________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાંખવામાં આવે તો તે લાડુમાં કડવાશ વધુ હોય છે. અને કોઈ લાડુમાં મેથી ઓછી નાંખવામાં આવે તો તે લાડુમાં કડવાશ ઓછી હોય છે. તેમ શુભ કર્મમાં ક્યારેક શુભરસ વધુ હોય છે, તો ક્યારેક શુભરસ ઓછો હોય છે તથા અશુભ કર્મમાં ક્યારેક અશુભરસ વધુ હોય છે તો કયારેક અશુભરસ ઓછો હોય છે. એટલે કર્મો ઓછા વધતા પ્રમાણમાં શુભાશુભ ફળનો અનુભવ કરાવી શકે છે.
રસબંધનું કારણ “કષાય” છે.
કષાયની માત્રાનુસારે શુભાશુભકર્મપ્રકૃતિમાં મંદ, તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ રસ ઉત્પન્ન થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં, એકસ્થાનિક, દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, કે ચતુઃસ્થાનિક રસબંધ કહેવાય છે. જો કષાયની માત્રા વધુ હોય તો અશુભકર્મમાં તીવ્રરસ અને શુભકર્મમાં પંદરસ ઉત્પન્ન થાય છે. અને જો કષાયની માત્રા ઓછી હોય તો અશુભકર્મમાં મંદરસ અને શુભકર્મમાં તીવ્રરસ ઉત્પન્ન થાય છે.
શુભકર્મમાં ઉત્પન્ન થતો શુભરસ શેરડીના રસની જેમ સુખદાયક છે. અને અશુભકર્મમાં ઉત્પન્ન થતો અશુભરસ લીંબડાનાં રસની જેમ દુઃખદાયક છે. માટે તીવ્રરસવાળા અશુભકર્મનાં ઉદય વખતે જીવ અત્યંત દુઃખી હોય છે. અને મંદરસવાળા અશુભકર્મનાં ઉદયવખતે જીવ થોડોક દુઃખી હોય છે. તથા મંદરસવાળા શુભકર્મનાં ઉદય વખતે જીવ થોડોક સુખી હોય છે. અને તીવ્રરસવાળા શુભકર્મનાં ઉદય વખતે જીવ અત્યંત સુખી હોય છે. કષાય વિના સ્થિતિબંધ અને રસબંધ થતો નથી.
પ્રદેશબંધ :- જેમ જુદા જુદા લાડુમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ ન્યૂનાધિક હોય છે. કોઈ લાડુ ૫૦ ગ્રામનો હોય છે, તો કોઈ લાડુ ૧૦૦ ગ્રામનો હોય છે. તો કોઈ લાડુ ૨૦૦ ગ્રામનો પણ હોય છે. તેમ કોઈ કર્મમાં કાર્મણજીંધો અલ્પ હોય છે. તો કોઈ કર્મમાં કામણજીંધો તેનાથી વધારે હોય છે તો કોઈ કર્મમાં કાર્યણસ્કંધો તેનાથી પણ વધારે હોય છે. એમ જુદા જુદા કર્મમાં ન્યૂનાધિક પ્રમાણમાં કાર્મણસ્કંધો હોય છે.
પ્રદેશબંધનું કારણ “યોગ” છે.
જીવ મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગાનુસારે જૂનાધિક પ્રમાણમાં કાર્મણસ્કંધને ગ્રહણ કરે છે. જેમ મુસાફર ધીમી ગતિએ ચાલે તો
૩૪
For Private and Personal Use Only