________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) યશઃ કીર્તિ- અયશઃકીર્તિ :
ઉત્તમકુલમાં જન્મેલા લોકો પોતપોતાની યોગ્યતા પ્રમાણે દાન, શૌર્ય વગેરેથી પરોપકારનું કાર્ય કરતા હોય છે તેમાં, એક વ્યકિત થોડુક જ સારૂ કામ કરે તો પણ તેની બહાર પ્રશંસા (વાહવાહ) થાય. તેનું કારણ યશઃકીર્તિનામકર્મ છે. અને બીજી વ્યકિત ગમ તટલા સારા કાર્યો કરે તો પણ તેનું બહાર ખરાબ જ બોલાય. તેને દરેક કાર્યમાં અપજશ જ મળે, તેનું કારણ અયશઃકીર્તિનામકર્મ છે.
“જે કર્મના ઉદયથી દાન, શૌર્ય, તપ વગેરે કાર્યથી જીવની પ્રશંસા થાય તે યશઃકીર્તિનામકર્મ કહેવાય.” તથા, “જે કર્મના ઉદયથી ગમે તેટલા સારા કાર્યો કરવા છતાં અપજસ જ મળે તે અયશઃ કીર્તિનામકર્મ કહેવાય.”
યશઃ અને કીર્તિમાં થોડોક તફાવત છે. દાન અને તપથી વ્યક્તિની જે પ્રશંસા થાય તે કીર્તિ કહેવાય. અને પરાક્રમથી જે પ્રશંસા થાય તે યશ કહેવાય. અથવા વ્યકિતની પોતાના એકજ દેશમાં પ્રશંસા થાય તે કીર્તિ કહેવાય. અને ચારે તરફ સર્વ દેશમાં જે પ્રશંસા થાય તે યશ કહેવાય.
આ બન્ને કર્મો ન હોય તો, એક વ્યક્તિ સારૂ કાર્ય કરે તો વાહવાહ બોલાય અને બીજી વ્યક્તિ ગમે તેટલા સારા કાર્યો કરે તો પણ તેનું ખરાબ બોલાય આવો ભેદ જોવા ન મળે. સર્વદા પ્રશંસનીય આત્મા, ક્યારેક યશઃ કીર્તિ, તો ક્યારેક અયશઃકીર્તિને ન મેળવે. આ પ્રમાણે ‘પિંડપ્રકૃતિના પેટાભેદ” “પ્રત્યેક” ‘“પ્રતિપક્ષી’’
૭૫ +
૮ +
૨૦
નામકર્મની પ્રકૃતિ કહી.''
For Private and Personal Use Only
= ૧૦૩
ગોત્રકર્મ
ગોત્રકર્મ અને અંતરાયકર્મના ભેદઃगोअं दुहुच्चनीअं कुलाल इव सुघडभुंभलाइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु वीरिए अ ॥५१॥ गोत्रं द्विधोच्चनीयं कुलाल इव सुघट भुंभलादिकम् । विघ्नं दाने लाभे भोगोपभोगयो वर्ये च ॥५१॥
૨૧૪