________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) ગ્રન્થ અને વિષયની વચ્ચે Aવાચ્યવાચકભાવ સંબંધ છે. કારણકે આપણે જે શબ્દ બોલીએ છીએ તે જ વસ્તુનો બોધ થાય છે. પણ બીજી વસ્તુનો બોધ થતો નથી. એનું કારણ એ જ છે કે “તે” શબ્દનો “એ” વસ્તુની સાથે કાંઈક સંબંધ છે માટે તે શબ્દદ્વારા તે વસ્તુનો બોધ થાય છે.
દા.ત. ઘટ શબ્દ સાંભળતાં જ તુંબડાકારવાળી વસ્તુનું જ્ઞાન થયું. એ જ સૂચવે છે કે ઘટશબ્દને ઘટવસ્તુની સાથે કાંઈક સંબંધ છે. માટે જ ઘટ શબ્દ દ્વારા ઘટવસ્તુ જણાય છે એટલે અહીં ઘટવસ્તુને જણાવનાર = વાચક ઘટશબ્દ છે. અને ઘટ શબ્દદ્વારા જાણવા યોગ્ય = વાગ્યે ઘટવસ્તુ છે. માટે ઘટશબ્દ અને ઘટવસ્તુની વચ્ચે વાચ્યવાચકભાવસંબંધ
આ પ્રમાણે, કર્મવિપાક વિષયને જણાવનાર = વાચક ગ્રન્થ છે. અને ગ્રન્થદ્વારા જાણવા યોગ્ય = વાચ્ય કર્મવિપાક વિષય છે માટે ગ્રન્થ અને વિષય વચ્ચે વાચ્ય-વાચકભાવસંબંધ છે.
જો વાચક ગ્રન્થની સાથે વા કર્મવિપાક વિષયને કોઈ જ સંબંધ ન હોય તો આ ગ્રન્થદ્વારા કર્મવિપાકનું જ્ઞાન થાય નહીં. (૨) ગ્રન્થ અને ગ્રન્થકર્તાની વચ્ચે કાર્યકારણભાવ સંબંધ છે. ગ્રન્થની રચના એ કાર્ય છે. અને ગ્રન્થકર્તા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ એ કારણ છે માટે ગ્રન્થ અને ગ્રન્થકર્તાની વચ્ચે કાર્યકારણભાવસંબંધ છે. (૩) ગ્રન્થનો મૂળગ્રન્થકર્તાની સાથે ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ છે. સૌ પ્રથમ ભગવાન મહાવીર સ્વામીએ કર્મવિપાક વિષયની અર્થરૂપે દેશના આપી અને તેની સૂત્રરૂપે રચના સૌ પ્રથમ ભગવાન સુધર્માસ્વામીએ કરી હતી.
A. બૌદ્ધદર્શનકારનું એવું માનવું છે કે, શબ્દનો અર્થ પદાર્થની સાથે વાસ્તવિક સંબંધ નથી. પરંતુ કાલ્પનિક સંબંધ છે. જેથી શબ્દાત્મક ગ્રન્થનો પદાર્થાત્મક વિષયની સાથે કોઇ જ સંબંધ ન હોવાથી ગ્રન્થ દ્વારા કર્મવિપાક વિષયનું જ્ઞાન થતું નથી.
આ વાતનું ખંડન કરતાં ગ્રન્થકાર શ્રી કહે છે કે, જો ગ્રન્થ અને વિષયની વચ્ચે કોઈ જ સંબંધ ન હોય તો ગ્રન્થદ્વારા વિષયનું જ્ઞાન થાય નહીં. પરંતુ ગ્રન્થદ્વારા કર્મવિપાક વિષયનું જ્ઞાન થાય છે એ જ સૂચવે છે કે ગ્રન્થ અને વિષયની વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ અવશ્ય છે.
૨૩
For Private and Personal Use Only