________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અશાતાર્વેદનીય” કહેવાય છે. તેનું કારણ અશાતા વેદનીયકર્મ છે. ૧ અવ્યાબાધ સુખને ઢાંકનાર શુભેરસયુકત કાર્મણાર્કંધોને શતાવેદનીયકર્મ કહેવાય છે. ૨. અવ્યાબાધ સુખને ઢાંકનાર અશુભરસયુકત કાર્માસ્કંધોને અશાતા વેદનીયકર્મ કહેવાય.
મધુલિતખગ્નધારા સરખું વેદનીયકર્મ મધલિપ્તતલવાર જે વેદનીયકર્મનો સ્વભાવ મધથી લેપાયેલી તલવારની
_ Iછે. ધારને ચાટવા જેવો છે. જેમ મધથી લેપાયેલી
તલવારની ધારને ચાટતાં મધ મીઠું લાગવાથી પહેલાં
સુખનો અનુભવ થાય છે. અને પછી જીભ કપાઈ વંદનીય કર્મ
જવાથી દુઃખનો અનુભવ થાય છે. તેમ ઈષ્ટ સાધનનાં
ભોગવટા વખતે જીવને સુખનો અનુભવ થાય છે. અને અનિષ્ટ-સાધનનો સંયોગ થતા જીવને દુઃખનો અનુભવ થાય છે. માટે સુખનાં અનુભવરૂપ શતાવેદનીય અને દુઃખનાં અનુભવરૂપ અશાતાવેદનીય હોવાથી વેદનીયકર્મ ૨ પ્રકારે કહ્યું છે.
અહીં મધુલિસખગધારાનું દૃષ્ટાંત સાર્થક છે. કારણકે જેમ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટતાં “ક્ષણમાત્ર” સુખનો અનુભવ થાય છે. પછી તે સુખ જીભ કપાતાં, દુઃખમાં પલટાઈ જાય છે. તેમ વેદનીયકર્મોદયથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક હોવાથી સુખ પછી દુઃખ આવીને ઉભુ જ રહે છે. તેથી દુઃખસાપેક્ષ સુખ શાશ્વત નથી. માટે મધુલિમખગધારા દૃષ્ટાંત સાર્થક છે.
ગતિને આશ્રયીને વેદનીયનો વિપાક તથા મોહનીયનું સ્વરૂપ અને તેનાં ભેદ :
ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ ओसन्नं सुरमनुजे सातमसातं तु तिर्यङ्नरकेषु । .. मद्यमिव मोहनीयं द्विविधं दर्शनचरणमोहात् ॥ १३ ॥
૧૦૬
For Private and Personal Use Only