________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થીણદ્ધિ-નિદ્રાનો ઉદય થયો, તે ઊંઘમાં ને ઊંઘમાં જ ત્યાંથી ઉઠીને નગરનાં દરવાજા તોડીને, હાથીની પાસે ગયા. ત્યાં હાથીને મારીને, તેનાં દાંત ઉખેડીને, ઉપાશ્રયનાં બારણા પાસે મૂકીને સૂઈ ગયા. સવારે ઉઠીને ગુરુમહારાજાને કહ્યું કે મને રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે મેં હાથીને મારી નાખ્યો માટે મને આલોચના આપો. ગુરુએ આલોચના આપી. પછી હાથીના દાંત જોયાં, ગુરુમહારાજને ખ્યાલ આવી ગયો કે, આ સાધુને થીણદ્ધિનિદ્રાનો ઉદય થયો છે. માટે તેનો વેશ લઈને રજા આપી દીધી.
આ રીતે, તીવ્રમોહની સાથે આત્મિકશક્તિ ખૂબ જ વધી જવાથી જીવ દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં જ કરીને પાછો સ્વસ્થાને આવીને સૂઈ જાય છે તે જાગે ત્યારે હું રાત્રે ઊંઘ માં આવું કામ કરી આવ્યો છું “તેનો ખ્યાલ પણ ન હોય. આવા પ્રકારની ભયંકર ઊંઘને થીણદ્ધિનિદ્રા કહેવાય છે. તેનું કારણ થિણદ્ધિનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે.
ચક્ષુ-અચદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર અતિતીવ્રતમરસયુકત કાર્મણસ્કંધોને થીણદ્ધિનિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય”
થીણદ્ધિનિદ્રાના ઉદય વખતે પ્રથમ સંઘયણવાળા જીવને વાસુદેવનાં બળ કરતાં અધું બળ હોય છે. વર્તમાનકાળમાં યુવાન પુરુષનાં બળ કરતાં આઠગણું બળ વધી જાય છે. તે જીવ મરીને અવશ્ય નરકમાં જાય છે.
| વેદનીયકર્મ
( શુદ્ધાત્મા અવ્યાબાધ સુખનો માલિક છે. દરેક ક્ષણે પૂર્ણાનંદમયશાશ્વત સુખનો ભોક્તા છે. તે સુખ કોઇપણ કર્મજન્ય નથી પરંતુ સ્વતઃ છે. માટે તેને “વિશુદ્ધસુખ” અથવા “અવ્યાબાધ” (દુઃખ નિરપેક્ષ) સુખ કહેવાય છે. એ અવ્યાબાધસુખ અનાદિકાળથી કર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી જીવને “સુખદુઃખની લાગણી” ઉત્પન્ન થાય છે. તેમાં (૧) “અનુકૂળ સામગ્રી મળતા જીવને સુખનો અનુભવ થાય છે. તેને “શાતાવેદનીય” કહેવાય છે. તેનું કારણ શાતાવેદનીયકર્મ છે. અને પ્રતિકૂળ સામગ્રી મળતા જીવને દુઃખનો અનુભવ થાય છે. તેને
૧૦૫
For Private and Personal Use Only