________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) “ જે જીવને હજુ સુધી કોઈ રોગ થયો નથી તે જીવ આરોગ્યનું અભિમાન કરે તો તેને શાતા ગારવ કહેવાય.”
આ ત્રણે પ્રકારના ગૌરવથી રહિત તેમજ ભવભીરૂ, ક્ષમા, મૃદુતા વગેરે ગુણવાળો જીવ દેવદ્રિકાદિ નામકર્મની શુભ પ્રવૃતિઓને બાંધે છે. અશુભનામકર્મબંધનાં વિશેષ કારણોઃ- *
માયાવી, ઋદ્ધિ વગેરે ગૌરવવાળો, ધૂતારો, ખોટી સાક્ષી પૂરનાર, સારો અને ખરાબ માલ ભેળસેળ કરીને વેચનાર, પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરનાર, ચોર, લૂંટારા, દૂરાચારી વગેરેને સહકાર આપનાર, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સમાજ સેવાદિ સંસ્થાઓનું તથા ધર્માદાનું ધન ખાનાર, ખોનાર દુરૂપયોગ કરનાર, કામણ ટુંમણ કે વશીકરણ કરનાર, તીવ્રકષાયવાળો જીવ નામકર્મની નરકદ્ધિકાદિ અશુભપ્રકૃતિને^ બાંધે છે. ગોત્રકર્મબંધના વિશેષ કારણો - गुण पेही मयरहिओ, अज्झयण ज्झावणारुई निच्चं पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इअरहा तु ॥५९॥ गुणप्रेक्षी मदरहितोध्ययनाध्यापनारुचिर्नित्यम् । प्रकरोति जिनादिभक्त उच्चं नीचं इतरधा तु ॥५९॥
ગાથાર્થઃ- ગુણગ્રાહી, મદરહિત, હંમેશા અધ્યયન અને અધ્યાપનમાં રૂચિવાળો, જિનાદિની ભકિતવાળો ઉચ્ચગોત્રને બાંધે છે. અને તેથી વિપરીત રીતે નીચગોત્ર બંધાય છે. A યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, મન, વચન, કાયાની વક્રતા, પરને છેતરવું, કપટ પ્રયોગ, મિથ્યાત્વ ચાડીયાપણું, અસ્થિરચિત્ત, સુવર્ણાદિના જેવી ધાતુઓ બનાવવી, જાઠી સાક્ષી ભરવી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ફેરફાર કરવો, અંગોપાંગનો છેદ કરવો, યંત્ર અને પાંજરા કરવા, ખોટા તોલમાપ કરવા, અન્યની નિંદા કે ખુશામત કરવી, હિંસા, અસત્ય, અબ્રહમચર્ય, મહારંભ, પરિગ્રહ, કઠોર અને અસભ્ય બોલવું, સારા પહેરવેશનો મદ કરવો, વાચાલતા, ગાળો આપવી, સૌભાગ્યનો નાશ કરવો, વશીકરણ, પરને કુતુહલ ઉત્પન્ન કરવું, પારકાની હાંસી અને મશ્કરી કરવી, વેશ્યાદિકને ઘરેણા આપવા, દાવાગ્નિ સળગાવવો, દેવાદિના બહાને ગંધાદિ વસ્તુની ચોરી કરવી, તીવ્રકષાય ચૈત્યપ્રતિમા, ઉદ્યાન અને પ્રતિમાનો નાશ કરવો, કોલસા કરવા વગેરે અશુભનામકર્મનાં હેતુઓ છે. તેથી વિપરીત સંસાર ભીરુતા, પ્રમાદનો ત્યાગ, સદ્ભાવનું અર્પણ, ક્ષમાદિક, ધાર્મિક પુરુષનાં દર્શનમાં આદર, પરોપકાર કરવામાં સારપણું એ સર્વે શુભનામકર્મના હેતુઓ છે.
૨૩૪
For Private and Personal Use Only