________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ખૂબ જ મુશ્કેલીથી જાગી શકાય એવી ઊંઘને “નિદ્રાનિદ્રા” કહેવાય. તેનું કારણ નિદ્રાનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. ચઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્રરસયુક્તકર્મણસ્કંધોને નિદ્રાનિદ્રાનામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.”
(૩) બેઠા અથવા ઉભા રહેલાને જે ઊંઘ આવે તે “પ્રચલા” કહેવાય. તેનું કારણ પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ છે. ( “ચક્ષુઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્રતરરસયુક્તકર્મણસ્કંધોને પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.”
(૪) ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે “પ્રચલાપ્રચલા” કહેવાય. તેનું કારણ પ્રચલામચલા નામનું દર્શનાવરણીયકર્મ છે.
ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર તીવ્ર તમરસયુકત કાર્માસ્કંધોને પ્રચલાપ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.”
વિપાકની અપેક્ષાએ નિદ્રાપંચકનું સ્વરૂપ (૧) જે કર્મનાં ઉદયથી જીવને ચપટી વગાડવામાત્રથી સુખપૂર્વક જાગી શકાય એવી ઊંઘ આવે, તે નિદ્રા અથવા નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. દા.ત. કુતરાની ઊંઘ.
(૨) જે કર્મનાં ઉદયથી જીવને ખૂબ જ મુશ્કેલીથી જાગી શકાય એવી ઊંઘ આવે, તે નિદ્રાનિદ્રા અથવા નિદ્રાનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય. દા.ત. કુંભકર્ણની ઊંઘ.
(૩) જે કર્મનાં ઉદયથી જીવને બેઠાં બેઠા અથવા ઉભા ઉભા ઊંઘ આવી જાય તે પ્રચલા અથવા પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.
(૪) જે કર્મનાં ઉદયથી જીવને ચાલતા ચાલતા ઊંઘ આવી જાય તે પ્રચલપ્રચલા અથવા પ્રચલા પ્રચલા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.
૧૦૩
For Private and Personal Use Only