________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાહરણમાં ઘટના -
ધૂળિયા રસ્તામાં આરસની સુંદર હવેલી છે. પવન સતત ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે ધૂળ ચારે તરફ ઉડતી ઉડતી હવેલીની ભીંત સાથે અથડાઈ રહી છે. આ વખતે જો હવેલીની ભીંત ચીકણી ન હોય તો ધૂળ ભીંત સાથે અથડાઈને ખરી પડે છે. અને હવેલીની ભીંત ચીકણી હોય તો ધૂળ ભીંત સાથે ચિટકી જાય છે.
: આ પ્રમાણે, ૧૪ રાજલોકરૂપ રસ્તામાં અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કામણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. એટલે ૧૪ રાજલોકરૂપ ધૂળીઓ રસ્તો છે. તેમાં સંસારી જીવ રહેલો છે. જીવ શરીરધારી હોવાથી યોગરૂપ પવન સતત ફૂંકાઈ રહ્યો છે. યોગરૂપ પવનનાં કારણે કાર્મણવર્ગણારૂપ ધૂળ ઉડતી ઉડતી જીવ સાથે અથડાય છે. આ વખતે જીવ જો મિથ્યાત્વાદિ (રાગદ્વેષાદિ)નાં અભાવે ચીકણો થયેલો ન હોય તો કાર્મણસ્કંધરૂપ ધૂળ આત્મા સાથે અથડાઈને ખરી પડે છે. અને જો આત્મા મિથ્યાત્વાદિ = રાગદ્વેષાદિને લીધે ચીકણો થયેલો હોય તો કાર્માસ્કંધો કર્મસંશક બનીને આત્મપ્રદેશ પર ચિટકી જાય છે. તેને કર્મબંધ” કહેવાય છે.
કર્મબંધના હેતુ :કર્મબંધના હેતુ ૨ પ્રકારે છે (૧) બાહ્ય હેતુ (૨) અત્યંતર હતુ. (૧) બાહાહેતુ :- “પડિણીયgણ” ઇત્યાદિ ગાથા નં. પ૩થી૬૦માં જણાવ્યા મુજબ, જ્ઞાનાદિ, તેનાં સાધનો તેમજ જ્ઞાની વિગેરેની આશાતનાં કરવી તે.... (૨) અત્યંત રહેતુ :- મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ જ છે. (૧) મિથ્યાત્વ :- સર્વજ્ઞ ભગવંતે જે પદાર્થ જેવા સ્વરૂપે બતાવ્યો છે. તે પદાર્થ તેવા સ્વરૂપે ન માનતાં, વિપરીત સ્વરૂપે માનવો તે મિથ્યાત્વ કહેવાય.
દા.ત. સર્વજ્ઞ ભગવંતે સંસાર-પાપ તત્ત્વને હેય = છોડવા લાયક કહ્યો છે. તેને હેય ન માનતાં ઉપાદેય = આદરવાયોગ્ય માનવો તે મિથ્યાત્વ કહેવાય.
For Private and Personal Use Only