________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- (૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રરસયુંકત કાર્મણસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ લોભકષાયમોહનીયકર્મ કહેવાય.”
સંતોષગુણ તીવ્રરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આજીવિકાના સાધનો પ્રત્યે મમત્વ-આસક્તિ-તૃષ્ણા જન્મે છે. તે “પ્રત્યાખ્યાનાવરણ લોભ” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ લોભકષાય મોહનીય કર્મ છે.
પ્રત્યાખ્યાનાવરણ કષાયદ્વારા સર્વવિરતિચારિત્રગુણ ઢંકાઈ જવાથી, જીવ હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી શકતો નથી. પરંતુ અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિ પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકે છે. તે “દેશવિરતિચારિત્ર” કહેવાય. (૩) “દેશવિરતિ ચારિત્રને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્મણસ્કંધોને અપ્રત્યાખ્યાનીય કષાયમહનીયકર્મ કહેવાય છે.
હિંસાદિ પાપપ્રવૃત્તિનું અલ્પાંશે કે અધિકાંશે પણ પ્રત્યાખ્યાન થઈ શકે એવી આત્મિકશક્તિ (દેશવિરતિ ચારિત્ર) કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવ અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન ત્યાગ કરી શકતો નથી. માટે તેને અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ કહેવાય છે. “જે અલ્પ પણ પ્રત્યાખ્યાનને રોકે તે અપ્રત્યાખ્યાનાવરણકષાયમોહનીયકર્મ કહેવાય.” તે ૪ પ્રકારે છે.
-(૧) “ક્ષમાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુકત કાર્માસ્કંધોને અપ્રત્યાખ્યાનીય ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય.”
ક્ષમાગુણ તીવ્રતરરસ યુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, વ્યવહારમાં ઉપયોગી કે અનુપયોગી કોઈપણ વસ્તુની પ્રાપ્તિમાં વિધ્ર ફેંકનારની તરફ, કે કોઈપણ વસ્તુ પ્રાપ્ત થયા પછી તેને ઝુંટવી લેનાર, ચોરી જનારની પ્રત્યે જીવને ગુસ્સો થઈ જાય છે. તે “અપ્રત્યાખ્યાનીય ક્રોધ” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય ક્રોધકષાય મોહનીયકર્મ છે. --(૨) “નમ્રતાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્માસ્કંધોને અપ્રત્યાખ્યાનીય માનકષાયમોહનીયકર્મ કહેવાય છે.
૧૨૮
For Private and Personal Use Only