________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) “સર્વવિરતિચારિત્રગુણને ઢાંકનાર તીવ્રરસયુક્ત કાર્મણસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ કષાયમોહનીયકર્મ કહેવાય છે.”
હિંસાદિ પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ થઈ શકે એવી આત્મિકશક્તિ રૂપ સર્વવિરત ગુણકર્મ દ્વારા ઢંકાઈ જવાથી હિંસાદિ-પાપપ્રવૃત્તિના કારણભૂત સાધનસામગ્રીમાંથી જે આજીવિકા માટે ખૂબ જ ઉપયોગી હોય એવી વસ્તુનો જીવ ત્યાગ કરી શકતો નથી. પરંતુ જે સાધનો આજીવિકા માટે ઉપયોગી નથી તેનો ત્યાગ કરી દેતો હોવાથી, અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિપાપપ્રવૃત્તિ અટકી જાય છે. પરંતુ સર્વથા હિંસાદિ-પાપપ્રવૃત્તિ અટકી શકતી નથી માટે સર્વથા હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન થઈ શકે એવી આત્મિકશક્તિને ઢાંકનાર (આવરણ કરનાર) કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ કષાયમોહનીયકર્મ કહ્યું છે.” તે જ પ્રકારે છે.
(૧) “કામાગુણને ઢાંકનાર તીવ્ર રસયુકત કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય.”
ક્ષમાગુણ તીવ્રરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આજીવિકાના સાધનોમાં વિઘ ફેંકનારની તરફ ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તે “પ્રત્યાખ્યાનાવરણક્રોધ” કહેવાય છે. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાય મોહનીયકર્મ છે.
(૨) નમ્રતા ગુણને ઢાંકનાર તીવ્રરસયુક્ત કાર્માસ્કંધોને - પ્રત્યાખ્યાનાવરણ માનકષાયમોહનીયકર્મ કહેવાય છે.
નમ્રતાનુણ તીવ્રરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, પુણ્યોદયે જીવને મોટર, બંગલો પરિવારાદિ આજીવિકાના સાધનો મળી જતાં, જીવમાં અહંકાર, આવી જાય છે. તે “પ્રત્યાખ્યાનાવરણમાન” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણ માનકષાય મોહનીયકર્મ છે.
(૩) “સરળતા ગુણને ઢાંકનાર તીવરસયુક્ત કાર્માસ્કંધોને પ્રત્યાખ્યાનાવરણ માયાકષાયમોહનીયકર્મ કહેવાય.”
સરળતાગુણ તીવ્રરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, આજીવિકાના સાધનોની પ્રાપ્તિ માટે જીવ કપટીયુક્તિનો આશરો લે છે. તે “પ્રત્યાખ્યાનાવરણમાયા” કહેવાય. તેનું કારણ પ્રત્યાખ્યાનાવરણમાયા કષાય મોહનીયકર્મ છે.
૧૨૭
For Private and Personal Use Only