________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થીણદ્ધિનિદ્રા તથા વેદનીયકર્મનું સ્વરૂપ :
दिणचिंतिअत्थकरणी थीणद्धी अद्धचक्किअद्धबला । महुलित्तखग्गधारालिहणं व दुहा उ वेयणीअं ॥१२॥ दिनचिन्तितार्थकरणी स्त्यानर्द्धिरर्द्धचक्रयर्द्धबला ।
मधुलिप्तखङ्गधारालेहनमिव द्विधा तु वेदनीयम् ॥ १२ ॥ ગાથાર્થ - દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરનારી જે નિદ્રાવસ્થા તે થિણદ્ધિ કહેવાય. આ નિદ્રામાં જીવને અદ્ધચક્રવર્તી (વાસુદેવ)થી અર્ધ બળ હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સરખું બે પ્રકારે વેદનીયકર્મ જાણવું.
વિવેચન :- થિણદ્ધિકસ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ. “સ્યાન=એકઠી થયેલી, રદ્ધિશક્તિ અથવા આસક્તિ એકઠી થયેલી છે આત્મિકશક્તિ અથવા આસક્તિ જે અવસ્થામાં તે થિણદ્ધિ કહેવાય.”
થીણદ્ધિનિદ્રાનાં ઉદય વખતે, જીવ દિવસે ચિંતવેલું કાર્ય, જે જાગૃત અવસ્થામાં પણ ન થઈ શકે એવું હોય, તે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં, જ ત્યાં જઈને કરે અને કામ પતાવીને, પાછો સ્વસ્થાને આવીને, સૂઈ જાય છે. તે જાગે ત્યારે “મને રાત્રે આવું સ્વત આવેલું” એમ માને છે.
દૃષ્ટાંત :- (૧) કોઈ એક સાધુ મહારાજા ગોચરી લેવા ગયા ત્યારે ગૃહસ્થનાં ઘેર સુગંધીત લાડુ જોયા, લાડુ ખાવાની તીવ્ર લાલસા જાગી, તેને તાકી તાકીને જોઈ રહ્યા પણ લાડુ મળ્યો નહીં, લાડુ પ્રત્યેની તીવ્ર આસક્તિ મનમાં ઘર કરી ગઈ. રાત્રે સિદ્ધિનિદ્રા આવવાથી ઊંઘમાં ને ઊંઘમાં જ તે મહારાજ ગૃહસ્થનાં ઘેર ગયા. બારી-બારણા તોડી લાડુ ખાધા, અને કેટલાક લાડુ પાત્રમાં ભરીને સાથે લીધા. પછી ઉપાશ્રયમાં આવીને, પાત્ર પોતાને સ્થાને મૂકીને, સૂઈ ગયા. સવારે ઉઠીને ગુરુને કહ્યું કે મને રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે લાડુ ખાધા. માટે આલોચના આપો. ગુરુએ આલોચના આપી પછી પડિલેહણ કરતાં બીજા સાધુએ પાત્રમાં લાડુ જોયા. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ સાધુને થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો છે. ગુરુએ તે સાધુનો સાધુવેશ લઈને રજા આપી દીધી.
(૨) કોઈ એક સાધુ મહારાજને દિવસે એક હાથીએ ખૂબ હેરાન કર્યા. તે સાધુને હાથી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આવેશમાં રાત્રે સૂઈ ગયા.
૧૦૪
For Private and Personal Use Only