________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) આહારકશરીર -
આહારકલબ્ધિધારી, ચૌદપૂર્વધર પ્રમતમુનિ મહારાજને તીર્થંકર ભગવંતની ઋદ્ધિનું દર્શન કરવા અથવા સૂક્ષ્મતત્ત્વજ્ઞાનમાં થયેલા સંશયને દૂર કરવા માટે, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર ભગવંત પાસે જવું હોયતો ઔદારિકશરીરથી જઈ શકાતું નથી. માટે આહારકલબ્ધિના વશથી પોતે જે આકાશપ્રદેશમાં રહેલા હોય તે જ આકાશ પ્રદેશમાંથી આહારકશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને સ્ફટિકની શીલાની જેમ અત્યંત નિર્મળ મુઠી વાળેલા એકહાથ જેવડું જે નવું શરીર બનાવે છે, તે આહારકશરીર કહેવાય.
આહારકશરીર અન્યથી વ્યાઘાત પામ્યા વિના કે અન્યને વ્યાઘાત કર્યા વિના, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે જાય છે. તે વખતે મૂળ શરીર અને આહારકશરીરની વચ્ચે આત્મપ્રદેશની લાંબી શ્રેણી રચાય છે. ત્યાંથી અંતર્મુહૂર્તકાળ માત્રમાં સંશય નિવારીને કે પરમાત્માના દર્શન કરીને પાછા વળતા જ્યારે આત્મપ્રદેશો મૂળશરીરમાં ખેંચાઈ જાય છે ત્યારે આહારક પુદ્ગલસ્કંધો વિખેરાઈ જતાં આહારકશરીર નાશ પામે છે. આ શરીર આખા ભવચક્રમાં ચાર વાર જ કરી શકાય છે. આહારકશરીર એ કાર્ય છે. તેનું કારણ આહારકશરીરનામકર્મ છે. તે કાર્યણરૂંધાત્મક કર્મપ્રકૃતિ છે.
“હરક શરીરનામકર્મના ઉદયથી જીવ આહારકશરીરને યોગ્ય પુગલસ્કંધો ગ્રહણ કરીને આહારકશરીર બનાવે છે.
જો આહારકશરીરનામકર્મ ન હોયતો જીવ આહારકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરી શકતો ન હોવાથી આહારકશરીર બનાવી શકે નહીં. (૪) તૈજસશરીર -
જી કરેલા આહારની પાચનક્રિયાનું જે કારણ હોય તે તૈજસશરીર કહેવાય”
અનાદિકાળથી દરેક સંસારી જીવની સાથે તૈજસશરીરરૂપ ગરમીની ભઠ્ઠી અવશ્ય હોય છે. તેથી આપણે જે ખોરાક લઈએ છીએ તે સમધાતુરૂપે પરિણમે છે. તેમજ અમુકજાતના તપથી તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનારા મનુષ્યો ક્યારેક તેજોલેશ્યાનો પ્રયોગ કરીને અપરાધની સજા કરવા માટે અપરાધીને બાળી નાંખે છે તો ક્યારેક ઉપકાર કરવા માટે શીતલેશ્યાનો પ્રયોગ કરીને બળતી વસ્તુને ઠંડી કરી નાંખે છે.
૧૭૩
For Private and Personal Use Only