________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ- ૯ જડ કાર્પણખંધો જીવને સુખ-દુઃખનો અનુભવ કેવી રીતે કરાવી શકે છે? જવાબઃ- જેમ જડે એવા પથ્ય ભોજનાદિ જીવને સુખનો અનુભવ કરાવે છે અને જડ એવા અપથ્ય ભોજનાદિ જીવને દુઃખનો અનુભવ કરાવી શકે છે. તેમ રાગાદિ યુક્ત ચૈતન્યના સંસર્ગથી જડ એવા કાર્મણકંધો જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે છે. પ્રશ્નઃ- ૧૦ “મૂલપગઇક્ર” માં મૂળ વિશેષણ કેમ લગાડયું?” જવાબ-જ્ઞાનાવરણીયાદિ દરેક કર્મો ઉત્તરકમ સહિત છે. માટે ઉત્તરકર્મથી (અવાજોરકર્મથી) જ્ઞાનાવરણીયાદિ કર્મને જુદું પાડવા માટે “મૂળ” વિશેષણ લગાડયું છે. પ્રશ્નઃ - ૧૧ “કર્મની મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ જ કેમ કહી? જૂનાધિક કેમ નહીં?” જવાબ- વાસ્તવિક રીતે કર્મબંધના કારણભૂત અસંખ્ય અધ્યવસાયો હોવાથી તર્જન્ય કર્મ પણ અસંખ્યાત પ્રકારે થઈ શકે પરંતુ મંદબુદ્ધિવાળા જીવોને કર્મ સિદ્ધાંતનું જ્ઞાન સહેલાઇથી થઈ શકે તે માટે મહાપુરુષોએ અસંખ્ય પ્રકારનું વર્ગીકરણ કરીને તે સર્વેનો મૂળ આઠ અથવા ઉત્તર ૧૪૮ કે ૧૫૮ ભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી સ્થૂલ દૃષ્ટિ એ કર્મની મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ કહી છે. પ્રશ્નઃ- ૧૨ “કર્મપ્રકૃતિના નામની સાર્થકતા જણાવો.” જવાબઃ-દરેક કર્મપ્રકૃતિ પોત પોતાના નામ પ્રમાણે જ ફળનો અનુભવ કરાવે છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મ જીવને અજ્ઞાન, મૂર્ખ બનાવે છે. દર્શનાવરણીય કર્મ જીવને આંધળો, બહેરો, મૂંગો બનાવે છે. શાતાવેદનીયકર્મ જીવને સુખનો અનુભવ કરાવે છે. અશાતા વેદનીય જીવને દુઃખનો અનુભવ કરાવે છે. મોહનીય કર્મ જીવને રાગદ્વેષમાં મુંઝવી નાંખે છે. આ રીતે, દરેક કર્મપ્રકૃતિ પોતપોતાના નામ પ્રમાણે કાર્ય કરતી હોવાથી દરેક કર્મપ્રવૃત્તિ સાર્થક નામવાળી છે. પ્રશ્ન:- ૧૩ કર્મ દ્વારા જીવ દુઃખી થાય છે. તો તેનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઇએ. પણ કર્મના ભેદ પ્રભેદને જાણવાનો પ્રયત્ન કરવાની શી જરૂર?”
૨૪૦
For Private and Personal Use Only