________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) કોઈ જીવના શરીરનો સ્વાદ લીંબુની જેમ ખાટો હોય છે. તેનું કારણ આસ્લરસનામકર્મ છે. (૫) કોઈ જીવનાં શરીર નો સ્વાદ શેરડીની જેમ મીઠો હોય છે. તેનું કારણ મધુરરસનામકર્મ છે.
- કોઈક ગ્રન્થમાં લવણ = ખાટો રસ જુદો માન્યો છે. પણ તે મધુરાદિનાં સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી, અહીં તેને જુદો ગણ્યો નથી. સ્પર્શનામકર્મ - “ચામડી દ્વારા જે અનુભવી શકાય તે સ્પર્શ કહેવાય.” (૧) અધોગમનના કારણભૂત લોખંડ વગેરે ભારે વસ્તુમાં રહેલો હોય તે “ગુરુ
સ્પર્શ”. (૨) પ્રાયઃ તિર્યમ્ અને ઉર્ધ્વગમનનાં કારણભૂત આકડા, રૂ વગેરે હલકી વસ્તુમાં રહેલો હોય તે “લઘુસ્પર્શ'. (૩) નેતરાદિ નરમ વસ્તુમાં રહેલો હોય તે “મૃદુ સ્પર્શ”. (૪) પથ્થરાદિ કઠણ વસ્તુમાં રહેલો હોય તે “ખરસ્પર્શ. (૫) બરકાદિ ઠંડા પદાર્થમાં રહેલો હોય તે “શીત સ્પર્શ”. (૬) આહારના પાચનનાં કારણભૂત અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થમાં રહેલો હોય તે “ઉષ્ણ સ્પર્શ”. (૭) પુદ્ગલ દ્રવ્યના પરસ્પર સંયોગનાં કારણભૂત વૃતાદિ સ્નિગ્ધ પદાર્થમાં રહેલો હોય તે “સ્નિગ્ધ સ્પર્શ”. (૮) પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર સંબંધ નહીં થવામાં કારણભૂત ભસ્માદિમાં રહેલો હોય તે “રૂક્ષ સ્પર્શ”. જાણવો. (૧) કોઇ જીવનું શરીર લોખંડના ગોળાની માફક ભારે હોય છે. તેનું કારણ ગુરુસ્પર્શનામકર્મ છે. (૨) કોઈ જીવનું શરીર આકડાનાં રૂ ની જેમ હલકુ હોય છે તેનું કારણ લઘુસ્પર્શનામકર્મ છે. (૩) કોઈ જીવનું શરીર માખણાદિની જેમ કોમલ હોય છે. તેનું કારણ મૃદુસ્પર્શનામકર્મ છે. (૪) કોઈ જીવનું શરીર પથ્થરાદિની જેમ કર્કશ હોય છે. તેનું કારણ ખરસ્પર્શનામકર્મ છે.
A. ખરનો અર્થ કઠણ ઉચિત લાગે છે. કેમ કે ખરનો અર્થ કર્કશ (ખરબચડું) એ લીસાનો પ્રતિપક્ષ છે. લીસું અને ખરબચડુ સ્પર્શનો વિષય હોવા છતાં તેનું કારણ પુદ્ગલનો નિવેશ છે. પણ સ્પર્શગુણ નથી. દા.ત. સિમેન્ટનું રફ અને ભીનું પ્લાટર. વળી, ખરનો અર્થ કર્કશ કરે તો કર્કશમાં કઠણનો સમાવેશ થતો નથી. તો કઠણ સ્પર્શનો સમાવેશ શેમાં કરવો ? એ પ્રશ્ન વિચારણીય છે.
૧૯૨
For Private and Personal Use Only