________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આયુષ્યકર્મવાદળને લીધે જીવનું અક્ષયસ્થિત્યાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, સીમિત જીવન જન્મ, જરા, મરણરૂપ નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. તેથી આત્મા અક્ષય જીવનવાળો હોવા છતાં પણ સીમિત જીવનવાળો કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) આત્માનો છઠ્ઠો ગુણ “અરૂપી, અનામી” છે. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે હોય તે ‘‘રૂપી’’ દ્રવ્ય કહેવાય. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે ન હોય તે ‘અરૂપી’’ દ્રવ્ય કહેવાય. આત્મા વર્ણવાળો નથી, ગંધવાળો નથી, રસવાળો નથી, સ્પર્શવાળો નથી માટે આત્મા અરૂપી છે. “અરૂપીપણાને ઢાંકનાર કાર્યણ સ્કંધોને “નામકર્મ’ કહેવાય.’’
નામકર્મવાદળને લીધે જીવનું અરૂપીપણું ઢંકાઇ જવાથી મનુષ્યાદિ અવસ્થા, શરીર, ઈન્દ્રિય, સૌભાગ્ય, દુર્ભાગ્ય, યશ, અપયશ વિગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અરૂપી હોવા છતાં પણ રૂપી, નામી કહેવાય છે. (૭) આત્માનો સાતમો ગુણ “અગુરૂલઘુ” છે.
દરેક વ્યક્તિનું આત્મત્વ એક સરખું જ છે. તેમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી. તેથી આત્મા અગુરૂલઘુગુણવાળો છે. “અગુરૂલઘુગુણને ઢાંકનાર કાર્યણ- સ્કંધોને “ગોત્રકર્મ’ કહેવાય છે.”
અથવા
ગોત્રકર્મવાદળને લીધે જીવનું અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી ઉચ્ચકુળપણું, નીચકુળપણું વગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ ઉંચ્ચનીચનાં ભેદ વિનાનો હોવાં છતાં પણ ઉચ્ચકુળ-નીચકુળવાળો કહેવાય છે. (૮) આત્માનો આઠમો ગુણ “અનંતવીર્ય” છે. આત્મા અનંતશક્તિનો માલિક છે.
“અનંતશક્તિને ઢાંકનાર કાર્મણસ્કંધોને અંતરાયકર્મ કહેવાય.” અંતરાયકર્મવાદળને લીધે, જીવનું અનંતદાનાદિ અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી કૃપણતા, દરિદ્રતા, ભોગોપભોગમાં વિઘ્નતા, દુર્બળતા વિગેરે નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અનંતશક્તિનો માલિક હોવા છતાં પણ કંજૂસ, ગરીબ, નમાલો કહેવાય છે.
આમ, આત્માનાં મૂળ ગુણો ૮ હોવાથી મૂળકર્મો ૮ કહ્યાં છે. જ્ઞાનાવરણીયાદિ કર્મવાદળને લીધે જીવનું સ્વરૂપ, શુદ્ધ-અશુદ્ધ અસલી અને નકલી એમ બે વિભાગમાં વહેંચાઇ ગયું છે. પણ
૩૮
For Private and Personal Use Only