________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે આ પ્રમાણે, મન અને ચક્ષુવિના બાકીની ચાર ઈન્દ્રિયોની અપેક્ષાએ વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે.
વિવેચન :- ગ્રન્થકારશ્રી આઠેકર્મની ઉત્તર પ્રવૃતિઓ ક્રમશઃ બતાવે છે. તેમાં પહેલું જ્ઞાનાવરણીયકર્મ હોવાથી, સૌ પ્રથમ જ્ઞાનનાં ભેદ બતાવે છે. કારણ કે જ્ઞાનનાં પાંચભેદનું સ્વરૂપ જાણ્યું હોય તો જ જ્ઞાનાવરણીયકર્મનાં ઉત્તરભેદો સરલતાથી સમજી શકાય. માટે સૌ પ્રથમ જ્ઞાનનાં ભેદનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાનનાં મુખ્ય ભેદ ૫ છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન.
(૧) મતિજ્ઞાન - યોગ્યદેશમાં રહેલી વસ્તુનો મન અને ઈન્દ્રિય દ્વારા, જે બોધ થાય તે મતિજ્ઞાન કહેવાય.
મતિજ્ઞાનમાં શબ્દની સાથે પદાર્થનાં સંબંધની વિચારણા હોતી નથી, દા. ત. (૧) કાનદ્વારા “ઘટ” શબ્દ સાંભળ્યો ત્યારે માત્ર ઘટશબ્દનો જે બોધ થયો તે શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થયું. તે વખતે ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે. અને જલહરણાદિ અર્થક્રિયા કરવામાં સમર્થ કબુગ્રીવાદિમાન્ આકૃતિવાળી વસ્તુ એ ઘટશબ્દથી વાચ્ય છે. માટે ઘટશબ્દની સાથે ઘટપદાર્થનો વાચ્યવાચકભાવ સંબંધ છે. આવી કોઈ જ વિચારણા હોતી નથી માટે “શબ્દની સાથે પદાર્થનાં સંબંધની વિચારણા વિનાનું, મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન, તે મતિજ્ઞાન કહેવાય.”
(૨) આંખ દ્વારા ઘટ જોયો ત્યારે માત્ર ઘટપદાર્થનો જે બોધ થયો તે ચક્ષુરિન્દ્રિયજન્ય મતિજ્ઞાન થયું. તે વખતે ઘટપદાર્થ એ ઘટશબ્દથી વાચ્ય છે. અને ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે. માટે ઘટ પદાર્થની સાથે ઘટશબ્દનો વાચ્યવાચકભાવ સંબંધ છે. આવી કોઈ જ વિચારણા હોતી નથી. માટે પદાર્થની સાથે શબ્દનાં સંબંધની વિચારણા વિનાનું મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનનું બીજું નામ “Aઆભિનિબોવિકજ્ઞાન” છે.
અભિ = સન્મુખ, નિ = નિશ્ચિત્ (સ્પષ્ટ) બોધ = જ્ઞાન.
સન્મુખ રહેલાં પદાર્થનો જે સ્પષ્ટ બોધ કરાવે તે આભિનિબોધિક જ્ઞાન. જૈન વાયગ્રન્થોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે. કર્મગ્રન્થ, A. મતિઃ તિઃ સંજ્ઞા દિનામિનિકોય નનામ્ (સાર્થા) ર-રા B. તદ્ વિરમ સાંવ્યાવિ પારમાર્થિવ ૨ (પ્રમાણનયતવા0) ર-જા
૪૨
For Private and Personal Use Only