SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે સૂરની અપેક્ષા કર્મવિપાકગ્રન્થનાં પ્રથમ રચયિતા ગુરુ સુધર્માસ્વામીની સાથે આ ગ્રન્થનો ગુરુપર્વક્રમ લક્ષણસંબંધ છે. (૪) અધિકારીઃ- જે વ્યક્તિ કર્મવિપાકને જાણવાની ઈચ્છાવાળા હોય અને તેનામાં સમજવાની યોગ્યતા હોય તે આ ગ્રન્થ ભણવાનાં અધિકારી છે. દરેક ગ્રન્થકારશ્રી પ્રાયઃ પોતાના ગ્રન્થની શરૂઆતમાં વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી આ જ વસ્તુ બતાવે છે. તેને “અનુબંધચતુષ્ટય” કહેવાય. અનુબંધ = હેતુ=કારણ. ગ્રન્થરચનાદિ કાર્યમાં વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી એ. ૪ વસ્તુ કારણભૂત હોવાથી, એને અનુબંધચતુષ્ટય કહેવાય છે કારણ કે બુદ્ધિશાળી મનુષ્યો અભ્યાસાદિમાં પ્રવૃતિ કરતાં પહેલાં, ગ્રન્થનો મૂળ વિષય શું છે? ગ્રન્થ કયા વિષય પર લખાયેલો છે, એની માહિતી મેળવે છે. ત્યાર પછી, આ ગ્રન્થ ભણવાથી મને શું લાભ થશે ? અથવા આ ગ્રન્થ રચવાથી શું શું લાભ થશે? એ વિચારે છે. કારણ કે વિષય ગમવા માત્રથી કે વિષયનું જ્ઞાન હોવામાત્રથી બુદ્ધિશાળી લોકો અભ્યાસ કે ગ્રન્થરચનાદિકાર્યમાં પ્રવૃતિ કરતાં નથી કેમકે વિષય જાણ્યા પછી પણ અભ્યાસાદિ કાર્ય દ્વારા મને કાંઇક લાભ થશે એવું લાગે તો જ લોકો અભ્યાસાદિમાં પ્રવૃતિ કરે છે. માટે વિષય જાણ્યા પછી પણ પ્રયોજનની જરૂર રહે છે. વિષય અને પ્રયોજન જાણ્યા પછી પણ ગ્રન્થ અને વિષય વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં ? એ જાણવાની ઈચ્છા થાય છે. કારણ કે જો ગ્રન્થ અને વિષય વચ્ચે કોઈ સંબંધ ન હોય તો “તે” ગ્રન્થ દ્વારા “તે જ વિષયનું જ્ઞાન થતું નથી. માટે વિષય, પ્રયોજન પછી સંબંધની પણ જરૂર રહે છે. વિષય, પ્રયોજન અને સંબંધ જાણ્યા પછી પણ આ ગ્રન્થ ભણવાની મારામાં યોગ્યતા છે કે નહીં ? એવું દરેક જીવો વિચારે છે. માટે દરેક જીવો વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારીપણાનો વિચાર કરીને ગ્રન્થ ભણવાની કે રચવાની શરૂઆત કરતાં હોવાથી ગ્રન્થરચનાદિ કાર્યનું કારણ વિષયાદિ ૪ છે. એટલે વિષયાદિ ૪ ને અનુબંધચતુટ્ય કહેવાય છે. કોઈપણ વ્યક્તિ વિષયાદિ ૪ ને જાણ્યા વિના ગ્રન્થનું અધ્યયન કે રચનાદિ કાર્યનો પ્રારંભ કરતી નથી. માટે ગ્રન્થકારશ્રીએ ગાથાનાં પૂર્વાર્ધમાં જ વિષયાદિ અનુબંધચતુષ્ટય કહ્યું છે. ૨૪ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy