________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબઃ-જેમ અપ્રમત્ત સાધુને મન:પર્યવજ્ઞાન થાય છે. તેમ અપ્રમત્ત સાધ્વીજી મ.સા. ને પણ મન:પર્યવજ્ઞાન થઈ શકે છે. તેમાં શાસ્ત્રીય બાધ નથી. કારણ કે આવશ્યકસૂરની ટીકામાં ભવ્ય સ્ત્રીઓને (૧) અહંન્દ્ર, (૨) ચક્રીત્વ, (૩) બલદેવલબ્ધિ, (૪) વાસુદેવલબ્ધિ, (૫) સંભિન્ન શ્રોતોલબ્ધિ, (૬) જંઘાચરણલબ્ધિ, (૭) પૂર્વધરલબ્ધિ એ ૭ લબ્ધિનો નિષેક કર્યો છે. તથા પ્રવચન સારોદ્ધારના ૨૭૦ મા દ્વારમાં ભવ્ય સ્ત્રીઓને ઉપરોકત ૭ લબ્ધિ તથા (૮) ગણધરલબ્ધિ, (૯) પુલાક-લબ્ધિ અને (૧૦) આહારકલબ્ધિ એમ કુલ ૧૦ લબ્ધિનો નિષેધ કર્યો છે. પણ મન:પર્યવલબ્ધિ નિષેક કર્યો નથી. આથી સિદ્ધ થાય છે કે સાધ્વીજી મહારાજને મનઃ પર્યવજ્ઞાન થઈ શકે.
વળી, ચોથા કર્મની ૩૧ મી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે, સ્ત્રીવેદમાં ૧૨ ઉપયોગ ઘટે છે. માટે સાધ્વીજી મહારાજને મન:પર્યવજ્ઞાન થવામાં શાસ્ત્રીય દૃષ્ટિએ વાંધો નથી. પ્રશ્ન-૪૩ “ઋજુમતિ અને વિપુલમતિનો તફાવત જણાવો.” જવાબઃ- “શ્યામતિ”
વિપુલમતિ” (૧) મનોદ્રવ્યને સ્પષ્ટ જાણે (૧) મનોદ્રવ્યને અત્યંત સ્પષ્ટ જાણે. (૨) સામાન્યગ્રાહિણીમતિ હોય (૨) વિશેષગ્રાહિણીમતિ હોય. (૩) પ્રતિપાતી છે.
(૩) અપ્રતિપાતી છે. (૪) અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલાં (૪) અઢી આંગળ અધિક તેટલા જ સંજ્ઞી જીવોનાં મનોગતભાવને જાણે. ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના
મનોગત ભાવને જાણે. પ્રશ્નઃ- ૪૪ “જુમતિ સામાન્યગ્રાહી અને વિપુલમતિ વિશેષગ્રાહી છે. તો ગામતિને મનઃ પર્યવદર્શન અને વિપુલમતિને મનઃ પર્યવજ્ઞાન કેમ ન કહેવાય?” જવાબ:-જુમતિ એ મન:પર્યવદર્શન સ્વરૂપ નથી કારણ કે મન:પર્યવજ્ઞાની તથા પ્રકારના સ્વભાવના કારણે પ્રથમથી જ વસ્તુને વિશેષરૂપે જાણી શકે છે. માટે અહીં સામાન્ય શબ્દ અલ્પ વિશેષ બોધક છે. જેમ લક્ષાધિપતિ ઘણો શ્રીમંત હોવા છતાં કરોડોપતિની અપેક્ષાએ અલ્પ શ્રીમંત કહેવાય છે. તેમ
જામતિ વિશેષગ્રાહી હોવા છતા વિપુલમતિની અપેક્ષાએ થોડા જ વિશેષોને જાણી શકતો હોવાથી અલ્પ વિશેષગ્રાહી છે. પરંતુ સામાન્યગ્રાહી નથી માટે ઋજુમતિને મનઃ પર્યવદર્શન ન કહેવાય.
૨૫૨
For Private and Personal Use Only