________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણસ્થાનકે કાર્મણશરીર હોય છે. પણ કા. શરીરનામકર્મનો ઉદય ન હોવાથી ત્યાં જીવકર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરતો નથી. એટલે કર્મપુદ્ગલનાં ગ્રહણનું કારણ કાર્મણશરીર નામકર્મ છે. અને કાર્મણશરીર એ આઠપ્રકારનાં વિચિત્રકર્મથી બનેલું બધી જ કર્મપ્રકૃતિનું નિયામક છે. જેમ શરીર અવયવી છે. અને હાથપગ તેનાં અવયવો છે. તેમ કાર્મણશરીર અવયવી છે. અને કાર્મણશરીરનામકર્મ અવયવ છે. કાર્મણશરીરનામકર્મ સત્તામાંથી ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે જાય છે. અને કાશ્મણશરીરનો સંબંધ જીવની સાથે ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી હોય છે. માટે કાર્મણશરીર અને કાર્મણ શરીર નામકર્મ બન્ને જુદા છે.
જીવની સાથે તૈ.શ. અને કાશ. ના અનાદિ સંબંધની સિદ્ધિ :
સંસારીજીવ એક ભવમાંથી બીજાભવમાં જતી વખતે, ઔદારિક અને વૈક્રિયશરીરને મરણસ્થાને છોડીને, તેજસશરીર અને કાર્મણશરીર સહિત ઉત્પત્તિસ્થાને આવે છે. ત્યાં તેજસ અને કાર્મણશરીરની મદદથી જીવ મનુષ્ય કે તિર્યંચ અવસ્થામાં નવું ઔદારિકશરીર અને દેવ કે નારક અવસ્થામાં નવું વૈક્રિયશરીર બનાવે છે. તેથી ઔદારિક શરીર અને વૈક્રિયશરીરનું નિમિત્તકારણ તૈજસશરીર અને કાર્મણશરીર છે. જો મરણપછી તેશ. અને કાશ. યુક્તજીવ ઉત્પત્તિસ્થાને આવતો ન હોયતો કાર્મશરીરાદિ નિમિત્ત કારણવિના જીવ ઔદારિકાદિ નવું શરીર કેવી રીતે બનાવી શકે ? જેમ કુંભાર (કર્તા), માટી (ઉપાદાનકારણ) હાજર હોવા છતાં દંડચક્રાદિ (નિમિત્તકારણ) વિના કુંભાર ઘટ બનાવી શકતો નથી, તેમ જીવ (કર્તા)
ઔદારિકાદિ પુદ્ગલો (ઉપાદાનકારણ) હાજર હોવા છતાં કાર્મણશરીરાદિ નિમિત્ત કારણ વિના જીવ ઔદારિકાદિ નવું શરીર કેવીરીતે બનાવી શકે ? પણ ઉત્પત્તિસ્થાને આવ્યા બાદ જીવ ઔદારિકાદિ નવું શરીર બનાવે છે. તે અનુભવ સિદ્ધ છે. માટે ત્યાં કાર્મણશરીરાદિ નિમિત્તકારણની હાજરી હોવાથી જીવ કાર્મણશરીરની મદદથી ઔદારિકાદિ પુગલોને ગ્રહણ કરે છે. અને તૈજસશરીરની મદદથી તે પુગલને ઔદારિકાટિશરીરરૂપે પરિણાવે છે. જેમ હાલમાં આપણા શરીરમાં ખોરાકનાં પરિણમન (પાચન)નું કારણ જઠરાગ્નિ છે. તેમ ઉત્પત્તિના પ્રથમસમયે ગ્રહણ કરેલા ઔદારિકાદિ પુદ્ગલસ્કંધોનું જે સપ્તધાતુમય ઔદારિકાદિ શરીરરૂપે પરિણમન થાય છે
૧૭૫
For Private and Personal Use Only