________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ
ચહેરા પરથી નિરંતર વહેતી
આરાધનાની અમીધારા હૈયામાંથી સતત ઝરતું વાત્સલ્યઝરણું રોમે રોમથી પ્રગટતા તીવ્ર તપસ્યાનાં
અનુપમ તેજ... કોમલ હાથમાં નૃત્ય કરતી સદાય
સંગાથિની જપમાળા.. નયનોમાંથી વરસતાં સહુ પ્રત્યેનાં
સ્નેહ ફુવારા. પરમોપકારી, માતૃહૃદયી, વાત્સલ્યવીરડી...
અનેક શિષ્યાના સૌભાગ્યમણી સમા પૂ. ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. સા.
આપ સિધુ, અમે બિન્દુ આપ સરોવર, અમે હંસ
આપ વેલ, અમે ફૂલ
આપ પુષ્પ, અમે પરાગ આપે સિંચેલું આપથી જ પાંગરેલું
આપના પરમ પાવન કર કમલે અહોભાવે
અર્પણ -કૃપાકાંક્ષી રમ્મણ
For Private and Personal Use Only