________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ એ સંસારવૃક્ષનું મૂળ છે. કપાયાદિ ત્રણ તો સંસારવૃક્ષની ડાળીઓ છે. મિથ્યાત્વ ગયા બાદ બાકીનાં ત્રણનો અવશ્ય નાશ થાય છે. (૨) અવિરતિ - વિ+રમ્ ધાતુ વિરમવું (અટકવું). હિંસાદિ અઢાર પાપસ્થાનકથી વિરમવું તે વિરતિ અને હિંસાદિ અઢાર પાપસ્થાનકથી નહિ વિરમવું તે અવિરતિ કહેવાય. (૩) કષાય - ક૬ = સંસાર આય = લાભ.
જેના વડે સંસારનો લાભ થાય તે કપાય. ક્રોધ, માન, માયા અને લોભ એમ ૪ પ્રકારે કષાય છે. કર્મબંધનું મુખ્ય કારણ કષાય છે. કેમકે કષાયો સંસારવૃક્ષનાં મૂળમાં પાણી સિંચીને સંસારને લીલોછમ રાખે છે. (૪) યોગ - મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃતિને યોગ કહેવાય છે.
યોગ-૩ પ્રકારે છે. (૧) મનોયોગ - શુભાશુભ ચિંતન-મનનને મનોયોગ કહેવાય. (૨) વચનયોગ - વાણીને, વચનયોગ કહેવાય.
(૩) કાયયોગ :- શારીરિક ક્રિયાને કાયયોગ કહેવાય છે. મિથ્યાત્વાદિ સ્વરૂપ આત્મિકપરિણામને ભાવકર્મ કહેવાય છે. અને તેના દ્વારા જે પૌદ્ગલિક કર્મબંધ થાય છે. તેને દ્રવ્યકર્મ કહેવાય. દ્રવ્યકર્મોદયથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને ભાવકર્મદ્વારા દ્રવ્યકર્મબંધ થાય છે. જેથી દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવમરઘી અને ઈડાની માફક “અનાદિ છે. પરંતુ જ્યારે મિથ્યાત્વાદિનો નાશ થાય છે. ત્યારે આત્માનો કર્મપુદ્ગલોની સાથે સંબંધ છૂટી જાય છે. માટે જીવની સાથે કર્મપુદ્ગલોનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત = અંતવાળો
છે.
જીવ અને કર્મનો સંબંધ :વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનો સંબંધ સાદિસાંત છે. (૨) પ્રવાહરૂપે જીવની સાથે કર્મનો સંબંધ અનાદિસાંત તથા અનાદિ
અનંત છે. (૧) સાદિસાંત :- જીવ સમયે સમયે નવાકર્મો બાંધે છે. તે બાંધેલાં કર્મો અમુકકાળે પોતાનું ફળ આપીને આત્મપ્રદેશથી છૂટા પડી જાય છે. એટલે કર્મોનો અંત આવી જાય છે.
For Private and Personal Use Only