________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંડી એ રીતે, કોઈ માણસે ઊંઘતા માણસને બૂમ પાડી ત્યારે સૌ પ્રથમ સહેજ અસર થાય. બે ચાર વખત બૂમ પાડવાથી જ્યારે કાનમાં પૂરતાં પ્રમાણમાં શબ્દ પુદ્ગલો ભરાઈ જાય છે. ત્યારે ભીના થયેલા કોડીયાની જેમ તે માણસને “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” એવો અસ્પષ્ટબોધ થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “અર્થાવગ્રહ” કહેવાય. અર્થાવગ્રહની પૂર્વે ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ થતા, જે સ્વવિષયક પુદ્ગલોની અસર થવા રૂપ અત્યંત અસ્પષ્ટ બોધ થાય છે. તે વ્યંજનાવગ્રહ કહેવાય છે.
યદ્યપિ વ્યંજનાવગ્રહમાં મનોવ્યાપાર ન હોવાથી માણસને જ્ઞાનનો અનુભવ થતો નથી. પણ જ્ઞાનનો સદ્ભાવ તો છે જ. જેમ કોડીયાની ભીનાશ પહેલી વખત નજરે પડી તે પહેલાં તેમાં પાણી દેખાતું ન હોવાં છતાં પણ પાણી અવશ્ય હતુ. એ રીતે, સૌ પ્રથમ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે” એવો અસ્પષ્ટ બોધ થાય છે. તેની પૂર્વ અવસ્થામાં શબ્દનો અનુભવ ન થતો હોવા છતાં પણ શબ્દનો સદ્ભાવ તો છે જ, માટે જ બે ચાર બૂમ પછી પણ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “એવું અસ્પષ્ટ જ્ઞાન થાય છે. જો વ્યંજનાવગ્રહ જ્ઞાન સ્વરૂપ ન હોય તો ઇન્દ્રિયનો પુદ્ગલની સાથે સંબંધ થયા બાદ અસંખ્યાત સમય પછી “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “અહીં કંઈક છે.” એવો અસ્પષ્ટબોધ ન થાય. પરંતુ ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ થયા પછી અસંખ્યાત સમય બાદ પણ “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે.” “અહીં કંઈક છે.” એવું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તેનું કારણ એ જ છે કે તેની પૂર્વ અવસ્થામાં વ્યંજનાવગ્રહ જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન સ્વરૂપ નથી પરંતુ અત્યંત અસ્પષ્ટ જ્ઞાન સ્વરૂપ હોવાથી, તે જ્ઞાનનો આપણને અનુભવ થતો નથી.
અહીં ખાસ ધ્યાન રાખવું કે,
ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંબંધ થતા દરેક ઇન્દ્રિય સ્વસ્વ વિષયનું જ્ઞાન કરે છે. જેમકે
(૧) ચામડીની સાથે કોઈપણ વસ્તુનો સંબંધ થાય ત્યારે ચામડી દ્વારા, ઠંડુ–ગરમ, કોમળ-કઠણ, ભારે-હલકું, સ્નિગ્ધ-રૂક્ષ એ ૮ સ્પર્શનો અનુભવ થતો હોવાથી સ્પર્શનેન્દ્રિયના વિષય આઠ છે. (૨) જીભ દ્વારા, ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો એ પાંચ રસનો
૫૫
For Private and Personal Use Only