________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૃષ્ટિ તેવી પ્રવૃત્તિમાં હોવાથી, જ્યાં સુધી “દૃષ્ટિ” શુદ્ધ ન બને ત્યાં સુધી “પ્રવૃત્તિ” શુદ્ધ બનતી નથી. તેથી ક્ષાયિકસમ્યગદર્શન વિના ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતુ નથી. એટલે ક્ષાયિકસમ્યગુદર્શન + ક્ષાયિક-ચારિત્ર=વીતરાગતા હોવાથી, વીતરાગતાને ઢાંકનાર કાર્મણસ્કંધો બે વિભાગમાં વહેંચાઈ જવાથી મોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે. તેમાં, (૧) “ક્ષાયિકસમ્યગદર્શનગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને દર્શનમોહનીય કર્મ અથવા મિથ્યાત્વમોહનીયકર્મ કહેવાય.” સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેનાથી વિપરીત સ્વરૂપે સમજી કે માની શકાય એવી આત્મિકશક્તિને” અથવા “સર્વજ્ઞકથિત વચનોથી વિપરીત માન્યતાવાળી આત્મદશાને મિથ્યાદર્શન કહેવાય.” મિથ્યાદર્શનને ટૂંકમાં મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વને લીધે, જીવ પારકી વસ્તુને પોતાની માનીને મુંઝાયા કરતો હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને ક્ષાયિકસમ્યગદર્શનને ઢાંકનાર કર્મણસ્કંધો (કારણ) ને મિથ્યાત્વમોહનીયકર્મ કહ્યું
(૨) “ક્ષાયિકચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ચારિત્રમોહનીયકર્મ કહેવાય.” આ રીતે મોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે.
મદિરા સરખુ મોહનીયકર્મ
જેમ મદિરા એ માણસની વિચાર-વિવેકશક્તિને દબાવે છે. મદિરાજેવું
દારૂનાં કેફમાં માણસ પોતાની જાતને ભૂલી જઈ, ગતરાદિમાં પડતું મૂકે છે. સોનાને કથીર માનીને ફેંકી દે છે. પોતાની માતા, બેન, બેટી ને પોતાની સ્ત્રી માને છે. પોતાની
સ્ત્રીને “માતા માને છે. એ વખતે દૃષ્ટિ ઉલ્ટી બની જાય છે. મોહનીયર્મ તેમ મોહનીયકર્મવિતરાગતાને ઢાંકી દબાવી દેતું હોવાથી મોહના નશામાં રાગાંધ બનેલો જીવ અઢારદોષથી રહિત અરિહંતાદિ સુદેવને કુદેવ માને છે. પંચમહાવ્રતધારી સુસાધુને કુસાધુ માને છે. અહિંસા, સંયમ, સત્ય અદત્તાદિ ધર્મને અધર્મ માને છે. અને કુદેવ, કુગુરુ, કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મ માને છે. શરીર અને આત્માને એક માનતો હોવાથી સ્વ= “આત્મા” ને ભૂલી જઈ પર=શરીર, લક્ષ્મી, પત્ની પુત્રાદિ જે પોતાના નથી તેને પ્રાણપ્રિય માને છે.
૧૦૮
For Private and Personal Use Only