________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામકર્મ “આ પ્રાણીને અમુક અવયવો ફૂટવા જોઈએ” એવુ નકકી કરે છે. માટે શરીરના હાથપગાદિ અવયવોનું કારણ અંગોપાંગ નામકર્મ છે. (૫) બંધન અને (૬) સંઘાતન નામકર્મનું સ્વરૂપઃ
સંઘાતનમાં, સં + ન્ ધાતુનો અર્થ “એકઠું કરવું”, “પિંડરૂપે કરવું” કે “ઢગલો કરવો” થાય છે.
ઉત્પતિ સ્થાને આવેલો જીવ શરીર નામકર્મોદયથી પોતે જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે જ આકાશ પ્રદેશમાંથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીર રૂપે પરિણમાવે છે. પછી તે પુદ્ગલોનો સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસાર પિંડ (સંઘાત=સમુહ) થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “સંઘાતન” કહેવાય. તેનું કારણ સંઘાતન નામકર્મ છે.
બંધનમાં “ર” ધાતુનો અર્થ “જોડવું” “સંબંધ થવો” થાય છે.
સંઘાતન નામકર્મને લીધે, સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસાર જે પુદ્ગલપિંડની રચના થઈ છે. તેનો આત્માની સાથે અથવા પૂર્વના પુગલપિંડની સાથે ક્ષીરનીર કે લોહાનિવત્ સંબંધ થવો તે “બંધ” કહેવાય. તેનું કારણ બંધન નામકર્મ છે. (૭)સંધયણ નામકર્મનું સ્વરૂપ /સંધયણમાં “સંહન્” ધાતુનો અર્થ “મજબૂત કરવું” થાય છે.
ઉત્પત્તિસ્થાને આવેલો જીવ શરીર નામકર્મોદયથી શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, શરીર પર્યાપ્તિના બળથી લોહી, માંસ, હાડકાદિ સપ્તધાતુમય શરીરરૂપે પરિણાવે છે. પછી લોખંડની પટ્ટી દ્વારા જેમ બારણુ મજબૂત થાય તેમ શરીરના બાંધાને મજબૂત કરવા માટે જે હાડકાની વિશિષ્ટ રચના થાય છે. તે “સંઘયણ” કહેવાય. તેનું કારણ સંઘયણ નામકર્મ છે. (૮)સંસ્થાન નામકર્મનું સ્વરૂપ
શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને સ્વશરીરની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુસરે પુગલપિંડ તૈયાર થયા પછી તદ્ગત અવયવો સમ કે વિષમ પ્રમાણમાં ગોઠવાઈને સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. તે “સંસ્થાન” કહેવાય. તેનું કારણ સંસ્થાન નામકર્મ છે. (૯) વર્ણાદિ નામકર્મનું સ્વરૂપઃસંસારી જીવ શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરીને, શરીર રૂપે પરિણાવે
૧૫૯
For Private and Personal Use Only