________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: લાડુનાં દૃષ્ટાંતદ્વારા પ્રકૃતિબંધાદિની સમજુતિ :
પ્રકૃતિબંધ - જેમ જુદા જુદા પ્રકારનાં દ્રવ્યોથી બનેલા લાડુમાં, ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન થાય છે. તેમ જીવની જુદી-જુદી જાતની પ્રવૃત્તિને લીધે, કાર્મણસ્કંધમાં જુદી-જુદી જાતનો સ્વભાવ ઉત્પન્ન થાય છે.
દા. ત. સૂંઠ, મરી વગેરે વાયુનાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ વાયુને શાંત કરવાનો છે. પિત્ત નાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો છે. ગુંદરના લાડુનો સ્વભાવ શરીરમાં શક્તિ (તાકાત) આપવાનો છે. ચુરમાદિ લાડુનો સ્વભાવ શરીર ને પુષ્ટ કરવાનો છે. આ રીતે જીવની જુદી જુદી જાતની પ્રવૃતિને લીધે, કાર્મણસ્કંધમાં જુદી જુદી જાતનાં ફળનો અનુભવ કરાવી શકે એવી શક્તિ = સ્વભાવ ઉત્પન્ન થાય છે.
દા. ત. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, જે કાર્મણસ્કંધોમાં જ્ઞાનગુણને ઢાંકવાની શક્તિ (સ્વભાવ) ઉત્પન્ન કરાય છે. તે કાર્મણસ્કંધોને “જ્ઞાનાવરણીય કર્મ કહેવાય.
જ્ઞાનાવરણીયકર્મ વિપાકકાળે અજ્ઞાનતા, મૂર્ખતાનો અનુભવ કરાવે છે.
દાન, દયા, સંયમાદિ દ્વારા જે કાર્મણસ્કંધોમાં જીવને સુખ આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તે કાર્માસ્કંધોને શાતાવેદનીય કર્મ કહેવાય. શતાવેદની કર્મ વિપાકકાળે સુખનો અનુભવ કરાવે છે.
યદ્યપિ જ્ઞાનાવરણીયાદિ ભિન્ન ભિન્ન સ્વભાવને કારણે, કર્મપુદ્ગલો જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જતાં હોવાથી કર્મનાં સૂક્ષ્મદૃષ્ટિથી અસંખ્યાતભેદ થઈ શકે છે. પરંતુ મહાપુરુષોએ સ્થૂલદૃષ્ટિથી તે સર્વેનો મુખ્ય ૮ વિભાગ અને પેટાભેદની અપેક્ષાએ ૧૫૮ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. માટે શાસ્ત્રમાં મૂળ કર્મપ્રકૃતિ- ૮ અને પેટાકર્મ=ઉત્તરકર્મપ્રકૃતિ ૧૫૮ કહી છે.
A. જ્ઞાન, જ્ઞાનનાં સાધનો કે જ્ઞાનીની આશાતનાં કરીએ તો જ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અન્યથા નહીં, એવું ન સમજવું કારણકે મિથ્યાત્વાદિને લીધે જીવ પ્રતિસમયે ૭ કે ૮ કર્મો બાંધે છે. આયુષ્ય બંધાતું હોય ત્યારે જીવ ૮ કર્મો બાંધે છે અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જીવ ૭ કર્મો બાંધે છે. એટલે દરેક સમયે મિથ્યાત્વાદિને લીધે જ્ઞાનાવરણીયાદિ કર્મો તો બંધાય જ છે તે વખતે જે જે કર્મપ્રકૃતિનાં જે જે બાહ્ય હેતુ કહ્યા છે. તે બાહ્ય હેતુનું સેવન ચાલુ હોય તો, તે કર્મની સ્થિતિ અને રસમાં વધારો થાય છે. પણ જ્ઞાનાદિની આશાતનારૂપ બાહ્યકેતુનાં સેવનથી જ જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે. અન્યથા નહીં એવું ન સમજવું.
૩૨
For Private and Personal Use Only