SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) દૂધમાં મીઠાશ ઓછી છે કે વધુ એ પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. (૪) તે ગાયાદિ કેટલું દૂધ આપશે ? તેનું પ્રમાણ (માપ) પણ એ વખતે જ નક્કી થઈ જાય છે. આ રીતે, જીવ જે સમયે કાર્મણસ્કંધો ગ્રહણ કરીને કર્મરૂપે પરિણાવે છે. “તે જ સમયે” “તેમાં,” (૧) આત્માના જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિ આપવાની શક્તિ= સ્વભાવ ઉત્પન્ન થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં પ્રકૃતિ કહેવાય. (૨) તે સ્વભાવ કર્મદલિકોમાં કેટલો વખત ટકી રહેશે તેનો પણ તે જ સમયે નિર્ણય થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં સ્થિતિ કહેવાય. (૩) વળી તે સ્વભાવ કેવા પ્રકારના જુસ્સા (પાવર) થી, શુભાશુભ ફળનો અનુભવ કરાવશે એ પણ તેજ સમયે નક્કી થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં રસ કહેવાય. (૪) જીવ દ્વારા ગ્રહણ કરાતા કાર્મણસ્કંધો, ભિન્ન-ભિન્ન સ્વભાવ રૂપે પરિણામ પામતી વખતે સ્વભાવ દીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મદલિકોના જથ્થાને શાસ્ત્રીય પરિભાષામાં પ્રદેશ કહેવાય. (૧) પ્રકૃતિબંધ :- સ્વભાવનો નિર્ણય થવાપૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે પ્રકૃતિબંધ કહેવાય. (૨) સ્થિતિબંધ -તે તે સ્વભાવનો અમુક સમય સુધી કર્મદલિકોમાં રહેવાનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે સ્થિતિબંધ કહેવાય. (૩) રસબંધ :- ઓછા-વધતાં પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે રસબંધ કહેવાય. (૪) પ્રદેશબંધ - સ્વભાવદીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મ દલિતોનું આત્મપ્રદેશની સાથે એકાકાર થવું તે પ્રદેશબંધ કહેવાય. આ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની અપેક્ષાએ કર્મબંધ ૪ પ્રકારે છે. ૩૧ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy