________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે બહુવિગેરે ૧૨ ભેદ પૈકી એકેકનાં કુલ પાંચ પ્રકાર થાય છે. તેમાં વ્યંજનાવગ્રહ બહુવિગેરે ૧૨ પ્રકારે, અર્થાવગ્રહ બહુવિગેરે ૧૨ પ્રકારે, ઈહા બહુવિગેરે ૧૨ પ્રકરે, અપાય બહુ વિગેરે ૧૨ પ્રકારે અને ધારણા બહુવિગેરે ૧૨ પ્રકારે થતી હોવાથી
શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. એ પ્રમાણે, ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે.
રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે.
સ્પર્શેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૬૦ ભેદ થાય છે. વ્યંજનાવગ્રહ નાં ૧૨ ભેદ વિના
ચક્ષયજન્ય મતિજ્ઞાનનાં કુલ ૪૮ ભેદ થાય છે. વ્યંજનાવગ્રહનાં ૧૨ ભેદ વિના
મનોજન્યમતિજ્ઞાનનાં કુલ ૪૮ ભેદ થાય છે. કૃતનિશ્રિત મતિજ્ઞાનનાં કુલ ૩૩૬ ભેદથયા. અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનનાં ૧૪ ભેદ.
- મતિજ્ઞાનનાં કુલ ૩૪૦ ભેદ થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ મતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) મતિજ્ઞાની દ્રવ્યથી આગમદ્વારા જાણેલાં ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને ચિંતન મનનકાળે મૃતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણે.
દા.ત. ધર્માસ્તિકાય લોકાલોકપ્રદેશ પ્રમાણ છે. અરૂપી છે. તેના ૩ ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ, આ રીતે દ્રવ્યનું સ્વરૂપ જાણી શકે છે. યદ્યપિ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને તે સાક્ષાત્ દેખી શકતો નથી. પરંતુ કેટલાક ઘટપટાદિ રૂપી દ્રવ્યોને સાક્ષાત્ દેખે છે. (૨) મતિજ્ઞાની ક્ષેત્રથી આગમદ્વારા જાણેલાં લોકાલોક રૂપ સર્વક્ષેત્રને, ચિંતન-મનનકાળે શ્રુતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે છે. પરંતુ ક્ષેત્રને સાક્ષાત્ દેખી શકતો નથી. (૩) મતિજ્ઞાની કાળથી આગમ દ્વારા જાણેલાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને ચિંતન-મનનકાળે શ્રુતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે પરંતુ સાક્ષાત્ દેખી શકતો નથી. (૪) મતિજ્ઞાની ભાવથી આગમદ્વારા જાણેલાં ઔદાયિકાદિ સર્વ ભાવોને ચિંતન મનનકાળે મૃતની અપેક્ષા વિનાં અવગ્રહાદિ દ્વારા જાણી શકે પણ સાક્ષાત્ દેખી ન શકે.
( ૭૧
For Private and Personal Use Only