________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ્યાબાધ સુખ = દુઃખનિરપેક્ષ“સુખ, શાશ્વત સુખ. શુદ્ધાત્મા દરેક ક્ષણે પૂર્ણાનંદમય છે. ક્યારેય પૌદ્ગલિક સુખ કે દુઃખની લાગણી ઉત્પન્ન થતી નથી. માટે તે દુઃખ નિરપેક્ષ શાશ્વત=અક્ષય સુખનો ભોકતા છે)
“અવ્યાબાધ સુખને ઢાંકનાર કાર્મણસ્કંધોને, વેદનીયકર્મ કહેવાય છે.”
વેદનીય કર્મવાદળને લીધે જીવનું અવ્યાબાધ સુખાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, વ્યાબાધાત્મક સુખ, દુઃખને અનુભવે છે. માટે જીવ અક્ષયસુખનો ભોક્તા હોવા છતાં સુખી-દુઃખી કહેવાય છે.
(૪) આત્માનો ચોથો ગુણ અક્ષયચારિત્ર છે. ર, ધાતુનો અર્થ ગતિ કરવી અથવા ભોજન કરવું થાય છે. જેનાથી મોક્ષ પ્રતિ ગતિ થાય અથવા નિજ જ્ઞાનાદિ ગુણોનું ભોજન=ભોગવટો કરવો તે ચારિત્ર કહેવાય. આત્માનું અસલી સ્વરૂપ જ્ઞાનમય, દર્શનમય, પૂર્ણાનંદમય છે. તેનો ભોગવટો કરવો. એટલે કે શુદ્ધ જ્ઞાનોપયોગ, શુદ્ધદર્શનોપયોગાદિમાં રમવું તે સ્વગુણમાં રમણતારૂપક્ષાયિકચારિત્ર કહેવાય. “અક્ષય ચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને “મોહનીય કર્મ” કહેવાય.
મોહનીય કર્મવાદળને લીધે જીવનું સમ્યગ્દર્શન અને અક્ષય ચારિત્રાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, વૈષ કામ હાસ્યાદિ નકલી સ્વરૂપે પ્રગટ થયું છે. તેથી જીવ પરભાવમાં રમણતાને લીધે પારકી વસ્તુને પોતાની માનીને મુંઝાયા કરે છે. માટે ક્ષાયિકક્યારિત્રને ઢાંકનાર કાર્મણ સ્કંધોને મોહનીય કર્મ કહ્યું છે. મોહનીય કર્મને લીધે જીવ વીતરાગી હોવા છતાં રાગી, દ્વેષી કહેવાય છે.
પુરુષ ન હોવા છતાં પુરુષ કહેવાય છે. સ્ત્રી ન હોવા છતાં સ્ત્રી કહેવાય છે.
(૫) આત્માનો પાંચમો ગુણ “અક્ષયસ્થિતિ” છે. અક્ષયસ્થિતિ=અક્ષયજીવન. અક્ષયજીવન=સદા કાળને માટે જીવવું, અથવા જન્મ, જરા, મરણ રહિત જીવન. “અક્ષય સ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને આયુષ્યકર્મ કહેવાય છે.” A. પૌદ્ગલિક સુખ, દુઃખ સાપેક્ષ હોય છે. આત્મિક સુખ, દુઃખ નિરપેક્ષ હોય છે. માટે તે શાશ્વત અક્ષયસુખ કહેવાય છે.
- ૩૭
For Private and Personal Use Only