________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)‘જે શકિત વડે જીવ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિયને યોગ્ય તેજસ્વી પુદ્ગલો ગ્રહણ કરીને ચામડી,જીભ, નાક, આંખ, કાન એ પાંચ ઇંદ્રિય બનાવે તે [શક્તિનું નામ] ઇંદ્રિય પર્યાપ્તિ કહેવાય.”
(૪) “ જે શકિત દ્વારા જીવ શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને, શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવીને, તેનું અવલંબન લઇને, છોડી દે તે [શક્તિનું નામ] શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય,’’
(૫) “ જે શકિત વડે જીવ ભાષાને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરીને ભાષારૂપે [જેવા અક્ષરો બોલવા હોય તે રૂપે ] બનાવીને, તેનું અવલંબન લઈને ભાષારૂપે છોડી મૂકે તે [શક્તિનું નામ] ભાષાપર્યાપ્તિ કહેવાય.'
(૬) “ જે શક્તિ વડે જીવ મનો યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને મન રૂપે પરિણમાવીને તેનું જ અવલંબન લઇને મનરૂપે છોડી મૂકે તે [શક્તિનું નામ] મનઃ પર્યાપ્તિ કહેવાય.”
આ ૬ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિય જીવોને પ્રથમની ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞીજીવોને પ્રથમની પાંચ, અને સંશી પંચેન્દ્રિયજીવોને છ પર્યાપ્તિ હોય છે. પ્રારંભ અને સમાપ્તિ :- જે જીવોને જેટલી પર્યાપ્તિઓ કહી છે. તે જીવો તે સર્વે પર્યાપ્તિનો એકીસાથે પ્રારંભ કરે છે. અને અનુક્રમે પૂરી કરે છે.
જેમ સુતર કાંતનારી છ સ્ત્રીઓ એકી સાથે સરખી પુણીઓ લઇને કાંતવા બેસે તો, તેમાં જે જાડુ કાંતે તે પ્રથમ પૂર્ણ કરે. અને જેમ જેમ ઝીંણુ કાંતે, તેમ તેમ વિલંબે પૂર્ણ કરે તેમ પર્યાપ્તિઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી અનુક્રમે પૂરી કરે છે. પર્યાપ્તિનો સમાપ્તિકાળ :- ઔદારિકશરીરની અપેક્ષાએ આહારપર્યાપ્તિ પ્રથમ સમયે જ પૂર્ણ થાય છે. ત્યારબાદ અંતર્મુહૂતૅ શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્વે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્તે મનઃ પર્યાપ્તિ પૂર્ણ થાય.
વૈક્રિય શ. અને આહારક શરીરની અપેક્ષાએ પ્રથમ સમયે આહારપર્યાપ્તિ
A કોઇપણ વસ્તુને ફેકવી (છોડવી) હોય તો પહેલાં વિશેષ પ્રયત્ન કરવો પડે છે. જેમકે દડો ફેંકવો હોય તો, દડાવાળો હાથ ઉંચો કરીને, હાથને વેગ આપવાથી દડો દૂર સુધી ફેંકી શકાય છે. એવી રીતે આત્મા શ્વાસોચ્છ્વાસાદિ પુદ્ગલોને છોડતા પહેલા તેનો જ ટેકો અથવા આલંબન લે છે. પછી તેને છોડી શકે છે. આ પ્રમાણે ભાષા અને મનઃ પર્યાપ્તિમાં પણ જાણવું.
૨૦૭
For Private and Personal Use Only