________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજસશરીર એ તૈજસપુદ્ગલસ્કંધોનું બનેલું છે. તેનું કારણ તૈજસશરીર નામકર્મ છે. એ કાર્મણરૂંધાત્મક કર્મપ્રકૃતિ છે.
તૈજસશરીરનામ કર્મના ઉદયથી જીવ તૈજસશરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરીને તૈશિ. બનાવે છે.”
જો તૈજસશરીર ન હોય તો આપણે જે ખોરાક લીધો હોય એ તેવો ને તેવો જ રહે. આપણે ખોરાકને પચાવી શકીએ નહી અને આપણા શરીરમાં ગરમી પણ ન રહે. જ્યારે જીવ વર્તમાન જન્મનું આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં ચાલ્યો જાય છે. ત્યારે જીવની સાથે જ તે.શ.ચાલ્યું જતું હોવાથી આપણું શરીર ઠંડું પડી જાય છે. એટલે મૃત શરીર ઠંડું લાગે છે. (૫) કાર્મણશરીર -
અનાદિકાળથી આત્માની સાથે ક્ષીરનીરવત્ યા લોહાગ્નિવત્ એકમેક થયેલા Aઆઠકર્મોના સમૂહનો જે પિંડ તે કાર્યણશરીર કહેવાય.”તેનું કારણ, કાર્મણશરીરનામકર્મ છે.
કાર્મણશરીરનામકર્મના ઉદયથી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરીને, કર્મ અથવા કાર્મણશરીરરૂપે પરિણાવે છે.”
શંકા - કાશ્મણશરીર અને કાર્મણશરીરનામકર્મ બન્ને કાર્મણજીંધોનાં બનેલા હોવાથી જુદા કેવી રીતે કહેવાય?
સમાધાન -કાશ્મણશરીર અને કાર્મણશરીરનામકર્મબન્ને કાર્મણસ્કંધના બનેલા હોવાથી એક જેવા જણાય છે પરંતુ તે બન્ને ભિન્ન છે. કાશ્મણશરીર એ કાર્ય છે તેનું કારણ કાર્મણશરીરનામકર્મ છે એ નામકર્મની એક ઉત્તર પ્રકૃતિ છે. જ્યાં સુધી કાર્મણશરીરનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરી શકે છે. જ્યારે કાર્મણશરીરનામકર્મનો ઉદય વિચ્છેદ થાય ત્યારે જીવ કાર્પણ સ્કંધોને ગ્રહણ કરી શકતો નથી. કાર્મણશરીરનામકર્મનો ઉદય તેરે ગુણસ્થાનક સુધી હોવાથી જીવ તેર ગુણસ્થાનક સુધી કાર્માસ્કંધોને ગ્રહણ કરી શકે છે ચૌદમે A. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
कम्म विगारो कम्मणमट्ठविह विचित्तकम्म निष्पन्नं । सव्वेसिं सरीराणं, कारणभूयं मुणेयव्वं ॥
અર્થ : કર્મનો વિકાર તે કાર્યણશરીર, તે આઠ પ્રકારનાં વિચિત્ર કર્મથી બનેલું છે. અને તે સર્વશરીરનું કારણ છે.
૧૭૪
For Private and Personal Use Only