________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન :-૪૫ મન:પર્યવજ્ઞાની ભૂતકાળમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનાર મનોદ્રવ્યના આકારને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી કેવી રીતે દેખી શકે? કારણ કે ભૂતકાળમાં થયેલા આકારો નાશ પામી જાય છે અને ભવિષ્યમાં થનારા આકારો હજુ બન્યા નથી. જવાબ :- લોકમાં પર્યાયાર્થિકનયથી ભૂતકાળમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનાર મનોદ્રવ્યના આકારો આર્વિભૂત (પ્રગટ) નથી. પરંતુ તિરોભાવે છે. એટલે દ્રવ્યાર્થિકનયથી મનોદ્રવ્યના આકારો છે. તેને મન:પર્યવજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી દેખી શકે છે. એ જ મન:પર્યવજ્ઞાનનું મહાભ્ય છે. પ્રશ્ન-૪૬ “ભવિષ્યમાં થનાર વસ્તુને કેવળીભગવંત કેવી રીતે દેખી શકે?” જવાબઃ- કેવળજ્ઞાન અને કેવળ દર્શનનું એ જ મહાભ્ય છે કે લોકમાં રહેલા પુદ્ગલ પરમાણુઓ ભવિષ્યમાં જે જે વસ્તુ રૂપે પરિણામ પામવાના હોય તે તે વસ્તુ રૂપે દેખાય, જણાય. તેથી કેવળી ભગવંત ભવિષ્યમાં થનાર વસ્તુને જાણી શકે. દેખી શકે. પ્રશ્ન-૪૭ “મુંગા, બહેરા કે આંધળાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય કે નહીં?” જવાબઃ-ગાઢ દર્શનાવરણીય કર્મોદયને લીધે જીવ આંધળો, બહેરો, મૂંગો થવાથી, માત્ર ઇદ્રિયોમાં ખામી આવી જાય છે. ઇદ્રિયોની ખામી દ્રવ્યક્રિયામાં બાધક બની શકે, પરંતુ ભાવક્રિયામાં બાધક બનતી નથી. તેથી ઇન્દ્રિયની ખામીવાળા આંધળા, બહેરા, મૂંગા જીવો પણ અત્યંત ભાવોલ્લાસ દ્વારા ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કરી, મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કર્યા બાદ અંતર્મુહૂર્તકાળમાં જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન-૪૮ “એક જીવને એકીસાથે કેટલા જ્ઞાન હોય?” જવાબઃ-એક જીવને એકીસાથે વધુમાં વધુ ૪ જ્ઞાન હોઈ શકે. તેમાં કેવળી ભગવંતને એકલું કેવળજ્ઞાન જ હોય. કેવળી સિવાયનાં દરેક સંસારીજીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે તો અવશ્ય હોય છે કોઈ પણ જીવને એકલું મતિજ્ઞાન કે એકલું શ્રુતજ્ઞાન હોતુ નથી. આચારાંગાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાદિ જીવોને ન હોય પરંતુ સામાન્ય શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે. તેમજ એકલું શ્રુતજ્ઞાન પણ કોઈ જીવને હોતુ નથી. કેમ કે મતિપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે માટે કેવળી સિવાય દરેક સંસારી જીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે. વળી, કેટલાક જીવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ
૨૫૩
For Private and Personal Use Only