________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ થતો હોવાથી રસનેન્દ્રિયના વિષય પાંચ છે.
(૩) નાક દ્વારા, સુગંધ, અને દુર્ગધ એ બેનો અનુભવ થતો હોવાથી ઘ્રાણેન્દ્રિયના વિષય બે છે.
(૪) આંખ દ્વારા, સફેદ, પીળો, લાલ, લીલો અને કાળો એ પાંચ વર્ણનો અનુભવ થતો હોવાથી ચક્ષુરિજિયના વિષય પાંચ છે.
(૫) કાન દ્વારા, સચિત્તશબ્દ, અચિત્તશબ્દ અને મિશ્રશબ્દનો અનુભવ થતો હોવાથી શ્રોત્રેન્દ્રિયનાં વિષય ત્રણ છે.
આમ, પાંચ ઇન્દ્રિયનાં કુલ ૨૩ વિષય છે. પરંતુ દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયનો જ અનુભવ કરી શકે છે. અન્યનો નહીં.
તેમાં, ચક્ષુઃ અને મન સિવાયની બાકીની સ્પર્શેન્દ્રિયાદિ-૪ તો, પોતાની સાથે પદાર્થનો સંયોગ (સંબંધ) થાય તો જ સ્વવિષયનું જ્ઞાન કરી શકે છે. જ્યારે (૧) શબ્દો કાનમાં પડે, (૨) સાકર જીભને અડે, (૩) પુષ્પનાં રજકણ નાકમાં પ્રવેશે અને (૪) પાણી શરીરને અડે, તે વખતે જ (૧) શબ્દ સંભળાય, (૨) સાકરનો સ્વાદ આવે, (૩) ફૂલની સુગંધ આવે અને (૪) પાણી ઠંડુ છે કે ગરમ છે તેની ખબર પડે. અન્યથા નહીં માટે શ્રોત્રેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયને શાસ્ત્રમાં “પ્રાપ્યકારી” ઈન્દ્રિયો કહી છે.
Aસ્પર્શેન્દ્રિય વગેરે પ્રાપ્યકારી હોવાથી વિષયદ્વારા કરાયેલ ઉપઘાત કે અનુગ્રહ જણાય છે. દા.ત. કર્કશ કામળીનાં સ્પર્શથી, લીંબડાનાં સ્વાદથી, અશુચિની દુર્ગધથી અને ભેરી વિગેરેનાં અવાજથી, ત્વચા છોલાવી, કટુતા, પ્રતિરોગ (નાસિકા સડી જવી) બહેરાશ વગેરે ઉપઘાત જણાય છે. અને ચંદન, મધુરસ્વાદ, કર્પરાદિની સુગંધ અને મધુર અવાજથી શીતલતાદિ અનુગ્રહ જણાય છે. પરંતુ ચક્ષુ: અને મન અપ્રાપ્તકારી હોવાથી વિષયથી કરાયેલ ઉપઘાત કે અનુગ્રહ જણાતો નથી. જો મન અને ચક્ષુ પ્રાપ્યકારી હોય તો અગ્નિ, જળ કે શૂલી વગેરેનું ચિંતવન કરવાથી કે જોવાથી દાહાદિ થાય. અપ્રાપ્યકારી માટે એવો નિયમ છે કે તે વિષયદેશ અગ્નિથી વ્યાપ્તપ્રદેશ સ્થળે જઈને અગ્નિનાં રૂપને જોતી નથી તેમજ અન્ય સ્થળેથી આવેલ રૂપના પુદ્ગલો (અંજન-ધૂળાદિ) ચામદેશને પ્રાપ્ત થયેલ હોય તો તેને પણ જોતી નથી. પરંતુ યોગ્યદેશમાં રહેલ અપ્રાપ્ત વિષયને જ જોતી હોવાથી ઉપઘાત કે અનુગ્રહ જણાતો નથી. શંકા - સૂર્યાદિકને જોવાથી ચક્ષુને ઉપઘાત, અને જળાદિને જોવાથી અનુગ્રહ થતો જણાય છે. માટે વિરોધ ઉભો નહીં થાય ? સમાધાન :- અહીં જે ઉપઘાત કે અનુગ્રહની વાત કરી છે. તે માત્ર ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંબંધ થાય ત્યારે જે ઉપઘાત કે અનુગ્રહ થાય તે સમજવો. પરંતુ વિષયને જાણ્યા પછી પાછળથી કોઇપણ ઉપઘાત કે અનુગ્રહ થાય તે ન સમજવો. વિષયને જાણ્યા પછી ચક્ષુને મૂર્તિમાન સૂર્યકિરણવડ ઉપઘાત અને ચંદ્રકિરણવડે અનુગ્રહ થાય છે. તેનો શાસ્ત્રમાં નિષેધ નથી કર્યો માટે વિરોધ નહીં આવે.
૫૬
-
-
-
For Private and Personal Use Only