________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનશકિત એકજ હોવા છતાં “આહાર લેવો વગેરે જીવનક્રિયા ૬ પ્રકારની હોવાથી જીવનશકિત ૬ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં, (૧) “જે શકિત વડે જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખલ (ઝાડો, પેશાબ વગેરે અસાર પદાર્થ)અને રસ (શરીરનો પોષક પ્રવાહી પદાર્થ)રૂપે પરિણાવે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ છે.” *
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે અનાદિસ્વભાવને કારણે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનાથી જીવનશકિત ઉત્પન્ન થાય છે. તે શકિત વડે જીવ આહાર યોગ્ય પગલોને ખલ અને રસ રૂપે પરિણાવે છે તેથી ઉત્પત્તિના પ્રથમ સમયે ગ્રહણ કરેલા જે પુગલો તે આહારપર્યાપ્તિનું કારણ છે. અને આહારનું જે પરિણમન તે આહાર પર્યાપ્તિનું કાર્ય છે. આહારપર્યાપ્તિની સમાપ્તિનો કાળ એક સમયનો હોવાથી ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર પર્યાપ્તિનું કાર્ય અને કારણ બને એકીસાથે થાય છે. (૨) “જે શકિત વડે જીવ રસરૂપે પરિણમેલા આહારને રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજ્જા[હાડકાની અંદર રહેલો ચીકણો પદાર્થ] અને વીર્ય એ સપ્તધાતુમય બનાવે તે શક્તિનું નામ શરીર પર્યાપ્તિ છે.”
યદ્યપિ દારિકશરીર રસાદિ સાતધાતુમય હોય છે. પરંતુ સર્વે ઔદારિકશરીર રસાદિ સાતધાતુમય જ હોય એવો નિયમ નથી કારણકે એકેન્દ્રિય જીવોને ઔદારિકશરીર હોય છે. પણ સાતધાતુ હોતી નથી. તથા વૈક્રિયશરીર અને આહારકશરીર સપ્તધાતુમય ન હોય. એટલે “ જે શકિત વડે જીવ રસરૂપે પરિણમેલા આહારને પોતાના ભવને યોગ્ય શરીર રૂપે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ કહેવાય.” એમ સમજવું. A આત્મ પ્રદેશોની સાથે લાગેલ અત્યંતર તૈજસ - કાર્મણસ્કંધોની અપેક્ષાએ ઔદારિકાદિ નું જે ગ્રહણ તે બાહ્ય-આહાર સમજવો. બાહ્ય-આહારનું ગ્રહણ-૩ રીતે થઈ શકે છે. (૧) ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી (મતાતંરે સ્વપ્રાયોગ્ય સર્વ પર્યાપ્તિ સુધી) જે પુદ્ગલો ગ્રહણ કરાય તે “ઓજાહાર” કહેવાય. (૨) શરીરપર્યાપ્તિ [મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ) પૂર્ણ થયા પછી સ્પર્શેન્દ્રિય (ચામડી) દ્વારા જે પુદ્ગલો ગ્રહણ કરાય તે “લોમાહાર” કહેવાય. (૩) મુખ દ્વારા કોળિયા રૂપે જે પુક્કલો ગ્રહણ કરાય તે “કલાહાર” કહેવાય. B. આ લક્ષણ બધા શરીરમાં ઘટી શકે છે.
૨૦૬
For Private and Personal Use Only