમોહનીયકર્મ કહેવાય.” સરળતાગુણ તીવ્રરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, આજીવિકાના સાધનોની પ્રાપ્તિ માટે જીવ કપટીયુક્તિનો આશરો લે છે. તે “પ્રત્યાખ્યાનાવરણમાયા” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણમાયા કષાય મોહનીયકર્મ છે. ૧૨૭ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - (૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રરસયુંકત કાર્મણસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ લોભકષાયમોહનીયકર્મ કહેવાય.” સંતોષગુણ તીવ્રરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આજીવિકાના સાધનો પ્રત્યે મમત્વ-આસક્તિ-તૃષ્ણા જન્મે છે. તે “પ્રત્યાખ્યાનાવરણ લોભ” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ લોભકષાય મોહનીય કર્મ છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયદ્વારા સર્વવિરતિચારિત્રગુણ ઢંકાઈ જવાથી, જીવ હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી શકતો નથી. પરંતુ અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિ પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકે છે. તે “દેશવિરતિચારિત્ર” કહેવાય. (૩) “દેશવિરતિ ચારિત્રને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્મણસ્કંધોને અપ્રત્યાખ્યાનીય કષાયમહનીયકર્મ કહેવાય છે. હિંસાદિ પાપપ્રવૃત્તિનું અલ્પાંશે કે અધિકાંશે પણ પ્રત્યાખ્યાન થઈ શકે એવી આત્મિકશક્તિ (દેશવિરતિ ચારિત્ર) કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવ અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન ત્યાગ કરી શકતો નથી. માટે તેને અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ કહેવાય છે. “જે અલ્પ પણ પ્રત્યાખ્યાનને રોકે તે અપ્રત્યાખ્યાનાવરણકષાયમોહનીયકર્મ કહેવાય.” તે ૪ પ્રકારે છે. -(૧) “ક્ષમાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુકત કાર્માસ્કંધોને અપ્રત્યાખ્યાનીય ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય.” ક્ષમાગુણ તીવ્રતરરસ યુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, વ્યવહારમાં ઉપયોગી કે અનુપયોગી કોઈપણ વસ્તુની પ્રાપ્તિમાં વિધ્ર ફેંકનારની તરફ, કે કોઈપણ વસ્તુ પ્રાપ્ત થયા પછી તેને ઝુંટવી લેનાર, ચોરી જનારની પ્રત્યે જીવને ગુસ્સો થઈ જાય છે. તે “અપ્રત્યાખ્યાનીય ક્રોધ” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય ક્રોધકષાય મોહનીયકર્મ છે. --(૨) “નમ્રતાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્માસ્કંધોને અપ્રત્યાખ્યાનીય માનકષાયમોહનીયકર્મ કહેવાય છે. ૧૨૮ For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમ્રતાનુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઈપણ સારી ચીજ મલી જતાં અહંકાર આવી જાય છે તે “અપ્રત્યાખ્યાનીય માન” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીયમાનકષાયમોહનીયકર્મ છે. (૩) “સરલતાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્મણસ્કંધોને અપ્રત્યાખ્યાનય માયાકષાય મોહનીયકર્મ કહેવાય છે.” સરલતાગુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઇપણ વસ્તુની પ્રાપ્તિ માટે કપટીયુક્તિનો આશરો લેવો પડે તે “અપ્રત્યાખ્યાની માયા” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય માયાકષાયમોહનીયકર્મ છે. --(૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રતર રસયુક્ત કાર્મ સ્કંધોને અપ્રત્યાખ્યાનીય લોભકષાય મોહનીયકર્મ કહેવાય છે.” સંતોષગુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઈપણ વસ્તુ ઉપર મમત્વ, આસક્તિ કે તૃષ્ણા જન્મે છે. તે “અપ્રત્યાખ્યાનીય લોભ” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય લોભકષાય મોહનીયકર્મ છે. અપ્રત્યાખ્યાન કષાય દ્વારા દેશવિરતિગુણ ઢંકાઈ જાય છે. માટે જીવ અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકતો નથી. પરંતુ સમ્યક્ત્વગુણ ઢંકાતો નથી. તેથી જીવને સર્વજ્ઞભગવંતોના વચન ઉપર અચલશ્રદ્ધા હોય છે. સંસાર તથા પાપતત્ત્વને છોડવા લાયક (ય) માને છે. છોડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ અપ્રત્યાખ્યાનીય કષાયોદયને લીધે છોડી શકતો નથી. પણ પાપ પ્રવૃત્તિ દુ:ખાતા હૃદયે-પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે કરે છે. જેમ એસી.ડી.ટી.નો દર્દી તેલ, મરચુ કુપથ્ય છે. ખવાય નહીં એમ જાણે છે, માને છે. છોડવાની તીવ્ર ઇચ્છા છે. પરંતુ જમતી વખતે ફીકું ભાવતું નથી માટે તેલ-મરચાવાળી વસ્તુ ખાઈ લે છે. તેમ સમ્યગ્દષ્ટિ સંસાર તથા પાપને હેય માને છે. પણ અપ્રત્યાખ્યાનીય કષાયોદયને લીધે અલ્પ પણ પાપપ્રવૃત્તિને છોડી શકતો નથી માટે તેને અવિરતિ સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. તેનામાં વિરતિ (ચારિત્ર) નથી પરંતુ સમ્યગુદર્શન ગુણ અવશ્ય હોય છે. ૧૨૯ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) “સમ્યગ્દર્શનગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ કહેવાય છે.” -સમ્યગુદર્શનગુણ તીવ્રતમ રસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી જીવ અજ્ઞાનદશામાં મજેથી કરાતી હિંસાદિ-પાપપ્રવૃત્તિમાં રાચ્યો-માઓ રહે છે તે વખતે અનંતકાળ સુધી સંસારમાં રખડાવનારો (અનંત અનુબંધવાળો) કર્મબંધ થતો હોવાથી તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. તે ૪ પ્રકારે (૧) “ક્ષમાગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય છે.” - ક્ષમાગુણ તીવ્રતમ રસયુક્તકર્મધારા ઢંકાઈ જવાથી જીવને આત્મિક વિકાસમાં સહાયકતત્ત્વની તરફ અત્યંત ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તદુપરાંત પોતાની કોઇપણ ચીજ જો કોઈ ઝુંટવી લે, ચોરી જાય તો મોંઢ લાલચોળ થઈ જાય, મારૂં કે મરી જાવું એવો આવેશ આવી જાય, તેના એવા દઢ સંસ્કાર પડી જાય કે અનંતભવ સુધી તેની પરંપરા ચાલે છે. માટે તે “અનંતાનુબંધી ક્રોધ” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી ક્રોધકષાય મોહનીય કર્મ છે. (૨) “નમ્રતાનુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી માનકષાય મોહનીયકર્મ કહેવાય છે.” નમ્રતાનુણ તીવ્રતમ રસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારક ભૌતિક સામગ્રી મલી જતાં, એવો અહંકાર આવી જાય છે કે મારા જેવો શ્રીમંત કોઈ જ નથી. બધા મને સલામ ભરે, સલામ ન ભરનારને પાયમાલ કરી નાખું, આવા ભયંકર અહંકારને “અનંતાનુબંધી માન” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી માનકષાય મોહનીયકર્મ છે. (૩) “સરલતાગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુકત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી માયાકષાયમોહનીયકર્મ કહેવાય છે.” સરલતાગુણ તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધો દ્વારા ઢંકાઈ જવાથી જીવ આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારક વસ્તુની પ્રાપ્તિ માટે છેલ્લામાં છેલ્લી ૧૩૦ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદ સુધીનાં છુપા ઘાટ ઘડીને સામેનાને ઊંડા કૂવામાં ઉતારે, એટલું જ નહીં, પ્રસંગ આવે તો સામેની વ્યક્તિને મોતની સજામાં ધક્કેલી દે એવી કપટી યોજનાઓ ઘડે છે. તે “અનંતાનુબંધીમાયા” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી માયાકષાય મોહનીયકર્મ છે. (૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી લોભકષાયમહનીયકર્મ કહેવાય છે.” - સંતોષગુણ તીવ્રતમ રસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારી વસ્તુ પ્રત્યે પણ અત્યંત આસક્તિતૃષ્ણા જન્મે છે. મમ્મણશેઠની જેમ ગમે તેટલું ધન હોવા છતાં પણ તૃપ્તિ જ ન થાય. વધુ મેળવવા તનતોડ મહેનત કરે. ગમે તેટલું મળવા છતાં પણ તીવ્ર અસંતોષની લાગણી પેદા થાય. તે “અનંતાનુબંધી લોભ” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી લોભકષાય મોહનીયકર્મ છે. આ પ્રમાણે કષાયના કુલ ૧૧૬ પ્રકાર થાય છે. તે દરેક કષાય ચારિત્રગુણમાં મુંઝવણ ઉભી કરતા હોવાથી, તેને ચારિત્રમોહનીયકર્મ કહ્યું છે. યદ્યપિ અનંતાનુબંધી કષાય વાસ્તવિક રીતે તો ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તો પણ તે સમ્યગદર્શનનો ઘાત કરે છે. માટે તેની ગણતરી દર્શનમોહનીયકર્મમાં પણ થાય છે. એટલે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધાદિ ૪ મળીને કુલ ૭ પ્રકૃતિને “દર્શનસપ્તક” કહેવાય છે. જ્યાં સુધી દર્શનસમકનો ક્ષય ન થાય ત્યાં સુધી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થતું નથી અને જ્યાં સુધી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતું નથી માટે “મોહનીયનો આધારસ્તંભ દર્શનસપ્તક છે.” A. સૂક્ષ્મદષ્ટિથી કષાયના ૬૪ ભેદ થાય છે. કારણ કે અનંતાનુબંધી ક્રોધનો રસ, અનંતાનુબંધીક્રોધ, અપ્રત્યાખ્યાનીયક્રોધ, પ્રત્યાખ્યાનીયક્રોધ અને સંજવલન ક્રોધ જેવો પણ હોય છે. માટે. અનંતાનુબંધી ક્રોધનાં ૪ ભેદ થશે. (૧) અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ. (૨) અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ક્રોધ. (૩) અનંતાનુબંધી પ્રત્યાખ્યાન યક્રોધ. (૪) અનંતાનુબંધી સંજવલન ક્રોધ. આ પ્રમાણે ૧૬ કપાય પૈકી અકેક કષાયના ચાર ચાર ભેદ થવાથી ૧૬૮૪=૬૪ ભેદ થાય છે. ૧૩૧ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારણ કે મોહનીયમાં સૌ પ્રથમ દર્શનસપ્તકનો ક્ષય થાય છે. તે વખતે ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચારિત્ર મોહનીયની ૨૧ કર્મ પ્રકૃતિનો ક્ષય થાય છે. તે વખતે ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થાય છે. કષાયની સ્થિતિ અને કાર્ય -. जावजीव-वस्सि-चउमास-पक्खगा-नरय-तिरिय-नर-अमरा । सम्मा-णु-सव्वविरई अहखायचरित्त घायकरा ॥१८॥ यावजीव-वर्ष-चतुर्मास पक्षगा नरक-तिर्यग्-नरामराः । सम्यग-णु-सर्वविरति-यथाख्यातचारित्र घातकराः ॥ १८ ॥ ગાથાર્થ - અનંતાનુબંધી વિગેરે ૪ કષાયો અનુક્રમે જીંદગી, વર્ષ, ૪ માસ અને પંદર દિવસ સુધી રહે છે. તથા અનંતાનુબંધી વિગેરેના ઉદયવાળો જીવ અનુક્રમે નરકગતિયોગ્ય, તિર્યંચગતિયોગ્ય, મનુષ્યગતિયોગ્ય અને દેવગતિયોગ્ય કર્મને બાંધે છે. તથા અનંતાનુબંધી વિગેરે ૪ કષાયો અનુક્રમે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને યથાવાતચારિત્રનો ઘાત કરે છે. વિવેચન :- પૂર્વે જે સંજ્વલનાદિ કષાયો કહ્યાં તે કષાયોની તીવ્રતા અને મંદતા સહેલાઈથી સમજી શકાય એ માટે અહીં સ્થલદષ્ટિથી કષાયની સ્થિતિ બતાવે છે. “જે વ્યક્તિને જેના ઉપર કષાય ઉત્પન્ન થયા પછી, તે કષાય તેના આત્મામાં જેટલો સમય સુધી ટકી રહે તે કષાયની સ્થિતિ કહેવાય.” દા.ત. એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, એ ક્રોધ તેના આત્મામાં પંદર દિવસ સુધી રહીને નાશ પામી જાય તો તેની સ્થિતિ પંદર દિવસની ગણાય. (૧) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ તે વ્યક્તિના આત્મામાં પંદર દિવસ સુધી રહીને, પાક્ષિક પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઈપણ નિમિત્તે નાશ પામે તો, તે સંજ્વલનક્રોધ કહેવાય. - યદ્યપિ સંજ્વલન ક્રોધ પંદર દિવસ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. અંતર્મુહૂર્ત કે એકાદ કલાકમાં પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ પંદર દિવસ સુધી રહી શકે પછી અવશ્ય નાશ પામી જાય કેમકે પ્રત્યાખ્યાની ક્રોધની અપેક્ષાએ સંજ્વલનક્રોધ મંદ હોવાથી પંદર દિવસથી વધુ ન રહી શકે. ૧૩૨ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ, તે વ્યક્તિના આત્મામાં ૪ માસ સુધી રહીને, ચૌમાસી પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઈપણ નિમિત્તે નાશ પામે તો, તે પ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય. તે સંવલનક્રોધ કરતાં તીવ્ર હોવાથી ૪ માસ સુધી રહી શકે. પરંતુ તે ૪ માસ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. ૧૬માં દિવસે પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ ૪ માસ સુધી રહી શકે. પછી અવશ્ય નાશ પામે. (૩) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી જો તે ક્રોધ, તે વ્યક્તિના અંતઃકરણમાં એક વર્ષ સુધી રહીને, સાંવત્સરિક-પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઇપણ નિમિત્તે નાશ પામે તો, તે અપ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય. તે પ્રત્યાખ્યાની ક્રોધ કરતાં વધુ તીવ્ર હોવાથી એક વર્ષ સુધી રહી શકે પરંતુ તે એક વર્ષ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. પાંચમા માસની શરૂઆતમાં પણ નાશ પામી જાય પરંતુ વધુમાં વધુ એક વર્ષ સુધી રહી શકે પછી અવશ્ય નાશ પામે. (૪) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ, તે વ્યક્તિના અંતઃકરણમાંથી જીંદગી સુધી ન જાય તો, તેને અનંતાનુબંધી ક્રોધ કહેવાય. તે અપ્રત્યાખ્યાનીય ક્રોધ કરતાં પણ અત્યંત તીવ્ર હોવાથી જીંદગી સુધી રહી શકે પરંતુ તે જીંદગી સુધી રહે જ એવો કોઈ નિયમ નથી. બીજા વર્ષની શરૂઆતમાં પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ જીંદગી સુધી રહી શકે એટલું જ નહીં અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાન્તરમાં પણ તે વૈરનો પ્રાદુર્ભાવ થાય. એવું ભયંકર જે વૈમનસ્ય તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય. આ પ્રમાણે, માન, માયા અને લોભમાં પણ સમજી લેવું અહીં અનંતાનુબંધી કષાય જીંદગી સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય વર્ષ સુધી, પ્રત્યાખ્યાનીય કષાય ૪ માસ સુધી, અને સંજ્વલન કષાય પંદર દિવસ સુધી રહે છે. એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે. નિશ્ચયનયથી નથી કહ્યું કારણ કે બાહુબલીને દીક્ષા લીધા પછી સંજ્વલન માન પંદર દિવસ સુધી રહેવો જોઈએ તેને બદલે વર્ષ સુધી રહ્યો. પ્રસન્નચંદ્રરાજર્ષિને અનંતાનુબંધીકષાય જીંદગી સુધી ન રહેતાં માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહ્યો. કેટલાક મુનિવરોને આકર્ષાદિક પ્રસંગે ચઢતાં ઉતરતાં પરિણામમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય ૧૩૩ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કષાયોદય અંતર્મુહૂર્ણાદિક પણ હોય છે. એટલે રસની અપેક્ષાએ ક્રોધાદિ એકેકનાં અસંખ્યાતભેદ થતાં હોવાથી કષાયની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. માટે પ્રસ્તુત ગાથામાં કષાયની સ્થિતિ વ્યવહારનયને આશ્રયીને બતાવી છે. કષાયનું કાર્ય : (૧) ગતિ પ્રાયોગ્ય બંધ. (૨) આત્મિકગુણનો નાશ. (૧) ગતિ પ્રાયોગ્ય બંધ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. અનંતાનુબંધી કષાયોદયવાળો જીવ નરકતિ યોગ્ય કર્મ બાંધે છે. ૨. અપ્રત્યાખ્યાનીય કષાયોદયવાળો જીવ તિર્યંચગતિ યોગ્ય કર્મ બાંધે છે. ૩. પ્રત્યાખ્યાનીયકષાયોદયવાળો જીવ મનુષ્યગતિ યોગ્ય કર્મ બાંધે છે. ૪. સંજ્વલનકષાયોદયવાળો જીવ દેવગતિ યોગ્ય કર્મ બાંધે છે. આ સર્વે હકીકત વ્યવહારનયથી સમજવી. નિશ્ચયનયથી તો અનંતાનુબંધીકષાયના ઉદયવાળા મિથ્યાર્દષ્ટિજીવો ત્રૈવેયક દેવલોક સુધી જાય છે. માટે અનંતાનુબંધીકષાયના ઉદયવાળા જીવો નરકગતિમાં જ જાય એવો કોઇ નિયમ નથી. પરંતુ તીવ્રતમ અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો, જીવ નરકાયુ બાંધીને નરકગતિમાં જાય છે. અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા જીવો તિર્યંચગતિમાં જ જાય એવો કોઈ નિયમ નથી. કારણે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવો અને નારકો મનુષ્ય-આયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં જ જાય છે. અને અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યો અને તિર્યંચો દેવાયુ બાંધીને દેવગતિમાં જ જાય છે. પરંતુ Aતીવ્રતમ અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય તો જીવ તિર્યંચ-આયુષ્ય બાંધીને તિર્યંચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા જીવો મનુષ્યગતિમાં જ જાય એવો કોઇ નિયમ નથી. કારણ કે પ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા દેશવિરતિધર મનુષ્યો A. અનંતાનુબંધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો જીવ નરકાયુષ્ય બાંધીને નરકગતિમાં અને અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો જીવ તિર્યંચ આયુષ્ય બાંધીને તિર્યંચ ગતિમાં પણ જાય છે. ૧૩૪ For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગતિમાં જ જાય છે. માટે તે દેવગતિયોગ્ય કર્મ બાંધે છે. અને તીવ્રપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય તો, જીવ મનુષ્ય-આયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં પણ જાય છે. (૨) આત્મિકગુણનો નાશ : જ્યાં સુધી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો વિપાકોદય હોય ત્યાંસુધી સમ્યકત્વગુણ પ્રાપ્ત થતો નથી જયારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો વિપાકોદય અટકે ત્યારે જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. માટે અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વગુણને રોકે છે. (વાત કરે છે.) સમ્યકત્વગુણ પ્રાપ્ત થયા પછી, જો અપ્રત્યાખ્યાન કષાયનો વિપાકોદય હોય તો જીવ અલ્પાંશે પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિને છોડી શકતો નથી. માટે દેશવિરતિગુણ પ્રાપ્ત થતો નથી. જ્યારે અપ્રત્યાખ્યાનીય-કષાયોનો વિપાકોદય અટકીને તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે દેશવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે. માટે અપ્રત્યાખ્યાનીયકષાય દેશવિરતિને રોકે છે. (ઘાત કરે છે) દેશવિરતિધર મનુષ્યને દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા હોવાં છતાં પણ જ્યાં સુધી પ્રત્યાખ્યાન કષાયનો વિપાકોદય હોય છે ત્યાં સુધી તે દીક્ષા લઈ શકતો નથી જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો વિપાકોદય અટકીને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે તે સર્વવિરતિ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. માટે પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિને રોકે છે. (વાત કરે છે.) દીક્ષા લીધા પછી પણ જ્યાં સુધી સંજવલન કષાયનો ઉદય હોય છે. ત્યાં સુધી પરિષહ કે ઉપસર્ગ વખતે હેજ રાગ-દ્વેષ થઈ જતો હોવાથી સાતિચાર સંયમનું પાલન થઈ શકે છે. પરંતુ નિરતિચાર સંયમનું પાલન થઈ શકતું નથી માટે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી એટલે સંજ્વલનકષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે. (ઘાત કરે છે.) જ્યારે સંજવલનકષાય અથવા મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થાય છે. ત્યારે ઔપશમિક યથાખ્યાતચારિત્રગુણ પ્રાપ્ત થાય છે. અને સંજવલનકષાય અથવા મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે શાયિક યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત ૧૩૫ For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે. ક્ષાયિક યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તકાળમાં જ સર્વ ઘાતકર્મો નાશ પામતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે યથાખ્યાતચારિત્રગુણ ઉત્પન્ન ન થાય ત્યાંસુધી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે “સર્વે કર્મોનો સમ્રાટ મોહનીય છે.” જેમ યુદ્ધમાંથી રાજા ભાગી જાય તો સર્વસૈનિકોને ભાગવું જ પડે તેમ મોહ જાય તો સર્વે કર્મોને વિદાય લેવી જ પડે માટે મોહનીયને રાજા કહ્યો છે. દૃષ્ટાંતથી ક્રોધ અને માનનું સ્વરૂપ -રેજી-પુર-પધ્યય-રારિસો વધ્યો જો ! तिणिसलया कटट्ठिय सेलत्थंभोवमो माणो ॥ १९ ॥ जल-रेणु पृथिवी-पर्वतराजि सदृशश्चतुर्विधः क्रोधः।। तिनिशलता-काष्टा-स्थिक-शैलस्तम्भोपमो मानः ॥ १९ ॥ ગાથાર્થ –સંજ્વલનાદિ ૪ પ્રકારનો ક્રોધ અનુક્રમે પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા અને પર્વતની રેખા સમાન જાણવો. તથા સંજ્વલનાદિ ૪ પ્રકારનો માન અનુક્રમે નેતરની સોટી, કાષ્ટ, અસ્થિ અને પત્થરના સ્તંભ સમાન જાણવો. વિવેચન :- ર્બોધ એટલે ગુસ્સો, કોપ, દ્વેષ, તર્જના, આક્રોશ, કલહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, મત્સર, ખેદ, બળતરિયો સ્વભાવ, ઉગ્રરોષ, હૈયાનો ઉકળાટ” વગેરે...... . (૧) જેમ પાણીમાં કરેલી લીટી જલ્દીથી ભૂંસાઈ જાય છે. તેમ જે ક્રોધ જલ્દીથી શાંત થઈ જાય તે સંજ્વલનક્રોધ કહેવાય. (૨) જેમ રેતીમાં કરેલી લીટી પવનાદિ દ્વારા ભૂંસાઈ જાય છે. તેમ જ ક્રોધ થોડાં જ ઉપાયથી શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાનીયક્રોધ કહેવાય. (૩) સુકાઈ ગયેલાં તળાવમાં માટી ફાટી જવાથી પડેલી તડ, જેમ વરસાદ થવાથી પૂરાઈ જાય છે. તેમ જે ક્રોધ મુશ્કેલી શાન્ત થાય તે અપ્રત્યાખ્યાની ક્રોધ કહેવાય. (૪) જેમ પર્વતમાં પડેલી તડ કોઈપણ રીતે પૂરાતી નથી. તેમ જે ક્રોધ જીવનના અંત સુધી કોઇપણ રીતે શાન્ત થતો નથી તે અનંતાનુબંધી-ક્રોધ કહેવાય. ૧૩૬ For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “માન એટલે ગર્વ, અહંકાર, અભિમાન, દર્પ, અનમતા, અક્કડતા’ વગેરે (૧) જેમ નેતરની સોટી સહેલાઈથી વળી જાય છે. તેમ જલ્દીથી દૂર થઈ શકે એવા અહંકારને સંજ્વલનમાન કહેવાય છે. (૨) જેમ કાષ્ટ=લાકડું પાણીમાં પલાળીને મુશ્કેલીથી વાળી શકાય છે. તેમ મુશ્કેલીથી દૂર થઈ શકે એવા અહંકારને પ્રત્યાખ્યાનીયમાન કહેવાય છે. (૩) જેમ અસ્થિ=હાડકું ઘણાં ઉપાયો દ્વારા મહામુશ્કેલીથી વાળી શકાય છે. તેમ ઘણા ઉપાયે, મહામુશ્કેલીથી દૂર થઈ શકે એવા અહંકારને પ્રત્યાખ્યાનીયમાન કહેવાય છે. (૪) જેમ પત્થરનો થાંભલો સેંકડો ઉપાયો કરવા છતાં પણ વળતો નથી તેમ સેંકડો ઉપાયો કરવા છતાં પણ દૂર ન થઈ શકે એવા અહંકારને અનંતાનુબંધીમાન કહેવાય છે. દૃષ્ટાંતથી માયા અને લોભનું સ્વરૂપ : માયાવત્તેહિ-ગોમુત્તિ-મંસિંગ-ચળવસિમૂલસમાં । તોહો નિદ્દ-સંનળ-મ-િિમાસામાળો ॥૨૦॥ માયાવત્તેવિા-પોમૂત્રિા-મેષશુ-ધનવંશીમૂનસમા । ભોમો હરિદ્રા-વાન-મ-મિસમાનઃ ॥ ૨૦ ॥ ગાથાર્થ :- સંજ્વલનાદિ ૪ પ્રકારની માયા અનુક્રમે ઈદ્રધનુષ્યની રેખા, ગોમૂત્રિકાની ધાર, ઘેટાનું શીંગડું, અને કઠણ વાંસના મૂળિયા સરખી જાણવી. તથા સંજ્વલનાદિ ૪ પ્રકારનો લોભ અનુક્રમે હળદળનો રંગ, દિવાની મેષ, ગાડાની મરી અને કીરમજીરંગ સમાન જાણવો. વિવેચન :- “માયા એટલે વક્રતા, કુડ, કપટ, દંભ, દગો, છેતરપિંડી કુટિલતા” વગેરે..... (૧) જેમ આકાશમાં થતી ઇંદ્રધનુષ્યની રેખા જલ્દીથી નાશ પામી જાય છે. તેમ જલ્દીથી નાશ પામી જાય એવી માયાને સંજ્વલનમાયા કહેવાય છે. (૨) જેમ રસ્તામાં ચાલતાં બળદની વાંકીચૂકી પડેલી મૂત્રરેખા ૧૩૭ For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (ગોમૂત્રિકા) તડકાદિને લીધે દૂર થઇ જાય છે. તેમ થોડા જ પ્રયત્નથી દૂર થઇ જાય એવી જીવની વક્રતાને પ્રત્યાખ્યાનીયમાયા કહેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) જેમ વાંકુચુંકુ, ઘેટાનું શીંગડું ઘણી જ મુશ્કેલીથી, અનેક ઉપાયો દ્વારા સીધુ કરી શકાય છે. તેમ ઘણી જ મુશ્કેલીથી, અનેક ઉપાયો દ્વારા દૂર થઈ શકે એવી જીવની વક્રતાને અપ્રત્યાખ્યાનીયમાયા કહેવાય. (૪) જેમ અત્યંત કઠણ તેમજ વાંકાચૂંકા વાંસના મૂળિયાં અગ્નિમાં બાળવા છતાં પણ તેની વક્રતા છોડતા નથી તેમ કોઇપણ ઉપાયો દ્વારા દૂર ન થઇ શકે એવી જીવની વક્રતાને અનંતાનુબંધીમાયા કહેવાય. ‘‘લોભ એટલે મૂર્છા, મમત્વ, આસક્તિ, વૃદ્ધિ, અસંતોષ, પરિગ્રહવૃત્તિ, તૃષ્ણા, ઇચ્છા, અભિલાષા, આકાંક્ષા” વગેરે (૧) જેમ વસ્ત્ર ઉપર પડેલો હળદળનો ડાઘ તડકાનાં સ્પર્શમાત્રથી જતો રહે છે. તેમ પ્રયત્ન કર્યા વિનાં જલ્દીથી નાશ પામી જાય એવા લોભને સંજ્વલનલોભ કહેવાય છે. (૨) જેમ દિવાની મેષ વસ્ત્રને લાગી હોય તો સાબુ વગેરેના પાણીમાં વસ્ત્રને નાંખવાથી મેષ દૂર થાય છે. તેમ થોડાં જ પ્રયત્નથી જે લોભ દૂર થઈ જાય તે પ્રત્યાખ્યાનીયલોભ કહેવાય. (૩) જેમ વસ્ત્રને ગાડાના પૈડાની મરીનો ડાઘ લાગેલો હોય તો સાબુ વગેરે લગાવીને વજ્રને મસળવાથી ડાઘ દૂર કરી શકાય છે. તેમ ઘણાં જ પ્રયત્નથી દૂર કરી શકાય એવા લોભને અપ્રત્યાખ્યાનીયલોભ કહેવાય છે. (૪) જેમ કીરમજીરંગથી રંગેલ વસ્ત્ર ફાટી જવા છતાં પણ રંગને છોડતું નથી તેમ અનેક પ્રયત્નો કરવા છતાં પણ દૂર ન થઇ શકે એવા લોભને ^અનંતાનુબંધીલોભ કહેવાય છે. A.અનંતાનુબંધી કષાયો કોઇપણ ઉપાય દ્વારા દૂર થઇ શકે તેમ નથી એમ જે કહ્યું છે. તે પૂર્વના કષાયની અપેક્ષાએ અનંતાનુબંધી રસની અત્યન્નતીવ્રતા બતાવવા માટે કહ્યું છે. વાસ્તવિક રીતે તો સમ્યક્ત્વાદિ અવસ્થામાં અનંતાનુબંધી કષાયનો અભાવ જ હોય છે. માટે કયારેય દૂર ન થઈ શકે એવું નથી પણ મહામુશ્કેલીથી દૂર થઇ શકે છે એમ સમજવું. ૧૩૮ For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય સ્વરૂપ દર્શક કોઠો કષાય | ક્રોધ |માન | માયાલોભ ગુણનો ઘાત, સ્થિતિગતિ અનંતા પર્વતની પત્થર | કઠણ કિરમજી| સમ્યક્ત્વ |દગી નરક નુબંધી તડ નાસ્તંભ વાંસના રંગ સુધી જેવો જેવો | મૂલજેવી જેવો અપ્ર- પૃથ્વીની હાડકા | ઘેટાના ગાડાના દેશવિરતિ ત્યાખ્યા| તડ જેવો | શિંગડા મરી નીય |જેવો જેવી જિવો એકવર્ષ સુધી તિર્યંચ પ્રત્યા- રેતીમાં લાકડા | ગોમૂ- દિવાની સર્વવિરતિ ખ્યા- કરેલી જૈિવો | ત્રિકા મેષ રેખા જેવી જવો જેવો ૪ભાસ સુધી | પ્ય માસ મન નીય | પંદર દિવસ સંવ- પાણીમાં નેતરની ઇન્દ્ર હળદળ યથાખ્યાત લન કરેલી |સોટી |ધનુષ્યનીના ચારિત્ર રેખા |જેવો રેખા રિંગ ! જેવો જિવી જેવો સુધી નોકષાયચારિત્રમોહનીયના ભેદ (હાસ્યાદિ ષટ્રક) जस्सुदया होइ जिए, हास रई-अरइ सोग भय कुच्छा । सनिमित्तमनहा वा, तं इह हासाइमोहणियं ॥ २१ ॥ यस्योदयाद् भवति जीवे हासो रतिररतिः शोको भयं कुत्सा । सनिमित्तमन्यथा वा तदिह हास्यादिमोहनीयम् ॥२१ ॥ ગાથાર્થ :- જે કર્મના ઉદયથી જીવને કોઈપણ નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા થાય તે અહીં (શાસ્ત્રમાં) હાસ્યાદિમોહનીય જાણવું. ૧૩૯ For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન : - “ના” શબ્દ સાહચર્યવાચી છે. સાહચર્ય=સાથે રહેવું. (૧) “જે કષાયોની સાથે રહીને પોતાનો વિપાક (ફળ) બતાવે તે નોકષાય કહેવાય.” દા. ત. અનંતાનુબંધી કષાયો સાથે જે વેદનો ઉદય હોય તે અનંત સંસારનો અનુબંધ કરાવે. જો કષાય તીવ્ર હોય તો નોકષાય તીવ્ર બને. અને જો કષાય મંદ હોય તો નોકષાય મંદ બને. એટલે નોકષાયનો આધાર કષાય છે. તે સ્વતંત્ર રીતે કોઈપણ કાર્ય કરી શકતા નથી. કષાયની સાથે રહીને જ પોતાનું ફળ બતાવે છે. માટે તેને નોકષાય કહેવાય છે. (૨) “ના” શબ્દનો અર્થ પ્રેરણા થાય છે. “જે કષાયોને ઉત્પન્ન કરવામાં પ્રેરણા કરે” અથવા “જે કષાયોને ઉત્તેજીત કરે” તે નોકષાય કહેવાય. દા. ત. સામા માણસની પ્રશંસા, હાંસી-મશ્કરી કરવાથી ક્યારેક તે વ્યક્તિને રાગ થાય છે. તો ક્યારેક ગુસ્સો થાય છે. એટલે રાગદ્વેષજન્ય ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિનું કારણ નોકષાયો છે, તે ક્રોધાદિ-કષાયની ઉત્પત્તિમાં સહાયક બને છે, અથવા તે ક્રોધાદિ કષાયોને ઉત્તેજીત કરે છે. માટે “નોકષાય ઉદ્દીપક છે. કષાય ઉદ્દીપ્ય છે.” (૩૪નો = નબળા, સંજ્વલન કષાયનો ઉપશમ કે ક્ષય થતાં પહેલાં તો નોકષાયો ઉપશાંત કે ક્ષપામી જાય છે. માટે તેને નબળા કષાયો પણ કહેવાય છે. અહીં કષાયની સાથે રહીને, પોતાનો વિપાક બતાવવો તે નોકષાયનું કાર્ય છે. તેનું કારણ નોકષાય મોહનીય કર્મ છે. સ્થિરતાગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને નોકષાયમોહનીયકર્મ કહ્યું છે. “સ્થિરતાનુણ, ગંભીરતા + ઉદાસીનતા + આનંદ + અશોક + નિર્ભયતા + અજુગુપ્સા + અવેદી અવસ્થાના સમૂહરૂપ છે.” ૧૪૦ For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંભીરતાદિ ગુણોનાં એકીકરણથી સ્થિરતાનુણ પ્રગટે છે. માટે સ્થિરતા ગુણ જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જવાથી, તેને ઢાંકનાર કાર્માસ્કંધો પણ જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં, (૧) “ગંભીરતા ગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને હાસ્યનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.” ગંભીરતાનુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને કોઈપણ નિમિત્ત મળતાં કે નિમિત્ત વિના પણ હસવું આવી જાય છે. સનિમિત્ત એટલે હાસ્યાસ્પદ ચેષ્ટા જોઈને હસવું આવે, નિમિત્ત વિના એટલે હસવું આવે તેવું કોઈપણ કારણ સામે ન હોય, પરંતુ ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવી જવાથી હસવું આવી જાય તે શાસ્ત્રીય પરિભાષામાં “હાસ્ય” કહેવાય. તેનું કારણ હાસ્યનોકષાય મોહનીયકર્મ (૨) ઉદાસીનતાગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને રતિ નોકષાયમહનીયકર્મ કહેવાય છે.” ઉદાસીનતાગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને અનુકૂળ સામગ્રી મળતાં પ્રીતિ-આનંદની લાગણી ઉત્પન્ન થાય તે શાસ્ત્રીયપરિભાષામાં “રતિ” કહેવાય છે. તેનું કારણ રતિનોકષાયમોહનીયકર્મ છે. (૩) સહજાનંદગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને અરતિનોકષાયમોહનીયકર્મ કહેવાય છે. સહજાનંદગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને પ્રતિકૂળ સામગ્રી મલતાં અપ્રીતિ ઉત્પન્ન થાય તે શાસ્ત્રીય-પરિભાષામાં “અરતિ” કહેવાય છે. તેનું કારણ અરતિનોકષાય મોહનીયકર્મ છે. નિમિત્ત વિના પણ પ્રિય-અપ્રિયના સ્મરણથી જીવને પ્રીતિ-અપ્રીતિની લાગણી ઉત્પન્ન થાય છે. (૪) અશોકાવસ્થાને ઢાંકનાર કાર્મણસ્કંધોને શોકનોકષાયમોહનીયકર્મ કહેવાય છે. ૧૪૧ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશોકાવસ્થા કર્મોદ્વારા ઢંકાયેલી હોવાથી જીવને પ્રિયવ્યક્તિ કે પ્રિયવસ્તુનો વિયોગ થતાં, અને અપ્રિય વ્યક્તિ કે અપ્રિયવસ્તુનો સંયોગ થતાં રડવું આવે, માથુ ફૂટે, ઊંડા નિશાસા નાંખે વગેરે લાગણીઓ ઉત્પન્ન થાય તે શાસ્ત્રીયપરિભાષામાં શોક કહેવાય છે. તેનું કારણ શોકનોકષાયમોહનીયકર્મ છે. નિમિત્ત વિના પણ ભૂતકાળમાં અનુભવેલાં દુ:ખદ પ્રસંગ યાદ આવી જતાં જીવ શોકાતુર બની જાય છે. (૫) નિર્ભયતા ગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને ભય નોકષાય મોહનીયકર્મ કહેવાય છે. નિર્ભયતા ગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને બીક લાગે છે. જીવને ભય ઉત્પન્ન થવાના મુખ્ય નિમિત્તો સાત છે. (૧) મનુષ્યને દુષ્ટ કે ભયંકર મનુષ્યનો ભય તે ઇહલોકભય કહેવાય. (૨) મનુષ્યને પશુ વગેરેનો કે નકાદિનો ભય તે પરલોકભય કહેવાય. (૩) ચોર, ડાકુ ધન લૂંટી જશે એવો જે ભય તે આદાનભય કહેવાય. (૪) અગ્નિ, પાણી, વાહન વગેરેથી અકસ્માત થવાનો ભય તે અકસ્માતભય કહેવાય. (૫) નોકરીમાંથી છૂટો કરશે કે ધંધામાં નુકશાન જશે તો આજીવિકાનું શું થશે ? એવી જે બીક તે આજીવિકાભય કહેવાય. (૬) ઓચિંતુ હાર્ટફેલ થઇ જશે, માંદગી આવશે અને મરી જઈશ તો ? એવો ભય તે મૃત્યુભય કહેવાય. (૭) દુનિયામાં આબરૂ જશે, લોકો વાંકુ બોલશે એવો જે ભય તે અપયશભય કહેવાય. આ રીતે સાત પ્રકારનાં નિમિત્તથી ભય ઉત્પન્ન થાય છે. તથા નિમિત્ત વિના પણ ઉપરોક્ત કોઈપણ પ્રકારનું સ્મરણ થઈ જવાથી ભયની લાગણી ઉત્પન્ન થાય છે. તેનું કારણ ભયનોકષાયમોહનીયકર્મ છે. (૬) આત્માનો વાસ્તવિક સ્વભાવ અજુગુપ્સા છે. જુગુપ્સા=તિરસ્કારવૃત્તિ, અજુગુપ્સા=તિરસ્કારવૃત્તિનો અભાવ અજુગુપ્સાગુણ કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને સારી કે ખરાબ વસ્તુ પ્રત્યે તિરસ્કારભાવ પેદા થાય, દુર્ગંધી વસ્તુ દેખી મુખ બગડી જાય, સૂગ ચઢે, A. ગુપ્ ધાતુને ગુ-તિજો-ગર્લા-ક્ષાન્તૌ સન્ (સિદ્ધહેમ.) ૩ । ૪ । ૫ સૂત્રથી, તિરસ્કાર અર્થમાં સન્ પ્રત્યયલાગીને જુગુપ્સા શબ્દ બન્યો છે. ૧૪૨ For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલ્ટી થઈ જાય ક્યારેક સારી વસ્તુ હોય પણ અનુકૂળ ન હોય તો તેના પ્રત્યે તિરસ્કાર થાય. એટલે સારી કે ખરાબ કોઇપણ વસ્તુ પ્રત્યે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થવો, મુખ બગડી જવું તે જુગુપ્સા કહેવાય. તેનું કારણ જુગુપ્સાનોકષાયમોહનીયકર્મ છે. “અજુગુપ્સગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને જુગુપ્સાનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.” અહીં હાસ્યાદિ એ કાર્ય હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ગંભીરતાદિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને હાસ્યાદિનોકષાયમહનીયકર્મ કહ્યું છે. વેદત્રિકનું સ્વરૂપपुरिसिस्थितदुभयंपइ, अहिलासो जव्वसा हवइ सो उ। થી-નર-નપુડો , ફેમ-ત-નવારવાદનો અરરા पुरुष-स्त्री-तदुभयं प्रत्यभिलाषो यद्वशाद् भवति स तु । स्त्री नर-नपुंसकवेदोदयः फुफुमा-तृण-नगरदाहसमः ॥ २२ ॥ ગાથાર્થ :- પુરુષ, સ્ત્રી અને તે બન્નેનાં પ્રતિ અભિલાષ જે કર્મના વશથી થાય છે. તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ જાણવો. તેનો ઉદય ક્રમશઃ બકરીની લીંડી, તૃણ અને નગરના અગ્નિસમાન છે. વિવેચન :- આત્માનું અસલી સ્વરૂપ અવેદી છે. “અવેદી અવસ્થાને ઢાંકનાર કાર્યણસ્કંધોને વેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.” વેદનોકષાયમહનીયકર્મને લીધે, જીવને પોતાની વિજાતીય તરફ મોહ ઉત્પન્ન થવાથી વિષયાભિલાષની લાગણી ઉત્પન્ન થાય છે. હાસ્યાદિ કરતાં વેદની લાગણીમાં તીવ્રતા અને આવેશ વધુ હોવાથી લાગણીનું વદન (અનુભવન) સ્પષ્ટ અને લાંબો વખત સુધી થાય છે. માટે તેનું નામ વેદ પાડ્યું છે. વેદ એ રસની તરતમતાને લીધે ત્રણ પ્રકારે છે. તેમાં, (૧) “અવેદી અવસ્થાને ઢાંકનાર તીવરસયુક્ત કામસ્કંધોને સ્ત્રીવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.” જેમ પિત્તના પ્રકોપથી મિષ્ટાન ખાવાની ઈચ્છા થાય છે. તેમ સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે વિષયભોગની ઇચ્છા થાય છે. સ્ત્રીવેદનો ઉદય બકરીની ૧૪૩ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીંડીના અગ્નિ જેવો છે. જેમ બકરીની લીંડી સળગાવ્યા પછી એની ગરમી વધતી જાય છે. તેમ પુરુષના કરસ્પર્શાદિથી સ્ત્રીનો કામાગ્નિ વધતો જાય છે. અને પુરુષના કરસ્પર્શદ વિના સ્ત્રીનો કામાગ્નિ રાખથી ઢાંકેલા અગ્નિસમાન મંદ હોય છે. (૨) “અવેદી અવસ્થાને ઢાંકનાર મંદરસયુક્ત કાર્યણસ્કંધોને પુરુષવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.’ જેમ કફના પ્રકોપથી ખાટી વસ્તુ ખાવાનું મન થાય છે. તેમ પુરુષવેદનાં ઉદયથી પુરુષને સ્ત્રી પ્રતિ વિષયાભિલાષા થાય છે. પુરુષવેદનો ઉદય તૃણના અગ્નિ સમાન છે. જેમ ઘાસનો અગ્નિ એકદમ ભભુકી ઉઠે છે. અને જલ્દી શાંત થઈ જાય છે. તેમ પુરુષવેદના ઉદયથી પુરુષને સ્રીપ્રતિ અધિક ઉત્સુકતા થાય છે. અને સ્ત્રીસેવન પછી ઉત્સુકતા તરત જ શમી જાય છે. (૩) અવેદી અવસ્થાને ઢાંકનાર તીવ્રતમરસયુક્ત કાર્યણસ્કંધોને નપુંસકવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે. જેમ પિત્ત અને કફના પ્રકોપથી ખાટા-મીઠા, પદાર્થ ખાવાની ઇચ્છા થાય છે. તેમ નપુંસકવેદના ઉદયથી જીવને સ્ત્રી અને પુરુષ બન્ને પ્રતિ વિષયાભિલાષા થાય છે. નપુંસકવેદનો ઉદય નગરના દાહ સમાન છે. જેમ નગરમાં આગ લાગ્યા પછી આખુ નગર બળતા ઘણો સમય લાગે છે અને તે આગને બુઝવવામાં પણ ઘણો સમય લાગે છે. તેમ નપુંસકવેદના ઉદયથી ઉત્પન્ન થયેલી વિષયાભિલાષા લાંબા સમય સુધી શાંત થતી નથી અર્થાત્ વિષયસેવનથી પણ તૃપ્તિ થતી નથી. અહીં અવેદી અવસ્થાને ઢાંકનાર કાર્યણસ્કંધો એ કારણ છે. તેનું કાર્ય પોતાની વિજાતીય પ્રતિ વિષયાભિલાષાનું વેદન છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને પુરુષવેદાદિ નોકષાયમોહનીયકર્મ કહ્યું છે. આ પ્રમાણે, ૩ વેદ અને હાસ્યાદિષટ્ક મળીને નોકષાયમોહનીયકર્મ કુલ નવ પ્રકારે થાય છે. તે કષાયોની સાથે પોતાનો વિપાક બતાવવા દ્વારા અથવા કષાયોને પ્રેરણા કરવા દ્વારા ચારિત્રમાં મુંઝવણ ઉભી કરતાં હોવાથી તેને નોકષાયચારિત્રમોહનીયકર્મ કહ્યું છે. કષાયમોહનીયકર્મના ૧૬ પ્રકાર અને નોકષાયમોહનીયકર્મના ૯ પ્રકાર મળીને ચારિત્રમોહનીયકર્મ કુલ ૨૫ પ્રકારે છે. દર્શનમોહનીયકર્મના ૩ પ્રકાર અને ચારિત્ર મોહનીયકર્મના૨૫ પ્રકાર મળીને મોહનીયકર્મ કુલ ૨૮ પ્રકારે કહ્યું. ૧૪૪ For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only hAS (૧) અનંતા ક્રોધ. (૨) અનંતા માન (૩) અનંતા) માયા (૪) અનંતા૦ લોભ (૫) અપ્રત્યા૦ ક્રોધ (૬) અપ્રત્યા૦ માન (૭) અપ્રત્યા૦ માયા (૮) અપ્રત્યા, લોભ (૯) પ્રત્યા૦ ક્રોધ (૧૦) પ્રત્યા૦ માન (૧૧) પ્રત્યા, માયા (૧૨) પ્રત્યા૦ લોભ (૧૩) સંજ્વલન ક્રોધ (૧૪) સંજ્વલન માન (૧૫) સંજવલન માયા (૧૬) સંજ્વલન લોભ મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યકત્વમોહનીય ૧દર્શનમોહનીય– ---- ૧ હાસ્ય રતિ ૨ મોહનીયકર્મ -- ૩ ૪ ૫ ૬ અરતિ શોક ભય જુગુપ્સા પુ.વેદ પ્રીવેદ નપુ.વેદ. ૭ ૮ ૯ કષાયચારિત્રમોહનીય નોકષાયચારિત્રમોહનીય _૨ ચારિત્રમોહનીય J!puewueko unsjebessejley uus eleyov www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -: ઘાતી અઘાતી કર્મનું સ્વરૂપ ઃ (૧) “જે કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત કરે તે ઘાતીકર્મ કહેવાય.” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ ૪ કર્મ આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર અને અનંતવીર્યગુણનો ઘાત કરતા હોવાથી ઘાતીકર્મ કહેવાય છે. તે ૨ પ્રકારે છે. (૧) સર્વઘાતી. (૨) દેશઘાતી. (૧) જે કર્મપ્રકૃતિ જ્ઞાનાદિગુણનો સર્વાંશે ઘાત કરે તે “સર્વઘાતી’ કહેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) જે કર્મપ્રકૃતિ જ્ઞાનાદિગુણનો આંશિક ઘાત કરે તે “દેશઘાતી” કહેવાય. (૨) “જે કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત ન કરે તે અઘાતીકર્મ કહેવાય’ વેદનીય, આયુષ્ય, નામકર્મ અને ગોત્રકર્મ અઘાતી કહેવાય. -: વિપાક આશ્રયી કર્મપ્રકૃતિના ૪ પ્રકાર : (૧) “જે કર્મપ્રકૃતિના ફળને જીવ પુદ્ગલદ્વા૨ા અનુભવે તે પુદ્ગલવિપાકી કહેવાય'' શરીર-૫, ઉપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૪, તથા જિનનામ અને શ્વાસોચ્છવાસ વિના પ્રત્યેક પ્રકૃતિ-૬, પ્રત્યેક, સાધારણ, સ્થિરઅસ્થિર, શુભ-અશુભ એમ કુલ ૩૬ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી છે. (૨) દેવાદિ આયુષ્યકર્મના ફળનો અનુભવ દેવાદિ-૪ ભવમાં થતો હોવાથી તે ‘ભવવિપાકી'' કહેવાય છે. (૩) દેવાદિ ૪ આનુપૂર્વીનો ઉદય કેવળ આકાશક્ષેત્રમાં જ થતો હોવાથી તે ક્ષેત્રવિપાકી' કહેવાય છે. – (૪) ‘“જે કર્મપ્રકૃતિના ફળનો અનુભવ સીધો જીવને થાય તે જીવિપાકી કહેવાય.” ઘાતીકર્મો, આત્માની સાથે તાદાત્મ્ય સંબંધથી રહેલા જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરતા હોવાથી તેની અસર સીધી જીવ પર થાય છે. માટે તે કર્મ પ્રકૃતિ જીવ વિપાકી કહેવાય. તથા વેદનીયકર્મ અને ગોત્રકર્મની પ્રકૃતિ જીવવિપાકી છે. તેમજ નામકર્મની ઉપરોક્ત ૩૬+૪=૪૦ સિવાયની બાકીની જીવ વિપાકી છે. ૧૪૬ For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાતકર્મની ૪૭+ર વે.+૨ ગોત્ર+૨૭ નામકર્મ-૭૮ પ્રકૃતિ જીવવિપાકી પુગલવિપાકી ભવવિપાકી ક્ષેત્રવિપાકી કુલ ૭૮ + ૩૬ + ૪ + ૪ = ૧૨૨ વિપાકને આશ્રયીને કુલ ૧૨૨ કર્મપ્રકૃતિ છે. | આયુષ્યકમ આયુષ્યકર્મ અને નામકર્મનું સ્વરૂપ તથા તેના ભેદ : સુરત-તિર રાગ, હરિ નામને વિત્તિને ! बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ સુર-નર-તિર્થ-નરાયુર્વવિદિશં નામ ત્રિસમન્ ! द्विचत्वारिंशत्-त्रिनवतिविधं व्युत्तरशतं च सप्तषष्टिः ॥२३॥ ગાથાર્થ :- દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય બેડી સરખું છે. નામકર્મ ચિતારા સરખું છે. તે ૪ર-૯૩-૧૦૩ તથા ૬૭ પ્રકારે છે. વિવેચન :- આત્મા અક્ષયસ્થિતિગુણનો માલિક છે. અક્ષયસ્થિતિ = અક્ષયજીવન. અક્ષયજીવન એટલે સદાકાળ માટે જન્મમરણથી રહિત જીવન જીવવું. આત્માનો મૂળસ્વભાવ સદાકાળ માટે જન્મમરણથી રહિત જીવન જીવવાનો હોવાથી આત્માનું અસલી સ્વરૂપ અક્ષય (અનંત) સ્થિતિ છે. “અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને આયુષ્યકર્મ કહેવાય છે” અનાદિકાળથી આત્માનું અક્ષયસ્થિત્યાત્મક અસલી સ્વરૂપ આયુષ્યકર્મ દ્વારા ઢંકાયેલું હોવાથી ક્ષયસ્થિત્યાત્મક નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. અહીં સ્થિતિનો અર્થ ભવસ્થિતિ એટલે સીમિત જીવન કરવો. સીમિતજીવનને લીધે જન્મમરણનું ચક્ર ચાલ્યા કરે છે. એટલે વાસ્તવિક રીતે, આત્મા અક્ષયજીવનવાળો હોવા છતાં પણ આયુષ્યકર્મને લીધે જન્મ જરા-મરણ-સીમિતજીવનરૂપ નકલી સ્વરૂપ બહાર દેખાય છે. ચાલુ ભવનું સ્થૂલશરીર છોડવાની ક્રિયાનું નામ “મરણ” છે અને બીજા ભવમાં નવું શરીર બનાવવાની ક્રિયાનું નામ “જન્મ” છે. ૧૪૭ For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S શાસ્ત્રીય પરિભાષા મુજબ નવા આયુષ્યના ઉદયનો જે પ્રારંભ તે “જન્ય' કહેવાય છે. અને ચાલુ ભવના આયુષ્યના ઉદયની સમાપ્તિને મૃત્યુ કહેવાય. જન્મથી માંડીને મરણ સુધીનો જે કાળ તે જીવનકાલ અથવા આયુષ્ય કહેવાય છે.” તેનું કારણ આયુષ્યકર્મ છે. અહીં જીવનકાલઆયુષ્ય એ કાર્ય હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધને [કારણને] આયુષ્યકર્મ કહ્યું છે. બેડી સરખું આયુષ્યકર્મ T બડી જેવું આયુષ્યકર્મ જીવને મર્યાદિતકાળપર્યન્ત દેવાદિ અવસ્થામાં કેદ કરી દેતું હોવાથી બેડી સરખું કહ્યું છે. જેમ પોલીસ ચોરાદિને પકડીને લોખંડની હાથકડી પહેરાવીને જેલમાં પૂરી દે છે ત્યારે તેને અપરાધની સજા ભોગવવા મર્યાદિતકાળ પર્યન્ત અવશ્ય જેલમાં પૂરાઈ રહેવું પડે છે. તેમ આયુષ્યકર્મ આત્માને પકડીને શરીરરૂપી જેલમાં પૂરી દે છે. પછી જ્યાં સુધી આયુષ્ય કર્મની મુદત પૂરી ન થાય ત્યાં સુધી જીવને અવશ્ય શરીરમાં પૂરાઈ રહેવું પડે છે. ક્યારેક અખૂટ ધનસંપત્તિ કે અનુકૂળ પરિવારાદિનો સંયોગ થતાં જીવને તે સ્થળે વધુ રોકાવાની ઇચ્છા હોય તો પણ આયુષ્યકર્મની મુદત પૂરી થતા અર્ધભુક્ત અવસ્થામાં જ સગાવહાલાં, ધનસંપત્તિ કે પૌલિક સુખોને છોડીને ચાલ્યા જવું પડે છે. તો ક્યારેક અનિષ્ટ પદાર્થનો સંયોગ કે વ્યાધિગ્રસ્ત શરીર વગેરેને કારણે શરીરરૂપી જેલમાંથી જીવ જલ્દી છૂટો થવા મહેનત કરે તો પણ જ્યાં સુધી આયુષ્યકર્મની મુદત પૂરી ન થાય ત્યાં સુધી જીવને શરીરરૂપી કેદમાંથી મુકિત મળતી નથી. માટે આયુષ્ય કર્મને બેડીની ઉપમા આપી છે. તેમાં પણ, લોખંડની બેડી સરખું તિર્યંચાયુષ્ય છે.” A. શાસ્ત્રમાં હડિનો અર્થ કાણા વગેરેવાળું લાકડાનું પાટીયું કર્યો છે. જેમ કાણા વગેરેવાળુ લાકડાનું પાટીયું જમીન પર મૂકીને તેમાં ગાંડા માણસનો એક પગ ફસાવી દેવામાં આવે છે. તેથી તે માણસ ભાગી જવાની શક્તિવાળો હોવા છતાં પણ ભાગી શકતો નથી તેમ આયુષ્યકર્મ જીવને શરીરમાં ફસાવી દેતું હોવાથી જ્યાં સુધી વિવક્ષિત આયુષ્યકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી જીવ શરીરમાંથી છૂટી (ભાગી) શકતો નથી. ૧૪૮ For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે : વિશ્વ દર્શક ચિત્ર દિકરી અલક મિક કરી , હોક મનુષ્યલોક - biesics : જી. કો s ક , , . For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વ દર્શીક ચિંગ AGૉક - લોક 0| ળ,am_| મનુષ્યલોક ઉ તિચ્છલાંક h,nea For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવર્ણની બેડી સરખું મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય છે.” “રિમાન્ડ ઉપર લીધેલા કેદી સરખું નરકાયુષ્ય છે.” છે. સંસારી જીવનું આશ્રયસ્થાન શરીર છે. પણ શરીરનું આશ્રયસ્થાન લોક છે. (તેમાં કુદરતી જ ન્યૂનાધિક પ્રમાણમાં સુખદુઃખનો ભોગવટો કરી શકાય એવા ચાર આશ્રયસ્થાનો છે. તેથી જીવસ્વકર્માનુસારે. સુખદુઃખનો ભોગવટો કરવા તે તે આશ્રયસ્થાનમાં દેવાદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ કહેવાય છે. દેવાદિ ૪ ગતિને આશ્રયીને આયુષ્યકર્મ પણ ચાર પ્રકારે કહ્યું છે. કારણકે ગતિનામકર્મ જીવને સુખદુઃખના ઉપભોગને યોગ્ય દેવાદિ અવસ્થાની પ્રાપ્તિ કરાવી આપે છે. અને આયુષ્યકર્મ જીવને તે તે અવસ્થામાં મર્યાદિતકાળ પર્યન્ત કેદ કરી દે છે. માટે તે બન્ને સહચારી હોવાથી ગતિનામકર્મની જેમ આયુષ્યકર્મ ૪ પ્રકારે કહ્યું છે. (૧) લોકના ઉર્ધ્વ ભાગમાં દિવલોકમાં] કુદરતી જ અત્યંત સુખ સાધનોથી ભરપુર રત્નોના વિમાનોરૂ૫ આવાસોની વ્યવસ્થા છે. તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગનું શરીર અત્યંત સુશોભિત હોવાથી તેને સુર=દેવ કહેવાય છે. એ દેવના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તેને દેવાયુષ્ય કહેવાય છે” તેનું કારણ દેવાયુષ્યકર્મ છે અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવ્રતમશુભરસ યુક્ત કાર્મણસ્કંધોને દેવાયુષ્યકર્મ કહેવાય.” (૨)(લોકમાં ૧ રાજલોક પ્રમાણ મધ્યભાગમાંથી માત્ર અઢીદ્વીપત્ર ૪પ લાખ યોજનક્ષેત્રમાં સુખદુઃખનાં સાધનોથી ભરપુર નગર, શહેરો, ગામડાઓ, રાજય વ્યવસ્થા, ધર્મવ્યવસ્થા વગેરે કુદરતી રીતે જ ગોઠવાયેલી છે. તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગ કુટુમ્બ બાંધીને રહેવું, રાંધીને ખાવું વગેરે જીવનવ્યવહારિક તમામ બાબતોમાં વિવેકયુક્ત નિર્ણય કરનારો હોવાથી તે નર = મનુષ્ય કહેવાય છે. “મનુષ્યના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે મનુષ્યાયુષ્ય કહેવાય.” તેનું કારણ મનુષ્પાયુષ્યકર્મ છે.” અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવશુભરસયુક્ત કાર્મણસ્કંધોને મનુષ્યાયુષ્યકર્મ કહેવાય છે.” (૩) લોકમાં એક રાજલોક પ્રમાણ મધ્યભાગમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો ૧૪૯ For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા મોટામોટા જંગલો, પર્વતાદિ કુદરતી રીતે જ ગોઠવાયેલા છે તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગ પોતાના મુખ, માથું વગેરે અવયવો જમીન તરફ વાંકા=નીચા રાખીને સંપૂર્ણ જીવન વ્યવહાર ચલાવતો હોવાથી તે તિર્યંચો કહેવાય છે. જેમકે ઘોડા, હાથી, અજગર, માછલા વગેરે પ્રાણીવર્ગ પોતાનું માથું, મુખ વિગેરે અવયવો નીચા રાખીને ચાલે છે. તેથી તે તિર્યંચો કહેવાય છે. એ “તિર્યંચના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે તિર્યંચાયુષ્ય કહેવાય છે. તેનું કારણ તિર્યંચાયુષ્યકર્મ છે. “અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર મંદશુભરસયુક્ત કાર્મણસ્કંધોને તિર્યંચાયુષ્યકર્મ કહેવાય છે.” (૪) લોકના નીચેના ભાગમાં ૭ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં કુદરતી જ અત્યંત પીડાકારી અશુભ દ્રવ્યોથી ભરપુર નારકાવાસો છે.તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગને “નારકો” કહેવાય છે. એ “નારકના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે નરકાયુષ્ય કહેવાય છે. તેનું કારણ નરકાયુષ્યકર્મ છે.” “અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવ્રતમ અશુભરસયુક્ત કાર્માસ્કંધોને નરકાયુષ્યકર્મ કહેવાય છે.” અહીં દેવાદિ આયુષ્ય એ કાર્ય હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને (કારણને) દેવાદિ આયુષ્યકર્મ કહ્યું છે. દેવાદિ ૪ આયુષ્યમાંથી એકજીવ સ્વપરિણામાનુસારે કોઈપણ એકજ આયુષ્ય બાંધી શકે છે. “આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે.” (દેવ નારકો પોતાના આયુષ્યના ૬ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યો સ્વાયુષ્યનો ત્રીજો ભાગ, નવમો ભાગ, ૨૭ મો ભાગે કે અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. A. તિરોત્ત-છત્તીતિ વિર્ય: જે તિણૂકવાંકુ અથાતું નીચું મુખ રાખીને ચાલે તે તિર્યંચો કહેવાય. આવ્યુત્પત્તિ અર્થ છે. વ્યુત્પત્તિ અર્થ સર્વત્ર ઘટતો ન હોવાથી એકેન્દ્રિયાદિમાં આ અર્થ સંગત થતો નથી. B. અત્યંત પાપ કરનાર મનુષ્યો અને તિર્યંચોને જે બોલાવે તે નરકાવાસ કહેવાય. c. તૃતિયે નવમે સતવંશમા નિગાયુવ: વન્તિ પર જન્મયુરન્તયે વીસ્તમુહૂર્ત.૮૮ દ્રિવ્યલોક પ્રકાશ સર્ગ-૨] ૧૫૦ For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ - આયુષ્ય કર્મની ૮૨ વર્ષની સ્થિતિ પરભાસ ન ::::: :: મારા રામ નાકના દરર . કથા છે પ:::Jel: ::::: છે = = કે = = માણાવદર તાલુકાના રાજા = જે = = As છે કે Shri Mahavir Jain Aradhana Kendra ના Eવટભવાયુનોએ ૫૪+૨૭ ૮૨વર્ષ Hજન્મસ્થાન પ©ભવાયું બાંધેલ ન હોય એવા જે અવસ્થા તે અધધાયું. છapહેંat, મહા કાકી = 1 જસ્થાન શાળા ઘલાવા 239 For Private and Personal Use Only પિ૨ભવાયુનોબા ૪ ૭નૈ૯૮૦ ભવાયું બાંધલુ હોય એવી જે અવસ્થાને બધ્ધાયુ. ::ોકીદા:): 1:1:15::] આયુષ્ય સ્થિતિ દક યંત્ર www.kobatirth.org કા... રીત Lyri ૨ 1 જન્મસ્થાન પરભવાયુનો બં ૭૮+૩૪૮૨ ૫ અંતર્મુહૂર્ત ઉદવા |al Iss કુટભવણોલ & Reભવાયના Uજસ્થાન શાન અંતર્મુહૂર્તજૂન ૮૧ વર્ષની સ્થિતૈિ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉંદરો Page #189 -------------------------------------------------------------------------- ________________ » આયુષ્ય કર્મની ૮૨ વર્ષની સ્થિતિ પટભવાયુની શ્વેત Shri Mahavir Jain Aradhana Kendra અબા : બાય gueભવાયુન.નં પ૪+ ૨ = ૮૨વર્ષ Hજન્મસ્થાન પલ્ટભવાયુ બાંધલ ન હોય એવી જે અવસ્થા તે અબાયુ , સ્થાન મet પ૦ ઉદય દ્વાયુ પ૨ભવાયુનોબંદર કૂ૪ ૭૨*૯=૮૨ ક્વ૨ભવાયુનZ જજસ્થાન ઉદA For Private and Personal Use Only પટભવાયુ કાંધલુ હોય એવી જે અવસ્થા - બદ્ઘાયુ. Mાયુષ્ય 2િથતિ દØક યંગ www.kobatirth.org 1 જન્મસ્થાન પરભવાયુનો બંધ, ૭૮+ ૩ = ૮, gs અંતર્મુહૂર્ત ભવાતું ઉદય | જન્મસ્થાન Lજો . પરભવયુનો બંદ0 : ']. ફક પ૨ભવાયુના ઉદય અંતર્મુહૂર્તજૂન ૮૨ વર્ષની સ્થિતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ વર્ષ દા. ત. ૮૧ વર્ષના આયુષ્યવાળો ગર્ભજ તિર્યંચ કે મનુષ્ય સ્વાયુષ્યના બે ભાગ = ૫૪ વર્ષ ગયા પછી, સ્વાયુષ્યનો ત્રીજો ભાગ = બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે આયુષ્ય ન બાધે તો સ્વાયુષ્યના ૭૨ વર્ષ ગયા બાદ નવમો ભાગ એટલે છેલ્લાં ૯ વર્ષ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે પણ આયુષ્ય ન બાંધે તો સ્વાયુષ્યના ૭૮ વર્ષ ગયા બાદ ૨૭મો ભાગ એટલે છેલ્લાં ૩ વર્ષ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે પણ આયુષ્ય ન બાંધે તો બાકી રહેલા આયુષ્યનો પણ ત્રીજો ભાગ (૩ વર્ષનો ત્રીજો ભાગ) એટલે છેલ્લું ૧ વર્ષ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે છે. જો એક વર્ષ બાકી રહે ત્યારે પણ આયુષ્ય ન બાંધે તો, એક વર્ષનાં ત્રીજા ભાગ્ = ૪ માસ, ૪૦ દિવસે આવતા ભવનું આયુષ્ય બાંધે. આ પ્રમાણે શેષાયુષ્યનો પણ ત્રીજો ભાગ કરતા કરતા યાવત્ અન્ય અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે તો અવશ્ય આવતા ભવનું આયુષ્ય બાંધે છે. આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના સંસારી જીવ મૃત્યુ પામતો નથી એટલે અહીંથી મરીને જીવને ક્યાં જવાનું છે ? ત્યાં કેટલો ટાઇમ રોકાવાનું છે ? તેનો નિર્ણય ચાલુ ભવમાં જ થઇ જાય છે પરંતુ ૫૨ભવાયુનો ઉદય તો જે સમયે જીવ મરણ પામે તે પછીનાં સમયે થાય છે. અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્યણસ્કંધો દ્રવ્યાયુષ્ય કહેવાય છે. દ્રવ્યાયુષ્યકર્મની સહાયતાથી સંસારી જીવ જેટલો કાળ સુધી જીવી શકે તે કાલાયુષ્ય કહેવાય. “દ્રવ્યાયુષ્ય = આયુષ્યકર્મના દલિકો.”“કાલાયુષ્ય = આયુષ્યકર્મની સ્થિતિ.” સંસારી જીવને દ્રવ્યાયુષ્ય તો અવશ્ય ભોગવવું પડે છે. જેમ તેલ વિના દીપક બળી શકતો નથી તેમ દ્રવ્યાયુષ્ય વિના સંસારી જીવ જીવી શકતો નથી અને દ્રવ્યાયુષ્ય પૂર્ણ થયા વિના જીવ કદી મરતો નથી. એટલે દરેક સંસારી જીવ દ્રવ્યાયુષ્યકર્મને અવશ્ય ભોગવીને ક્ષય કરે છે. પરંતુ કાલાયુષ્યને ભોગવીને જ ક્ષય કરે એવો કોઇ નિયમ નથી. કારણકે ૧૫૧ For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુષ્યકર્મ બાંધતી વખતે કર્મદલિકોનો નિષેક- શિથિલ થયો હોય તો શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા અપવર્તના=સ્થિતિ ટૂંકી થઇ શકે છે માટે તેને શાસ્ત્રીય પરિભાષામાં અપવર્તનીય આયુષ્ય” કહે છે અને આયુષ્યકર્મ બાંધતી વખતે જો કર્મદલિકોનો નિષેક ગાઢ=નીરન્દ્ર થયો હોય તો આયુષ્યકર્મની શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા પણ અપવર્તના=સ્થિતિ ટૂંકી થઇ શકતી નથી માટે તેને શાસ્ત્રીય પરિભાષામાં “અનપવર્તનીય આયુષ્ય” કહે છે. એટલે કાલામુષ્ય. ૨ પ્રકારે છે. (૧) અપવર્તનીય, (૨) અનપવર્તનીય. (૩) અપવર્તનીય :- અપવર્તનીય આયુષ્ય સોપક્રમી હોય છે. ઉપક્રમ આયુષ્ય ઘટવાના નિમિત્તો "" “જે આયુષ્યની શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા અપવર્તના=સ્થિતિ ટૂંકી થાય તે સોપક્રમી અપવર્તનીય આયુષ્ય કહેવાય.' દા. ત. અપવર્તનીય આયુષ્ય ૧૦૦ વર્ષનું બાંધ્યું હોય પરંતુ ૫૦ મા વર્ષે ઉપક્રમ=આયુષ્ય ઘટાડી નાખે તેવા એકસીડન્ટાદિ કોઇક નિમિત્ત મળી જાય તો બાકી રહેલી ૫૦ વર્ષ પ્રમાણ આયુષ્યની સ્થિતિ ફૂંકાઇને અંતર્મુહૂર્ત પ્રમાણ પણ થઇ જાય છે એટલે ૫૦ વર્ષનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તકાળમાં ભોગવાઇ જાય. જેમ ૧૦ મીટરનું દોરડું હોય તેને લાંબુ કરીને એક છેડો સળગાવવાથી આખું દોરડું બળતા ઘણીવાર લાગે. પણ તેને ગુંચળુ વાળીને આગ લગાવીએ તો એકાદ મિનિટમાં આખું દોરડું બળી જાય છે તેમ અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ=આયુષ્ય ઘટવાનું કોઇક નિમિત્ત મળી જાય તો શેષાયુ જલ્દી ભોગવાઇને ક્ષય થઈ જાય અનપવર્તનીયઃ- અનપવર્તનીય આયુષ્ય ૨ પ્રકારે છે. (૧) સોપક્રમી અનપવર્તનીય. (૨) નિરૂપક્રમી અનપવર્તનીય. (૧) જે અનપવર્તનીય આયુષ્યને આયુષ્યકર્મ પુરૂ થતી વખતે A. નિષેકની સમજુતિ માટે જુઓ કર્મગ્રન્થ બીજો. “જે B. વિશેષાવશ્યકભાષ્ય ૨૦૫૫ ગાથાની ટીકામાં કહ્યું છે કે અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો કોઇ નિયમ નથી. જો ઉપક્રમ લાગે તો આયુષ્ય ઘટી જાય અને ઉપક્રમ ન લાગે તો આયુષ્ય ન પણ ઘટે. તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં કહ્યું છે કે અપવર્તનીય આયુષ્યને અવશ્ય ઉપક્રમ લાગે. ૧૫૨ For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ઉપક્રમકશસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્તા પ્રાપ્ત થાય તે સોપક્રમી અનાવર્તનીય આયુષ્ય કહેવાય.” યદ્યપિ અનપવર્તનીય આયુષ્યવાળાને મરણ સમયે ઉપક્રમ લાગતો હોવાથી ઉપક્રમ દ્વારા જીવ મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે. પણ વાસ્તવિક રીતે ઉપક્રમ લાગ્યો ત્યારે આયુષ્યકર્મની સ્થિતિ પૂર્ણ થવાની તૈયારીમાં જ હતી એટલે ઉપક્રમ દ્વારા જીવને માત્ર કષ્ટ પડ્યું પણ ઉપક્રમને લીધે આયુષ્યની અપવર્તના થતી નથી. જે રીતે આયુષ્ય બાંધ્યું હોય તે જ રીતે ભોગવાય છે. દા.ત અધૂકાચાર્યના ૫૦૦ શિષ્યો, ગજસુકુમાર, ઝાંઝરીયા મુનિ વગેરે અનપવર્તનીય આયુષ્યવાળા હતા. તેમને આયુષ્યકર્મ પુરૂ થવાની તૈયારીમાં જ ઉપક્રમ લાગ્યો હોવાથી તેના દ્વારા જીવને માત્ર કષ્ટ જ સહન કરવું પડ્યું છે, પણ ઉપક્રમ દ્વારા આયુષ્યકર્મની અપવર્તન થઈ નથી. (૨) “જે અનાવર્તનીય આયુષ્યને ઉપક્રમજનલાગેતેનિરૂપક્રમીઅનાવર્તનીય આયુષ્ય કહેવાય.” સ્વામી -દેવ, નારક, અઢીદ્વીપમાં રહેલા યુગલિકમનુષ્યો, તિર્યંચો તથા અઢીદ્વીપની બહાર રહેલા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો “નિરૂપક્રમીઅનાવર્તનીય આયુષ્યવાળા હોય છે અને ચરમશરીરી જીવો તથા ઉત્તમ પુરૂષો “નિરૂપક્રમી અનપવર્તનીય અને સોપક્રમી અનાવર્તનીય” એમ બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. તે સિવાયના ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો “અપવર્તનીય અને અનપવર્તનીય” એમ બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. નામકર્મ આત્મા અરૂપી ગુણનો માલિક છે. “જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકાર વગરનું હોય તે અરૂપી કહેવાય.” આત્મા વર્ણાદિ વગરનો હોવાથી અરૂપી છે. “અરૂપગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને નામકર્મ કહેવાય છે.” નમ્ ધાતુનો અર્થ નમવું થાય છે. A. તત્વાર્થસૂત્ર:औपपातिकचरमदेहोत्तम पुरुषा असंरव्येयवर्षायुषो ऽनपवायुषः ॥ २।५२॥ ૧૫૩ For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમ્ ધાતુને પ્રેરકમાં મર્ પ્રત્યય લાગીને “નામ” શબ્દ બન્યો છે. નામ = નમાવનાર, “નામકર્મ = નમાવનારૂં કર્મ” વાસ્તવિક રીતે આત્મા અરૂપી અર્થાત્ શરીરાદિના બંધનથી રહિત હોવા છતાં પણ નામકર્મની પરાધીનતાને કારણે પોતાની સ્વતંત્રતા છોડીને બધી જ બાબતમાં આત્માને નમવું પડે છે. “જેમ નાટક મંડળીનો નાયક નટને જે જે વેષ ધારણ કરવાનું કહે તે દરેક પ્રકારના વેષ ધારણ કરીને તેને અવશ્ય રંગમંડપમાં નાચવું પડે છે. અર્થાત્ નમવું પડે છે તેમ નામકર્મ, આત્માને જે જે રૂપી વાઘા [વેષ] પહેરાવે છે તે રૂપો અને તજજન્ય દેવાદિ નામોને ધારણ કરીને સંસારમંડપમાં નાચવું પડે છે. અર્થાત્ નમવું પડે છે એટલે આત્માને નમાવનાર કર્મને “નામકર્મ” કહ્યું છે. અહીં “નમવું” એ કાર્ય હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને [અરૂપીગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને] નામકર્મ કહ્યું છે. ચિત્રકાર જેવું નામકર્મ નામકર્મ ચિત્રકાર સરખું છે. જેમ ચિત્રકાર રંગબેરંગી જુદી જુદી જાતના સારાનરસા નિર્જીવ ચિત્રો બનાવે છે. તેમ નામકર્મ વિવિધ પ્રકારના શુભાશુભ [સારા નરસા] સજીવચિત્રો બનાવે છે. માટે નામકર્મને ચિત્રકારની ચિત્રકાર જવું | ઉપમા સાર્થક છે. આત્માનું અસલી સ્વરૂપ “અરૂપીપણું, અચલ સ્થિત + અવર્ણ + અગંધ + અરસ + અસ્પર્શ વગેરેના સમૂહરૂપ છે.” તેથી અચલ સ્થિતિ વગેરેગુણોને ઢાંકનાર ' નામ કર્મ કાર્મણસ્કંધો જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જતાં નામકર્મ કુલ ૪ર પ્રકારે થાય છે. તેમાં “જે વિભાગ પેટાભેટવાળો હોય તેને પિંડપ્રકૃતિ કહેવાય છે.” અને “જે વિભાગ પેટાભેદ વગરનો હોય તેને પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે.” પ્રત્યેક પ્રકૃતિ ૨ પ્રકારે છે. (૧) સપ્રતિપક્ષ પ્રકૃતિ, (૨) અપ્રતિપક્ષ પ્રકૃતિ. (૧) “જે વિભાગ પ્રતિપક્ષ = વિરોધી પ્રકૃતિવાળો હોય તેને સપ્રતિપક્ષ પ્રકૃતિ કહેવાય.” દા. ત. ત્રસદશક-સ્થાવરદશક (૨) “જે વિભાગ પ્રતિપક્ષ પ્રકૃતિ વગરનો હોય તેને અપ્રતિપક્ષ = પ્રત્યેક પ્રકૃતિ કહેવાય.” ૧૫૪ For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામકર્મમાં “પિંડપ્રકૃતિ કુલ ૧૪ છે. “સપ્રતિપક્ષ પ્રકૃતિ કુલ...૨૦ છે.” [ત્રસદશક + સ્થાવરદશક] “પ્રત્યેક પ્રકૃતિ કુલ............. ૮ છે.” -- " નામકર્મના કુલ “૪૨” ભેદ થયા. અથવા ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદ કુલ ૬૫ થતાં હોવાથી નામકર્મના “૬૫+૨૦ + ૮ = ૯૩ ભેદ” થાય છે. અથવા, બંધનમાં ૫ ભેદને બદલે ૧૫ ભેદ ગણવાથી ૧૪ પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટાભેદ થતા હોવાથી નામકર્મના “૭૫ + ૨૦ + ૮ = ૧૦૩ ભેદ” થાય છે. ૧૪ પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટાભેદમાંથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના કુલ ૨૦ ભેદને બદલે સામાન્યથી વર્ણાદિ ૪ ભેદ ગણવાથી અને પ સંઘાતન તથા ૧૫ બંધનનો સમાવેશ ૫ શરીરમાં કરવાથી ૧૬ + ૬૦ = ૩૬ પ્રકૃતિ કાઢી નાખતા નામકર્મના “૩૯ + ૨૦ + ૮ = ૬૭” ભેદ થાય છે. બંધ અને ઉદયમાં નામકર્મની ૬૭ પ્રકૃતિ હોય છે અને “સત્તામાં નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ હોય છે માટે નામકર્મના ૬૭, ૯૩ અને ૧૦૩ પ્રકાર કહ્યાં છે. પિંડપ્રકૃતિનું સ્વરૂપ गइ-जाइ- तणु उवंगा बंधण संघायणानि संघयणा । संठाण, वण्ण- गंध- रस फास- अणुपुव्वि विहगगई ॥२४॥ તિ-જાતિ-નૂ-પાનિ નશ્વર, સંપાતિના સંહનાનિ | સંસ્થાન-વ-ન્ય-રસ, અનુપૂર્વી-વિહરતઃ | ૨૪ ગાથાર્થ ગતિનામકર્મ, જાતિનામકર્મ, શરીરનામકર્મ, અંગોપાંગનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ, સંઘયણનામકર્મ, સંસ્થાનનામકર્મ, વર્ણનામકર્મ, ગંધનામકર્મ,રસનામકર્મ, સ્પર્શનામકર્મ, આનુપૂર્વનામકર્મ અને વિહાયોગતિનામકર્મ એ ૧૪ પિંડપ્રકૃતિ છે. વિવેચનઃ- (૧) ગતિનામકર્મનું સ્વરૂપ આત્મા અચલસ્થિતિગુણનો માલિક છે. અચલસ્થિતિ એટલે સદાકાળને માટે એક જ સ્થાને એક જ અવસ્થામાં ૧૫૫ For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિર રહેવું તે. મોક્ષમાં શુદ્ધ આત્મદ્રવ્ય કાયમ માટે એક જ અવસ્થામાં એક જ સ્થાને સ્થિર રહે છે. ત્યાં જે આકાશપ્રદેશને આત્મા સ્પર્શીને રહેલો હોય તે આકાશપ્રદેશને છોડીને ક્યારેય બીજા આકાશપ્રદેશમાં જતો નથી. કારણ કે આત્માનું અસલી સ્વરૂપ અચલસ્થિતિ છે. (અચલસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ગતિનામકર્મ કહેવાય છે.” અચલસ્થિતિગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી જીવ સદાકાળને માટે એક જ સ્થાને એક જ અવસ્થામાં સ્થિર રહી શકતો નથી. પરંતુ સ્વકર્માનુસારે સુખ-દુઃખના ઉપભોગને યોગ્ય દેવલોકાદિ જુદા જુદા સ્થાને દેવાદિ જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે “સુખદુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થાની પ્રાપ્તિ તે “ગતિ” કહેવાય” તેનું કારણ ગતિનામકર્મ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને અચલસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને “ગતિનામકર્મ કહ્યું છે. (૨) જાતિનામકર્મનું સ્વરૂપ:--જાતિ = અનેક વ્યક્તિમાં રહેલો સમાન પરિણામ. અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે.” “આ બેઇન્દ્રિય છે” ઈત્યાદિ સમાન શબ્દવ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિયજીવોની ચેતના A. જે કર્મના ઉદયથી જીવ એકભવમાંથી બીજાભવમાં જાય તે ગતિનામકર્મ કહેવાય. એમ સર્વાર્થસિદ્ધિકાર કહે છે. B. ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કર્મપ્રકૃતિની ટીકામાં કહ્યું છે કે, જો એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ એકેન્દ્રિયાદિ જાતિ જ માનશો તો કોઈ શંકાકાર એમ કહેશે કે જેમ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ એકેન્દ્રિયસ્વાદિ જાતિ છે તેમ હરિસિંહાદિ શબ્દ વ્યવહારનું કારણ હરિતાદિ જાતિ સિદ્ધ થઈ જશે. તેથી જાતિનો કોઈ પાર નહીં રહે તેમજ ભવનપતિ વગેરે અનેક પ્રકારના દેવોમાં આ દેવ છે” આ રીતે દેવનારકી વગેરેમાં સમાન શબ્દ વ્યવહાર થાય છે. તો ત્યાં પણ દેવાદિ-૪ ગતિને બદલે દેવાદિ-૪ જાતિ માનવી પડશે. આ રીતે શંકાકાર બે આપત્તિઓ આપી શકે છે. તેના નિવારણ માટે “અનેક ભેદ-પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે” “આ બેઈદ્રિય છે” ઈત્યાદિ સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિયજીવોની ચેતનાશકિત સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી છે. તેનાથી બેઇન્દ્રિયની ચેતનાશક્તિ અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી હોય છે. ઈત્યાદિ સમાન ચેતના શક્તિની ૧પ૬ For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકિત સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી છે. તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતનાશકિત બેઈન્દ્રિયને હોય છે. ઈત્યાદિ સમાન ચેતનાશક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે જાતિનામકર્મ કહેવાય. પ્રશ્ન- જાતિનામકર્મને માનવાની શી જરૂર છે. કારણકે જીવોને જે જે દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય છે. તેનું કારણ અંગોપાંગનામકર્મ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામકર્મ છે. અને ભાવેન્દ્રિયની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણકર્મનો ક્ષયોપશમ છે. માટે ઇન્દ્રિયની ઉત્પત્તિનું કારણ જાતિનામકર્મ નથી તો તેને માનવાની શી જરૂર? ઉત્તર :- ઇન્દ્રિય ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય, દ્રવ્યન્દ્રિયનાં ૨ પ્રકાર છે (૧) નિવૃત્તિ. (૨) ઉપકરણ તેમાં નિવૃત્તિરૂપ ઇન્દ્રિયનો મુખ્ય આધાર અંગોપાંગનામકર્મ છે. અને ઉપકરણેન્દ્રિયનો મુખ્ય આધાર ઇન્દ્રિય પર્યામિ નામકર્મ છે. એટલે દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ નામકર્મ પર અવલંબિત છે. ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય અને દર્શનાવરણના ક્ષયોપશમજન્ય છે. તેમજ દ્રવ્યેન્દ્રિય એ ભાવેન્દ્રિયને સહાયક બનતી હોવા છતાં બન્ને વચ્ચે સાહચર્ય કે કાર્યકારણભાવ સંબંધ ઘટતો નથી. કારણ કે વનસ્પતિ એક જ દ્રવ્યેન્દ્રિય ધરાવતી હોવા છતાં પાંચે ભાવેન્દ્રિયનો અલગ-અલગ વનસ્પતિની અપેક્ષાએ સદ્ભાવ શાસ્ત્રમાન્ય છે. તેથી વનસ્પતિમાં પાંચે ભાવેન્દ્રિયનો સંભવ હોવા છતાં તે એકેન્દ્રિય તરીકે વ્યવહાર પામે છે. અને આંધળા, બહેરા માનવને પાંચે ભાવેન્દ્રિય ન હોવા છતાં તે પંચેન્દ્રિયનો વ્યવહાર પામે છે. આ મુદ્દાથી નિશ્ચિત થાય છે કે એકેન્દ્રિયાદિના વ્યવહારમાં ભાવેન્દ્રિય કારણ નથી. તેમજ અંગોપાંગ નામકર્મનું કાર્ય નિવૃત્તિરૂપ ઇન્દ્રિયને બનાવવાનું છે. પણ કયારેક માનવને કર્મની વિચિત્રતાને કારણે આંખ, કાન વગેરે નિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિય મળતી ન હોવા છતાં તે પંચેન્દ્રિય કહેવાય છે. માટે પંચેન્દ્રિયના વ્યવહારનું કારણ અંગોપાંગ નામકર્મ નથી એ જ પ્રમાણે વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે જાતિ નામકર્મ કહેવાય.” એમ કહેવું. એટલે વાંધો નહીં આવે કારણ કે હરિત્નાદિ જાતિ હીનાધિક ચૈતન્ય શક્તિની નિયામક નથી અને તિર્યકત્વનું પંચેનિયત્વની સાથેનું સાંકર્ય ન્યિાયશાસ્ત્ર પ્રસિદ્ધ જાતિનો બાધક એકદોષ બાધક છે તેથી નરકત્વાદિ એ જાતિ બની શકતી નથી. [ન્યાયાચાર્યવૃત કર્મપ્રકૃતિટીકા પાઠ.૩] ૧૫૭ For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્રિયપર્યામિનામકર્મનું કાર્ય ઇન્દ્રિયમાં સ્વસ્વ વિષયને પકડવાની શકિત પેદા કરવાનું છે પણ આંખ, કાન વગેરે ઉપકરણશકિતથી હણાયેલો માનવ પાંચે ઉપકરણેન્દ્રિયવાળો ન હોવા છતાં પંચેન્દ્રિય કહેવાય છે. તેથી પંચેન્દ્રિયાદિના વ્યવહારનું કારણ ઇન્દ્રિયપર્યામિ નામકર્મ નથી. એ જ પ્રમાણે એકેન્દ્રિયાદિના વ્યવહારનું કારણ ગતિનામકર્મ પણ નથી. કારણ કે ગતિનામકર્મ તો પંચેન્દ્રિય પશુથી માંડીને એકેન્દ્રિય પૃથ્વી સુધી બધાને તિર્યંચગતિ રૂપે ઓળખાવે છે. માટે અંગોપાંગાદિ નામકર્મ વડે પૃથ્વી, પાણી વગેરે જુદા જુદા પ્રકારના એકેન્દ્રિય જીવોમાં “આ એકેન્દ્રિય છે.” શંખ, કોડાદિ જુદા જુદા પ્રકારના બેઇન્દ્રિય જીવોમાં “આ બેઈન્દ્રિય છે.” ઈત્યાદિ સમાન શબ્દ વ્યવહાર સિદ્ધ થતો નથી. તેથી અન્નેક ભેદ-પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં આ “એકેન્દ્રિય છે.” આ “બેઈન્દ્રિય છે.” ઇત્યાદિ સમાનબોધ કરાવનારૂ કોક કર્મ હોવું જોઇએ. આ કો'ક એ જ જાતિનામકર્મ છે. એટલે અનેકભેદ -પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે.” “આ બેઈન્દ્રિય છે” ઈત્યાદિ સમાનબોધ અંગોપાંગાદિ નામકર્મ વડે અસાધ્ય હોવાથી જાતિનામકર્મ જન્ય છે. માટે જાતિનામકર્મને અવશ્ય માનવું જોઇએ. ' (૩) શરીર અને (૪) અંગોપાંગનામકર્મનું સ્વરૂપ - ગતિ નામકર્મ તો સ્વકર્માનુસારે જીવ સુખ-દુઃખને ભોગવી શકે એવા સ્થાને પહોંચાડી દે છે. પણ શરીર વિના જીવ સુખદુઃખને ભોગવે કેવી રીતે? કારણકે સુખ-દુઃખને ભોગવવાનું સાધન શરીર છે. તથા જીવન જીવવા માટે ઉપયોગી આહાર-વિહાર આદિ ક્રિયાનું સાધન શરીર છે માટે ઉત્પત્તિસ્થાને આવ્યા પછી જીવને શરીર અવશ્ય બનાવવું પડે છે. “જીવા આત્મપ્રદેશો જેમાં વિસ્તાર પામે તે તનુ “શરીર કહેવાય.” ઉત્પત્તિસ્થાને આવેલો જીવ શરીર નામકર્મ અને પર્યાપ્તિનામકર્મને લીધે પોતે જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીર પર્યાતિ દ્વારા શરીરરૂપે પરિણાવે છે. પછી તે પુદ્ગલોમાંથી અંગોપાંગનામકર્મ શરીરના અંગોપાંગ બનાવે છે. જો અંગોપાંગનામકર્મ ન હોય તો આપણું શરીર એક ગોળમટોળ દડાં જેવુ થાય પરંતુ તેમાં હાથ-પગ-માથુ વગેરે અવયવો ન ફૂટે કારણ કે અંગોપાંગ ૧૫૮ For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામકર્મ “આ પ્રાણીને અમુક અવયવો ફૂટવા જોઈએ” એવુ નકકી કરે છે. માટે શરીરના હાથપગાદિ અવયવોનું કારણ અંગોપાંગ નામકર્મ છે. (૫) બંધન અને (૬) સંઘાતન નામકર્મનું સ્વરૂપઃ સંઘાતનમાં, સં + ન્ ધાતુનો અર્થ “એકઠું કરવું”, “પિંડરૂપે કરવું” કે “ઢગલો કરવો” થાય છે. ઉત્પતિ સ્થાને આવેલો જીવ શરીર નામકર્મોદયથી પોતે જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે જ આકાશ પ્રદેશમાંથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીર રૂપે પરિણમાવે છે. પછી તે પુદ્ગલોનો સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસાર પિંડ (સંઘાત=સમુહ) થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “સંઘાતન” કહેવાય. તેનું કારણ સંઘાતન નામકર્મ છે. બંધનમાં “ર” ધાતુનો અર્થ “જોડવું” “સંબંધ થવો” થાય છે. સંઘાતન નામકર્મને લીધે, સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસાર જે પુદ્ગલપિંડની રચના થઈ છે. તેનો આત્માની સાથે અથવા પૂર્વના પુગલપિંડની સાથે ક્ષીરનીર કે લોહાનિવત્ સંબંધ થવો તે “બંધ” કહેવાય. તેનું કારણ બંધન નામકર્મ છે. (૭)સંધયણ નામકર્મનું સ્વરૂપ /સંધયણમાં “સંહન્” ધાતુનો અર્થ “મજબૂત કરવું” થાય છે. ઉત્પત્તિસ્થાને આવેલો જીવ શરીર નામકર્મોદયથી શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, શરીર પર્યાપ્તિના બળથી લોહી, માંસ, હાડકાદિ સપ્તધાતુમય શરીરરૂપે પરિણાવે છે. પછી લોખંડની પટ્ટી દ્વારા જેમ બારણુ મજબૂત થાય તેમ શરીરના બાંધાને મજબૂત કરવા માટે જે હાડકાની વિશિષ્ટ રચના થાય છે. તે “સંઘયણ” કહેવાય. તેનું કારણ સંઘયણ નામકર્મ છે. (૮)સંસ્થાન નામકર્મનું સ્વરૂપ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસરે પુગલપિંડ તૈયાર થયા પછી તદ્ગત અવયવો સમ કે વિષમ પ્રમાણમાં ગોઠવાઈને સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. તે “સંસ્થાન” કહેવાય. તેનું કારણ સંસ્થાન નામકર્મ છે. (૯) વર્ણાદિ નામકર્મનું સ્વરૂપઃસંસારી જીવ શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરીને, શરીર રૂપે પરિણાવે ૧૫૯ For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તે વખતે તેમાં વર્ણ, ગંધ, રસ અને કોમલાદિ સ્પર્શ ઉત્પન્ન થાય છે. તેનું કારણ વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. “અવગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને વર્ણનામકર્મ કહેવાય.” અગંધગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને ગંધનામકર્મ કહેવાય.” “અરસગુણને ઢાંકનાર કાર્યણ સ્કંધોને રસનામકર્મ કહેવાય.” “અસ્પર્શગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને સ્પર્શનામકર્મ કહેવાય.” (૧૩) આનુપૂર્વી નામકર્મનું સ્વરૂપઃ જેમ બારીકતારની જાળીમાં આડા અને ઉભા તાર ગુંથાયેલા હોય છે. તેમ સંપૂર્ણલોકમાં આડી અને ઉભી જે આકાશ પ્રદેશની પંક્તિ કુદરતી જ છે. તે આકાશ પ્રદેશની શ્રેણી” કહેવાય છે. જેમ રેલ્વગાડી પાટા ઉપર જ ચાલે છે. પાટા વિના ચાલી શકતી નથી તેમ જીવ આકાશ પ્રદેશની શ્રેણી ઉપર જ ચાલે છે. આકાશ પ્રદેશની શ્રેણી વિના જીવ ગતિ કરી શકતો નથી. એવો નિયમ છે. “કાશ પ્રદેશની સમશ્રેણી (સીધી લાઇન)માં ચાલવું તે જુગતિ કહેવાય.” અને “વિષમશ્રેણીમાં ચાલવું તે વક્રગતિ કહેવાય.” જો મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં હોય તો, જીવ ઋજુગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તે વખતે જીવને આકાશ પ્રદેશની શ્રેણી પર ચાલવા માટે કોઈની મદદ લેવી પડતી નથી કારણ કે જયારે જીવ પૂર્વ શરીરથી છૂટો પડે છે. ત્યારે તેને પૂર્વ શરીર જન્યવેગ મળતો હોવાથી તે ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ સીધો જ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પણ “જો મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન વિષમશ્રેિણીમાં હોય તો, સમશ્રેણીએ ચાલતાં જીવને અટકાવીને વળાંકમાં ઉત્પત્તિ સ્થાન તરફ જતી આકાશ પ્રદેશની બીજી શ્રેણી પર ચઢાવવા માટે કોઈની મદદ લેવી પડે છે. એટલે સમશ્રેણિએ ચાલતાં જીવને અટકાવીને, વળાંકમાં ઉત્પત્તિસ્થાન તરફ જતી આકાશ પ્રદેશની શ્રેણિ પર લઈ જનારું જે કર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય.” A. ઉત્પત્તિના પ્રથમ સમયથી જ શરીર, અંગોપાંગ, શરીરને યોગ્ય વર્ણાદિ, આકૃતિ, હાડકાની રચના (સંઘયણ) વગેરે કાર્યની શરૂઆત થઈ જાય છે. પરંતુ તે તે કાર્યની સમાપ્તિ કાલાન્તરે થાય છે. ૧૬૦ For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનુપૂર્વી દર્શક ચિત્ર For Private and Personal Use Only આકાશ પ્રશની શ્રેણી. amis (વિગ્રહગતિ) Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનુપૂર્વાદિષ્ટક ચિંગ - આકાણા પ્રદશાની. - હિતીe Dી Do T amis (Cવિગ્રહstત) TTCTSE K O) For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) વિહાયોગતિ વિહાયોગતિમાં બે શબ્દ છે. (૧) વિહાયન્સ, (૨) ગતિ. આકાશમાં જે ગતિ થાય તે વિહાયોગતિ કહેવાય. શંકા - આકાશ સર્વત્ર છે. આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી માટે ગતિની પૂર્વે વિહાયંમ્ વિશેષણ આપવું વ્યર્થ છે. સમાધાનઃ- જો અહીંગતિની પૂર્વે “વિહાયસ્” વિશેષણ ના મૂકીએ અને માત્ર ગતિનામકર્મ કહીએ તો પિંડપ્રકૃતિમાં પ્રથમ બતાવેલું ગતિનામકર્મ અને આ ગતિનામકર્મ બન્ને એક થઈ જાય છે. એટલે પિંડ પ્રકૃતિમાં સૌ પ્રથમ બતાવેલું ગતિનામકર્મથી આને જુદુ પાડવા માટે ગતિની પૂર્વે વિહાયસ્ વિશેષણ મૂક્યું છે માટે વિહાયન્સ વિશેષણ વ્યર્થ નથી. અહીં ગતિની પૂર્વે વિહાયસ્ વિશેષણ ગમનાર્થક હોવાથી વિહાયોગતિનો અર્થ “આકાશમાં ચાલવું’, થાય છે. એટલે “ત્રસજીવની પગપાંખદ્વારા ચાલવાની ક્રિયાને વિહાયોગતિ કહેવાય છે. તેનું કારણ વિહાયોગતિનામકર્મ છે. પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને સ્થાવરદશકનાં નામ :पिंडपयडित्ति चउदस परघा ऊसास आयवुज्जो। મન-તત્વ-નિ-વથામ મકૃપમાં રજા તર-વાય-પૂજા, પોય-fથર કુમ કુમ ત્રા सुसरा-इज्ज जसं तसदसगं थावरदसं तु इमं ॥२६॥ थावर सुहुम अपज्जं, साहारण-अथिर-असुभ दुभगाणि । दुस्सर-णाइज्जा-जसमिअ नामे सेअरा वीसं ॥२७॥ पिण्डप्रकृतिरिति चतुर्दश पराघातो-च्छ्वासातपोद्योतम् । अगुरुलघु-तीर्थ-निर्माणो- पघातमित्यष्टौ प्रत्येकाः ॥२५॥ ત્રણ-ચાર- પd, પ્રત્યેક-સ્થિર રામ રામ રા સુરા-ર-યશઃ ઝલશ સ્થાવાલાલિમ શારદા સ્થાવર-જૂન-પર્યાપ્ત સાધાર-સ્થિરા-મ-ટુર્માના સુહા-ના-ચરા પતિ ના સેવિંશતિઃ રછા ગાથાર્થઃ પૂર્વની ગાથામાં ૧૪ પિંડ પ્રકૃતિ કહી છે. (૧) પરાઘાત (૨) ૧૬૧ For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) તીર્થકર (૭) નિર્માણ (૮) ઉપઘાત. આ ૮ પ્રત્યેક પ્રકૃતિ છે. તે ૨૫ . (૧) રસનામકર્મ (૨) બાદરનામકર્મ (૩) પર્યાપ્તનામકર્મ (૪) પ્રત્યેકનામકર્મ (૫) સ્થિરનામકર્મ (૬) શુભનામકર્મ (૭) સૌભાગ્યનામકર્મ (૮) સુસ્વરનામકર્મ (૯) આદેયનામકર્મ (૧૦) યશકીર્તિ નામકર્મ એ ત્રસદશક કહેવાય છે. કેરા (૧) સ્થાવર નામકર્મ (૨) સૂમનામકર્મ (૩) અપર્યાતનામકર્મ (૪) સાધારણનામકર્મ (૫) અસ્થિરનામકર્મ (૬) અશુભનામકર્મ (૭) દુર્ભાગ્યનામકર્મ (૮) દુઃસ્વરનામકર્મ (૯) અનાદેયનામકર્મ (૧૦) અપયશનામકર્મ એ પ્રમાણે નામકર્મમાં ઈતર = વિરોધી સહિત વિશ પ્રકૃતિઓ જાણવી. વિવેચન- ત્રણ દશક અને સ્થાવર દશકની પ્રકૃતિઓ પરસ્પર વિરોધી હોવાથી તેને સપ્રતિપક્ષી કહેવાય છે. જેમ કે (૧) ત્રસનામકર્મનું વિરોધી સ્થાવરનામકર્મ. (૨) બાદરનામકર્મનું વિરોધી સૂક્ષ્મનામકર્મ. (૩) પર્યાપ્તાનામકર્મનું વિરોધી અપર્યાપ્તાનામકર્મ. (૪) પ્રત્યેકનામકર્મનું વિરોધી સાધારણનામકર્મ. (૫) સ્થિરનામકર્મનું વિરોધી અસ્થિરનામકર્મ. (૬) શુભનામકર્મનું વિરોધી અશુભનામકર્મ. (૭) સૌભાગ્યનામકર્મનું વિરોધી દુર્ભાગ્યનામકર્મ. (૮) સુસ્વરનામકર્મનું વિરોધી દુઃસ્વર નામકર્મ. (૯) આદેયનામકર્મનું વિરોધી અનાદેયનામકર્મ. (૧૦) યશકીર્તિનામકર્મનું વિરોધી અપયશ કીર્તિનામકર્મ છે. ત્રસદશકની ગણતરી પુણ્ય પ્રકૃતિમાં થાય છે અને સ્થાવર દશકની ગણતરી પાપ પ્રકૃતિમાં થાય છે. ૧૪ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસ દશક + સ્થાવર દશક = ૪૨ નામકર્મના ભેદ થયા. ૧૬૨ For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મસ્તવાદિમાં ઉપયોગી કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ :तसचउ-थिरछक्कं, अथिरछक्क सुहुमतिग-थावर-चउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२८॥ त्रसचतुष्क-स्थिरषट्क मस्थिरषट्क सूक्ष्मत्रिक स्थावरचतुष्कम् । सुभगत्रिकादि विभाषा तदादिसंरव्याभिः प्रकृतिभिः ॥२८॥ ગાથાર્થ-ત્રણ ચતુષ્ક,સ્થિરષક, અસ્થિરષક, સુમિત્રિક, સ્થાવર ચતુષ્ક, સુભગત્રિક વગેરે જે પારિભાષિક સંજ્ઞાઓ છે તેમાં સંખ્યાવાચક શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય ત્યાંથી માંડીને તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધીની પ્રકૃતિઓ ગણવી. - વિવેચન-“સંજ્ઞા,વિભાષા, પરિભાષા,સંકેત આ બધા શબ્દો સમાનાર્થક છે.”સ ચતુષ્કાદિ સંજ્ઞાઓ કર્મસ્તવાદિતેમજ આગમ ગ્રન્થોમાં ગ્રન્થની લાઘવતા (સંક્ષેપ) માટે ખાસ ઉપયોગી હોવાથી અહીં બતાવી છે. શાસ્ત્રીય પારિભાષિક સંજ્ઞામાં ખાસ એ ધ્યાન રાખવું કે, “સંખ્યાવાચક શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય તે પ્રકૃતિથી માંડીને જેટલી સંખ્યા બતાવી હોય તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધી પ્રકૃતિની ગણતરી કરવી. દા.ત. ત્રણ ચતુષ્કમાં “ચતુષ્ક”શબ્દસંખ્યાવાચી છે. તેની પૂર્વે ત્રસ એ કર્મપ્રકૃતિ છે. માટે ત્રનામ કર્મથી શરૂઆત કરવી. (૧) ત્રસ (૨) બાદર (૩) પર્યાપ્તા (૪) પ્રત્યેક એમ૪પ્રકૃતિ થાય ત્યારે અટકી જવું. આ રીતે દરેક શાસ્ત્રીય પારિભાષિક સંજ્ઞા સ્થળે ગણતરી કરી લેવી.” ) (૧) ત્રસ ચતુષ્ક = ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક એ ૪ પ્રકૃતિ લેવી. (૨) સ્થિરષક =સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશ એ ૬ પ્રકૃતિ લેવી. (૩) સૂક્ષ્મત્રિક = સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૩ લેવી. (૪) સ્થાવર ચતુષ્ક = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ લેવી. (૫)સુભગત્રિક = સુભગ, સુસ્વર, આદેય એ ૩ લેવી. वण्णचउ-अगुरुलहुचउ-तसाइदु-ति-चउर छक्कमिच्चाइ । इय अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ ગાથાર્થ - વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, ત્રસદ્રિક, ત્રસત્રિક, ત્રણ ચતુષ્ક, ત્રસ ષક એ પ્રમાણે અન્ય પણ જે પારિભાષિક સંજ્ઞાઓ હોય તેમાં સંખ્યાવાચક ૧૬૩ For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય તે પ્રકૃતિથી માંડીને જેટલી સંખ્યા બતાવી હોય તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધી પ્રકૃતિની ગણતરી કરવી. વર્ણ ચતુષ્ક = વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ૪ પ્રકૃતિ લેવી. ત્રસ દ્વિક = બસ, બાદર એ ૨ પ્રકૃતિ લેવી. આ પ્રમાણે અન્ય સંજ્ઞાઓ પણ જાણવી. દા.ત. હાસ્યષક = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ ૬ પ્રકૃતિ લેવી. આ ગાથા પ્રક્ષિપ્ત છે. પરંત ઉપયોગી હોવાથી જણાવી છે. પિંડપ્રકૃતિના ઉત્તરભેદની સંખ્યા :મદ્યાર્ફતો વડ-પ-પ-તિ-પ-પંa-છ-છવા પ-ટુ-પ-૬-૩-હુ ફાયરમેશ પાઠ્ઠી પર છે गत्यादीनां तु क्रमशश्वतुः पञ्च-पञ्च-त्रि-पञ्च-पञ्चषट्- षट्कम् । પ-દ-પઝા---દ્વિવારિત્યુત્તરમેલા પઝાષા ારા ગાથાર્થ ગત્યાદિ ચૌદ પિંડપ્રકૃતિના અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર અને બે ભેદ છે. સર્વે મળીને કુલ ૫ ઉત્તરભેદ થાય છે. વિવેચનઃ (૧) ગતિનામકર્મના ૪ ભેદ જાતિનામકર્મના ૫ ભેદ (૩) શરીરનામકર્મના ૫ અંગોપાંગનામકર્મના બંધનનામકર્મના ૫ સંઘાતનનામકર્મના પ સંઘયણનામકર્મના (૮) સંસ્થાનનામકર્મના ૬ ભેદ વર્ણનામકર્મના (૧૦) ગંધનામકર્મના ૨ ભેદ (૧૧) રસનામકર્મના ૫ ભેદ (૧૨) સ્પર્શનામકર્મના ૮ ભેદ (૧૩) આનુપૂર્વીનામકર્મના ૪ ભેદ (૧૪) વિહાયોગતિનામકર્મના ર ભેદ ૧૪ પિંડ પ્રકૃતિના કુલ ૬૫ ભેદ થાય છે. ૧૬૪ - ર For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામકર્મના ૯૩, ૧૦૩ અને ૬૭ ભેદની સમજુતિ:अडवीसजुआ तिनवइ, संते वा पनरबंधणे तिसयं । बंधणसंघाय गहो, तणूसु सामन्नवण्णचउ ॥३०॥ अष्टाविंशतियुक्ता विनवतिः सति वा पञ्चदशबन्धनेत्रिशतम् । बन्धनसंघातग्रहस्तनुषु सामान्यवर्ण चतुष्कम् ॥३०॥ ગાથાર્થઃ- પૂર્વે કહેલી પાંસઠ પ્રકૃતિની સાથે અઠ્ઠાવીસ પ્રકૃતિ જોડવાથી ત્રાણું પ્રકૃતિ સત્તાની અપેક્ષાએ જાણવી. પંદર બંધનની વિવેક્ષા કરતાં ૧૦૩ પ્રકૃતિ થાય. બંધન અને સંઘાતનનો શરીરમાં સમાવેશ કરવાથી અને સામાન્યથી વર્ણ ચતુષ્ક ગ્રહણ કરીએ તો ૬૭ પ્રકૃતિ થાય. * વિવેચનઃ- પૂર્વોક્ત ગાથામાં ૧૪ પિંડપ્રકૃતિનાં કુલ ૬૫ પેટા ભેદ કહ્યાં છે. તેમાં ૮ પ્રત્યેક + ત્રણ દશક + સ્થાવર દશક = ૨૮ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની કુલ ૯૩ પ્રકૃતિ થાય છે અથવા ૧૪ પિંડપ્રકૃતિના ૬૫ પેટા ભેદ પૈકી ૫ બંધનને બદલે ૧૫ બંધન ગણવાથી પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટા ભેદ થાય છે. તેમાં ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રણ દશક + સ્થાવર દશક = ૨૮ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની કુલ ૧૦૩ પ્રકૃતિ થાય છે. “નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ સત્તાની અપેક્ષાએ જાણવી.” બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ એ બન્ને શરીરાશ્રિત છે. માટે શરીરનામકર્મથી બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ જુદા ન ગણતાં, તેનો સમાવેશ શરીરમાં કરી લેવાથી, ૧૫ બંધન + પ સંઘાતન = ૨૦ ભેદ અને સામાન્યથી પાંચ વર્ણનો એક વર્ણમાં, બે ગંધનો એક ગંધમાં, પાંચ રસનો એક રસમાં અને આઠ સ્પર્શનો એક સ્પર્શમાં સમાવેશ કરવાથી વર્ણાદિ નામકર્મના ૧૬ ભેદ મળીને કુલ ૩૬ ભેદ ૧૦૩ માંથી કાઢી નાંખતા નામકર્મની ૬૭ પ્રકૃતિ થાય છે. “નામકર્મની ૬૭ પ્રકૃતિ બંધ, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ જાણવી.” બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મ પ્રકૃતિઓની ભિન્ન ભિન્ન સંખ્યા: इअ सत्तट्ठी बंधोदए अन य सम्ममीसया बन्धे । વંથુ સત્તા, વીસ-તુવીર-કુવનદં રૂા ૧૬૫ For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इति सप्तषष्टिबन्धोदये च न च सम्यमिश्रके बन्धे । बन्धोदये सत्तायां विंशं द्वाविंशं अष्ट पञ्चाशं शतम् ॥३१॥ ગાથાર્થઃ- આ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બંધ, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ જાણવી. સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય બંધને વિષે નથી. તેથી બંધને વિષે ૧૨૦, ઉદય, ઉદીરણાને વિષે ૧૨૨ અને સત્તાને વિષે ૧૫૮ પ્રકૃતિઓ જાણવી. વિવેચન “પ્રતિ સમયે ગ્રહણ કરાતાં કર્મ પુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ અથવા લોહાગ્નિવત્ સંબંધ થવો તે બંધ કહેવાય.” (૨) “કર્મના ફળનો અનુભવ કરવો તે ઉદય કહેવાય.” (૩) “ઉદયમાં નહીં આવેલા કર્મ પુદ્ગલોને બળાત્કારે ઉદયમાં લાવીને ભોગવવા -- તે ઉદીરણા કહેવાય.” (૪) “આત્મા પર કર્મપુદ્ગલોનું જે અસ્તિત્ત્વ તે સત્તા કહેવાય.” - અહીં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મનાં ઉત્તરભેદની જુદી જુદી સંખ્યાબતાવી છે. કારણ કે બંધ, ઉદય અને ઉદીરણામાં નામકર્મની ૬૭ પ્રકૃતિ હોવાથી, બંધને વિષે, જ્ઞાનાવ પ+દર્શનાવવ-૯ર્વેદનીય-૨+મોહનીય-૨૬+ આયુષ્ય-૪+નામકર્મ-૬૭+ગોત્ર-૨+અંતરાય-પત્રકુલ ૧૨૦ પ્રકૃતિ હોય છે.” અને ઉદય, ઉદીરણામાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય મળીને કુલ ૧૨૨ પ્રકૃતિ થાય છે. કારણ કે દર્શન મોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. સમ્યકત્વમોહનીયકર્મ અને મિશ્રમોહનીયકર્મ બંધાતું નથી પણ ઉદયમાં હોય છે. માટે “ઉદય ઉદીરણામાં, જ્ઞાના--પ+ દર્શનાબે-૯+વેદનીય-૨મોહનીય૨૮+આયુ.૪ન્નામકર્મ-૬૭+ગોત્ર-૨+અંતરાય-પ= કુલ ૧૨૨ પ્રકૃતિ હોય છે.” પૂર્વાચાર્યોએ નામકર્મમાં બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ અને વર્ણાદિના પેટભેદની ગણતરી બંધ, ઉદય અને ઉદીરણામાં કરી નથી. પરંતુ સત્તામાં કરી છે. તેથી “સત્તામાં જ્ઞાના૦-૫+દર્શના૦-૯ર્વેદનીય-૨+મોહનીય-૨૮+ આયુ૪નામ-૧૦૩ગોત્ર-૨+અંતરાય-૫ કુલ ૧૫૮ પ્રકૃતિ હોય છે.” પંચસંગ્રહકારના મતે” સત્તામાં નામકર્મની ૯૩ પ્રકૃતિ ગણતા આઠ કર્મની કુલ “૧૪૮” પ્રકૃતિ થાય છે અને “શર્મર્ષિના મતે સત્તામાં નામકર્મની ૧૬૬ For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫ આયુષ્ય ૬ નામકર્મ ૭ ગોત્ર ૮ અતરાય ૧૦૩ પ્રકૃતિ ગણતા આઠ કર્મની કુલ ‘‘૧૫૮’’ પ્રકૃતિ થાય છે. એટલે ‘બંધમાં ૧૨૦’ ‘‘ઉદયમાં ૧૨૨,’ ‘‘ઉદીરણામાં ૧૨૨,’’ અને ‘“સત્તામાં ૧૪૮’ અથવા ‘‘૧૫૮” પ્રકૃતિ હોય છે. આઠ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો કોઠો. કર્મ બંધ ઉદય ઉદારણા સત્તા ૧ જ્ઞાનાવરણીય ૫ ૫ ૨ દર્શનાવરણીય ૯ ૩ વેદનીય ૨ ૪ મોહનીય ૨૮ ૪ ૬૭ કુલ સંખ્યા ૫ ? ૨ ૨૬ ૪ ૬૭ ૨ www.kobatirth.org ૫ ૫ ૧૨૦ ૧૨૨ ૯ ર ૨૮ ૧૬૭ ૪ ૬૭ ૨ ૫ ૧૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૫ 66 - ૨ ૨૮ ૫ ૨ ૫ ૧૫૮ ૫ |જ ૪ ૪ ૧૦૩” |‘૯૩’ ૨૮ ૨ ૫ ગતિ, જાતિ અને શરીર નામકર્મના ભેદ – નિય-ત-ન-મુશળું, ફા-વિય-ત્તિય- ૨૩-પળિાિડુંઓ ઓરાત-વિકવ્યા-હારળ-તેઅ-મળ પણ શરીરા રૂ૨॥ નિય-તિર્થા-ના-સુર તય જ દ્વિ-ત્રિ-ચતુઃ પશ્ચન્દ્રિયજ્ઞાતવઃ। ૩લા-વૈઝિયા-હાજ તેનઃ - જામળાનિ પદ્મ શરીળાર્૨૫ ગાથાર્થ:- નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. એમ ગતિનામકર્મ ૪ પ્રકારે છે. એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ ચઉરિન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિયજાતિ. એમ જાતિ નામકર્મ પાંચ પ્રકારે છે. (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર (૫) કાર્યણ શરીર. એમ શરીર નામકર્મ પાંચ પ્રકારે છે. ૧૪૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનઃ- “સુખદુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થા (પર્યાય)ની પ્રાપ્તિ તે ગતિ કહેવાય.” લોકમાં સુખદુઃખને ભોગવી શકાય એવા આશ્રય સ્થાનો ચાર હોવાથી ગતિ નામકર્મ ૪ પ્રકારે કહ્યું છે. (૧) દેવયોગ્ય સ્થાન (દેવલોક) ને વિષે જીવ પ્રાયઃ ઉગ્ન પુણ્ય ભોગવવા માટે શારીરિક અને માનસિક સુખવાળી જે અવસ્થા પ્રાપ્ત કરે છે. તે “દેવગતિ” કહેવાય. તેનું કારણ દેવગતિનામકર્મ છે. અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર તીવ્રતમ શુભ રસયુક્ત કાર્મણ, સ્કંધોને દેવગતિનામકર્મ કહેવાય છે.” દેવગતિનામકર્મના ઉદયથી જીવને દેવગતિની પ્રાપ્તિ થાય છે. (૨) મનુષ્ય લોકને વિષે જીવ પુણ્ય-પાપ ભોગવવા માટે શારીરિક કે માનસિક સુખદુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે “મનુષ્યગતિ” કહેવાય. તેનું કારણ મનુષ્યગતિ નામકર્મ છે. (“અચલ સ્થિતિગુણને ઢાંકનાર તીવ્ર-મંદાદિ શુભ રસયુક્ત કાર્પણ સ્કંધોને મનુષ્યગતિનામકર્મ કહેવાય છે.” મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને મનુષ્યગતિની પ્રાપ્તિ થાય છે. (૩) તિર્યંચ યોગ્ય ભૂમિને વિષે જીવ પાપ ભોગવવા માટે શારીરિક અને માનસિક દુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે. તે “તિર્યંચગતિ” કહેવાય છે. તેનું કારણ તિર્યંચગતિનામકર્મ છે. અચલ સ્થિતિગુણને ઢાંકનાર મંદાદિ અશુભ રસયુકત કાર્મણસ્કંધોને તિર્યંચગતિ નામકર્મ કહેવાય છે.” તિર્યંચગતિ નામકર્મના ઉદયથી જીવને તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે. (૪) નરકભૂમિને વિષે જીવ ઉગ્રપાપને ભોગવવા માટે શારીરિક અને માનસિક દુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે નરકગતિ” કહેવાય. તેનું કારણ નરકગતિનામકર્મ છે. | “અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર અત્યંત તીવ્રતમ અશુભ રસ યુક્ત કાણ સ્કંધોને નરકગતિ નામકર્મ કહેવાય છે.” નરકગતિ નામકર્મના ઉદયથી જીવને નરકગતિની પ્રાપ્તિ થાય છે. અહીં દેવગતિ વગેરે કાર્ય છે અને દેવગત્યાદિ નામકર્મ એ કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને (કારણને) દેવગત્યાદિ નામકર્મ કહ્યું છે. ૧૬૮ For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુલિ દર્શક ચિત્રા . ૧૦ સ્થલચર ૪ ભેદ ભૂપરિસર્ક:૪ભદ ઉરપરિસર્પ : ૪ભેદ – અજગર કરનારા કમાન નોળિયે ક ખ ગરોળી તક સર્પ કુતરો. - a જલચર:ભેદી -ગશેળી. સંમરિછકે : પર્યાપ્તા-પર્યાતા ગર્ભજ ; • આઠપગ ૪ / નેચ૨: ૪ભદ બંધપાંખ વાળal માછલ્ફી, જ0 ભેદ * બલ્લીપોનવાળ હાજી વેલ માછી) જયનો આ ચામાં ચીડિયું, મતગણત દેવગતિ તારકગતિથી :ણી - ૨ નુતર-૫. વાણવ્યંતર-૮ દ્વિ | સખી શૈવેયક.૯ વ્યંતર-૮ વિમાનિકીવન પતિ-૧૦. ૧૫ કર્મભૂમિનો ગર્ભપયૉલોકાનિયામકશ૦ રyપ્રભાધમપ્રભા પર્યાતા 3 અકર્મભૂમિના / તપયૉલિબ્રિધિ૬૩૯ પર્ય+અપર્યાવાલુબપ્રભાતમસ્તમ- ૧૪ HISatyપરમાધામ-૧૫, શિરાપ્રભાતમ:પ્રભા 9 અપ. પિકઅંતdીપનJસેમ્o ) જયોતિષ૦ ૧૯૮ ૯૯પકપ્રભા [ પ્રભા - 18- * For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુલિ દર્શક ચિત્રા . ૧૦ સ્થલચર ૪ ભેદ ભજપરિસર્પ:૪ભેદ ઉરપરિસર્પ : ૪ભેદ e 1થી *વાંદરો - અજગર નોળિયે - 'સ કુતરો - જલચર:ભેદ 1712 - ગોળી સંમરિછકે : પતા- અપર્યાતા ગર્ભજ ; ' » I h SY ૨૦ ભેદ / નેચર: ૪ ભેદ બંધપાખ| 4141 ૪ -આઠપગલે માછલી /Ro પોપટ, 2 વેલ માઠી . . કાયલો | \ છે મઝટ - મોર ચોમાં ચીડિય, 29))) દેડકા EV મનવ્યગતિ દેવગતિ | . તારકીગતિ GT દુ:ખી તાતર-૫, વાણચંત૨-૮ સખી વય-૯ , અંતર-૮. વૈમાનિક Gભવન પતિ-૧૦ ૧૫ કર્મભૂમિના ગર્ભજ પયૉ લોકાન્તિક-૯ST 'તિર્યસૃભક-૧૦ |૨7 પ્રભાધુમપ્રભા 9 પર્યાતા ૩૦ અકર્મભૂમિનાSo ૨તપયૉ4 બિષિ૬૩૯૯ પર્યtપયા}બાલુબ્રપ્રભાતમસ્તકે- ૧૪ 5g: પરમાધમિ-૧૫, શિકૈરાપભાતમ: પ્રભા 9 અપ પ૬અંતgીપ ના)સં૫o ) જયોતિષ:૨૦૧૯૮ ૯૯ પંક પ્રભા પ્રભા IG ત ા. 20:1 For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંશી કે અસંજ્ઞી પંચેન્દ્રિયજીવ ચારે પ્રકારનું ગતિનામકર્મ પરાવર્તમાનપણે (વારાફરતી) બાંધતો હોવાથી આત્મા પર ચારે પ્રકારનાં ગતિનામકર્મના દલિકોનું અસ્તિત્ત્વ (સત્તા) છે. પરંતુ જે સમયે ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થાય તે પછીના સમયે પરભવમાં જે આયુષ્યનો ઉદય શરૂ થાય તેની સાથે તે જ ગતિનામકર્મનો ઉદય શરૂ થઇ જાય છે. દા.ત. જો દેવાયુષ્યનો ઉદય શરૂ થાય તો તેની સાથે જ દેવગતિનામકર્મનો ઉદય શરૂ થઇ જાય. માટે દેવાદિ આયુષ્યકર્મની સાથે દેવાદિ ગતિનામકર્મ સહચારી છે. એક ગતિમાં રહેલાં સર્વે જીવોને સુખદુઃખના સંયોગો એકસરખા મળતા નથી. દેવગતિમાં, ભવનપતિથી માંડીને અનુત્તર સુધીના દેવોને અનુક્રમે વધુ ને વધુ સુખની સામગ્રી પ્રાપ્ત થાય છે અને નરકગતિમાં, પહેલી નરકથી માંડીને સાતમી નરક સુધી અનુક્રમે વધુ ને વધુ દુઃખની સામગ્રી પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં પણ પંચેન્દ્રિય જાતિથી માંડીને એકેન્દ્રિય જાતિ સુધી અનુક્રમે અધિક અધિક દુઃખ યુક્ત સંજોગો પ્રાપ્ત થાય છે. મનુષ્યતિમાં પણ ન્યૂનાધિક પ્રમાણમાં સુખદુઃખ યુક્ત સંયોગો પ્રાપ્ત થાય છે. આ રીતે ગતિનામકર્મ સુખદુઃખના ઉપભોગનું નિયામક (વ્યવસ્થાપક) છે. (૨) જાતિનામકર્મના ભેદનું સ્વરૂપઃ જેમ થનઘોર વાદળથી સૂર્ય ઢંકાયેલો હોવા છતાં યત્કિંચિત્ પ્રકાશ ખુલ્લી હોય છે. તેમ ઘનઘાતી કર્મો દ્વારા આત્મા ઢંકાયેલો હોવા છતાં સ્વલ્પ ચેતના શક્તિ અવશ્ય ખુલ્લી હોય છે. એટલે જે જે જીવોની સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો પહેલો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો બીજો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો ત્રીજો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો ચોથો વિભાગ અને તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો પાંચમો વિભાગ એ રીતે દરેક સંસારી જીવની ચેતના શક્તિની વ્યવસ્થા મહાપુરુષોએ પાંચ વિભાગમાં કરી આપી હોવાથી, સમાન ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત “જાતિ નામકર્મ’ ૧૬૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ પ્રકારે કહ્યું છે. (૧) “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના એકેન્દ્રિય જીવોમાં “આ એકેન્દ્રિય છે. એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિય જીવોની સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે એકેન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૨) “શંખ, કોડાદિ જુદા જુદા પ્રકારના બેઈન્દ્રિય જીવોમાં “આ બેઈન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિય કરતા બેઇન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખીચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે બેઇન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૩) “કાનખજૂરા, માકડ, જા, લીખ,કીડી વગેરે જુદા જુદા પ્રકારનાતેઈન્દ્રિય જીવોમાં “આ તે ઇન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ બેઇન્દ્રિય કરતાં તે ઇન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે તેઈન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૪) વીછી,બગાઈ, ભ્રમર, તીડ, માખી વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના ચઉરિન્દ્રિય જીવોમાં “આ ચઉરિન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ તેઇન્દ્રિય કરતા ચઉરિન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે ચઉરિન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૫) દેવ, નારક, મનુષ્ય, ઘોડા, હાથી વગેરે જુદા જુદા પ્રકારના પંચેન્દ્રિય જીવોમાં “આ પંચેન્દ્રિય છે” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ ચઉરિદ્રિય કરતાં ઘણી અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે પંચેન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. અહીં એકેન્દ્રિયાદિ જાતિ એ કાર્ય છે અને એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મએ કારણ છે માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્મણસ્કંધરૂપ કારણને એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ કહ્યું છે. A तदो जत्तो कम्म कखंधादो जीवाणं भूओ सरिसत्त मुप्पज्जदे सो મૂવંધો વારો વજુવાતો નાદ્રિ તિ મળે ! (ધવલા) અર્થાઃ - “જે કર્મસ્કન્ધથી જીવોમાં અત્યન્ત સદૃશતા ઉત્પન્ન થાય છે તે કર્મ સ્કલ્પરૂપ કારણમાં કાર્યના ઉપચારથી કારણને જાતિનામકર્મ કહેવાય છે.” ૧૭૦ For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરનામકર્મના ભેદનું સ્વરૂપ લોકમાં શરીરધારી જીવો અનંતા છે. દરેક જીવના શરીર ભિન્ન ભિન્ન હોવાથી અનંતા શરીર છે. પરંતુ મહાપુરુષોએ કાર્યકારણાદિ સાદૃશ્યની દૃષ્ટિએ વર્ગીકરણ કરીને, તે સર્વેનો સમાવેશ પાંચ વિભાગમાં કરેલો હોવાથી શરીર પાંચ પ્રકારે કહ્યાં છે. (૧) ઔદારિકશરીરઃ- “ઉદાર” શબ્દને “ ” પ્રત્યય લાગીને ઔદારિક શબ્દ બન્યો છે. - ઉદાર=“શ્રેષ્ઠ”, “મોટું”, “સ્કૂલ”, “પ્રધાન”. (૧) જે શરીર શ્રેષ્ઠ હોય તે ઔદારિક કહેવાય.” દા.ત. અનુત્તરવાસીદેવો કરતાં તીર્થકર કે ગણધર ભગવંતોનું શરીર અત્યંત તેજસ્વી હોવાથી શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે શરીરને ઔદારિક કહ્યું છે. (૨) “જે શરીર મોટું હોય તે ઔદારિક કહેવાય.” દા.ત. ઔદારિક શરીરની અવગાહના વધુમાં વધુ કાંઇક અધિક એક હજાર યોજન* હોવાથી તે બીજા શરીર કરતાં મોટું છે. તેથી તેને ઔદારિક કહ્યું છે. (૩) “જે શરીર ધૂલ હોય તે ઔદારિક કહેવાય.” દા.ત. આ શરીર બીજા શરીરોની અપેક્ષાએ સ્કૂલ વર્ગણાનું બનેલું હોવાથી તેને ઔદારિક કહ્યું છે. (૪) “જે શરીર પ્રધાન હોય તે ઔદારિક કહેવાય.” આ શરીર ચારિત્ર અને મોક્ષ પ્રાપ્તિનું કારણ હોવાથી પ્રધાન (મુખ્ય) છે. તેથી તેને ઔદારિક કહ્યું છે. ઔદારિક શરીર એ ઔદારિક પુદ્ગલ સ્કંધોનું બનેલું છે તેનું કારણ ઔદારિક શરીરનામકર્મ છે તે કાર્મણáધાત્મક કર્મપ્રકૃતિ છે. દારિકશરીરનામકર્મના ઉદયથી જીવ ઔદારિક શરીરને યોગ્ય પુલસ્કંધોને ગ્રહણ કરીને ઔદારિકશરીર બનાવે છે. જો ઔદારિક શરીર નામકર્મ ન હોય તો ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી શકાતા ન હોવાથી ઔદારિક શરીર બનાવી શકાય નહીં. તિર્યંચ અને મનુષ્યને સાહજિક રીતે ઔદારિક શરીર હોય છે. A. પ્રત્યેક વનસ્પતિકાયના શરીરની અવગાહના કાંઈક અધિક એક હજાર યોજન છે. - ૧૭૧ For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . (૨) વૈક્રિયશરીર - ૐ શરીર એકમાંથી અનેક થાય, અનેકમાંથી એક થાય. નાનામાંથી મોટું થાય, મોટામાંથી નાનું થાય. આકાશમાં ઉડતું ઉડતું નીચે જમીન પર ચાલે, જમીન પર ચાલતું ચાલતું એકદમ આકાશમાં ઉડે. દૃશ્ય થઈને અદશ્ય થાય, અદશ્ય થઈને દેશ્ય થાય. ઇત્યાદિ, વિવિધ પ્રકારની ક્રિયા કરતું હોય તે વૈક્રિયશરીર કહેવાય.” તે બે પ્રકારે છે. (૧) “ભવધારણીયવૈક્રિયશરીર (૨) ઉત્તરવૈક્રિયશરીર. (જે જે શરીર જન્મથી માંડીને મરણ સુધી રહે તે ભવધારણીય કહેવાય.” દેવો અને નારકોને વૈશ. જન્મથી માંડીને મરણ સુધી રહે છે. તેથી તે ભવધારણીય વૈશિ.કહેવાય. () મૂળશરીરથી ભિન્ન જે કૃત્રિમવૈશિ. બનાવવું તે ઉત્તર વૈશ. કહેવાય.” દેવો અને નારકો કારણવશાત્ પોતાના મૂળ શરીરથી ભિન્ન જે કૃત્રિમવૈ.શ. બનાવે છે. તે ઉત્તર .શ. કહેવાય. તથા વૈક્રિયલબ્ધિધારી મનુષ્યો, તિર્યંચપંચેન્દ્રિય અને વાયુકાયનો જીવ પોતાના મૂળ શરીરથી ભિન્ન જે કૃત્રિમ વૈશિ. બનાવે તે ઉત્તર વૈ.શ. કહેવાય. - જીવ એકીસાથે જેટલા ઉત્તર વૈશ. બનાવે તેટલા ઉ.વૈ.શરીર અને મૂળ શરીરની વચ્ચે આત્મપ્રદેશની લાંબી શ્રેણી રચાય છે, તે વખતે મૂળશરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળે છે. પરંતુ ૮ રૂચક પ્રદેશો ક્યારેય મૂળશરીરમાંથી બહાર નીકળતા નથી. દારિકશરીરની જેમ વૈશિ.માં સાતધાતુઓ હોતી નથી. તે વૈક્રિયપુદ્ગલસ્કંધોનું બનેલું છે. તેનું કારણ વૈક્રિયશરીરનામકર્મ છે. વૈક્રિયશરીરનામકર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને વૈક્રિયશરીર બનાવે છે.” જો વૈક્રિયશરીરનામકર્મ ન હોયતો વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી શકાતા ન હોવાથી વૈશિ. બનાવી શકાય નહીં. A. લબ્ધિ = તપોજન્ય આત્મિકશક્તિ. ૧૭૨ For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) આહારકશરીર - આહારકલબ્ધિધારી, ચૌદપૂર્વધર પ્રમતમુનિ મહારાજને તીર્થંકર ભગવંતની ઋદ્ધિનું દર્શન કરવા અથવા સૂક્ષ્મતત્ત્વજ્ઞાનમાં થયેલા સંશયને દૂર કરવા માટે, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર ભગવંત પાસે જવું હોયતો ઔદારિકશરીરથી જઈ શકાતું નથી. માટે આહારકલબ્ધિના વશથી પોતે જે આકાશપ્રદેશમાં રહેલા હોય તે જ આકાશ પ્રદેશમાંથી આહારકશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને સ્ફટિકની શીલાની જેમ અત્યંત નિર્મળ મુઠી વાળેલા એકહાથ જેવડું જે નવું શરીર બનાવે છે, તે આહારકશરીર કહેવાય. આહારકશરીર અન્યથી વ્યાઘાત પામ્યા વિના કે અન્યને વ્યાઘાત કર્યા વિના, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે જાય છે. તે વખતે મૂળ શરીર અને આહારકશરીરની વચ્ચે આત્મપ્રદેશની લાંબી શ્રેણી રચાય છે. ત્યાંથી અંતર્મુહૂર્તકાળ માત્રમાં સંશય નિવારીને કે પરમાત્માના દર્શન કરીને પાછા વળતા જ્યારે આત્મપ્રદેશો મૂળશરીરમાં ખેંચાઈ જાય છે ત્યારે આહારક પુદ્ગલસ્કંધો વિખેરાઈ જતાં આહારકશરીર નાશ પામે છે. આ શરીર આખા ભવચક્રમાં ચાર વાર જ કરી શકાય છે. આહારકશરીર એ કાર્ય છે. તેનું કારણ આહારકશરીરનામકર્મ છે. તે કાર્યણરૂંધાત્મક કર્મપ્રકૃતિ છે. “હરક શરીરનામકર્મના ઉદયથી જીવ આહારકશરીરને યોગ્ય પુગલસ્કંધો ગ્રહણ કરીને આહારકશરીર બનાવે છે. જો આહારકશરીરનામકર્મ ન હોયતો જીવ આહારકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરી શકતો ન હોવાથી આહારકશરીર બનાવી શકે નહીં. (૪) તૈજસશરીર - જી કરેલા આહારની પાચનક્રિયાનું જે કારણ હોય તે તૈજસશરીર કહેવાય” અનાદિકાળથી દરેક સંસારી જીવની સાથે તૈજસશરીરરૂપ ગરમીની ભઠ્ઠી અવશ્ય હોય છે. તેથી આપણે જે ખોરાક લઈએ છીએ તે સમધાતુરૂપે પરિણમે છે. તેમજ અમુકજાતના તપથી તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનારા મનુષ્યો ક્યારેક તેજોલેશ્યાનો પ્રયોગ કરીને અપરાધની સજા કરવા માટે અપરાધીને બાળી નાંખે છે તો ક્યારેક ઉપકાર કરવા માટે શીતલેશ્યાનો પ્રયોગ કરીને બળતી વસ્તુને ઠંડી કરી નાંખે છે. ૧૭૩ For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેજસશરીર એ તૈજસપુદ્ગલસ્કંધોનું બનેલું છે. તેનું કારણ તૈજસશરીર નામકર્મ છે. એ કાર્મણરૂંધાત્મક કર્મપ્રકૃતિ છે. તૈજસશરીરનામ કર્મના ઉદયથી જીવ તૈજસશરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરીને તૈશિ. બનાવે છે.” જો તૈજસશરીર ન હોય તો આપણે જે ખોરાક લીધો હોય એ તેવો ને તેવો જ રહે. આપણે ખોરાકને પચાવી શકીએ નહી અને આપણા શરીરમાં ગરમી પણ ન રહે. જ્યારે જીવ વર્તમાન જન્મનું આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં ચાલ્યો જાય છે. ત્યારે જીવની સાથે જ તે.શ.ચાલ્યું જતું હોવાથી આપણું શરીર ઠંડું પડી જાય છે. એટલે મૃત શરીર ઠંડું લાગે છે. (૫) કાર્મણશરીર - અનાદિકાળથી આત્માની સાથે ક્ષીરનીરવત્ યા લોહાગ્નિવત્ એકમેક થયેલા Aઆઠકર્મોના સમૂહનો જે પિંડ તે કાર્યણશરીર કહેવાય.”તેનું કારણ, કાર્મણશરીરનામકર્મ છે. કાર્મણશરીરનામકર્મના ઉદયથી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરીને, કર્મ અથવા કાર્મણશરીરરૂપે પરિણાવે છે.” શંકા - કાશ્મણશરીર અને કાર્મણશરીરનામકર્મ બન્ને કાર્મણજીંધોનાં બનેલા હોવાથી જુદા કેવી રીતે કહેવાય? સમાધાન -કાશ્મણશરીર અને કાર્મણશરીરનામકર્મબન્ને કાર્મણસ્કંધના બનેલા હોવાથી એક જેવા જણાય છે પરંતુ તે બન્ને ભિન્ન છે. કાશ્મણશરીર એ કાર્ય છે તેનું કારણ કાર્મણશરીરનામકર્મ છે એ નામકર્મની એક ઉત્તર પ્રકૃતિ છે. જ્યાં સુધી કાર્મણશરીરનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરી શકે છે. જ્યારે કાર્મણશરીરનામકર્મનો ઉદય વિચ્છેદ થાય ત્યારે જીવ કાર્પણ સ્કંધોને ગ્રહણ કરી શકતો નથી. કાર્મણશરીરનામકર્મનો ઉદય તેરે ગુણસ્થાનક સુધી હોવાથી જીવ તેર ગુણસ્થાનક સુધી કાર્માસ્કંધોને ગ્રહણ કરી શકે છે ચૌદમે A. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે कम्म विगारो कम्मणमट्ठविह विचित्तकम्म निष्पन्नं । सव्वेसिं सरीराणं, कारणभूयं मुणेयव्वं ॥ અર્થ : કર્મનો વિકાર તે કાર્યણશરીર, તે આઠ પ્રકારનાં વિચિત્ર કર્મથી બનેલું છે. અને તે સર્વશરીરનું કારણ છે. ૧૭૪ For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણસ્થાનકે કાર્મણશરીર હોય છે. પણ કા. શરીરનામકર્મનો ઉદય ન હોવાથી ત્યાં જીવકર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરતો નથી. એટલે કર્મપુદ્ગલનાં ગ્રહણનું કારણ કાર્મણશરીર નામકર્મ છે. અને કાર્મણશરીર એ આઠપ્રકારનાં વિચિત્રકર્મથી બનેલું બધી જ કર્મપ્રકૃતિનું નિયામક છે. જેમ શરીર અવયવી છે. અને હાથપગ તેનાં અવયવો છે. તેમ કાર્મણશરીર અવયવી છે. અને કાર્મણશરીરનામકર્મ અવયવ છે. કાર્મણશરીરનામકર્મ સત્તામાંથી ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે જાય છે. અને કાશ્મણશરીરનો સંબંધ જીવની સાથે ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી હોય છે. માટે કાર્મણશરીર અને કાર્મણ શરીર નામકર્મ બન્ને જુદા છે. જીવની સાથે તૈ.શ. અને કાશ. ના અનાદિ સંબંધની સિદ્ધિ : સંસારીજીવ એક ભવમાંથી બીજાભવમાં જતી વખતે, ઔદારિક અને વૈક્રિયશરીરને મરણસ્થાને છોડીને, તેજસશરીર અને કાર્મણશરીર સહિત ઉત્પત્તિસ્થાને આવે છે. ત્યાં તેજસ અને કાર્મણશરીરની મદદથી જીવ મનુષ્ય કે તિર્યંચ અવસ્થામાં નવું ઔદારિકશરીર અને દેવ કે નારક અવસ્થામાં નવું વૈક્રિયશરીર બનાવે છે. તેથી ઔદારિક શરીર અને વૈક્રિયશરીરનું નિમિત્તકારણ તૈજસશરીર અને કાર્મણશરીર છે. જો મરણપછી તેશ. અને કાશ. યુક્તજીવ ઉત્પત્તિસ્થાને આવતો ન હોયતો કાર્મશરીરાદિ નિમિત્ત કારણવિના જીવ ઔદારિકાદિ નવું શરીર કેવી રીતે બનાવી શકે ? જેમ કુંભાર (કર્તા), માટી (ઉપાદાનકારણ) હાજર હોવા છતાં દંડચક્રાદિ (નિમિત્તકારણ) વિના કુંભાર ઘટ બનાવી શકતો નથી, તેમ જીવ (કર્તા) ઔદારિકાદિ પુદ્ગલો (ઉપાદાનકારણ) હાજર હોવા છતાં કાર્મણશરીરાદિ નિમિત્ત કારણ વિના જીવ ઔદારિકાદિ નવું શરીર કેવીરીતે બનાવી શકે ? પણ ઉત્પત્તિસ્થાને આવ્યા બાદ જીવ ઔદારિકાદિ નવું શરીર બનાવે છે. તે અનુભવ સિદ્ધ છે. માટે ત્યાં કાર્મણશરીરાદિ નિમિત્તકારણની હાજરી હોવાથી જીવ કાર્મણશરીરની મદદથી ઔદારિકાદિ પુગલોને ગ્રહણ કરે છે. અને તૈજસશરીરની મદદથી તે પુગલને ઔદારિકાટિશરીરરૂપે પરિણાવે છે. જેમ હાલમાં આપણા શરીરમાં ખોરાકનાં પરિણમન (પાચન)નું કારણ જઠરાગ્નિ છે. તેમ ઉત્પત્તિના પ્રથમસમયે ગ્રહણ કરેલા ઔદારિકાદિ પુદ્ગલસ્કંધોનું જે સપ્તધાતુમય ઔદારિકાદિ શરીરરૂપે પરિણમન થાય છે ૧૭૫ For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેનું કારણ પૂર્વભવનું તૈજસશરીરરૂપ જઠરાગ્નિ છે એટલે ઉત્પત્તિસ્થાને જીવ તૈ.શ. અને કા.શ. યુક્ત આવતો હોવાથી જીવની સાથે અનાદિકાળથી તૈજસશરીર અને કાર્યણશ૨ી૨ જોડાયેલું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ન અહીં શરી૨નામકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. તેમાંથી જે શરીરનામકર્મનો ઉદય હોય તે જ શરીરને યોગ્ય પુદ્ગલો જીવ ગ્રહણ કરી શકે છે. અન્યશરીરને યોગ્ય પુદ્ગલો જીવ ગ્રહણ કરી શકતો નથી. જો આવી વ્યવસ્થા ન હોય તો અમુકશરીર બનાવવામાટે અમુકજાતનાં પુદ્ગલો ગ્રહણ કરવા જોઈએ એવો નિયમ ન રહે. તેથી ઔદારિક શ૨ી૨બનાવવામાટે વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો અને વૈક્રિયશરીર બનાવવામાટે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થઈ જાય. આવો ગોટાળો ન થાય માટે તે તે શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરવા માટે તે તે શરીર નામકર્મની અવશ્ય જરૂર રહે છે. અંગોપાંગનામકર્મના ભેદ : बाहूरु पिट्ठ सिर उर, उअरंग उवंग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणु तिगस्सुवंगाणि ॥३३॥ बाहूरू पृष्टिः शिर उर उदरमङ्गानि उपाङ्गान्यङ्गलि प्रमुखाणि । शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्यो पाङ्गानि ॥३३॥ ગાથાર્થ :- બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી અને પેટ એ ૮ અંગ છે. આંગળી વગેરે ઉપાંગ છે. અને બાકીના આંગળીના વેઢા, રેખા વગેરે અંગોપાંગ છે. પ્રથમના ત્રણ શરીરને જ ઉપાંગ = અંગોપાંગ છે. વિવેચન :- અંગ + ઉપાંગ = અંગોપાંગ अङ्गोपाङ्गानि च अङ्गोपाङ्गानि च इति अङ्गोपाङ्गानि च અહીં અંગોપાંગ શબ્દની સાથે અંગોપાંગ શબ્દનો એકશેષ સમાસ થવાથી વ્યાકરણના નિયમ મુજબ એક અંગોપાંગ શબ્દનો લોપ થયેલો છે, તેથી અંગોપાંગ શબ્દના અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ અર્થ થાય. (૧) “શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય.” દા. ત. બે હાથ, બે પગ, માથુ, પીઠ, છાતી, પેટ વગેરે... (૨) “અંગના અવયવો (વિભાગ)ને ઉપાંગ કહેવાય” ૧૭૬ For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા.ત. આંગળી, કાન, નાક, આંખ વગેરે. (૩) “ઉપાંગના અવયવો (વિભાગ)ને અંગોપાંગ કહેવાય છે.” દા.ત. આંગળીના વેઢા, રેખા, નખ, પાંપણ, વાળ, રૂંવાટા વગેરે દારિકશરીર, વૈક્રિયશરીર અને આહારકશરીરને જ અંગોપાંગ હોવાથી અંગોપાંગનામકર્મ ૩ પ્રકારે છે. (૧) દારિકશરીરાંગોપાંગ (૨) વૈક્રિયશરીરાંગોપાંગ (૩) આહારકશરીરાંગોપાંગ (૧) દારિકયુગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરેને દારિકરિરસંગોપાંગ કહેવાય. તેનું કારણ દારિકશરીરાંગોપાંગનામકર્મ છે. ઔદારિક શરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ ઔદારિકશરીરરૂપે પરિણામ પામેલા યુગલોમાંથી ઔદારિકશરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.” (૨) વૈક્રિય પુદ્ગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરે વૈક્રિયશરીરસંગોપાંગ કહેવાય. તેનું કારણ વૈ. શરીર અંગોપાંગનામકર્મ છે. વૈશિરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલોમાંથી વૈક્રિયશરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.” (૩) આહારક પુદ્ગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરે આહારકશરીર માંગ કહેવાય. તેનું કારણ આ.શ. અંગોપાંગનામકર્મ છે. આહારક શરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ આહારકશરીર રૂપે પરિણામ પામેલા પુદ્ગલોમાંથી આહારક શરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.” ઔદારિકશરીરઅંગોપાંગ એ ઔદારિક પુદ્ગલોના બનેલા છે. તે કાર્યરૂપ છે. તેનું કારણ ઔદારિકશરીર અંગોપાંગનામકર્મ છે એ કાર્મણસ્કંધોનું બનેલું હોઈ નામકર્મની એક ઉત્તરપ્રકૃતિ છે. માટે ઔદારિકશરીરસંગોપાંગ અને ઔદારિકશરીરાંગોપાંગનામકર્મ એ બન્ને ભિન્ન છે. એ રીતે વૈ.શરીરાંગોપાંગ અને વૈશિ. અંગોપાંગનામકર્મ તથા આહારકશરીરાંગોપાંગ અને આહારક શરીરાંગોપાંગનામકર્મનો તફાવત સમજી લેવો. તૈજસશરીર અને કાર્યણશરીરને અંગોપાંગ હોતા નથી કારણ કે તે બન્ને ૧૭૭ For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીર અનાદિકાળથી જીવપ્રદેશો સાથે જોડાયેલા છે. તેથી તે બન્ને શરીરની આકૃતિ જીવપ્રદેશપ્રમાણે હોય છે. અને જીવપ્રદેશો (તે.શ. અને કા.શ. સંયુક્ત આત્મપ્રદેશો) ઔદારિકાદિ શરીરની આકૃતિ પ્રમાણે ગોઠવાતા હોવાથી જીવપ્રદેશોની આકૃતિ ઔદરિકાધિશરીર પ્રમાણે હોય છે. માટે તૈજસશરીર અને કાર્મણશરીરની કોઈ જ સ્વતંત્ર આકૃતિ હોતી નથી જેમ પાણીને જેવા વાસણમાં ભરીએ તેવો તેનો આકાર થતો હોવાથી પાણીને કોઈજ સ્વતંત્ર આકાર કહી શકાતો નથી. તેમ જીવપ્રદેશો ઔદારિકાદિ શરીરની આકૃતિ પ્રમાણે ગોઠવાતા હોવાથી તે.શ. અને કા..ની કોઈ જ સ્વતંત્ર આકૃતિ = સંસ્થાન હોતું નથી માટે તે બન્ને શરીરને અંગોપાંગ હોતા નથી. બંધનનામકર્મના ભેદ : उरलाइ पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउसमं तं, उरलाईबंधनं नेयं ॥३४॥ औदारिकादि पुद्गलानां निबद्ध-बध्यमानानां संबन्धम् । यत्करोति जतुसमं तदौदारिकादिबन्धनं ज्ञेयम् ॥३४॥ ગાથાર્થ :- લાખની જેમ, પૂર્વે બાંધેલા અને નવા બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો જે સંબંધ થવો તે ઔદારિકાદિબંધનનામકર્મ જાણવું. વિવેચન :- મનુષ્યો અને તિર્યંચો ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને મરણ સુધી પ્રતિસમયે ઔદારિકશરીર નામકર્મોદયથી ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધ ગ્રહણ કરીને, ઔદારિકશરીરરૂપે પરિણાવીને, ઔદારિકશરીરની રચનાને અનુકૂલ પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ ઔદારિક પુદ્ગલપિંડની સાથે દ્વિતીયાદિ ઔદારિક પુગલપિંડનું જે જોડાણ (સંબંધ) થાય છે. તે ઔદારિકબંધન કહેવાય તેનું કારણ ઔદારિકબંધનનામકર્મ છે A. ઉત્પત્તિ સ્થાને આવેલો જીવ પ્રથમ સમયે ઓ. કે વૈ. પુદ્ગલો તથા જ્યારે આહારકશરીર બનાવે ત્યારે પ્રથમ સમયે આહારક પુદ્ગલોને ગ્રહણ કરે છે તે “સર્વબંધ” કહેવાય તથા દ્વિતીયાદિ સમયથી માંડીને મરણ સુધી ઓ.કે વૈ. પુદ્ગલોનું અને આહારકશરીર બનાવતી વખતે દ્વિતીયાદિ સમયથી માંડીને આહારકશરીરની સમાપ્તિ સુધી આહારકપુદ્ગલોનું ગ્રહણમોચન બન્ને થતુ હોવાથી તે “દેશબંધ” કહેવાય તે.શ. અને કા.શ.માં સર્વબંધ હોતો નથી દેશબંધ જ હોય છે. (જુઓ બધષત્રિશિકા ગાથા-૨). ૧૭૮ For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 “ જે કર્મના ઉદયથી ઔદારિકાદિશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુદ્ગલપિંડની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતાં નવાનવા પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિકબંધનનામકર્મ કહેવાય.” દેવો અને નારકો ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને મરણસુધી, પ્રતિસમયે વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, વૈક્રિયશરીર રૂપે પરિણમાવીને, વૈક્રિયશરીરની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ વૈક્રિય પુદ્ગલપિંડની સાથે દ્વિતીયાદિ વૈક્રિય પુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે વૈક્રિયબંધન કહેવાય. તેનું કારણ વૈક્રિયબંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી વૈક્રિયશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુદ્ગલપિંડની સાથે વૈ.શરીરની રચનાનુસારે થતાં નવા નવા પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે વૈક્રિયબંધનનામકર્મ કહેવાય.” આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમતસંયત મુનિ મહારાજા જ્યારે આહારકશરીર બનાવે છે. ત્યારે આહારકશરીરની ઉત્પત્તિથી માંડીને સમાપ્તિસુધી પ્રતિસમયે આહારકશરીરને યૌગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, આહારકશરીરરૂપે પરિણમાવીને, આહા૨કશરીરની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ આહારક પુદ્ગપિંડની સાથે દ્વિતીયાદિ આહારક પુદ્ગલ પિંડનું જે જોડાણ થાય છે તે આહારબંધન કહેવાય તેનું કારણ આહારકબંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી આહારકશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુગલિપંડની સાથે આહારકશરીરની રચનાનુસારે થતાં. નવાનવા પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે આહારકબંધનનામકર્મ કહેવાય.” અનાદિકાળથી દરેક સંસારી જીવ પ્રતિસમયે તૈજસશરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને, તૈજસશરીરરૂપે પરિણમાવીને, જીવપ્રદેશોની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પૂર્વ પૂર્વના તૈજસપુદ્ગલપિંડની સાથે નવા નવા તૈજસપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે તૈજસબંધન કહેવાય તેનું કારણ તૈજસબંધન નામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ પૂર્વના તૈજસશરીરની સાથે નવા નવા તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે તૈજસબંધન નામકર્મ કહેવાય.” ૧૭૯ For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાદિકાળથી દરેક સંસારીજીવ પ્રતિસમયે કામસ્કંધોને ગ્રહણ કરીને કર્મ અથવા કાર્મણશરીરરૂપે પરિણાવીને, જીવ પ્રદેશોની રચનાનુસારે પુદ્ગલપિંડ્ર બનાવતા હોવાથી પૂર્વપૂર્વના કાર્મણશરીર અથવા કર્મોની સાથે નવા નવા કાર્યણશરીર અથવા કર્મોનું જે જોડાણ થાય છે તે કાર્મણબંધન અથવા કર્મબંધ કહેવાય. તેનું કારણ કાર્મણબંધનનામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ પૂર્વના કાર્યણશરીરની સાથે નવા નવા કાર્મણશરીર અથવા કર્મોનું જોડાણ થાય છે તે કાર્મણબંધનનામકર્મ કહેવાય.” આ રીતે, ઔદારિકાશિરીરનામકર્મની જેમ ઔદારિકાદિબંધન નામકર્મ પાંચ પ્રકારે છે. જો બંધનનામકર્મને માનવામાં ન આવે તો પૂર્વના ઔદારિકાદિશરીરની સાથે ઔદારિકાદિ શરીરની રચનાનુ સારે થતાં નવા ઔદારિકાદિ પુગલપિંડનું જોડાણ ન થવાથી જેમ ફૂંડામાં રહેલો લોટ પવનનો ઝપાટો લાગતા ચારે તરફ વેરાઈ જાય છે. તેમ નવા પુદ્ગલો વેરાઈ જાય માટે બંધનનામકર્મ અવશ્ય માનવું જોઈએ. સંઘાતનનામકર્મના ભેદ : जं संघायइ उरलाइपुग्गले तिणगणं व दंताली । तं संघायं बंधणमिव तणुनामेण पंचविहं ॥३५॥ यत्संघातयति औदारिकादि पुद्गलान् तृणगणमिव दंताली । तत्संघातं बन्धनमिव तनुनामा पञ्चविधम् ॥३५॥ ગાથાર્થ - જેમ દંતાલી ઘાસના સમુહને એકઠો કરે, તેમ જે ઔદારિકાદિ શરીરના પુલો (ઔદારિકાદિ શરીરની રચનાનુસારે) એકઠા કરે તે સંઘાતનનામકર્મ બંધનની જેમ શરીરનાં નામે પાંચ પ્રકારે છે. વિવેચન - બંધનનામકર્મ ૫ પ્રકારે કહ્યું પણ ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી ગ્રહણ કરેલા પુદ્ગલો જ્યાં સુધી શરીરની રચનાનુસારે પિંડરૂપે એકઠા ન થાય ત્યાં સુધી પૂર્વનાં ઔદારિકાદિપુગલપિંડની સાથે નવા પુગલપિંડનું જોડાણ થતું નથી માટે બંધનનામકર્મની જેમ શરીરના નામ પ્રમાણે સંઘાતનનામકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. ઉત્પત્તિસ્થાને આવેલો જીવ ઔદારિકશરીર નામકર્મોદયથી ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, ઔદારિક શરીરરૂપે પરિણાવે છે. પછી જેમ ૧૮૦ For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દંતાલી ચારે તરફ વિખરાયેલાં ઘાસના સમુહને એકઠો કરે તેમ દારિકશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલોનો ઔદારિક શરીરની રચનાનુસારે જે પિંડ થાય છે. તે ઔદારિક સંઘાતન કહેવાય. તેનું કારણ દારિકસંઘાતનનામકર્મ છે. “ “જે કર્મના ઉદયથી ઔદારિકશરીરરૂપે પરિણમેલા પુલનો ઔદારિકશરીરની રચનાનુસારે પિંડ થાય તે ઔદારિકસંઘાતનનામકર્મ કહેવાય.' અહીં દારિકસંઘાતન એ દારિકપુગલોનું બનેલું છે. અને દારિકસંઘાતન નામકર્મ એ કાર્મણસ્કંધોની બનેલી નામકર્મની એક ઉત્તરપ્રકૃતિ છે માટે તે બન્ને ભિન્ન છે. આ પ્રમાણે (૨) વૈક્રિયસંઘાતનનામકર્મ (૩) આહારક સંઘાતનનામકર્મ (૪) તેજસ સંઘાતનનામકર્મ (૫) કાર્યણસંઘાતનનામકર્મ સમજી લેવું. જો સંઘાતનનામકર્મને માનવામાં ન આવે તો, બંધનનામકર્મ પોતાનું કાર્ય કરી શકતું નથી. કારણ કે “એકઠા નહિ થયેલા પુગલોનો બંધ થતો નથી.” એવો ન્યાય છે. એટલે જ્યાં સુધી દારિકાદિશરીરની રચનાનુસારે પિંડ ન થાય ત્યાં સુધી પૂર્વેના ઔદારિકાદિ શરીરની સાથે નવા ઔદારિકાદિ પુદ્ગલપિંડનું જોડાણ થઈ શકતું નથી માટે સંઘાતનનામકર્મ અવશ્ય માનવું જોઈએ. બંધનનામકર્મનાં ૧૫ ભેદ: ओराल-विउव्वा-हारयाण सग-तेअ- कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुसहियाणं तिन्नि तेसिं च ॥३६॥ उदार वैक्रियाहारकाणां स्वकतैजसकर्मयुक्तानाम् । नव बन्धनानि इतरद्विसहितानां त्रीणि तेषां च ॥३६॥ ગાથાર્થ - ઔદારિક, વૈક્રિય અને આહારકશરીર પોતપોતાની સાથે, તૈજસની સાથે અને કાશ્મણની સાથે જોડાતાં નવ બંધનો થાય છે. અને તે ત્રણે શરીરને તૈજસ અને કાર્મણ એ બન્નેની સાથે જોડતા ત્રણ બંધન થાય છે. અને તૈજસ તથા કાર્મણને પરસ્પર જોડતા બીજા ત્રણ બંધન થાય છે. વિવેચન :- પૂર્વે બંધનનામકર્મ ૫ પ્રકારે કહ્યું અને અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. કારણકે પંચસંગ્રહકારનું એવું માનવું છે કે “સજાતીય ૧૮૧ For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુલપિંડનું પરસ્પર જોડાણ થાય છે. માટે બંધનનામકર્મ પાંચ પ્રકારે છે. અને ગગર્ષિ તથા શિવશર્માસૂરિ મહારાજનું એવું માનવું છે કે સજાતીયની જેમ વિજાતીય પુદ્ગલપિંડનું પણ પરસ્પર જોડાણ થાય છે. કારણકે જીવને કાર્પણ શરીર અને તૈજસશરીર અનાદિકાળથી વળગેલુ હોવાથી તેજસપુદ્ગલપિંડ અને કાર્મણપુગલપિંડનું જોડાણ અનાદિકાળથી ચાલુ છે. તેનું કારણ બતૈજસકાર્પણ બંધનનામકર્મ” છે. તથા ભવાન્તરમાંથી ઉત્પત્તિસ્થાને આવેલો જીવ તૈજસશરીર અને કાશ્મણશરીરથી યુક્ત હોય છે. અને ત્યાં દારિક કે વૈક્રિય એ બેમાંથી કોઈપણ એક શરીર નવું બનાવતો હોવાથી તેજસશરીરની સાથે અને કાર્મણશરીરની સાથે તેમજ તેજસશરીર + કાર્પણ શરીરની સાથે ઔદારિક કે વૈક્રિયશરીરને યોગ્ય પગલપિંડનું અવશ્ય જોડાણ થાય છે. તેનું કારણ (૨) ઔદારિકતૈજસબંધનનામકર્મ (૩) ઔદારિકકાર્મબંધનનામકર્મ (૪) ઔદારિક તૈજસ કાર્મણબંધન નામકર્મ (૫) વૈક્રિયતૈજસબંધનનામકર્મ (૬) વૈક્રિયકાર્મણબંધનનામકર્મ (૭) વૈક્રિયતૈજસકાર્પણબંધનનામકર્મ છે. અને આહારકલબ્ધિધારી પ્રમતમુનિ જ્યારે આહારકશરીર બનાવે ત્યારે તૈજસશરીરની સાથે અને કાર્મણશરીરની સાથે તેમજ તૈજસશરીર + કાર્મણશરીરની સાથે આહારકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું જોડાણ થાય છે. તેનું કારણ ( ૮ ) આહારકતૈજસબંધનામકર્મ (૯) આહારકકાર્મણબંધનનામકર્મ ( ૧ ૦ ) આહારકતૈજસકાર્મણબંધનનામકર્મ છે. આ પ્રમાણે વિજાતીયપુગલપિંડનું પરસ્પર જોડાણ થતા કુલ.૧૦ બંધન થાય છે. અને પૂર્વોક્ત મુજબ સજાતીય પુગલપિંડનું પરસ્પર જોડાણ થતા કુલ પ બંધન થાય છે. માટે અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. A. એક જીવને એકી સાથે બે-ત્રણ કે ક્યારેક ચાર શરીરનો પણ ઉદય હોય છે. જે જીવને જ્યાં સુધી જેટલા શરીનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી તે જીવ પ્રતિસમયે તેટલા શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. તેથી સજાતીય અને વિજાતીય પુદ્ગલોનું પરસ્પર જોડાણ થયા જ કરે છે. તેમાં ઔદારિકશરીરધારીને (૧) . ઓ. (૨) ઔ. તે. (૩) . કા. (૪) ઓ. તે. કા. (૫) કાર્મણકાશ્મણ (૬) તે. તે. (૭) તે. કા. એ. ૭ રીતે પુદ્ગલોનું પરસ્પર જોડાણ થાય છે. એ જ પ્રમાણે વૈ. શરીરધારી અને આ. શરીરધારીને પણ ૭ રીતે પુદ્ગલોનું પરસ્પર જોડાણ થાય છે. પણ અહીં ત્રણે સ્થળે (૧) કા. કા. (૨) તે, તે. (૩) તૈ. કા. એ ત્રણ બંધન સમાન હોવાથી તેની ગણતરી એકજ વાર કરવાથી કુલ-૬ બંધન બાદ કરતાં બંધનનામકર્મ કુલ ૧૫ પ્રકારે છે. ૧૮૨ For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધનનામકર્મના ભેદનું સ્વરૂપ : (૧) પૂર્વના ઔદારિકશરીરની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતા નવા ઔદારિકપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિક ઔદારિક બંધન કહેવાય. તેનું કારણ ઔદારિક ઔદારિક બંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી પૂર્વના ઔદારિકશરીરની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતાં નવા ઔદારિક પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિક ઔદારિક બંધનનામકર્મ કહેવાય.’’ આ પ્રમાણે (૨) વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ અને (૩) આહારક આહારકબંધનનામકર્મ સમજવું. (૪) તૈજસશરીરની સાથે દારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસશ૨ી૨ને યોગ્ય પુદ્ગલ પિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિક તૈજસબંધન કહેવાય તેનું કારણ ઔદારિકતૈજસ બંધન નામકર્મ છે. “જે કર્મનાઉદયથી તૈજસશરીરની સાથે ઔદારિક પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે (કર્મ) ઔદારિકતૈજસબંધનનામકર્મ કહેવાય.'' આ પ્રમાણે (૫) વૈક્રિયતૈજસબંધનામકર્મ અને (૬) આહારકતૈજસબંધનનામકર્મ સમજવું. (૭) કાર્યણશ૨ી૨ની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે કાર્યણસ્કંધોનું જે જોડાણ થાય છે તે ઔદારિકકાર્યણબંધન કહેવાય તેનું કારણ ઔદારિકકાર્યણબંધનનામકર્મ છે. “જે કર્મના ઉદયથી કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે કાર્મણસ્કંધોનું જોડાણ થાય તે (કર્મ) ઔદારિકકાર્યણબંધનનામકર્મ કહેવાય..'' આ પ્રમાણે (૮) વૈક્રિયકાર્પણબંધનનામકર્મ અને (૯) આહારકકાર્યણબંધનનામકર્મ સજમવું. (૧૦)તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસ અને કાર્યણપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિકતૈજસકાર્યણબંધન કહેવાય. તેનું કારણ ઔદારિક તૈજસકાર્યણબંધનનામકર્મ છે. જે કર્મના ઉદયથી તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિક શરીરની સાથે તૈજસ કે કાર્મણ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિકતૈજસકાર્યણબંધનનામકર્મ ૧૮૩ For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાય.” આ પ્રમાણે (૧૧) વૈક્રિયતૈજસકાર્મબંધનનામકર્મ અને (૧૨) આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ સમજવું. (૧૩) તૈજસશરીરની સાથે કાર્મણસ્કંધનું કે કાશ્મણશરીરની સાથે તેજસશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે. તે તૈજસકાર્પણબંધન કહેવાય. તેનું કારણ તેજસકાર્પણબંધનનામકર્મ છે. જે કર્મના ઉદયથી તૈજસ શરીરની સાથે કાર્મણસ્કંધોનું કે કર્મણશરીરની સાથે તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે તૈજસકાર્પણબંધનનામકર્મ કહેવાય.” (૧૪) તૈજસશરીરની સાથે નવા ગ્રહણ કરાતા તેજસપુદ્ગલોનું જે જોડાણ થાય છે. તે તૈજસતૈજસબંધન કહેવાય. તેનું કારણ તૈજસતૈજસબંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથીતૈજસશરીરની સાથે નવા ગ્રહણ કરાતાતૈજસપુલોનું જોડાણ થાય તે (કર્મ) તૈજસતૈજસબંધનનામકર્મ કહેવાય.” આ પ્રમાણે (૧૫) કાર્પણ કાર્મણબંધનનામકર્મ સમજવું. - જો દારિકાદિ શરીરને વિષે સજાતીય પગલોની જેમ વિજાતીયપુદ્ગલોના પરસ્પર થતાં જોડાણ (સંબંધ)ને માનવામાં ન આવે તો. (૧) તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે દારિકશરીર કે (૨) તેજસભરી અને કાર્મણશરીરની સાથે વૈક્રિયશરીર કે (૩) તૈજસશરીર અને કાર્મણશરીરની સાથે આહારકશરીરનું એકાકારપણું જણાય નહીં. પણ એવું બનતું નથી. કારણકે આપણને બે કે ત્રણ શરીરનું એકાકારપણું સ્પષ્ટ જણાય છે. માટે સજાતીયની જેમ વિજાતીય પુદ્ગલોનું પરસ્પર જોડાણ માનવું જોઈએ તેથી પ્રથકારશ્રીએ અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. સંઘયણનામકર્મના ભેદ : संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह य रिसहनारायं, नारायं अद्धनारायं ॥३७॥ कीलिय छेवटुं इह, रिसहो पट्टो य कीलिया वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥३८॥ संहननमस्थिनिचयः तत्वोढा वज्रऋषभनाराचम् । तथा च ऋषभनाराचं नाराचमर्द्धनाराच ॥३७॥ ૧૮૪ For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ સાયણ वज-ऋषभ-नाराच अर्ध-नाराच - कीलिका ऋषस-नाराच नाराच सेवार्त F ૬ સંસ્થાન ::00HROERONOCTO U RNA 0.00 शान्यग्रो E सावि ALS 1 CoxC00.00 EKOYAdies)OMGAOKelinायालाय वामन SHAN IYA कुष्ज :/GOO.मातालका os24 .DICADAICS For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ સંધયણ वज-ऋषभ-नाराच अर्ध-नाराच VOLUTILALUATIOLAN कीलिका ५ ऋषस-नाराच नाराच सेवार्त ૬ સંસ્થાન Con970HCHशराब १समच न्यग्रोध 3 सावि 0:3599.00A OCIOLOGONOMOPORATE : ..... समस्याफारसायकल कुब्जा क 200XOKOK.0000000XAXComएम00 वामन मा. otoxxx का.पा . PONGARO कए For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कीलिका सेवामिह ऋषभः पट्टश्च कीलिका वजम् । उभयतो मर्कटबन्धो नाराचमिदमुदाराङ्गे ॥३८॥ ગાથાર્થ :- હાડકાની રચનાને સંઘયણ કહેવાય છે. તેનાં ૬ પ્રકાર છે. (૧) વજષભનારાંચ (૨) ઋષભનારા (૩) નારાજ (૪) અર્ધનારાય. (૫) કીલિકા (૬) છેવટું.અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી, નારાચ એટલે બન્ને બાજુ મર્કટ બંધ. આ સંઘયણો માત્ર ઔદારિકશરીરમાં જ હોય વિવેચન :- શરીરના બાંધાને મજબૂત કરનારી “જે હાડકાની વિશિષ્ટ રચના તે સંઘયણ કહેવાય.” અથવા લોખંડની પટ્ટી જેમ બારણાને મજબૂત કરે છે. તેમ હાડકાની રચના શરીરનાં બાંધાને મજબૂત કરતી હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને કાર્યરૂપ “શરીરની મજબૂતાઈને પણ સંઘયણ કહે છે.” દરેક મનુષ્ય અને તિર્યંચમાં ચઢતા-ઉતરતા ક્રમે અનેક જાતની મજબૂતાઈ જણાય છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિએ સંઘયણ અનેક પ્રકારનાં થઈ શકે પરંતુ મહાપુરુષોએ તે સર્વેનું વર્ગીકરણ કરીને તે સર્વેનો સમાવેશ ૬ વિભાગમાં કરેલો હોવાથી સ્થૂલદષ્ટિએ જૈનશાસ્ત્રમાં સંઘયણનામકર્મ ૬ પ્રકારે કહ્યું છે. (૧) વજઋષભનારાચ સંઘયણ :“વજ =ખીલી”, “ઋષભ =પાટો”, “નારાચ =મર્કટ બંધ.” “વાંદરીને જેમ તેનું બચ્ચુંહાથની આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, તેમ હાડકાના બે છેડાઓ પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે જોડાયેલા હોય તે મર્કટબંધ” કહેવાય.” જેમાં બે હાડકાના બને છેડાઓ, બન્ને બાજુએ મર્કટબંધથી જોડાયેલાં હોય તેના ઉપર પાટા [ઋષભના આકારવાળું હાડકુ વીંટળાયેલુ હોય અને એ ત્રણે હાડકાને ભેદીને રહેલુ ખીલીના આકારવાળુ ત્રીજા હાડકુ હોય તો, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી અતિશય મજબૂતાઈને વજઋષભનારાચસંઘયણ કહેવાય તેનું કારણ “વજત્રઋષભનારાચસંઘયણનામકર્મ” છે. A. આપણા બન્ને હાથથી, બન્ને હાથના કાંડાને પરસ્પર પકડવાથી જેવો બંધ થાય તેવા બંધને મર્કટબંધ કહેવાય. ૧૮૫ For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ૠષભ નારાચ સંઘયણ : જેમાં ખીલીના આકારવાળુ હાડકું નહોય, પણ બે હાડકાના બન્ને છેડાઓ, બન્ને બાજુએ મર્કટ બંધની જેમ જોડાયેલા હોય, તેના પર પાટાના આકારવાળું બીજું હાડકું વીંટાળેલુ હોય તો, તેવા પ્રકારની હાડકાની રચનાને, અથવા તેવા પ્રકારનાં હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને ૠષભનારાચ સંઘયણ કહેવાય. તેનું કારણ “ૠષભનારાચ સંઘયણ નામકર્મ’ છે. (૩)નારાચ સંઘયણ : જેમાં ખીલીના આકાર વાળુ હાડકુ ન હોય અને પાટાના આકારવાળુ હાડકું પણ ન હોય, પરંતુ બે હાડકાના બન્ને છેડાઓ બન્ને બાજુએ મર્કટબંધની જેમ જોડાયેલાં હોય, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારના હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઈને નારાચ સંઘયણ કહેવાય છે. તેનું કારણ ‘“નારાચ સંઘયણ નામકર્મ’ છે. (૪) અર્ધનારાચ સંઘયણ : જેમાં બે હાડકાના બે છેડાઓમાંથી એક છેડો, એકબાજાએ મર્કટબંધની જેમ જોડાયેલો હોય અને બીજી બાજુ ખીલી હોય તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને અર્ધનારાચ સંઘયણ કહેવાય. તેનું કારણ ‘અર્ધનારાચ સંઘયણ નામકર્મ’ છે. (૫) કીલિકાસંઘયણ : જેમાં બે હાડકાના બે છેડાઓ બન્ને બાજુએ મર્કટબંધની જેમ જોડાયલા ન હોય, પણ તે બન્ને છેડા માત્ર ખીલીથી જોડાયેલા હોય, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારના હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને કીલિકાસંઘયણ કહેવાય. તેનું કારણ “કીલિકા સંઘયણ નામકર્મ’ છે. 66 (૬) છેવટ્ટુ સંઘયણ : જેમાં માત્ર હાડકાઓ પરસ્પર અડકીને રહેલા હોય એવી હાડકાની રચનાને અથવા એવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને છેવતૢ સંઘયણ કહેવાય. તેનું કારણ ‘છેવટ્ટસંઘયણનામકર્મ’ છે. ૧૮૬ For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેવટના બે અર્થ થાય છે. (૧) સેવાર્ત (૨) છેદસ્કૃષ્ટ. (૧) જે સ્નિગ્ધભોજન કે તેલની માલિશાદિ સેવાની નિત્યે અપેક્ષા રાખતું હોય તે સેવાર્ત- સંઘયણ કહેવાય. (૨) જેમાં માત્ર બે હાડકાના છેડા પરસ્પર અટકીને રહેલા હોય તે છેદસ્કૃષ્ટ સંઘયણ કહેવાય. આ ૬ સંઘયણો ઔદારિકશરીરમાં જ હોય છે. વૈક્રિયાદિ-૪ શરીરમાં ન હોય કારણ કે તે ૪ શરીરમાં હાડકાં હોતા નથી. યદ્યપિ દારિકશરીરધારી સર્વે જીવોમાં પણ એકેન્દ્રિયને સંઘયણ હોતું નથી. વિકસેન્દ્રિયને છેવટું સંઘયણ હોય છે. અને ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યને ૬ સંઘયણ હોય. પરંતુ હાલમાં આપણને સૌને છેવટું સંઘયણ જ હોય છે. જો સંઘયણ નામકર્મને માનવામાં ન આવે તો, વિશિષ્ટ હાડકાની રચના વિના શરીરનો બાંધો મજબૂત બનતો નથી. અને શરીરનો બાંધો મજબૂત ન હોય તો મન મજબૂત બનતું નથી. તેથી જીવ સારા કે ખરાબ કોઇપણ કાર્યોમાં વર્ષોલ્લાસ ફોરવી શકતો નથી. જો કે આત્મામાં અનંતવીર્ય [શકિત] છે. પરંતુ તેને પ્રગટ કરવા માટે શરીરનો બાંધો મજબૂત જોઇએ. જો શરીરનો બાંધો અતિશય મજબૂત હોય તો જીવ અત્યંત વર્ષોલ્લાસ ફોરવીને મારા અંતર્મુહૂર્તકાળમાં ઘાતકર્મોનો ક્ષય કરી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વજઋષભનારાચ સંઘયણ વાળો જીવ જ ક્ષપકશ્રેણી માંડી શકે છે. અને સાતમી નરક સુધી જઈ શકે છે. એટલે વજઋષભનારાચ સંઘયણ એ મોક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી સંઘયણ નામકર્મ અવશ્ય માનવું જોઈએ. સંસ્થાન અને વર્ણનામકર્મના ભેદઃ समचउरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हुंडं । संठाणा वन्ना-किण्हनील लोहिय-हलिद्द-सिया ॥३९॥ समचतुरस्र न्यग्रोध-सादि - कुब्जानि वामनं हुंडं । સંસ્થાનાનિ વખr: M-ની-હિત-હારિદ્ર-સિતા રૂા. A. સેવા + &ત સેવાથી વ્યાપ્ત એટલેકે જેને સેવાની નિત્ય અપેક્ષા હોય તે સેવાર્ત કહેવાય. B. આગમમાં દેવોને વજઝષભનારા સંઘયણ કહ્યું છે. તે માત્ર શકિતની અપેક્ષાએ સમજવું કારણકે વજxaષભનારા સંઘયણવાળા મનુષ્યાદિની જેમ દેવનું શરીર પણ અતિશય મજબૂત હોવાથી દેવોને વજaષભનારાચ સંઘયણ કહ્યું છે. ૧૮૭ For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથાર્થ - સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક એ છ સંસ્થાનો છે. કાળો, લીલો, રાતો, પીળો અને સફેદ એ પાંચ વર્ષો - વિવેચન :- શરીરની આકૃતિને સંસ્થાન કહેવાય. ત્રિકાળવર્તી જીવોની આકૃતિનું સૂક્ષ્મદ્રષ્ટિએ વર્ગીકરણ કરતા અસંખ્યાત ભેદ થાય. પરંતુ શાસ્ત્રાકાર ભગવંતે તે સર્વેનું વર્ગીકરણ કરીને તે સર્વેનો ૬ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. માટે સંસ્થાન નામકર્મ ૬ પ્રકારે કહ્યું છે. (૧) સમચતુરટ્યસંસ્થાન સમ=સરખા”, “ચતુરૂ-ચાર”, “અન્ન ખૂણા કે બાજુ જે પુરુષ પદ્માસને બેઠેલો હોય તેના (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર. (૨) ડાબા ખભાથી જમણા ઢીંચણનું અંતર. (૩) જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર (૪) હથેળીથી લલાટનું અંતર, એમ ચારે બાજુનું અંતર સરખું હોય એવી જે શરીરની આકૃતિ તે સમચતુરસસંસ્થાન કહેવાય. અથવા સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુકત સઘળા અવયવોવાળી શરીરની આકૃતિને સમચતુરસસંસ્થાન કહેવાય. તેનું કારણ “સમચતુર-સંસ્થાનનામકર્મ” છે. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ = વડનું ઝાડ પરિમંડલ = આકાર. જેમ વડવૃક્ષનો ઉપરનો ભાગ શાખા, પ્રશાખા અને પાંદડા વગેરેથી સુંદર હોય છે. અને નીચેનો ભાગ બેડોળ હોય છે. તેમ શરીરમાં નાભિની ઉપરનો ભાગ સારા લક્ષણ યુક્ત હોય. અને નાભિની નીચનો ભાગ લક્ષણહીન હોય એવી શરીરની આકૃતિને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહેવાય. તેનું કારણ “ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મ” છે. (૩) સાદિ સંસ્થાન :શરીરમાં નાભિની ઉપરનાં અવયવો લક્ષણહીન હોય અને નીચેનાં અવયવો લક્ષણયુકત હોય એવી શરીરની આકૃતિને સાદિસંસ્થાન કહેવાય. તેનું કારણ A“સાદિસંસ્થાનનામકર્મ” છે. ૧૮૮ For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કુન્નસંસ્થાન :મસ્તક, ગ્રીવા [ડોક હાથ અને પગ લક્ષણ યુકત હોય. અને છાતી, ઉદર વગેરે લક્ષણહીન હોય એવી શરીરની આકૃતિને કુજ સંસ્થાન કહેવાય. તેનું કારણ “કુજ સંસ્થાન નામકર્મ” છે. (૫) વામન સંસ્થાન :છાતી, પેટ, ઉદર વગેરે અવયવો લક્ષણ યુકત હોય અને મસ્તક, ડોક, હાથ, પગ વગેરે લક્ષણ રહિત હોય એવી શરીરની આકૃતિને વામન સંસ્થાન કહેવાય. તેનું કારણ “વામન સંસ્થાન નામકર્મ છે. (૬) હુંડક સંસ્થાન :જે શરીરના સઘળા અવયવો લક્ષણ રહિત અને બેડોળ હોય એવી શરીરની આકૃતિને હુંડક સંસ્થાન કહેવાય છે. તેનું કારણ “હુંડક સંસ્થાન નામકર્મ” સર્વ દેવોને સમચતુરસસંસ્થાન હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છમાંથી કોઇપણ સંસ્થાન હોય છે. અને બાકીનાં સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે. હાલમાં આપણને સૌને હુંડક સંસ્થાન હોય છે. વર્ણનામકર્મના ભેદ - જીવ ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી ઔદરિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે. તેમાં સ્વાભાવિક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તો હોય જ છે. પરંતુ જીવે ગ્રહણ કરેલા તે પુદ્ગલોનું શરીરરૂપે પરિણમન થાય ત્યારે તેમાં કોઈક ચોક્કસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થાય છે. તેથી શરીર બાંધતી વખતે શરીરની આકૃતિની જેમ નવો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થાય છે. યદ્યપિ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અસંખ્યાત પ્રકારે છે. પરંતુ શાસ્ત્રકાર A. કેટલાક આચાર્ય મહારાજ સાદિને સાચી કહે છે. સાચી = શાલ્મલીવૃક્ષ. જેમ શાલ્મલી વૃક્ષમાં થડ ઘણુ સારૂ હોય છે. પણ ડાળી, પાંદડા સારા હોતા નથી. તેમ શરીરમાં નાભિની નીચેનો ભાગ લક્ષણયુકત હોય અને નાભિની ઉપરનો ભાગ ખામીવાળો હોય એવી શરીરની આકૃતિને સાદિસંસ્થાન કહેવાય ૧૮૯ For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવંતોએ સર્વેવર્ણનું વર્ગીકરણ કરીને તેનો પાંચ વિભાગમાં, સર્વે ગંધનું વર્ગીકરણ કરીને તેનો બે વિભાગમાં, સર્વે રસનું વર્ગીકરણ કરીને તેનો પાંચ વિભાગમાં અને સર્વે સ્પર્શનું વર્ગીકરણ કરીને, તેનો આઠ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી શાસ્ત્રમાં વર્ણ ૫ પ્રકારે, ગંધ-૨ પ્રકારે, રસ-૫ પ્રકારે અને સ્પર્શ-૮ પ્રકારે કહ્યાં છે. (૧) કોઈ જીવનું શરીર કાગડાની જેમ કાળુ હોય છે. તેનું કારણ કૃષ્ણવર્ણનામકર્મ છે. (૨) કોઈ જીવનું શરીર પોપટની જેમ લીલુ હોય છે તેનું કારણ નીલવર્ણનામકર્મ છે. (૩) કોઈ જીવનું શરીર ટામેટાની જેમ રાત હોય છે. તેનું કારણ રકતવર્ણનામકર્મ છે. (૪) કોઈ જીવનું શરીર પતંગીયાની જેમ પીળુ હોય છે. તેનું કારણ પતવર્ણનામકર્મ છે. (૫) કોઈ જીવનું શરીર બગલાની જેમ સફેદ હોય છે. તેનું કારણ શ્વેતવર્ણનામકર્મ છે. કેટલાક પ્રાણીઓ કૃષ્ણાદિ ૫ વર્ણ સિવાયના જુદા જુદા રંગના કે ચિત્રવિચિત્ર રંગના દેખાય છે. તે રંગ કૃષ્ણાદિવર્ણનાં સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી તેનું પૃથગ્રહણ કર્યું નથી. ગંધાદિનામકર્મના ભેદसुरहिदुरही रसा पण तित्त-कडु-कसाय-अंबिला महुरा । फासागुरु-लहु-मिउखर-सीउण्ह-सिणिद्ध-रुक्खट्ठा ॥४०॥ સુમકુમ, રસા: પંઘ તિવા-૬-ષીય-મન-ધુ0: સ્પર્શ ગુરુ-તપુ-મૃદુ-g-શત-૩-થિ -ક્ષા ગણી | ગાથાર્થ - ગંધ-૨ પ્રકારે છે. (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ, રસ-૫ પ્રકારે છે. (૧) કડવો (૨) તીખો (૩) તુરો (૪) ખાટો (૫) મધુર. સ્પર્શ ૮ પ્રકારે છે. (૧) ભારે (૨) હલકો (૩) કોમળ (૪) કર્કશ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂક્ષ [લખો] ૧૯૦ For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન ઃ- “નાસિકા દ્વારા જે સુંઘી શકાય તે ગંધ કહેવાય.” (૧) કોઇ જીવનું શરીર કપુરાદિની જેમ સુગંધી હોય છે. તેનું કારણ સુરભિગંધ નામકર્મ છે. દા. ત. તીર્થંકર ભગવંતો કે પદ્મિની સ્ત્રીનું શરીર. (૨) કોઇ જીવનું શરીર લસણાદિની જેમ દુર્ગંધી હોય છે. તેનું કારણ દુરભિગંધનામકર્મ છે. દા. ત. મચ્છીમારાદિનું શરીર. રસનામકર્મના ભેદ : “જીભ દ્વારા જે અનુભવી શકાય તે રસ કહેવાય.” તે પ પ્રકારે છે. “તિક્ત =કડવો રસ”, “કટુ = તીખો રસ”, “કષાય = તુરોરસ”, “આમ્લ =ખાટો રસ”, “મધુર = મીઠો રસ’. (૧) કોઇ જીવના શરીરનો સ્વાદ લીંબડાની જેમ કડવો હોય છે. તેનું કારણ તિકતરસનામકર્મ છે. (૨) કોઇ જીવના શરીરનો સ્વાદ સૂંઠાદિની જેમ તીખો હોય છે. તેનું કારણ કટુરસનામકર્મ છે. (૩) કોઇ જીવના શરીરનો સ્વાદ ત્રિફળા [હ૨ડા + બેડા + આંબળા]ની જેમ તુરો હોય છે. તેનું કારણ કષાયરસનામકર્મ છે. A. આયુર્વેદિક શાસ્ત્રાનુસાર તિક્તાદિરસથી થતાં લાભ : (૧) લીંબડો, કડુ, કરિયાતુ વગેરેમાં કડવો રસ હોય છે. આ રસ શ્લેષ્મ, અરૂચિ, પિત્ત, તૃષા, કોઢ, ઝેર, તથા તાવને નાબુદ કરે છે. (૨) સૂંઠ, તીખા વગેરેમાં તીખો રસ હોય છે. આ રસનું જો યુક્તિપૂર્વક સેવન કરવામાં આવ્યું હોય તો તે ગળાના વ્યાધિને તથા સોજાને મટાડે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ખોરાકને પચાવે છે. રૂચિ કરાવે છે. વૃદ્ધિકા૨ક તેમજ અતિકફનો નાશ કરે છે. (૩) હરડા + બેડા + આંબળા રૂપ ત્રિફળા તથા કોઠા વગેરેમાં તુરો રસ હોય છે. આ રસનું સેવન કરવાથી રકતદોષ, કફ તથા પિત્તનો નાશ થાય છે. તથા સ્વભાવથી આ રસલુખો, ઠંડો અને ગુરૂ [ભારે] થયો છતો ગ્રાહક તેમજ શરીરની ઊંચાઈને વધારનારો પણ થાય છે. (૪) આંબલી તથા બીજોરા વગેરેમાં ખાટો રસ હોય છે. આ રસ જઠરાગ્નિનો ઉદ્દીપક, સ્નિગ્ધ, સોજા, પિત્ત તથા કફનો નાશક પાચક તથા રૂચિકારક છે. વળી, પરસેવો કરાવનાર તેમજ મૂઢ - ગુંચવાયેલા વાયુને પણ ઠેકાણે લાવે છે. = (૫) ખાંડ, સાકર, શેરડી વગેરેમાં મીઠો રસ હોય છે. આ રસ વાત, પિત્ત અને કફનો નાશ કરે છે. ધાતુની વૃદ્ધિ કરે છે. ગુરૂ છે. જીવનને ટકાવે છે કેશ ઉગાડે છે. તથા બાળ, વૃદ્ધ તેમજ ક્ષીણ શકિતવાળાને પણ હિતકારી છે. ૧૯૧ For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કોઈ જીવના શરીરનો સ્વાદ લીંબુની જેમ ખાટો હોય છે. તેનું કારણ આસ્લરસનામકર્મ છે. (૫) કોઈ જીવનાં શરીર નો સ્વાદ શેરડીની જેમ મીઠો હોય છે. તેનું કારણ મધુરરસનામકર્મ છે. - કોઈક ગ્રન્થમાં લવણ = ખાટો રસ જુદો માન્યો છે. પણ તે મધુરાદિનાં સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી, અહીં તેને જુદો ગણ્યો નથી. સ્પર્શનામકર્મ - “ચામડી દ્વારા જે અનુભવી શકાય તે સ્પર્શ કહેવાય.” (૧) અધોગમનના કારણભૂત લોખંડ વગેરે ભારે વસ્તુમાં રહેલો હોય તે “ગુરુ સ્પર્શ”. (૨) પ્રાયઃ તિર્યમ્ અને ઉર્ધ્વગમનનાં કારણભૂત આકડા, રૂ વગેરે હલકી વસ્તુમાં રહેલો હોય તે “લઘુસ્પર્શ'. (૩) નેતરાદિ નરમ વસ્તુમાં રહેલો હોય તે “મૃદુ સ્પર્શ”. (૪) પથ્થરાદિ કઠણ વસ્તુમાં રહેલો હોય તે “ખરસ્પર્શ. (૫) બરકાદિ ઠંડા પદાર્થમાં રહેલો હોય તે “શીત સ્પર્શ”. (૬) આહારના પાચનનાં કારણભૂત અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થમાં રહેલો હોય તે “ઉષ્ણ સ્પર્શ”. (૭) પુદ્ગલ દ્રવ્યના પરસ્પર સંયોગનાં કારણભૂત વૃતાદિ સ્નિગ્ધ પદાર્થમાં રહેલો હોય તે “સ્નિગ્ધ સ્પર્શ”. (૮) પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર સંબંધ નહીં થવામાં કારણભૂત ભસ્માદિમાં રહેલો હોય તે “રૂક્ષ સ્પર્શ”. જાણવો. (૧) કોઇ જીવનું શરીર લોખંડના ગોળાની માફક ભારે હોય છે. તેનું કારણ ગુરુસ્પર્શનામકર્મ છે. (૨) કોઈ જીવનું શરીર આકડાનાં રૂ ની જેમ હલકુ હોય છે તેનું કારણ લઘુસ્પર્શનામકર્મ છે. (૩) કોઈ જીવનું શરીર માખણાદિની જેમ કોમલ હોય છે. તેનું કારણ મૃદુસ્પર્શનામકર્મ છે. (૪) કોઈ જીવનું શરીર પથ્થરાદિની જેમ કર્કશ હોય છે. તેનું કારણ ખરસ્પર્શનામકર્મ છે. A. ખરનો અર્થ કઠણ ઉચિત લાગે છે. કેમ કે ખરનો અર્થ કર્કશ (ખરબચડું) એ લીસાનો પ્રતિપક્ષ છે. લીસું અને ખરબચડુ સ્પર્શનો વિષય હોવા છતાં તેનું કારણ પુદ્ગલનો નિવેશ છે. પણ સ્પર્શગુણ નથી. દા.ત. સિમેન્ટનું રફ અને ભીનું પ્લાટર. વળી, ખરનો અર્થ કર્કશ કરે તો કર્કશમાં કઠણનો સમાવેશ થતો નથી. તો કઠણ સ્પર્શનો સમાવેશ શેમાં કરવો ? એ પ્રશ્ન વિચારણીય છે. ૧૯૨ For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) કોઈ જીવનું શરીર બરફાદિની જેમ ઠંડુ હોય છે. તેનું કારણ શીતસ્પર્શનામકર્મ છે. (૬) કોઈ જીવનું શરીર અગ્નિ વગેરેની જેમ ગરમ હોય છે. તેનું કારણ ઉષ્ણસ્પર્શનામકર્મ છે. (૭) કોઈ જીવનું શરીર તેલાદિનાં માલિશની જેમ ચીકણું, હોય છે. તેનું કારણ સ્નિગ્ધસ્પર્શનામકર્મ છે. (૮) કોઈ જીવનું શરીર ભસ્માદિની જેમ લખુ હોય છે. તેનું કારણ રૂક્ષસ્પર્શનામકર્મ છે. ગુરુ વગેરે સ્પર્શના સંયોગથી ઉત્પન્ન થતાં બીજા સ્પર્શની પૃથ ગણતરી કરી નથી. કારણકે તે સર્વેનો સમાવેશ આમાં જ થઈ જાય છે. જીવના શરીરનો જે કૃષ્ણાદિ વર્ણ, સુરભિ વગેરે ગંધ, તિક્તાદિ રસ અને ગુરૂ વગેરે સ્પર્શ સ્પષ્ટ જણાય છે. તે કાર્ય છે. તેનું કારણ તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનામકર્મ છે. જો વર્ણાદિનામકર્મને ન માનવામાં આવે તો દરેક જીવનું શરીર કાં તો એક સરખા વર્ણવાળુ હોય, કાં તો વિચિત્ર વર્ણવાળુ હોય. કારણ કે તે તે ચોક્કસવર્ણાદિ નામકર્મ વિના કાગડો કાળો, પોપટ લીલો, ભમરી પીળી, આવી વ્યવસ્થા સંભવતી નથી માટે વર્ણાદિ નામકર્મને અવશ્ય માનવુ જોઈએ. વર્ણાદિ ચતુષ્કની પુણ્યપ્રકૃતિ અને પાપ પ્રકૃતિ બન્નેમાં ગણતરી થાય છે. પરંતુ પુણ્ય અને પાપ બન્ને પરસ્પર વિરોધી હોવાથી જે વર્ણ ચતુષ્ક પુણ્યસ્વરૂપ છે. તે જ વર્ણ ચતુષ્ક પાપ સ્વરૂપ છે એમ કહેવું યોગ્ય નથી. માટે વર્ણાદિ ૨૦માંથી પુણ્ય=શુભ વર્ણાદિ અને પાપ = અશુભવર્ણાદિ ને જુદા બતાવે છે. नीलकसिणं दुगंधं, तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीअंच असुहनवगं, इकारसगं सुभं सेसं ॥४१॥ नीलकृष्णं दुर्गन्धं तिक्तं कटुकं गुरु खरं रुक्षम् । शीतं चाशुभनवकमेकादशकं शुभं शेषम् ॥४१॥ ગાથાર્થ - લીલોવર્ણ, કાળોવર્ણ, દુર્ગધ, કડવોરસ, તીખો રસ, ગુરૂસ્પર્શ, કઠણસ્પર્શ, રૂક્ષસ્પર્શ અને શીતસ્પર્શ એ નવ અશુભ છે. બાકીના અગિયાર શુભ છે. ૧૯૩ ૧૩ For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન :- (૧) “જે કર્મપ્રકૃતિ સુખનો અનુભવ કરાવે તે શુભ કહેવાય.” અને (૨) “જે કર્મપ્રકૃતિ દુ:ખનો અનુભવ કરાવે તે અશુભ કહેવાય.” નીલવર્ણાદિ ૯ પ્રકૃતિ દુઃખનો અનુભવ કરાવતી હોવાથી અશુભ છે. અને શ્વેતવર્ણાદિ ૧૧ કર્મપ્રકૃતિ સુખનો અનુભવ કરાવતી હોવાથી શુભ છે. વર્ણનામકર્મમાં નીલવર્ણ અને કૃષ્ણવર્ણ એ બે અશુભ છે તથા શ્વેતવર્ણ, પીતવર્ણ અને રકતવર્ણ એ ત્રણ શુભ છે. ગંધનામકર્મમાં સુરભિગંધ શુભ છે. અને દુરભિગંધ અશુભ છે. રસનામકર્મમાં કડવો રસ અને તીખો રસ એ બે અશુભ છે. તૂરો રસ, ખાટોરસ અને મધુરરસ એ ત્રણ શુભ છે. સ્પર્શનામકર્મમાં, ગુરૂસ્પર્શ, ખરસ્પર્શ, રૂક્ષસ્પર્શ અને શીતસ્પર્શ એ જ અશુભ છે. તથા લઘુસ્પર્શ મૃદુસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ એ જ શુભ છે. આનુપૂર્વીના ભેદ, પારિભાષિક સંજ્ઞાઓ, તથા વિહાયોગતિના ભેદ : चउह गइव्वणुपुव्वी, गइपुव्विदुगं तिगं निआउजुअं। पुव्वी उदओ वक्के, सुहअसुहवसुट्ट विहगगई ॥४२॥ चतुर्धा गतिरिवानुपूर्वी गतिपूर्वीद्विकं त्रिकं निजायुर्युतम् । पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्र विहगगतयः ॥४२॥ ગાથાર્થ - ગતિની જેમ આનુપૂર્વી ૪ પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી મળી દ્ધિક કહેવાય. અને તેમાં પોતાનું આયુષ્ય જોડતાં ત્રિક કહેવાય. આનુપૂર્વીનામકર્મનો ઉદય વક્રગતિમાં હોય છે. વૃષભ [બળદની ચાલ અને ઉંટની ચાલ જેવી શુભ અને અશુભ વિહાયોગતિ ૨ પ્રકારે છે. વિવેચન - ગતિનામકર્મ ૪ પ્રકારે હોવાથી તેનું સહચારી આનુપૂર્વનામકર્મ પણ ૪ પ્રકારે કહ્યું છે. (૧) “મરણસ્થાનેથી દેવગતિમાં જતાં જીવને જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને દેવાનુપૂર્વનામકર્મ કહેવાય.” (૨) “મરણસ્થાનેથી મનુષ્યગતિમાં જતા જીવને, જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને મનુષ્યાનુપૂર્વીનામકર્મ કહેવાય.” ૧૯૪ For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩) “ મરણસ્થાનેથી તિર્યંચગતિમાં જતા જીવને જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય.’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ‘મરણસ્થાનેથી નરકગતિમાં જતાં જીવને જ્યાંથી વળાંક વાળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને નરકાનુપૂર્વીનામકર્મ કહેવાય.” ,, દરેક જીવ મરણ પછી પ્રથમ સમયે પોતાના સ્વભાવ અનુસાર સમશ્રેણી પર ચાલે છે. પછી બીજા સમયે આનુપૂર્વીનામકર્મ જીવને ઉત્પત્તિસ્થાન તરફ કાટખુણે વળાંકમાં વાળી દે છે. ત્યારે ઉત્પત્તિસ્થાન સુધી પહોંચતા જીવને વધુમાં વધુ ત્રણ વળાંક લેવા પડે છે. કયારેક ચાર વળાંક પણ લેવા પડે છે. તેથી “મરણસ્થાનેથી ઉત્પત્તિસ્થાને પહોંચતા જીવને વધુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે.' કારણકે મરણ પછી પ્રથમસમયે તો જીવ પોતાના સ્વભાવ પ્રમાણે સમશ્રેણી = સીધી લાઇનમાં જ ચાલે છે. પછી બીજા સમયે આનુપૂર્વીનામકર્મ જીવને ઉત્પત્તિસ્થાન તરફ વળાંકમાં વાળી દે છે. એ વખતે “ જો કોણી આકારે એક જ વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો બે સમય લાગે.’' જો હળ આકારે બે વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો ત્રણ સમય લાગે.’” અને“ જો ગોમૂત્રિકા આકારે ત્રણ વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો ચાર સમય લાગે.” એટલે “બીજા, ત્રીજા અને ચોથા સમયે વિગહગતિમાં જ આનુપૂર્વીનો ઉદય હોય છે.” પણ પ્રથમ સમયે ગતિમાં આનુપૂર્વીનો ઉદય હોતો નથી ક્યારેક જીવને ચાર વળાંક લેવા પડે તો મરણસ્થાનેથી ઉત્પત્તિસ્થાને પહોંચતા પાંચ સમય લાગે. ત્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયે વિગ્રહગતિમાં આનુપૂર્વીનો ઉદય હોય છે. પણ આવુ વિચત્ જ બને છે. જો આનુપૂર્વીનામકર્મને માનવામાં ન આવે તો જીવ પોતાના સ્વભાવ મુજબ સમશ્રેણીએ ચાલ્યા કરે, ક્યારેક સમશ્રેણી પર ક્યાંક અટકી જાય પરંતુ ત્યાંથી કાટખૂણે વળાંક લઇને ઇષ્ટ સ્થાને પહોંચી શકે નહીં. એટલે જેમ બળદનો માલિક બળદના નાકમાં નાંખેલી દોરીને પકડીને બળદને ઇષ્ટસ્થાને પહોંચાડી દે તેમ આનુપૂર્વીનામકર્મ જીવને સમશ્રેણીએ ચાલતો અટકાવીને ઉત્પત્તિસ્થાન તરફ વળાંકમાં વાળીને ઇષ્ટસ્થાને પહોંચાડી દે છે. માટે આનુપૂર્વીનામકર્મ અવશ્ય માનવું જોઇએ. ૧૯૫ For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારિભાષિક સંજ્ઞાઓ : આનુપૂર્વીનામકર્મ તે તે ગતિનામકર્મની સાથે જ બંધાય છે. અને તે તે ગતિનામકર્મની સાથે જ ઉદયમાં આવે છે. તેથી ગતિનામકર્મ અને આનુપૂર્વનામકર્મ સહચારી છે. માટે જ્યાં ગતિને જણાવનાર નરકાદિ શબ્દની પાછળ દ્રિક હોય ત્યાં સર્વત્ર તે ગતિ અને તેની આનુપૂર્વી એ બે સમજવાં અને ત્રિક શબ્દ આવે ત્યાં, તે ગતિ, તેની આનુપૂર્વી, અને તેનું આયુષ્ય એ ત્રણ સમજવા. દા. ત. નરકદ્ધિક = નરકગતિ, નરકાનુપૂર્વી. નરકત્રિક = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. તિર્યંચદ્ધિક – તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી મનુષ્યત્રિક = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુષ્ય. વૈક્રિયષક = દેવગતિ, દેવાનુ પૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી. વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ. ઔદારિકદ્ધિક = ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ. વૈક્રિયાષ્ટક = દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્ધિક. વિહાયોગતિ નામકર્મના ભેદ :“આકાશમાં ચાલવુ તે વિહાયોગતિ.” ત્રસનામકર્મોદયથી ત્રસજીવોને ચાલવાની શકિત મળે છે. પણ બળદ, ઉંટ, કાગડો, વીંછી, તીડ, વાંદરો, કૂતરાદિતી ચાલમાં ઘણો તફાવત હોય છે. માટે ચાલ [ગતિ ના અસંખ્ય ભેદ છે. પણ તે સર્વે ચાલ [ગતિક્રિયા નો શુભ અને અશુભ એમ બે વિભાગમાં સમાવેશ કરીને વિહાયોગતિ ૨ પ્રકારે કહી છે. (૧) શુભવિહાયોગતિ, (૨) અશુભવિહાયોગતિ. (૧) “બીજાને પ્રિય લાગે તેવી સુલક્ષણા ચાલને શુભવિહાયોગતિ કહેવાય.” દા. ત. ઉત્તમ ઘોડા, બળદ, હાથી, ગાય, હંસ, વગેરેની ચાલ સુંદર અને આનંદ આપે તેવી હોવાથી શુભ ગણાય છે. તેનું કારણ શુભ વિહાયોગતિનામકર્મ છે. (૨) “બીજાને ન ગમે તેવી ખરાબ ચાલને અશુભવિહાયોગતિ કહેવાય.” દા.ત. ઊંટ, ગધેડુ, કાગડાદિની ચાલ ખરાબ હોવાથી અશુભ ગણાય છે. તેનું કારણ અશુભ વિહાયોગતિનામકર્મ છે. અહીં સારી અને ખરાબ ચલનાત્મક ૧૯૬ For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ક્રિયારૂપ શુભ અને અશુભ વિહાયોગતિ એ કાર્ય છે. તેનું કારણ શુભ-અશુભ વિહાયોગતિનામકર્મ એ કાર્યણસ્કંધાત્મક નામકર્મની ઉત્તર પ્રકૃતિઓ છે. આ પ્રમાણે, ૧૪ પિંડપ્રકૃતિના કુલ, ‘૬૫” અથવા ‘‘૭૫’’ પેટા ભેદ કહ્યાં. પરાઘાત અને શ્વાસોચ્છ્વાસ નામકર્મનું સ્વરૂપ : परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४३ ॥ पराघातोदयात्प्राणी परेषां बलिनामपि भवति दुर्घर्षः । उच्छ्सनलब्धियुक्तो भवति उच्छ्वासनामवशात् ॥४३॥ ગાથાર્થ ઃ- પરાઘાતનામકર્મના ઉદયથી પ્રાણી બીજા બલવાનથી પણ પરાભવ પામતો નથી, શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ લબ્ધિ યુકત હોય. વિવેચન :- (૧) પર + આઘાત = પરાઘાત. બીજાને આઘાત પહોંચાડે તે પરાઘાત કહેવાય.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir અથવા ‘‘બીજા બલવાનો વડે પણ આઘાત ન પામે તે પરાઘાત કહેવાય તેનું કારણ પરાઘાતનામકર્મ છે. જે કર્મના ઉદયથી જીવ એટલો બધો પ્રબલ-પ્રતાપી દેખાય કે મોટામોટા બળવાનો, સત્તાધીશો, બુદ્ધિમાનો અને વિરોધીઓને પણ તેની વાત સ્વીકારવી પડે. રાજાની સભામાં તેના દર્શનમાત્રથી અથવા વા-કૌશલ્યથી બળવાન, વિરોધી કે શત્રુપક્ષની પ્રતિભાને આઘાત પહોંચે અથવા તે પોતાની પ્રતિભાથી સર્વસભ્યોનાં મન જીતી વિજય પ્રાપ્ત કરે પણ પોતે ક્યારેય બીજા કોઇનાથી આઘાત ન પામે તે પરાઘાતનામકર્મ કહેવાય. (૨) શ્વાસોચ્છવાસનામકર્મનું સ્વરૂપ : લબ્ધિપર્યાપ્તા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જ પર્યાપ્તનામકર્મનો ઉદય શરૂ થઇ જાય છે. તેથી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથી જ સ્વપ્રાયોગ્ય સર્વે પર્યાપ્તિનો પ્રારંભ કરી દે છે. પણ તે પર્યાપ્તિઓ અનુક્રમે પૂર્ણ થાય છે. તેથી જ્યારે શ્વાસોચ્છ્વાસ પર્યામિ પૂર્ણ થાય ત્યારે જીવ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત એ પર્યાપ્તો થાય છે. 62b For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે જ્યારે જીવ શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિએ પર્યાપ્તો થાય ત્યારે શ્વાસોચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થાય.” એટલે જ્યારે છે શ્વાસોચ્છવાસ નામકર્મનો ઉદય થાય ત્યારે જીવ શ્વાસ લેવા મૂકવાની શક્તિવાલો અથવા શ્વાસોચ્છવાસ લબ્ધિયુકત થાય છે. તેથી જીવ શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા સુખપૂર્વક કરી શકે છે. “શ્વાસ લેવા-મૂકવાની ક્રિયાને શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.” તેનું કારણ શ્વાસોચ્છવાસ નામકર્મ છે. આતપનામકર્મનું સ્વરૂપ : रविबिंबे उजिअंगं, तावजुअं आयवाउ न उ जलणे। जमुसिण फासस्स तहिं लोहियवन्नस्स उदउत्ति ॥४४॥ रविबिम्बे तु जीवाङ्ग तापयुतं आतपाद् न तु चलने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति ॥४४॥ ગાથાર્થ - આતપનામકર્મના ઉદયથી સૂર્યનાં બિંબને વિષે જ જીવનું શરીર તાપયુકત હોય છે. પણ અગ્નિને વિષે આતપનામકર્મનો ઉદય નથી. કેમકે તેને ઉષ્ણસ્પર્શ અને રકતવર્ણનો ઉદય હોય છે. - વિવેચન :- આકાશમાં દેખાતા સૂર્યના વિમાનની નીચે મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયના જીવોનું પોતાનું શરીર ઠંડુ છે. પણ તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી આપણને જે ગરમી = તાપનો અનુભવ થાય છે. એ તાપને શા.૫. માં “આપ” કહેવાય છે. તેનું કારણ આતપનામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર ઠંડુ હોવા છતાં તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી બીજાને તાપનો અનુભવ કરાવે તે આતપનામકર્મ કહેવાય.” સૂર્યનાં વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવો સિવાય અન્ય કોઈ પણ જીવમાં આતપનામકર્મનો ઉદય હોતો નથી. આપણને સૂર્યના પ્રકાશથી જે ગરમી લાગે છે. તે વાસ્તવિક રીતે સૂર્યદેવની નથી. પણ સૂર્યનાં વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીના જીવની છે. જો કે આતપનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર ઠંડુ હોવા છતાં પુદ્ગલોમાં અચિંત્ય શકિત હોવાથી, તે જીવો બીજાને અત્યંત દૂર સુધી ગરમીનો અનુભવ કરાવી શકે છે. ૧૯૮ For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યદ્યપિ અગ્નિના જીવોનું શરીર પણ તાપ આપે છે. પરંતુ અગ્નિના જીવોમાં આતાપનામકર્મનો ઉદય હોતો નથી. પણ ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી ગરમી આપે છે અને લાલવર્ણનામકર્મનાં ઉદયથી પ્રકાશ આપે છે, તેથી અગ્નિના જીવોમાં રહેલી ગરમી અને પ્રકાશનું કારણ આપનામકર્મ નથી. પણ ઉષ્ણસ્પર્શનામકર્મ અને ઉત્કટ લાલવર્ણનામકર્મ છે એમ સમજવું. ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ : अणुसिणपयासरुवं, जियंगमुजोअए इहुज्जोआ । जइदेवुत्तरविक्किअ-जोइस-खज्जोअमाइ व्व ॥४५॥ अनुष्णप्रकाशरुपं जीवाड्मुद्योतते इहोद्योतात् ।। यतिदेवोत्तरवैक्रिय ज्योतिष्क खद्योतादय इव ॥४५॥ ગાથાર્થ - અહીં ઉદ્યોતનામકર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોતને કરે છે. જેમ કે - યતિ અને દેવનું ઉત્તરક્રિયશરીર, જ્યોતિષ્કમાં ચંદ્રાદિ વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોનું શરીર, આગિયા વગેરેનું શરીર. વિવેચન :- સ્ + 9ત્ ધાતુનો અર્થ પ્રકાશવું, ચમકવું થાય છે. ઉદ્યોત= પ્રકાશ” જ્યોતિષ્કમંડળમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનમાં રહેલા મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયના જીવોનું શરીર, “આગીયાનું શરીર, લબ્ધિવંત મુનિમહારાજાનું ઉત્તરવૈક્રિયશરીર, દેવનું ઉત્તરવૈક્રિય શરીર તથા જે મણિરત્ન, ઔષધિ વગેરેનું શરીર ઠંડુ હોય અને તેમાંથી અનુષ્ણ પ્રકાશ નીકળતો હોય તો, તે પ્રકાશને શા.પ.માં “ઉદ્યોત” કહે છે. તેનું કારણ ઉદ્યોતનામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર ઠંડુ હોય અને તેનો પ્રકાશ અનુષ્ણ હોય તે ઉદ્યોતનામકર્મ કહેવાય.” અગુરુલઘુ અને તીર્થંકર નામકર્મનું સ્વરૂપ - अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहुउदया। तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ॥४६॥ A. આગિયા એ ચઉરિન્દ્રિય જીવ છે. ૧૯૯ For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अंगं न गुरु न लघु जायते जीवस्यागुरुलघूदयात् । तीर्थेन त्रिभुवनस्यापि पूज्यस्तस्योदयः केवलिनः ॥४॥ ગાથાર્થ - અગુરુલઘુનામકર્મના ઉદયથી જીવનું શરીર અત્યંત ભારે ન હોય તેમજ અત્યંત હલકુ પણ ન હોય. તીર્થકરનામકર્મના ઉદયથી આત્મા ત્રણ ભુવનના પ્રાણીઓને પણ પૂજ્ય હોય છે. અને તેનો ઉદય માત્ર કેવળજ્ઞાનીને હોય છે. વિવેચન - ગુરુ = અત્યંત ભારે, લઘુ = અત્યંત હલકુ. પુગલદ્રવ્યમાં ગુરુ = ભારે પડ્યું અને લઘુ = હલકાપણું હોય છે. શ્રી લોકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે ઔદારિકાદિ પુદ્ગલ સ્કંધોમાં પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને આઠસ્પર્શ હોવાથી ઔદારિકાદિ ચારે પ્રકારનાં પુદ્ગલસ્કંધો ગુરુસ્પર્શી = વજનદાર અને લઘુસ્પર્શી = હલકા હોય છે. તેમાં, (૧) નીચી ગતિ કરવાના સ્વભાવવાળો જે પુદ્ગલસ્કંધ હોય તે ગુરુપરિણામી કહેવાય. દા. ત. માટીનું ઢેફુ. (૨) ઉર્ધ્વગમન કરવાના સ્વભાવવાળો જે પુગલસ્કંધ હોય તે લઘુપરિણામી કહેવાય. દા. ત. દીપકની જ્યોત. (૩) તિરછી ગતિ કરવાના સ્વભાવવાળો જે પુદગલસ્કંધ હોય તે ગુરુલઘુ પરિણામી કહેવાય. દા. ત. વાયુ. (૪) આ ત્રણે પ્રકારની ગતિ ક્રિયાત્મક સ્વભાવથી રહિત અને સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરવાના સ્વભાવવાળો જે પુદ્ગલસ્કંધ હોય તે અગુરુલઘુપરિણામી કહેવાય. દા.ત. જીવનું શરીર, આ ચારે પ્રકારનો સ્વભાવ કેટલાક ઔદારિકાદિ સ્થૂલ [બાદર] પરિણામી પુદ્ગલસ્કંધોમાં ઘટી શકે છે. તેમાં ઔદારિકાદિ પુદ્ગલસ્કંધોનું બનેલુ ઔદારિકાદિ શરીર રૂ ની જેમ હવામાં ઉડી જાય તેવું અત્યંત હલકુ નથી કે ઉચકવામાં અત્યંત ભારે પડે તેવું નથી. પરંતુ સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે તેવું હોવાથી તેને “અગુરુલઘુ પરિણામી” કહ્યું છે. અગુરુલઘુપરિણામ એ કાર્ય છે. તેનું કારણ અગુરુલઘુનામકર્મ છે. જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર લોઢાના ગોળા જેવું અત્યંત ભારે ન લાગે, કે રૂ જેવુ અત્યંત હલકુ ન લાગે તેમજ શરીરનો અમુક ભાગ ગુરુ અને ૨ ) For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરનો અમુક ભાગ લઘુ એમ ગુરુલઘુ પણ ન હોય પરંતુ સુખપૂર્વક ગમનાદિ કરી શકે તેવું હોય તે અગુરુલઘુનામકર્મ કહેવાય.” તીર્થકર નામકર્મનું સ્વરૂપ - જે ત્રણે ભુવનના પ્રાણીને પૂજ્ય હોય, અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરે બાહ્યભવ અને અનંતજ્ઞાનાદિ અત્યંતર વૈભવથી યુકત હોય અને દેવકૃત સમવસરણમાં બેસીને તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. તેનું કારણ તીર્થંકર નામકર્મ છે. “જે કર્મના ઉદયથી જીવ અષ્ટમહાપ્રાતિહાર્યાદિ બાહ્ય અને અનંતજ્ઞાનાદિ અત્યંતર વૈભવથી યુકત ત્રણેભુવનમાં પૂજનીય બને તે તીર્થકર નામકર્મ કહેવાય.” તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી છેલ્લા ત્રણ ભવ બાકી રહે ત્યારે ચોથાદિ ગુણસ્થાનકે રહેલો જીવ વીસ સ્થાનકતપ દ્વારા તીર્થંકર નામકર્મને નિકાચિત કરે છે. અને તીર્થંકર નામકર્મ નિકાચિત થયા પછીથી અંતર્મુહૂર્તકાળમાંજ તે કર્મને પ્રદેશોદય શરૂ થઈ જાય છે. તેથી તે જીવમાં બીજા જીવો કરતાં ઐશ્વર્ય, તેજસ્વીતા, લોકપ્રિયતા, કાર્યદક્ષતા, ઔદાર્ય, ધર્ય, ગાંભીર્યાદિ ગુણો અધિકાર હોય છે. તથા તીર્થંકરની માતાને ચૌદમહાન સ્વપ્ન દર્શન, જન્મસમયે ત્રણે લોકમાં પ્રકાશ, નારકીના જીવોને ક્ષણિક સુખનો અનુભવ, પ૬ દિકુમારિકાઓ દ્વારા પ્રસૃતિ કાર્ય, ૬૪ ઇંદ્રાદિ દ્વારા થતો જન્માભિષેક, આહારનિહારની અદશ્યતા, નિરોગી કાયા, રૂધિર માંસાદિ ગાયના દૂધ જેવો સફેદ, શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધી, દીક્ષાસમયે વાર્ષિકદાન ઇત્યાદિ કાર્યનું કારણ તીર્થકર નામકર્મનો “પ્રદેશોદય” છે. તે જીવ જ્યારે ચારઘાતકર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે તીર્થકર નામકર્મનો વિપાકોદય શરૂ થાય છે. એટલે તીર્થકર ભગવંતને જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર નામકર્મનો પ્રદેશોદય હોય અને કેવળ જ્ઞાન પ્રપ્ત થતાં જ કેવળી અવસ્થામાં તીર્થકર ભગવંતને તીર્થંકર નામકર્મનો “વિપાકોદય”શરૂ થાય છે. તેથી “તીર્થકર નામકર્મનો ઉદય [વિપાકોદય] માત્ર કેવળીને હોય છે.” એમ કહ્યું છે.' A. સર્વે કેવળજ્ઞાનીને તીર્થંકર નામકર્મનો ઉદય થાય એવો નિયમ નથી પરંતુ જો તીર્થંકર નામકર્મનો ઉદય થાય તો કેવળજ્ઞાન પામ્યા પછી થાય છે. એવો નિયમ છે. ૨૦૧ For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્માણ અને ઉપઘાત નામકર્મનું સ્વરૂપ :अंगोवंग नियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४७ ॥ अङ्गोपाङ्गनियमनं निर्माणं करोति सूत्रधारसमम् । उपघातादुपहन्यते, स्वतन्ववयवलंबिकादिभिः ॥४७॥ ગાથાર્થ :- સુથારની જેમ નિર્માણ નામકર્મ અંગોપાંગની વ્યવસ્થા કરે છે. ઉપઘાતનામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરના પડજીભી વગેરે અવયવોથી પોતે હણાય છે. વિવેચન :- શાસ્ત્રમાં અંગોપાંગ નામકર્મને નોકરની ઉપમા આપી છે. અને નિર્માણનામકર્મને સુથારની ઉપમા આપી છે. જેમ મૂર્તિ ઘડવાનું કામ કારીગરો [નોકરો] કરે પણ તેમાં અવયવોની ગોઠવણ કેવી રીતે કરવી ? તે નકશો તૈયા૨ કરવાનું કામ સુથાર [શિલ્પી] કરે છે. તેમ અહીં નોકર તુલ્ય અંગોપાંગનામકર્મ, અંગ, ઉપાંગ અને અંગોપાંગ તૈયાર કરી આપે છે. પણ જે અવયવો જે સ્થાને શોભી શકે તેમજ ઉપયોગી બની શકે એ રીતે ગોઠવી આપવાનું કામ નિર્માણનામકર્મ કરે છે. તેથી નિર્માણનામકર્મને અંગોપાંગનું નિયામક કહ્યું છે. જો નિર્માણ નામકર્મ ન હોય તો અંગોપાંગનામકર્મ એ બનાવેલા અવયવો યોગ્યસ્થળે ગોઠવાય નહીં હાથની જગ્યાએ પગ અને પગની જગ્યાએ હાથ ગોઠવાય. નાક, કપાળ ઉપર ચઢી જાય, આંખની જગ્યાએ કાન અને કાનની જગ્યાએ આંખો ગોઠવાઇ જાય. પરંતુ હાથની જગ્યાએ હાથ, અને કાનાદિની જગ્યાએ કાનાદિ વ્યવસ્થિત રીતે ન ગોઠવાય. માટે નિર્માણ નામકર્મને અવશ્ય માનવું જોઇએ. (૮) ઉપઘાતનામકર્મ :- ૩૫ + હૈંન્ ધાતુનો અર્થ “હણવુ’” થાય છે. “પોતાના અવયવોથી પોતે હણાય તે ઉપઘાત કહેવાય.” તેનું કારણ ઉપઘાતનામકર્મ છે. “જે કર્મના ઉદયથી જીવના શરીરમાં જીભ ઉપર બીજી જીભ, ગળાની પડખે રસોળી, ચોરદાંત, છઠ્ઠી આંગળી વગેરે વધારાના અવયવો પીડાકારકબનતા હોવાથી, જીવ પોતાના જ અવયવોથી પોતે હણાય [પીડા પામે] તે ઉપઘાતનામકર્મ કહેવાય.” ઉપલક્ષણથી, ઝાડ ઉપર ઉંધે માથે લટકવું, ફાંસો ખાવો, પર્વત ઉપરથી પડવુ, પોતાની જાતે બળી મરવું, વગેરે કાર્યનું કારણ ઉપઘાતનામકર્મ છે. ૨૦૨ For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે ૮ પ્રત્યેક પ્રકૃતિ કહી હવે, પ્રતિપક્ષી પ્રકૃતિ કહે છે. ત્રસ, બાદર અને પર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ : बि-ति-चउ-पंणिंदिय तसा, बायरओ बायरा जीया थूला । नियनिय पज्जत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥४८॥ द्वि-त्रि-चतुः पञ्चेन्द्रियास्त्रसाद् बादरतो बादरा जीवाः स्थूलाः । निजनिज पर्याप्तियुताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् ॥४८॥ ગાથાર્થ - ત્રસનામકર્મના ઉદયથી જીવો બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવો બાદર-સ્થૂલ થાય છે. પર્યાખાનામકર્મના ઉદયથી જીવો પોતપોતાની પર્યાપ્તિથી યુકત હોય છે. તે લબ્ધિ અને કરણ એમ ૨ પ્રકારે છે. વિવેચન - (૧) “ત્રસ અને સ્થાવર નામકર્મનું સ્વરૂપ : (૧) જે જીવો ગરમી કે ઠંડીથી ત્રાસ પામીને પોતાની જાતને બચાવવા માટે છાયાદિવાળા સ્થાને જઈ શકે તે ત્રસ કહેવાય. તેવા જીવો બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય છે. તેનું કારણ ત્રસનામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જીવ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય પર્યાય અવસ્થાને] ને પામે તે સનામકર્મ કહેવાય.” (૨) જે જીવો ગરમી કે ઠંડીથી ત્રાસ પામવાછતાં તે સ્થાનને છોડીને છાયાદિવાળા સ્થાને જઈ શકતા નથી તે સ્થાવર કહેવાય છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને A. અહીં પ્રતિપક્ષી પ્રકૃતિઓનો સહેલાઇથી બોધ થઇ શકે માટે ત્રસદશકની સાથે જ સ્થાવર દશકનું સ્વરૂપ વર્ણવ્યું છે. B અહીં ખાસ ધ્યાન રાખવું કે, (૧) એકેન્દ્રિયાદિ પાંચ વિભાગમાંથી જીવને ક્યા વિભાગમાં ઉત્પન્ન થવુ? તે નક્કી કરી આપવાનું કામ જાતિનામકર્મનું છે. (૨) અંગોપાંગનામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિનામકર્મ, ત્વચા, જીભ, નાક, આંખ અને કાન બનાવી આપે છે. (૩) ત્રસનામકર્મ જીવને બેઇન્દ્રિયાદિ પર્યાયની પ્રાપ્તિ કરાવી આપે છે. . અગ્નિકાય અને વાયુકાયના જીવો ગતિ કરી શકે છે. તો પણ તેઓ સ્થાવર જ છે. કારણકે તેઓ બેઇન્દ્રિયાદિની જેમ પોતાની ઇચ્છા મુજબ અનિષ્ટ સ્થાનને છોડીને ઇષ્ટ સ્થાને જઈ શકતા નથી. માટે તેમાં ત્રસનું લક્ષણ ઘટતું નથી. પરંતુ ગતિમાત્રની અપેક્ષાએ તત્વાર્થ સૂત્રકારે “તેનો વાયુ તથા ત્રા:” . ૨, ૨૪ મે કહ્યું છે. ૨૦૩ For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનસ્પતિકાયના જીવ જાણવા. તેનું કારણ સ્થાવરનામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જીવ ગરમી વગેરેથી ત્રાસ પામવા છતાં તે સ્થાનને છોડીને, અન્યત્ર જઈ શકે નહીં તે સ્થાવર નામકર્મ કહેવાય.” (૨) બાદર અને સૂકમનામકર્મનું સ્વરૂપ જેમ દીપકનો સ્વભાવ સંકોચ અને વિકાસ પામવાનો હોવાથી, જો દીપકને મોટા ઓરડામાં મૂકવામાં આવે તો, તેનો પ્રકાશ સંપૂર્ણ ઓરડામાં ફેલાય છે. અને તે જ દીપકને જો નાની પેટીમાં પૂરવામાં આવે તો તેનો પ્રકાશ પેટીમાં સમાઈ જાય છે. તેમ જીવ પ્રદેશોનો સ્વભાવ સંકોચ અને વિકાસ પામવાનો હોવાથી, ક્યારેક જીવપ્રદેશો સાધિક હજાર યોજન, તો ક્યારેક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં સમાઈ જાય છે. તે વખતે જીવનું એક શરીર કે અસંખ્ય શરીરનો પિંડ જો આંખથી દેખી શકાય તેવો હોય તો, તેને શાપ૦માં બાદર(ચૂલ) શરીર કહેવાય તેનું કારણ બાદરનામકર્મ છે. અને અસંખ્ય શરીરનો પિંડ પણ જો આંખથી ન દેખી શકાય તેવો હોય તો તેને શા.પ. માં સૂક્ષ્મ શરીર કહેવાય. તેનું કારણ સૂક્ષ્મનામકર્મ જે કર્મના ઉદયથી જીવનું એકશરીર કે અસંખ્ય શરીરનો પિંડ જો આંખથી - દેખી શકાય તો તેને બાદરનામકર્મ કહેવાય.” અને “જે કર્મના ઉદયથી અસંખ્યશરીરનો પિંડ થવા છતાં પણ આંખથી ન દેખી શકાય તે સૂક્ષ્મનામકર્મ કહેવાય.” સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સૂક્ષ્મનામકર્મનો ઉદય હોય છે. યદ્યપિ બાદર પૃથ્વીકાયાદિમાં અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. પરંતુ બાદર વાયુકાયમાં અપ્રકટ રૂપ હોવાથી તેઓનાં અસંખ્યશરીરનો પિંડ પણ આંખથી દેખી શકાતો નથી. માટે તેમાં બાદરનું લક્ષણ ઘટતું નથી. એવુ ન સમજવું. કારણકે વાયુકાયના અસંખ્ય શરીરના પિંડને ચામડીથી જાણી શકાય છે. માટે જે કર્મના ઉદયથી જીવનું એક શરીર કે બાદર પૃથ્વીકાયાદિના A. અહીં “જે આંખથી દેખી શકાય તે બાદર કહેવાય.” એવો બાદર શબ્દનો લોકપ્રસિદ્ધ અર્થન કરવો. કારણકે પૃથ્વીકાયાદિ બાદર છે. અને તેઓનું એક શરીર આંખથી દેખી શકાતું નથી. પરંતુ પૃથ્વીકાયાદિમાં જો અસંખ્ય શરીરનોપિંડહોયતો જ આંખથી દેખી શકાય છે. માટે જેનુ એકં શરીર અથવા જેઓનાં અસંખ્ય શરીરનો પિંડ આંખથી દેખી શકાય તે બાદર કહેવાય. એમ કહેવું. ૨૦૪ For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય કે ચામડીથી અનુભવી શકાય તે બાદરનામકર્મ કહેવાય.” એમ સમજવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં ત્રસજીવોનું એક એક શરીર અને બાદર સાધારણ વનસ્પતિકાયાદિના અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. તેનું કારણ બાદરનામકર્મની વિચિત્રતા છે. (૩)પર્યાપ્ત અપર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ ઃ ગતિ અને આનુપૂર્વીનામકર્મની સહાયતાથી જીવને ઉત્પત્તિસ્થાને પહોંચી ગયા પછી જીવન ટકાવવા માટે આહાર લેવો, શરીર બાંધવુ, ઇંદ્રિયો બનાવવી નિયમિત શ્ર્વાસોચ્છ્વાસ લેવો, બોલવું, વિચારવું આ ૬ ક્રિયાઓ અવશ્ય કરવી પડે છે. એ જીવનક્રિયાઓ (જીવન જીવવા માટે ઉપયોગી ક્રિયા) કરવા માટે જીવમાં અમુક પ્રકારની શકિત હોવી જોઇએ. જો આહારગ્રહણાદિ જીવનક્રિયા કરવાની શકિત જ ન હોય તો જીવ આહારગ્રહણાદિ જીવનક્રિયા કેવી રીતે કરે ? અને આહારગ્રહણાદિ જીવનક્રિયા વિના જીવન ટકાવી (જીવી) શકાતું નથી. જ્યાં સુધી આહારગ્રહણ, શ્ર્વાસોચ્છ્વાસ, (દ્રવ્ય પ્રાણ) વગેરે ચાલુ હોય છે ત્યાં સુધી તે જીવે છે” એમ કહેવાય અને જે સમયે શ્વાસોચ્છ્વાસાદિ ક્રિયા બંધ પડી જાય તે વખતે શરીર ઇન્દ્રિયો વગેરે વિદ્યમાન હોવા છતા તે મરી ગયો” એમ કહેવાય. એટલે આહારગ્રહણાદિ જીવનક્રિયા વિના પ્રાણી જીવી શકતો નથી. માટે દ્રવ્યપ્રાણનો આધાર જીવનક્રિયા છે અને જીવનક્રિયાનું કારણ જીવનશક્તિ છે. એ જીવનશક્તિ પુદ્ગલના ઉપચય [સમુહ] થી ઉત્પન્ન થાય છે. હાલમાં જેમ આપણને આહાર-પાણી ઉદરમાં જવાથી શક્તિ પેદા થાય છે અને તે શકિત દ્વારા આહારનું પાચન [પરિણમન] થાય છે. તેમ ઉત્પત્તિસ્થાને આવેલો જીવ સ્વશરીરને યોગ્ય જે પુદ્ગલો ગ્રહણ કરે છે. તે પુદ્ગલ સમૂહથી શકિત પેદા થાય છે. અને તે શકિત દ્વારા જીવ આહારનું ગ્રહણ, પરિણમન વગેરે ક્રિયા કરે છે. એટલે, “પુદ્ગલના સમૂહથી ઉત્પન્ન થયેલી, આહાર ગ્રહણાદિ જીવન ક્રિયાના કારણભૂત જીવની જે શકિત તે પર્યાપ્તિ કહેવાય.” પર્યાપ્તિ ઃ = જીવન શકિત'' ૨૦૫ For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનશકિત એકજ હોવા છતાં “આહાર લેવો વગેરે જીવનક્રિયા ૬ પ્રકારની હોવાથી જીવનશકિત ૬ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં, (૧) “જે શકિત વડે જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખલ (ઝાડો, પેશાબ વગેરે અસાર પદાર્થ)અને રસ (શરીરનો પોષક પ્રવાહી પદાર્થ)રૂપે પરિણાવે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ છે.” * જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે અનાદિસ્વભાવને કારણે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનાથી જીવનશકિત ઉત્પન્ન થાય છે. તે શકિત વડે જીવ આહાર યોગ્ય પગલોને ખલ અને રસ રૂપે પરિણાવે છે તેથી ઉત્પત્તિના પ્રથમ સમયે ગ્રહણ કરેલા જે પુગલો તે આહારપર્યાપ્તિનું કારણ છે. અને આહારનું જે પરિણમન તે આહાર પર્યાપ્તિનું કાર્ય છે. આહારપર્યાપ્તિની સમાપ્તિનો કાળ એક સમયનો હોવાથી ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર પર્યાપ્તિનું કાર્ય અને કારણ બને એકીસાથે થાય છે. (૨) “જે શકિત વડે જીવ રસરૂપે પરિણમેલા આહારને રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજ્જા[હાડકાની અંદર રહેલો ચીકણો પદાર્થ] અને વીર્ય એ સપ્તધાતુમય બનાવે તે શક્તિનું નામ શરીર પર્યાપ્તિ છે.” યદ્યપિ દારિકશરીર રસાદિ સાતધાતુમય હોય છે. પરંતુ સર્વે ઔદારિકશરીર રસાદિ સાતધાતુમય જ હોય એવો નિયમ નથી કારણકે એકેન્દ્રિય જીવોને ઔદારિકશરીર હોય છે. પણ સાતધાતુ હોતી નથી. તથા વૈક્રિયશરીર અને આહારકશરીર સપ્તધાતુમય ન હોય. એટલે “ જે શકિત વડે જીવ રસરૂપે પરિણમેલા આહારને પોતાના ભવને યોગ્ય શરીર રૂપે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ કહેવાય.” એમ સમજવું. A આત્મ પ્રદેશોની સાથે લાગેલ અત્યંતર તૈજસ - કાર્મણસ્કંધોની અપેક્ષાએ ઔદારિકાદિ નું જે ગ્રહણ તે બાહ્ય-આહાર સમજવો. બાહ્ય-આહારનું ગ્રહણ-૩ રીતે થઈ શકે છે. (૧) ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી (મતાતંરે સ્વપ્રાયોગ્ય સર્વ પર્યાપ્તિ સુધી) જે પુદ્ગલો ગ્રહણ કરાય તે “ઓજાહાર” કહેવાય. (૨) શરીરપર્યાપ્તિ [મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ) પૂર્ણ થયા પછી સ્પર્શેન્દ્રિય (ચામડી) દ્વારા જે પુદ્ગલો ગ્રહણ કરાય તે “લોમાહાર” કહેવાય. (૩) મુખ દ્વારા કોળિયા રૂપે જે પુક્કલો ગ્રહણ કરાય તે “કલાહાર” કહેવાય. B. આ લક્ષણ બધા શરીરમાં ઘટી શકે છે. ૨૦૬ For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩)‘જે શકિત વડે જીવ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિયને યોગ્ય તેજસ્વી પુદ્ગલો ગ્રહણ કરીને ચામડી,જીભ, નાક, આંખ, કાન એ પાંચ ઇંદ્રિય બનાવે તે [શક્તિનું નામ] ઇંદ્રિય પર્યાપ્તિ કહેવાય.” (૪) “ જે શકિત દ્વારા જીવ શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને, શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવીને, તેનું અવલંબન લઇને, છોડી દે તે [શક્તિનું નામ] શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય,’’ (૫) “ જે શકિત વડે જીવ ભાષાને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરીને ભાષારૂપે [જેવા અક્ષરો બોલવા હોય તે રૂપે ] બનાવીને, તેનું અવલંબન લઈને ભાષારૂપે છોડી મૂકે તે [શક્તિનું નામ] ભાષાપર્યાપ્તિ કહેવાય.' (૬) “ જે શક્તિ વડે જીવ મનો યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને મન રૂપે પરિણમાવીને તેનું જ અવલંબન લઇને મનરૂપે છોડી મૂકે તે [શક્તિનું નામ] મનઃ પર્યાપ્તિ કહેવાય.” આ ૬ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિય જીવોને પ્રથમની ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞીજીવોને પ્રથમની પાંચ, અને સંશી પંચેન્દ્રિયજીવોને છ પર્યાપ્તિ હોય છે. પ્રારંભ અને સમાપ્તિ :- જે જીવોને જેટલી પર્યાપ્તિઓ કહી છે. તે જીવો તે સર્વે પર્યાપ્તિનો એકીસાથે પ્રારંભ કરે છે. અને અનુક્રમે પૂરી કરે છે. જેમ સુતર કાંતનારી છ સ્ત્રીઓ એકી સાથે સરખી પુણીઓ લઇને કાંતવા બેસે તો, તેમાં જે જાડુ કાંતે તે પ્રથમ પૂર્ણ કરે. અને જેમ જેમ ઝીંણુ કાંતે, તેમ તેમ વિલંબે પૂર્ણ કરે તેમ પર્યાપ્તિઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી અનુક્રમે પૂરી કરે છે. પર્યાપ્તિનો સમાપ્તિકાળ :- ઔદારિકશરીરની અપેક્ષાએ આહારપર્યાપ્તિ પ્રથમ સમયે જ પૂર્ણ થાય છે. ત્યારબાદ અંતર્મુહૂતૅ શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્વે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે મનઃ પર્યાપ્તિ પૂર્ણ થાય. વૈક્રિય શ. અને આહારક શરીરની અપેક્ષાએ પ્રથમ સમયે આહારપર્યાપ્તિ A કોઇપણ વસ્તુને ફેકવી (છોડવી) હોય તો પહેલાં વિશેષ પ્રયત્ન કરવો પડે છે. જેમકે દડો ફેંકવો હોય તો, દડાવાળો હાથ ઉંચો કરીને, હાથને વેગ આપવાથી દડો દૂર સુધી ફેંકી શકાય છે. એવી રીતે આત્મા શ્વાસોચ્છ્વાસાદિ પુદ્ગલોને છોડતા પહેલા તેનો જ ટેકો અથવા આલંબન લે છે. પછી તેને છોડી શકે છે. આ પ્રમાણે ભાષા અને મનઃ પર્યાપ્તિમાં પણ જાણવું. ૨૦૭ For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ એકેક સમયે ઈન્દ્રિયાદિ પર્યાપ્તિઓ પૂરી થાય છે. શ્રી ભગવતીજી આદિ સૂત્રોમાં દેવને પાંચ પર્યાપ્તિ કહી છે. કારણકે છેલ્લી બે ભાષા અને મન:પર્યાપ્તિ દેવને એકસાથે એક જ સમયમાં પૂરી થતી હોવાથી તે બન્નેને એકમાનીને દેવોને પાંચ પર્યાપ્તિ કહી છે. ' આહારાદિ -૬ પર્યાપ્તિઓમાંથી પ્રથમની ત્રણ પર્યાપ્તિ સર્વસંસારી જીવો અવશ્ય પૂરી કરે છે. કારણકે પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધી શકે છે. અને પરભવનું આયુષ્ય બાંધ્યા પહેલાં તે જીવ મરણ ન પામે. માટે સર્વ સંસારી જીવને પ્રથમની ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂરી કરવી પડે. પછી કોઇક જીવ ચોથી વગેરે અધૂરી મૂકીને મરણ પામે, તો કોઈક જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે છે. | શાસ્ત્રાનુસાર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ કહી છે તે જીવ તેટલી પર્યાપ્તિઓ પૂરી કરે અથવા જે જીવ પોતપોતાની પર્યાપ્તિથી યુકત હોય તે પર્યાપ્યો કહેવાય.” તેનું કારણ પર્યાપ્ત નામકર્મ છે. અને “જે જીવને જેટલી પર્યાપ્તિઓ કહી છે, તે જીવ તેટલી પર્યાપ્તિઓ પૂરી કર્યા સિવાય મરણ પામે તો તેને અપર્યાપ્તો કહેવાય.” તેનું કારણ અપર્યાપ્ત નામકર્મ છે. “અપર્યાપ્તનામકર્મના ઉદયવાળો જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના જ મરણ પામે” અને “પર્યાપ્તનામકર્મના ઉદયવાળો જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ અવશ્ય પૂરી કરે.” પર્યાપ્તજીવો ૨ પ્રકારે છે. (૧) લબ્ધિ પર્યાપ્ત જીવ. (૨) “કરણ પર્યાપ્તજીવ લબ્ધિ = શકિત. A. નવ સમયથી માંડીને એકેક સમય વધારતા બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીમાં સર્વે અંતર્મુહૂર્ત જુદા જુદા હોવાથી અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદો છે. A કેટલાક આચાર્ય મ.સા. “કરણ” નો અર્થ ઇન્દ્રિય કરે છે. તેમના મતે જે જીવોએ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી હોય તે કરણપર્યાપ્તા કહેવાય. એટલે તેમના મતે લબ્ધિર્યાપ્ત સર્વે જીવો કરણપર્યાપ્તા કહેવાય, કારણકે સર્વ સંસારી જીવો ઇન્દ્રિયપર્યાપ્તિ વડે પર્યાપ્તા કિરણ પર્યાપ્તા] થઈને જ મરણ પામે છે. પણ કરણનો અર્થ ઇન્દ્રિય કોઈક સ્થળે જ જણાતો હોવાથી વ્યાપક નથી. ૨૦૮ For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરવાની શકિતવાળી હોય તે લબ્ધિપર્યાપ્ત. જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી હોય અથવા “જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરીને જ મરવાના હોય તે લબ્ધિપર્યાપ્ત કહેવાય.” એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિપર્યાપ્તા હોય છે. અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે. લબ્ધિપર્યાપ્તા જીવો જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે ત્યાં સુધી તે કરણ અપર્યાપ્તા કહેવાય. અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી તે જીવ કરણ પર્યાપ્તા કહેવાય છે. એટલે (૧) જે જીવ લબ્ધિપર્યાયો હોય તે સ્વયોગ્ય પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્તો અને પછી કરણ પર્યાપ્તો હોય. (૨) જે જીવ લબ્ધિ અપર્યાપ્યો હોય તે અવશ્ય કરણ અપર્યાપ્ત હોય. (૩) જે જીવ કરણ પર્યાપ્યો હોય તે અવશ્ય લબ્ધિ પર્યાપ્ત હોય. (૪) જે જીવ કરણ અપર્યાપ્યો હોય તે લબ્ધિ પર્યાપ્યો કે લબ્ધિ અપર્યાપ્તો હોય. લબ્ધિ અપર્યાપ્તાવસ્થા અપર્યાપ્તનામકર્મજન્ય છે. અને લબ્ધિ પર્યાપ્તાવસ્થા પર્યાપ્તાનામકર્મજન્ય છે માટે તે બન્ને કર્મરૂપ છે. અને કરણ અપર્યાપ્ત કે કરણપર્યાપ્ત અવસ્થા ક્રિયારૂપ છે. એટલે લબ્ધિપર્યાપ્તા અને કરણપર્યાપ્તા એ બન્ને જુદા છે. પ્રત્યેક, સ્થિર, શુભ અને સુભગનામકર્મનું સ્વરૂપ - पत्तेय तणू पत्ते उदएणं दंत अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥४८॥ प्रत्येक तनुः प्रत्येकोदयेन दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं, सुभगात्सर्वजनेष्टः ॥४८॥ ગાથાર્થ - પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવને અલગ અલગ શરીર પ્રાપ્ત થાય છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત, હાડકાદિ અવયવો સ્થિર હોય છે. શુભનામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તકાદિ અવયવો શુભ હોય છે. અને સુભગનામકર્મથી તે સર્વલોકોને પ્રિય લાગે છે. વિવેચન :- (૪) પ્રત્યેક અને સાધારણનામકર્મનું સ્વરૂપ :ઉત્પત્તિસ્થાને આવેલા સર્વસંસારી જીવોને ફરજીયાત શરીર બાંધવુ પડે છે. તેમાં ૨૦૯ ૧૪ For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 ^કેટલાક જીવો સ્વતંત્ર રીતે જ પોતાનું એકશરીર બાધે છે. તેને શા૦ ૫૦માં “પ્રત્યેક શરીર” કહે છે. તેનું કારણ પ્રત્યેક શરીર નામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જાદાજુદા જીવોને પ્રત્યેક=જુદા જુદા શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ કહેવાય.” ઉત્પત્તિસ્થાને આવેલા કેટલાક જીવો સ્વતંત્રરીતે પોતે એકલો એક શરીર ન બાંધી શકે પણ અનંતા જીવો ભેગા થઇને તે સર્વેની વચ્ચે સહિયારુ એક શરીર બાંધે. તેને શા૦ ૫૦માં “સાધારણશરીર' કહે છે. તેનું કારણ સાધારણનામકર્મ છે. ઍટલે, “જે કર્મના ઉદયથી અનંતજીવોને રહેવા માટે સહિયારૂ એક શરીર મળે તે સાધારણનામકર્મ કહેવાય.” જો આ બન્ને કર્મો ન હોય તો, જગતના તમામ જીવો વચ્ચે એક શ૨ી૨ હોય કે એક જીવને બે-ત્રણ શરીર પણ હોય. પરંતુ એક જીવ એકજ શરીરનો માલિક હોય કે અનંતાજીવને સહિયારૂ એક શરીર મળે એવી વ્યવસ્થા ન રહે માટે આ બન્ને કર્મો માનવા જરૂરી છે. (૫) સ્થિર-અસ્થિર નામકર્મનું સ્વરૂપ : અંગોપાંગનામકર્મ શરીરના નાના-મોટા તમામ અવયવો બનાવી આપે છે. તેમાંના હાડકા, દાંતાદિ કેટલાક અવયવો અક્કડ રહે છે. તે “સ્થિર” કહેવાય. તેનું કારણ સ્થિરનામકર્મ છે. અને જીભ, આંખ, પાંપણાદિ કેટલાક અવયવો સ્થિર રહી શકતા નથી તે ‘“અસ્થિર’ કહેવાય. તેનું કારણ અસ્થિરનામકર્મ છે. એટલે, (૧) “જે કર્મના ઉદયથી હાડકા, દાંતાદિ શરીરના અવયવો સ્થિર રહી શકે તે સ્થિરનામકર્મ કહેવાય.’’ તથા, (૨) “ જે કર્મના ઉદયથી જીભાદિ શરીરના અવયવો સ્થિર ન રહી શકતા હોય તે અસ્થિરનામકર્મ કહેવાય.” જો અસ્થિરનામકર્મ ન હોય તો શરીર લાકડાની પૂતળીની માફક સ્થિર જ રહે. વળી શકે નહી. અને જો સ્થિરનામકર્મ ન હોય તો શરીર રબ્બર જેવું A. વનસ્પતિકાય સિવાયના તમામ જીવોને પોતપોતાનું શરીર અલગ અલગ હોય છે. વનસ્પતિકાયમાં કાકડી-ભીંડો વગેરેને પોતપોતાનું શરીર અલગ હોય છે. તેથી તે પ્રત્યેક કહેવાય છે પરંતુ બટાકા, ડુંગરી, લસણ અને ગાજર વગેરેમાં અનંતાજીવો વચ્ચે એક જ શરીર હોય છે. તેથી તે સાધારણ કહેવાય છે. એટલે માત્ર વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ છે. પૃથ્વીકાયાદિ પ્રત્યેક જ હોય છે. ૨૧૦ For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોચું જ રહે. પણ અક્કડ [સ્થિર] રહી શકે નહીં. માટે શારીરિકપ્રવૃતિ થઈ શકે નહીં. કારણકે સ્થિરનામકર્મ અને અસ્થિરનામકર્મ અમુક અવયવોને સ્થિર અને અસ્થિર રાખે છે. તેથી શારીરિક પ્રવૃત્તિમાં વાંધો આવતો નથી માટે સ્થિર- અસ્થિર બને નામકર્મ જરૂરી છે. (૬) શુભ- અશુભ નામકર્મનું સ્વરૂપ : અંગોપાંગનામકર્મ શરીરના નાના-મોટા તમામ અવયવો તૈયાર કરી આપે છે. અને નિર્માણનામકર્મ, તેને યોગ્ય સ્થાને ગોઠવી આપે છે. તેમાં નાભિથી ઉપરના ભાગમાં મસ્તક, આંખ, કાન, નાક, જીભ, હૃદય, મગજાદિ જે અવયવો ગોઠવાયેલા છે. તે વધુ ઉપયોગી, શોભા ઉત્પન્ન કરનારા તેમજ તેનો સ્પર્શ આનંદદાયક હોવાથી, તે “શુભ ગણાય તેનું કારણ શુભનામકર્મ છે. અને નાભિથી નીચેના ભાગમાં પગ, મળાશય, મૂત્રાશયાદિ જે અવયવો ગોઠવાયેલા છે તે અરૂચિકર હોઇ, તેનો સ્પર્શ નારાજગીનો અનુભવ કરાવતો હોવાથી તે અશુભ ગણાય. તેનું કારણ અશુભનામકર્મ છે. (“શુભનામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તકાદિ અવયવોનો સ્પર્શ આનંદનો અનુભવ કરાવતો હોવાથી તે અવયવો શુભ કહેવાય છે.” અને “અશુભનામકર્મના ઉદયથી નાભિથી નીચેના ભાગમાં રહેલા પગાદિ અવયવોનો સ્પર્શ નારાજગીનો અનુભવ કરાવતો હોવાથી તે અશુભ કહેવાય છે.”) નિર્માણનામકર્મ શરીરના તમામ અવયવોને યોગ્ય સ્થાને ગોઠવી આપે. પણ અમુક અવયવો શુભ છે. અને અમુક અવયવો અશુભ છે એ પ્રમાણે શુભાશુભપણું નક્કી કરી આપતો નથી. એટલે શરીરના અવયવોમાં શુભાશુભપણું નક્કી કરી આપવાનું કામ શુભનામકર્મ અને અશુભનામકર્મ કરે છે માટે શુભનામકર્મ અને અશુભનામકર્મ માનવું આવશ્યક છે. (૭) સુભગ અને દુર્ભગનામકર્મનું સ્વરૂપ : ' જે જીવે કોઇના ઉપર બીલકુલ ઉપકાર ન કર્યો હોવા છતા તે સર્વલોકોને A शुभभाव-शोभा-माङगल्य निर्वर्तकं शुभनाम, तद्विपरीत निर्वर्तकमशुभनाम (તત્વાર્થ ભાષ્ય) II૮, ૨૨ | અર્થાત્ શુભભાવ, શોભા અને મંગળને ઉત્પન્ન કરનાર શુભનામ છે. તેથી વિપરીત અશુભનામ છે. ૨ ૧૧ For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય લાગતો હોય તો તે ભાગ્યશાળી કહેવાય. તેનું કારણ સૌભાગ્ય સુભગ] નામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી ઉપકાર નહીં કરવા છતાં પણ જે સર્વને પ્રિય લાગે તે સુભગનામકર્મ કહેવાય.” ) જે જીવ સર્વ લોકોને ઉપકાર કરનારો હોય, માથાના વાળથી પગ લૂછે તો પણ તે પ્રિય ન લાગતો હોય તો, તે દુર્ભાગી કહેવાય. તેનું કારણ દૌર્ભાગ્યનામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી પોતે ઉપકારી હોવા છતાં સામાને અપ્રિય લાગે તે દુર્ભગનામકર્મ કહેવાય.” જો આ કર્મ ન હોય તો, અમુક વ્યકિત સર્વને પ્રિય લાગે છે અને અમુક વ્યકિત સર્વને અપ્રિય લાગે છે. એવુ ન બને. દા.ત. હંસ, ઘોડો, ગાય, હરણ વગેરે સર્વને પ્રિય લાગે છે. અને કાગડો, ગધેડો, ભેંસ, ભૂંડ વગેરે સર્વને અપ્રિય લાગે છે. તેનું કારણ હંસાદિને સૌભાગ્યનામકર્મનો ઉદય છે. અને કાગડાદિને દર્ભાગ્યનામકર્મનો ઉદય છે. અભવ્યજીવોને તીર્થકર ભગવંતો પ્રિય લાગતા નથી માટે તીર્થકર ભગવંતોને દર્ભાગ્યનામકર્મનો ઉદય છે. એમ ન સમજવું કારણકે અભવ્યો ગાઢ મિથ્યાત્વી હોવાથી તેને સુદેવાદિ પ્રિય લાગતા નથી. સુસ્વર, આદય, યશકીર્તિ અને સ્થાવરદશકનું સ્વરૂપ : सुसरामहुर सुहझुणी आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवजत्थं ॥५०॥ सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोक ग्राहय वचाः । यशसो यशः कीर्तयः स्थावरदशकं विपर्ययार्थम् ॥५०॥ ગાથાર્થ :- સુસ્વરનામકર્મના ઉદયથી મધુર અને સુખકારક સ્વર પ્રાપ્ત થાય છે. આદેયનામકર્મના ઉદયથી સર્વલોકને તેનું વચન માન્ય હોય છે. યશનામકર્મના ઉદયથી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તેથી વિપરીત અર્થવાળુ સ્થાવરદશક જાણવું. વિવેચન :- (૮) સુસ્વર-દુસ્વર નામકર્મનું સ્વરૂપ જીવ કાયયોગ દ્વારા ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને, તેને જે શબ્દ બોલવાનો હોય તે રૂપે પરિણાવીને તેનું જ અવલંબન લઈને, “પરિણત ભાષાવર્ગણાના જે પુલો બહાર ફેકે છે - તે જ શબ્દ કહેવાય છે.” * ૨૧૨ For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દને આપણે ચાલુભાષામાં “અવાજ” કહીએ છીએ. એ અવાજ કેટલાક લોકોનો એવો મીઠો હોય છે કે સાંભળનારને આનંદનો અનુભવ થાય. તેનું કારણ સુસ્વરનામકર્મ છે. અને કેટલાક લોકોનો અવાજ એવો ખરાબ હોય છે કે સાંભળનારને કંટાળો આવે. તેનું કારણ દુઃસ્વરનામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જીવનો અવાજ એવો મીઠો હોય કે સાંભળનારને આનંદ આવે તે સુસ્વર નામકર્મ કહેવાય.” તથા “જે કર્મના ઉદયથી જીવનો અવાજ એવો ખરાબ હોય કે સાંભળનારને કંટાળો આવે તે દુઃસ્વરનામકર્મ કહેવાય.” આ બન્ને કર્મ જીવવિપાકી છે. અને શબ્દ એ પુદ્ગલસ્વરૂપ છે. છતાં પણ સારો અવાજ જીવને આનંદનો અનુભવ કરાવે છે. અને ખરાબ અવાજ કંટાળાજનક લાગે છે. માટે અવાજના સારા કે ખરાબપણાની અસર જીવ ઉપર થાય છે. માટે અવાજ પુગલસ્વરૂપ હોવા છતાં આ બન્ને કર્મ જીવવિપાકી કહ્યાં છે. જો આ બન્ને કર્મો ન હોય તો દરેકનો અવાજ કાં તો મીઠો હોય, કાંતો ખરાબ હોય. એમ એકજ જાતના અવાજનો અનુભવ થાય. પણ અમુકનો અવાજ મીઠો અને અમુકનો અવાજ ખરાબ લાગે છે. તેનું કારણ સુસ્વરનામકર્મ અને દુઃસ્વર નામકર્મ છે. (૯) આદેય-અનાદેયનામકર્મનું સ્વરૂપ : જગતના કેટલાક લોકો સમાનાધિકારી હોવા છતાં તેમાંના કોઈક વ્યકિતનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોક માન્ય કરે. તે લોકમાં આદરણીય બને છે. તેનું કારણ આયનામકર્મ છે. અને કોઇકવ્યકિતનું હિતકારીવચન પણ માન્ય ન થાય. તે લોકમાં અનાદરણીય બને છે. તેનું કારણ અનાદેયનામકર્મ છે. ' “જે કર્મના ઉદયથી જીવનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોક માન્ય કરે તે આયનામકર્મ કહેવાય.” અને “જે કર્મના ઉદયથી જીવનું હિતકારી વચન પણ માન્ય ન થાય તે અનાદેયનામકર્મ કહેવાય.” જો આદેય-અનાદેયનામકર્મ ન હોય તો, સમાનાધિકારીમાંથી એકનું ગેરવ્યાજબી વચન માન્ય થાય. અને બીજાનું હિતકારી વચન પણ માન્ય ન થાય. એવો ભેદ જોવા ન મળે. સર્વદા આદરણીય આત્મા ક્યારેક આદરણીય અને ક્યારેક અનાદરણીય ન બને. ૨ ૧૩ For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) યશઃ કીર્તિ- અયશઃકીર્તિ : ઉત્તમકુલમાં જન્મેલા લોકો પોતપોતાની યોગ્યતા પ્રમાણે દાન, શૌર્ય વગેરેથી પરોપકારનું કાર્ય કરતા હોય છે તેમાં, એક વ્યકિત થોડુક જ સારૂ કામ કરે તો પણ તેની બહાર પ્રશંસા (વાહવાહ) થાય. તેનું કારણ યશઃકીર્તિનામકર્મ છે. અને બીજી વ્યકિત ગમ તટલા સારા કાર્યો કરે તો પણ તેનું બહાર ખરાબ જ બોલાય. તેને દરેક કાર્યમાં અપજશ જ મળે, તેનું કારણ અયશઃકીર્તિનામકર્મ છે. “જે કર્મના ઉદયથી દાન, શૌર્ય, તપ વગેરે કાર્યથી જીવની પ્રશંસા થાય તે યશઃકીર્તિનામકર્મ કહેવાય.” તથા, “જે કર્મના ઉદયથી ગમે તેટલા સારા કાર્યો કરવા છતાં અપજસ જ મળે તે અયશઃ કીર્તિનામકર્મ કહેવાય.” યશઃ અને કીર્તિમાં થોડોક તફાવત છે. દાન અને તપથી વ્યક્તિની જે પ્રશંસા થાય તે કીર્તિ કહેવાય. અને પરાક્રમથી જે પ્રશંસા થાય તે યશ કહેવાય. અથવા વ્યકિતની પોતાના એકજ દેશમાં પ્રશંસા થાય તે કીર્તિ કહેવાય. અને ચારે તરફ સર્વ દેશમાં જે પ્રશંસા થાય તે યશ કહેવાય. આ બન્ને કર્મો ન હોય તો, એક વ્યક્તિ સારૂ કાર્ય કરે તો વાહવાહ બોલાય અને બીજી વ્યક્તિ ગમે તેટલા સારા કાર્યો કરે તો પણ તેનું ખરાબ બોલાય આવો ભેદ જોવા ન મળે. સર્વદા પ્રશંસનીય આત્મા, ક્યારેક યશઃ કીર્તિ, તો ક્યારેક અયશઃકીર્તિને ન મેળવે. આ પ્રમાણે ‘પિંડપ્રકૃતિના પેટાભેદ” “પ્રત્યેક” ‘“પ્રતિપક્ષી’’ ૭૫ + ૮ + ૨૦ નામકર્મની પ્રકૃતિ કહી.'' For Private and Personal Use Only = ૧૦૩ ગોત્રકર્મ ગોત્રકર્મ અને અંતરાયકર્મના ભેદઃगोअं दुहुच्चनीअं कुलाल इव सुघडभुंभलाइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु वीरिए अ ॥५१॥ गोत्रं द्विधोच्चनीयं कुलाल इव सुघट भुंभलादिकम् । विघ्नं दाने लाभे भोगोपभोगयो वर्ये च ॥५१॥ ૨૧૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra શ્વેત પોત (કુબ્જ (હુડક (રસ ન ઉચીત ખર અહે ગાથા કીલી (ખાટા મીઠો લાગે વામન સાદિ ન્ય (S. રક્ત નીલ ચૌદ અમ ચત દુભ આ. સ ઋષભ પત તારી નારાય નાય (વા) કડવા કૃષ્ણ (સુર)િ ગંધ વર્ણ સ स्थान વજ્ર TEL (?) સા તા (તીખા) મક બંધન સ rism પી Fis પ્રકૃતિ અંગ - રાત દિવાન ૯) पू ગુરૂ નામકર્મની ઉત્તર પ્રકૃતિ દર્શક ચિત્ર:૧૩ (અનુ. (ઉધાવ લ તીર્થંકર નિર્માણ ૫ વાય અતિ l/ આ અંગ આ પૂ. વાત જા આદ રિક મનુષ્યત પૂર્વ બા જવા તિર્યંચા Tu નાન આત વૈક્રિય આહા ક પદ્મ થાવ પ્રત્યેક પ્રકૃતિ નન ગતિ એક વૃ ત થ થરિન્દ્રિય નામ કમ તિય મન દવ ગતિ ગતિ ગતિ તેજસ કાર્રણ) A. ઉ નિય Eust વિપક્ષ ભા ત્રણ અ. પ અ ય દ ગુજ ત્ર દર્શક સ્થાવ દાક ICU સ્વ આ ફ્રેંચ વા સ્થા વ સો અપને યો આવા પણ For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra (કુંડક) 964 વામન સાદિ કુબ્જ ફીલીક છે. શ્વેત પોત રક્યુંનીલ ઊંટ (રૂક્ષ ના ઉણો શીત અ નારાય (ખાટા મીઠો ei. St. સ ત્ય ચોધ સમ ચૈત (દુભિ આ. સ. વજ્ર ઋષભ ઋષભ તારા નારાય ભરાય (વો) કૃષ્ણ 4.?? સ સ્થાન: સઘ EL સં તન (સુરભિ ગંધ વણ આ G ૧૨ કડવા મર્ક (તીખા) બંધના લઘુ ગુરૂ ૫શ વિહાય સ ગતિ પિંડ પ્રકૃતિ સંગ u નામકર્મની ઉત્તર પ્રકૃતિ દર્શાક ચિત્ર:૧૩ (અગુરૂ. ઉદ્યાન લઘુ તીર્થંકર) આ અંગા c. QAJU આ. અંગા દવાનુ पूर्वा મનુષ્ય 1.પૂછી (દૂર) (તિર્યંચ આજ पूर्वी તિર્યંચ મનુ નગાંવ ગતિ ગતિ ગતિ ન (જાતિ એક બદામ તેઇન ચ. તિ Cese થ -21 રિન્દ્રિય શરીય આંદો રિક (આતમ દાસી જીવા હુંપૂ પશઘાત નાન વૈક્રિય આહા ક પ્રત્યક પ્રકૃતિ નામ કમ તજસ કાર્પણ A. નિર્માણ ઉપ દાંત પંચ ન્દ્રિય બા ત્રસ અ પક્ષ: Hot (અપ્રત્ય tt F . સ્વર સ્થિર) (શુભ પ્રશ્ન દર્શક Visi સ્થાવ દાક 2424. શુભ સ્થ CHOL સ્વ આ દેય થા સ્થા ૧૨ (સૂ) પ પોત આવા રણ For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથાર્થ - સુઘટ= સારા ઘટ અને ભુંભલા= મદિરાદિ ભરવાના ઘટને બનાવનાર કુંભારની જેમ ઉચ્ચ અને નીચ એમ-૨ પ્રકારે ગોત્રકર્મ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં વિઘ કરનારું અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. વિવેચનઃ- “ક શબ્દે ધાતુનો અર્થ બોલાવવું થાય છે.” (“જીવ જે શબ્દવડે બોલાવાય [ગવાય) તે ગોત્ર કહેવાય.” કોઇપણ શુદ્ધ આત્મા ભારે નથી કે હલકો નથી. મોટો નથી કે નાનો નથી. ઉચ્ચ નીચના ભેદ રહિત “અગુરુલઘુગુણવાળો છે. પરંતુ અગુરુલઘુગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, “જીવ ઉચ્ચ-નીચ શબ્દવડે બોલાવાય [ગવાય] છે તે ગોત્ર કહેવાય.” તેનું કારણ ગોત્રનામકર્મ છે. કુંભારના ઘડા જેવું ગોત્રકર્મ - ગોત્રકર્મને કુંભારની ઉપમા આપી છે. જે રીતે, | કુંભારનાચ્છ જૈવું ! | કુંભાર એક જ જાતની માટીમાંથી દરેક ઘડા બનાવતો હોવા છતાં, કેટલાક ઘડા એવા સરસ બનાવે છે કે તે ઘડાની મંગળકળશ તરીકે સ્થાપના થાય છે. તેથી છે કે તે ઘડા પુષ્પ, ચંદન, અક્ષતાદિથી પૂજાય છે. અને તે | ગોઝ કર્મ 1 જ જાતની માટીમાંથી કેટલાક એવા ઘડા બનાવે છે. કે તે ઘડાનો મદિરાદિ ભરવાના પાત્ર તરીકે ઉપયોગ થાય. તેવા ઘડા લોકમાં નિંદા કે તિરસ્કારને પાત્ર બને છે. એવી રીતે. કેટલાક જીવો ઉચ્ચ સંસ્કારવાળા દેશ, કુલ, જાતિમાં જન્મ ધારણ કરવા માત્રથી તે નિર્ધન, કુરૂપ અને મંદબુદ્ધિવાળો હોય તો પણ પ્રશંસાને પામે છે. તે ઉચ્ચ શબ્દવડે બોલાવાય છે. અને કેટલાક જીવો હલકા સંસ્કારવાળા દેશ, કુલ, જાતિમાં જન્મ ધારણ કરવામાત્રથી તે ધનવાન, સુંદર અને બુદ્ધિમાન હોય તો પણ નિંદા કે તિરસ્કારને પાત્ર બને છે. તે નીચ શબ્દવડે બોલાવાય છે. જે જીવો ઉચ્ચ શબ્દવડે બોલાવાય છે. તે ઉચ્ચગોત્ર કહેવાય.” તેનું કારણ ઉચ્ચગોત્રકર્મ છે. A. અગુરુલઘુગુણ અને અગુરુલઘુનામકર્મ આ બન્ને જુદા છે. અગુરુલઘુગુણ એ જીવનો મૂળ સ્વભાવ છે. અને અગુરુલઘુનામકર્મ. એ પુદ્ગલસ્વરૂપ છે. ૨૧૫ For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -(૧) અગુરુલઘુગુણને ઢાંકનાર શુભરસયુકત કાર્મણસ્કંધોને ઉચ્ચગોત્રકર્મ કહેવાય.” કે જે જીવો નીચ શબ્દવડે બોલાવાય છે. તે નીચગોત્ર કહેવાય.” તેનું કારણ નીચગોત્રકર્મ છે. (૨) “અગુરુલઘુગુણને ઢાંકનાર અશુભરસયુકત કાર્મણકંધોને નીચગોત્રકર્મ કહેવાય.” અહીં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એ કાર્ય છે. તેનું કારણ અગુરુલઘુગુણને ઢાંકનાર કાર્મણકંધો છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને (કાસ્કિંધોને) ઉચ્ચગોત્રકર્મ અને નીચગોત્રકર્મ કહ્યું છે. (અંતરાયકર્મ) અંતરાય = અટકાવી દેનાર = વિઘ કરનાર” હિમાલયમાંથી નીકળતા નદીના પ્રવાહને અટકાવી દેનાર પર્વતની જેમ આત્મામાંથી પ્રવાહ રૂપે નીકળતી ક્ષાયોપથમિક દાનાદિ લબ્ધિને [દાનાદિશકિત] ને અટકાવી દેનારૂ જે કર્મ તે અંતરાયકર્મ કહેવાય. A. ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વીરજિનેશ્વરે કહ્યું છે કે, ઉન્ન પટ્ટવિટું હોવુ, વં નીર્થ મણિ” જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, બળ, તપ, શ્રત, લાભ અને ઐશ્વર્ય એ આઠની પ્રાપ્તિ થાય તે ઉચ્ચગોત્ર કહેવાય. તેનાથી વિપરીત (હલકા) જાતિ-કુળાદિ પ્રાપ્ત થાય તે નીચગોત્ર કહેવાય. B.યદ્યપિ હિમાલયમાંથી નીકળતા નદીના પ્રવાહને વૈતાઢ્ય પર્વત સંપૂર્ણતયા અટકાવી શકતો નથી. કોઇપણ રીતે નદીનું વહેણ પર્વતને ભેદીને બહાર નીકળી જાય છે. તેમ આત્મામાંથી નીકળતી પ્રવાહરૂપ દાનાદિશક્તિને અંતરાયકર્મરૂપી પર્વત સંપૂર્ણતયા અટકાવી શકતો નથી, અત્યંત મંદ ગતિએ પણ દાનાદિ પ્રવાહ નિરંતર વહ્યા જ કરે છે. તેને શ0 ૫૦ માં દાનાદિલબ્ધિનો ક્ષયોપશમ કહે છે. સર્વ સંસારી જીવોને અનાદિકાળથી અંતરાયકર્મોનો મંદ ક્ષયોપશમ તો હોય જ છે. એટલે દાનાદિશકિતને અંતરાયકર્મ સંપૂર્ણતયા અટકાવી શકતું નથી. માટે તેને દેશઘાતી કહ્યું છે. ૨૧૬ For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા એક, બે, ચાર, સંખ્યાત કે અસંખ્યાત લબ્ધિ=શકિતનો નહીં પણ અનંતશકિતનો માલિક છે. તે સર્વે લબ્ધિ=શકિતનું વર્ગીકરણ કરીને * મહાપુરૂષોએ તે સર્વેનો દાનાદિ પાંચ લબ્ધિમાં સમાવેશ કરી આપ્યો હોવાથી, તેને ઢાંકનાર અંતરાયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. (૧) દાનાંતરાયકર્મ- ધાતુનો અર્થ આપવું થાય છે. ' પોતાની માલિકીની વસ્તુ બીજાને આપવી તે દાન કહેવાય.” જીવ અનંતદાનશકિતનો માલિક હોવાથી જીવની ઇચ્છા પોતાની માલિકીની ભોગ્ય કે ઉપભોગ્ય સર્વ વસ્તુ આપી દેવાની હોય છે. પણ આપી શકતો નથી દાન દેતી વખતે કોઈક વિઘ્ન આવી જવાથી, તે દાન દેતો અટકી જાય છે. તે “દાનાત્તરાય” કહેવાય. તેનું કારણ દાનાન્નરાકર્મ છે. અનંતદાનશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને દાનાન્તરાયકર્મ કહેવાય. દાનાંતરાયકર્મના ઉદયથી, જીવની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, લેનાર ગુણવાન પાત્રની હાજરી હોય, દાનનું ફળ જાણતો હોય છતાં પોતાની માલિકીની વસ્તુ બીજાને આપી શકતો નથી. દા.ત. કપિલાદાસી. (૨) લાભાારાયકર્મ :- 7મ ધાતુનો અર્થ મેળવવુ થાય છે. “ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ કહેવાય.” જીવ અનંતલાભશકિતનો માલિક હોવાથી, જગતમાં રહેલી ભોગ્ય કે ઉપભોગ્ય સર્વવસ્તુ મેળવી શકે તેમ છે. પણ મેળવી શકતો નથી, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ વખતે કોઈક વિદ્ઘ આવી જાય છે અથવા ભોગ્ય કે ઉપભોગ્ય વસ્તુ મેળવવાનો ઉત્સાહ થતો નથી. તે “લાભાન્તરાય” કહેવાય. તેનું કારણ લાભાન્તરાયકર્મ “અનંતલાભશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને લાભાન્તરાયકર્મ કહેવાય.” લાભાન્તરાય કર્મના ઉદયથી દાતા ઉદાર હોય, તેની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, યાચક કુશળતાથી માંગણી કરતો હોય છતાં પણ યાચકને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દા.ત. ઋષભદેવભગવાનને લાભાન્તરાયકર્મના ઉદયથી એકવર્ષ સુધી આહાર ન મળ્યો. (૩) ભોગાન્તરાયકર્મ” મુન્ ધાતુનો અર્થ ભોગવવું થાય છે. “જે વસ્તુનો એક જ વાર ઉપયોગ થઈ શકે તે ભોગ્ય સામગ્રી કહેવાય.” દા.ત. આહાર, ફૂલ, અત્તર વગેરે. ૨૧ ૭. For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ અનંતભોગશકિતનો માલિક હોવાથી જગતમાં રહેલી સંપૂર્ણ ભાગ્ય વસ્તુનો ભોગવટો કરી શકે તેમ છે. પણ કોઇક વિદ્ઘ આવી જવાથી ભોગવી ન શકે તે “ભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ભોગાન્તરાયકર્મ છે. “અનંતભોગશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને ભોગાન્તરાયકર્મ કહેવાય.” ભોગાન્તરાયકર્મના ઉદયથી, આહારદિ ભોગ્ય વસ્તુ અઢળક હોય, પોતે તેનો ત્યાગી ન હોય, છતાં પણ તે ભોગ્યવસ્તુ ભોગવી શકતો નથી. દા.ત. મમ્મણશેઠ. (૪) ઉપભોગાન્તરાય કર્મ :- ૩+મુન્ ધાતુને અર્થ ઉપભોગ કરવો. જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપભોગ્ય કહેવાય.” દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે. જીવ અનંત ઉપભોગશકિતનો માલિક હોવાથી, જગતમાં રહેલી તમામ ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકે તેમ છે. પણ કોઈક વિધૂ આવી જવાથી ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકતો નથી તે “ઉપભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ઉપભોગાન્તરાયકર્મ છે. અનંત ઉપભોગશકિતને ઢાંકનાર કાર્મણધોને ઉપભોગાત્તરાયકર્મ કહેવાય.” ઉપભોગાન્તરાયકર્મના ઉદયથી જીવની પાસે અલંકારાદિ ઉપભોગ્ય વસ્તુ હોય, તેનો ત્યાગ કરેલો ન હોય, છતા પણ તે વસ્તુનો ઉપભોગ કરી શકતો નથી. દા.ત. વિધવા સ્ત્રી. (પ) વીર્યાન્તરાયકર્મ :- “વીર્ય = આત્મિક શકિત.” વીર્યનો અર્થ યોગ, શકિત, ઉત્સાહ, બળ, પરાક્રમ વગેરે થાય છે. જીવ અનંતશકિતનો માલિક હોવાથી, મેરુ ને દંડ અને જંબૂદ્વીપને છત્ર કરવા રૂપ જગતને ઉથલ-પાથલ કરી નાખવાની શકિત છે. એટલે કે જીવ અંનતવીર્યનો માલિક છે. અનંતવીર્યગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને વર્યાન્તરાયકર્મ કહેવાય.” વીર્ય- ૩ પ્રકારે છે. (૧) આવૃતવીર્ય (૨) લબ્ધિવીર્ય (૩) કરણવીર્ય. (૧) “જેટલું આત્મિકવીર્ય કર્યદ્વારા ઢંકાયેલું હોય તેને આવૃતવીર્ય કહેવાય.” ૨ ૧૮ For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) “ વિર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રગટ થયેલું જે વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય.” (૩) “લબ્ધિવીર્યમાંથી જે વીર્યને મન-વચન અને શરીર દ્વારા વપરાશ થઇ રહ્યો છે. તે કરણવીર્ય કહેવાય.” દરેક સંસારી જીવો પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન, નાડીના ધબકારા, કે લોહીનું પરિભ્રમણથી માંડીને મેરૂપર્વતને હલાવવો કે આત્મપ્રદેશોને સંપૂર્ણલોકમાં વિસ્તારવા સુધીની તમામ નાની-મોટી ક્રિયાઓ આત્મિકવીર્ય (બળ) વિના કરી શકતો નથી. આત્મિકવીર્ય વિનાનું એકલું શરીર જડ હોવાથી, કોઈ જ કાર્ય કરી શકતું નથી. આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે. ત્યારે મજબૂત શરીર પણ કાષ્ટની માફક નિશ્ચષ્ટ પડ્યું રહે છે. એટલે આત્મિકવીર્યના અભાવમાં શારીરિક બળ વ્યર્થ છે. માટે નૈૠયિક દૃષ્ટિએ “વર્યાન્તરાયકર્મના ઉદયથી યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં જીવ પરાક્રમ ફોરવી શકતો નથી. અથવા જીવને કોઇપણ કાર્ય કરવા માટે ઉત્સાહ જાગતો નથી.” યદ્યપિ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશયથી લબ્ધિવીર્ય આત્મિકશક્તિ પ્રગટ થાય છે. પરંતુ શરીરાદિ વિના જીવ આત્મિકશકિતનો ઉપયોગ કરી શકતો નથી. જેમ ચૂલા ઉપર ચઢાવેલા ચરૂમાં પાણી હોવા છતા ગરમી ન મળવાથી પાણીનાં બિન્દુઓ ગતિક્રિયા (આંદોલન) કરતા નથી. સ્થિર રહે છે. તેમ આત્મામાં લબ્ધિવીર્ય પ્રગટેલું હોવા છતા શરીરાદિ નિમિત્ત ન મળે તો સ્થિર પડ્યું રહે. પણ અનાદિકાળથી સર્વે સંસારીજીવો તૈજસ અને કાર્મણ શરીરધારી હોવાથી ફક્ત આઠ રૂચક પ્રદેશોને છોડીને સર્વે આત્મપ્રદેશો ઉકળતા પાણીની માફક સતત ચલાયમાન હોય છે. એટલે જેમ નદીના પાણીનો ઉપયોગ નહેરાદિ દ્વારા થાય છે. તેમ વીતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલી આત્મિકશક્તિ (લબ્ધિવીર્ય) નો ઉપયોગ મન, વચન અને કાયા દ્વારા થાય છે. તેથી (૧) શારીરિક પ્રવૃત્તિને કાયયોગ કહેવાય. (૨) વાણીને વચનયોગ કહેવાય. (૩) શુભાશુભ ચિંતનને મનોયોગ કહેવાય. જેટલા પ્રમાણમાં કાયયોગ A. સિદ્ધના જીવોને ક્ષાયિકભાવનું લબ્ધિવીર્ય હોવા છતાં શરીરાદિ ન હોવાથી તેમના આત્મ પ્રદેશો તદ્દન સ્થિર રહે છે. ૨૧૯ For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (શારીરિક બળ) અને મનોયોગ (મનોબળ) મજબૂત હોય તેટલા પ્રમાણમાં જીવ આત્મિક શકિતનો ઉપયોગ વધુ કરી શકે. અર્થાત્ પરાક્રમ (વીર્ય) વધારે ફોરવી શકે. તેથી અત્યંત પરાક્રમી (ઉત્કૃષ્ટયોગી) ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ કરી શકે છે. તથા નિર્બળ વ્યકિત ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ કરી શકતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રથમ સંઘયણવાળો જીવ અંતર્મુહૂર્તકાળ માત્રમાં સંપૂર્ણકર્મને ક્ષય કરીને મોક્ષમાં જઈ શકે અને ઉત્કૃષ્ટ પાપ કરે તો સાતમી નરકમાં જાય અને છેલ્લા સંઘયણવાળો ગમે તેટલી ધર્મારાધના કરે તો પણ ૪ દેવલોક અને ગમે તેટલું પાપ કરે તો પણ બીજી નરક સુધી જ જઈ શકે છે. એટલે “વ્યવહારિક દૃષ્ટિએ જીવને વર્યાન્તરાય કર્મના ઉદયથી નિર્બળ શરીરાદિની પ્રાપ્તિ થાય છે. અને વીર્યાન્તરાયકર્મનાં ક્ષયોપશયથી મજબૂત શરીરાદિની પ્રાપ્તિ થાય છે.” અંતરાયકર્મના ક્ષયોપશયથી આપવું, મેળવવું, ભોગવવું, મહાપરાક્રમ કરવું વગેરે વ્યવહારિક પ્રવૃત્તિ થઈ શકે છે. પરંતુ અંતરાયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિકભાવની દાનાદિ લબ્ધિ પ્રગટ થાય ત્યારે જગતમાં રહેલી ભોગ્ય કે ઉપભોગ્ય તમામ વસ્તુને આપી શકે, મેળવી શકે, ભોગવી શકે, જગતને ઉથલપાથલ કરી શકે એવી આત્મિકશક્તિ ઉત્પન્ન થવાં છતાં સિદ્ધાત્માને તે વખતે આપવું, મેળવવું, ભોગવવુ કે વીર્યને ફોરવવું એવી કોઈજ વ્યવહારિક પ્રવૃત્તિ ન હોય પરંતુ નૈશ્વિયિક દાનાદિ પ્રવૃત્તિ અવશ્ય હોય છે. તેમાં (૧) સર્વ વસ્તુનો ત્યાગ કરવો તે દાન. (૨) આત્મિકગુણોને મેળવવા તે લાભ. (૩) આત્મિકગુણોનો ભોગવટો કરવો તે ભોગ. (૪) આત્મિક ગુણોનો ઉપભોગ કરવો તે ઉપભોગ અને (૫) આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે. કારણકે જેમ જેમ A. તત્વાર્થ સૂત્ર ૬,૭. B. વ્યવહારિક દૃષ્ટિમાં શારીરિકાદિ બળની પ્રધાનતા છે. જોકે શારીરિકબળ પુગલમાંથી બનેલું હોવાથી પોગલિકવીર્ય કહેવાય. તો પણ શારીરિકબળ નિમિત્ત કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહારિક દૃષ્ટિએ તેને પણ વીર્ય (યોગ) કહ્યું છે. પ્રાથમિક કક્ષામાં વીર્યનો અર્થ શારીરિકરિબળ=કાયયોગાદિ તરીકે પ્રસિદ્ધ છે. ૨૨૦ For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ વધુને વધુ પ્રગટ થતો જાય છે. તેમ તેમ મનવચન અને કાયાની પ્રવૃત્તિ (યોગ) મંદ પડતી જાય છે. અર્થાત્ આત્મપ્રદેશોનું આંદોલન મંદ પડતુ જાય છે. જ્યારે વીર્યાન્તરાયકર્મનો સંપૂર્ણ ક્ષય થઇ જાય ત્યારે ક્ષાયિકભાવનું આત્મિકવીર્ય પ્રગટ થાય છે. ક્ષાયિકલબ્ધિવીર્યવાળો આત્મા જ્યારે યોગનિરોધ કરે છે. ત્યારે આત્મિકવીર્ય સ્થિર બની જાય છે. તે વખતનું જે વ્રીર્ય તે સ્વાભાવિક વીર્ય કહેવાય. એટલે વીર્યાન્તરાય કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે. સંસારીજીવની ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાની અપેક્ષાએ વીર્ય [આત્મિક શક્તિ] ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી વીર્યને અટકાવનારૂ વીર્યાન્તરાયકર્મ ત્રણ પ્રકારે કહ્યું છે. (૧) મિથ્યાર્દષ્ટિ જીવની સાંસારિક કાર્યો કરવાની શક્તિને બાલવીર્ય કહેવાય. અને “ જે કર્મના ઉદયથી જીવ સાંસારિક કાર્યો કરી શકતો નથી તે બાલવીર્યાન્તરાયકર્મ કહેવાય.’’ (૨) મુનિઓની મોક્ષ માટેની ક્રિયા કરવાની જે શકિત તે પંડિતવીર્ય કહેવાય. અને “જે કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિ સાધુ મોક્ષનો અભિલાષી હોવા છતાં સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ કે યોગાદિ કાર્ય કરી શકતો નથી તે પંડિતવીર્યાન્તરાયકર્મ કહેવાય.” (૩) શ્રાવકોની મોક્ષ માટેની ક્રિયા કરવાની જે શકિત તે બાલપંડિતવીર્ય કહેવાય. અને જે કર્મના ઉદયથી શ્રાવક દેશવિરતિ ધર્મનું પાલન કરી શકતો નથી તે બાલપંડિતવીર્યાન્તરાય કર્મ કહેવાય.’ 66 આ પ્રમાણે વીર્યાન્તરાયકર્મ ત્રણ પ્રકારે છે. અંતરાયકર્મનું સ્વરૂપ : सिरिहरिय समं एयं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्धेण जीवो वि ॥ ५२ ॥ श्रीगृहिक सममेतद् यथा प्रतिकूलेन तेन राजादिः । न करोति दानादिकमेवं विघ्नेन जीवोऽपि ॥ ५२ ॥ ૨૨૧ For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1=1 ગાથાર્થ:- શ્રીગૃહી ભંડારી સમાન આ અંતરાયકર્મ છે, જેમ તે પ્રતિકૂળ હોવાથી રાજાદિ દાનાદિ કરી શકતો નથી. તેમ અંતરાયકર્મના ઉદયથી જીવ પણ દાનાદિ કરી શકતો નથી. ભંડારી સરખું અંતરાયકર્મ ભંડારી જેવું વિવેચનઃ-શાસ્ત્રાકાર ભગવંતે અંતરાયકર્મને ભંડારીની ઉપમા આપી છે. જેમ રાજા ભંડારીને હુકમ કરે કે તું યાચકાદિને દાનાદિ આપી દે જે પરંતુ ભંડારી પ્રતિકૂળ હોય તો તે યાચકને કહી દે કે અત્યારે ટાઇમ નથી. પછી આવજે એમ બહાના બતાવીને અંતે ના કહી દે એ રીતે, જીવને આપવાની, મેળવવાની, ભોગવવાની વગેરે ઇચ્છા હોય પરંતુ અંતરાય કર્મ કોઇક વિદ્મ ઊભુ કરી દે તેથી જીવને આપવાની ઇચ્છા હોવા છતાં આપી શકતો નથી, મેળવવાની ઇચ્છા હોવા છતાં મેળવી શકે નહીં. જીવને ભોગવવાની ઇચ્છા હોવા છતા ભોગવી શકે નહી. મહાનકાર્ય કરવાની ઇચ્છા હોવા છતાં મહાન કાર્ય કરી શકતો નથી. માટે અંતરાય કર્મને ભંડારીની ઉપમા સાર્થક છે. અંતરાયકર્મ આ પ્રમાણે, જ્ઞાનાવરણીયાદિ આઠકર્મનું સ્વરૂપ ભેદ-પ્રભેદ સહિત કહ્યું. તેમાં, બંધ યોગ્ય પ્રકૃતિ ૧૨૦ છે. ઉદય, ઉદીરણાયોગ્ય પ્રકૃતિ ૧૨૨ છે. અને સત્તાયોગ્ય પ્રકૃતિ ૧૪૮ અથવા ૧૫૮ છે. બંધ ૫ ઉદય ૫ ઉદીરણા| ૫ સત્તા ૫ બંધાદિ યોગ્ય આઠકર્મની ઉત્તરપ્રકૃતિનું કોષ્ટક. જ્ઞા.દ. વે. | મો. | આ. ના. |ગો.| અં. ૨ ૨૬૪ ૬૭૩૨ ૫ ર ૨૮૩૪ ૬૭ ૫ ૨ ૨૮૫૪ ૬૭ ૨ ૫ ર ૨૮૧૪ ૯૩ ૫ અથવા ૧૦૩ 2 www.kobatirth.org 1) 2 1) -: Acharya Shri Kailassagarsuri Gyanmandir له ♦ કર્મવિપાકનું સ્વરૂપ સમાપ્ત : ૨૨૨ For Private and Personal Use Only કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૪૮ અથવા૧૫૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જ્ઞાનાવરણીયાદિ સ્કૂલ અને ઉત્તર પ્રકૃતિદર્થંક ચિત્ર. સમા અત્યા બાઇ Mcto વા Bo ચારિત્ર માહેનીય માહનીય www.kobatirth.org વવંદનીય દર્શનાવરણીય H જ્ઞાનાવરણીય દ પણ્યસ * પ્રતિ 13 મંડ ત વિધાત આપણ પ્રત્ય પ્રકૃતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થાન સાય બહ For Private and Personal Use Only ાવદર Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતtoનાવ૨ણીયાદિ પ્રકૃતિ દર્શક શ્વઝ. મી શરીર . જાતિ છે A ( વ કાચીe aaf, , સર્વલન * નોફગાવ શો-મ 3E \re, છે હરિ રસ અમ' પઆયુષ્યકક્ષ 15 ન મોહનીય શe ચારિત્ર કહુંનીય સિવાડp\" ૬ ધિક પ્રકૃતિ વિહાયોગ%િ સ > વેદનીય તા.શિ) જો કે Sછેછitત્રકો - અનુવીર > દ4 છે L દર્શનાવરણીય છે. ગઇ ERICO વ્હનીયું છે. પ્રતિપકુદી પ્રક્રુતિ )કે. ઉ મતિ જ્ઞાનાવરણીય , અવા) ગસદક. આંતર રાક વંદના 0 66666 TTTTTTS For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (કર્મબંધના હેતુ) “જીવ અનાદિકાળથી, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ દ્વારા સતત કર્મબંધ કર્યા કરે છે જ્યાં સુધી મિથ્યાત્વાદિ દોષોનો નાશ ન થાય ત્યાં સુધી સતત કર્મબંધ ચાલુ રહે છે તેથી મિથ્યાત્વાદિને કર્મબંધના સામાન્ય (સાધારણ) કારણો કહ્યાં છે.” તે સામાન્ય હેતુ દ્વારા જીવ પ્રતિસમયે આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો બાંધે છે. આયુષ્ય એક ભવમાં ફક્ત એક જ વાર બંધાતુ હોવાથી જયારે આયુષ્યકર્મને બંધ કરે ત્યારે આઠકર્મ બંધાય છે. મિથ્યાત્વાદિ સામાન્ય હેતુની સાથે જ્ઞાનાદિની આશાતના વગેરે પ્રવૃત્તિ જેટલો સમય ચાલુ રહે તેટલો સમય જ્ઞાનાવરણીયાદિ કર્મમાં માત્ર સ્થિતિ અને રસનો વધારો થવા રૂપ વિશેષતા થતી હોવાથી તેને કર્મબંધના વિશેષ કારણો કહ્યાં છે.” એટલે વિશેષ બંધ હેતુઓ માત્ર દીર્ઘસ્થિતિબંધ અને તીવ્રરસબંધની અપેક્ષાએ જાણવા. કર્મબંધના સામાન્ય હેતુઓ ગ્રન્થની શરૂઆતમાં કહ્યાં. હવે ગ્રન્થના અંતમાં માત્ર વિશેષબંધ હેતુઓ કહે છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધના વિશેષ કારણો. पडिणीयत्तण-निह्नव-उवधाय-पओस-अंतराएण । अच्चासायणयाए, आवरणदुर्ग जिओ जयइ ॥५३॥ प्रत्यनीकत्व-निह्नव-उपघात-प्रद्वेष-अन्तरायेण । अत्याशातनया आवरणद्विकं जीवो जयति ।। ५३॥ A. સપ્ત તત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે, ए ए पइकम्म पडिनियया आसवा ठिई-अणुभाग बंधा विक्खाए विण्णेआ । पगइ- पदेस વંધા વિશ્વાણ પુખ વિરેસે બૅવિ વ્યક્રમ્માન માસવી અવંતિ | અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મના નિમ્રતબંધહેતુઓ સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ જાણવા. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ સર્વે પણ સર્વકર્મબંધના હેતુઓ સમજવા. ૨૨૩ For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથાર્થ - (જ્ઞાનાદિ, તેના સાધનો તેમજ જ્ઞાની વગેરેની તરફ) દુષ્ટ આચરણ, તેઓનો અપલાપ, નાશ, દ્વેષ, અંતરાય અને અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મ બાંધે છે. વિવેચનઃ- જ્ઞાન = મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાની = મતિ, શ્રત વગેરે જ્ઞાનવાળો, જ્ઞાનના સાધન એટલે પુસ્તક, પોથી, ઠવણી, પાટી, પન, પેન્સીલ, સાપડ, નવકારવાળી વગેરે. (૧) પ્રત્યેનીક = પ્રતિકૂળ વર્તન કે દુષ્ટાચરણ “જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે પ્રતિકૂળ વર્તવું અથવા દુષ્ટભાવ ધારણ કરવો [દુશ્મનાવટ ઉભી કરવી] તે પ્રત્યેનીક કહેવાય.” જ્ઞાનનો ગર્વ કરવો, અકાળે ભણવું, ભણાવવું, અભ્યાસમાં પ્રમાદ કરવો, સ્વાધ્યાય, વ્યાખ્યાન શ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટો ઉપદેશ આપવો, ગ્રન્થનો અભ્યાસ કર્યા વિના ઉપલકદષ્ટિએ ધર્મ વિરૂદ્ધ ટીકા કરવી, સિદ્ધાંત વિરૂદ્ધ બોલવું, શાસ્ત્રો વેચવા વગેરે તથા જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવુ, મશ્કરી કરવી, જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું વગેરે તથા જ્ઞાનના સાધનો પુસ્તકાદિ તરફ દુષ્ટભાવ ધારણ કરવો ઇત્યાદિપ્રત્યનીકપણું કહેવાય. (૨) નિતવ = છુપાવવું. જે જીવ અભિમાનને લીધે જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવે તેમની પાસે ભણ્યો હોય છતાં એમ કહે કે હું તેમની પાસે ભણ્યો નથી, પોતાની પાસે જ્ઞાન હોવા છતાં કોઈ ભણવા આવે તો હું જાણતો નથી એમ કહી જ્ઞાનને છુપાવે. પોતાની પાસે જ્ઞાનના સાધનો હોવા છતાં “મારી પાસે નથી.” એમ કહેવું તે નિહ્નવ કહેવાય. (૩) ઉપઘાત = નાશ. જ્ઞાની તથા જ્ઞાનના સાધનોનો નાશ કરવો તે ઉપઘાત” દા.ત. જ્ઞાની પુરૂષોને મારવા, જ્ઞાનશાળા કે પુસ્તકાદિને બાળી નાખવા ઈત્યાદિ ઉપઘાત કહેવાય. (૪) પ્રષિ = આંતરિક દ્વેષ, કે પ્રકૃષ્ટ દ્રષ. જ્ઞાની તથા જ્ઞાનના સાધનો ઉપર આંતરિક વૈષ તે પ્રàષ કહેવાય. ૨૨૪ For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા.ત. ભણેલા તો અભિમાની હોય છે. ભણેલાને મરી જવાનું છે. અને અભણને પણ મરી જવાનું છે. તો ભણવાથી શું લાભ? ભણેલા ભીખ માંગે છે, અને અભણ પેઢીઓ ચલાવે છે. ભણવાથી મગજ કટાઈ જાય, વહેમી થવાય. એના કરતાં અભણ મૂર્ખતામાં મજા છે. પંડિત બનવામાં માલ નથી. પાઠશાળા વગેરે સંસ્થાઓ નકામી છે. એ રીતે જ્ઞાન તથા જ્ઞાનના સાધનો તરફનો પ્રકૃણ જે ઠેષભાવ તે પ્રષિ કહેવાય. (૫) અંતરાય = વિઘ નાખવું. “વિદ્યાર્થી ભણતો હોય ત્યારે વિઘ નાખવું. દા.ત. વિદ્યાર્થીને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન તથા પુસ્તકાદિની અનુકૂળતા ન થવા દેવી, કોઇક ભણતું હોય ત્યારે રાડો પાડીને અભ્યાસમાં આવતા કરવી, વિદ્યાભ્યાસ છોડાવીને વિદ્યાર્થીને બીજાકામમાં લગાડવો, કોઈ વિદ્યાર્થી તીવ્રબુદ્ધિશાળી હોય તો અભ્યાસમાં આગળ વધતો અટકાવી દેવો. ઇત્યાદિને અંતરાય કહેવાય. (૬) અત્યંત આશાતના. જ્ઞાનીની ખૂબ જ નિંદા કરવી, લોકમાં હલકા પાડવાની કુચેષ્ટા કરવી, માર્મિક પીડા થાય તેવી માયાજાળ બિછાવવી, જ્ઞાનીને પ્રાણાંત કષ્ટ થાય તેવા પ્રપંચો રચવા તે અત્યંત આશાતના કહેવાય. - વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના આચાર્ય, ઉપાધ્યાય પદસ્થો તથા ગુરૂ વગેરેનો અવિનય કરવો, અકાળે ભણવું, કાળે ન ભણવુ, સ્મશાનાદિ નિષેધ કરેલા સ્થાનમાં સ્વાધ્યાયાદિ કરવા, વિદ્યાગુરૂનું અપમાન કે નિંદા કરવી, આંગળીએ થૂક લગાડીને પુસ્તકનાં પાના ફેરવવા, પુસ્તકાદિને ભૂમિ પર મૂકવા, ગમે ત્યાં ફેંકી દેવા, પગ અડાડવો, તેની તરફ પગ કરવા, પૂંઠ કરવી, ઓશિકુ બનાવવું, પુસ્તક ભરેલી પેટી કે કબાટ પર બેસવું અક્ષરો ઘૂંકથી ભૂંસવા, અક્ષરવાળા પેંડા, કપડા, સાબુ વગેરેનો ઉપયોગ કરવો, કાગળોમાં ખાદ્ય પદાર્થ બાંધવા, તેમાં ખાવું, તેના ઉપર ઝાડો પેશાબ કરવા, કાગળો ગમે ત્યાં ફેકી દેવા, બાળી નાખવા, કાનો, માત્રો ઓછો વાંચવો, સૂત્ર કે અર્થ, કે તે બન્ને જુઠા કહેવા કે માનવા, શાસ્ત્રો ખોટા છે એમ કહેવું કે માનવું, તોતડો, બોબડો દેખી મશ્કરી કરવી, એઠા મુખે બોલવું, અશુચિમય અવસ્થામાં બોલવું ઇત્યાદિથી જ્ઞાનાવરણીકર્મ બંધાય છે.” તેથી કાલાન્તરે તેનો ઉદય થતાં જ્ઞાન ચઢતું નથી.” ૨૨૫ ૧૫ For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જ્ઞાનાવરણીયકર્મબંધના કારણો કહ્યાં છે. તે જ દર્શનાવરણીયકર્મના છે. કારણકે જ્ઞાનએ વિશેષ બોધ રૂપ છે. અને દર્શન એ સામાન્યબોધરૂપ છે, માટે બન્નેના બંધ હેતુ સરખા છે. તેથી જેમ જ્ઞાન, જ્ઞાની કે તેના સાધનો તરફ દુષ્ટાચરણાદિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેમ દર્શન = ચક્ષુદર્શનાદિ, દર્શની= સાધુ, સાધ્વી, જિનપ્રતિમા વગેરે. દર્શનનાં સાધનો = ઇન્દ્રિયો, સમ્મતિતર્ક, અને કાન્તજયપતાકાદિ ગ્રન્થો કે જિનમંદિર વગેરેની તરફ દુષ્ટાચરણથી, દર્શનીના દોષ ગ્રહણ કરવાથી, નાક-કાન વગેરે કાપવાથી અને હિંસાદિ પાપસ્થાનક આચરવાથી જીવ દર્શનાવરણીયકર્મ બાંધે છે. વેદનીયકર્મબંધના વિશેષ કારણો :गुरुभत्ति-खंति-करुणा वय-जोग-कसायविजय-दाणजुओ । दढधम्माई अजइ, सायमसायं विवज्जयओ ॥५४ ॥ ગુરુમવિત-ક્ષત્તિ-૬UT-વ્રત-યોગ-ષાવિનય કાનયુતર ! दढ धर्मादिरर्जयति सातमसातं विपर्ययतः ॥ ५४॥ ગાથાર્થ:- ગુરુભકિત, ક્ષમા, કરૂણા, વ્રત (દેશ વિરતિ અને સર્વવિરતિ) યોગ (સાધુ સમાચારીનું પાલન)થી યુકત, કષાય ઉપર વિજય મેળવનાર, દાનયુકત, ધર્મને વિષે દૃઢમનવાળો ઈત્યાદિ શતાવેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત હેતુ દ્વારા અશાતા વેદનીયકર્મ બંધાય છે. વિવેચનઃ- (૧) ગુરુભકિત માતપિતા, ધર્માચાર્યો, વિદ્યાગુરુ, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, વગેરે પૂજ્યવર્ગ કહેવાય. તેમનું મનથી બહુમાન કરવું, વચનથી સ્તુતિ કરવી અને કાયાથી સેવા કરવી તે ભકિત કહેવાય. (૨) ક્ષમા = ક્રોધનો ત્યાગ. કોઈ વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સામનો કરવાની શકિત હોવા છતા, તેના અપરાધને સમજણપૂર્વક સમભાવે સહન કરવો તે ક્ષમા કહેવાય. (૩) કરૂણા- “દરેક પ્રાણી પ્રત્યે દયાભાવ રાખવો.” દીન, દુઃખી, અનાથ, અપંગ, નિરાધારાદિ પ્રાણી નાનું હોય કે મોટુ હોય, પોતાનું હોય કે પારકુ હોય તો પણ ભેદભાવ રાખ્યા વિના તેના દુઃખને દૂર કરવા માટે શક્ય તેટલી કોશીશ કરવી તે કરૂણા કહેવાય. A યોગશાસ્ત્ર ગ્રન્થના ૪ પ્રકાશમાં કહ્યું છે કે, જ્ઞાન, દર્શન, જ્ઞાની, દર્શની અને જ્ઞાન તથા દર્શનના સાધનોમાં વિઘ્ન, અપાલાપ, નિંદા, આશાતના, નાશ અને મત્સર કરવો. તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મના હેતુઓ છે. ૨૨૬ For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪) વ્રત ઃ- “હિંસાદિ પાપોથી અટકવું” અથવા “અણુવ્રત કે મહાવ્રતનું પાલન કરવું તે વ્રત કહેવાય.'' (૫) યોગઃ- આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય. દા. ત. વિનય, સ્વાધ્યાયાદિનું વારંવાર સેવન કરવું, મન-વચન-કાયાને અશુભમાર્ગથી રોકીને શુભમાર્ગમાં જોડવું તે યોગ કહેવાય. “ઇચ્છા, મિચ્છાદિ દશ પ્રકારની સાધુ સમાચારીનું પાલન કરવુ તે સંયમયોગ કહેવાય.' (૬) કષાયવિજયી :- “કષાયને જીતનાર.” ક્રોધાદિ કષાયોના નિમિત્તો મળવા છતાં પણ કષાયભાવને ઉત્પન્ન ન થવા દે તે કષાયવિજયી કહેવાય. (૭) દાન :- સુપાત્રને પૂજ્યબુદ્ધિથી આહાર, વસ્ત્ર, પાત્રાદિનું દાન આપવું તે સુપાત્રદાન કહેવાય. રોગી, અપંગ, નિરાધારને ઔષાધિ વગેરેનું દાન કરવું તે અનુકમ્પાદાન કહેવાય. જે જીવ ભયથી વ્યાકૂળ હોય તેને ભયમુકત કરવો તે અભયદાન કહેવાય. ભૂખ્યા, તરસ્યાને અન્નપાણી આપવા તે અન્નદાન કહેવાય. સુપાત્રદાનાદિમાં અભયદાન શ્રેષ્ઠ છે. (૮) દૃઢધર્મી :- વ્રત, નિયમ, અનુષ્ઠાન, તપાદિ સાધનામાં આપત્તિઓ આવે તો પણ ડરવું નહીં તે દૃઢધર્મી, આદિ શબ્દથી બાળ વૃદ્ધ, ગ્લાન (રોગી) વગેરેની વૈયાવચ્ચ કરનાર તથા શ્રી વીતરાગદેવની પૂજા કરનાર પણ શાતાવેદનીયકર્મને બાંધે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાતાવેદનીયકર્મબંધના કારણોથી વિપરીત કારણો દ્વારા જીવ અશાતાવેદનીયકર્મને બાંધે છે. જેમકે ગુરુઓનો અનાદર કરવો, અપરાધીની પ્રત્યે અપરાધનો બદલો વાળવાની કોશીષ કરવી. ક્રોધી, નિર્દય, ક્રૂરપરિણામ, વ્રત અને યોગથી રહિત, તીવ્રકષાયવાળો, સદ્ધધર્મનાં કાર્યો કરવામાં પ્રમાદી હોય.. હાથી, ઘોડા, બળદ વગેરેનું નિર્દયદમન વડે વાહન કરનાર, તેના અવયવોને છેદનાર, પોતાને કે બીજાને દુઃખ, શોક, સંતાપ વધ, આક્રંદનાદિ કરનાર જીવ અશાતાવેદનીયકર્મને બાંધે છે. A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, વીતરાગની પૂજા, ગુરુની ઉપાસના, પાત્રને વિષે દાન,દયા,ક્ષમા, સરાગસંયમ,દેશવિરતિ, અકામ નિર્જરા શૌચ (વ્રતાદિને વિષે દોષ ન લગાડવા) અજ્ઞાનયુકત તપ તે શાતાવેદનીયકર્મબંધના હેતુઓ છે. દુઃખ, શોક, વધ, સંતાપ, આક્રંદન, અને સ્વ તથા ૫૨ને વિષે ઉભયને વિષે, શોક કરવો તે અશાતાવેદનીય કર્મના હેતુઓ છે. ૨૨૭ For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દર્શનમોહનીય કર્મબંધના વિશેષ કારણો :उम्मग्ग देसणा- मग्गनासणा-देव दव्व हरणेहिं । ટૂંપળમોટું નિળ-મુનિ-ચેડ્ય-સંયાપડિળીઓ ॥ ૧ ॥ उन्मार्ग देशना - मार्गनाशना देवद्रव्यहरणैः । ર્શનમોઢું બિન-મુનિ-ચૈત્ય-સંધાવિપ્રત્યની બ ગાથાર્થ ઃ- ઉન્માર્ગનો ઉપદેશ આપનાર, મોક્ષમાર્ગનો નાશ કરનાર, દેવદ્રવ્યનું હરણ કરનાર, તેમજ તીર્થંકર, મુનિ, જિનપ્રતિમા તથા સંઘાદિકનો વિરોધ કરનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન :- (૧) ‘સંસારની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો તે ઉન્માર્ગદેશના કહેવાય.” દા. ત. સંસારના ભોગો, વિષય-કષાયોની વાસના વગેરે જે સંસારનાં કારણો છે. તેને મોક્ષના કારણો કહેવા. દેવદેવીની મૂર્તિ સમક્ષ પશુ વગેરેનું બલિદાન આપવુ તે ધર્મ કહેવાય. ઇત્યાદિ જે ઉપદેશ આપવો તે ઉન્માર્ગ દેશના કહેવાય. ઉન્માર્ગનો ઉપદેશ આપનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૨) “સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો અપલાપ કરવો તે માર્ગનાશના કહેવાય.” ,, જેમકે :- મોક્ષ, બંધ, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ જેવી કોઇ ચીજ નથી. પરલોક પુનર્જન્મ વગેરે કાલ્પનિક છે. તેથી સ્વર્ગાદિ મેળવવા માટે શરીરને કષ્ટ આપવુ તે હંબક વાત છે. ‘‘ૠળમ્ ઋત્વા ધૃતં પિવેત્ ' દેવુ કરીને પણ ઇન્દ્રિયજન્ય સુખ ભોગવી લો. તપ ત્યાગ કરીને શરીરને નિરર્થક સુકવી ન નાખો આવી વાતો કરીને ભદ્રિક લોકોને સન્માર્ગથી દૂર કરનાર જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૩) ‘દેવદ્રવ્ય હરણ’:- દેવોને અર્પણ કરેલ દ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવી. અથવા દેવદ્રવ્યને પોતાના કામમાં ખરચવું તેનો અંગત વ્યાપારમાં ઉપયોગ કરવો. તેની ગેરવ્યવસ્થા કરવી. કોઇ તેનો દુરૂપયોગ કરતો હોય અને પોતે સમર્થ હોય છતાં પ્રતિકાર ન કરે તેમજ દેવદ્રવ્યને નુકશાન પહોંચે એવી પ્રવૃત્તિ કરે તો જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. ૨૨૮ For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) “તીર્થકરદેવોની નિંદા કરવી.” જેમકે દુનિયામાં સર્વશ કોઈ થઈ શકતું જ નથી. તીર્થકર સર્વજ્ઞ હતા એ વાત ખોટી છે. તેઓ સમવસરણમાં છત્ર, ચામર, સિંહાસનાદિનો ઉપભોગ કરતા હોવાથી રાગી છે. પણ વિતરાગી નથી ઇત્યાદિ બોલવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૫) “સાધુની નિંદા કરવી.” જેમકે સાધુ-સાધ્વી કદી સ્નાન નહીં કરતા હોવાથી તેઓનું શરીર પવિત્ર નથી. સમાજનું અન્ન ખાઈને ભારરૂપ થાય છે. ઇત્યાદિ બોલવાથી અથવા સાધુ-સાધ્વીની સાથે દુશ્મનાવટ રાખવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૬) “જિન પ્રતિમાની નિંદા કરવી, આશાતના કરવી કે અપલાપ કરવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.” (૭) “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા, દ્રોહ કે અપલાપ કરવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.” આદિ શબ્દથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ તથા આગમાદિની નિંદા કરવાથી કે તેના પ્રત્યે પ્રતિકૂળ કે વિરૂદ્ધ વર્તન કરવાથી જીવ દર્શન Aમોહનીયકર્મને બાંધે છે. ચારિત્રમોહનીય અને નરકાયુષ્યકર્મબંધનાં કારણો - दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महारंभ-परिग्गहरओ रुद्दो ॥५६॥ द्विविधमपि चरणमोहं कषाय-हास्यादि-विषयविवशमनाः । बध्नाति नरकायुमंहारम्भ-परिग्रहरतो रौद्रः ॥५६॥ . ગાથાર્થ - કષાય, હાસ્યાદિ અને વિષયમાં વશ થયેલું છે મન જેનુ એવો જીવ બન્ને પ્રકારનાં ચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તથા મહારંભ અને પરિગ્રહમાં રકત અને રૌદ્રપરિણામી જીવ નરકાયુષ્ય બાંધે છે. A. યોગ શાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, વીતરાગ, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ અને સર્વદેવોનો અવર્ણવાદ, તીવ્ર મિથ્યાત્વનો પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવોનો અપલાપ કરવો ધાર્મિકદોષનું કથન કરવું, ઉન્માર્ગના દર્શન તથા અનર્થનો આગ્રહ અસંયતની પૂજા, વગર વિચાર્યું કરવું, ગુરુ આદિનો તિરસ્કાર કરવો વગેરે દર્શનમોહનીયકર્મબંધના હેતુઓ છે. ૨૨૯ For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનઃ (૧) “ક્રોધાદિ કષાયને વશ થયેલો જીવ કષાયચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તેમાં (૧) અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી વ્યાકુળ મનવાળો જીવ અનંતાનુબંધી ક્રોધાદિ સોળ કષાયને બાંધે છે. (૨) અત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૧૨ કષાયને બાંધે છે. પણ અનંતાનુબંધી ૪ કષાયને બાંધતો નથી. (૩) પ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૮ કષાયને બાંધે પણ અનંતાનુબંધી ક્રોધાદિ ૮ કષાયને ન બાંધે. (૪) સંજ્વલન ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ સંજવલન ક્રોધાદિ ૪ કષાયને બાંધે પણ અનંતાનુબંધી ક્રોધાદિ ૧૨ કપાયને ન બાંધે. (૨) “ હાસ્યાદિ ષકના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ A. અહીં ખાસ ધ્યાન રાખવું કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને ઉદય એકી સાથે હોતો નથી. પરંતુ ક્રોધાદિ-૪ માંથી કોઈ એકનો જ ઉદય હોય છે. Bયોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, (૧) મશ્કરી, કામોત્તેજક હાસ્ય, હસવાનો સ્વભાવ, બહુબકવાટ, દીનતા ભરેલા વચનો બોલવાથી હાસ્યમોહનીયકર્મ બંધાય. (૨) નવા નવા દેશો જોવાની ઉત્કંઠાવાળો, ચિત્રો અને ફોટાઓનો શોખીન, નાટકાદિ કરનાર તથા નાટકાદિ જોવાનો શોખીન, વિચિત્ર કામક્રીડા તથા બીજાના ચિત્તને આકર્ષિત કરવુ એ રતિમોહનીયકર્મબંધના હેતુઓ છે. (૩) ઇષ્ય, પાપ કરવાનો સ્વભાવ, પારકાના આનંદનો નાશ કરનાર, અથવા ઇચ્છનાર, ખરાબ કાર્યોમાં અન્યને ઉત્સાહિત કરનાર જીવ અરતિમોહનીયકર્મને બાંધે છે. (૪) પોતે ડરે, બીજાને ડરાવે, બીજાને ત્રાસ આપે તથા દયારહિત દૂર પરિણામી જીવ ભયમોહનીયકર્મને બાંધે છે. (૫) ચતુર્વિધ સંઘની નિંદા કરનાર, ધૃણા કરનાર, સદાચારની નિંદા કરનાર જીવ જુગુપ્સામોહનીયકર્મને બાંધે છે. (૬) ઈર્ષા, ખેદ, લાલચ, જાઠું બોલવું, અતિશય વક્રતા પરસ્ત્રીમાં આસકત જીવ સ્ત્રીવેદકર્મને બાંધે છે. (૭) રવસ્ત્રીમાં સંતોષ, ઇર્ષાનો અભાવ, કષાયની મંદતા, સરલ આચાર, શીલવ્રતનું પાલન કરનાર જીવ પુરુષવેદને બાંધે છે. (૮) સ્ત્રી-પુરુષ સંબંધી કામ સેવન કરનાર, તીવ્ર કષાયવંત, તીવ્ર કામી અને સતીસ્ત્રીનાવ્રતનો ભંગ કરનાર આત્મા નપુંસકવેદને બાંધે છે. - સાધુઓની નિંદા કરવી, ધર્મમાં જોડાતા કે ધર્મમાં જોડાયેલા પ્રાણીને વિધ્ર કરવા, મધમાંસના ત્યાગીની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિને વારંવાર અંતરાય કરવો, ચારિત્ર હનની પ્રશંસા કરવી. ચારિત્રને દૂષિત કરવુ અન્યમાં રહેલા કષાય અને નોકષાયની ઉદીરણા કરવી અર્થાત્ અન્યને કષાય કે નોકષાય થાય તેવું વાતાવરણ ઉભુ કરવું. તે સર્વ સામાન્ય ચારિત્રમોહનીયના હેતુઓ છે. ૨૩) For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાસ્યાદિનોકષાય ચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તથા શબ્દ, રૂપ, રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોમાં આસકત મનવાળો જીવ વેદનોકષાય ચારિત્રમોહનીયકર્મને બાંધે છે.” * નરકાયુષ્યકર્મબંધના વિશેષ કારણો - મહારંભ અને પરિગ્રહમાં આસકત થયેલ, રૌદ્રપરિણામી, પંચેન્દ્રિયનો વધ કરનાર, માંસ ખાનાર, વારંવાર મૈથુન સેવન કરનાર, બીજાનું ધન-ધાન્યાદિ ચોરનાર જીવ ^નરકાયુષ્ય બાંધે છે. તિર્યંચ અને મનુષ્યાયુષ્યના વિશેષ બંધ હેતુઓ :तिरियाउं गुढहियओ, सढो ससल्लो तहा मणुस्साउं । पयईइ तणुकसाओ, दाणरुई मम्झिमगुणो अ॥१७॥ तिर्यगायुर्गुढह्रदयः शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायो दानरुचिर्मध्यमगुणश्च ।।५॥ ગાથાર્થ:- ગૂઢ હૃદયવાળો, શઠ અને શલ્યયુક્તજીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. જે જીવ સ્વભાવથી અલ્પકષાયવાળો, દાનની રૂચિવાળો તથા મધ્યમગુણવાળો હોય તે મનુષ્યાયુષ્ય બાંધે છે. વિવેચન- (૧) ઉદાયી રાજાને મારનાર વિનયરત્ન નામના સાધુની જેમ જેના દિલની વાત કોઇપણ જાણી ન શકે એવા ગુપ્ત હૃદયવાળો જે હોય તે ગૂઢહૃદયી કહેવાય. (૨) શ્રીપાળ રાજાની પ્રત્યે ધવલશેઠની જેમ જે વ્યકિત વિકસિત કમળના પાંદડાની જેમ હસતા મુખવાળો હોય, જેની વાણી ચંદન જેવી શીતલ હોય કે જે ભલભલાને ફસાવે, અને જેનું હૃદય કાતરનું કામ કરતું હોય તે શઠ (ધૂતારો) કહેવાય. (૩) લક્ષ્મણા સાધ્વીની જેમ જે વ્યકિતએ સ્વીકાર કરેલા વ્રત નિયમોમાં રાગાદિને વશ થઈ અનેક રીતે અતિચારો લગાડ્યા હોય પણ તેની આલોચના કે પ્રાયશ્ચિત ન કર્યું હોય તેવો જીવ શલ્યયુકત કહેવાય. એટલે ગુપ્ત હૃદયવાળો, શઠ, શલ્યયુકત, ખોટા તોલમાપ કરનાર, કાળાબજાર કરનાર, A યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, પંચેન્દ્રિયનો વધ કરવો, ઘણો આરંભ અને પરિગ્રહ માંસનું ભોજન, વૈરની દઢતા, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા, જૂઠું બોલવું, પારદ્રવ્યનું હરણ કરવુ, વારંવાર મૈથુન સેવવુ અને ઇન્દ્રિયોને વશ રહેવું તે નરકાયુષ્યના હેતુઓ છે. ૨૩૧ For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખોટી સાક્ષી પૂરનાર, ખોટા દસ્તાવેજ બનાવનાર, માન-પૂજા ખાતર તપ કરનાર જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. જે જીવ સ્વભાવથી જ મંદકષાયવાળો હોય, દાન આપવાની રૂચિવાળો હોય, ક્ષમા, મૃદુતા, સરલતાદિ મધ્યમગુણોને ધારણ કરનાર, પ્રમાણિક જીવન જીવનાર, ન્યાયથી ધન મેળવનાર, સાંસારિક કાર્યોમાં ગાઢ આસક્તિ ન રાખનાર, ભદ્રિક પરિણામી જીવ મનુષ્યાયુષ્યને બાંધે છે. ગાથામાં “ાિનો '' પદ આપ્યું છે. તેનું રહસ્ય એવું છે કે અધમગુણોથી નરકાયુષ્ય બંધાય છે. ઉત્તમગુણોથી દેવાયુષ્ય બંધાય છે અને મધ્યમગુણોથી મનુષ્યાયુષ્ય બંધાય છે. દેવાયુષ્ય અને નામકર્મના વિશેષબંધ હેતુઓ - अविरयमाई सुराउं, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगार विल्लो, सुहनामं अन्नहा असुहं ॥५८॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरो जयति । सरलोडगौरववान शुभनाम अन्यथाऽशुभम् ॥१८॥ ગાથાર્થ:- અવિરતિ સમ્યગ્દષ્ટિ વગેરે (વૈમાનિક) દેવનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાન તપ કરનાર અકામ નિર્જરાયુક્ત જીવ અસુરાદિદેવનું આયુષ્ય બાંધે છે. સરલ અને ગારવ (મોટાઈ) રહિત જીવ નામકર્મની શુભપ્રકૃતિઓ બાંધે છે. અને તેથી ઉલ્ટીરીતે નામકર્મની અશુભ પ્રવૃતિઓ બંધાય છે. વિવેચનઃ- (૧) અવિરતિ સમ્યગદષ્ટિ મનુષ્ય કે તિર્યંચ, દેશવિરતિ શ્રાવક-શ્રાવિકા, સર્વવિરતિ સાધુ-સાધ્વીજી મહારાજ વૈમાનિકદેવનું A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, ઉન્માર્ગનો ઉપદેશ, માર્ગનો નાશ, ગૂઢ અભિપ્રાય, આર્તધ્યાન, સશલ્ય, માયા, આરંભ, પરિગ્રહ, બ્રહ્મચર્યવ્રતમાં દોષ લગાડવા, નીલ, કાપોત લેશ્યા અને અપ્રત્યાખ્યાનીય કષાયો તિર્યંચાયુષ્યના બંધ હેતુઓ છે. B. અલ્પ પરિગ્રહી, અલ્પ આરંભી, સ્વાભાવિક મૃદુતા અને સરલતા કાપત અને પીતલેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાનકષાય, મધ્યમ પરિણામ, દાન આપવું, દેવગુરૂની પૂજા કરવી, પૂર્વાલાપ, પ્રિય બોલવું, કઠણ તેમજ ગુંચવણવાળા પ્રશ્નોને સુખપૂર્વક સમજવાની લાયકાત, અને લોકવ્યવહારમાં મધ્યસ્થતા એ સર્વ મનુષ્યાયુષ્યના હેતુઓ છે. ૨૩૨ For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુષ્ય બાંધે છે. (૨) આત્મસ્વરૂપને જાણ્યાવિના અજ્ઞાનપણે કાયકલેશાદિ બાહ્યતપ કરે એવા મિથ્યાદૃષ્ટિ જીવને અજ્ઞાનતપસ્વી અથવા બાલતપસ્વી કહેવાય. (૩) અજ્ઞાનતાથી અનિચ્છાએ કોઇક સંયોગોને વશ થઈને ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વગેરે સહન કરવાથી, બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા નહી હોવા છતાં પણ સ્ત્રી નહી મળવાથી કે રોગાદિનાં કારણે મરણાદિનાભયથી બ્રહ્મચર્ય પાળવાથી તથા ડાંસ, મચ્છર વગેરેનો ડંખ સહન કરવાથી જે કર્મનો ક્ષય થાય છે તે અકામનિર્જરા કહેવાય. બાલતપસ્વી અને અકામનિર્જરાવાળો જીવ ભવનપતિ અને વ્યત્તરદેવનું આયુષ્ય બાંધે છે. નામકર્મબંધનાં વિશેષ કારણો : નામકર્મની દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન વર્ણાદિ-૪ શુભવિહાયોગતિ, પરાઘાતસપ્તક ત્રસાદિ-૧૦ એમ કુલ ૩૭ પ્રકૃતિ શુભ છે. અને બાકીની અશુભ છે. આ રીતે નામકર્મની પ્રકૃતિઓ શુભ અને અશુભ એમ બે વિભાગમાં વહેચાયેલી હોવાથી નામકર્મના બંધ હેતુઓ શુભ અને અશુભ એમ ૨ પ્રકારે કહ્યાં છે. તેમાં શુભ નામકર્મના બંધહેતુથી અશુભનામકર્મના બંધહેતુ વિપરીત છે. (૧) શુભનામકર્મબંધનાં વિશેષ કારણો - (૧) સરલ = માયા કે કપટ રહિત. (૨) ગારવ રહિત :- ગારવ- ૩ પ્રકારે છે. (૧) ઋદ્ધિગારવ, (૨) રસગારવ, (૩) શાતાગારવ. (૧) “જે જીવ ધન સંપત્તિ વગેરેથી પોતાની જાતને મોટી (મહત્વશાળી) માને એટલેકે ઋદ્ધિનો ગર્વ કરે તે ઋદ્ધિગારવ કહેવાય.” (૨) “ જે જીવને ઘી, દૂધ, તેલ, ગોળ, સાકરાદિ અનેક જાતનાં ખાટામીઠા રસો કે રસવંતી ચીજો મળતી હોય તે જીવ તેમાં જ પોતાની જાતને મોટી માને એટલે કે રસનો ગર્વ કરે તે રસગારવ કહેવાય.” A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, કલ્યાણ મિત્રનો યોગ, ધર્મશ્રવણ, સુપાત્ર, તપ, શ્રદ્ધા, જ્ઞાનાદિ રત્નત્રયીની અવિરાધના, મૃત્યુ અવસરે તેજો લેગ્યા અને પાલેશ્યાના પરિણામ, અજ્ઞાન તપ, અગ્નિ, પાણી ઇત્યાદિ વડે મરણ થવું અને અવ્યકત સામાયિક આ સર્વે દેવાયુષ્યના બંધ હેતુ છે. ૨૩૩ For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) “ જે જીવને હજુ સુધી કોઈ રોગ થયો નથી તે જીવ આરોગ્યનું અભિમાન કરે તો તેને શાતા ગારવ કહેવાય.” આ ત્રણે પ્રકારના ગૌરવથી રહિત તેમજ ભવભીરૂ, ક્ષમા, મૃદુતા વગેરે ગુણવાળો જીવ દેવદ્રિકાદિ નામકર્મની શુભ પ્રવૃતિઓને બાંધે છે. અશુભનામકર્મબંધનાં વિશેષ કારણોઃ- * માયાવી, ઋદ્ધિ વગેરે ગૌરવવાળો, ધૂતારો, ખોટી સાક્ષી પૂરનાર, સારો અને ખરાબ માલ ભેળસેળ કરીને વેચનાર, પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરનાર, ચોર, લૂંટારા, દૂરાચારી વગેરેને સહકાર આપનાર, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સમાજ સેવાદિ સંસ્થાઓનું તથા ધર્માદાનું ધન ખાનાર, ખોનાર દુરૂપયોગ કરનાર, કામણ ટુંમણ કે વશીકરણ કરનાર, તીવ્રકષાયવાળો જીવ નામકર્મની નરકદ્ધિકાદિ અશુભપ્રકૃતિને^ બાંધે છે. ગોત્રકર્મબંધના વિશેષ કારણો - गुण पेही मयरहिओ, अज्झयण ज्झावणारुई निच्चं पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इअरहा तु ॥५९॥ गुणप्रेक्षी मदरहितोध्ययनाध्यापनारुचिर्नित्यम् । प्रकरोति जिनादिभक्त उच्चं नीचं इतरधा तु ॥५९॥ ગાથાર્થઃ- ગુણગ્રાહી, મદરહિત, હંમેશા અધ્યયન અને અધ્યાપનમાં રૂચિવાળો, જિનાદિની ભકિતવાળો ઉચ્ચગોત્રને બાંધે છે. અને તેથી વિપરીત રીતે નીચગોત્ર બંધાય છે. A યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, મન, વચન, કાયાની વક્રતા, પરને છેતરવું, કપટ પ્રયોગ, મિથ્યાત્વ ચાડીયાપણું, અસ્થિરચિત્ત, સુવર્ણાદિના જેવી ધાતુઓ બનાવવી, જાઠી સાક્ષી ભરવી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ફેરફાર કરવો, અંગોપાંગનો છેદ કરવો, યંત્ર અને પાંજરા કરવા, ખોટા તોલમાપ કરવા, અન્યની નિંદા કે ખુશામત કરવી, હિંસા, અસત્ય, અબ્રહમચર્ય, મહારંભ, પરિગ્રહ, કઠોર અને અસભ્ય બોલવું, સારા પહેરવેશનો મદ કરવો, વાચાલતા, ગાળો આપવી, સૌભાગ્યનો નાશ કરવો, વશીકરણ, પરને કુતુહલ ઉત્પન્ન કરવું, પારકાની હાંસી અને મશ્કરી કરવી, વેશ્યાદિકને ઘરેણા આપવા, દાવાગ્નિ સળગાવવો, દેવાદિના બહાને ગંધાદિ વસ્તુની ચોરી કરવી, તીવ્રકષાય ચૈત્યપ્રતિમા, ઉદ્યાન અને પ્રતિમાનો નાશ કરવો, કોલસા કરવા વગેરે અશુભનામકર્મનાં હેતુઓ છે. તેથી વિપરીત સંસાર ભીરુતા, પ્રમાદનો ત્યાગ, સદ્ભાવનું અર્પણ, ક્ષમાદિક, ધાર્મિક પુરુષનાં દર્શનમાં આદર, પરોપકાર કરવામાં સારપણું એ સર્વે શુભનામકર્મના હેતુઓ છે. ૨૩૪ For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનઃ- (૧) ગુણગ્રાહીઃ- “બીજાના ગુણમાત્રને જોનાર અને દોષની ઉપેક્ષા કરનાર.” (૨) મદરહિતઃ- “ઉત્તમજાતિ, કુલ, ઐશ્વર્ય, લાભ, બલ, રૂપ તપ અને મૃત (વિદ્યા) યુકત હોવા છતાં અહંકાર રહિત હોય.” (૩) “ પ્રતિદિન સ્વયં ભણતો હોય અને બીજાને ભણાવતો હોય સ્વયં ભણવા કે ભણાવવાની શકિત ન હોય તો પણ તે તરફ બહુમાન રાખતો હોય, ભણનાર કે ભણાવનારનું હાર્દિક અનુમોદન કરતો હોય. (૪) “જિન, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ચૈત્ય, અને માતપિતા કે અન્ય ગુણીજનોની ભકિત કરનાર”, “ સ્વનિંદા અને પરપ્રશંસા કરનાર” જીવ ઉચ્ચગોત્રકર્મને બાંધે છે., ઉચ્ચગોત્ર કર્મબંધના કારણોથી વિરૂદ્ધ સ્વભાવવાળો એટલે કે “ જેનામાં ગુણદષ્ટિ ન હોય પરંતુ દોષ દૃષ્ટિ જ હોય”, “જાતિ, કુલ વગેરેનું અભિમાન હોય”, “ભણવા કે ભણવવામાં અરૂચિ હોય”, “તીર્થકર, સિદ્ધ, આચાર્ય વગેરે ગુણીજનો પ્રત્યે ભકિત, બહુમાન ન હોય.” “સ્વપ્રશંસા અને પરનિંદા કરનાર જીવ નીચગોત્ર કર્મ બાંધે છે.” અંતરાયકર્મબંધના કારણો - जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरिहिं ॥६०॥ जिनपूजा विध्नकरो, हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोडयं लिखितो देवेन्द्रसूरिभिः ॥६०॥ ગાથાર્થ - જિનપૂજામાં વિદન કરનાર, હિંસાદિમાં તત્પર જીવ અંતરાય કર્મને બાંધે છે. એ પ્રમાણે, આ “કર્મવિપાક" દેવેન્દ્રસૂરિ મહારાજા વડે લખાયો છે. A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, પારકાની નિંદા, તિરસ્કાર અને ઉપહાસ કરવો, સદ્દગુણનો લોપ કરવો, બીજાના સાચાખોટા દોષને કહેવા, પોતાની પ્રશંસા કરવી, પોતાના સાચા-ખોટા ગુણના વખાણ કરવા, પોતાના દોષો ઢાંકવા, અને જાત્યાદિનો મદ કરવો તે સર્વે નીચગોત્રના હેતુઓ છે. નીચગોત્રના હેતુથી વિપરીત ગર્વરહિતપણું મન-વચન અને કાયા વડે વિનય કરવો એ સર્વે ઉચ્ચગોત્રના હેતુ છે. ૨૩૫ For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન - સચિત્ત પાણી અને પુષ્પાદિ દ્રવ્ય દ્વારા જિનપૂજા કરતા અકાયાદિની વિરાધના થતી હોવાથી પાપ લાગે. માટે ગૃહસ્થોએ જિનપૂજા ન કરવી જોઇએ. ઇત્યાદિ કહીને જિનપૂજા બંધ કરાવનાર તથા જીવહિંસા કરનાર, જાઠું બોલનાર, ચોરી કરનાર, મૈથુન સેવન કરનાર, પરિગ્રહ, રાત્રિભોજનાદિમાં તત્પર, સમ્યજ્ઞાન-દર્શન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગમાં ખોટા દોષો બતાવી ભવ્યજીવોને મોક્ષમાર્ગથી શ્રુત કરનાર, સાધુને ભાત, પાણી, ઉપાશ્રય, ઉપકરણ અને ઔષધ આપવાનો નિષેધ કરનાર, અન્ય જીવોને દાન, લાભ, ભોગ, ઉપભોગમાં અંતરાય કરનાર, દાન દીધા પછી પશ્ચાતાપ કરનાર, ધર્મક્રિયામાં પ્રમાદ, શિથિલતા, અવિધિસેવન કરનાર, વધ કે બંધનાદિથી બીજા જીવને નિશ્રેષ્ટ કરનાર, છેદનભેદનાદિથી બીજાની ઇન્દ્રિયોની શકિતનો નાશ કરનાર પ્રાણી અંતરાયકર્મને બાંધે છે. આ પ્રમાણે “કર્મનું સ્વરૂપ તેના ભેદ-પ્રભેદ, તેનું ફળ તથા કર્મબંધના કારણોનું જેમાં વર્ણન કર્યું છે તે કર્મવિપાકનામાપ્રથમકર્મચી ચાંદ્રકુળમાં થયેલા તપાગચ્છ બિરૂદ ધરાવનારા શ્રીમદ્ જગશ્ચંદ્રસૂરીશ્વજી મહારાજાના શિષ્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે. કર્મવિપાકનામાપ્રથમકર્મગ્રન્થ સમાપ્ત ૨૩૬ For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પ્રશ્નોત્તરી પ્રશ્ન:- ૧ “પ્રસ્તુત ગ્રન્થના નામની સાર્થકતા જણાવો.” જવાબઃ- આ ગ્રન્થમાં જ્ઞાનાવરણીયાદિ મૂળ કર્મપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના વિપાકનું વર્ણન કરેલું હોવાથી આ ગ્રન્થનો મુખ્ય વિષય કર્મવિપાક છે. માટે “કર્મવિપાક વિષય ઉપરથી આ ગ્રન્થનું નામ પણ “કર્મવિપાક” રાખવામાં આવ્યું છે. તેથી કર્મવિપાક નામ સાર્થક છે. તથા આ ગ્રન્થનું બીજુ નામ પ્રથમ કર્મગ્રંથ છે. કારણ કે આ ગ્રન્થનો અભ્યાસ કર્યા સિવાય કર્મસ્તવાદિ બીજા કર્મ ગ્રન્થનો અભ્યાસ કરી શકાતો નથી માટે કર્મ ગ્રન્થનો અભ્યાસ કરનાર, કરાવનાર, તેમજ બીજા લોકો પણ ઘણું કરીને આ ગ્રન્થને “પ્રથમ કર્મગ્રન્થ” કહે છે. માટે આ ગ્રન્થનું વ્યવહારૂ નામ પ્રથમ કર્મગ્રન્થ પણ સાર્થક છે. પ્રશ્નઃ- ૨ “આ ગ્રન્થની રચના શેમાંથી થઇ? શા માટે થઇ?” જવાબઃ- દૃષ્ટિવાદ નામનું બારણું અંગ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા આમાં પૂર્વગતના ૧૪ ભેદ છે. તેને ૧૪ પૂર્વો કહેવાય છે. તેમાંના આઠમા પૂર્વનું નામ કર્મપ્રવાદ છે. તે કર્મવિષયક છે. તથા બીજા અગ્રાયણી પૂર્વની ક્ષણલબ્ધિ નામની પાંચમી વસ્તુનું કમ્મપયડી નામનું ચોથું પ્રાભૃત કર્મ વિષયક છે. એ પૂર્વોમાંથી જુદા જુદા આચાર્ય મહારાજે પ્રાચીન છ કર્મગ્રન્થની રચના કરેલ, તેમાંથી દેવેન્દ્રસૂરિ મહારાજાએ કર્મવિપાકાદિ પાંચ કર્મગ્રન્થની રચના કરી છે તે નવ્ય કર્મગ્રન્થ તરીકે પ્રસિદ્ધ છે. કર્મ સાહિત્યમાં પ્રથમવાર જ પ્રવેશ કરનારને ૧૬૬ ગાથા પ્રમાણ પ્રાચીન પ્રથમ કર્મગ્રન્થ ઘણો લાંબો અને કઠિન લાગવાથી, અભ્યાસુવર્ગ કંટાળી જવાથી પીછે હઠ ન કરી જાય પણ સહેલાઇથી કર્મવિપાકનું જ્ઞાન મેળવી શકે એ હેતુસર પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ પ્રાચીન ૧૬૬ ગાથા પ્રમાણ કર્મવિપાક ગ્રન્થનો ફકત ૬૧ ગાથામાં સમાવેશ કરીને ફરીથી કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રન્થની રચના કરી છે. ૨૩૭ For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ- ૩ “મંગલાચરણ એટલે શું? મંગલાચરણ કરવાની શી જરૂર?” જવાબ- મંગલાચરણ એટલે શુભાચરણ. કોઇપણ કાર્યની શરૂઆત કરતી વખતે મન, વચન અને કાયા દ્વારા ઈષ્ટદેવને નમસ્કાર કરવા કે વડીલો પાસેથી શુભાશિષ મેળવવા રૂપ જે શુભક્રિયા કરાય છે. તે મંગલાચરણ કહેવાય. કોઇપણ શુભકાર્યની નિર્વિબે સમાપ્તિ થાય તે માટે મંગલાચરણ કરવું જોઇએ. પ્રશ્ન:- ૪“કાર્મણવર્ગણા, કર્મ અને કર્મબંધમાં શું તફાવત?” જવાબ-અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કર્મને યોગ્ય પદ્ગલિક દ્રવ્યને કાર્મણવર્ગણા કહેવાય. તે જડ છે. તેમાં સ્વતંત્રપણે જીવના જ્ઞાનાદિ ગુણને રોકવાની કે સુખદુઃખ આપવાની તાકાત નથી. મિથ્યાત્વાદિ કારણોને લીધે, જીવ જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે જ આકાશ પ્રદેશમાંથી જે કાર્યણ સ્કંધોને ગ્રહણ કરે છે. તેમાં રાગાદિયુક્ત ચૈતન્યનના સંસર્ગથી જ્ઞાનાદિ ગુણને રોકવાની કે સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તેથી તે કામણ સ્કંધો સ્વયં જ કર્મ સંજ્ઞક બને છે. કર્મ સંજ્ઞક બનેલા કાર્યણ સ્કંધો જ્યારે આત્મ પ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ ઓતપ્રોત બની જાય ત્યારે તેને કર્મબંધ કહે છે. પ્રશ્ન-૫ “કર્મને અરૂપી માનવામાં આવે તો શું વાંધો?” જવાબઃ- જો કર્મને અરૂપી માનવામાં આવે તો કર્મ દ્વારા આત્માને સુખ દુઃખનો અનુભવ ન થાય. કારણ કે આકાશ અને આત્માનો અનાદિ સંયોગ હોવા છતાં જેમ આકાશ એ આત્માને કાંઈ જ ઉપકારક નુકશાન કરી શકતું નથી તેમ કર્મો જો અરૂપી હોય તો કર્મ દ્વારા જીવને સુખ દુઃખનો અનુભવ ન થાય. પરંતુ એવું નથી બનતું. જેમ પથ્ય ભોજનાદિથી જીવને સુખનો અનુભવ થાય છે અને અપથ્ય ભોજનાદિ જીવને દુઃખનો અનુભવ થાય છે. તેમ શુભકર્મો દ્વારા જીવને સુખનો અનુભવ અને અશુભકમ દ્વારા જીવને દુઃખનો અનુભવ થતો હોવાથી કર્મો રૂપી છે. માટે કર્મને અરૂપી માની શકાય નહીં. પ્રશ્નઃ- ૬ “અરૂપી આત્મા પર રૂપી કર્મો કેવી રીતે ચોટે?” જવાબ-આકાશની જેમ અરૂપી શુદ્ધાત્મા પર કર્મો ન ચોંટી શકે પરંતુ અહીં તો આત્મા કથંચિત્ મૂર્ત અને કથંચિત અમૂર્ત છે. સર્વથા અમૂર્ત નથી. કારણ કે ૨૩૮ For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાહ રૂપે અનાદિકાળથી આત્મા પર કર્મો લાગેલા છે. તેથી તેના પર નવા કર્મો ચોંટી શકે છે. જો આત્મા પૂર્વે કયારેય કર્મથી લેપાયેલો ન હોય, તદ્દન નવો જ કર્મબંધ કરવાનો હોય તો આત્મા પર કર્મો ન ચોંટે પરંતુ આત્મા પ્રવાહ રૂપે અનાદિથી સુવર્ણ અને માટીની જેમ કર્મના લેપથી લેપાયેલો હોવાથી તેના પર નવાકર્મો સહેલાઇથી ચોંટી જાય છે. પ્રશ્ન- ૭ “જેમ આત્મા અને ચૈતન્યનના અનાદિ સંયોગનો કયારેય વિયોગ થતો નથી તેમ આત્મા અને કર્મના અનાદિ સંયોગનો વિયોગ કેવી રીતે થાય?” જવાબઃ-અનાદિ સંયોગ સ્થળે જો બન્ને વસ્તુનો સંયોગ સંબંધ હોય તો, તેનો વિયોગ થાય પરંતુ તાદાભ્ય સંબંધ હોય તો વિયોગ ન થાય. બે દ્રવ્યનો જે સંબંધ તે સંયોગ સંબંધ કહેવાય. તથા એક વસ્તુ દ્રવ્ય હોય અને બીજી વસ્તુ ગુણ હોય તો તે બન્નેનો જે સંબંધ તે તાદાત્મ સંબંધ કહેવાય. અહીં આત્મા અને ચૈતન્યનો જે સંબંધ છે. તે તાદાભ્ય સંબંધ છે. કારણ કે ચૈતન્ય એ ગુણ છે. અને આત્મા એ દ્રવ્ય(ગુણી) છે. ગુણ ગુણીનો હંમેશા તાદાત્મસંબંધ થાય છે. તેથી આત્મા અને ચૈતન્યનો વિયોગ ન થાય. પરંતુ સુવર્ણ અને માટીની જેમ આત્મા અને કર્મ એ બન્ને દ્રવ્યો જુદા છે. તેથી તેનો સંયોગસંબંધ થાય છે. માટે તે બન્નેનો વિયોગ થઈ શકે છે. પ્રશ્નઃ- ૮ “આકાશ અને મેરૂ પર્વત એ બને સંયોગસંબંધવાળા હોવા છતાં તે બનેના અનાદિ સંયોગનો વિયોગ થતો નથી તો જીવ અને કર્મના અનાદિ સંયોગનો વિયોગ કેવી રીતે થાય?” જવાબ-અહીં આકાશ અને મેરૂ પર્વતનું જે દૃષ્ટાંત આપ્યું છે. તેમાં આકારરૂપ પ્રવાહની અપેક્ષાએ આકાશ અને મેરૂનો સયોગસંબંધ અનાદિ છે. પરંતુ પરમાણુ યણુકાદિ સ્કંધ રૂપ દ્રવ્યો પ્રારંભવાળા (સાદિ) હોવાથી, વ્યક્તિરૂપે આકાશ અને મેરૂનો સંબંધ અનાદિ નથી, તેથી આકાશ અને મેરૂપર્વતનો સંબંધ પ્રવાહ રૂપે અનાદિ હોવા છતાં વ્યક્તિરૂપે આત્મા અને મેરૂનો સંબંધ સાદિ હોવાથી તે બન્નેનો અવશ્ય વિયોગ થાય છે. તેમ જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં વ્યક્તિરૂપે આદિ (પ્રારંભવાળો) હોવાથી, તેનો વિયોગ થઈ શકે છે. ૨૩૯ For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ- ૯ જડ કાર્પણખંધો જીવને સુખ-દુઃખનો અનુભવ કેવી રીતે કરાવી શકે છે? જવાબઃ- જેમ જડે એવા પથ્ય ભોજનાદિ જીવને સુખનો અનુભવ કરાવે છે અને જડ એવા અપથ્ય ભોજનાદિ જીવને દુઃખનો અનુભવ કરાવી શકે છે. તેમ રાગાદિ યુક્ત ચૈતન્યના સંસર્ગથી જડ એવા કાર્મણકંધો જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે છે. પ્રશ્નઃ- ૧૦ “મૂલપગઇક્ર” માં મૂળ વિશેષણ કેમ લગાડયું?” જવાબ-જ્ઞાનાવરણીયાદિ દરેક કર્મો ઉત્તરકમ સહિત છે. માટે ઉત્તરકર્મથી (અવાજોરકર્મથી) જ્ઞાનાવરણીયાદિ કર્મને જુદું પાડવા માટે “મૂળ” વિશેષણ લગાડયું છે. પ્રશ્નઃ - ૧૧ “કર્મની મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ જ કેમ કહી? જૂનાધિક કેમ નહીં?” જવાબ- વાસ્તવિક રીતે કર્મબંધના કારણભૂત અસંખ્ય અધ્યવસાયો હોવાથી તર્જન્ય કર્મ પણ અસંખ્યાત પ્રકારે થઈ શકે પરંતુ મંદબુદ્ધિવાળા જીવોને કર્મ સિદ્ધાંતનું જ્ઞાન સહેલાઇથી થઈ શકે તે માટે મહાપુરુષોએ અસંખ્ય પ્રકારનું વર્ગીકરણ કરીને તે સર્વેનો મૂળ આઠ અથવા ઉત્તર ૧૪૮ કે ૧૫૮ ભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી સ્થૂલ દૃષ્ટિ એ કર્મની મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ કહી છે. પ્રશ્નઃ- ૧૨ “કર્મપ્રકૃતિના નામની સાર્થકતા જણાવો.” જવાબઃ-દરેક કર્મપ્રકૃતિ પોત પોતાના નામ પ્રમાણે જ ફળનો અનુભવ કરાવે છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મ જીવને અજ્ઞાન, મૂર્ખ બનાવે છે. દર્શનાવરણીય કર્મ જીવને આંધળો, બહેરો, મૂંગો બનાવે છે. શાતાવેદનીયકર્મ જીવને સુખનો અનુભવ કરાવે છે. અશાતા વેદનીય જીવને દુઃખનો અનુભવ કરાવે છે. મોહનીય કર્મ જીવને રાગદ્વેષમાં મુંઝવી નાંખે છે. આ રીતે, દરેક કર્મપ્રકૃતિ પોતપોતાના નામ પ્રમાણે કાર્ય કરતી હોવાથી દરેક કર્મપ્રવૃત્તિ સાર્થક નામવાળી છે. પ્રશ્ન:- ૧૩ કર્મ દ્વારા જીવ દુઃખી થાય છે. તો તેનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઇએ. પણ કર્મના ભેદ પ્રભેદને જાણવાનો પ્રયત્ન કરવાની શી જરૂર?” ૨૪૦ For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબ:- જેમ પ્રાણીને કોઈક રોગ થયો હોય તો, તે રોગનું નામ શું છે? કયા કારણોથી થયો છે? આગળ વધશે તો કેવું પરિણામ આવશે? એ રોગને મટાડવા કઈ દવા કરવી જોઇએ? એ રીતે રોગનું પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા સિવાય, અર્થાત રોગનું નિદાન કર્યા સિવાય દવા કરવાથી રોગ નાશ પામતો નથી. તેવી રીતે કર્મનું ભેદ-પ્રભેદ સહિત પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા વિના જલ્દીથી કર્મનો નાશ કરી શકાતો નથી. કારણ કે દરેક કર્મનાં બંધ હેતુ જુદા જુદા છે. તેમજ દરેક કર્મો જુદી જુદી રીતે ફલનો અનુભવ કરાવે છે. માટે દરેક કર્મોનું સ્વરૂપ ભિન્ન છે. વળી દરેક કર્મોને નાશ કરવાના ઉપાયો પણ અલગ અલગ છે. માટે કર્મનું ભેદપ્રભેદ સહિત પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા વિના જલ્દીથી કર્મનો નાશ થતો નથી. તેથી કર્મના ભેદ-પ્રભેદ જાણવા માટે મહેનત કરવી જરૂરી છે. ' પ્રશ્નઃ- ૧૪“અંતરાય કર્મને અઘાતી કર્મની પાછળ અને વેદનીય કર્મને ઘાતી કર્મોની વચ્ચે કેમ મૂકયું?” જવાબઃ- અંતરાય કર્મઘાતી હોવા છતા પણ અઘાતી કર્મની જેમ આત્માના ગુણોનો સર્વથા ઘાત કરતુ નથી તથા અંતરાય કર્મોનો ઉદય વગેરે અઘાતી કર્મોના નિમિત્તથી થાય છે. માટે અંતરાયકર્મને અઘાતીની પાછળ મૂક્યું છે અને વેદનીયકર્મ અઘાતી હોવા છતાં પણ ઘાતી કર્મની જેમ મોહનીય કર્મના બળથી, આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે. કારણ કે વેદનીય કર્મ દ્વારા સુખ દુઃખનો અનુભવ થતા રાગાદિ થવાથી વીતરાગતા વગેરે આત્મિકગુણનો નાશ થાય છે. માટે વેદનીયકર્મ ઘાતી કર્મ જેવું કામ કરતું હોવાથી તેને ઘાતી કર્મોની વચ્ચે મૂક્યું છે. પ્રશ્ન- ૧૫ “વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનો તફાવત જણાવો.” જવાબઃ- “યંજનાવગ્રહ” અર્થાવગ્રહ” (૧) મનોવ્યાપાર ન હોવાથી (૧) અસ્પષ્ટ જ્ઞાનનો જ્ઞાનનો અનુભવ થતો નથી. અનુભવ થાય છે. (૨) ૪ પ્રકાર છે. (૨) ૬ પ્રકાર છે. (૩) અસંખ્યાત સમયનો કાળ છે. (૩) ૧ સમયનો કાળ છે. A. घाटीवि अघादिंवा णिस्सेसंघादणे असक्कादो । णाम तियणिमित्तादो विग्धं पडिदं अघादि चरिमम्हि ॥१७॥ घादिंव वेयणीयं मोहस्स बलेण घाददे जीवं । દ્રિયાતીમત્તે મોહિિહિંતુ પારા (જુઓ ગોમ્મસાર કર્મકાન્ડગાથા ૧૭.૧૯) ૨૪૧ For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ - ૧૬ “અર્થાવગ્રહ અને ઇહાનો તફાવત જણાવો.” જવાબઃ- “અર્થાવગ્રહ” “ઇહા” (૧) સામાન્ય ધર્મગ્રાહી છે. (૧) વિશેષ ધર્મગ્રાહી છે. (૨) ૧ સમયનો કાળ છે. (૨) અંતર્મુહૂર્તનો કાળ છે. (૩) ઇન્દ્રિયની સાથે પદાર્થનો (૩) ઇન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ અવશ્ય હોય છે. સંબંધ હોય કે ન પણ હોય. (૪) ઇન્દ્રિયના વ્યાપારની (૪) મનો વ્યાપારની પ્રધાનતા હોય છે. પ્રધાનતા હોય છે. પ્રશ્ન - ૧૭ “મતિજ્ઞાનની ઉત્પત્તિનો ક્રમ સદૃષ્ટાંત જણાવો.” જવાબઃ-લીંબડાનો રસ પીતી વખતે સૌ પ્રથમ રસનેન્દ્રિય સાથે લીંબડાના રસનો સંબંધ થતાં થોડી અસર થવા રૂપ અત્યંત અસ્પષ્ટ બોધ થાય તેને રસનેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. ત્યારબાદ “કાંઇક સ્વાદ આવ્યો” એવું જે જ્ઞાન થાય છે તે રસનેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ કહેવાય. ત્યારબાદ “આ લીંબડાનો રસ હોવો જોઈએ કરિયાતું નથી” એવી વિચારણાવાળુ જે જ્ઞાન તે રસનેન્દ્રિયજન્ય દુહા કહેવાય. ત્યારબાદ “આ લીંબડાનો જ રસ છે. કરિયાતું નથી” એવો જે નિર્ણય થાય તે રસનેનિદ્રયજન્ય અપાય કહેવાય. અને એ સ્વાદનાં જે ગાઢ સંસ્કાર પડી જાય તે રસનેન્દ્રિયજન્યધારણા કહેવાય. આ પ્રમાણે, કોઈ પણ વસ્તુનું મતિજ્ઞાન અવગ્રહાદિના ક્રમે જ થાય છે. પ્રશ્ન- ૧૮રોજીંદા વ્યવહારમાં આવતી વસ્તુના મતિજ્ઞાનમાં સીધો, “આ પુરુષ જ છે” એમ અપાય કે “આ તે જ વ્યક્તિ છે કે જેને મેં પૂર્વ જોયેલી” એમ સ્મૃતિરૂપ ધારણાનો અનુભવ થાય છે. પરંતુ અવગ્રહાદિનો અનુભવ થતો નથી તો મતિજ્ઞાનની ઉત્પત્તિ અવગ્રહાદિના ક્રમે જ થાય છે એમ કેવી રીતે કહી શકાય?” જવાબઃ- જેમ કોઈ શક્તિશાળી યુવાન કમળનાં સોપાંદડાની થપ્પી કરીને એકસાથે ઝડપથી વીંધી નાખે તો, ક્રમશ: એક એક પાંદડાનોછેદ થયો હોવા છતાં બધા પાંદડા એકી સાથે વીંધાઈ ગયા હોય એમ લાગે છે. તે રીતે, રોજીંદા વ્યવહારમાં આવતા પદાર્થનું જ્ઞાન ખૂબજ ઝડપથી થઇ જતું હોવાથી આપણને અવગ્રહાદિનો અનુભવ થયા વિના સીધો અપાય કે સ્મૃતિ રૂપ ધારણાનો અનુભવ થયો હોય એવું લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે કમળના દરેક પત્રો જેમ ક્રમશઃવીંધાય છે તેમઅવગ્રહાદિના ક્રમે જ મતિજ્ઞાન થાય છે. ૨૪૨ For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન:- ૧૯ જાતિસ્મરણ જ્ઞાન એટલે શું? તેનો સમાવેશ કયાં જ્ઞાનમાં થાય છે? જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે પોતાના કેટલા પૂર્વભવ દેખે? જવાબ:-પૂર્વભવમાં અનુભવેલા પ્રસંગોનું ચાલુ ભવમાં સ્મરણ થવું તે જાતિસ્મરણ જ્ઞાન કહેવાય. તેનો સમાવેશ મતિજ્ઞાનમાં થાય છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે પોતાના વ્યતીત થયેલા સંખ્યાતા ભવને દેખે. પ્રશ્ન- ૨૦“શ્રુત નિશ્રિતના ૨૮ ભેદ અને અશ્રુત નિશ્રિતના ૪ ભેદ મળીને મતિજ્ઞાનના કુલ ૩૨ ભેદ થાય છે. તો મતિજ્ઞાન ૨૮ ભેદે છે એમ કેમ કહ્યું?” જવાબઃ- મતિજ્ઞાનના કુલ-૩ર ભેદ થાય છે. પરંતુ ત્યાત્તિકી વગેરે બુદ્ધિ ચતુષ્કનો સમાવેશ અવગ્રહાદિ ૨૮ ભેદમાં થઈ જાય છે. માટે મતિજ્ઞાનના ૨૮ ભેદ જ કહ્યાં છે. જેમ કે કોઈ રાજાએ રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા કહ્યું કે, બીજા કુકડા વિના, મારા કુકડાને એકલાને જ યુદ્ધ કરાવ એ વખતે રોહકે વિચાર્યું કે બીજા કુકડા વિના એકલો જ કુકડો કેવી રીતે યુદ્ધ કરશે ? આ વિચારને “અવગ્રહ” કહેવાય. ત્યારબાદ રોહકને વિચાર આવ્યો કે પ્રતિબિંબ સાથે યુદ્ધ કરી શકશે પરંતુ યુદ્ધ માટે તળાવના પાણીમાં પડેલું પ્રતિબિંબ ફાવશે કે દર્પણમાં પડેલું પ્રતિબિંબ ફાવશે? તળાવમાં પડેલું પ્રતિબિંબ તો ક્ષણે ક્ષણે દૂર થાય છે અને અસ્પષ્ટ હોય છે. માટે દર્પણમાં પડેલું પ્રતિબિંબ યુદ્ધ માટે અનુકૂળ રહેશે ઈત્યાદિ વિચારણાવાળુ જ્ઞાન તે “હા” કહેવાય. ત્યારબાદ દર્પણમાં પડેલું પ્રતિબિંબ જ યુદ્ધ માટે યોગ્ય છે” એવો નિર્ણય કરવો તે “અપાય” કહેવાય. એ વિચારના સંસ્કાર જામ થઈ જાય તે “ધારણા” કહેવાય આ પ્રમાણે, ઔત્પાતિકી વગેરે બુદ્ધિ ચતુષ્કમાં અવગ્રહાદિ ઘટતા હોવાથી શ્રુતનિશ્રિતમતિજ્ઞાનના ૨૮ ભેદમાં બુદ્ધિ ચતુષ્કનો સમાવેશ થઈ જાય છે. માટે બુદ્ધિ ચતુષ્કને અલગ ન બતાવતા મતિજ્ઞાનના ૨૮ ભેદમાં સમાવેશ કરીને મતિજ્ઞાન ૨૮ પ્રકારે કહ્યું છે. (જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૩૦૩, ૩૦૪) પ્રશ્ન:- ૨૧ ઔત્પાતિકી બુદ્ધિ એટલે શું? સદષ્ટાંત સમજાવો. જવાબઃ-પૂર્વ નહીં જોયેલા, નહીં સાંભળેલા કે નહી વિચારેલા એવા વિશિષ્ટ પ્રસંગે કાર્યસિદ્ધ કરવા માટે અચાનક જ ઉત્પન્ન થતી જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. A. કર્મગ્રન્થની ટીકામાં કહ્યું છે કે જ્ઞાતિ મરણપ સતિશત સંધ્યાત મવાવામ સ્વરૂપ વિજ્ઞાન છેઃ વ | જાતિ સ્મરણ જ્ઞાન પણ વ્યતીત થયેલ. સંખ્યાતા ભવોને જાણવાના સ્વભાવવાળુ મતિજ્ઞાનનાં ભેદ રૂપે જ છે. ૨૪૩ For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમકે, રોહિણીયો ચોર ઘણીજ ચોરી કરતો હતો. કોઈપણ રીતે પકડાતો નહીં એક વખત એક ગામમાં તે ચોર આવ્યો છે. એવા સમાચાર મળતા રાજાએ પબ્લીકને બોલાવીને કડક આજ્ઞા કરી કે એક સપ્તાહ પછી તમારે સૌએ રાજસભામાં આવવું પરંતુ (૧) ચાલતા ચાલતા ન આવવું તેમજ વાહન ઉપર પણ ન આવવું (૨) ભોજન કરીને ન આવવું તેમજ ભૂખ્યા પણ ન આવવું (૩) તડકે ન આવવું તેમજ છાયે પણ ન આવવું (૪) દિવસે ન આવવું તેમજ રાત્રે પણ ન આવવું. આ રીત, રાજાની આજ્ઞા સાંભળીને ગામ લોકો ગભરાયા. કોયડો ઉકેલાતો નથી. ગામ લોકો ચિંતાતુર છે. તે વખતે સંતાયેલા રોહિણીયાએ ગામ લોકોને ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે કહ્યું કે (૧) તમારે લોકોને લાકડીનો ઘોડો કરીને સભામાં જવું. તેથી ચાલતા આવ્યા ન કહેવાય. તેમજ વાહન ઉપર આવ્યા ન કહેવાય. (૨) સીંગ-ચણા ફાકતા-ફાકતા જવું. તેથી ભોજન કરીને આવ્યા ન કહેવાય કે ભૂખ્યા પણ ન કહેવાય. (૩) કાંણાવાળી કામળી ઓઢીને જવું. તેથી તડકે આવ્યા ન કહેવાય કે છાંયે આવ્યા પણ ન કહેવાય. (૪) સંધ્યા સમયે જવું. તેથી દિવસે આવ્યા ન કહેવાય કે રાત્રે આવ્યા પણ ન કહેવાય. એ રીતે, ઉકેલ મળી જતાં ગામ લોકોની ચિંતા દૂર થઈ. એટલે રોહિણીયા ચોરની જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. પ્રશ્નઃ- ૨૨ વૈયિકી બુદ્ધિ એટલે શું? સદષ્ટાંત સમજાવો. જવાબઃ- ગુરુનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી, ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનારી, આલોક અને પરલોકમાં ફળદાયી એવી બુદ્ધિ તેવૈનયિકીબુદ્ધિ કહેવાય. જેમકે, એક વખત જંગલમાં રેતીની અંદર હાથીનાં પગલાં પડેલાં જોઈને વિનીતે અવિનીતને કહ્યું કે આ પગલાં ઉપરથી તને શું સમજાય છે? અવિનીતે કહ્યું કે અહીંથી હાથી ગયો છે. વિનીતે કહ્યું કે હાથી નહીં પરંતુ હાથણી ગયેલી છે. તે હાથણી એક આંખે કાણી છે. તેની ઉપર રાજાની રાણી અથવા મોટા ઘરની સ્ત્રી બેઠેલી છે. તે સ્ત્રી સગર્ભા છે. અવિનીતે કહ્યું કે આવું કેવી રીતે સમજાય છે ? તે વખતે વિનીતે કહ્યું કે “ગતિક્રિયામાં પ્રથમ ડાબો પગ ઉપડેલો છે. તે એમ સૂચવે છે કે આ પુરુષ નથી પણ સ્ત્રી છે. કારણ કે પુરુષનો પ્રથમ જમણો પગ ઉપડે અને સ્ત્રીનો પ્રથમ ડાબો પગ ઉપડે. માટે આ પગલા હાથીના નથી પણ હાથણીના છે. તથા બન્ને બાજુ સુંદર વૃક્ષોની ઘટા છે. તેમાં એક બાજુના વૃક્ષોમાં સૂંઢ નાખેલી છે. બીજી બાજુ વૃક્ષો અખંડ છે. ૨૪૪ For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે હાથણી એક આંખે કાણી છે. તથા તે હાથણી જ્યાં બેઠેલી છે. ત્યાં તેની ઉપરથી જે સ્ત્રી નીચે ઉતરેલી છે. તેના પગલા રેતીમાં પડેલા છે. તેમાં શંખ, * કમળ વગેરે ઉત્તમ પ્રતિકો દેખાય છે. માટે આ સ્ત્રી મોટા ઘરની પત્ની છે. તે નજીકમાં જ લઘુનીતિ કરવા માટે બેસવા ઉઠવાની રીતિથી જણાય છે, કે તે સગર્ભા છે. આ રીતે, ગુરુજીનો વિનય કરવાથી વિનીતને સાંકેતિક ચિહ્નો ઉકેલવાની જે શક્તિ ઉત્પન્ન થઈ છે. તે વનયિકી બુદ્ધિ કહેવાય. પ્રશ્ન:- ર૩ સંકેત કે શાસ્ત્રાભ્યાસ સિવાય પ્રાપ્ત થયેલી જે બુદ્ધિ તે અશ્રુત નિશ્ચિત બુદ્ધિ કહે છે તો ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલી અને ધર્મ, અર્થ, કામશાસ્ત્રના રહસ્યને જણવનારી વૈનાયિકી બુદ્ધિને અશ્રુતનિશ્ચિત કેમ કહો છો ? જવાબઃ- આ વાત સાચી છે. વાસ્તવિક રીતે વૈનયિકી બુદ્ધિ અશ્રુતનિશ્ચિત નથી. પરંતુ બુદ્ધિની ગણના પ્રસંગે આ ભેદને ગ્રહણ કર્યો છે. માટે વૈનાયિકી બુદ્ધિને આધૃતનિશ્ચિત કહી છે. વાસ્તવિક રીતે વનયિકી સિવાયના બાકીના ત્રણ ભેદો અશ્રુતનિશ્ચિત જાણવા. પ્રશ્ન:- ૨૪ પારિણામિકી બુદ્ધિ એટલે શું? સદાંત સમજાવો. જવાબ- વયનો પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપરના અનુભવથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ તે પારિણામિકીબુદ્ધિ કહેવાય. જેમકે, એક રાજાની રાજસભામાં વૃદ્ધ અને યુવાન મંત્રીઓ હતાં, યુવાન મંત્રીઓ વૃદ્ધમંત્રીની ઈર્ષ્યા કરતા હતાં. તેઓ રાજાને કહે કે વૃદ્ધમંત્રીઓ હવે થાકી ગયા છે. કાંઈ કામ કરી શકતા નથી. ૬૦ વર્ષની ઉંમર થવાથી બુદ્ધિ નાશ પામતી જાય છે. માટે તમે તેઓને રજા આપી દો. પરંતુ રાજા ચકોર હતો. એક વખત રાજાએ વૃદ્ધ અને યુવાનમંત્રીની પરીક્ષા કરવા માટે ભરસભામાં એક પ્રશ્ન પૂછ્યો કે, હે મંત્રીઓ ! હું રાજસભામાં બેઠેલો હોવું, ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણવાળા હોય, ત્યારે તમારા રાજાને કોઈ પાટુ કે તમાચો મારે તો, તમે તેને શું શિક્ષા કરો ? યુવાનમંત્રીઓ કહે કે રાજાનું અપમાન કરનારને ફાંસી જ અપાય. વૃદ્ધમંત્રીઓ ગંભીર હતા. થોડો સમય વિચારીને કહ્યું કે રાજસભામાં રાજાને તમાચો કે પાટુ મારનાર વ્યક્તિને રાજ્યગાદી ૨૪પ For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોંપાય. રાજાએ કહ્યું કે તમારા ઉત્તરનું રહસ્ય સમજાવો. વૃદ્ધમંત્રીઓ કહે કે હે રાજન્ ! તમે બળવાન છો. એટલે તમને કોઈ તમાચો કે પાટુ મારી શકે જ નહીં. અને રાજસભામાં ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણ હોવાથી શત્રુરાજા આવી શકે નહીં. પરંતુ તમે તમારું બાળક રાજસભામાં રમાડવા લાવ્યા હોય તો એ બાળક તમને લાડકોડમાં પાટુ મારી દે તે વખતે સભામાં કોઈપણ પ્રતિકાર કરે નહીં પરંતુ આનંદ પામે અને એ બાળક તમારું હોવાથી તમારો વારસદાર જ કહેવાય. માટે તેને રાજ્યગાદી અપાય. આ સાંભળી સર્વે સભાજનો આશ્ચર્ય પામ્યા. એટલે આવા પ્રકારની જે બુદ્ધિ તે પરિણામિકબુદ્ધિ કહેવાય. પ્રશ્ન- ૨૫ “અર્વાગ્રહનો કાળ એક સમયનો છે તો તેમાં બહુ વગેરે ભેદો કેવી રીતે ઘટે?” જવાબ-શાસ્ત્રમાં અર્થાવગ્રહ ર પ્રકારે કહયો છે. (૧) નશ્ચયિક અર્થાવગ્રહ (૨) વ્યવહારિક અર્થાવગ્રહ. તેમાં નૈક્ષયિક અર્થાવગ્રહનો કાળ. એક સમયનો છે અને વ્યવહારિક અર્થાવગ્રહનો કાળ અનેક સમયનો છે. માટે તૈક્ષયિક અર્થાવગ્રહમાં બહુ વગેરે ભેદો ઘટતા નથી. પરંતુ વ્યવહારિક અર્થાવગ્રહમાં બહુ વગેરે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન- ૨૬ “બહુ અને બહુવિધનો તફાવત જણાવો.” જવાબ-૧. જ્યારે એક જ ઇન્દ્રિયના ઘણા વિષયો એકી સાથે વિદ્યમાન થાય ત્યારે તે સર્વેનો અલગ અલગ બોધ કરી શકે, તે બહુગ્રાહી કહેવાય. દા. ત. સામૈયામાં અનેક જાતના વાજિંત્રો વાગતા હોય તે વખતે “આ ઢોલનો અવાજ છે” આ શરણાઈનો અવાજ છે.” વગેરે. ૨. એક જ ઇન્દ્રિયના ઘણા વિષયો એકી સાથે વિદ્યમાન થાય તે વખતે તે સર્વેને અલગ અલગ રીતે અનેક ધર્મ સહિત જાણે તે બહુવિધગ્રાહી કહેવાય. દા. ત. સંગીતકારનો અવાજ જાડો છેપાતળો છે. ઢોલનો અવાજ ખોખરો છે-સારો છે. વગેરે. પ્રશ્ન:- ૨૭ “વ્યંજનાવગ્રહાદિના બહુ વગેરે ૧૨ ભેદમાંથી વિષયની વિવિધતાને કારણે કેટલા ભેદ ઘટી શકે? અને ક્ષયપક્ષમની પટુતાને કારણે કેટલા ભેદ ઘટી શકે?” જવાબ-અનેક જીવને આશ્રયીને વ્યંજનાગ્રહના વિષયની વિવિધતાને લીધે. ૨૪૬ For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ, અબહુ બહુવિધ, અબહુવિધ એ ૪ ભેદ ઘટી શકે અને ક્ષયોપશમની પટુતાને લીધે ક્ષિપ્રાદિ ૮ ભેદ ઘટી શકે. પ્રશ્ન - ૨૮ “ઇન્દ્રિય જન્ય મતિજ્ઞાન માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરી શકે છે. તો મતિજ્ઞાનનો વિષય સર્વ (રૂપી-અરૂપી)- દ્રવ્યો કેવી રીતે હોઈ શકે?” જવાબ:- મતિજ્ઞાન જેમ ઈદ્રિયોથી ઉત્પન્ન થાય છે. તેમ મનદ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભવેલ વિષય તદુપરાંત શ્રુતવડે જાણેલ રૂપી-અરૂપી વિષયોનું પણ ચિંતન-મનન કરે છે. માટે કૃતનિશ્રિત મતિજ્ઞાન દ્વારા અરૂપી દ્રવ્યોનો પણ બોધ થાય છે. તેથી સર્વ દ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બની શકે છે. પ્રશ્ન- ર૯ “ન્યાયશાસ્ત્રમાં તેમજ લોકવ્યવહારમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે અને કર્મગ્રન્થાદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. તેનું શું કારણ?” જવાબઃ- પ્રતિ + અક્ષ^ = પ્રત્યક્ષમાં અક્ષ શબ્દનો અર્થ જેમ ઇંદ્રિય થાય છે. તેમ આત્મા પણ થાય છે. તેથી પ્રસ્તુતમાં આદ્યાત્મિકદૃષ્ટિએ “મા” શબ્દનો અર્થ આત્મા અને લૌકિકદષ્ટિએ અક્ષ શબ્દનો અર્થ ઇંદ્રિય કર્યો છે. એટલે આદ્યાત્મિકદૃષ્ટિએ ઇદ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્મા દ્વારા જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય અને ઈદ્રિયોની સહાયતાથી જે જ્ઞાન થાય તે પરોક્ષ કહેવાય. તથા ન્યાયશાસ્ત્ર કે લૌકિકવ્યવહારમાં ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય અને લિંગ, હેતુ કે શબ્દાદિજન્ય જ્ઞાનને પરોક્ષ કહેવાય છે. એટલે ન્યાયશાસ્ત્રમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે અને કર્મગ્રન્થાદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. પ્રશ્ન:- ૩૦ “મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો તફાવત જણાવો.” જવાબ:- “મતિજ્ઞાન” “શ્રુતજ્ઞાન” (૧) મતિજ્ઞાન કારણ છે (૧) શ્રુતજ્ઞાન કાર્ય છે સૂતરના તાંતણા જેવું છે. વણેલા કાપડ જેવું છે. (૨) વર્તમાનકાલગ્રાહી છે. (૨) ત્રિકાલગ્રાહી છે. (૩) મતિજ્ઞાન મુંગુ છે. (૩) શ્રુતજ્ઞાન બોલકું છે. A અક્ષો... જ્ઞાને વાત્મનિરવ કરૂા વર્વતૈ તુલ્ય હૃષી ( ) I૫૪૪ા (જુઓ અનેકાર્થ સંગ્રહ) ૨૪૭ For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મતિજ્ઞાન” “શ્રુતજ્ઞાન” (૪) મતિજ્ઞાનના ૨૮ પ્રકાર છે. (૪) શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. (૫) શબ્દાર્થની વિચારણા હોતી નથી. (૫) શબ્દાર્થની વિચારજ્ઞાવાળું છે. (૬) સ્વ પ્રકાશક છે. () સ્વ-પર પ્રકાશક છે. (૭)શ્રુતજ્ઞાન વિના પણ મતિજ્ઞાન (૭)મતિજ્ઞાનવિનાશ્રુતજ્ઞાન થતું નથી. થાયછે. પ્રશ્નઃ- ૩૧ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિયથી થાય છે. તો તેમાં ભેદ કેવી રીતે પડે?” જવાબ:- શબ્દ, આપ્તોપદેશ કે શ્રુતથી રહિત. માનસિક ચિંતન-મનન એ મતિજ્ઞાન કહેવાય અને શબ્દાદિ સહિત ચિંતન-મનન એ શ્રુતજ્ઞાન કહેવાય. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન-મનન શ્રતગ્રન્થોની સહાયતા વિના કરે તો મતિજ્ઞાન કહેવાય અને શાસ્ત્રોની સહાયતાથી ચિંતનમનન કરે તો શ્રુતજ્ઞાન કહેવાય. એટલે માનસિક ચિંતન શબ્દોલ્લેખ સહિત હોય તો શ્રુતજ્ઞાન કહેવાય અને માનસિક ચિંતન શબ્દોલ્લેખરહિત હોય તો મતિજ્ઞાન કહેવાય. પ્રશ્ન- ૩ર “જૈન શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનીને કેવળીની ઉપમા કેમ આપી છે?” જવાબઃ- જૈન શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવળી કહ્યાં છે કારણ કે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીની દેશના કેવળજ્ઞાની જેવી જ હોય છે. એક બાજુ કેવળજ્ઞાની નિગોદાદિનું સ્વરૂપ સમજાવતા હોય અને બીજી બાજા સંપૂર્ણ શ્રુતજ્ઞાની નિગોદાદિનું સ્વરૂપ સમજાવતા હોય તો, તે વખતે કેવળજ્ઞાની કોણ છે? અને શ્રુતજ્ઞાની કોણ છે? એનો ભેદ વિશિષ્ટ જ્ઞાની સિવાય થઈ શકતો નથી. માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાનીની ઉપમા આપી છે. પ્રશ્ન - ૩૩ મહાવીરસ્વામીના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન ક્યાં સુધી રહ્યું?” જવાબ-મહાવીરસ્વામીના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન ૧૦00 વર્ષ સુધી રહ્યું. ત્યારપછી કાળક્રમે તે વિસ્તૃત થવા લાગ્યું. A. આત્મામાં જે અનંતજ્ઞાનનો પ્રકાશ છે. તે દીપકની જેમ સ્વ-પર પ્રકાશક છે. દીવો જેમ સ્વ અને પરવસ્તુને જણાવે છે. દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તેમ જ્ઞાન પોતાને અને અન્ય વસ્તુને જણાવે છે. જ્ઞાનને પોતાને જાણવામાં બીજા કોઇની જરૂર પડતી નથી. માટે જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. ૨૪૮ For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ- ૩૪ “વર્તમાનકાલીય સભ્યશ્રતનું પ્રમાણ જણાવો.” જવાબઃ- વર્તમાનકાળમાં ૪૫ આગમ પ્રમાણ સમ્યકુત છે. “૧૧ અંગ-”(૧)આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીસૂત્ર, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (2) અંતકૃદશા, (૯) અનુત્તરીપ પાટિદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક. “૧૨ ઉપાંગ' (૧) ઔપપાતિક, (૨) રાજપ્રશ્નીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૬) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) કલ્પાવતંસ, (૧૦) પૂમ્બિકા, (૧૧) પૂષ્પચૂલિકા, (૧૨) વલિંદશા. “૬ છેદ -” (૧) બૃહત્કલ્પ, (૨) લઘુનીશીથ, (૩) મહાનશીથ, (૪) વ્યવહાર, (૫) દશાશ્રુતસ્કંધ, (૬) જીતકલ્પ. “૧૦પયન્ના-”(૧) ચશિરણ, (૨)મહાપચ્ચક્ખાણ, (૩) આતુરપચ્ચખાણ, (૪) સંસ્મારક, (૫) ભક્તપરિક્ષા, (૬) ગણિવિદ્યા, (૭) ચંદ્રવિદ્યા, (૮) દેવેન્દ્રસ્તવ, (૯) મરણસમાધિ, (૧૦) તંદુલર્વચારિક. જ મૂલ સૂત્ર -” (૧) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન, (૩) આવશ્યક, (૪) ઓઘનિર્યુક્તિ. (૧) અનુયોગદ્વાર અને (૨) નંદીસૂત્ર. વર્તમાન કાલમાં “૧૧ + ૧૨ + ૬ + ૧૦ +૪+ ર = ૪૫ આગમ પ્રમાણ સભ્યશ્થત છે.” પ્રશ્ન :- ૩૫ અક્ષરદ્યુત એટલે શું? તે કેટલા પ્રકારે? જવાબ :- અક્ષર દ્વારા જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય. તે ત્રણ પ્રકારે છે. (૧) પુસ્તક, તાડપત્ર, વગેરેમાં લખાયેલા જે અક્ષરો તે સંજ્ઞાક્ષર કહેવાય. (૨) મુખે ઉચ્ચાર કરવારૂપ જે અક્ષરો તે વ્યંજનાક્ષર કહેવાય. (૩) અક્ષરોની ઓળખાણરૂપ જે હૃદયસ્થ જ્ઞાન તે લધ્યક્ષર કહેવાય. પ્રશ્નઃ- ૩૬ “શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અક્ષરદ્યુત અને અનક્ષરત દ્વારા જ સમજાઈ જાય છે. તો બાકીના ભેદો કહેવાની શી જરૂર?” જવાબ- તીવ્ર બુદ્ધિશાળી શિષ્ય પ્રથમના બે ભેદ દ્વારા જ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ સમજી શકે છે. પરંતુ મંદબુદ્ધિવાળા શિષ્યને કાંઇક વિશેષતાપૂર્વક શ્રુતજ્ઞાનનો બોધ થાય તે માટે બાકીના ભેદો બતાવ્યા છે. ૨૪૯ For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમકે, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો પૈકી અક્ષરદ્યુતમાં લિપિરૂપ સંજ્ઞાક્ષર અને ઉચ્ચારરૂપ વ્યંજનાક્ષરદ્વારા દ્રવ્યાક્ષરનો બોધ થાય છે અને લક્ઝક્ષર દ્વારા ભાવાક્ષરનો બોધ થાય છે. સંજ્ઞીશ્રુત ને અસંજ્ઞીશ્રુત એ બે ભેદ દ્વારા સ્પષ્ટ-અસ્પષ્ટ ભાવથુત બતાવ્યું છે. સમ્યફથ્થત અને મિથ્યાશ્રુત દ્વારા તત્ત્વની દૃષ્ટિએ યથાર્થધૃત અને અયથાર્થધૃતનો બોધ થાય છે. સાદિસપર્યવસિતાદિ-૪ દ્વારા સમ્યફભાવશ્રુતનો બોધ થાય છે. ગમિક-અગમિક ભેદ દ્વારા શાસ્ત્રીય દ્રવ્યશ્રુતનાં સમાન-અસમાન પાઠનો બોધ થાય છે. છેલ્લા બે ભેદો શાસ્ત્રીય દ્રવ્યકૃતના કર્તાને આશ્રયીને બતાવેલા છે. તેથી મંદબુદ્ધિવાળા જીવને શ્રુતજ્ઞાનનો કાંઈક વિશેષતાપૂર્વક બોધ થાય છે. માટે અક્ષરદ્યુત-અનક્ષરદ્યુત સિવાયના બાકીના ભેદો કહેવા આવશ્યક છે. પ્રશ્ન:- ૩૭ “દેવનારકની જેમ મનુષ્ય તિર્યંચને જન્મથી જ અવધિજ્ઞાન કેમ ન હોય?” જવાબ:-દેવનારકમાં ભવની પ્રધાનતા છે. ક્ષયોપશમની ગૌણતા છે. જેમ પક્ષીની જાતિમાં જન્મ લેવા માત્રથી પાંખો મળી જતાં કુદરતી જ આકાશમાં ઉડવાની શક્તિ મળી જાય છે. તેમ દેવનારકમાં જન્મ લેવા માત્રથી સાહજિક જ અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. વિશેષ પ્રયત્નની જરૂર રહેતી નથી અને મનુષ્યતિર્યંચમાં ક્ષયોપશમની મુખ્યતા છે. ભવની નહીં માટે મનુષ્ય અને તિર્યંચને વિશિષ્ટ આરાધના દ્વારા ક્ષયોપશમ પ્રાપ્ત થાય તો અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે મનુષ્ય તિર્યંચને જન્મથી અવધિજ્ઞાન હોતું નથી. પણ જન્મ લીધા પછી વિશિષ્ટ પ્રયત્નો દ્વારા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો કે તીર્થકર ભગવંત કે અન્ય કોઈ મનુષ્યને જન્મથી અવધિજ્ઞાન હોય છે. પણ તેનું કારણ પૂર્વભવની વિશિષ્ટ આરાધના જ છે. કારણ કે મનુષ્ય-તિર્યંચને ક્ષયોપશમજન્ય જ અવધિજ્ઞાન હોય છે. પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ન હોય. પ્રશ્ન :- ૩૮ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કેટલા પ્રકારે હોય? જવાબ:- ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના પ્રતિપક્ષી ભેદ ન હોય. તેથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ૬ પ્રકારે નથી. પરંતુ (૧) અનુગામી અને અનનુગામીમાંથી અનુગામી જ હોય છે. (૨) વર્ધમાન અને હીયમાન હોતું નથી. પરંતુ અવસ્થિત જ હોય છે. (૩) પ્રતિપાતિ અને અપ્રતિપાતિમાંથી અપ્રતિપાતિ જ હોય છે. પ્રશ્ન- ૩૯ “અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનનો તફાવત જણાવો. ૨૫૦ For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબ:-“અવધિજ્ઞાન” “મનઃ પર્યવજ્ઞાનઃ” (૧) રૂપીભદ્રવ્યોને સ્પષ્ટ જાણે છે. (૧) મનોદ્રવ્યને અત્યંત સ્પષ્ટ જાણે છે. માટે વિશુદ્ધ છે. માટે વિશુદ્ધતર છે. (૨) અંગુલના અસંખ્યાતમાભાગથી (૨) માત્ર અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી માંડીને સંપૂર્ણલોકમાં રહેલા રૂપી જીવોના મનના વિચારોને જાણે. દ્રવ્યોને જાણે છે. (૩) ચારે ગતિના જીવોને હોય. (૩) માત્ર અપ્રમત સંયમીને હોય. (૪) કેટલાક પર્યાય સહિત સંપૂર્ણરૂપી (૪) અવધિજ્ઞાન કરતા અનંતમાં દ્રવ્યોને જાણે ભાગ પ્રમાણ માત્ર મનો દ્રવ્યને જાણે. (૫) પરભવમાં પણ સાથે જઈ શકે. (૫) માત્ર ચાલુ ભવ પુરતું જ હોય. (૬) અવધિજ્ઞાન કયારેક અવધિ અજ્ઞાન (૬) કયારેય વિપરીત થતું નથી. (વિર્ભાગજ્ઞાન)માં પલટાઈ જાય. પ્રશ્નઃ- ૪૦ “અવધિજ્ઞાની મનનાં વિચારોને જાણી શકે કે નહીં?” જવાબ-મનોદ્રવ્ય રૂપી હોવાથી વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનનાં વિચારો પણ જાણી શકાય છે. અનુત્તરદેવો ભગવાને દ્રવ્યમનથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે. પ્રશ્નઃ - ૪૧ “અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો વિષયરૂપી દ્રવ્યો હોવાથી અવધિજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. તો મન:પર્યવજ્ઞાનને જુદુ કેમ કહ્યું?” જવાબઃ-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને રૂપી દ્રવ્યવિષયક હોવા છતાં અવધિજ્ઞાની સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે છે અને મન:પર્યવજ્ઞાની માત્ર મનોદ્રવ્યને જ જાણી શકે છે. અવધિજ્ઞાનના સ્વામી ચારગતિના જીવો છે અને મન:પર્યવજ્ઞાનના સ્વામી અપ્રમત્ત સંયમી જ છે. અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અત્યંત વિશુદ્ધ છે. એટલે વિશુદ્ધિ, સ્વામી, ક્ષેત્ર વગેરેનો ભેદ હોવાથી અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન જુદુ કહ્યું છે. પ્રશ્નઃ- ૪૨ “સાધ્વીજી મહારાજને મનઃ પર્યવજ્ઞાન થાય કે નહીં?” A. વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામિ વિષયેચ્ચો વધ મન:પર્યાયઃ || ૧, રદા” ૨ ૫૧. For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબઃ-જેમ અપ્રમત્ત સાધુને મન:પર્યવજ્ઞાન થાય છે. તેમ અપ્રમત્ત સાધ્વીજી મ.સા. ને પણ મન:પર્યવજ્ઞાન થઈ શકે છે. તેમાં શાસ્ત્રીય બાધ નથી. કારણ કે આવશ્યકસૂરની ટીકામાં ભવ્ય સ્ત્રીઓને (૧) અહંન્દ્ર, (૨) ચક્રીત્વ, (૩) બલદેવલબ્ધિ, (૪) વાસુદેવલબ્ધિ, (૫) સંભિન્ન શ્રોતોલબ્ધિ, (૬) જંઘાચરણલબ્ધિ, (૭) પૂર્વધરલબ્ધિ એ ૭ લબ્ધિનો નિષેક કર્યો છે. તથા પ્રવચન સારોદ્ધારના ૨૭૦ મા દ્વારમાં ભવ્ય સ્ત્રીઓને ઉપરોકત ૭ લબ્ધિ તથા (૮) ગણધરલબ્ધિ, (૯) પુલાક-લબ્ધિ અને (૧૦) આહારકલબ્ધિ એમ કુલ ૧૦ લબ્ધિનો નિષેધ કર્યો છે. પણ મન:પર્યવલબ્ધિ નિષેક કર્યો નથી. આથી સિદ્ધ થાય છે કે સાધ્વીજી મહારાજને મનઃ પર્યવજ્ઞાન થઈ શકે. વળી, ચોથા કર્મની ૩૧ મી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે, સ્ત્રીવેદમાં ૧૨ ઉપયોગ ઘટે છે. માટે સાધ્વીજી મહારાજને મન:પર્યવજ્ઞાન થવામાં શાસ્ત્રીય દૃષ્ટિએ વાંધો નથી. પ્રશ્ન-૪૩ “ઋજુમતિ અને વિપુલમતિનો તફાવત જણાવો.” જવાબઃ- “શ્યામતિ” વિપુલમતિ” (૧) મનોદ્રવ્યને સ્પષ્ટ જાણે (૧) મનોદ્રવ્યને અત્યંત સ્પષ્ટ જાણે. (૨) સામાન્યગ્રાહિણીમતિ હોય (૨) વિશેષગ્રાહિણીમતિ હોય. (૩) પ્રતિપાતી છે. (૩) અપ્રતિપાતી છે. (૪) અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલાં (૪) અઢી આંગળ અધિક તેટલા જ સંજ્ઞી જીવોનાં મનોગતભાવને જાણે. ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવને જાણે. પ્રશ્નઃ- ૪૪ “જુમતિ સામાન્યગ્રાહી અને વિપુલમતિ વિશેષગ્રાહી છે. તો ગામતિને મનઃ પર્યવદર્શન અને વિપુલમતિને મનઃ પર્યવજ્ઞાન કેમ ન કહેવાય?” જવાબ:-જુમતિ એ મન:પર્યવદર્શન સ્વરૂપ નથી કારણ કે મન:પર્યવજ્ઞાની તથા પ્રકારના સ્વભાવના કારણે પ્રથમથી જ વસ્તુને વિશેષરૂપે જાણી શકે છે. માટે અહીં સામાન્ય શબ્દ અલ્પ વિશેષ બોધક છે. જેમ લક્ષાધિપતિ ઘણો શ્રીમંત હોવા છતાં કરોડોપતિની અપેક્ષાએ અલ્પ શ્રીમંત કહેવાય છે. તેમ જામતિ વિશેષગ્રાહી હોવા છતા વિપુલમતિની અપેક્ષાએ થોડા જ વિશેષોને જાણી શકતો હોવાથી અલ્પ વિશેષગ્રાહી છે. પરંતુ સામાન્યગ્રાહી નથી માટે ઋજુમતિને મનઃ પર્યવદર્શન ન કહેવાય. ૨૫૨ For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન :-૪૫ મન:પર્યવજ્ઞાની ભૂતકાળમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનાર મનોદ્રવ્યના આકારને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી કેવી રીતે દેખી શકે? કારણ કે ભૂતકાળમાં થયેલા આકારો નાશ પામી જાય છે અને ભવિષ્યમાં થનારા આકારો હજુ બન્યા નથી. જવાબ :- લોકમાં પર્યાયાર્થિકનયથી ભૂતકાળમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનાર મનોદ્રવ્યના આકારો આર્વિભૂત (પ્રગટ) નથી. પરંતુ તિરોભાવે છે. એટલે દ્રવ્યાર્થિકનયથી મનોદ્રવ્યના આકારો છે. તેને મન:પર્યવજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી દેખી શકે છે. એ જ મન:પર્યવજ્ઞાનનું મહાભ્ય છે. પ્રશ્ન-૪૬ “ભવિષ્યમાં થનાર વસ્તુને કેવળીભગવંત કેવી રીતે દેખી શકે?” જવાબઃ- કેવળજ્ઞાન અને કેવળ દર્શનનું એ જ મહાભ્ય છે કે લોકમાં રહેલા પુદ્ગલ પરમાણુઓ ભવિષ્યમાં જે જે વસ્તુ રૂપે પરિણામ પામવાના હોય તે તે વસ્તુ રૂપે દેખાય, જણાય. તેથી કેવળી ભગવંત ભવિષ્યમાં થનાર વસ્તુને જાણી શકે. દેખી શકે. પ્રશ્ન-૪૭ “મુંગા, બહેરા કે આંધળાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય કે નહીં?” જવાબઃ-ગાઢ દર્શનાવરણીય કર્મોદયને લીધે જીવ આંધળો, બહેરો, મૂંગો થવાથી, માત્ર ઇદ્રિયોમાં ખામી આવી જાય છે. ઇદ્રિયોની ખામી દ્રવ્યક્રિયામાં બાધક બની શકે, પરંતુ ભાવક્રિયામાં બાધક બનતી નથી. તેથી ઇન્દ્રિયની ખામીવાળા આંધળા, બહેરા, મૂંગા જીવો પણ અત્યંત ભાવોલ્લાસ દ્વારા ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કરી, મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કર્યા બાદ અંતર્મુહૂર્તકાળમાં જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન-૪૮ “એક જીવને એકીસાથે કેટલા જ્ઞાન હોય?” જવાબઃ-એક જીવને એકીસાથે વધુમાં વધુ ૪ જ્ઞાન હોઈ શકે. તેમાં કેવળી ભગવંતને એકલું કેવળજ્ઞાન જ હોય. કેવળી સિવાયનાં દરેક સંસારીજીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે તો અવશ્ય હોય છે કોઈ પણ જીવને એકલું મતિજ્ઞાન કે એકલું શ્રુતજ્ઞાન હોતુ નથી. આચારાંગાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાદિ જીવોને ન હોય પરંતુ સામાન્ય શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે. તેમજ એકલું શ્રુતજ્ઞાન પણ કોઈ જીવને હોતુ નથી. કેમ કે મતિપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે માટે કેવળી સિવાય દરેક સંસારી જીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે. વળી, કેટલાક જીવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ ૨૫૩ For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન એ ત્રણ હોય. તેમજ કેટલાક જીવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન એ ૪ હોય પરંતુ કોઇપણ જીવને પાંચ જ્ઞાનો એકીસાથે હોતા નથી. કારણ કે અત્યાદિ ૪ જ્ઞાનો ક્ષયોપશમજન્ય હોવાથી કેવળીને ન હોય. માટે એક જીવને એકી સાથે વધુમાં વધુ ૪ જ્ઞાન હોઈ શકે. પ્રશ્ન:- ૪૯ “એક જીવને એકી સાથે કેટલા જ્ઞાનનો ઉપયોગ હોય?” જવાબ:- એક જીવને એકી સાથે બે ત્રણ કે ચાર જ્ઞાન શક્તિની અપેક્ષાએ હોય. પણ પ્રવૃતિની અપેક્ષાએ ન હોય. કારણ કે મતિ અને શ્રુતજ્ઞાનાવાળો અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાનવાળો જીવ જે સમયે મતિજ્ઞાન દ્વારા કોઈ વિષયને જાણવાની પ્રવૃત્તિ કરે તે વખતે પોતાનામાં મૃત અને અવધિની શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતો નથી. એ પ્રમાણે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ વખતે મતિ અને અવધિની શક્તિ હોવા છતાં પણ એ શક્તિને કામમાં લઈ શકતો નથી. એટલે એક આત્મામાં એકીસાથે ચાર જ્ઞાન હોવા છતાં એક સમયમાં કોઈ એક જ જ્ઞાન શક્તિનો ઉપયોગ કરી શકે છે. અન્ય શક્તિ તે સમયે નિષ્ક્રિય રહે છે. માટે એક જીવને એકી સાથે ચાર જ્ઞાન હોય તો પણ એક જ જ્ઞાનનો ઉપયોગ હોય છે. પ્રશ્નઃ- ૫૦ “જ્ઞાન અને જ્ઞાનાવરણીયકર્મમાં શું તફાવત છે?” “જ્ઞાન” “જ્ઞાનાવરણીયકર્મ” (૧) આત્મ સ્વરૂપ છે. (૧) પૌગલિક છે. (૨) વિશેષબોધાવગ્રાહી છે. (૨) વિશેષબોધને અટકાવનારૂ કર્મછે. (૩) સુખદાયી છે. (૩) દુઃખદાયી છે. (૪) સ્વ-પર પ્રકાશક છે. (૪) આંખે બાંધેલા પાટા જેવું છે. પ્રશ્ન:- ૫૧ “જ્ઞાન અને દર્શનનો તફાવત જણાવો.” “જ્ઞાન” દર્શન” (૧) વિશેષ બોધાવગ્રાહી છે. (૧) સામાન્ય બોધાવગ્રાહી છે. (૨) જાણવાના સ્વભાવવાળુ છે. (૨) જોવાના સ્વભાવવાળુ છે. (૩) પાંચ પ્રકારે છે. (૩) ચાર પ્રકારે છે. પ્રશ્નઃ- પર “જો જ્ઞાન જાણવાના સ્વભાવવાળુ છે અને દર્શન જોવાના સ્વભાવવાળુ છે એમ કહેશો તો શ્રુતદર્શન અને મનઃ પર્યવદર્શન નથી માટે શ્રુતજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાની જુએ છે. એવું કેમ કહી શકાય? ૨૫૪ For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબઃ-પ્રજ્ઞાપના સૂત્રનાં ત્રીશમા પદની અંદર શ્રુતજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનમાં પશ્યતા કહી છે. “પશ્યતાનો અર્થ સારી રીતે જોવું એવો થાય છે.” માટે પશ્યતાની અપેક્ષાએ શ્રુતજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાની જુએ છે. એમ કહેવાય છે. (જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં.૫૫૫-૮૮૨) પ્રશ્ન:-પ૩ “સંક્ષેપથી ઈદ્રિયદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ ત્રણ ભેદ બતાવવા જોઈએ. અથવા વિસ્તારથી સ્પર્શનદર્શનાદિ ૮ ભેદ બતાવવા જોઇએ. તેને બદલે ચક્ષુદર્શનાદિ ચાર ભેદ કેમ બતાવ્યા?” જવાબ-લોકવ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હોવાથી, ચક્ષુદ્વારા થતા સામાન્યબોધને ચક્ષુદર્શન કહીને, બાકીની ઇન્દ્રિયો તથા મન દ્વારા થતા સામાન્ય બોધને વિસ્તારના ભયથી ભિન્ન ભિન્ન દર્શનરૂપે ન બતાવતાં લાવવા માટે તે સર્વેનો અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલો છે. તેથી દર્શનના ૪ ભેદ જ યોગ્ય છે. પ્રશ્ન :- ૫૪ દર્શનગુણ ચક્ષુદર્શનાદિ ચાર વિભાગમાં વહેંચાયેલો હોવાથી દર્શનાવરણીયકર્મ ચાર પ્રકારે જ હોય ને? તો દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે કેમ કહ્યું છે? જવાબ:- ચક્ષુ-અચક્ષુદર્શન કર્મો દ્વારા ઢંકાઈ જવા છતાં યત્કિંચિત્ દર્શનશક્તિ તો અવશ્ય ખુલી રહી જાય છે. તેથી જીવ ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવું, સાંભળવું વગેરે પ્રવૃત્તિરૂપ દર્શનોપયોગમાં પ્રવર્તે છે. પરંતુ તેને અટકાવી દેવાનું કામ નિદ્રા કરે છે. તેથી નિદ્રાને દર્શનાવરણીયકર્મ કહ્યું છે. તે પાંચ પ્રકારે હોવાથી નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. એટલે દર્શન ચાર પ્રકારે હોવા છતાં દર્શનાવરણીયકર્મ નવ પ્રકારે કહ્યું છે. પ્રશ્નઃ-પ૫ “નિદ્રાપંચક જેમ દર્શનગુણનો ઘાત કરે છે. તેમ જ્ઞાનગુણનો પણ ઘાત કરે છે છતાં તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શનાવરણીયમાં કેમ ગણી?” જવાબ:-ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન શક્તિને લીધે, જીવ ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવુ, સાંભળવુ વગેરે પ્રવૃત્તિ રૂપ દર્શનોપયોગમાં પ્રવર્તે છે તેને અટકાવી દેવાનું કામ નિદ્રા કરે છે. કારણ કે નિદ્રાના ઉદય વખતે જીવ નિશ્રેષ્ટ બની જાય છે. તે વખતે ઈદ્રિયોનો સામાન્ય વ્યાપાર પણ બંધ થઈ જાય છે. નિદ્રાધીન માણસની પાસે બેસીને સ્પર્શ કરવા છતાં તેને ખ્યાલ આવતો નથી કે “મને કોઈક માણસ સ્પર્શ કરી રહ્યો છે.” એટલે ભૂલ દર્શનોપયોગ અટકી જતાં ૨૫૫ For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનોપયોગ તો આપો આપ અટકી જાય. કારણ કે ઇન્દ્રિયોનાં સામાન્ય વ્યાપાર વિના વિશેષ વ્યાપાર કયાંથી હોય? જે દર્શનોપયોગને અટકાવે તે જ્ઞાનોપયોગને અવશ્ય અટકાવે પણ જે જ્ઞાનોપયોગને અટકાવે તે દર્શનોપયોગને અટકાવે જ એવો નિયમ નથી. માટે જો નિદ્રાને જ્ઞાનાવરણીયકર્મમાં ગણવામાં આવે તો, તે જ્ઞાનની સાથે દર્શનગુણનો ઘાત કરે છે. એવો સ્પષ્ટ બોધ ન થાય. પણ જો નિદ્રાને દર્શનાવરણીયકર્મમાં ગણવામાં આવે તો, તે દર્શનની સાથે જ્ઞાનની વાત કરે છે. એવો સ્પષ્ટ બોધ થાય છે. માટે નિદ્રાને જ્ઞાનાવરણીયમાં ન ગણતા દર્શનાવરણીયકર્મમાં ગણી છે. પ્રશ્ન-પ૬ “ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીયકર્મ ક્ષાયોપથમિક દર્શન શક્તિને દબાવે છે અને નિદ્રા પણ ક્ષયોપથમિક દર્શન શક્તિને દબાવે છે તો એ બેમાં ભેદ ક્યાં રહ્યો?” જવાબ:-ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીયકર્મલાયોપથમિક દર્શનશક્તિને મૂળથી દબાવે છે. તેથી જીવનેદ્રવ્યેન્દ્રિય મળતી નથી અને દ્રવ્યેન્દ્રિયામલે તો પણ તેમાં સ્વયોગ્ય કાર્ય કરવાની શક્તિ નાશ પામી જાય છે. અને નિદ્રાચિક ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન શક્તિને દબાવે છે. તેથી નિદ્રાનો ઉદય થતાં ઇન્દ્રિયો પોતાનું કામ કરતી અટકી જાય છે એટલે દર્શનોપયોગ અટકી જાય છે. પરંતુ ઇન્દ્રિયોમાં સ્વ યોગ્ય કાર્ય કરવાની શક્તિ નાશ પામતી નથી. જ્યારે ચાલુ - અચકું દર્શનાવરણીય કર્મ તો ઇન્દ્રિયમાં સ્વ યોગ્ય કાર્ય કરવાની શક્તિનો નાશ કરે છે. માટે તે બન્નેમાં ભેદ છે. પ્રશ્નઃ-પ૭“જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીય કર્મનો તફાવત જણાવો.” જવાબઃ- જ્ઞાનાવરણીય કર્મ” દર્શનાવરણીય કર્મ” (૧) વિશેષ બોધને અટકાવે છે. (૧) સામાન્ય બોધને અટકાવે છે. (૨) આંખે બાંધેલા પાટા જેવું છે. (૨) દ્વારપાળ જેવું છે. (૩) જેના ઉદયથી જીવને સાંભળેલું, (૩) જેના ઉદયથી જીવ આંધળો,બહેરો, વાંચેલુ કે અનુભવેલું કાંઈ પણ બોબડો, લંગડો થાય. યાદ ન રહે. પ્રશ્નઃ - ૫૮ “દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીય કર્મમાં શું ફેર ?” જવાબ:- જિનેશ્વર ભગવંતોએ જે પદાર્થો જેવા સ્વરૂપે કહ્યાં છે તે પદાર્થ ૨૫૬ For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેવા જ સ્વરૂપે સ્વીકારવા કે માનવા ન દે તે દર્શનમોહનીયકર્મ કહેવાય. અને જે યથાર્થ આચરણને અટકાવે તે ચારિત્રમોહનીયકર્મ કહેવાય. દર્શનમોહનીય યથાર્થ શ્રદ્ધાને કલુષિત કરે અને ચારિત્રમોહનીય યથાર્થ આચારણને કલુષિત કરે છે. પ્રશ્ન:- ૫૯ “દર્શનાવરણીયકર્મ અને દર્શનમોહનીયકર્મમાં શું તફાવત છે?” જવાબઃ-દર્શનાવરણીયકર્મ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનને ઢાંકે છે. દર્શનમોહનીયકર્મ ક્ષાયિકસમ્યક્ત્વગુણને ઢાંકે છે. દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે અને દર્શનમોહનીયકર્મના ઉદયથી જીવને સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ થતી નથી. દર્શનાવરણીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે અને દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન:- ૬૦ “જેમ ચક્ષુદર્શન કર્મો દ્વારા ઢંકાઇ જતાં, તેના ઉદયને લીધે જીવ જોવાનું કાર્ય કરી શકતો નથી. તેમ સમ્યગ્દર્શન ગુણ સ.મો. કર્મ દ્વારા ઢંકાઇ જતાં જીવને સભ્યશ્રદ્ધા કેવી રીતે થાય?” જવાબઃ-જેમ ચશ્માએ ચક્ષુનું આવરણ ઢાંકણ હોવા છતાં વસ્તુને જોવામાં અવરોધક બનતા નથી પરંતુ સહાયક બને છે. તેથી ચશ્માવાળો વસ્તુને સારી રીતે જોઇ શકે છે. તેમ સમ્યક્ત્વમોહનીયકર્મ સમ્યગ્દર્શનગુણનું આવરણ (ઢાંકણ) છે પણ તે શુદ્ધ કર્માવરણ હોવાથી સભ્યશ્રદ્ધામાં અવરોધક બનતું નથી પણ સહાયક બને છે. તેથી સમ્યક્ત્વમોહનીયકર્મના વિપાકોદય વખતે પણ જીવને સમ્યક્ત્રદ્ધા કે તત્ત્વરૂચિ પ્રગટે છે. = ૧૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ- ૬૧ ‘સમ્યક્ત્વમોહનીયના પુદ્ગલો બીલકુલ શુદ્ધ હોવાથી વિકાર ઉત્પન્ન થતો નથી તેથી આત્મા મુંઝાતો નથી તો ‘‘સમ્યક્ત્વ”ને દર્શનમોહનીય કેમ કહેવાય?’’ જવાબ:- ‘‘અજવાળી તાયે રાત્રિ’’ એ લોકોકિત અનુસારે સમ્યક્ત્વ મોહનીય શુદ્ધ હોવા છતાં પણ મિથ્યાત્વના દલિકો હોવાથી, તેને ‘‘દર્શનમોહનીય’’ કહેવાય છે. વળી, સમ્યક્ત્વમોહનીયના ઉદય વખતે અતિચાર લાગી જાય છે તથા શુદ્ધસમ્યગ્ દર્શનાત્મક ઔપશમિક કે ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. માટે સમ્યક્ત્વને દર્શનમોહનીય કહેવાય છે. ૨૫૭ For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન- ૬૨ “ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકસમ્યકત્વમાં શું ફેર?” જવાબ-ઉપશમસમ્યકત્વ અપૌદ્ગલિક છે. ઉપશમ સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. ' ઉપશમ સમ્યક્ત્વનો અંતર્મુહૂતકાળ પૂરો થયા પછી જો સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તે પૌગલિક છે. સમ્યકત્વમોહનીયનો વિપાકોદય અને મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધી ચતુષ્કનો પ્રદેશોદય હોય છે. તેનો કાળ ૬૬ સાગરોપમ છે. દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તે અપૌદ્ગલિક છે. તેનો કાળ સાદિ અનંત છે. પ્રશ્નઃ- ૬૩ “ક્ષયોપશમસમ્યકત્વ અને ક્ષયોપશમભાવમાં ફેર?” જવાબ:- ક્ષયોપશમસમ્યકત્વ ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી જ હોય છે. ક્ષયોપશમભાવ પહેલા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી હોય છે. ક્ષયોપશમ સમ્યકત્વમાત્રસમ્યદૃષ્ટિને જ હોય છે. ક્ષયોપશમભાવ, સમ્યગ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ બન્નેને હોય છે. પ્રશ્ન- ૬૪ “સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો તફાવત સમજાવો.” જવાબ- મિથ્યાષ્ટિ સમ્યદૃષ્ટિ (૧) લાયોપથમિકભાવનું (૧) લાયોપથમિકભાવનું જ્ઞાન હોય છે. અજ્ઞાન હોય છે. (૨) સર્વજ્ઞકથિત તત્ત્વો પ્રત્યે (૨) સર્વજ્ઞકથિત તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ન હોય. શ્રદ્ધાળુ હોય. (૩) સાંસારિક સુખ-સામગ્રીનાં (૩) મોક્ષપ્રાપ્તિનાં લક્ષ્મપૂર્વક લક્ષ્મપૂર્વક ધાર્મિક ક્રિયા કરે. ધાર્મિક ક્રિયા કરે. (૪) સાંસારિક સુખ સામગ્રી (૪) આત્મિક વિકાસનાં સાધનો મળતાં આનંદ થાય. મળતા આનંદ અનુભવે. (૫) કદાગ્રહી એકાન્તવાદી હોય. (૫) સ્યાદ્વાદષ્ટિવાળો હોય. (૬) શરીર અને આત્માનાં (૬) આત્મા અને શરીરના ભેદજ્ઞાન અભેદભ્રમમાં મુંઝાયેલી હોય. વાળો હોય. ૨૫૮ For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ-૬૫ “જ્ઞાનમાં જેમ જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પડે છે. તેમ દર્શનમાં દર્શન અને અદર્શન એવા બે ભેદ પડે કે નહીં?” જવાબઃ- દરેક ક્ષેય વસ્તુ વિશેષ અને સામાન્યધર્માત્મક હોય છે તેમાં વિશેષ ધર્મનો બોધ કરવો તે જ્ઞાનોપયોગ અથવા સવિકલ્પક-ઉપયોગ કહેવાય અને સામાન્ય ધર્મનોબોધ કરવો તે દર્શનોપયોગ અથવા નિર્વિકલ્પક-ઉપયોગ કહેવાય. સવિકલ્પઉપયોગમાં મિથ્યાપણુ ઘટી શકે છે માટે ત્યાં મિથ્યાપણુ અને સમ્યકપણું એવા બે ભેદને લીધે, જ્ઞાનના (૧) અજ્ઞાન અને (૨) જ્ઞાન એવા બે ભેદ પડે છે. પરંતુ નિર્વિકલ્પક ઉપયોગમાં મિથ્યાપણું હોઈ શકતું નથી માટે દર્શનોપયોગમાં સમ્યફ અને મિથ્થારૂપ ભિન્નતા જ નથી. તેથી દર્શનના (૧) દર્શન અને (૨) અદર્શન એવા બે ભેદ પડતા નથી. પ્રશ્ન-૬૬ “ચારિત્ર મોહનીયકર્મ કોને કહેવાય?” જવાબ:- જેનાથી મોક્ષ તરફ ગતિ થાય અથવા પોતાના જ્ઞાનાદિ ગુણોનો ભોગવટો કરવો તે ચારિત્ર કહેવાય અને તેમાં મુંઝવણ પેદા કરાવનાર કર્મને ચારિત્ર મોહનીયકર્મ કહેવાય. અથવા જે કર્મ સમ્યફ આચારને અટકાવે તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય. પ્રશ્નઃ- ૬૭ “કષાયના ૬૪ ભેદ જણાવો.” ૧ થી ૪, અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૫ થી ૮, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. ૯ થી ૧૨, અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૧૩ થી ૧૬, અનંતાનુબંધી સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૧૭ થી ૨૦, અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ-૪ ૨૧ થી ૨૪, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૨૫ થી ૨૮, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૨૯ થી ૩૨, અપ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૩૩ થી ૩૬, પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૩૭ થી ૪૦, પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૪૧ થી ૪૪, પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૪૫ થી ૪૮, પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૪૯ થી પર, સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૨૫૯ For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩ થી પ૬, સંજવલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. પ૭ થી ૬૦, સંજવલન પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૬૧ થી ૬૪, સંજવલન સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. પ્રશ્નઃ- ૬૮ “સંજવલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તો બાહુબલિને સંજવલનમાનકષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો?” જવાબ:- અહીં સ્થૂલદૃષ્ટિથી (વ્યવહાર નથી) રસની તરતમતાને કારણે કષાયના ફક્ત અનંતાનુબંધી વગેરે ૪ વિભાગ પાડેલા હોવાથી સંજવલનકષાયની સ્થિતિ પંદર દિવસની કહી છે. નિશ્ચયનયથી તો રસની તરતમતાને કારણે કષાયના અસંખ્યાતભેદ થાય છે. તેથી કષાયની સ્થિતિમાં વધઘટ થઇ શકે છે. એટલે બાહુબલીને સંજવલનકષાયની સ્થિતિ પંદર દિવસને બદલે બાર મહિનાની કહી છે અને પ્રસન્ન ચંદ્રરાજર્ષિને અનંતાનુબંધી કષાયની સ્થિતિ જીંદગી સુધીને બદલે અંતર્મુહૂર્તની કહી છે. પ્રશ્નઃ- ૬૯“ક્રોધાદિને રેખાદિની જ ઉપમા કેમ આપી? અન્યની કેમ નહીં ?” જવાબ:- જેમ લીટી દોરવાથી વસ્તુનો ભેદ સ્પષ્ટ સમજાઇ જાય છે. તેમ ક્રોધના ઉદયથી જીવોમાં પરસ્પર પ્રીતિનું અંતર પડી જાય છે. ઐક્યતા = સંપનો નાશ થાય છે. માટે ક્રોધને અન્યની ઉપમા ન આપતા રેખાની ઉપમા આપી છે. જેમ નેતરાદિ વસ્તુ અક્કડ રહે છે તેમ માનકષાયવાળો જીવ અક્કડ રહે છે. માટે માનને અન્ય વસ્તુની ઉપમા ન આપતા નેતરાદિ અક્કડ વસ્તુની ઉપમા આપી જેમ ઇંદ્ર ધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. માટે માયાને અન્ય વસ્તુની ઉપમા ન આપતાં, ઇંદ્ર ધનુષ્યની રેખાદિવક્ર વસ્તુની ઉપમા આપી છે. . જેમ હળદળાદિ વસ્તુ વસ્ત્રમાં રંગીન ડાઘ પાડે છે. વસ્ત્રને રંગી નાખે છે. તેમ રાગ સ્વરૂપ લોભ આત્મારૂપ વસ્ત્રમાં ડાઘ પાડે છે. આત્માને રાગથી રંગી નાંખે છે. માટે લોભને અન્યની ઉપમા ન આપતા હળદળાદિની ઉપમા આપી છે. પ્રશ્ન:- ૭૦ “પ્રીતિરૂપ સુખ અને અપ્રીતિ રૂપ દુઃખ હોવાથી, સુખ દુઃખનો અનુભવ તો વેદનીય કર્મ દ્વારા જ થઇ જાય છે. તો રતિ-અરતિ મોહનીયકર્મને કહેવાની શી જરૂર?” ૨૬૦ For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબ:- શતાવેદનીયકર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય છે અને અશાતા વેદનીયકર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય છે. તે વખતે સુખમાં પ્રીતિરૂપ આનંદ અને દુઃખમાં અપ્રીતિરૂપ ઉદ્વેગનો અનુભવ કરાવનાર રતિ-અરતિ મોહનીયકર્મ છે. જેમ કે - વેદનીયકર્મોદયથી કેવળી ભગવંતને શારીરિક સુખ દુઃખનો અનુભવ થાય છે. પણ ઘાતકર્મોનો ક્ષય કરેલો હોવાથી સુખમાં આનંદ અને દુઃખમાં ઉગ હોતો નથી. માટે સુખ દુઃખનો અનુભવ કરાવનાર વેદનીયકર્મથી સુખમાં આનંદ તેમજ દુઃખમાં ઉગ કરાવનાર રતિ-અરતિ મોહનીયકર્મ જુદુ છે. પ્રશ્નઃ- ૭૧ “કપાઈ, ભંગીને જુગુપ્સા મોહનીયનો ઉદય હોય કે નહીં ?' જવાબ:- કપાઈ, ભંગી વગેરેને જુગુપ્સા મોહનીયનો ઉદય હોય છે.પણ તેઓ આજીવિકાના રાગથી ટેવાઈ ગયેલા હોવાથી વીષ્ટાદિમાં સૂગ ચઢતી નથી. માટે તેઓને જુગુપ્સા મોહનીયનો ઉદય નથી એમ ન સમજવું. પ્રશ્ન - ૭૨ “સિદ્ધ ભગવંતોને ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિકચારિત્ર કેવી રીતે ઘટે? કારણ કે સમ્યગદર્શન = સભ્યશ્રદ્ધા એ માનસિક પરિણામ છે. સિદ્ધોને મન હોતું નથી. માટે ક્ષાયિકસમ્યકત્વ ઘટે નહીં અને ચારિત્ર એટલે અશુભ યોગથી નિવૃત્તિ અને શુભયોગમાં પ્રવૃત્તિ એવો અર્થ થતો હોવાથી યોગરહિત સિદ્ધમાં ક્ષાયિક ચારિત્ર ઘટે નહીં? જવાબ:- ક્ષાયિકસમ્યગદર્શન અને ક્ષાયિકચારિત્રના વ્યવહારિક અને નૈૠયિકએમ બે ભેદ છે. એટલે વ્યવહારિક ક્ષાયિક સમ્યત્વકે ક્ષાયિક ચારિત્રસિદ્ધોને ઘટી શકતું નથી. પરંતુ દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાયના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલો જે વિશુદ્ધ આત્મ પરિણામ તે નૈયિકક્ષાયિકસમ્યક્ત્વ છે અને ચારિત્રમોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથીથયેલીસ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા એનૈશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે એ બને સિધ્ધોમાં ઘટી શકે છે. પ્રશ્ન- ૭૩ “વર્તમાનકાળમાં મનુષ્યનું આયુષ્ય કેટલું હોય?” જવાબઃ- જંબૂઢીપપન્નતિમાં કહ્યું છે કે વર્તમાનકાળમાં મનુષ્યો ઉત્કૃષ્ટથી ૧૨૦ વર્ષનાં આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન:- ૭૪ “ઉપક્રમ એટલે શું? આયુષ્યને કેટલા પ્રકારે ઉપક્રમ લાગે?” જવાબ- “ઉપક્રમ એટલે આયુષ્ય તુટવાનાં નિમિત્તો.” અપવર્તનીય આયુષ્યને સાત પ્રકારે ઉપક્રમ લાગે. ૨૬૧ For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) “અધ્યવસાન (૨) નિમિત્ત (૩) આહાર (૪) વેદના (૫) પરાઘાત (૬) સ્પર્શ અને (૭) શ્વાસોચ્છવાસ. આ સાત પ્રકારે આયુષ્ય તુટે. (૧) અધ્યવસાન (અધ્યવસાય) - ૩ પ્રકારે છે. (૧) રાગ (૨) ભય (૩) સ્નેહ. (૧) અત્યંત રાગ કરવાથી, ભયથી કે સ્નેહથી આયુષ્ય તૂટે છે. દા. ત. એક અતિશય રૂપવાન યુવાનને જંગલમાં ફરતાં તરસ લાગવાથી પાણીની પરબે ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ આપ્યું. પછી સ્ત્રીએ યુવાનને ત્યાં રોકાવાનો આગ્રહ કર્યો પણ યુવાન ચાલતો થયો. સ્ત્રી તેની સામે જોઇ રહી, જ્યારે યુવાન અદશ્ય થયો ત્યારે તે સ્ત્રી તે યુવાન પ્રત્યેના રાગના અધ્યવસાયથી મરણ પામી. (૨) કૃષ્ણને જોઈને સોમિલ બ્રાહ્મણને ભય ઉત્પન્ન થવાથી હૃદયસ્ફોટ થતાં મરણ પામ્યો. (૩) સાર્થવાહ લાંબાકાળે પરદેશથી સ્વઘરે આવી રહ્યો છે. ત્યારે તેના આવ્યા પહેલા મિત્રોએ સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું કે “તમારો પતિ મૃત્યુ પામ્યો છે” એ સમાચારે સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘેર આવ્યો, પત્નીના મૃત્યુની વાત સાંભળી તે જ ક્ષણે તે પણ મૃત્યુ પામ્યો. (૨) દંડ, શસ્ત્ર, અગ્નિ વગેરે નિમિત્તોથી આયુષ્યનો ક્ષય થાય છે. (૩) ઘણું ખાવાથી, ઓછુ ખાવાથી, બીલકુલ આહાર નહીં મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. દા.ત. સંપ્રતિ મહારાજાનો પૂર્વભવનો જીવ દ્રમક અતિ આહારથી મૃત્યુ પામ્યો. (૪) શૂળાદિ રોગની પીડાથી આયુષ્યનો ક્ષય થાય તે વેદના કહેવાય. (૫) ભીંત, ભેખડ કે વીજળી વગેરે પડવાથી આયુષ્યનો ક્ષય થાય તે પરાઘાત કહેવાય. (૬) સર્પાદિના ડંશથી, ઝેરી જંતુ, વિષકન્યા કે ઝેરી સર્પાદિનાં સ્પર્શથી આયુષ્યનો ક્ષય થાય તે સ્પર્શથી ક્ષય થયો કહેવાય. (૭) દમ વગેરેના રોગથી, ઘણા શ્વાસોચ્છુવાસ લેવાથી અથવા ગ્વાસોચ્છવાસ રોકવાથી આયુષ્યનો ક્ષય થાય છે. પ્રશ્ન- ૭૫ “જ્ઞાનાવરણીયાદિ કર્મો અને આયુષ્યકર્મમાં શું તફાવત છે?” A. સજ્જવલાખ નિમિત્તે માદાર વેબ પરાયા છે wાણે માપવાનુ વિહં મારું | (આવશ્યકનિર્યુકિત) ૨૬૨ For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો” “આયુષ્યકર્મ” (૧) જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો (૧) આયુષ્યકર્મ ભવમાં ફક્ત સમયે સમયે બંધાય છે. એક જ વાર બંધાય છે. (૨) ૭ કર્મો રસોદય તથા પ્રદેશોદયથી (૨) માત્ર રસોદયથી ભોગવાય ભોગવાય છે. ' (૩) ૭ કર્મોમાં સ્થિતિ અને રસનો (૩) અપવર્તનીય આયુષ્ય હોય તો વધારો (ઉદ્વર્તના) તેમજ ઘટાડો સ્થિતિનો ઘટાડો (અપવર્તના) (અપવર્તના) થઈ શકે છે. થઈ શકે છે. પરંતુ સ્થિતિનો વધારો (૪) જ્ઞાના૩ ની ઉ0 સ્થિતિ ૩૦, (ઉદ્વર્તના) તો કયારેય થતો નથી. મોહનીયની ઉ0 સ્થિતિ ૭૦, (૪) આયુષ્યની ઉ0 સ્થિતિ ૩૩ નામ. ગોત્રની ઉ0 સ્થિતિ ૨૦ સાગરોપમની છે. કોડાકોડી સાગરોપમની છે.. પ્રશ્નઃ-૭૬ “કયા કયા કષાયોદયમાં જીવ મરે તો ક્યાં ક્યાં જાય?” જવાબઃ- જે કષાયના ઉદયવખતે આયુષ્યબાંધ્ય હોયતે કષાયનો ઉદયજીવને મરતી વખતે આવી જાય એવો નિયમ છે. (૧) અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધાદિ ૪ના ઉદયવખતે જીવ મરે તો નરકમાં જાય. (૨)અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૪ ના ઉદય વખતે જીવ મરે તો તિર્યંચમાં જાય. (૩) અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ૪ના ઉદય વખતે જીવ મરે તો મનુષ્યમાં જાય. (૪) અનંતાનુબંધી સંજ્વલન ક્રોધાદિ૪ના ઉદયવખતે જીવમરતોદેવમાંજાય. (૫)અપ્રત્યાખ્યાનીયઅનંતાનુબંધી ક્રોધાદિ કષાયના ઉદયવખતે મનુષ્ય-તિર્યંચમરે તો દેવમાં જાય અને દેવ-નારકમરે તો મનુષ્યમાં જાય. (૬)પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધાદિ કષાયનાં ઉદયવખતે જીવ મરે તો દેવમાં જાય. (૭)સંજ્વલન અનંતાનુબંધી ક્રોધાદિ કષાયના ઉદયવખતે જીવ મરે તો દેવમાં જાય. પ્રશ્નઃ - ૭૭ “નામકર્મના પ્રકારની ૪ર-૬૭-૯૩-૧૦૩ એમ જુદી જુદી સંખ્યા કેમ બતાવી છે?” જવાબ:- નામકર્મનાં ૪૨ પ્રકારની સંખ્યા દલિકની વહેંચણીમાં, ૬૭ પ્રકારની સંખ્યા બંધ, ઉદય અને ઉદીરણામાં, અને ૯૩ અથવા ૧૦૩, પ્રકારની સંખ્યા સત્તામાં ઉપયોગી થતી હોવાથી નામકર્મ ૪૨, ૬૭, ૯૩, ૧૦૩ એમ જુદા જુદા પ્રકારે બતાવ્યું છે. ૨૬૩ For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નઃ- ૭૮“બંધમાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય નથી તો ઉદયમાં ક્યાંથી આવી?” વાસ્તવિક રીતે તો જે કર્મ બંધાય તેનો જ જીવાત્મા અનુભવ કરી શકે છે. પરંતુ દર્શનમોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય એક જ બંધાય છે પણ ઉદયમાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ-૩ હોય છે. કારણ કે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતાં વિશુદ્ધ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં તરતમભાવે રસ ઘટી જવાથી મિથ્યાત્વમોહનીયનાં દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં શુદ્ધપુંજને સમ્યકત્વમોહનીય, અદ્ધશુદ્ધપુંજને મિશ્રમોહનીય, અને અશુદ્ધ પુજને મિથ્યાત્વમોહનીય કહેવાય છે. એટલે સમ્યક્ત્વમોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન હોવા છતાં ઉપશમસમ્યકત્વની પ્રક્રિયાથી તે બન્ને કર્મ પ્રકૃતિ અસ્તિત્વ (સત્તા) ધરાવતી હોવાથી ઉદયમાં હોય છે. પ્રશ્ન:- ૭૯ “ગતિનામકર્મ અને આયુષ્યકર્મમાં શું ફેર છે?” જવાબ- ગીતનામકમ આયુષ્યકમે (૧) જીવને એક ભવમાંથી બીજા ભવમાં (૧) જીવને એક ભવમાં મર્યાદિત લઈ જાય છે. કાળ સુધી સ્થિર કરી દે છે. (૨) ગતિનામકર્મનો બંધ પ્રતિસમયે (૨) આયુષ્યકર્મ ભવમાં એક જ વાર ચાલુ હોય છે. બંધાય છે. (૩) દેવાદિ ૪ ગતિ પરાવર્તમાનપણે (૩) ચાર આયુષ્યમાંથી કોઇપણ એક (વારાફરતી) બંધાય છે. આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય છે. (૪) ગતિનામકર્મ રસોદય અને (૪) આયુષ્યકર્મ રસોદયથી જ પ્રદેશોદયથી ભોગવાય છે. ભોગવાય છે. (૫) ચારગતિ વારાફરતી બંધાય છે. (૫) જે આયુષ્ય બાંધ્યું હોય તે જ પરંતુ જે આયુષ્યનો ઉદય હોય આયુષ્યનો ઉદય પરભવમાં તે આયુષ્ય પ્રમાણે એક જ ગતિનો થાય છે. વિપાકોદય હોય અને બાકીનો પ્રદેશોદય હોય. (૬) ગતિનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૬) આયુષ્યની સ્થિતિ ૨૦ કોડા કોડી સાગરોપમની છે. ૩૩ સાગરોપમની છે. ૨૬૪ For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન:- ૮૦ “ગતિનામકર્મને લીધે જીવ દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ બની શકે છે તો આયુષ્યકર્મને માનવાની શી જરૂર?” જવાબઃ-ગતિનામકર્મને લીધે જીવ દેવ, નરક, તિર્યચ, મનુષ્ય બની શકે છે. પરંતુ આયુષ્યકર્મ ન હોય તો જીવ એક સમય પણ દેવાદિ અવસ્થામાં સ્થિર થઈ શકતો નથી. કારણ કે ગતિનામકર્મ તો માત્ર દેવાદિ અવસ્થા (પર્યાય) જ પ્રાપ્ત કરાવી આપે છે. પણ દેવાદિ અવસ્થામાં જીવને મર્યાદિતકાળ સુધી સ્થિર રાખવાનું કામ તો આયુષ્યકર્મ કરે છે માટે આયુષ્યકર્મને માનવું ખાસ જરૂરી છે. પ્રશ્નઃ- ૮૧ “ગતિનામકર્મસુખદુઃખના ઉપભોગનું નિયામક છે. તોવેદનીયકમને માનવાની શી જરૂર?' જવાબ-ગતિનામકર્મને કારણે જીવ સુખદુઃખનો ભોગવટો કરી શકાય તેવા દેવલોકાદિને વિષે માત્ર દેવાદિ અવસ્થા (પર્યાય)ને પ્રાપ્ત કરે છે. પરંતુ સુખદુઃખનો અનુભવ કરી શકતો નથી. કારણ કે સુખદુઃખનો અનુભવ કરાવનારૂ તો વેદનીયકર્મ છે. માટે વેદનીયકર્મને માનવું આવશ્યક છે. પ્રશ્ન :- ૮૨ મનુષ્ય અને તિર્યંચની જેમ દેવ, નારકી પ્રત્યક્ષ દેખાતા નથી તો, તેઓ “છે” એમ કેમ મનાય? જવાબ- મનુષ્ય અને તિર્યંચભવમાં પુણ્ય અને પાપના ફળનો ભોગવટો જીવ મર્યાદિત પ્રમાણમાં જ કરી શકે છે. ત્યાં ઉગ્રપુણ્ય કે ઉગ્રપાપ ભોગવી શકાતું નથી. કોઈ મનુષ્ય ઉગ્રપુણ્ય કરે તો પણ તેને માનવભવમાં રાજ્ય પ્રાપ્તિથી વધારે સુખ મળતું નથી. માટે “ઉગ્ર પુણ્યને ભોગવવાનું જે સ્થાન તે સ્વર્ગ છે” અને કોઈ મનુષ્ય ગમે તેટલા ખૂન કરે તો પણ તેને માનવભવમાં ફાંસીથી વધુ સજાની શક્યતા નથી. માટે “ઉગ્ર પાપને ભોગવવાનું જે સ્થાન તે નારક છે.” વળી, “જે વસ્તુ દેખાય, તે હોય અને જે દેખાય, તે નહોય”એવું માનશો તો તમે તમારા ત્રીજી કે ચોથી પેઢીના વડીલોને જોયા નથી. તેથી “તેઓ પણ ન હતા એમ જ માનવું રહ્યું ! પરંતુ એમ મનાતું નથી. જેમ જીવંત વડીલોના કથનથી અતીત ત્રીજી કે ચોથી વગેરે પેઢીના વડીલોને સ્વીકારો છો. તેમ સર્વજ્ઞ મહાત્માઓના વચનથી દેવનારકો ન દેખાતા હોવા છતાં દેવ નારકો છે એમ માનવું જોઈએ. પ્રશ્ન :- ૮૩ જાતિનામકર્મથી શેની પ્રાપ્તિ થાય? જવાબ :- જાતિનામકર્મથી ઇન્દ્રિયો મળતી નથી. કારણ કે અંગોપાંગાદિનામકર્મથી દ્રવ્યન્દ્રિયો મળે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિય મળે છે. ૨૬૫ For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે જાતિનામકર્મ ઇન્દ્રિય પ્રાપ્તિનું કારણ નથી. પરંતુ હીનાધિકચૈતન્યની પ્રાપ્તિનું કારણ છે. જ્યારે જીવ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવે છે. ત્યારે ચેતનાશક્તિ એકદમ ઘટી જાય છે. અને જ્યારે જીવ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં જાય છે. ત્યારે ચેતનાશક્તિ એકદમ વધી જાય છે. એટલે જાતિનામકર્મના ઉદયથી જીવને હીનાધિક ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન - ૮૪ ચૈતન્યની પ્રાપ્તિ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી થાય છે. તેથી જાતિનામકર્મને માનવાની શી જરૂર છે? જવાબ:- ચૈતન્યની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ છે. પરંતુ તે ક્ષયોપશમનું કારણ જાતિનામકર્મ છે. કારણ કે જ્યારે જીવ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવે છે. ત્યારે એકેન્દ્રિયજાતિનામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એકદમ મંદ પડી જાય છે. અને જ્યારે જીવ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં જાય છે ત્યારે પંચેન્દ્રિયનામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ એકદમ વધી જાય છે. માટે ચૈતન્યની હીનાધિક પ્રાપ્તિનું કારણ જાતિનામકર્મ કહ્યું છે. માટે જાતિનામકર્મને અવશ્ય માનવું જોઇએ. પ્રશ્નઃ- ૮૫ “ઔદારિક વર્ગણા, દારિક શરીર અને ઔદારિક શરીર નામકર્મમાં શું તફાવત છે?” જવાબ-લોકમાં એકેક છુટા પુલ પરમાણુઓ અનંત છે. તે અનંત પરમાણુઓનો જે વર્ગ તે પ્રથમવર્ગણા કહેવાય. દ્વિપ્રદેશી ઢંધોનો જે વર્ગ તે દ્વિતીયવર્ગણા કહેવાય એ પ્રમાણે એકેક પરમાણુ વધારતા વધારતા છેવટે અનંત પરમાણુના બનેલા સ્કંધોનો જે વર્ગ તે અનંતમીવર્ગણા કહેવાય. પ્રથમવર્ગણાથી માંડીને અનંતમી વર્ગણાસુધીની જે અનંત વર્ગણાઓ થઈ તે સર્વેનો એક વિભાગમાં સમાવેશ કરીને તેને પ્રથમ મહાવર્ગણા કહે છે. તેમાં રહેલા પુદ્ગલ સ્કંધોને જીવ ગ્રહણ કરી શકતો નથી માટે તે “અગ્રહણયોગ્ય પ્રથમ મહાવર્ગણા” કહેવાય. અગ્રહણ યોગ્ય છેલ્લી વર્ગણામાં જે અનંત પરમાણુઓના બનેલા સ્કંધો છે. તેમાં એક પરમાણુ ઉમેરવાથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશીથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ થાય તેટલા પરમાણુઓના બનેલા સ્કંધોનો જે વર્ગ તે “ગ્રહણયોગ્ય પ્રથમવર્ગણા” કહેવાય. એમાં એકેક પરમાણુ વધારતા વધારતા છેવટે અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધોનાં વર્ગની જે ગ્રહણયોગ્ય છેલ્લી વર્ગણા સુધીની અનંત વર્ગણાઓ થઈ તે સર્વેનો બીજા વિભાગમાં સમાવેશ કરીને For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને “ગ્રહણયોગ્ય દ્વિતીય મહાવર્ગણા” કહે છે. તેમાં રહેલા પુદ્ગલ સ્કંધો જીવને દારિક શરીર બનાવવામાં ઉપયોગી થતાં હોવાથી તે “ગ્રહણયોગ્ય દારિક વર્ગણા” કહેવાય છે. દારિક શરીર નામકર્મના ઉદયથી જીવ દારિક શરીરને યોગ્ય પુગલ સ્કંધોને ગ્રહણ કરીને દારિક શરીર બનાવે છે. માટે “ઔદારિક શરીરને યોગ્ય પુગલ સ્કંધોનું બનેલું જે શરીર તે ઔદારિક શરીર કહેવાય છે.” તેનું કારણ ઔદારિકશરીરનામકર્મ છે. જે કર્મના ઉદયથી જીવ દારિક પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરીને દારિક શરીર રૂપે પરિણમાવે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય.” દારિક શરીરનું ઉપાદાન કારણ ઔદારિક વર્ગણા છે અને નિમિત્તકારણ ઔદારિકશરીરનામકર્મ છે. એમ ત્રણેમાં ફરક છે. પ્રશ્નઃ- ૮૬ “ક્યું શરીર, કઈ ગતિમાં જીવને ક્યાં સુધી હોય?” મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવને ઔદારિક શરીર હોય છે અને દેવગતિ તથા નરકગતિમાં જીવને ક્રિય શરીર હોયછે. દારિક શરીર અને વૈક્રિય શરીર જીવને જન્મકાળથી માંડીને મરણ સુધી હોય છે. આ બન્ને શરીર જીવની સાથે કાયમી રહેતા નથી. સંસારીજીવ એક ભવમાંથી છુટીને બીજા ભવમાં જાય છે. ત્યારે દારિક શરીર અને વૈક્રિય શરીર મરણ સ્થાને મૂકીને જાય છે પછી ઉત્પત્તિસ્થાને નવું શરીર બનાવે છે તથા આહારક શરીર તો ચૌદપૂર્વધર આહારક લબ્ધિધારી પ્રમત્ત મુનિ મહારાજાને મનુષ્યગતિમાં માત્ર અંતર્મુહૂતકાળ સુધી જ હોય છે. તેજસ શરીર અને કાર્યણશરીર તો જીવને અનાદિકાળથી વળગેલું છે. તેથી તે ચારગતિમાં હોય છે. જ્યારે તેજસશરીર અને કાર્મણશરીરનો વિયોગ થાય છે ત્યારે જીવ મોક્ષમાં પહોંચી જાય છે. પ્રશ્ન - ૭૮ “એક જીવને એકી સાથે કેટલા શરીર હોય?” જવાબ-સંસારીજીવો પૈકી કોઇપણ એક જીવને વિગ્રહગતિમાં તેજસ શરીર અને કાર્મણશરીર હોય છે. મનુષ્ય કે તિર્યંચને તેજસશરીર + કાર્મણશરીર + ઔદારિક શરીર એ ત્રણ હોય છે તથા દેવ-નારકીને તૈજસશરીર + કાર્મણશરીર +વૈક્રિયશરીર એ ત્રણ હોય છે. લબ્ધિધારી મનુષ્ય કે તિર્યંચ જ્યારે ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે કાશ૦ + તે શ૦ + ૦ શ0 + વૈ૦ શ0 એ ચાર હોય છે. આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મહાત્મા જ્યારે આહારક શરીર બનાવે છે ત્યારે તેમને કોઇ ૨૬૭ For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ૦ + તે શ૦ + દ શ +આઈ શ0એ ૪ શરીર એકીસાથે હોય છે. આ પ્રમાણે એક જીવને એકીસાથે ઓછામાં ઓછા બે શરીર અને વધુમાં વધુ ચાર શરીર હોય પ્રશ્નઃ - ૮૮ એક જીવને એકીસાથે પાંચ શરીર કેમ ન હોય?” જવાબ:- એક જીવને એકીસાથે પાંચ શરીર ન હોય. કારણ કે આહારકલબ્ધિધારી મુનિને વૈક્રિયલબ્ધિ હોઇ શકે પરંતુ તે બન્ને લબ્ધિનો ઉપયોગ એકસાથે ન કરી શકે કારણ કે વૈક્રિયશરીર વિકુવ્ય પછી જીવને અવશ્ય પ્રમતભાવ હોય છે અને આહારક શરીર વિદુર્ગા પછી શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્તભાવ આવી જાય છે. પ્રમતભાવ અને અપ્રમતભાવ બન્ને એકસાથે ન હોય તેથી વૈક્રિય શરીર અને આહારકશરીર બન્ને એકસાથે ન હોય. માટે એક જીવને એકસાથે વધુમાં વધુ ચાર શરીર જ હોય પણ પાંચ શરીર ન હોય. પ્રશ્ન :- ૮૯ “અંગોપાંગ” શબ્દની સંધિ છુટી પાડવામાં આવે તો અંગ અને ઉપાંગ એમ બે જ પદો નીકળી શકે છે તો અહીં “અંગોપાંગ” એક શબ્દમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણ પદ કેવી રીતે નીકળી શકે ? ઉત્તર :- માનિ વ ૩૫ાનિ વતિ ગોપાનિ એ પ્રમાણે પહેલા ઇતરેતર દ્વન્દ્ર સમાસ થાય અને પછી પાન ૨ પાન એમ એક શેષ સમાસ થયેલો છે. માટે “અંગોપાંગ” એક જ શબ્દમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણ પદો નીકળી શકે છે. પ્રશ્ન:- ૯૦ પાંચ શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ ૨૬ રીતે થતું હોવાથી, બંધન કુલ ૨૬ પ્રકારે થાય ને? તો અહીં બંધન કુલ ૧૫ કેમ કહ્યા? જવાબઃ-શરીરને યોગ્ય પુલોનું પરસ્પર જોડાણ ૧૫ રીતે થઈ શકે છે. તેથી વધુ રીતે ન થાય. કારણ કે મનુષ્ય જ્યારે ઉ.વૈ. શ. કે આહારકશરીર બનાવે છે. ત્યારે મૂળ શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળીને વૈ. શ. કે આ. શિ. ને યોગ્ય પુગલો ગ્રહણ કરીને મૂળશરીરથી ભિન્ન ઉ. વૈ. શ. કે આ. શિ. બનાવે છે. માટે ઓ. શ..વૈ. શ. કે આ. શિ. ને યોગ્ય પુદ્ગલપિંડનું પરસ્પર જોડાણ થવાનો સંભવ જ નથી. તેથી બંધન કુલ ૧૫ પ્રકારે જ થાય છે. A. आहारकद्विकस्य पुनरपूर्वकरणे बन्धस्योदयस्य चाप्रमत्तसंयते व्यवच्छेद इति । [કમ્મપયડી ઉપાધ્યાય યશોવિજય મ. ની ટીકામાં બંધનકરણ ગાથા. ૧] ૨૬૮ For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન:-૯૧ “સંઘાતન નામકર્મને માનવાની શી જરૂર છે? કારણ કે ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી જ પુગલસ્કંધોનું ગ્રહણ થતું હોવાથી, તેનાથી (ઔદારિકાદિ શરીર નામકર્મથી) જ ઔદારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલો એકઠા થઈ જાય છે. માટે સંઘાતન નામકર્મને માનવાની જરૂર નથી.” જવાબ:- સંવાતને નામકર્મનું કાર્ય માત્ર પુદ્ગલોને એકઠી કરવાનું જ નથી. પણ ઔદારિકાદિ શરીરની લંબાઇ, પહોળાઇ અને જાડાઇ પ્રમાણે દારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધોનો પિંડ બનાવવાનું છે. જેમ કુંભાર એક જગ્યાએ માટીનો ઢગલો કરી દે તો એટલા માત્રથી માટીનો ઘડો તૈયાર થઈ જતો નથી. પરંતુ ઘડાને યોગ્ય માટીને પિંડ બનાવીને ચાકડા ઉપર ચઢાવવામાં આવે તો ઘડો તૈયાર થાય છે. એ રીતે, ઔદારિકાધિશરીરનામકર્મોદયથી દારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલસ્કંધોનો ઢગલો તો થઈ જાય છે. પણ ઢગલો થવા માત્રથી દારિકાદિ શરીરને યોગ્ય પુગલપિંડ તૈયાર થઈ જતો નથી. કેમ કે દારિકાશિરીરનામ કર્મોદયથી ઔદારિકાદિ પુદ્ગલો ગ્રહણ કર્યા પછી પર્યાપ્તિનામકર્મોદયથી તેને દારિકાદિ શરીર રૂપે પરિણાવીને, સંઘાતન નામકર્મથી ઔદારિકાદિ શરીરની રચનાનુસારે પુગલપિંડ તૈયાર થાય છે. તેથી સંવતન નામકર્મ માનવું જરૂરી છે. પ્રશ્ન:- ૯૨ “જેમ પંદર બંધન થાય છે તેમ પંદર સંઘાતન કેમ ન થાય? કારણ કે સંઘાતિત = એકઠી થયેલી વસ્તુનો જ સંબંધ થઈ શકે. જેમકે, બે પત્થર જો એકઠા કર્યા હોય તો જ, તેઓનો વજલેપ અથવા રાળ આદિથી સંબંધ કરી શકાય. માટે ૧૫ સંઘાતનો માનશો તો જ પંદર બંધન માની શકાશે.” જવાબ:- આ વાત સાચી છે. પરંતુ જેમ લોકમાં સ્વજાતિનો સ્વજાતિની સાથે જે સંયોગ થાય છે તે જ શુભ અને કુલીન મનાય છે. વિજાતીય સંયોગ અશુભ મનાય છે. તેમ સજાતીય પુગલનો જે સંયોગરૂપ સંઘાત થાય છે તે જ શુભ મનાય છે. એટલે સજાતીય સંયોગનું પ્રાધાન્ય જણાવવા માટે પાંચ જ સંઘાતન કહ્યાં છે. પ્રશ્ન- ૩ “જે પુદ્ગલોમાંથી શરીર તૈયાર થાય છે. તે પુદ્ગલો તો વર્ણાદિ ચતુષ્કસહિત જ હોય છે. તો પછી શરીર બાંધતી વખતે વર્ણાદિ નામકર્મને માનવાની શી જરૂર છે?” જવાબ-વર્ણાદિ એ પુગલનું લક્ષણ હોવાથી પરમાણુ કે સ્કંધમાં વર્ણાદિ ચતુષ્ક હોય જ છે. કયારેય પરમાણુ વર્ણાદિ ચતુષ્ક વિનાનો હોતો નથી. એટલે જીવે શરીર નામકર્મોદયથી જે પુદ્ગલ સ્કંધો ગ્રહણ કર્યા છે. તેમાં વર્ણાદિ ચતુષ્ક હોય જ છે. ૨૬૯ For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ સદાકાળને માટે પુગલમાં જે વર્ણાદિ હોય તે જ રહે, તેમાં ફેરફાર ન થાય એવુ નથી જુદા જુદા નિમિત્તો મળતાં પુદ્ગલમાં વર્ણાદિનો ફેરફાર થઈ શકે છે. દા.ત. જેમ કાચી કેરીમાં લીલોવર્ણ, ખાટો રસ, સુગંધ અને કઠણ સ્પર્શ હોય છે. તેને ઘાસમાં પકાવવાથી પીળોવર્ણ, મીઠો રસ, મૃદુસ્પર્શ, ઉત્પન્ન થાય છે. તેમ જીવે ગ્રહણ કરેલાં પુદ્ગલ સ્કંધો શરીર રૂપે પરિણામ પામે છે. ત્યારે તેમાં વર્ણાદિ ચતુષ્કનો ફેરફાર થઈને તે તે ચોક્કસ વર્ણવાળુ જીવનું શરીર બને છે. તેનું કારણ વર્ણાદિ નામકર્મ હોવાથી વર્ણાદિ નામકર્મને માનવું આવશ્યક છે. પ્રશ્ન-૯૪“દશવૈકાલિકાદિમાં સિંધાલુણાદિમાં રહેનાર લવણ રસને છોરસ માનેલો છે તો અહીં કેમ નહી?” જવાબઃ- સર્વ ખાદ્ય ચીજો લુણ (લવણ) નાંખવાથી સ્વાદિષ્ટ બને છે. માટે લોકો તેને મીઠું કે સબરસ” કહે છે. એટલે લવણ રસ એ સર્વરસનો અનુયાયી હોવાથી, તેને દશવૈકાલિકાદિ ગ્રન્થમાં અલગ છઠ્ઠારસ તરીકે માનેલો છે. પરંતુ લવણરસ એ મધુરાદિ રસજન્ય હોવાથી કર્મગ્રન્થકારે જુદો માન્યો નથી. પ્રશ્નઃ - ૯૫ “વિગ્રહગતિમાં વર્તતા જીવને કર્મબંધ ચાલુ હોય કે નહી?” જવાબ:- વિગ્રહગતિમાં વર્તતા જીવને પણ પ્રત્યેક સમયે આયુષ્ય સિવાય સાત કર્મનો બંધ ચાલુ જ હોય છે. પણ આયુષ્ય ન બંધાય કારણે કોઈપણ જીવ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે પછી જ આયુષ્યકર્મ બાંધી શકે છે. માટે વિગ્રહગતિમાં આયુષ્ય સિવાય સાત કર્મોનો બંધ ચાલુ જ હોય છે. પ્રશ્નઃ-૯૬ “શાસ્ત્રમાં સર્વલબ્ધિઓ ક્ષાયોપથમિકી કહી છે. તો શ્વાસોચ્છવાસ લબ્ધિને ઔદયિકી (કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી) કેમ કહો છો?” જવાબઃ-શાસ્ત્રમાં સર્વ લબ્ધિઓ ક્ષાયોપથમિકી કહી છે છતાં કોઇ કોઇ લબ્ધિઓ ઔદયિકી પણ છે. કારણ કે કેટલીક લબ્ધિઓ એવી છે કે જેમાં કર્મનો ઉદય માનવો જ પડે. કર્મના ઉદય વિના લોકમાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણાવી શકાતા નથી. જેમ આહારક લબ્ધિધારી મુનિને આહારક શરીર બનાવવું હોય ત્યારે આહારશરીરકનામકર્મોદયથી જીવ સ્વાવગાઢ ક્ષેત્રમાંથી પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને આહારકશરીર રૂપે પરિણાવે છે. તેમ શ્વાસોચ્છવાસલબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી શ્વાસોચ્છવાસને યોગ્ય પુગલો ગ્રહણ કરીને, શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે છે. માટે આહારકલબ્ધિની જેમ શ્વાસોચ્છવાસ ૨૦૦ For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લબ્ધિ પણ ઔદયિકી છે. જો કે તેમાં વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ નિમિત્તકારણ છે કારણ કે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમ વિના લબ્ધિ ફોરવી શકાતી નથી. તેથી તે ઔદયિકી હોવા છતાં ક્ષાયોપથમિક કહેવામાં કાંઈ વાંધો નથી. પ્રશ્ન-૯૭ “થ્વાસોચ્છુવાસ લબ્ધિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પ્રાણ એ ત્રણેમાં શું તફાવત છે?” જવાબઃ- શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસલબ્ધિવાળો હોય છે અને શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલ સ્કંધો ગ્રહણ કરીને, તેને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવીને, અવલંબીને છોડી મૂકવાની જે શક્તિ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય અને શ્વાસ લેવા મૂકવાની જે ક્રિયા તે શ્વાસોચ્છવાસપ્રાણ કહેવાય. પ્રશ્ન:- ૯૮ “આતપ નામકર્મનો ઉદય અગ્નિના જીવોને કેમ ન હોય? કારણ કે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોની જેમ અગ્નિનો પ્રકાશ પણ ઉષ્ણ તો છે જ ને?” જવાબ:- અગ્નિ એ સ્વયં ઉષ્ણ છે અને બીજાને ગરમી આપે છે. જ્યારે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નો સ્વયં ઉષ્ણ નથી પણ તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી તે જગતને ઉષ્ણતા = ગરમી આપે છે. માટે તેમાં આપ નામકર્મનો ઉદય માન્યો છે અને અગ્નિમાં આપ નામકર્મનો ઉદય માન્યો નથી. પ્રશ્નઃ- ૯૯ “તો પછી, અગ્નિના જીવો ગરમી અને પ્રકાશ આપે છે તેનું શું કારણ?” જવાબ-ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી અગ્નિના જીવો ગરમી આપે છે અને લાલવર્ણ નામકર્મના ઉદયથી પ્રકાશ આપે છે એટલે ઉષ્ણસ્પર્શ અને લાલવર્ણ નામકર્મને લીધે અગ્નિના જીવોનું શરીર ગરમી અને પ્રકાશમય છે. પણ આતપ નામકર્મના ઉદયથી અગ્નિના જીવોનું શરીર ગરમી અને પ્રકાશમય નથી. પ્રશ્નઃ- ૧૦૦“સેંકડો માઈલ દૂર રહેલો સૂર્યનો પ્રકાશ જો પૃથ્વીને ધગધગતી બનાવી દે છે તો સૂર્યના વિમાનમાં દેવો કેવી રીતે રહી શકતા હશે?” જવાબ-સૂર્યના વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોનું પોતાનું શરીર ઠંડું છે. પણ તેનો પ્રકાશ ઉષ્ણ છે. વળી તે પ્રકાશ જેમ જેમ વધારે દૂર દૂર ફેંકાય છે તેમ તેમ ગરમીનો વધારેને વધારે અનુભવ કરાવે છે. માટે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને ધગધગતી બનાવે છે. પરંતુ સૂર્યના વિમાનની અંદર જે મણિરત્નો ૨૭૧ For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોતો નથી. તેથી સૂર્યના વિમાનમાં રહેલા સૂર્યદેવને ગરમી લાગતી નથી. તેથી સૂર્યના વિમાનમાં સૂર્યદેવ વગેરેને રહેવામાં કાંઈ જ વાંધો નથી. પ્રશ્ન:- ૧૦૧ ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર ઉદ્યોતને કરે છે. એમ કહે તો શું વાંધો? મૂળગાથામાં “મનુષ્ય પ્રકાશ” શબ્દને મૂકવાની શી જરૂર છે? જવાબઃ- જો ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે છે. એમ ન કહેતો અગ્નિ પણ ઉષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે છે. તેથી અગ્નિના જીવોમાં ઉદ્યોત નામકર્મનો ઉદય ઘટી જાય. પરંતુ અગ્નિના જીવોનું શરીર ઉદ્યોતને કરતું હોવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરતુ હોવાથી તેમાં ઉદ્યોત નામકર્મનો ઉદય ઘટી શકતો નથી. એવુ જણાવવા માટે મૂળગાથામાં અનુષ્ણ પ્રકાશ શબ્દ મૂકેલો છે. પ્રશ્ન:- ૧૦૨ અગુરુલઘુનામકર્મથી સર્વે જીવોનું શરીર સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે તેવું હોવું જોઈએ પરંતુ કેટલાક જીવોનું શરીર ભારે હોય છે તો કેટલાક જીવોનું શરીર હલકું હોય છે તેનું શું કારણ? જવાબ:- અગુરુલઘુનામકર્મનો સંદરસોદય હોય તો જીવને ગુરુ કે લઘુ શરીરની પ્રાપ્તિ થાય છે અને જો અગુરુલઘુનામકર્મનો તીવરસોદય હોય તો સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય છે. અને ક્યારેક એકદમ ચરબી વધી જવાથી કે સોજા આવી જવાથી શરીર ભારે લાગે છે. તેનું કારણ અશાતાવેદનીયકર્મ છે. પ્રશ્ન:- ૧૦૩ “જે તીર્થની સ્થાપના કરે તે તીર્થકર એમ કહ્યું છે તો તીર્થ કોને કહેવાય?” જવાબ:-“તીર્થત નવસમુદ્રોનેનતિ તીર્થમ્” જેનાથી સંસાર સમુદ્ર તરાયતે તીર્થ કહેવાય. મુખ્યતયા દ્વાદ્ધશાંગી રૂપ જિન પ્રવચન તીર્થ કહેવાય છે. તે નિરાધાર ન રહી શકે માટે તેના આધારભૂત જે સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તે તીર્થ કહેવાય. પ્રશ્ન- ૧૦૪ “બાદર નામકર્મ જીવવિપાકી પ્રકૃતિ હોવાથી તે શરીર ઉપર વિપાક કેમ બતાવી શકે?” જવાબઃ- જે જીવવિપાકી પ્રકૃતિ હોય તે કેવળ જીવ ઉપર જ અસર કરે અને શરીર ૨૭૨ For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર અસર ન જ કરે એવો કોઈ નિયમ નથી જીવવિપાકી શરીર ઉપર પણ અસર કરી શકે છે. જેમ ક્રોધ એ જીવવિપાકી પ્રકૃતિ છે છતાં ક્રોધના ઉદયે શરીરનું તાપી જવું, લાલચોળ આંખો થવી, ભૃકુટી ચઢવી, દાંત કચરવા વગેરે અસર શરીર ઉપર પણ થાય છે. તેમ બાદર નામકર્મ જીવવિપાકી હોવા છતાં શરીર ઉપર અસર કરે છે. તેથી બાદર જીવોના એક અથવા અસંખ્ય શરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. પણ સૂક્ષ્મ જીવોના અસંખ્ય શરીરનો પિંડચક્ષુગ્રાહ્ય થતો નથી. પ્રશ્ન - ૧૦૫ “શરીર પર્યાપ્તિથી જ શરીર તૈયાર થાય છે તો શરીર નામકર્મને માનવાની શી જરૂર?” જવાબઃ- શરીર નામકર્મનું કાર્ય માત્ર ઔદારિકાદિ શરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરવાનું છે અને શરીર પર્યાપ્તિનું કાર્ય તો શરીર યોગ્ય પુદ્ગલોને શરીર રૂપે પરિણાવવાનું છે. એટલે કાર્યના ભેદથી બન્ને અલગ હોવાથી બન્નેને માનવા જોઈએ. જો શરીર નામકર્મને માનવામાં ન આવે તો શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ ન થાય એટલે શરીર બાંધવાના મૂળભૂત તત્ત્વો જ ન મળે તો શરીર પર્યાપ્તિ દ્વારા શરીર કેવી રીતે તૈયાર થાય?માટે શરીર નામકર્મને અવશ્ય માનવુ જોઈએ. વળી, શરીર પર્યાપ્તિને માનવામાં ન આવે તો શરીર નામકર્મોદયથી ગ્રહણ કરેલ શરીર યોગ્ય પુદ્ગલોનો ઢગલો એમ ને એમ પડયો રહે. પણ શરીર પર્યાપ્તિ વિના શરીર ન બને માટે શરીરપર્યાપ્તિનામકર્મને અવશ્ય માનવુ જોઇએ. પ્રશ્ન- ૧૦૬ “શ્વાસોચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોચ્છવાસની શક્તિ પ્રાપ્ત થાય છે તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિને માનવાની શી જરૂર છે?” જવાબ:- શ્વાસોચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે પણ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વિના તેના પરિણામોદિ વ્યાપાર થઈ શકતો નથી માટે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ માનવી જોઇએ. પ્રશ્ન-૧૦૭“પ્રિય વ્યક્તિનાપગાદિ કોઇપણ અવયવોનો સ્પર્શ સારો લાગતો હોવાથી ત્યાં શુભ નામકર્મ ઘટી શકે ને?” જવાબ- સ્ત્રી વગેરે રાગી માણસોના પગાદિનો સ્પર્શ મોહની ઘેલછાને કારણે સારો લાગે છે. પણ પગાદિ અવયવોમાં શુભપણુ ઉત્પન્ન થતું નથી માટે ત્યાં શુભનામકર્મ ન ઘટે. પ્રશ્નઃ- ૧૦૮ “આગમમાં આમ્ર, નિંબ વગેરે વૃક્ષોનાં મૂલ, શાખાદિ દરેક ૨૭૩ ૧૮ For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવયવો અસંખ્યાત જીવયુક્ત કહ્યાં છે. પરંતુ તે મનુષ્યની જેમ અખંડ એક શરીરવાળા જણાય છે. તો તેમને પ્રત્યેક નામકર્મનો ઉદય કેમ કહી શકાય?કેમ કે દરેક જીવનું ભિન્ન ભિન્ન શરીર દેખાતું નથી.” જવાબ-આંબાદિ વૃક્ષનાં મૂલાદિકમાં રહેલા અસંખ્યાત જીવોમાં દરેકના શરીર જુદા જુદા છે. પરંતુ જેમ તલ સાંકળીમાં દરેક તલ જુદા જુદા હોવા છતાં સાકરની ચીકાશને કારણે બધા તલ એક પદાર્થમાં એકત્રિત થયેલા જણાય છે. તેમ આંબાદિ વૃક્ષના મૂલાદિકમાં દરેક જીવનાં શરીર જાદા જુદા હોવા છતા પ્રબળ રાગદ્વેષના પરિણામથી બંધાયેલ પ્રત્યેકનામકર્મના ઉદયથી તે સર્વ શરીરો પરસ્પર સંયુકત થયેલા છે. તેથી દરેક જીવનાં શરીર જુદા જુદા હોવા છતાં એક શરીર જેવું લાગે પ્રશ્ન:- ૧૦૯સાધારણનામકર્મના ઉદયવાળા એક શરીરધારી અનંતજીવોના જન્મ, મરણ અને શ્વાસોચ્છવાસ એકી સાથે અને એક સરખી રીતે થાય છે તેથી તે સર્વે જીવોનો કર્મબંધ પણ સરખો જ થાય ને? જવાબ:- એકશરીરધારી અનંતજીવો એક સરખો કર્મબંધ કરતા નથી. કારણ કે તે સર્વે જીવોનું ઔદારિક શરીર એક હોવા છતાં તેજસશરીર, કાર્મણશરીર અને આત્મિક પરિણામો (અધ્યવસાયો) જુદા જુદા હોય છે, તેથી તે દરેક જીવો એક સરખો કર્મબંધ કરતાં નથી. એટલે ત્યાંથી મરીને કોઈ જીવ બાદરપૃથ્વીકાયાદિમાં જન્મે છે. અને કોઈ જીવ પાછો ત્યાંને ત્યાં જ જન્મે છે. પ્રશ્ન ૧૧૦ - સૌભાગ્ય, આદેય અને યશનામકર્મમાં શું તફાવત છે? જવાબઃ- જે કર્મના ઉદયથી જીવે કોઇના ઉપર બીલકુલ ઉપકાર કર્યો હોવા છતાં સર્વલોકોને પ્રિય લાગે તે સુભગનામકર્મ. જે કર્મના ઉદયથી જીવનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોકો માન્ય કરે તે આદેયનામકર્મ. જે કર્મના ઉદયથી દાનાદિ કાર્યોથી જીવની પ્રશંસા થાય તે યશકીર્તિનામકર્મ. પ્રશ્ન :- ૧૧૧ તીર્થકર ભગવંતોને સૌભાગ્ય અને આદેયનામકર્મનો ઉદયહોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીઓ તેમના પ્રત્યે દ્વેષ કેમ કરે છે? જવાબ : જેમ સૂર્યનો પ્રકાશ ઘુવડ જોઈ શકતો નથી તેમાં ઘુવડનો દોષ છે. જ્યારે વરસાદ વરસે ત્યારે જવાસો સુકાય છે. તેમાં જવાસી વનસ્પતિનો દોષ ૨૭૪ For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેમ તીર્થકર ભગવંતો સૌભાગ્ય અને આદેયનામકર્મવાળા હોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીને પ્રિય લાગતા નથી. તેમનું વચન અહિતકારી લાગે છે. તેમાં અભવ્યો અને મિથ્યાત્વીનો દોષ છે, તેઓ ગાઢ મિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી તેમને તીર્થકર ભગવંત ઉપર દ્વેષભાવ થયા કરે છે. પ્રશ્ન- ૧૧૨ “વ્યવહારિક દૃષ્ટિએ અને નૈયિક દૃષ્ટિએ અંતરાયકર્મમાં શું તફાવત પડ્યો?” જવાબ-વ્યવહારિકનયથી અંતરાયકર્મ દાનાદિને યોગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી. જ્યારે નૈૠયિકનયથી અંતરાયકર્મ દાનાદિક કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી. વ્યવહારિક દષ્ટિએ અંતરાયકર્મના ક્ષયોપશમથી દાનાદિને યોગ્ય સાધન સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને નૈૠયિક દૃષ્ટિએ અંતરાયકર્મનાં યોપશમથી દાનાદિક કાર્ય કરવાના પરિણામ જાગૃત થાય છે. પ્રશ્નઃ - ૧૧૩ કર્મપ્રકૃતિમાંથી શુભ કેટલી છે અને અશુભ કેટલી છે? જવાબઃ- શાતાવેદનીય, દેવાયુ, મનુષ્પાયુ, તિર્યંચાયુ, દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકાદિ-પ શરીર, ૩ અંગોપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણાદિ.૧૧, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, ઉપવાત વિના પ્રત્યેક પ્રકૃતિ-૭ ત્રણ-૧૦ ઉચ્ચયોગ એમ કુલ ૬૯ શુભપ્રકૃતિ છે અને જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૯ અશાતા વેદનીય, મોહનીય-૨૮, નરકાયુ, તિર્યંચગતિ, નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ સિવાયના પ સંઘયણ, પ્રથમ સિવાયના-૫ સંસ્થાન, વર્ણાદિ-૯, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, સ્થાવર-૧૦, નીચગોત્ર, અંતરાય૫ એમ કુલ ૮૯ અશુભ કર્મપ્રકૃતિ છે. પ્રશ્ન - ૧૧૪ સિદ્ધભગવંતોને “આપવું”, “મેળવવું” વગેરે વ્યવહારિક પ્રવૃત્તિ હોતી નથી તો તેમને ક્ષાયિકદાનાદિલબ્ધિ વ્યર્થ થશે ને?” જવાબ-સિદ્ધ ભગવંતોને “આપવું” “મેળવવું વગેરે વ્યવહારિક પ્રવૃતિ હોતી નથી પણ નૈઋયિક દાનાદિ લબ્ધિ અવશ્ય હોય છે. જેમકે - (૧) સર્વ વસ્તુના ત્યાગ રૂપ દાન (૨) આત્મિકગુણની પ્રાપ્તિ રૂપ લાભ (૩) આત્મિકગુણના ભોગ-ઉપભોગ રૂપ ભોગ-ઉપભોગ તેમજ (૫) ૨૭૫ For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિકવીર્ય હોય છે. તેથી સિદ્ધ ભગવંતને ક્ષાયિક દાનાદિ લબ્ધિ વ્યર્થ નથી. પ્રશ્ન :- ૧૧૫ જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે તેનું શું કારણ? જવાબ :- જે જીવે કોઇના આંખ, કાન, નાક, હાથ, પગ કાપ્યા હોય કે ડામ દીધા હોય તે જીવ દર્શનાવરણીયકર્મને બાંધે છે. તેનો ઉદય થતાં જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે. પ્રશ્નઃ - ૧૧૬ “અશાતા વેદનીય કર્મબંધના કારણો દુઃખ શોકાદિ કહ્યાં છે તો કેશલુંચનાદિ વખતે જીવને દુઃખ થતું હોવાથી અશાતા વેદનીયને બાંધે ને?” જવાબ-અહીં ક્રોધાદિ કષાયના આવેશથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે અશાતા વેદનીયકર્મ બંધનું કારણ બને. પરંતુ કેશ લુચનાદિના દુઃખને, કે પૂર્વકૃત કર્મોદયથી આવી પડેલા દુઃખને અદ્યાત્મ પ્રેમી જીવો સમભાવે સહન કરતા હોવાથી તે વખતે ક્રોધાદિ કષાયનો આવેશ હોતો નથી પણ મનની પ્રસન્નતા હોય છે માટે અશાતા વેદનીયકર્મ બંધાતું નથી. પ્રશ્ન :- ૧૧૭ મિથ્યાત્વમોહનીય કર્મ શાનાથી બંધાય છે? જવાબ :- વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેનાથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, અથવા તીર્થંકરાદિની નિંદા કરવાથી મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય છે. પ્રશ્ન :- ૧૧૮ નીચગોત્રકર્મ શાનાથી બંધાય? જવાબ :- (૧) પોતાને પ્રાપ્ત થયેલી ઉત્તમજાતિ કે કુળનું અભિમાન કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. માતાના કુળને જાતિ કહેવાય. અને પિતાના કુળને “કુળ” કહેવાય. હરિકેશીએ પૂર્વભવમાં પોતાની જાતિનું અભિમાન કરીને નીચગોત્રકર્મ બાંધેલું તેથી પછીના ભવમાં તેને ચંડાલ તરીકે જન્મ લેવો પડ્યો. મરિચીએ પોતાના કુળનું અભિમાન કરીને નીચગોત્રકર્મ બાંધેલું તેથી તેમને છેલ્લે છેલ્લે ૨૭માં તીર્થંકરના ભવમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં વ્યાસી દિવસ રહેવું પડ્યું. (૨) બીજી વ્યક્તિના દોષ જોવાથી, નિંદા કરવાથી કે ખોટા આક્ષેપ કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. (૩) પોતાની પ્રશંસા કરવાથી, ધર્મીજનોની મશ્કરી કરવાથી, ધર્મીજનોને વેદીયા, ઢોંગી, ધરમના પૂંછડા વગેરે શબ્દો દ્વારા બોલાવવાથી કે સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રોને જોઈને દુર્ગછા કરવાથી નીચગોત્રકર્મ બંધાય છે. ૨૭૬ For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન :- ૧૧૯ આ ગ્રંથ દ્વારા આત્મા શું પ્રાપ્ત કરે ? જવાબ :- આ ગ્રંથના અભ્યાસથી કર્મવિપાકની જાણકારી પ્રાપ્ત થાય. વર્ષોથી વ્યાધિગ્રસ્ત જીવાત્માને ડૉ. મળી જાય ને રોગ પકડાઈ જાય, પથ્યાદિના સેવન સાથે ઔષધોપચાર શરૂ થઈ જાય ને ધીમે ધીમે સર્વથા રોગમુક્ત બની જવાય.. બસ આવીજ પ્રક્રિયા આત્માના સંદર્ભમાં બને છે. અનાદિકાળથી આપણો આત્મા શારીરિક માનસિક વિગેરે દુઃખોને સહન કરી રહ્યો છે. પણ પ્રભુ જેવા ડૉકટરોએ કર્મવિજ્ઞાન દ્વારા સમજાવ્યું કે “તારા દુઃખોની જડ આ કર્મમાં છે.” રે ચેતન ! તું વાસ્તવમાં અનંતજ્ઞાની છતાં વર્તમાનમાં અજ્ઞાનતામૂર્ખતાનો અનુભવ કરી રહ્યો છે. ઘણું ઘણું વાંચવા-લખવા છતાં કાંઈ યાદ આવતું નથી. તેનું કારણ જ્ઞાનાવરણીય કર્મનો વિપાક [ઉદય] છે... " રે ચેતન ! તું વાસ્તવમાં અનંતદર્શની છે. પણ વર્તમાનમાં તું અંધાપો, બહેરાશ, બોબડાપણું, પેરેલીસીસ, નિદ્રાદિનો અનુભવ કરી રહ્યો છે. તેનું કારણ દર્શનાવરણીય કર્મનો વિપાક છે. રે આત્મનું! તું વાસ્તવમાં પરમાનંદી છું. પણ છતાંય તું શારીરિક અને માનસિક સુખ-દુઃખોને અનુભવી રહ્યો છે. તેનું કારણ વેદનીય કર્મનો વિપાક છે. રે આત્મન્ ! તું છે તો વિતરાગી પણ છતાં વર્તમાનમાં રાગ-દ્વેષમાં મુંઝાઈ રહ્યો છે. તેનું કારણ છે મોહનીયકર્મનો વિપાક.. રે ચેતન ! તું છે તો અક્ષય - અખંડિત જીવનનો માલિક છતાંય તારું થઈ રહેલું જન્મ-મરણનું ચક્કર એ તો આયુષ્યકર્મનો વિપાક છે. રે આત્મન ! તું છે તો અરૂપી-અનામી છતાંય તું મનુષ્યાદિ રૂપો અને તેના આધારે અપાયેલા નામોને લઈ લઈને સંસારના રંગમંચ પર નાટક કરતો રહે છે. અને લોકોનાં ઉપકારનાં કામ કરવા છતાં લોકમાં ક્યારેક અપ્રિય કે અળખામણો બન્યો છે. ઘણું કામ કરવા છતાં ક્યારેક અપયશ પણ મેળવી રહ્યો છે. તે બધાનું કારણ છે નામકર્મનો વિપાક... રે આત્મન્ ! તું છે તો અગુરુ લઘુગુણવાળો [ઉચ્ચ-નીચના ભેદ રહિત છતાં ક્યારેક ઉચ્ચકુળ તો ક્યારેક નીચકુળમાં જન્મ લઈ રહ્યો છે. તેનું કારણ છે. ગોત્રકર્મનો વિપાક... ૨૭૭ For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રે ચેતન ! તું છે અનંતશક્તિનો માલિક પણ વર્તમાનમાં તું ક્યારેક કંજૂસાઈ, ક્યારેક દરિદ્રતા અનુભવી રહ્યો છે.વળી ભોગ્ય-ઉપભોગ્ય સામગ્રી પ્રાપ્ત થવા છતાં ભોગવી શકતો નથી. નિરોગી,બળવાન કાયા મળવા છતાં કામ કરવાનો ઉત્સાહ થતો નથી. તેનું કારણ છે અંતરાયકર્મનો વિપાક.. આ છે આપણા રોગોનું નિદાન.. અને તેની વાત કર્મગ્રંથના આ પુસ્તકમાં છે. અરે ! માત્ર રોગનું નિદાન જ નથી પરંતુ રોગથી મુક્ત થવાનો ઇલાજ પણ આમાં જ બતાવ્યો છે. જ્ઞાનાવરણીયાદિકર્મને દૂર કરવા જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનો વગેરેની આશાતનાથી અટકવું ઈત્યાદિ ગાથા નં. પ૩થી ૬૦માં બતાવ્યું છે. અને આ રીતે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને તપ દ્વારા જેટલા અંશે જ્ઞાનાવરણીયાદિને દૂર કરે તેટલા અંશે તે તે અજ્ઞાનતાદિ વિકૃતિઓ દૂર થતી જાય છે પ્રકૃતિનો ઉઘાડ થતો જાય છે. આત્મા વિભાવદશાથી સ્વભાવદશા તરફ જતો જાય છે. વધુને વધુ ભાવપૂર્વકની આરાધના દ્વારા ઘાતકર્મનો નાશ કરી વિશુદ્ધ સ્વરૂપ પ્રગટાવે છે. અઘાતીના નાશ દ્વારા સર્વકર્મમુક્ત થઈ સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. અને સંપૂર્ણભાવ આરોગ્યનો ભોક્તા બને છે. સમાપ્ત) ૨૭૮ For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથની - भूज गाथामो सिरि-वीर-जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं। कीड् जीएण हेऊहिं, जेणं तो भन्नए "कम्मं" ॥१॥ पयइ-ठिइ-रस-पएसा, तं चउहा मोअगस्स दिटुंता । मूल-पगइट्ठ-उत्तर-पगइ-अडवनसयभेयं ॥२॥ इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम-गोआणि । विग्धंचपण-नव-दु-अट्ठवीस-चउतिसय-दु-पणविहं॥३॥ मइ-सुअ-ओही-मण-केवलाणि, नाणाणि तत्थ मइनाणं । वंजणवग्गह-चउहा, मण-नयण-विणिंदियचउक्का ॥४॥ अत्थुग्गह-ईहा-वाय-धारणा करणमाणसेहिं छहा । इय अट्ठवीसभेअं, चउदसहा वीसहा व सुयं ॥५॥ अक्खर-सन्नि-सम्म, साइअंखलु सपज्जवसि च । गमिअं अंगपविटुं, सत्तवि एए सपडिवक्खा ॥६॥ पजय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो । पाहुड-पाहुड-पाहुड,-वत्थु पूव्वा य स-समासा ॥७॥ अणुगामि - वड्ढमाणय - पडिवाईयरविहा छहा ओही। रिउमइ - विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥८॥ एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥९॥ ૨૭૯ For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चक्खु-दिट्ठि-अचक्खु-सेसिंदिय-ओहि-केवलेहिं च । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ सुहपडिबोहा निद्दा, निहानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥११॥ दिण-चिंतिअत्थ करणी, थीणद्धी अद्ध-चक्की-अद्ध-बला । महु-लित्त-खग्ग-धारा-, लिहणं व दुहा उ वेअणीअं ॥१२॥ ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥१३ ॥ दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥ जीय-अजीय-पुण्ण-पावाऽऽसव-संवर-बंध-मुक्ख-निजरणा। जेणं सद्दहइ तयं, सम्मं खइगाइ-बहु-भे ॥१५॥ मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥१६॥ सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥ जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तघायकरा ॥ १८ ॥ जल-रेणु-पुढवी-पव्वय-राई-सरिसो चउव्विहो कोहो । तिणिसलया-कट्ठ-ट्ठिय-सेलत्थंभोवमो माणो ॥१९॥ मायावलेहि-गोमुत्ति-मिंढ-सिंग-घणवंसिमूलसमा । लोहो हलिद्दखंजण-कद्दम-किमि-राग-सामाणो ॥२०॥ ૨૮૦ For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जस्सुदया होइ जीए, हास रई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ॥ २१ ॥ पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्वसा हवइ सो उ । थी-नर-नपुवेउदओ, फुफुम-तण-नगरदाहसमो ॥२२॥ सुर-नर-तिरि-नरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसमं । बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ गइ-जाइ-तणु-उवंगा, बंधण-संघायणाणि संघयणा । संठाण-वण्ण-गंध-रस-फास-अणुपुव्वि-विहगगई ॥२४॥ पिंडपयडित्ति चउदस, परघा-ऊसास आयवुजोअं। अगुरुलहु तित्थ निमिणो-वधायमिअ अट्ठ पत्तेआ ॥२५॥ तस- बायर-पज्जत्तं, पत्तेय-थिरं सुभं च सुभगं च । सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥२६ ॥ थावर-सुहुम-अपज्जं, साहारण-अथिर-असुभ-दुभगाणि । दुस्सर-णाइजा जस-मिअ, नामे सेयरा वीसं ॥ २७ ॥ तसचउ-थिरछक्कं अथिरछक्क सुहुमतिग-थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२८॥ वन्नचउ-अगुरुलहुचउ, तसाइ-दु-ति-चउर-छक्कमिच्चाई। इअ अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ।। २९ ।। गइयाईण उ कमसो, चउ-पण-पण-ति पण-पंच-छ-छक्कं । पण-दुग-पण-ट्ठ-चउ-दुग-इअ उत्तरभेअ पणसट्ठी ॥३०॥ ૨૮૧ For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अडवीसजुआ तिनवई, संते वा पनरबंधणे तिसयं । बंधण-संघायगहो, तणूसु सामन्नवन्नचउ ॥३१॥ इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीस? वण्णसयं ॥३२॥ निरय-तिरि-नर-सुरगई, इग-बिअ-तिअ-चउ-पणिंदि-जाईओ। ओराल-विउव्वाऽऽहारग, तेअ-कम्मण पण-सरीरा ॥३३ ॥ बाहूरु-पिट्ठि-सिर-उर, उयरंग-उवंग-अंगुली-पमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥३४॥ उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ-तणुनामा ॥३५॥ जं संघायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संघायं बंधणमिव, तणुनामेण पंचविहं ॥३६ ॥ ओराल-विउव्वा-हारयाण, सग-तेअ-कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदु-सहियाणं तिन्नि तेसिं च ॥३७॥ संघयणमट्ठिनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥३८॥ कीलिअ-छेवढं इह-रिसहो पट्टो अ कीलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥३९॥ समचउरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हूंडं । संठाणावन्ना-किण्ह-नील-लोहिय-हलिद्द-सिया ॥४०॥ ૨૮૨ For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुरहिदुरही रसा पण, तित्त-कडु-कसाय-अंबिला-महुरा । फासा-गुरु लहु-मिउ-खर-सी-उण्ह-सिणिद्ध-रुक्खट्ठा ॥४१॥ नील-कसिणं-दुग्गंधं, तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीअंच असुहनवगं, इक्कारसगं सुभं सेसं ॥ ४२ ॥ चउह-गइव्वणुपुव्वी, गइ-पुव्वीदुर्ग, तिगं नियाउजुअं पुव्वी उदओ वक्के, सुह-असुह-वसुट्ट-विहगगई ॥४३॥ परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४४॥ रवि-बिंबे उ जीअंगं, ताव-जुअं आयवाउ, न उ जलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥ ४५॥ अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ । जइदेवुत्तरविक्किअ-जोइसखज्जोअमाइव्व ॥ ४६॥ "अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ॥४७॥ अंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥४८॥ बि-ति-चउ-पणिंदिअ तसा, बायरओ बायरा जीया थूला । निय-निय-पज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥ पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥५०॥ सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ। जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ॥५१॥ २८3 For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोअं दुहुच्च-नी, कुलाल इव सुघड-भुंभलाऽइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥५२ ।। सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई। न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३ ॥ पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ।।५४ ॥ गुरुभत्ति-खंति-करुणा,वय-जोग-कसाय-विजय-दाणजुओ। दढधम्माई-अज्जइ, सायमसायं विवज्जयओ ॥५५॥ उम्मग्ग-देसणा-मग्ग-नासणा-देवदव्वहरणेहिं। दंसणमोहं जिण-मुणि-चेइय-संघाईपडिणीओ ॥५६॥ "दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥५७॥ तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ ॥५८॥ अविरयमाई सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयई । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअंइयरहा उ ॥६०॥ जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥६१॥ म) ૨૮૪ For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃ.નં. વાપટુ ઠાંસી ૧૦ ૧૧ શુદ્ધિપત્રક પંક્તિ.નં. અશુદ્ધ 10 વાકપટુ ઠીંસી ૧૫ પક્વ લોકાકૃતિમાં આત્મા ગહૂણ ૮, ૯ વગેરે શ્વાસોચ્છવાસ ૨૧, ૨૩ સમ્યકત્વ हेतुर्भियेन ૨૪ અર્થ પદાર્થની સ્વોપત વ્યાબાધાત્મકસુખ . ૨૩ પુગલદ્રવ્ય ગ્રહણ શ્વાસોચ્છવાસ સમ્યકત્વ हेतुभिर्येन અર્થ પદાર્થની સ્વોપજ્ઞ વ્યાબાધાત્મક નકલી સ્વરૂપે પ્રગટ થયું છે તેથી જીવ સુખ શાશ્વત = અક્ષય ઉચ્ચ • ૭ ૩૭ ૪૧ ૪૩ શાશ્વત અક્ષય ઊંચ ૨૫ વિચાર એવિચારને ૪૪ • # # 9 ૪૪ પઝ ૫૪ 6 પરિણતમનો દ્રવ્ય એના ઉપરથી સંજ્ઞી જીવના વિચારને રસનેન્દ્રિયાદિ નિવૃતિ વિષયદેશ = અગ્નિથી શ્વાસોચ્છવાસ શ્વાસોચ્છવાસ માણસ સ્વપ્નમાં પહાડ સ્વપ્નમાં થયેલું અર્થાવગ્રહાદિ a 2 2 0 6 6 ૬ ૬ - રસેન્દ્રિયાદિ નિવૃતિ વિષયદેશ અગ્રિાથી સ્વાસોશ્વાસ શ્વાસોચ્છવાસ માસણ પહાડ નિર્ણયાત્મક વ્યંજનાવગ્રહાદિ ૨૮૫ ૫ ૦ છ ૬૩ ૧૮ For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃ.નં. ૬૩ પંક્તિ.નં. ૧૯ ૬૪ ૬૪ ૬૪ ૬૪ ૬૪ ૬૪ ૬૮ માણ અશુદ્ધ વ્યંજનાવગ્રહાદિ અર્થાવગ્રહાદિ ૫ ૪૧૨ (બહુ વગેરે) ૬૦ ૫x૧૨(બહુવગેરે)=૬૦ ૫ x૧૨ (બહુ વગેરે) ૬૦ ૫x૧૨(બહુવગેરે)=૬૦ ૫ ૪૧૨ (બહુ વગેરે) ૬૦ ૫x૧૨(બહુવગેરે)=૬૦ ૫x૧૨ (બહુ વગેરે) ૬૦ ૫x૧૨ (બહુવગેરે)=૬૦ વ્યંજનાવગ્રહાદિ-૪ ૮૧૨ ૬૦ અર્થાવગ્રહાદિ ૪૪૧૨(બહુવગેરે)= ૬૦ વ્યંજનાવગ્રહાદિ - ૪૪૧૨ ૬૦ અર્થાવગ્રહાદિ ૪૪૧૨ (બહુવગેરે)=૪૮ માણસ ચક્ષયજન્ય ચક્ષુરિન્દ્રિયજન્ય ઔયોતિકી ઔત્પાતિકી વનયિકી વૈનાયિકી વંજનાવગ્રહ વ્યંજનાવગ્રહ સંસજ્ઞિ સંક્તિ કે એટલે એટલે કે A કહેવાય સમ્યક સમ્યમ્ ચિંતાનુગત ચિંતનાનુગત સ્વપર વ્યવસાય જ્ઞાન સ્વપર વ્યવસાયિજ્ઞાન ૧ + કુલ = ૫૧ ૧= કુલ ૫૧ પ્રવૃત્તિરૂપજ્ઞાન જ્ઞાનો) પ્રવૃતિરૂપજ્ઞાન = જ્ઞાનો૦. જીવરૂપી તેમ જીવરૂપી સયમ સમય શુદ્ધિ ૭૩ ૭૩ ૭૫ ૭૭. ૯૦ ૯૦ ૯૧ ૯ ૨૮ ૧૯ ૧૧૧ ૧૧૨ ૧૧૬ ૧૧૯ સમ્યકત્વના પુદ્ગલો સમ્યકત્વના ઉદય પ્રાપ્ત પુદ્ગલો સમ્યકત્વ અનુભવ ૧૬ ૧૧૯ ૧ ૨ ૨ સમ્યકત્વ અનુભ ૨૮૬ For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃ.નં. પંક્તિ.નં. શુદ્ધ ૧૩૨ ૧૩૨ ર૪ અશુદ્ધ जावजीव વસ્સિ क्टट्ठिय પ્રત્યાખ્યાનીય ચિત્રકાર જવું ૧૩૬ y w ત્રિત ૧૩૭ ૧૫૪ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૮૩ આકૃતિમાં ૧૧ ૨૨ ૨૧ जाजीव વરિતા कट्ठट्ठिय અપ્રત્યાખાનીય ચિત્રકાર જેવું વત્ ઉત્પત્તિ अङ्गोपाङ्गानि સમજવું ખારો વળવાનો શ્વાસોચ્છવાસ ૧૯૨ ૧૯૫ ૧૯૭ ૨૦૬ ઉત્પતિ अङ्गोपाङ्गानिच સજમવું ખાટો વાળવાનો શ્વાસોચ્છવાસ પુક્કલો અપર્યાપ્ત નૈશ્વયિક અલતા વ્યકુળ गौरववान પુદ્ગલો ૨૦૮ ૨૨૦ ૧૯ ૧૦ અપર્યાપ્ત નૈશ્વયિક સ્કૂલના વ્યાકુળ गौरववान् ૧૪ ૨૨૫ ૨૩૦ ૨૩૨ ૨૩૪ ૨૩૮ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૫૨ છ ૭ ૯ : અપથ્ય ભોજનાદિ આ રીત જણવનારી વ્યંજના વગ્રહના મન:પર્યવલબ્ધિ શ્રુતજ્ઞાનાવાળો સમ્યકપણું अगो०च अडगो ૫ ૨૫૪ અપથ્ય ભોજનાદિથી આ રીતે જણાવનારી વ્યંજનાવગ્રહાદિના મનઃ પર્યવલબ્ધિનો શ્રુતજ્ઞાનવાળો સમ્યકપણું अङ्गो० च अङ्गो० च इति अङ्गोपाङगानि કારણકે આહારક શરીર ) , ૨૫૯ ૨૬૮ ૧૬ ૧૬ ૨૭૦ ૨૭૦ ક્રારણે આહારશરીરક ૨૫ ૨૮૭ For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંદર્ભગ્રન્થસૂચિ (૧) પ્રમાણવાર્તિક (૨) પદર્શન સમુચ્ચય (૩) તત્ત્વાધિગમસૂત્ર (૪) વિશેષાવશ્યકભાષ્ય (૫) દ્રવ્યલોકપ્રકાશ (૬) નવતત્ત્વ (૭) કર્મપ્રકૃતિ (૮) શતકનામા પંચમ કર્મગ્રન્થ (૯) સિદ્ધહેમશબ્દાનુશાસન (૧૦) વિશેષાવશ્યક ભાષ્ય (૧૧) નંદીસૂત્ર (૧૨) ગોમ્મદસાર (૧૩) ધવલા (૧૪) બંધષત્રિંશિકા (૧૫) સપ્તતત્ત્વ પ્રકરણ (૧૬) યોગશાસ્ત્ર (૧૭) અનેકાર્થસંગ્રહ (૧૮) આવશ્યક સૂત્ર (૧૯) પ્રવચન સારોદ્ધાર (૨૦) ચોથો કર્મગ્રંથ (૨૧) પ્રજ્ઞાપના સૂત્ર (૨૨) જંબૂદ્વીપ પન્નતિ (૨૩) આવશ્યક નિર્યુક્તિ (૨૪) કર્મવિપાકની સ્વોપજ્ઞ ટીકા ૨૮૮ For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Quild Remara www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanm. પ્રથમ કર્મગ્રંથ - રગ્રણ મધલિપ્તતલવાર જેવું | હોડ જેવું વેકરીયકમી અધાતી. કુંભારના ઘsmજેવું Serving JinShasan 008771 gyanmandir@kohatirth.org For Private and Personal Use Only